________________
કોઈ કા૨ણે કોઈ જીવને વૈરાગ્યનો આવેગ થઈ આવે અને પરિણામે ઘર-સંસાર છોડી સાધુ થાય. સાધુનાં આચાર અને ક્રિયાકાંડ પરપંરાગત કરતો રહે પણ આત્મલક્ષ ન હોય તો તે જીવ ત્યાગ-વૈરાગમાં અટકેલો છે. તેને આત્મભાન નથી વૈરાગ્ય વિના ત્યાગ પણ ટકતો નથી.
વૈરાગ્ય જ્ઞાનયુક્ત - જ્ઞાનગર્ભિત હોય તો જ ઉપકારી છે. દેખાદેખી, મનાવા-પૂજાવાની ઇચ્છા, સંસારની નિર્ધનદશાથી થાકીને કે એવા કારણે જે ત્યાગ થાય છે તેમાં વૈરાગ્યનું બળ નથી હોતું જેથી તેને વૈરાગ્યનું સાચું ફળ મળતું નથી.
કેટલાક ત્યાગી સાધુઓની દશા દયાજનક જોવા મળે છે. ઘ૨-સંપત્તિ છોડી હોય પણ મોહ છુટ્યો ન હોય. હજી તેને સંસારી ભાઈ, ભાંડુ, કાકા, મામા, પુત્ર, પરિવાર સ્મરણમાંથી જતા નથી. અમુક ગામમાં, અમુક ઉપાશ્રયમાં ચાતુર્માસનો આગ્રહ રાખતા હોય ત્યારે ત્યાગ કેવો ને વૈરાગ્ય કેવો સમજવો ? ભક્ત કવિ નરસિંહ મહેતાની પંક્તિ સમજવા જેવી છે,
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેનાં મનમાં રે; રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.’’ વૈરાગ્યનું આ સ્વરૂપ સાધકે ક્યારેય ભૂલવા જેવું નથી.
*
ICKG પ્રશાબીજ + 142 paravano