________________
“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગુદર્શનનાં નિવાસનાં ઉત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે.” આમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો મૂળ આધાર પૂર્વે થયેલા પૂર્ણજ્ઞાની-આત્મજ્ઞાની પુરુષોનો બોધ છે. આવા જ્ઞાની તો કેવળ વીતરાગ પ્રભુ જ હોઈ શકે તે વાત શ્રદ્ધામાં આવે તો પછી સંદેહનું કારણ રહેતું નથી.
આત્મસિદ્ધિશાસ્ત્રનાં શિષ્યને આ વાત પૂર્ણ પ્રતીતિમાં આવ્યાથી અહોભાવ વ્યક્ત કરતા કહે છે :
“સદ્દગુરુનાં ઉપદેશથી, આવ્યું, અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.”
- ગાથા ૧૧૯ ભાસ્ય નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ; અજર-અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ.”
- ગાથા ૧૨૦ “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ.”
- ગાથા ૧૨૩ શિષ્યનો આ પ્રતિભાવ જ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો મહિમા સમજવા માટે પુરતો છે. હા, એટલું ખરું કે તેને સાચું શિષ્યત્વ પ્રગટ્યું છે, તત્ત્વ જીજ્ઞાસા છે, નિષ્ઠા છે અને ઉપદેશક ગુરુ પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે અને નિષ્ઠાપૂર્વકની શ્રદ્ધા પણ છે. સદૂગુરુ પ્રત્યેની શિષ્યને જે પ્રેમભક્તિ ઉલ્લાસીત થઈ તે ગાથા ૧૨૪થી ૧૨૭માં વ્યક્ત કરી છે :
“અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.”
- ગાથા ૧૨૫
હાઇakી
પ્રજ્ઞાબીજ •172