________________
સાધક પ્રવેશે છે અને સર્વથા રાગ-દ્વેષ રહિત થઈ વીતરાગ દશા પામે
૧૪. પૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન દશાનું કારણ બને છે. જ્યાં કેવળ નિજ
સ્વરૂપનું સંવેદન અખંડ પણે રહે છે. આ અવસ્થા, દેહ છતાં નિર્વાણ (દેહાતીત)ની છે. ચાર ઘાતી કર્મ ક્ષય પામે છે, માત્ર આયુષ કર્મ સાથે જેને સંબંધ છે તેવા અઘાતી કર્મનો યોગ રહે છે પણ તે ખૂબ
શિથિલ-નિર્બળ છે. આયુષ્ય પૂર્ણ થયે નાશ પામે છે. ૧૫. શિષ્યને શંકા હતી કે અનંતકાળનાં કર્મો કેમ ટળે ? તેનું સમાધાન
કરતા કહે છે કે જેમ સ્વપ્ન દશામાં એમ ભાસે કે કરોડ વર્ષ થયા અમુક દશા ભોગવી છે અને જાગૃત થતા તે બધુ વિલિન થઈ જાય છે તો જાગૃત થયા પછી વિલિન થવામાં કોઈ સમય લાગતો નથી તેમ જ અનંતકાળનાં કર્મ, જ્ઞાન થતા વિલય થાય છે. અહીં જ્ઞાન,
અર્થાત્ યથાર્થ આત્મજ્ઞાન સમજવાનું રહે છે. ૧૬. કર્મબંધનું મુખ્ય કારણ જીવનો દેહાધ્યાસ છે, દેહમાં પોતાપણાની
માન્યતા અને પ્રવર્તન અને તેનું કારણ અજ્ઞાન છે. જ્ઞાન પામીને દેહાધ્યાસ છૂટી જાય તો કર્મ થશે તો પણ આસક્તિ કે કર્તાભાવ ન
હોવાથી બંધાતો નથી. ૧૭. દેહાધ્યાસ છૂટતા કર્મબંધાતું નથી કે ભોગવવાનું રહેતું નથી. આ ધર્મનો
મર્મ છે તેમ શ્રીગુરુ કહે છે. ૧૮. નિશ્ચયથી તો હે શિષ્ય તું શુદ્ધ-બુદ્ધ, ચૈતન્યઘન અને સ્વ-પર પ્રકાશક
શુદ્ધાત્મા જ છે, જરા વિચાર કરે તો સમજાય. ૧૯. શ્રીગુરુ કહે છે આ ઉપાય જે અમે કહ્યો તે સર્વ ધર્મ-મત અને જ્ઞાનીને
સંમત છે તેમાં સંશય કરવા જેવું રહેતું નથી. ધન્ય છે આવા પરમગુરુને જે નિષ્કામ કરૂણાં વરસાવે છે.
ની&િઇટને પ્રશાબીજ •17 base