________________
આવા લોકનું સ્વરૂપ માનવજીવોને સમજવાનું જરૂરી છે, તેમ શાસ્ત્રમત છે. એક તરફ એકત્વભાવનાં છે, જેમાં જીવાત્માને સ્વકેન્દ્રીત વિચાર-ચિંતન કરવાનું કહે છે, તો બીજી તરફ લોક સ્વરૂપ ભાવનાથી સમગ્ર લોક વિચાર ચિંતવવાનું કહેવામાં આવે છે. જેથી પ્રથમ નજરે વિરોધાભાસ લાગે છે. પરંતુ જો હેતુ સમજાય તો બન્ને ભાવના ઉપકારી છે તેમ સમજાય છે. માનવજીવને વર્તમાનમાં જે પરપદાર્થોનો સંયોગ થયો છે, તે ઘણાં બધાં જીવો કરતા અધિક માત્રામાં હોય ત્યારે અહંભાવ થઈ આવવો સહજ છે. સમગ્ર લોકનું સ્વરૂપ ચિતવતા પોતાની તુચ્છ દશાનું ભાન થવાથી અહંભાવ ગળી જતા વાર લાગતી નથી અને વૈરાગ્ય ભાવ ત્વરાથી દૃઢ થવા લાગે છે. પર પદાર્થો પ્રત્યેની આસક્તિ ત્વરાએ ઓસરવા લાગે છે, તે ઉપકાર સમજાય છે.
Alaus reuolx # 71 BRERA