Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004518/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ભરત - બાહબલિ - જયભિખ્ખુ ૨૦૦૪ન Page #2 -------------------------------------------------------------------------- ________________ * * * શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ભરત-બાહુબલિ એક જયભિખ્ખું. જ હ इस ग्रन्थ पूर्ण होते है शीघ्र वापर કારક 4 = જws શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Bharat Bahubali by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 © સર્વ હક્ક લેખકના ISBN : 978-81-89160-74-6 તૃતીય આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ઑગસ્ટ, ૨૦૦૮ • કિંમત : રૂ. ૧૫૦ પૃ. ૧૪ + ૨૫૮ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુખ્ય વિક્રેતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧/૨, ૨મેશપાર્ક સોસાયટી વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : રજની વ્યાસ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્યા ૯૩ વર્ષની ઉંમરે પણ અવિરત ધગશથી માનવતાનાં કાર્યો કરનાર, જીવદયા અને કરુણાની ભાવના ધરાવતા નિષ્કામ કર્મયોગી, જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિના છેલ્લા પાંચ દાયકાથી પ્રેરક અને પ્રોત્સાહક, સાદાઈ, સાત્વિક અને વિનમ્રતા ધરાવતા, સવાઈ જગડુશાનું બિરુદ પામેલા એવા માનવતાના દૃષ્ટાંતરૂપ, શ્રેષ્ઠીવર્યશ્રી દીપચંદભાઈ ગાર્ડને સાદર Page #5 -------------------------------------------------------------------------- ________________ " જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ હક નવલકથા ૧. વિક્રમાદિત્ય હેમુ ૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર, ૪. કામવિજેતા ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૯. ભગવાન ઋષભદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ ૮. ભરત-બાહુબલી નવલિકાસંગ્રહ ૧. ફૂલની ખુશબો ૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ૫. માદરે વતન ચરિત્ર ૧. ભગવાન મહાવીર ૨. જયસિંહ સિદ્ધરાજ ૩. મહામંત્રી ઉદયન ૪. મંત્રીશ્વર વિમલ કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા ૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ ૪. જયભિખ્ખ વાર્તાસૌરભ બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું ૨. તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૪, નીતિકથાઓ - ૧-૨ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકન સેટ) ૨. ફૂલપરી શ્રેણી (પ પુસ્તિકનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્ર્મ આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જયભિખ્ખુએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારીસન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાની-મોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્રમો યોજાયા હતા. એ પછી એમના મિત્રોએ એમને સારી એવી રકમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખ્ખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ ૨કમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વા૨ા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ ક૨વાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખુ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય’ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રે૨ક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, Page #7 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખું જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખું લિખિત બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. જયભિખ્ખની જન્મશતાબ્દી' નિમિત્તે “જયભિખ્ખું : વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત “જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું” એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ૨૦૦૮ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન (પ્રથમ આવૃત્તિ વખતે) એ દિવસે યુદ્ઘ આવ્યું. અને એ દિવસે જગતમાં પરિવર્ત આવ્યો. યુદ્ધ તો પૂરું લડાયું નહીં, પણ એના વિચારે, એની પૂર્વતૈયારીઓએ જગતનો ચહેરો-મહોરો કેવો ફેરવી નાખ્યો. જગતમાં કામ-કષાયનો કેવો વરસાદ વરસાવ્યો અને એ વર્ષામાં માનવતાની રક્ષા કાજે બત્રીસાઓનો કેટલો આપભોગ આપવો પડ્યો : એની આ કથા છે. કથાવસ્તુ પ્રાચીન છે. પ્રાચીનમાં પ્રાચીન છે. ચક્રવર્તી ભરતદેવ અને કામદેવના અવતાર લેખાતા એમના ભાઈ બાહુબલી (ગોમટેશ્વરની મૂર્તિવાળા)ની વચ્ચે વહેતાં પ્રેમ ભક્તિ, વૈર, યુદ્ધ અને સમર્પણની આ કથા છે. માણસ મોટાઈ ત૨ફ ખેંચાય, મહત્તા તરફ આકર્ષાય, સત્તા ચલાવવાનો શોખીન બને એટલે યુદ્ધના ઝંઝાવાતો કેવી રીતે અનિવાર્ય બને છે એ આમાં બતાવ્યું છે. યુદ્ધની ભીષણતાનો કંઈક ખ્યાલ આપવા આમાં યથાશક્ય યત્ન કર્યો છે. આજે યુદ્ઘના પડછાયા આખા જગત પર વિરાટરૂપે પથરાઈ ગયા છે. મહાજોગણીઓનાં કાળ-ખપ્પર જાણે માનવરક્તનાં ભૂખ્યાં બન્યાં છે, માનવસંહારનાં સાધનો પાછળ જગતની મહાલક્ષ્મી વપરાઈ રહી છે; અને એ સંહારની સામે પ્રતિસંરક્ષણને નામે પ્રજાના પેટનો કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે, મહાસત્તાઓ બેફામ ખર્ચાઓ કરી રહી છે ! માણસાઈ પિલાઈ રહી છે, પશુતાનો જય અને પ્રભુતાનો પરાજય થાય તેવો ભય ઊભો થયો છે. એ યુદ્ધની ભૌતિક અને આધ્યાત્મિક રીતભાતની આમાં ચર્ચા કરવાનો યત્ન છે. આ નવલકથા એક રીતે સ્વતંત્ર છે, છતાં એના પુરઃસંધાનમાં ભગવાન ઋષભદેવ’ અને ‘ચક્રવર્તી ભરતદેવ' નામની બે નવલકથાઓ પ્રગટ થઈ ગઈ છે, જેમાંથી પહેલી નવલકથાની હમણાં બીજી સુંદર આવૃત્તિ (સસ્તી કિંમતે) પ્રગટ પણ થઈ ગઈ છે. જેને પ્રારંભથી અંત સુધી કથાપ્રવાહનો રસ માણવો હોય, એને માટે ઉપર્યુક્ત બંને નવલકથાઓ વાંચવી ઉપયોગી થશે. આ નવલકથા મૂળ ચાલુ વાર્તારૂપે રાજકોટના સુપ્રસિદ્ધ દૈનિક જયહિંદ'માં પ્રગટ થઈ હતી. આ પુસ્તક અંગે મારે પ્રથમ આભાર ‘જયહિંદ’ દૈનિકના તંત્રી શ્રી બાબુભાઈનો માનવો રહ્યો. દૈનિક પત્રમાં નવલ લખવાનો આ મારો પહેલો અખતરો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આશા છે કે વર્તમાન યુગની એક અજબ પુકાર લઈને આવતી આ પ્રાચીન કથા વાચકોને ગમશે. ખાસ વડીલ બંધુ ૫. રતિલાલ દેસાઈએ મારી અન્ય કૃતિઓની જેમ આ કૃતિને પણ મઠારવામાં સારો શ્રમ લીધો છે. તેમનો આભારી છું. ૧૯૫૮ – જયભિખ્ખું બીજી આવૃત્તિમાં થોડાક સુધારાવધારા કર્યા છે : ને એ શ્રી જીવનમણિ સદ્વાચનમાળા ટ્રસ્ટના સાતમા વર્ષના પ્રથમ પુસ્તક તરીકે પ્રગટ થાય છે. ૧૯૬૩ - જયભિખ્ખું Page #10 -------------------------------------------------------------------------- ________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખુ’ પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થધટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. ‘જયભિખ્ખુ’ જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર'માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ'માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ’માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ’એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખ્ખુ’ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદ૨ ૨સભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની', Page #11 -------------------------------------------------------------------------- ________________ “યાદવાસ્થળી', “પારકા ઘરની લક્ષ્મી', “પ્રેમપંથ પાવકની જ્વાલા', “શૂલી પર સેજ 'હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં “જયભિખુ'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. - ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું' એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. ‘જયભિખુ'નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વાર્તાપ્રવેશ ૧. વિજયપ્રવેશ ૨. એક નર ને બે નારી ૩. ભરતદેવની મનોવ્યથા ૪. દર્પણ અને દર્શન પ. જાતને જીત ૬. પડછાયો ૭. રાજદૂત હંસની વાત ૮. રંગમાં ભંગ ૯ વ્યક્તિ અને સમષ્ટિ ૧૦. અનુપમ કમળફૂલ ૧૧. બહલી દેશમાં ૧૨. યુદ્ધ વિનાની ભૂમિ ૧૩. સ્નેહમુદ્રા ૧૪. બાહુબલના દરબારમાં ૧૫. બંધુપ્રમ કે બંધુદ્રોહ ? ૧૬. જાગતો યુદ્ધનાદ ૧૭. દળી દળીને ઢાંકણીમાં ૧૮. આટલા સબળ – આટલા નિર્બળ ૧૯. રૂપને રૂ૫ ખપે ૨૦. તોલ-માપ ૨૧. મહાપ્રસાદ ૨૨. ગુપ્ત ચર્ચા ૧૦૯ ૧૧૫ ૧૨૨ ૧૨૮. ૧૩૪ ૧૪૨ ૧૪૭ ૧૫૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૩. વિદ્યાધરોની વિષ્ટિ ૨૪. લડે ભરત ને બાહુબલ ૨૫. યુદ્ધ પૂરું થયું ૨૬. અંતરવેદના ૨૭. કાળ અને રતિ ૨૮. રોકાઈ જાઓ રાજવી ! ૨૯. હું રાજમહેલનો યોગી ૩૦. આત્મવિલોપનનો મહિમા ૩૧. ભાઈની શોધમાં ૩૨. સૂરજ છાબડે ઢંકાયો ૩૩. સત્, ચિત્ ને આનંદ ૪. જડભરત ૩૫. જોગી ને ભોગી ૩૬. તેલનું ટીપું ૩૭, જીવનનાટક १२ ૧૬૦ ૧૬૭ ૧૭૫ ૧૮૨ ૧૮૯ ૧૯૬ ૨૦૩ ૨૧૧ ૨૧૯ ૨૨૬ ૨૩૩ ૨૪૧ ૨૪૬ ૨૪૯ ૨૫૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભરત-બાહુબલી (‘ભગવાન ઋષભદેવ’ અને ‘ચક્રવર્તી ભરતદેવ’ના અનુસંધાનમાં આગળ વધતી નવલકથા) Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ નગરપ્રવેશ સંસારની સર્વપ્રથમ નગરી અયોધ્યાના આભમાં સોનાનો સૂરજ ઊગ્યો હતો. સંસારના પ્રથમ નૃપતિ ને જગતના પ્રથમ ત્યાગી ભગવાન ઋષભદેવના પટ્ટધર પુત્ર ભરતદેવ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરીને આજે નગરપ્રવેશ કરતા હતા. નવખંડ ધરતીમાં નામના કરીને આવતા ચક્રવર્તીની સમૃદ્ધિને કોઈ સીમા નહોતી. સોના-રૂપાં વાટમાં ઢોળાતાં હતાં. મણિ-માણેક હસ્તીસેનાના પગમાં ચગદાતાં હતાં. અશ્વોની કોટે હીરાના હાર લટકતા હતા. એકને જુઓ ને એકને ભૂલો એવી, જાણે પરવાળાંની બનેલી ન હોય એવી અનેક પદ્મિની સ્ત્રીઓ સાથે હતી ! ગર્વથી ગગનને સ્પર્શતા ભારતી સૈન્યના યોદ્ધા દિલહર ને મનભર રીતે ડોલતા ચાલતા હતા. અયોધ્યા આજે કોડીલા કંથને ભેટવા જતી નવવધૂ જેવો શણગાર સજીને ખડી હતી. દરેક પાટનગરીને નવો ભૂપાલ સાંપડે ત્યારે એ નવયૌવનાની જેમ પાંગરે છે. પ્રજા પણ પોતાના નવખંડવિજયી સ્વામીને નિહાળી વેંત વેંત કૂદી રહી હતી. માતાઓ ભારત જેવા પુત્રની, યુવતીઓ ભરત જેવા સ્વામીની ને સૌભાગ્યવતીઓ ભરત જેવા ભાઈની ઝંખના કરતી હતી. કુમકુમના વરસાદ વરસતા હતા. કેસરનાં રંગછાંટણાં થતાં હતાં. યુદ્ધદેવ જેવા ભરત–બાહુબલી, પોતાનાં પટરાણી મહાદેવી સુભદ્રા સાથે. ધીરે ધીરે રાજમહેલ તરફ આગળ વધી રહ્યા હતા. નગરજનો પટરાણી સુભદ્રાને આજે પ્રથમ વાર જ નીરખતા હતા, પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ રૂપરૂપના અંબાર સમાં રાણીને નીરખીને તેઓની સ્વર્ગની અપ્સરા વિષેની કલ્પના પણ ઝાંખી પડી જતી હતી. શૃંગારરસનો સર્વ કસબ એ એક નારીદેહમાં સમાયો હતો. કવિની કોઈ કલ્પના એ રૂપરાશિને મૂલવવા શક્તિમાન નહોતી. આમ ભરતદેવના વીરરસ ને પટરાણી સુભદ્રાના શૃંગારરસના સંમિલને લોકહૃદય પર મોહિની જમાવવા માંડી હતી. અને એ હૃદયોમાંથી ઊઠેલી જયજયકારની ભરતી, પૃથ્વીની દીવાલો ભેદીને દિગન્તને ગજાવતી હતી. શત્રુમાત્રનો સંસારમાંથી છેદ ઉડાડનાર અરિહંતા ભરતદેવના શાસનનો જય હો !” પૂર્વ દિશાના જનગણે જયકાર કર્યો. પશ્ચિમ દિશાના જનગણે એ જયકારને ઝાંખો પાડે તેવા જોરથી જયધ્વનિ ઉચ્ચાર્યો : “છ ખંડના વિજેતા, પૃથ્વીના પ્રથમ ભારત–બાહુબલીનો જય હો! દક્ષિણ દિશાના લોકો અત્યાર સુધી દાક્ષિણ્યમાં મૌન હતા. એમણે પણ ઉમંગમાં આવીને બધા સ્વરોને આવરી લેતો ગગનભેદી ચિત્કાર કર્યો : “આર્ય અને અનાર્ય કુળોમાં ઋષભશાસન પ્રવર્તાવનાર શ્રી ભરતેશ્વરનો વિજય હો !” ઓતરાદી દિશાના લોકો બધું નીરખવામાં ભાન ભૂલી બેઠા હતા. તેઓને પાછળ રહ્યું પોસાય તેમ નહોતું. તેઓએ ભક્તિભાવભર્યા શબ્દોમાં મેઘગર્જના જેવા સ્વરે કહ્યું : “દેવ, વિદ્યાધર ને વ્યંતરોથી સેવિત ભરતબાહુબલીનો વિજય હો !” ભરત–બાહુબલીએ આ જયજયકારમાં પોતાનું ગર્વોન્નત મસ્તક ટટ્ટાર કર્યું; સમુદ્રના તરંગોની જેમ પ્રસરેલા લોકસમૂહ પર એક ઊડતી નજર નાખી; અને રાણી સુભદ્રા તરફ જોઈને કહ્યું : દેવી !' ઋષભશાસન – પિતાજીનું શાસન – એ તો નર્યું પ્રેમશાસન હતું. પૃથ્વીની વિશાળતા કરતાં પ્રેમની વિશાળતા, એ એનું સૂત્ર હતું. પણ પૃથ્વીને એક તંતુએ બાંધવા માટે, એક અને અખંડ શાસન સર્જવા માટે તો ભયનો વપરાશ જરૂરી છે. મેં તો જોયું છે કે શું સ્ત્રી કે શું શાસન, બંને સ્થળે ભય વિના પ્રેમ નથી !” ચક્રવર્તીદેવે સ્વાભાવિક વાત કરતાં કરતાં પટરાણીને ચીમકી આપે તેવું વ્યંગ્ય બાણ છોડ્યું. સામ્રાજ્યની બાબતમાં એ સત્ય હશે, સુંદરીઓની બાબતમાં એ અસત્ય છે. પ્રેમ વિના પ્રેમ નથી ! અગ્નિમાંથી પુષ્પ કેમ પ્રફુલ્લે ?” મહાદેવી સુભદ્રાએ સ્ત્રીઓનો પક્ષ લેતાં સંસ્કારી વાણીમાં કહ્યું. ૨ ભરત–બાહુબલી Page #18 -------------------------------------------------------------------------- ________________ “સુંદરી ! સુંદરી !... અરે સુંદરી...!' ચક્રવર્તી બોલતા બોલતા અટકી ગયા. એમની નજર રૂપાળી રાણીના મદભર્યા દેહ પરથી અંતરીક્ષ તરફ ઊઠી ગઈ. સુંદરી !... સુંદરી...' એમના ઓષ્ઠ ધ્રૂજી રહ્યા. સું......રી...એ ત્રણ અક્ષરોએ ભરતદેવને એકાએક વિચારમગ્ન બનાવી દીધા. આંખ સામે રહેલી રૂપરાશિસમી પટરાણી સુભદ્રા જાણે એકદમ હજારો યોજન દૂર ખસી ગઈ, ને ચક્ષુથી અંતર્ધાન રહેલ એક મનમોહિની સુંદરી નજર સમક્ષ તરી રહી. કોણ હતી એ આટલી પ્રબળ મનમોહિની ! સુંદરી ! એનું નામ પણ સુંદરી, ને સ્વરૂપે પણ એ સુંદરી ! ફૂલબાગસમી એ મનોહર દેહયષ્ટિ ! મનને ભેદી નાખે એવાં એ સુંદર નયન ! ભરતદેવ જાણે આકાશમાં ટાંગેલી કોઈ સુંદર સ્ત્રીની છબી નીરખી રહ્યા. ચક્રવર્તી જાણે કામદેવના બાગમાં ભૂલા પડ્યા. સુંદરીની સુંદરતમ છબી એમની નજરમાં રમી રહી. અંતરને જકડી લે એવો એ ભવ્ય કેશકલાપ ! કેસર, કસ્તૂરી ને કંકુના મિશ્રણથી બનાવેલો એ દેહબાગ મધુમેરેય જેવી માદક એની વાણી ! સ્વર્ગ જેને માટે ફેંકી દેવા જેવું લાગે એવી એ સુંદરી ! ભરતદેવના અંતરપટ ઉપર ભૂતકાળનાં ચિત્રો આલેખાવાં લાગ્યાં : પોતે અને સુંદરી, બન્ને બાળપણમાં સરયૂતટ પર સાથે રમેલાં. કિશોરાવસ્થામાં એ રેતીકિનારા પર સાથે બેસીને આશામિનારા રચેલા યુવાવસ્થામાં હાથીને નાથવાની રમતમાં સાથે હરીફાઈમાં ઊતરેલાં, સુંદરી ! જગતમોહિની સુંદરી ! કામદેવની કામઠી શા એના નાનાશા ઓષ્ઠ જેને માટે સ્નેહનું અડધું વચન પણ કહે, એ ધન્ય થઈ જાય ! સુંદરી ભરતનું જીવનસ્વપ્ન બની રહી. આ સુંદરી કોણ ? દૂર દૂરની કોઈ સગી નહિ પોતાના ભાઈ બાહુબલીની જ બહેન ! યમ અને યમીની જેમ ભાઈ-બહેન પરણતાં એ આ યુગ; એમાં પોતાના પિતા ભગવાન ઋષભદેવે ક્રાન્તિ કરી. એ ક્રાન્તિને સહુએ અપનાવી, પણ ભરતદેવે પોતે એમાં અપવાદ માગ્યો. સમજી સમજીને પણ તેઓ સુંદરીને અંતરથી છોડી ન શક્યા. અને અંતરને ઠગવું એ તે કાળે અન્ય આચારોમાં ઘોર પાપ લેખાતું. મહાન પિતાએ મૌન રહી કંઈ જવાબ ન આપ્યો. પછી પિતાજી સર્વ નગરપ્રવેશ * ૩ – Page #19 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરી અરણ્યમાં ગયા. પોતે પણ થોડા દિવસ મહાન પિતાના પુત્રને છાજે એમ મનને મનાવી સુંદરીનો વિચાર હ્રદયથી અળગો રાખી દીધો, પણ ત્યાં તો એનું પોતાનું મન જ અરણ્ય જેવું થઈ ગયું ! કંઈ ન ગમે, કોઈમાં રસ ન લાગે; જગત આખું જીતવાની ઝંખના જાણે વિલીન થતી ચાલી. એક દિવસ એ સુંદરીને મળ્યો; કહ્યું : સુંદરી ! આ મન અરણ્ય જેવું બની ગયું છે. કહે તો વનમાં ચાલ્યો જાઉં !' સુંદરી મિષ્ટ ઘંટડી જેવા રણકાથી બોલી : રાજા વિનાની પૃથ્વી પર મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે, સબળો, સબળો નબળાને પીડે. ભરત ! પિતાની રાજધર્મની પરંપરા તારે જાળવવી ઘટે. માનવજાતના કલ્યાણ માટે મથવું, એ તારો પ્રથમ ધર્મ. બીજા ધર્મ પછીના.’ પોતે કહ્યું : સુંદરી ! જે પિતાનો હું પુત્ર છું, તે પિતાની તું પણ પુત્રી છે. પરંપરા જાળવવામાં સહાય કરવાની મારી સાથે તારી પણ ફરજ ખરી કે નહિ ?” ખરી !” સુંદરી હાસ્યગંધ સ્ફુરાવતી બોલી. એ ગંધે ભરત ખીલી ઊઠ્યો, બોલ્યો : તો સુંદરી ! મારા અરણ્ય જેવા સૂકા હૃદયપ્રદેશમાં તું ફૂલ ખીલવ. વસંતનું મધુ, યૌવનનું નવનીત લઈ મારું સ્વાગત કર. તારો એક શબ્દ મને પૃથ્વી જીતવાનું બળ આપશે. હું પૃથ્વી જીતીને, પિતાનું શાસન પ્રવર્તાવીને તારે ચરણે ધરીશ.’ - સુંદરીએ – પ્રતાપી પિતાની પ્રતાપી પુત્રીએ - કહ્યું : ‘ભરત ! વિકારોનું પોષણ ને વિવેકની રક્ષા, બંને સાથે નહિ બને ! પૃથ્વી પર શાસન પ્રવર્તાવવા નીકળેલા ભરતને સૌંદર્યભરી સુંદરીએ પોતાનો રૂપદીવાનો બનાવી રોકયો– એ આક્ષેપ તારું ને મારું જીવંત મૃત્યુ આણશે. માટે જા, ચક્રવર્તી બનીને આવ ! ત્યાં સુધી હું તારી રાહ જોતી બેસીશ.' પોતે પૂછ્યું : ‘ક્યાં સુધી રાહ જોઈશ ? સુંદરી ઓષ્ઠ દબાવી, નિશ્ચયનું અમોઘ બાણ છોડતી હોય તેમ દૃઢ સ્વરે બોલી : અનંત કાલ સુધી વિજયશ્રીને વ૨ીને તું આવીશ ત્યાં સુધી !' પછી પોતે કંઈ બોલી ન શક્યો. સુંદરીના મનહર અંબોડાનું એક રક્ત પુષ્પ લઈ વિજય માટે એ નીકળી પડ્યો. પછી યુદ્ધની નોબતો ને શંખભેરીએ એનાં હૃદય અને મનને વ્યાકુળ કરી દીધાં. ૪ * ભરત–બાહુબલી Page #20 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની રાહમાં મધુ જેવી માદક, પુષ્પ જેવી કોમળ, સ્વપ્ન જેવી ઊર્મિલ ઘણી સ્ત્રીઓ મળી સંસારમાં જેના રૂપની ખ્યાતિ હતી એ પદ્મિની સ્ત્રી સુભદ્રા પણ હસ્તગત કરી પણ ભરત સુંદરીને સાવ વીસરી ન શક્યો. એને લાગ્યું કે એક સુંદરીમાં જે છે, એ સંસારની હજારો સ્ત્રીઓમાં પણ નથી ! એ સુંદરી હંમેશાં એની નજર સમક્ષ જ હતી; આજ પ્રજાના જયજયકારમાં એ ક્ષણ વાર ભુલાઈ ગઈ હતી, તે અચાનક મહાદેવી સુભદ્રાના સુંદરી' શબ્દથી સ્મરણપટમાં ઊગી આવી. ભરતદેવ પળવાર અન્યમનસ્ક બની ગયા. જગતની આટઆટલી સમૃદ્ધિ લાવ્યા છતાં, જાણે મૂઠીભરનું મન ખાલી ને ખાલી જ રહ્યું હતું ! જગતનાં પ્રશંસાપુષ્પો પોતાના કદમમાં જાણે ઢગલો થયાં હતાં, ને પોતે જાણે એ જય-પુષ્પોનો ફૂલહાર ગૂંથી સુંદરીને કંઠે આરોપવા ઉત્સુક હતો ! ચક્રવર્તી મીઠી મૂંઝવણમાં પડી ગયા. ભરેલા ભોજન જેવી સામે જ બેઠેલી પટરાણી ભુલાઈ ગઈ, ને દૂર બેઠેલી સુંદરીની યાદ જાગી ગઈ. વાહ રે ભરત ! વાહ રે નરભ્રમર ! એ વખતે એક કલાકાર આવીને હસ્તીની સામે ઊભો રહ્યો. એના હાથમાં કોઈ સૂરજના પ્રકાશની જેમ ચમકતી વસ્તુ હતી. એ વિદ્યાધર હતો, ને પોતાના વિદ્યાશિલ્પથી એક અનોખી શોધ કરીને લાવ્યો હતો. અજબ આ શોધ હતી. અનેક વર્ષ એની પાછળ જોગીની જેમ એણે વિતાવ્યાં હતાં. સિદ્ધિવંત એ પુરુષ હવે એવા નરપુંગવને યાચવા ઇચ્છતો હતો, કે જે એની આખા ભવની ને વંશવારસોની ભૂખ ભાંગે. અને એવો પુરુષ આજે ભરત–બાહુબલી સિવાય સકળ સૃષ્ટિમાં બીજો કોણ હતો ? શિલ્પીઓ, કલાકારો, વિદ્યાધરોનું સન્માન એ ઋષભશાસનની પ્રણાલિકા હતી; કારણ કે સંસારના પ્રથમ શિલ્પી ભગવાન ઋષભદેવ પોતે જ હતા. સ્વામિનું!” કલાકારે સંબોધન કરતાં કહ્યું, “સંસારમાં ન થઈ હોય તેવી, અદ્ભુત સિદ્ધિ લઈને આવ્યો છું. જીવનભરની તપસ્યા એની પાછળ છે.” કલ્પના-જગતમાં અટવાતા ભરતદેવે સ્વસ્થ થતાં પૂછ્યું : શી શોધ છે તારી ?” આજ સુધી માનવી આખી દુનિયાનું રૂપ જોઈ શકતો, પણ પોતે પોતાનું રૂપ નિહાળવાથી વંચિત રહેતો. જળમાં, ચકચકિત કાંસ્ય પાત્રમાં એ પોતાનું રૂપ જોતો, પણ જોઈએ તેટલી સ્પષ્ટતાથી નિહાળી શકતો નહિ. માણસ નગરપ્રવેશ ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ જોઈ શકે છે અને પોતે ભરી પોતે પોતાનું રૂપ જોઈ શકે એવું અજબ સાધન મેં નિર્માણ કર્યું છે. એ સાધનમાં માનવી પોતાનું રૂપ જોઈ શકે અને પોતે એને સંવારી પણ શકે.” “વાહ, વાહ, સુંદર શોધ ! સુંદર સિદ્ધિ !” ભરતદેવ બોલ્યા. વિદ્યાધર માનવી પોતાની શોધની વધુ ખૂબી દાખવતો આગળ બોલ્યો : સ્વામી ! હવે માણસને કુમકુમ તિલક કરવા પરનો કે જળ-પ્રકાશનો આશરો લેવો નહિ પડે; કેશપાશ ગૂંથવા માટે કોઈ સાથીનો ખપ નહિ પડે ! સાચા મિત્રની જેમ મારી આ શોધ મોં પર સાચેસાચું કહેશે !” શાબાશ ! એનું નામ ” દર્પણ - અરીસો.” અરીસો ! જેને સાચું કહેવામાં કોઈ જાતની શરમ ન હોય કે કોઈની રીસની પરવા ન હોય તે અરીસો ! વાહ ભાઈ ! વાહ !' ભરતદેવે જરા હાસ્યમાં કહ્યું. સુંદરીના સ્મરણથી ભારે થયેલ મનનો ભાર ઓછો કરવા એમને અત્યારે હાસ્યના ટેકાની જરૂર લાગી. અને પોતાના રૂપનો દ" રાખનારી સુંદરીઓ માટે એ દર્પણ દર્પદર્શન પણ બનશે, કાં ?” પટરાણીએ કહ્યું, ને અરીસો લેવા તેમની દીવી જેવો હાથ. લંબાવ્યો. વાગ્યા પર વાગે તે આનું નામ ! પટરાણીના મુખે “સુંદરી' શબ્દ સાંભળી ભરતદેવ વળી ચમકી ઊઠ્યા. અરે, આ તો દાઝયા પર લવણ જેવું થયું ! મન-ચિત્ત ફરી તોફાને ચડ્યું, પણ એ તોફાન રખે પ્રગટ થઈ જાય, તે માટે ચક્રવર્તી બોલ્યા : અરે શિલ્પી ! આ શેમાંથી બનાવ્યું ?' વેળુ અને પારદમાંથી.” “વાહ વિજ્ઞાન ! ધૂળમાંથી પણ સોનું સરજી શકે તે આનું નામ ! પણ શિલ્પી ! હમણાં તારા અરીસાને અંતરપટ નાખી રાખજે, સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી એમાં પ્રથમ પોતાનું પ્રતિબિંબ નિહાળશે, પછી આપણે બધાં આપણાં પ્રતિબિંબ એમાં પાડશું.” ‘લાવો, સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી પહેલાં એમાં પોતાનું પ્રતિબિંબ જુએ!” મહાદેવી સુભદ્રાના વદન પર પોતાના રૂપનો ગર્વ ચમકી રહ્યો. એને લાગ્યું કે સ્વામી આ વિધાન પોતાના વિષે કરે છે. દેવી મેં કહ્યું તે ન સાંભળ્યું ? પહેલાં સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી જ આમાં પોતાનું મુખ જોશે. ભરતદેવે કહ્યું. ૬ ભરત–બાહુબલી Page #22 -------------------------------------------------------------------------- ________________ હા, હા, પણ શું એ સુંદરી મારા સિવાય અન્ય કોઈ છે ” પટરાણી લાડ કરતાં બોલ્યાં. હા, ભરતદેવે ટૂંકો જવાબ વાળ્યો. મનને વીંધી નાખે એવી ઉપેક્ષા એમાં ભરી હતી. એનું નામ ?” સુભદ્રાને રૂંવે રૂંવે ઝાળ ઊઠી. સુંદરી; સંસારની સર્વશ્રેષ્ઠ સ્ત્રી સુંદરી ! યથા નામ તથા ગુણા ‘તમે શું કહો છો, તે કંઈ સમજાતું નથી. પુરુષો ઘણી વાર અગમ્ય હોય છે.' ‘અમે તો કોઈ વાર, પણ સ્ત્રીઓ ને સુંદરીઓ તો હંમેશાં અગમ્ય હોય છે !” ભરતદેવે દૂર દૂર રાજમહેલના શિખર પર દૃષ્ટિપાત કરતાં કહ્યું. મહાદેવી સુભદ્રા રોષમાં પોતાના હસ્ત પછાડી રહ્યાં. એમનાં કંકણ એક મીઠો રવ સર્જી બેઠાં. એ સુંદરી કોણ ? રે, પોતાના ત્રિભુવનવિજયી રૂપ સામે રૂપનો દર્પ રાખી શકે એવી બે માથાળી એ સુંદરી વળી કોણ ? મહાદેવી સુભદ્રાએ ગુસ્સામાં માણેકની માળાને હાથમાં લીધી, ને ચપટીમાં ચોળીને એનું ચૂર્ણ કરી નાખ્યું. શું એ સૌંદર્ય ! શું એ સ્વાથ્ય ! ખરેખર, ચક્રવર્તીને શોભે એવું નારીરત્ન. છતાં ભરત–બાહુબલી ધુમાડામાં બાચકા કાં ભરે ? કોણ છે એ સુંદરી ?” પટરાણી સુભદ્રાએ મિજાજમાં પ્રશ્ન કર્યો. એમના રૂપાળા મોં પર ફૂલગુલાબી વાદળી ફરી વળી હતી. મહાદેવી ! સુંદરી સામાન્ય નારી નથી. જગતની અસાધારણ પ્રતિભા છે. તમે તો મારા પરાક્રમની સિદ્ધિ છો, પણ સુંદરી તો મારા જીવનની સાધના છે !” ભરતદેવ થોભ્યા ને કહેલી વાતને વધુ જોર આપતા હોય તેમ ફરી બોલ્યા : પટરાણી સુભદ્રા મારા પરાક્રમનું ફળ છે. મહાદેવી સુંદરી મારા જીવનનું બળ છે !” શું કહો છો તમે ?” સાચું કહું છું. રાણી ! મહાદેવી સુંદરીને જોશો ત્યારે તમે પણ કબૂલ કરશો.’ ભરતદેવ બોલ્યા. ‘અસંભવ ! મહારાણી સુભદ્રાએ જોરથી હાથ પછાડ્યા. નગરપ્રવેશ ૭. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ એક નર ને બે નારી શબ્દ પણ તલવારનું કામ કરે છે. અરે, લોઢાની તલવારના ધા તો વખત જતાં રુઝાઈ જાય છે, પણ શબ્દ-તલવારના જખમને રૂઝવનાર ઔષધ હજુ ઓછાં શોધાયાં છે. ભરત–બાહુબલીના એ શબ્દો વગર તલવારે રૂપસોન્દર્યનાં અભિમાની મહારાણી સુભદ્રાને જખમ કરી બેઠા. જખમ પણ કેવો ? મર્માન્તક ! એ શબ્દો કેવા હતા ? મહાદેવી ! તમે તો મારા પરાક્રમની સિદ્ધિ છો ! પણ સુંદરી તો મારા જીવનની સાધના છે.' પરાક્રમની સિદ્ધિ એટલે ? વિજયનો ઉપહાર ! જીત દ્વારા ખરીદાયેલ ગુલામ ! શું હું ગુલામ ? પટરાણી સુભદ્રાનાં કમળ જેવાં લોચનોમાં હીંગળોકનો રંગ પુરાયો. એના કામઠી જેવા ઓષ્ઠ દઢતામાં બિડાયા. તરત એણે એક નિર્ણય લીધો : પોતાના ગૌરવને પરાસ્ત કરે એવી સ્ત્રી પછી ભલે તે ભગવાન ઋષભદેવની પુત્રી હોય કે ચક્રવર્તીની પ્રિયતમા હોય કે બલવાન બાહુબલીની બેનડી હોય, ગમે તે હોય–પોતાની પ્રતિસ્પર્ધી બનીને આ સંસારમાં રહી ના શકે ! સંસારમાં પોતાનાથી વિશેષ રૂપવતી સ્ત્રી હોઈ શકે, એ વાત જ વંધ્યાને પુત્ર હોવા જેટલી જૂઠી છે. પટરાણીએ અસૂયામાં ગળાના હીરાના હારને દાબ્યો. નાના આમ્રફળ જેવા હીરાઓ, જે વજ્રથી પણ કાપવા દુષ્કર હતા એ, ભરભર ભૂકો થઈને પૃથ્વીની ૨જ સાથે ભળી ગયા. Page #24 -------------------------------------------------------------------------- ________________ પટરાણી સુભદ્રાનું આ અજબ સામર્થ્ય ! અને એ સામર્થ્ય આજ અયોધ્યાની એક સામાન્ય રૂપવતી સ્ત્રીની પાસે અપમાન પામતું હતું ! પ્રતિશોધની વૃત્તિ જાગી ઊઠી. રાણીનું રૂપભર્યું અંતર પોકાર પાડી ઊડ્યું : સુંદરી! તું ભલે ગમે તેવી રૂપગુણની મૂર્તિ હો, પણ આજે તો તું મારા જીવનનો પ્રત્યવાય બની છે – સુંદરી ! તું મારા સુખના સૂર્ય આડેની ઘોર અંધારી રાત છે – મારા અને તારા વચ્ચેના અસ્તિત્વના વિવાદમાં તારે ખોવાઈ જવું પડશે.” મહાદેવી સુભદ્રા ઊંડા વિચારમાં ઊતરી ગયાં. અરે ! સુંદરી તે એવી કઈ અજબ રૂપ પ્રતિમા છે, કે ભરત–બાહુબલી એની પાછળ ઘેલા બન્યા છે, એના નામ પાછળ દીવાના બન્યા છે ! પુરુષો વિચિત્ર હોય છે. ઘણી વાર ઘરઆંગણે વહેતાં સરિતાનાં સુભગ નીર છોડી, ઝાંઝવાનાં જળ પાછળ એ દોડે છે ! પ્રાપ્ત પંખી કરતાં અપ્રાપ્ત પંખીનો એને વધુ મોહ હોય છે. અયોધ્યાના રાજમાર્ગ પર માનવ-મહેરામણ ઊમટી રહ્યો હતો. તેઓ વિચારમગ્ના મહાદેવી સુભદ્રાનું અલૌકિક રૂપ નીરખીને કહેવા લાગ્યા કે રૂપ તો ઘણાં જોયાં, સ્ત્રીઓ પણ ઘણી જોઈ, પણ આવું સ્ત્રી-રૂપ જીવનમાં પહેલી વાર જોઈએ છીએ. સ્વર્ગમાં પણ આવું રૂપ હશે કે નહિ તેની શંકા છે.' ગૌરવર્ણા મહાદેવી થોડી વાર દિવસની કુમુદિનીની જેમ પોપચાં ઢાળીને ધ્યાનમગ્ન રહ્યાં. પણ ઉનાળે પલાશ વૃક્ષ પર કેસરિયા રંગનાં કેસૂડાં ખીલી નીકળે, એમ થોડી વારમાં આખા દેહનો ગૌર વર્ણ ગેરકાંચન જેવો લાલ બની ગયો. મહાદેવી સુભદ્રા મણિમાણેકમાંથી કંડારેલી પ્રતિમા જેવાં દીપી રહ્યાં. થોડી વારે એ અણિયાળાં લોચન ઊઘડ્યાં. એમાં યજ્ઞની અગ્નિજ્વાળાઓ ભડભડતી દેખાઈ. ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ એ નજર સામે પળભર મીટ માંડી ન શક્યા. સમરભૂમિના રણખેલ જુદી વસ્તુ છે; સુંદરી સાથેના નજરખેલ જુદી વસ્તુ છે. રૂપ અને સામર્થ્યની પ્રતિમા મહાદેવીની નજર સાથે નજર મિલાવવી, પુરુષાતનની પરીક્ષા હતી. મહાદેવીએ લોચન ઉઘાડી માનવમેદની નિહાળી, અને પોતાને અહોભાવથી નીરખી રહેલી પ્રજાને જોઈ ક્ષણિક શાંતિ અનુભવી. પણ ત્યાં એક નર ને બે નારી ૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ તો પોતાના સ્વામીના પેલા વજ જેવા કઠોર શબ્દો એમને યાદ આવ્યા. કેટલું હડહડતું અપમાન ! રે, મારા અપ્રતિમ સૌંદર્યની આ કેવી ભયંકર અવમાનના ! મારા સ્ત્રીત્વનો કેવો ઘોર તિરસ્કાર ! અરે, ત્રણ ટકાની સુંદરી ! તું જ્યાં હોય ત્યાં, મારો સંદેશો સાંભળી શકતી હોય તો સાંભળી લે : મારું રૂપ કુસુમ જેવું કોમળ છે, સાથે એમાં વજની સંહારકતા છુપાયેલી છે. હું નમાલી નથી. તું સ્વર્ગની દેવી હો, કે પૃથ્વીની પદ્મિની હો, મારા માર્ગમાંથી તારે ખસી જવું જ રહ્યું ! અસ્તિત્વના આપણા યુદ્ધમાં તારે ખોવાઈ જવું જ રહ્યું. ને મહાદેવીએ હીરેજડ્યાં હસ્તકંકણને મૂઠીમાં લઈ આખાં ને આખા મસળી નાખ્યાં. ઘી વગરના મોદકની જેમ એ બધા હીરા ભરભર ભુક્કો થઈને પૃથ્વીની રજ સાથે મળી ગયા. - રાજહસ્તી રાજપ્રાસાદના પટાંગણમાં આવી પહોંચ્યો હતો. ભારતબાહુબલી એકદમ નીચે ઊતર્યા. સુભદ્રાદેવી અયોધ્યામાં પટરાણી બનીને પહેલી વાર આવતાં હતાં. એમને હતું કે ભરતદેવ પોતાનો હસ્ત ગ્રહીને રાજપ્રાસાદમાં દોરી જશે; રાજસિંહાસનના વામ ભાગમાં બેસાડી સર્વ કોઈનો પરિચય સધાવશે. પણ ભરતદેવ તો જાણે સાવ અપરિચિત જેવા બની ગયા! એમણે ન જોયું પટરાણી તરફ કે ન પૂછ્યો એમનો ભાવ ! એ તો ઊતરીને સીધા મહાદેવી સુંદરીના આવાસ તરફ ચાલ્યા ! ન સાથે લીધાં દાસ-દાસી કે ન સાથે લીધા અંગરક્ષકો ! પૃથ્વીનો નાથ પગે ચાલતો અયોધ્યાના એ મહાન આવાસ તરફ આગળ વધ્યો ! કોમુદી જેમ ચંદ્રને અનુસરે, એમ મહાદેવી સુભદ્રા પણ અનિચ્છાએ ભરત–બાહુબલીને અનુસર્યા. એ આજે સુંદરીના આવાસે પહોંચી એની સાથે છેલ્લી ચોખવટ કરી લેવા માંગતાં હતાં. માણસ એક, મન જૂજવાં ! મૂઠી જેવડા મનમાં આજે જાણે સાગર જેવાં ભરતી-ઓટ જાગ્યાં હતાં. સુંદરી – ભગવાન ઋષભદેવની પુત્રી અને ભરત–બાહુબલીના મનોમંદિરની આરાધ્યમૂર્તિ સુંદરી – અયોધ્યાના દક્ષિણ દિશાના પ્રાન્ત ભાગમાં આવેલ ઋષભપ્રાસાદમાં વસતી હતી. સરયૂ નદીનાં જળ એની પછીતે ઘસાઈને વહ્યાં જતાં હતાં ! જેવી સુંદરીના રૂપ-તેજની ખ્યાતિ હતી, એવી આ ઋષભપ્રાસાદની પણ ૧૦ ભરત–બાહુબલી Page #26 -------------------------------------------------------------------------- ________________ ખ્યાતિ હતી. પૃથ્વી ત્યાં સ્વર્ગ થઈને અવતરી હતી. ભરત–બાહુબલી પોતાનો આ વિહાર-મહેલ યુદ્ધભૂમિમાં જતાં પહેલાં સુંદરીને ભેટ કર્યો હતો. - ત્યારથી સુંદરી આ પ્રાસાદમાં જ રહેતી હતી. આ પ્રાસાદનો પહેરેગીર પણ એ જ વખતનો કંચુકી હતો. જિંદગીમાં જન્મીને દાઢી-મૂછ તો એણે ભાળ્યાં નહોતાં, પણ એના માથાના વાળ બધા શ્વેત થઈ ગયા હતા ! ક્યાં છે દેવી ?” ભરતદેવે પ્રશ્ન કર્યો. કંચુકીએ આંખે હાથનું નેજવું કરી, પાસે જઈ, કાન તે તરફ ધરી પૂછ્યું : “કોણ છો ? શું કહો છો ?' પણ ભરતદેવના ચહેરા પર કંચુકીની ઝાંખી આંખ સ્થિર થતાં, “કોણ છો ?”