________________
જેમ શ્રી સૌભાગની દેહત્યાગ સમયની દશા હતી તેવી જ કે તેથી પણ વિશેષ અલૌકિક દશા શ્રીમદ્જીનાં દેહત્યાગ સમયની હતી તેનું વર્ણન શ્રીમદ્જીનાં લઘુબંધુ શ્રી મનસુખભાઈએ કર્યું છે તે જોતાં આપણને પણ સ્પષ્ટ જણાઈ આવે છે તે આમ છે. શ્રીમદ્જીનાં આયુષ્યનાં છેલ્લાં દિવસની સવારનાં શબ્દો આ પ્રકારે હતા.
“તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકાવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો. નિશ્ચિંત રહેજો, ભાઈનું પોતાનું સમાધિમૃત્યુ છે. મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.”
શ્રીમદ્જીના આ અંતિમ શબ્દો હતા, તે તેઓશ્રીની અંતરંગ અવસ્થા વ્યક્ત કરે છે. કોઈ જ સાંસારિક ભલામણ કરી નથી, યુવાન પત્નિ અને ત્રણ નાના બાળકોને છોડી જવાનો સમય આવ્યો છે તે જાણતા છતાં તે બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. આ તેમની અમોહી દશા વ્યક્ત કરે છે. માતાને પુત્ર ઉપર જે અપાર સ્નેહ હતો તે લક્ષમાં હોવાથી માત્ર સહજ સુચન કરી તેમની યોગ્ય સંભાળ રાખવાનું કહ્યું. પોતાની નિશ્ચિત ગતિ જે સહજ જ્ઞાનમાં હતી તે વ્યક્ત કરી સર્વ સ્નેહીજનોને આગોતરું આશ્વાસન આપ્યું. અને છેવટનું વચન “હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” કહીને મૌન થઈ ગયાં. સવારનાં નવ થી બપોરે બે વાગે દેહ છૂટતા પર્યત એક જ મુદ્રામાં દેહને પાંચ કલાક સુધી સ્થિર રાખ્યો. આંખો બંધ, વાણીનું મૌન અને બધાં જ ઈન્દ્રિયોનાં વ્યાપાર પણ બંધ. માત્ર શ્વાસોચ્છવાસની ક્રિયા, હાજર હતા તેમને જણાતી હતી. પોતાનો ઉપયોગ ત્યાં પણ નહોતો. કેવળ સમાધિભાવ, અસંગતા અને પૂર્ણ જાગૃત દશામાં છેવટનાં શ્વાસ પર્યત સ્થિતિ કરી આ વર્તમાન ભવનો અંત લાવ્યા. પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન લીધેલા તે પૂર્ણતા પામે તેનો માત્ર લક્ષ હોય તેમ આત્મસ્થિરતા કરી નિર્વાણપદને પામી ગયા. શ્રી મનસુખભાઈ તેનું વર્ણન આ શબ્દોથી કરે છે :
ની&િઇટને પ્રશાબીજ • 296 base