ના પ્રશ્નનો જવાબ આપવાનો ન રહ્યો. તે બોલ્યો : સ્વામીનાથ ! ન પિછાણ્યા તમને; ન સાંભળ્યા સ્વર આપના. નેત્રનગરી ઉજ્જડ થઈ ગઈ છે! કર્ણનગરીની પણ એવી જ દશા છે. ક્ષમાયાચું છું, દીનાનાથ !” બીજો કોઈ સત્તાધીશ હોત તો, આવા સેવકને ધક્કો મારીને બહાર હાંકી કાઢ્યો હોત, પણ ઋષભશાસનમાં સેવક સેવ્ય વચ્ચે ઉદારતાનો વ્યવહાર હતો. ભરતદેવે પાસે જઈને કાનમાં કહ્યું, “સુંદરી અંદર છે ને ?' અંદર જ હશે. આપના ગયા પછી મેં એમને બહાર નીકળતાં કદી જોયાં નથી !' કહે છે આ મૂર્ખ પહેરેગીર ! પોતાને વિજયયાત્રામાં તો ન જાણે કંઈ કેટલાંય વર્ષ વીતી ગયાં; ને એટલાં વર્ષોમાં કોઈ દિવસ સુંદરી બહાર જ નીકળી નથી ? અસંભવ. પણ વિશેષ સવાલ-જવાબ કરી વખત વિતાવવાની ઇચ્છા નહોતી. અરે ! પાછું વાળીને જોવાની પણ દરકાર નહોતી; નહિ તો પગલે પગલું દબાવતાં આવી રહેલાં પટરાણી સુભદ્રાની એમને સૂધ રહેત, ને બળતામાં ઘીનો અધિક ઉમેરો ન થાત ! ભરતદેવની દશા ચક્રવાકના જેવી હતી, જે અંધારી રાતે સરિતાને એક કાંઠે બેસી, સામે કાંઠે બેઠેલા પ્રિયજનને સાદ કર્યા કરે ! જગત સાંભળે કે ન સાંભળે એની એને શી તમા? પ્રિયજન સાંભળે એટલે બસ ! “સ્નેહમૂર્તિ સુંદરી આમ્રકુંજમાં ક્યાંક ઝૂલે ઝૂલતી હશે, ને વિરહનાં ગીત ગાતી હશે ! સ્ત્રીનું મન અકળ છે. સરોવરે તરસી મરે, મરુભૂમિએ ભરી ભરી ફરે !” ભરતદેવે મનમાં વિચાર્યું ને કદમ આગળ બઢાવ્યા. એક નર ને બે નારી ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાસાદના જમણા ભાગમાં આમ્રકુંજ આવી હતી. મધુમાલતીના પ્રવેશદ્વારમાં થઈને અંદર દાખલ થવાતું હતું. એક કૃત્રિમ ઝરણું સ્ફટિકના બનાવેલા વાંકાચૂકા માર્ગોમાંથી વહન કરતું હતું. ભાતભાતનાં પંખીઓ ત્યાં રમતાં ને ચણતાં, ગીત ગુંજતાં ને કળા કરતાં. પણ આ શું? સ્ફટિકના માર્ગો મેલા થયા હતા. ઝરણ સાવ સુકાઈ ગયું હતું. ઠેર ઠેર વૃક્ષનાં પીળાં પર્ણ જાણે પથારી કરીને પડ્યાં હતાં, ને ઝૂલાના દોર પર ઊધઈના રાફડા જામ્યા હતા. વિરામાસનો હતાં ત્યાંનાં ત્યાં હતાં, પણ સાવ અસ્વચ્છ હતાં. અરે, આ તે આમ્રકુંજ છે કે વેરાનકુંજ ? આમ કેમ બન્યું? સ્વામિનું ! દેવીએ આ તરફ આવવાનું તજી દીધું છે.” કંચુકીએ ભરતદેવના શબ્દેશબ્દને કાન આપવા માંડ્યો હતો. શા માટે તજી દીધું છે?’ ભરતદેવથી સ્વાભાવિક પુછાઈ ગયું. પણ એ જવાબ વાળવા કોઈ શક્તિમાન નહોતું. એમને જવાબની અપેક્ષા પણ નહોતી. તેઓએ આગળ વધતાં કહ્યું, * ‘સુંદરીને હંસ બહુ પ્રિય હતા. ઘણી વાર હંસ દ્વારા એ સંદેશા પાઠવતી. શું ક્ષીરસાગરથી આણેલા એ હંસો ઊડી ગયા ? ' ચક્રવર્તીના પ્રશ્નનો મૂક જવાબ આપતું હોય તેમ, એક ચામાચીડિયું કુંજમાંથી ઊડીને બહાર નીકળી ગયું. ચક્રવર્તી આગળ વધ્યા, સુંદરીની એક ભવ્ય સુંદર પ્રતિમા તેમની દૃષ્ટિ સમક્ષ તરી રહી હતી. ઊંચી, સશક્ત, સુકેશી ! ઊગતા અરુણની પ્રભા જેવું મુખ. અષ્ટમીના ચંદ્ર જેવું ભાલ. આંખડી જાણે અંબુજપાંખડી ! એ રમણીદેહની રમણીયતા નીરખવામાં નયનની સાર્થકતા લાગે; એ રૂપસુંદરીનાં રૂપ પ્રાપ્ત કરવામાં જીવનની સિદ્ધિ ભાસે. સુંદરી એટલે એવું સ્ત્રીત્વ, જેને પ્રાપ્ત કરવા ભવના ભવ કુરબાન કરવા પડે તોય પુરુષને આકરા ન લાગે ! ભરતદેવના હૃદયમાં સુંદરીની મનોહર છબી આલેખાઈ રહી. એ છબીએ એમના પગોમાં વેગ પૂર્યો. ૧૨ ભરત–બાહુબલી Page #28 -------------------------------------------------------------------------- ________________ ઋષભ-પ્રાસાદની અશ્વશાળા આવી. અરે ! અશ્વશાળા કાં ખાલી ?” ભરતદેવે કહ્યું. સુંદરી હમણાં અધે ચઢતાં નથી. કંચુકીએ જવાબ વાળ્યો. શું ચઢે ? મનનો મિત ન હોય તો માનુનીને કશુંય ન ભાવે; અમરફળ પણ અખાદ્ય લાગે.” ભરતદેવે મનમાં ને મનમાં કહ્યું. ત્યાં ગજશાળા આવી. સુંદરી ગજની ભારે શોખીન; ગજખેલનમાં એક વાર પોતાને પણ પાછો પાડે એવી ! એ ગજશાળા પણ ખાલી ! પણ હવે ચક્રવર્તીએ એ ખાલી કેમ એવો પ્રશ્ન ન કર્યો. એમણે વિચાર્યું કે જેનું અંતર ખાલી, એનું બધું જ ખાલી હોય ! સ્ત્રી તો જલમાં મીન પિયાસીના સ્વભાવવાળી. ચિંતા નહિ; આજ એ ખાલી મન ભરી દેવું છે; સુંદરીને સનાથ કરવી છે; સભર સરસ સુંદર કરવી છે. પુરુષ વગર સ્ત્રી કેવી ? – સૂર્ય વગર કમલપુષ્પ જેવી ! પુરુષત્વનો હુંકાર ચક્રવર્તીના હૃદયને ભરી રહ્યો. અનાથ સુંદરીને સનાથ કરવા પગમાં એ અજાણ્યો વેગ આપી રહ્યો. ભરતદેવ આગળ વધ્યા. ગંધશાળા આવી. એક વાર આ ગંધશાળાની અજબ કીર્તિ હતી. ત્યાંનું અંગમર્દન માટેનું લક્ષપાક તેલ ભરતખંડમાં અલભ્ય હતું. માર્જન માટેના ગંધકાષાયી વસ્ત્રોનો જોટો નહોતો. વિલેપન માટેનું ગોશીષચંદન ઊંચામાં ઊંચી કોટીનું રહેતું. ' એ ગંધશાળામાં ભમરીઓએ દર નાખ્યાં હતાં. વસ્ત્રશાળા વેરાન હતી. રંગશાળા પણ ઘણા વખતથી અવાવરુ પડી હતી. મન વેરાન એનું બધું વેરાન. જાકી હેડી હલ ગઈ, ઉસકા બૂરા હવાલ!? ભરતદેવના મનમાં ગીતપંક્તિ જાગી ઊઠી અને એમણે આગળ કદમ ઉપાડ્યા. મુખ્ય આવાસમાં પ્રવેશી એમણે બૂમ પાડી, રે સુંદરી ! પૃથ્વીનો પતિ, ભરત ચક્રવર્તી આજ તારી સુકાયેલી મધુકુંજોને નવપલ્લવિત કરવા વસંતની બહાર બનીને આવ્યો છે. યાદ છે ને, તેં જ જગતવિજયી બનીને ચક્રવર્તીપદ હાંસલ કરવાની ભારતને પ્રેરણા આપી હતી ?' પૃથ્વીનો રાજવી આમ બોલતો બોલતો ઉત્સાહભેર આગળ વધ્યો. એક નર ને બે નારી ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ સામેથી જવાબ મળે છે, કે નહિ તેની તેને પરવા નહોતી. ઠંડા લાગણીહીન યુદ્ધોના નિષ્ણાત ભરતદેવ આજ લાગણીના પૂરમાં તણાતા હતા. તેઓ બોલતા બોલતા આગળ વધ્યા, અરે સુંદરી ! શું ભરતને ભૂલી ગઈ ? એ વાત શું વીસરી ગઈ, તારે ખાતર, અરે, તારે એકને ખાતર જ ભરી સભામાં વિટ્ટ બનીને મેં પિતાજી પાસે તારી માગણી કરી, પિતાજી મૌન રહ્યા. એ મૌન મારા હૈયાને કચડી ગયું. શરમથી મારું માથું નીચું નમાવી ગયું! છતાં ભરત ધૃષ્ટ બન્યો. કોને ખાતર ? શા માટે ? ઓ સુંદરી ! જીવનપ્રાણ, હૃદય બંસરી સુંદરી, તારે ખાતર !” હૃદયબંસરી ! જીવનપ્રાણ !” પાછળથી કોઈએ દાંત કચકચાવતાં કહ્યું. પણ ભરતદેવ તો પોતાના તાનમાં મસ્તાન હતા. કોણે એમના ચાંદુડિયા ચાવ્યા એ તરફ એમનું લક્ષ જ નહોતું. ભરતદેવે ફરી બૂમ પાડી : ‘સુંદરી ! સુંદરી ! પિપાસુને પાણી આપવાનો ઇન્કાર કાં કરે ? શું પરબેથી પાછો ફરું ? શું તળાવથી તરસ્યો વળું ? ઊંચો પ્રાસાદ હજી મૌન હતો. શબ્દોનો જાણે એ વર્ષોથી અપરિચિત હતો. સુંદરી ! હૃદયેશ્વરી ! મારી હૃદયબંસરી ? ભરતદેવે રણભેરી જેવા સ્વરે કહ્યું. આવાસની છતે છત ગુંજી ઊઠી. ખૂણેખૂણો ગાજી ઊઠ્યો. કોણ ? ભરત ?” સામેથી એક ક્ષણ અવાજ આવ્યો. દૂરના દ્વારમાંથી એક ક્ષણકાર્ય સ્ત્રી આવતી દેખાઈ. દેહ સાવ કુશ હતી. વાળ સાવ રુક્ષ હતા. વસ્ત્ર સાવ સાદાં હતાં. ગાલમાં ખાડા હતા. ચાલમાં ડોલન ન હતું. ગતિમાં નૃત્ય નહોતું. દેહ પર સુવર્ણ નહોતું ! એ નારી યુવાન હતી કે પ્રૌઢા, તે કહેવું મુશ્કેલ હતું. તે માત્ર નયનમાં જ્યોતિ હતી. મસ્તક પર દઢતા હતી. ચાલમાં ગાંભીર્ય હતું. ભરતદેવને થયું હશે મહાદેવી સુંદરીની કોઈ વિશ્વાસુ પરિચારિકા. ભરતદેવની નજર સુંદરીને જોવા તલસી રહી હતી. એમ તો સંસારમાં જોવાના પદાર્થો ક્યાં ઓછા હતા, પણ આજ તો માત્ર સુંદરીને જ નયન ભરીને નીરખવી હતી. ૧૪ ભરત–બાહુબલી Page #30 -------------------------------------------------------------------------- ________________ સુંદરીના ચંદ્રમુખ જેવા મુખને નિહાળવું હતું ! એના નાગપાશ સમા કેશકલાપને જોવો હતો. એની કમળપુષ્પના રંગવાળી દેહયષ્ટિને નીરખી નયનાનંદ માણવો હતો. નેહરાગભર્યા એના હાસ્યથી વર્ષોના શ્રમને ધોઈ નાખવો હતો. ‘રે પરિચારિકા !” ભરતે સામા દ્વારમાંથી આવતી સ્ત્રી તરફ ઊડતી નજર નાંખતાં કહ્યું. એની આંખો જાણે સુંદરી સિવાય બીજી કોઈ સ્ત્રીના દેહને જોવા ઇચ્છતી નહોતી. બરે દાસી ! મહાદેવી ક્યાં છે ? એને કહે કે તારો ભરત પૃથ્વી જીતીને આવ્યો છે; દિગ્વિજયી બનીને આવ્યો છે. ભરતશાસન પ્રસારીને આવ્યો છે!” ભરતશાસન ભલું પ્રસરાવ્યું, પણ ઋષભશાસનનું શું ?’ સામેથી અહોભાવ દાખવાને બદલે પ્રશ્ન પુછાયો. ‘એ પ્રેમશાસન હતું. પૃથ્વીનો તંતુએ તંતુ એમાં અલગ અલગ હતો. મેં ભરતશાસન સ્થાપ્યું છે. ભરતશાસન એટલે સત્તાનું શાસન. એનાથી આખી પૃથ્વીના ખંડોને એક જાળમાં વણી લીધા છે !” ભરતદેવ આવેશમાં હતા. થોડી વારે એમને ભાન આવ્યું કે, પોતે તો એક પરિચારિકા સાથે વાત કરી રહેલ છે. એમણે ઉશ્કેરાઈને કહ્યું : રે પરિચારિકા ! ભય અને પ્રેમના શાસનની પારાયણ તારી સાથે કેવી ? જા, જલદી મહાદેવીને બોલાવી લાવ. કહે કે તારો ભરત આવ્યો છે. એ આટલું જ સાંભળશે કે વન-હરિણીની જેમ છલાંગો દેતી મને ભેટવા ધસી આવશે - વાદળી ધરતીને ભેટવા આવે એમ !' હું જ સુકેશી ! હું જ સુંદરી ! ભરત !” વૃક્ષની ઘટામાંથી જાણે કોકિલા ટહુકી. ઓ છલ-સ્ત્રી ! શું તું ભરતને ઠગવા માગે છે ? ક્યાં સૂર્ય ને ક્યાં આગિયો ? ક્યાં ભુવનમોહિની સુંદરી ને ક્યાં તું? કોની સાથે તું છલ કરે છે એ જાણે છે ?” ભરત ચક્રવર્તી સાથે. મને ભૂલી ગયો કે ભરત ?” સુંદરીએ તુંકારથી ચક્રવર્તીને સંબોધ્યો. ‘તું સુંદરી ? ના, ના, હું કોઈ દુઃસ્વપ્ન નીરખું છું કે શું ?’ ભરતદેવે આંખો મસળી. એને એનાં નેત્રો પર પણ વિશ્વાસ આવતો નહોતો. જ સુંદરી! જોઈ લે. ગજખેલનમાં તારા હાથીએ મને હાથમાં દંકૂશળ એક નર ને બે નારી ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ વગાડ્યો હતો, એ આ ચિહ્ન ” સુંદરીએ પોતાનો હાથ લાંબો કર્યો. ભરતદેવે હાથ પર નજર નાખી : રે ! કમળદંડ જેવો, તેમની દીવી જેવો, કેળના થંભ જેવો લીસો હાથ કેટલો કરકરિયો ! શું તું સુંદરી છે ? “હા, હું સુંદરી છું !” ‘તું ખરેખર સુંદરી છે ?” ‘હા, હું ખરેખર સુંદરી છું.” ઓહ સુંદરી !? ભરતદેવ મસ્તક પર હાથ મૂકી નીચે બેસી ગયા. એમના મનોરાજ્યની એક સુંદર છબીના જાણે ટુકડેટુકડા થઈ રહ્યા હતા ! વાહ રે સુંદરી !” પાછળથી એક કટાક્ષપૂર્ણ અટ્ટહાસ્ય સંભળાયું. બધાં ચમકી ગયાં, ને અટ્ટહાસ્યની દિશામાં જોયું – કોણ હતું એ આવું નગ્ન બેશરમ અટ્ટહાસ્ય કરનાર ? ૧૬ ભરત–બાહુબલી Page #32 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવની મનોવ્યથા કરી શકે 'વાહ રે ચક્રવર્તી, તારી સુંદરી ! સંસારની પરમ સુંદર નારી ! સુંદરતાની પરમ અવધિ ! અટ્ટહાસ્ય ખડખડ્યું. મહેલની પ્રચંડ દીવાલોએ એનો પડઘો આપ્યો : વાહ રે ચક્રવર્તી તારી સુંદરી ? " આ શબ્દોએ ચક્રવર્તીને ચમકાવી દીધા. તેઓએ મસ્તક ફેરવી પાછળ નજર કરી : જોયું તો પટરાણી સુભદ્રા પગલે પગલે દબાવતાં આવી રહ્યાં હતાં. હજારો ત્રિશૂળના ઘૂઘરા એકસાથે ઝણઝણી ઊઠે એવું એ અટ્ટહાસ્ય હતું. ઘૂઘવતા એમના પ્રત્યેક પગલામાં વિજયનો અશ્રાવ્ય હુંકાર સંભળાતો હતો. સ્થિર અને દઢ પગલે તેમણે પાસે આવીને ચક્રવર્તી રાજાના ખભા પર હાથ મૂક્યો, ને પોતાનું મુખચંદ્ર મહાન રાજવીના મુખ સામે ઠેરવતાં કહ્યું “ચક્રવર્તી મહારાજ જેના રૂપનાં વખાણ કરતાં કદી થાકતા નહોતા, એ જ આ મહાદેવી સુંદરી ને ?” ભરતદેવે જવાબ આપવા ઇચ્છયું, પણ જેમ પક્ષાઘાતવાળો માણસ બોલવા માગે, અને એની જીભ લોચો વળી જાય, એમ થયું. પટરાણી સુભદ્રાને જોઈતી તક મળી ગઈ. ‘ચક્રવર્તી મહારાજ સંસારમાં સૌંદર્યશાસ્ત્રી તરીકે વિખ્યાત છે. એમનાં સૌંદર્ય-મૂલ્યાંકનો આવાં અપંગ...! વારુ, મહારાજ ! ઝાઝી વાતે ગાડાં ભરાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ મારા દિવી સુની અને વિનમ મારા પ્રશ્નનો ઉત્તર આપો, એટલે સર્પ અને રજુનો મારો ભ્રમ દૂર થાય !” “મહાદેવી !” સુભદ્રાદેવીને ભરત જવાબ આપી શકતો નથી, એ જોઈ સુંદરી પોતે આગળ આવી અને વિનમ્ર સ્વરે બોલી, ‘હું જ પોતે ભરતસખી સુંદરી. પણ તમે કોણ છો, હે સુહાગી નારી ?” વીણાના જેવા એ મધુર સૂર હતા. ભડભડતા અગ્નિ પર વરસતા આષાઢી મેઘ જેવા એ શીતલ હતા. “ચક્રવર્તી મહારાજ ભરતદેવની પટરાણી સુભદ્રા છું. પર્વતનિવાસિની પાર્વતી છું.' સુભદ્રાએ જવાબ આપ્યો. એને સુંદરીને હતોત્સાહ કરવા માટે કંઈક કઠોર શબ્દો બોલવા હતા, પણ સુંદરીની વિનયશીલતા પાસે એની જિહ્વા વધુ બોલવાની હિંમત ન કરી શકી. છતાં મુખમુદ્રા માણસના મનની આરસી છે. એ આરસીમાં અંતરના ભાવ સ્પષ્ટ થયા વિના રહેતા નથી. મહાદેવી સુંદરી આ જાજરમાન નારીના બધા ભાવ વાંચી રહી, અને થોડી વારે બોલી : “ચક્રવર્તી ભરતના પરાક્રમનું ફળ લાગો છો, સુંદરી ! એની બધી વિજયભેટોમાં આ ભેટ ખરેખર સર્વોત્તમ છે. સંસારના સોંદર્ય જાણે એક સ્થળે સ્થગિત બની જઈને પોતે પોતાની અમર રૂપમૂર્તિ ઘડી હોય, તેવાં તમે દીસો છો પટરાણી ! નમન છે તમને મારાં.” ભાષામાં ભાવ હતા, મીઠાશ હતી; પણ “પરાક્રમનું ફળ' એ શબ્દોએ સુભદ્રાદેવીને જરા વ્યગ્ર બનાવ્યાં. રે ! ફરી પાછી પોતાની હીનતાની વાતો ? એણે ચક્રવર્તી મહારાજ અને તેમની આરાધ્ય દેવી સુંદરીને વધુ ચિડાવવા પરિચારકને કહ્યું : પેલા દર્પણકારને જલદી બોલાવ ! ચક્રવર્તી રાજાની આજ્ઞા છે, કે સંસારની પરમ સુંદરી એમાં સહુપ્રથમ પોતાનું મુખદર્શન કરશે.” પરિચારકને ઉદ્દેશીને બોલતાં બોલતાં પટરાણીએ પોતાનું મુખ સુંદરી તરફ ફેરવતાં કહ્યું : “અને મહાદેવી સુંદરી ! તમે જાણી લો કે રસાવતાર ચક્રવર્તી મહારાજ આપને સંસારનાં સર્વશ્રેષ્ઠ સોંદર્યાવતાર માને છે ! આપ દર્પણમાં આપનું મુખદર્શન કરવા શૃંગાર કરીને સજ્જ રહો !” સુભદ્રાદેવીએ ખૂબ મોટેથી અટ્ટહાસ્ય કર્યું. ચક્રવર્તી મહારાજ કોઈ રંકના સ્વપ્નભંગની જેમ હજી આશ્ચર્યચકિત ૧૮ ભરત–બાહુબલી Page #34 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં હતા. પટરાણીના હાસ્ય એમની એ અવસ્થા હટાવી દીધી. પરિચારકને ત્યાં જ સ્થિર બનીને રહેવાની ઇશારાથી આજ્ઞા કરતાં તેમણે કહ્યું રે સુંદરી ! આ હું શું જોઉં છું ? સ્વપ્ન કે સત્ય ?” “સત્ય !” સુંદરીએ એટલી જ શાન્તિથી કહ્યું. આટલા નાનકડા શબ્દમાં પણ કંઈ અજબ શક્તિ ભરી છે, એનો અનુભવ પટરાણી સુભદ્રા કરી રહ્યા. એમને એમાં વગર પ્રત્યુત્તરે પ્રત્યુત્તર મળતો લાગ્યો. ભરતદેવે સુંદરીને સંબોધીને આગળ કહ્યું ; જેના ચરણ-નખની કાન્તિ પાસે હજારો પટરાણીઓની વદન-કાન્તિ ઝાંખી પડે, એ તારું અમર સોંદર્ય ક્યાં ચાલ્યું ગયું, સુંદરી? પૃથ્વીને જીતવા કરતાં જે સૌંદર્યને જીતવું ભરતને દુષ્કર લાગતું હતું, એ દેવતાઓને પણ આરાધ્ય તારું રૂપકમળ કેમ કરમાયું ? હજુ ભરત ઊર્મિલ અને સ્વપ્નિલ અવસ્થામાં હતો. સુંદરી કંઈ જવાબ આપ્યા વિના શાંત ઊભી હતી. સુભદ્રાદેવીના હૈયામાં તો આજે જાણે જ્વાલામુખી ઝગ્યા હતા; એ પોતાની પ્રતિસ્પર્ધી સુંદરીની પ્રતિહિંસામાં રાચતાં હતાં, પણ ન જાણે કોઈ દેવી શીતલ ઝરણ બન્ને વચ્ચે વહી રહ્યું હતું, જે હૃદય-જ્વાલાઓને ઝગતી જ બુઝાવી દેતું હતું. ‘રે પરિચારકો ! રે મૃત્યગણો ! સુંદરી દુષ્કાળની પરમમૂર્તિ કાં ? શું મારા ભંડારોમાંથી અન્ન ખૂટી ગયું? ખેડૂતો જ શું રાજભાગ ખાઈ ગયા ?' ભરતદેવે પ્રશ્ન કર્યો. પરિચારક આગળ આવ્યો, ને બોલ્યો : “ના મહારાજ, અન્નના ભંડારો તો અભરે ભર્યા છે. ખેડૂતો રાજભાગ આપ્યા વગર કણને પણ સ્પર્શતા નથી.' “તો શું એ અન્નમાંથી સુસ્વાદુ ને પૌષ્ટિક રસવતી તૈયાર કરનાર પાકગૃહો નષ્ટ થયાં ? પાકશાસ્ત્રીઓ પર શું પ્રલય ફરી વળ્યો કે મહાદેવી આટલાં કુશ બની ગયાં ?” ભરત–બાહુબલી સુભદ્રાની પાસે સુંદરીની રૂપવીનતા જાણે સહી શકતા નહોતા. રણભૂમિમાં કુટિલ શત્રુનો નાશ કરવા તેઓ જે ક્રૂર રીતે તીરનો પ્રહાર કરતા, એ રીતે આજે શબ્દબાણ ફેંકતા હતા. ‘સ્વામિન ! રસવતી સિદ્ધ કરનાર પાકગૃહો હજી એવા ને એવાં જ ભરતદેવની મનોવ્યથા ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ કાયમ છે; ને અયોધ્યાના પાકશાસ્ત્રીઓ હજી પોતાની કળામાં શિરોમણિ છે. પણ આપ જગતવિજય માટે પધાર્યા ત્યારથી મહાદેવી સુંદરી પકવાન્નને કદી સ્પર્યા જ નથી !” પરિચારકે હકીકત સ્પષ્ટ કરતાં કહ્યું. સુંદરીને પકવાન તો ખાસ પ્રિય હતાં, પોતાનો ભાગ વહેલો વહેલો ખાઈને અમારા હાથમાંથી પણ એ ઝૂંટવીને અમારો ભાગ પણ ખાઈ જતી. પછી એ અપ્રિય કેમ બન્યાં ? પણ રોગીને પકવાન ન ભાવે. પકવાનને ન સ્પર્શનારી સુંદરીના દેહમાં કંઈ રોગ હોવો ઘટે. શું એ રોગને હરનાર અગદશાસ્ત્રીઓ અયોધ્યામાંથી મરી પરવાર્યા, કે આજે મારે સુંદરીનો આવો કૃશ દેહ જોવો પડે છે ?” ભરતદેવનો કોપાનલ વધતો જતો હતો. પરિચારક વૃદ્ધ હતો. ચક્રવર્તી બાળપણમાં એના ખોળામાં રમેલા. એણે શાંતિથી પ્રત્યુત્તર આપતાં કહ્યું : સ્વામિનું ! મહાદેવી સુંદરીની આ દેહયષ્ટિ નિહાળી અગદશાસ્ત્રીઓ સ્વયં અડધા થઈ ગયા. પણ તેમની કંઈ કારી ફાવે તો ને !” - “શું સુંદરીની ક્ષીણ દેહને તાજગી આપનાર ઔષધો તેઓ ન મેળવી શક્યા ? અમૃત ઔષધિઓ પેદા કરનાર પૃથ્વી પણ શું કાકવંઝા બની ગઈ ?' પૃથ્વી તો એવી ને એવી પીયૂષભરી છે, સ્વામી ! પણ દેવી કંઈ આરોગતાં જ નથી ને ! આપે એમના દેહના રૂપકમળને એવું ને એવું જાળવવાની અમને આજ્ઞા આપી હતી. આપની આજ્ઞા અમારે મન સર્વસ્વ હતી. અમે એ રૂપકમળને દ્વિગુણિત ખીલવી આપને ચરણે ધરવા ઇચ્છતા હતા. સંસારના અનેક યાત્રીઓ અયોધ્યાના આ રૂપકમળને નીરખવા આવતા હતા; અમે પણ મહાદેવીની મુલાકાત બહુ જ હોંશથી કરાવતા, પણ મહાદેવીની વાણી જ જુદી નીકળતી. કોઈ એમના નયન પર કવિતા કરતું, તો તેઓ કહેતાં, રે નાશવંત ચક્ષુઓની આટલી નામના શી ? એ નયનમાં બેઠેલા દ્રષ્ટાને તો પિછાણો ! કોઈ એમના કેશપાશનો કીર્તિલેખ રચતો, તો તેઓ વ્યાકુળ બનીને કહેતાં કે અરે ! સમય-સમુદ્રનાં ભરતી-ઓટ જેને હંમેશાં ક્ષીણ કર્યા કરે છે, એવા આ કેશની પ્રશંસાનો તમારો યત્ન નિરર્થક છે.' પરિચારક વાત કરતાં પળવાર થોભ્યો; પોતાની વાતનો દોર યથાસ્થાને છે, તેની તેણે ખાતરી કરી લીધી. ચક્રવર્તી વાત સાંભળવામાં તલ્લીન હતા. ૨૦ ભરત–બાહુબલી Page #36 -------------------------------------------------------------------------- ________________ થોડી વારે પરિચારકે આગળ કહ્યું: ‘અમે એક દિવસ બધાં મળીને એમની પાસે ગયાં. એમને કહ્યું કે આપનો દેહ કીમતી છે; ભરતદેવની એ મૂડી છે. ત્યારે મહાદેવી હસીને બોલ્યાં : “નિશ્ચિંત રહેજો, મહાનુભાવો! મારા કીમતી દેહને હું અહીં જ મૂકતી જઈશ. લઈ જઈને એના મોહી ભરતને એ અર્પણ કરજો અને કહેજો કે, લે આ દેહ ! તને જેના પર આસક્તિ હતી તે આપીને, અને તને જેના પર આસક્તિ નહોતી તે લઈને સુંદરી ચાલી ગઈ !' ભરતદેવ શાન્ત ચિત્તે આ સાંભળી રહ્યા હતા. અચાનક તેમનાથી પુછાઈ ગયું : મને જેના પર આસક્તિ હતી, એટલે ?” એટલે સુંદરીનો ભુવનમોહન દેહ, એની સુંદર આંખો, એનો રૂપશ્રીભર્યો ચહેરો, એની સિંહ જેવી કટિ, એની નાગપાશ સમી કેશાવલિ ! આ બધા પર તને મોહ હતો ને ?” સુંદરી બોલી. “હા,” ચક્રવર્તીએ ટૂંકો જવાબ આપ્યો, ‘સુંદરી મારી આરાધ્ય દેવી હતી. એને માટે વિશ્વવંદ્ય પિતાજી પાસે અનુચિત માગણી કરતાં પણ હું શરમાયો નહોતો-પ્રેમી જેવાં લક્સાહીન જગતમાં બીજાં કોઈ નહિ હોય ! જગત આખું એમને જોતું હોય અને એ ઘેલાં માને છે, કે આપણને કોઈ જોતું નથી. જગત આખું જાણતું હોય છે, અને એ છબીલાં નર-નાર માનતાં હોય છે કે આપણી વાત સહુથી અજાણી છે.' “આપણે પ્રેમી કે મોહી—એ જ વિચારવાનું છે. સુંદરીને બે આંખોને સ્થળે અંધારા બે ખાડા હોત તો ? એના મુખ પર ચંદ્રની સુષમાને બદલે કાળા કાળા ડાઘ હોત તો ? એની ત્વચા શ્વેત-ગૌરને બદલે શ્યામ હોત તો? ને એના કમલગંધવાળા શ્વાસને સ્થાને દુર્ગધ વહેતી હોત તો ? તો તારો મોહ સુંદરી પર રહેત ખરો ?’ સુંદરીએ જાણે ડામ દીધો. રે સુંદરી ! વ્યર્થ વિષાદ ન જગાવ. તારી દેહ તો રૂપશ્રી વિહોણી બની ગઈ છે, પણ તારા વિચારો ય શું એવા શ્રીહીન બની ગયા છે ? મિથ્યા આક્ષેપ ન કર ! સુંદરી ! ભરતને તારી કઈ વાતમાં આસક્તિ નહોતી | ‘તેં પ્રેમનાં પારાયણ માંડ્યાં, પણ કેવળ સુંદરીના સુંદર દેહ માટે ! સુંદરીના અંતરમાં વસતા અમૂલખ આત્મા માટે તને લેશમાત્ર સ્નેહ હતો નહિ.' સુંદરીએ કહ્યું. સુંદરી ! આ બધું શા માટે ? મને કંઈ સમજાતું નથી. જગત જીતતાં ભરતદેવની મનોવ્યથા ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ જે થાક નહોતો લાગ્યો, એ થાક આજ તારી વાતો સમજતાં લાગે છે. તું શું કહેવા માગે છે ?” “ભરત ! હું આત્માની વાત કહેવા માગું છું. તારા જેવા મહાન પુરુષો જો માત્ર સુંદર દેહ પાછળ મુગ્ધ થવાની કમજોરી સેવ્યા કરશે, ને મારા જેવી સ્ત્રીઓ માત્ર દેહના સુખની પાછળ ઘેલી ઘેલી થઈને ફર્યા કરશે, તો આપણે ભગવાન ઋષભના શાસનને કેવી રીતે અજવાળીશું? સાંસારિક સુખોથી પર થવાની વાત કહું છું.” સુંદરી વળી જૂનું પારાયણ છેડી બેઠી. પ્રેમ કરવાના પ્રસંગે વાતોના પારાયણ જેવી બીજી કોઈ બલા નથી. ભરત, આપણે ત્યાં ભાઈ-બહેન સાથે રહેતાં, સાથે જીવતાં, સાથે સંતાન પેદા કરતાં. સહુ માનતાં કે, ભાઈ પર બહેનનો હક્ક, બહેન પર ભાઈનો હક્ક ! જાતીય જીવન જેવું નિર્લજ્જ જીવન સાવ પરાયાં સાથે કેમ જીવી શકાય? પિતા ઋષભદેવે એમાં ક્રાન્તિ કરી. એમણે ભાઈ-બહેનને જાતીય જીવનથી અળગાં કરી, એક અજબ પવિત્ર સંબંધ બાંધ્યાં. લોહીનાં એ સગપણ – એક લોહીવાળાં લગ્ન ન કરી શકે.” એ શા માટે હશે, બહેન ?” પટરાણી સુભદ્રા, જે અત્યાર સુધી બાજુમાં ઊભાં રહી, મનમાં રાજી થતાં થતાં આ તમાશો નીરખી રહ્યાં હતાં, એમણે એકાએક જિજ્ઞાસા જાગતાં પૂછ્યું. બહેન ! પિતાજી વૈજ્ઞાનિક પુરુષ હતા. તેમણે વિરુદ્ધ લોહીમાં ભારે રસાયણ જોયું. મહારોગો, મહાવ્યસનો, મહાખામીઓ જે કુળનાં કુળ સ્વાહા કરી જતાં હતાં, એ વિશુદ્ધ લોહીના રસાયણથી વિશુદ્ધ થતાં નિહાળ્યાં. વળી પિતાજીએ આપણી કૂપમંડુકતા છોડાવીને આપણને વિશાળ જગત સાથે સાંકળ્યાં. આ નવીન પ્રકારનાં લગ્નોમાં આપણા નગરની કન્યા કોઈ બીજા નગરના નરને વરીને ત્યાં ચાલી જાય છે, ત્યાં જઈને એ કુળને આપણા કુળ સાથે સાંકળે છે. આ રીતે નિરર્થક શત્રુ બની બેઠેલાં કુળો આજે સ્નેહસંબંધનું મધુ અનુભવે છે.” બહેન ! તમારી વાત સુંદર છે. આવા ઋષભશાસનને હું વંદું છું. પણ તમે તો સાવ અનોખો માર્ગ લઈ રહ્યાં છો.' સુભદ્રા શાંતિથી બોલી. એને આ નારી જુદા ગજવેલથી ઘડાયેલી લાગી. મારો માર્ગ આત્માનો છે. કોઈ દેહ વાટે જીવનસિદ્ધિ સાધે છે. કોઈ ૨૨ ભરત–બાહુબલી Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મા વાટે. મેં આત્માને પિછાણ્યો છે. મને એના રસમાં જગતના સર્વ રસો ફિક્કા લાગ્યા છે; મહેલ અરણ્ય જેવા લાગે છે; અલંકાર ઉપાધિ જેવા લાગે છે; ભોગ ભોરિંગ જેવા ભાસે છે. હું પિતાજીનો સંદેશ પ્રચારવા એમના માર્ગે જવા માગું છું.' પિતાજીનો સંદેશો કયો ?” ‘સંસારમાં સહુથી દુષ્કર કાર્ય જાતને જીતવી તે છે. જાતને જીતો સંસારના મહાવિજયો એ જાત-વિજય પાસે તુચ્છ છે ! ભરત ! મને રજા આપ ! તારા સ્વમુખે રજા આપ ! દિવસને અંતે સૂર્ય દિગન્તમાં અદૃશ્ય થઈ જાય છે, તેમ તમ સહુની અનુજ્ઞા મેળવી હું અદૃશ્ય થવા માગું છું.' ‘રજા ! સુંદરી ! રજા !' ભરતદેવથી બોલાઈ ગયું. ‘રે દર્પણકાર ! લાવ તારું દર્પણ !” પટરાણીએ બૂમ પાડી દર્પણકારને બોલાવ્યો. ગંભીરતાની આ પળે પટરાણીની આ બાલચેષ્ટા ચક્રવર્તી મહા૨ાજને ન ગમી. એમના અંતરમાં અત્યારે મનોમંથનનાં ધમ્મરવલોણાં ચાલવા લાગ્યાં હતાં. - ભરતદેવની મનોવ્યથા * ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ४ દર્પણ અને દર્શન દર્પણકાર પોતાની સિદ્ધિના સોપાન જેવો અરીસો લઈને હાજર થયો. એ વૈજ્ઞાનિક હતો, સાથે રસિયો જીવ હતો. એણે જોયું કે રાજા ભરતના રાજમહેલમાં જાણે સૂર્યદેવ પોતાની તેજકિરણાલિ સાથે ને ચંદ્રદેવ પોતાની કૌમુદી સાથે પધાર્યા હતા. પટરાણી સુભદ્રા સૂરજના તેજોમંડળ સમાં લાગતાં હતાં સ્પર્શ કરવાની હિંમત ન ચાલે તેવાં, અગ્નિ જેવાં, માત્ર દૂરથી દર્શન કરી શકાય તેવાં, નજીક જઈએ તો દઝાડે તેવાં ! મહાદેવી સુંદરીનું રૂપ અનોખું હતું. ચંદ્રની ચાંદનીમાં જેમ સહુ કોઈ ૨મે–ખેલે એવી શીતળતા એમની પાસે ઊભરાતી હતી. દૂરનો માણસ નજીક આવે, પાસે બેસે, એની શીતળતા માણે, એનાં અંતરનાં કમાડ આપોઆપ ઊઘડી જાય એવાં એમનાં અમીકિરણ હતાં. દર્પણકારને ચક્રવર્તી રાજાની આજ્ઞા હતી, કે સંસારની પરમ સુંદર સ્ત્રી એમાં પ્રથમ મુખદર્શન કરશે. આ રીતે તો મહારાજે પોતાની રસિકતા પ્રગટ કરી હતી; ને પોતાના જીવનમાં શૌર્યની સાથે સૌંદર્યનું જે સ્થાન હતું તેની અભિવ્યક્તિ કરાવી હતી. દર્પણકાર વિચાર કરી રહ્યો કે આમાં પરમ સુંદર કોણ ? મહાદેવી સુંદરી કે પટરાણી સુભદ્રા ? એક તરફ જુએ તો એમ જ લાગે કે સૌંદર્ય આનું જ નામ !’ બીજી તરફ જુએ એટલે આખો નકશો જ પલટાઈ જાય ! Page #40 -------------------------------------------------------------------------- ________________ દર્પણકાર જાણે દર્શનકાર બની ગયો : ના, ના, સૌંદર્યની શ્રેષ્ઠતા એટલે માત્ર રૂપ, રંગ ને વર્ણ જ નહિ; એથી કંઈક વિશેષ ! સોંદર્યની શ્રેષ્ઠતા તો આખરે દૃષ્ટિમાં જ રહી છેને! જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ ! દર્પણકારે પોતાની સિદ્ધિના સોપાન જેવો અરીસો બહાર કાઢ્યો. જાદુગર જેમ પોતાની ખૂબી પહેલાં અપ્રગટ રાખે ને પછી ધીમે ધીમે પ્રગટ કરે, એમ એ ધીરે ધીરે એના પર નાખેલું સિંહચર્મનું આવરણ હટાવવા લાગ્યો. રાજા ભરત મહાદેવી સુંદરીની નજીક સર્યા. બે ક્ષણ એની નજરથી નજર મિલાવી, ને પછી ચિંતનની ઊંડી ખીણમાં ડૂબી ગયા. હજારોની સેનાનો કેમ મુકાબલો કરવો, એના નિર્ણયમાં જેને ક્ષણનો પણ વિલંબ ન લાગતો, એ મહારથી આજ જગતના આ કોમળમાં કોમળ જીવની સાથે કેમ વર્તવું એના વિચારમાં પડી ગયો ! થોડી વારે ભરતદેવ વિચારમાંથી જાગ્યા. પ્રાસાદના પાછળના ઝરૂખા વાટે સૂરજનાં કિરણો અંદર આવતાં હતાં. એ કિરણો અરીસા પર પ્રતિબિંબિત થતાં, અરીસો દ્વિગુણ તેજથી ચમકી રહ્યો ને કિરણો પણ અત્યંત તેજસ્વી બની આખા ખંડને અજવાળી રહ્યાં. આ તેજના ઊમટતા ઓઘમાં ભરત–બાહુબલી બંને સુંદરીઓને જોઈ રહ્યા. - ચંદ્રની કોમુદીશાં મહાદેવી સુંદરીના મુખ પર એક અજબ આભા વિલસી રહી હતી. માણસને આભાને સ્પર્શવાનું દિલ થાય, પણ સ્પર્શવા જતાં એ તો હવાની જેમ અસ્પૃશ્ય બની જાય ! ચક્રવર્તી હોંશભેર આગળ વધ્યા, અને બહાદુરીભેર પાછા પડ્યા. ભરતદેવે આઘાત અનુભવ્યો ! ક્ષણ વાર એ કંઈ કહી ન શક્યા, કંઈ કલ્પી ન શક્યા ! પણ ધીરે ધીરે એ સમર્થ રાજવીએ પોતાના મન પર ઘેરાયેલાં આવરણો દૂર હટાવ્યાં ! બે પગ – બે હાથવાળો દરેક આદમી માનવી ગણાય છે; પણ એનું ખરું લક્ષણ તો મનન કરી શકે તે માનવી ! ભરતદેવે મનન કર્યું. એમની આંખો પરથી પડદો પડી ગયો. સુંદરીને એના સાચા સ્વરૂપમાં એમણે નિહાળી. એમને સમજાયું કે સુંદરી એ સૂંઘવાનું ફૂલ નથી, એ તો એક વાતાવરણમાં પ્રસરી રહેલી, ન પકડી શકાય તેવી હવાની લહરી છે. માણસ ફૂલને સ્પર્શી શકે, સુંઘી શકે, કાન પર ભેરવી શકે, પણ હવાને દર્પણ અને દર્શન કર૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ કંઈ પકડી શકે ખરો ? અને છતાં હવા વગર માણસ ઘડીભર જીવી ન શકે, અને ફૂલ વગર તો વર્ષો લગી જીવી શકે ! આજ ફરી વાર – જાણે સરયૂતટ પરનો કિશોર એક અજબ કિશોરી પાસે પોતાની હાર કબૂલ કરે છે !” ભરતદેવે નમ્ર સ્વરે કહ્યું. પરાક્રમીની હાર પણ જીત જેવી જ હોય છે. ભરત ! તું વિજેતા છે. આજે જગત જીત્યું છે, તો એક દિવસ જાતને પણ જીતીશ.” સુંદરીએ નેહભર્યા સ્વરે કહ્યું. જાત ?” “હા, પિતાજીએ શોધી કાઢેલું દિવ્ય રસાયન. ભરત ! આ શોધ પછી તો માણસ જાણે અમર બની ગયો છે, મરતો જ નથી – ફક્ત સ્થળની ફેરબદલી કર્યા કરે છે !' સુંદરી ! તારું સાંનિધ્ય એવું છે કે માણસ સમીપ આવીને પલટાઈ જાય છે. જેને મહાસાગર માની એ ખેલતો હોય, એ એને ખાબોચિયું દેખાય છે ને કોઈ અદીઠ સાગર તરફ જવા એ ઝંખે છે ! પિતાજીની કલ્પના એક ને અખંડ આર્યાવર્તની હતી – મારા વિજય દ્વારા એ મેં સિદ્ધ કરી, સુંદરી !' સાચી વાત છે, પણ પિતાજીએ તો આ સામાન્ય વ્યાખ્યા આપી હતી. એમની ખરી વ્યાખ્યા તો એક અખંડ વિદેશમાં પરિસમાપ્તિની છે. એ સ્વપ્ન લઈને હું જીવું છું. હું જગતને બતાવીશ કે કોઈ રાજા કે કોઈ ધરતી તમને એક દેશમાં બાંધે, તેના કરતાં તમે એક ધર્મની રૈયત બની જાઓ, એ વધુ સારું. એક વિશ્વ અને એવા વિશ્વનો એક ધર્મ એ ધર્મ તમને દોરે, ધર્મ તમારા પર શાસન કરે !” “વાહ સુંદરી, વાહ ! પિતાજીની એ પ્યારી ચતુઃસૂત્રી : “એક ભાષા – આર્ય ભાષા. એક દેશ – આર્ય દેશ. એક ધર્મ – વિશ્વધર્મ એક સંસ્કૃતિ – ત્યાગ ને પ્રેમની ! ‘એક દેશનું સ્વપ્ન મેં સિદ્ધ કર્યું. એક ભાષાનું સ્વપ્ન બહેન બ્રાહ્મી લઈને બેઠી છે. એક વિશ્વધર્મ– ભરત જરા થોભ્યો. એ મારું કાર્ય છે.” સુંદરી અડધેથી બોલી, “અને એ માટે હવે આજે તારી રજા યાચું છું.” ૨૬ ભરત–બાહુબલી Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘તારો માર્ગ ખાળવાની શક્તિ ભરતમાં નથી. નાનપણમાં રમતખેલમાં તું મને હંમેશાં પાછો પાડતી. હું ઇચ્છતો હતો કે એક દિવસ એનું પૂરેપૂરું સાટું વાળીશ. પણ ફરી જૂનો ઇતિહાસ બેવડાય છે. ફરી તું રમતવાતમાં મને હરાવીને ચાલી જાય છે !” જાઉં છું ભરત ! યાદ રાખજે કે સ્ત્રી એ રમકડું નથી. એની સાથે સદા રમત ન હોય. તે સુભદ્રાદેવી સાથે આજ સુધી રમત કરી, મનમાં કંઈ ને બહાર કંઈ એમ ચલાવે રાખ્યું. હવે એને અર્ધાગ બનાવજે. તારા ચક્રવર્તીના મિજાજને સમાવે એવું એ સ્ત્રીરત્ન છે !” સુંદરી પટરાણીની નજીક સરી. બાહ્યરૂપ કરતાં અંતરના રૂપનું સામર્થ્ય વધુ હોય છે. સુંદરીના આંતરિક સૌંદર્ય પાછળ પટરાણી ઘેલી બની ગઈ હતી. સુંદરીએ એના ખભા પર પોતાનો હાથ મૂક્યો. મણ જેવાં માનવી છીએ અમે ! હે મહાદેવી ! અમને ક્ષમા કરજો ” પટરાણીએ પોતાની તરફથી અને ભરતદેવ તરફથી માફી માગતાં કહ્યું, “અમે આપનો અવિનય કર્યો. અમારાં મન મીણ જેવાં છે : ઉષ્મા પહોંચી કે પીગળી ગયા સમજો.” મન મીણ જેવાં હોય એ દૂષણ નથી. દુઃખરૂપી ઉષ્મા એને લાગે, અને એ પીગળે એમાં તો એની શોભા છે. પણ દુનિયાનું એક રહસ્ય જાણો છો ? લોઢાને ગાળીને ભસ્મ કરી નાખનાર તેજાબ પણ જેને નથી ગાળી શકતો, એવી દુનિયામાં એક જ વસ્તુ છે, જેનું નામ મીણ છે ' સુંદરીએ સંસારના પદાર્થો વિષેનું પોતાનું જ્ઞાન વ્યક્ત કર્યું. ભરતદેવ અને પટરાણી સુભદ્રા મહાદેવી સુંદરીનો ઉપદેશ મસ્તક પર ચડાવતાં હોય, તેમ નત મસ્તકે ઊભાં રહ્યાં. . તો રજા લઉં છું. તમ સહુની ? સુંદરીએ દ્વાર ભણી પગલાં માંડ્યાં. પણ પ્રવાસને યોગ્ય તૈયારી તો કરવા દો !” પટરાણીએ કહ્યું, “કાંઈ વાહન, કંઈ વલ્કલ, કંઈ સામગ્રી ” પટરાણી ! જેણે આ દેહ પણ અન્ય ગણ્યો હોય, એને વળી અન્યની શી જરૂર ? આત્માનું વાહન દેહ, આત્માનું વલ્કલ દેહ. મૃત્યુના પ્રવાસમાં માણસ સાથે શું લઈ જાય છે ?” સુંદરી આગળ વધી. સુંદરીના શબ્દોએ બંનેને ગળગળાં કરી દીધાં, એક અજબ ગ્લાનિથી ભરી દીધાં. દર્પણ અને દર્શન ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ એ ગ્લાનિ દૂર કરવા ચક્રવર્તીએ દર્પણકારને કહ્યું : ‘તારી સિદ્ધિને પાવન કરી લે, હે કલાકાર !” કલાકાર અરીસો હાથમાં લઈને ઊભો અને કોને પ્રથમ મુખદર્શન કરાવવાનું એની દ્વિધામાં પડ્યો. પટરાણીએ ઇશારો કર્યો, સુંદરી તરફ. સુંદરીએ ઇશારો કર્યો, સુભદ્રાદેવી તરફ, કલાકાર આગળ ન વધી શક્યો. ભરતદેવે ફરી કહ્યું : “રે કલાકાર ! જડ જેવો કેમ ઊભો છે ? શું કરું, મહારાજ ? સંસારની પરમ સુંદરી કોણ, એની સૂઝ પડતી નથી. પટરાણીએ પણ આગ્રહ છોડી દીધો છે. આપ કહો તેને પ્રથમ મુખદર્શન કરાવું.' ભરત ચક્રવર્તી પણ દ્વિધામાં પડી ગયા. આખરે એમણે કલાકારને કહ્યું : તને ઠીક લાગે – તારા અરીસાને ઠીક લાગે – તેને મુખદર્શન કરાવ! ત્ય કલાકાર છે, પરમ સૌંદર્યની સૂઝ તને પણ હોવી ઘટે.’ કલાકાર થોભ્યો, થોડી વાર વિચારી રહ્યો. પછી એ આગળ વધ્યો ને બોલ્યો : પટરાણી સુભદ્રા પ્રાસાદ સૌંદર્ય છે; મહાદેવી સુંદરી વિશ્વ-સૌંદર્ય છે. માટે તેઓનું જ મુખદર્શન પ્રથમ શોભે.' કલાકાર આગળ વધ્યો. પણ એ જેવો સુંદરીના વદન સામે અરીસો ધરવા જાય છે, તેવો જ સુંદરીએ અરીસો ખેંચી લીધો, ને એક હાથથી સુભદ્રાદેવીને પાસે ખેંચી એને પ્રથમ મુખદર્શન કરાવ્યું ! જગતને જીતનાર ચક્રવર્તીનું મન બાળકની જેમ આ દશ્ય જોઈ આનંદી રહ્યું. દર્પણ અને દર્પણકાર એ વખતે ધન્ય બની રહ્યાં. એ વખતે દર્પણમાં પાછળથી કોઈ નવો જ પડછાયો પડ્યો. એ કોનો પડછાયો? રે ! આવી સુખની વેળાએ વળી આ કોણ આવ્યું !” ચક્રવર્તી મહારાજે નવા પડછાયાને પિછાણવા પાછળ મુખ ફેરવ્યું. ૨૮ભરત–બાહુબલી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૫ જાતને જીતો સંધ્યાનો સૂરજ પશ્ચિમમાં મોં કરી જેમ દિગંતમાં ચાલ્યો જાય, એમ મહાદેવી સુંદરી પીઠ ફેરવીને ચાલ્યાં. પણ ચાલતાં ચાલતાં અરીસામાં પડેલો નવો પડછાયો એમના ચિત્તતંત્રને ખળભળાવી ગયો. વાણી કરતાં મૌનમાં માનનાર મહાદેવી સુંદરી, પાછું મોં કરી ભરતદેવ સામે ને દેવી સુભદ્રા સામે જોઈ રહ્યાં. અને જાણે મનોમન વખાણી રહ્યાં : વાહ ભરત, તારી છબી ! સંસા૨માં નર ઘણા છે; પણ આવા મનમોહક, પરાક્રમી ને દુર્રેય જુવાનને તો માતા જન્મ આપે ત્યારે ! જાણે જ્વલંત અગ્નિ ! અને સુભદ્રા ! જાજરમાન યૌવન ને ઝળહળતા રૂપરાશિવાળાં દેવી ! એના રૂપને જોવું એય પુરુષના પુરુષાતનની કસોટી છે. સુંદરતાને જોઈ સ્વસ્થતા રાખે એ સાચો નર ! ધ્રૂજે તે પશુ ! દેવી સુભદ્રાના એકએક અંગને નિહાળવું એ પણ કવિતાના કોઈ મહાગ્રંથનો આસ્વાદ લેવા જેવું કામ છે, ને એ નિહાળીને સ્વસ્થ રહેવું, એ તો પુરુષ માટે કઠોર વ્રત કે તપ છે. સ્વર્ગનાં દેવ—દેવી જોવાં હોય તો જોઈ લો ભરતદેવ અને દેવી સુભદ્રાની જોડીને ! સુંદરીના ચિત્તમાં સંબંધભાવથી આપોઆપ અભિમાનનો એક અણસાર આવી ગયો. મમત્વનાં બંધન છેદવાં સુકર નથી. બીજી ક્ષણે પોતાની જાતને સંભાળતાં સુંદરીએ કહ્યું : હું તો વિસ્મૃતિની કોઈ મહાન કંદરામાં ખોવાઈ જવા માગું છું, જ્યાં મૃત્યુના જેવો અભેદ્ય અંધકાર હોય. પણ ભરત ! મન છે, મનને પારકું– Page #45 -------------------------------------------------------------------------- ________________ પોતાનું છે. પોતાનાંનો પ્રેમ અનોખો હોય છે. જતાં પહેલાં જેને પોતાનાં માન્યાં તેને બે શબ્દ કહેવા માગું છું : ભરત, એક દિવસ મેં જ તને ચક્રવર્તી પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા પાઈ હતી. મારી રૂપ-મોહિનીનો દીવાનો તું, અંતરમાં મને રાખી, અવિન જીતી આવ્યો અને મારા ચરણે આજ તું આખી અવિનનું ચક્રવર્તીપદ મૂકવા આવ્યો ! પણ હું તો તારે માટે વાદળ-નગરી જેવી અપ્તરંગી નીકળી ! જૂઠું શા માટે ભાખું ? મને તારું આકર્ષણ હતું જ, પણ આપણા પરમ સમર્થ પિતાજીના વૈભવત્યાગ ને ધર્મસ્થાપનાનું મને વિશેષ આકર્ષણ થઈ ગયું. આકર્ષણનો તો નિયમ છે, કે અધિક હોય એ જીતે !' સુંદરી બોલતી બોલતી થોભી. પટરાણી સુભદ્રા હૈયામાં સુંદરીના મુખમાંથી સરતાં શબ્દમોતીનો હાર ગૂંથી રહ્યાં. છેલ્લી ઘડી સુધી જેને પોતાના રૂપ-તેજનો પરમ ગર્વ હતો, એ રૂપ તો આજ બિચારું શરમાઈને ગરીબડા ગલૂડિયાની જેમ ખૂણામાં મોં ઘાલીને ભરાઈ બેઠું હતું, ને પોતાનું તેજ દેવી સુંદરીના તેજમાં વિલીન થઈ ગયું હતું. પોતાને અભિમાન લેવા લાયક સિંહ જેવી કટી, શ્રીફળ જેવું વક્ષ:સ્થળ, પૂનમના ચંદ્ર જેવું મુખ, કદલીદલને શરમાવે તેવા હસ્ત, શંખના મરોડને લજાવે તેવી ગરદન, વીજળીને ઝાંખી પાડે તેવાં નયનબાણ બધુંય જાણે નિરર્થક બન્યું હતું. સંસારના ગમે તેવા વિજેતાને પોતાના અંગના એક મરોડથી ચરણમાં નમાવવાની તાકાત રાખનાર પટરાણી સુભદ્રાનો સૌંદર્યદર્પ સુંદરીના તેજ અને ત્યાગ પાસે પળવા૨માં ગળી ગયો. જાણે મન ગાવા લાગ્યું : રે, આ તન રંગ પતંગ સરીખો, જાતાં લાગે ન વારજી !' એનો દર્પ કેવો? જે જિહ્વમાં સ્નેહની બંસીનો તનમનાટ ને વશીકરણનો જાદુ હતો, એ જિલ્લ ગળિયા બળદની જેમ મોંના ગોખલામાં ટૂંટિયું વળીને બેસી ગઈ હતી; મોન જ અત્યારે શ્રેયસ્કર હતું. ભરત ! તું સંસારને જીતી આવ્યો. જ્યાં સબળો નબળાને ખાય, એવું મત્સ્ય-ગલાગલનું શાસન પ્રવર્તતું હતું, ત્યાં તેં તારું એકતંત્રી શાસન સ્થાપ્યું. તારા વીરત્વને હું અભિનંદું છું...પણ....' સુંદરી થોડી વાર થોભી. એનાં નેત્રો દિગંત ૫૨ સ્થિર થઈ ગયાં હતાં. એ બોલી : ‘પણ સાચું વીરત્વ તો જાતને જીતવામાં છે. ગમે તેવા પ્રસંગે જાત પરનો ૩૦ * ભરત–બાહુબલી Page #46 -------------------------------------------------------------------------- ________________ સંયમ ન ખોનાર, સંસારના ગમે તે સમરાંગણો જીતી શકે છે. પાપની લાંબી વ્યાખ્યા નથી કરતી; એટલું યાદ રાખજે કે આત્માને મલિન કરે તે પાપ ! ભરત, કદી ન ભૂલીશ કે આકાશને અડવા માગતું માન પણ ઇન્દ્રવરણાના ફળ જેવું છે. દેખાય સુંદર, પણ આરોગે આત્મનાશ કરે. ‘ક્રોધરૂપી અગ્નિ ભારે દુઃસહ છે – જંગલમાં જાગતા દવ જેવો – એક વાર એ પ્રગટ થઈ ગયો, પછી કેટલું બાળીને બુઝાશે તે કહેવું શક્ય નથી. એ દાવાગ્નિને દાબામાં રાખજે ! માયા મચ્છીમારની જાળ જેવી છે. નાનાં મત્સ્ય તો એમાં સપડાય, એમાં કંઈ આશ્ચર્ય નથી; પણ મોટા મોટા મગરમચ્છ પણ એ જીર્ણશીર્ણ જાળમાં જકડાઈ ગયાં છે ! પછી એમને ઊગરવાનો આરો કે ઓવારો રહેતો નથી. લોભ અજગર જેવો છે, આપો તેટલું સ્વાહા ને વિશેષ ને વિશેષ માગ્યા જ કરે. એ ખાઉધરાનું પેટ કદી ન ભરાય. ‘આપણી આ પૃથ્વી પર ભારે પરિવર્તન આવી ગયું છે. ભોગભૂમિના એ દિવસો ચાલ્યા ગયા, જ્યારે સહુને સહુ જોગું મળી રહેતું; લોકોને ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની ચિંતા જ નહોતી. હવે તો કર્મભૂમિના દિવસો આવ્યા. કર્મ કરો ને તમારો આજીવિકાનો યોગ-મ નિર્વહો !? એક શિષ્ય ગુરુને સાંભળે તેમ ભરત સુંદરીને સાંભળી રહ્યો. ગઈકાલ સુધી જે સુંદરીને એ પોતાનું રૂપ-રમકડું લેખતો હતો, એ આજ એના ત્યાગમાંથી જન્મેલ તેજ પાસે અભિભૂત થઈ ગયો. નાના-મોટાનો ભેદ ભુલાઈ ગયો ! દૂધ જાણે દૂધપાકને નીરખી રહ્યું – પોતાનો જ જાતભાઈ, અને આ જોમ ! ભરત ! દર્પણકારના અરીસામાં પડેલો પડછાયો મેં નીરખ્યો છે. જગતનો એકેએક બનાવ એકબીજા સાથે સંયુક્ત હોય છે. સાંકળની દરેક કડીનું જેમ ભિન્ન વ્યક્તિત્વ હોય છે, તેમ એનું અભિન્ન સમષ્ટિવ પણ હોય છે. ભાવિ તારી કસોટી કરશે, પણ સદાકાળ તું આપણા મહાન પિતા ભગવાન ઋષભદેવની છબી નજર સામે રાખજે. એ છબી તને કહેશે કે જાતને જીતનાર પુરુષાર્થીનો પરાજય અસંભવ છે !” | વિદાય લેતી સુંદરીને ભરતદેવ અને સુભદ્રા હાથ જોડીને વંદી રહ્યાં. એ ગદ્ગદ કંઠે બોલ્યાં, જાતને જીતો ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ હે સુંદરી ! અમને યાદ રાખજો. કોઈ વખત અહીં પધારી અમને તમારા પારસમણિ જેવા પરિચયનો લાભ આપજો ! અમે આપને ન ઓળખ્યાં, આપના મહાન આત્માને ન પિછાણ્યો. અવિનય-અપરાધની ક્ષમા અર્પજો.” સુંદરીની આંખ ક્ષિતિજ પર લાગેલી હતી, પણ ઊપડતા પગ વજનદાર થઈ ગયા હતા. એમણે કહ્યું : ‘સત્કર્મનાં આમ્રવૃક્ષ અધિક મહેનતે ને અતિ જળે પાંગરે છે, ને દુષ્કર્મની વેલ અલ્પ પાણીએ પાંગરે છે, પણ તેથી સત્કર્મ પર અણવિશ્વાસ ન રાખશો. આમ્રવૃક્ષનાં ફળ તો પેઢીઉતાર મળ્યા કરે છે ! પિતાજી કહેતા હતા કે અરિ માટે અસિ નહિ, અંતરનું સ્નેહદ્રાવણ વિશેષ જરૂરી છે.' સુંદરીએ આમ બોલતાં બોલતાં પગ ઉપાડ્યા. સૂરજ પશ્ચિમાકાશમાં ઢળતો હતો. એના સુંદર સોનલવર્ણા કિરણોમાં આખો રાજમહાલય અને આખી અયોધ્યા સ્નાન કરી રહી હતી. પંખીઓએ હજુ પોતાના માળા ભણી પ્રયાણ નહોતું આદર્યું, પણ પ્રિયમિલનના આનંદમાં એ ગહેકી રહ્યાં હતાં. આખી અયોધ્યા વિજયોત્સવ ઊજવી રહી હતી. રંગ-ગુલાલથી રસ્તાઓ છવાઈ ગયા હતા. કેસૂડાનાં પાણીથી દેહ રંગાઈ ગયા હતા. અબીલ–કંકુથી મુખ ચીતરાઈ ગયાં હતાં. વરસોથી વિદેશ ગયેલા યોદ્ધાઓ પોતાની નવયૌવના પત્નીને શોધતા હતા; ને મળતી હતી પ્રૌઢા પત્ની ! અરે ! એના શ્યામ કેશકલાપમાં ગૂંથવા આણેલી સુવર્ણવેણીઓની કેવી વિડંબના થતી હતી ! શ્વેતકેશી પ્રિયતમાઓને નીરખીને આ યોદ્ધાઓનો શૃંગારરસ ચૂર્ણ ચૂર્ણ થઈ વેરાઈ જતો. એ વિચારતા : અરે ! યુદ્ધ પણ એક અજબ માદક પીણું છે ! એના નશામાં આટલાં વર્ષ વીતી ગયાં, એની સમજ જ ન પડી ! કેટલાક યોદ્ધાઓ ઘરઆંગણામાં આવી, પોતાના જ પુત્રોને પોતાનું ઘર પૂછતા હતા, અને કહેતા કે “ભાઈ ! કોઈ અમારા ચિરંજીવી અનિલકેતુને શેરીમાંથી બોલાવી લાવો ને ! એને કહેજો કે તારા પિતા આવ્યા છે !' એ પુત્ર હસી પડતો, ને માતાને જઈને કહેતો કે કોઈ મહેમાન આવ્યા છે. શરીર પર ભારે શસ્ત્રો છે ને અનેક ઘા પડ્યા છે. મુખમુદ્રાથી ડર ઉપજાવે છે. કહે છે, કે અનિલકેતુનો હું પિતા છું ! માતા, મારા પિતા તો થોડા વખત પહેલાં મરી ગયા, ને આ ભૂત મારો પિતા થવા આવ્યો છે.” ૩૨ ભરત–બાહુબલી Page #48 -------------------------------------------------------------------------- ________________ મા હસતી હસતી બહાર આવતી ને પોતાના સ્વામીને જોઈ આદરમાન આપતી; પુત્રને પાસે બોલાવી કહેતી : “બેટા ! આ તારા પિતા જ છે, પ્રણામ કર !” પણ પુત્ર તો શંકિત મનથી દૂર જ ઊભો રહેતો. થોડી વાર મન સાથે કંઈક તર્કવિતર્ક કરતો, ને જ્યારે કંઈ નિશ્ચય ન કરી શકતો ત્યારે પોતાના મિત્રને બોલાવી લાવતો. મિત્ર પણ એ જ મૂંઝવણમાં પડેલો મળતો. એ કહેતો : મારે ત્યાં પણ કાબરચીતરી દાઢીવાળો એક શસ્ત્રધારી પુરુષ આવ્યો છે. હું ઓળખતો નથી, ને મા કહે છે, કે તારો પિતા છે, પ્રણામ કર !” આવી પડેલી આ મૂંઝવણનો નિવેડો આણવા બંને મિત્રો એક આમ્રતરૂ નીચે આવીને ઊભા રહ્યા. ઘણી ઘણી ચર્ચાને અંતે તેઓએ તારણ કાઢ્યું કે, ‘આપણા પિતા આવા નહોતા. એમના વાળ તો તમામ શ્વેત આપણે જોયા હતા, ને આ નવા કહેવાતા પિતાશ્રીના વાળ તો કોઈક કોઈક જ શ્વેત છે. વળી આપણા પિતાઓને બધા દાંત પડી ગયા હતા, અને આ નવા પિતાને તો હજી એકાદ દાંત સિવાય બધા દાંત સાબૂત છે. આપણા પિતાઓ કેવું મીઠું મીઠું હસતા, ત્યારે આ લોકોના હાસ્યમાં તો કરડાકી છે !” બન્ને મિત્રોએ અનુમાન-પ્રમાણને ખૂબ કહ્યું, ને પછી તારણ કાઢ્યું કે આપણને જેમ ભાઈ કે બહેન હોતાં નથી, ને આપણે બીજાં કોઈને ભાઈ કે બહેન ઠરાવી રમીએ છીએ, એમ આપણી માને આપણા પિતા બહુ પ્યારા હતા. એ મરી ગયા, એટલે મા પણ આ મહાશયની પિતાને સ્થાને નિમણૂક કરી, ખોટું ખોટું મન મનાવે છે ! બસ, આ નિર્ણય સાથે બંને મિત્રો છૂટા પડી પોતપોતાને ઘેર આવ્યા. અને પોતે નક્કી કરેલી વાત પોતાની માને કહી દીધી. માતાએ બાળકના કેશને સુંઘતાં કહ્યું : “બેટા, એ મારા પિતા હતા. આ તારા પિતા છે.” ના ના. ખોટું છે. મા-દીકરા વચ્ચે કંઈ મારા-તારાના ભેદ ન હોય– તું જ અમને શીખવતી હતી; ને આજ તારા પિતા ને મારા પિતાના ભેદ પાડી રહી છે. ચાલ, સાચજૂઠનો ન્યાય કરાવવા આપણા ચક્રવર્તી રાજા પાસે. કહે છે કે એ બહુ પરાક્રમી ને એકવચની છે !” માતા ખડખડ હસી પડી. જાતને જીતો ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ પિતા પણ આ કૌતુક નિહાળી યુદ્ધનો શ્રમ વીસરી ગયો. પિતાએ પુત્રને પાસે બોલાવતાં કહ્યું : વત્સ ! ભરત–બાહુબલીની સંસારમાં જોડી નથી. ભારે પરાક્રમી, ભારે સત્યવાદી, ભારે ન્યાયી. પણ ગૃહસંસાર એવો છે કે ત્રણ લોકના વિજેતાની પણ કઢી કરી નાખે. ભરતદેવને પોતાના ઘરના જ પ્રશ્ન એવા છે, કે એનો ઉકેલ કરતાં એને જ થાક ચઢે ! પછી તમારો ન્યાય ક્યાંથી ચૂકવે ? ચાલો, આપણે જ અંદર અંદર સમાધાન કરી લઈએ.” અરે પણ આ સુઘોષા ક્યાં વાગે છે ?” અચાનક વાતાવરણને ભેદીને શખસ્વર સંભળાયો. બધાં એકદમ બહાર નીકળી આવ્યાં. જોયું તો મહાદેવી સુંદરી અડવાણે પગે ને સાદાં વસ્ત્રોએ અયોધ્યાના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. પાછળ રાજકુળનાં સંબંધીજનો હતાં. સહુ ગંભીર હતાં, મૌન હતાં. ભર્યાભાદર્યા રાજવૈભવને છોડીને ચાલ્યા જનાર અયોધ્યાપતિ ભગવાન ઋષભદેવ પછી મહાદેવી સુંદરી બીજાં હતાં ! સહુ તેમને નમી રહ્યાં. લોકોએ કહ્યું : “વાહ રે દુનિયા ! જે માર્ગ પર થઈને સંસારના મહાવૈભવો સાથે ચક્રવર્તી દેવ પધાર્યા, એ જ રસ્તા પર થઈને આજે વૈરાગ્યમૂર્તિ મહાદેવી સુંદરી પરમ ત્યાગી બનીને ચાલ્યાં ! કોઈ આવે છે, કોઈ જાય છે; સંસાર એનું નામ છે !” ૩૪ ભરત–બાહુબલી Page #50 -------------------------------------------------------------------------- ________________ પડછાયો 'સૌંદર્યનો સાચો વિજય વિકારને વશ ન થવામાં છે,” એમ કહેતી મહાદેવી સુંદરી, સરોવરની માછલી જેમ અગાધ જળમાં અલોપ થઈ જાય એમ, અદૃશ્ય થઈ ગઈ. ચક્રવર્તી અને પટરાણી એનાં પગલાંને પૂજી રહ્યાં. દર્પણકાર વિમાસણમાં જ ખડો હતો. એ અહીંની આ ગડમથલ જોઈ મૂક બની ગયો હતો. એનાં સિદ્ધિનું અભિમાન અને સાધનાનો અહંકાર ગળી ગયાં હતાં. ફરી એક વાર ચક્રવર્તીએ અને પટરાણીએ પોતાના ચહેરા અરીસામાં જોયા, અને ફરી એ પડછાયો દેખાયો. ચક્રવર્તીએ પડછાયા તરફ જોઈને કહ્યું : : ‘સ્ત્રી અને પુરુષના મંગલ દાંપત્યમાં જ્યારે એકબીજા એકબીજાના દેહને જુએ છે, ત્યારે અનિવાર્ય રીતે તેઓ કોઈ અજ્ઞાત શિશુનો પડછાયો નિહાળે છે. પણ દેવી ! આપણે તો આ પ્રસંગે એક અજબ પડછાયો જોઈએ છીએ ! ભાવિની રચના અગમ્ય લાગે છે !' પછી દર્પણકારને અનુલક્ષીને એમણે કહ્યું : ‘દર્પણકાર ! આ સિદ્ધિનું તાજું ઇનામ અમારી પાસે અનામત સમજજે; જ્યારે જોઈએ ત્યારે રાજસભામાં આવીને લઈ જે. રાજસભામાં સર્વ સમક્ષ તારો સત્કાર કરવાની અમારી ઇચ્છા છે, અને વારુ...' ચક્રવર્તી બોલતાં થોડી વાર થોભ્યા; પછી બોલ્યા : ‘અને દેવી સુભદ્રા માટે એક અજબ અરીસાભવનનું તું નિર્માણ કર. Page #51 -------------------------------------------------------------------------- ________________ રાજકારણી પુરુષોના હૃદય-ઘા અજબ હોય છે. એ ઘાને રૂઝવવા માટે, એ ઘાની વેદનાને ક્ષણ વાર ભુલાવવા માટે, આવા આનંદ-પ્રમોદ અનિવાર્ય છે. માટે હે શિલ્પી ! એક સુંદર અરીસાભવનનું નિર્માણ કર. અમે તેની યોજનામાં મદદ કરીશું. તારા અરીસાઓની કરામતથી અમે એવા એવા ખંડગૃહ નિર્માણ કરાવવા માગીએ છીએ, કે જેમાં ગ્રીષ્મ ઋતુનો સૂર્ય શીતલ બનીને આવે, શરદ ઋતુનો સૂર્ય ગરમ બનીને આવે. એ અરીસાથી એવા ખંડ નિર્માણ કરવાની ઇચ્છા છે કે ખંડમાંનો એક દીપક સહસ્ત્ર દીપકનું તેજ ઢોળે. એક ચંદ્રને હજાર ચંદ્ર બનાવી એમાં કૌમુદી પ્રસરી રહે. સ્નાનકુંડ પણ એવા બને. ઝરૂખા પણ એવા નિર્માણ થાય.' “સ્વામિનું !” દર્પણકારે કહ્યું, “આ સેવકની કલ્પનામાં આપ ઇચ્છો છો એવું અરીસાભવનનું નિર્માણ થયેલું જ છે. આપના જેવા ચક્રવર્તીઓ જ એ કલ્પનાને આકાર આપી શકે; બીજાનું એ ગજું નહિ. નિર્ઝરગૃહો, શયનખંડો, ધ્યાનગૃહો, મંત્રણાગૃહો બધું સ્ફટિકનું. પથ્થરના બદલે ઉપર, નીચે, ચારે બાજુ માત્ર દર્પણ, દર્પણ ને દર્પણ ! એ અરીસાઓને જોડવામાં સુવર્ણ અને રોપ્યનો રસ વપરાય. એમાં સુવર્ણ પણ ઘણું ખરચાય, પણ...” ‘ચક્રવર્તી રાજા અને રાણીની માત્ર એક જ રંગભરી રાત એ ખરચાયેલા સુવર્ણને સાર્થક બનાવી દેશે. કાં સ્વામીનાથ ?” પટરાણી સુભદ્રાએ ધીરે ધીરે પોતાની રણચાતુરી પ્રગટ કરવા માંડી. એની કલ્પનામાં અરીસાભવનનું શયનગૃહ રમી રહ્યું, આહ ! કેવી અજબ રૂપરંગત જામે ! મહાદેવી સુંદરી હવે નજરથી અદૃશ્ય થયાં હતાં. એમના ત્યાગની અસર પટરાણીએ પોતાનાં બે વાક્યોથી અડધી કરી નાખી, ને બાકીની અસર પોતે લીધેલા એક રૂપમદભર્યા અંગમરોડથી દૂર કરી દીધી. ચક્રવર્તી મહારાજની નજર ફરી એ માંસલ ગોર દેહલતા પર જઈને સ્થિર થઈ ગઈ. એ દેહલતાના મનોરમ ભાગોને ભેદતી એ દૃષ્ટિએ અંતરમાં એક નવા રસભાવની જાગૃતિ આણી દીધી. ‘સુભદ્ર !” ચક્રવર્તીએ કહ્યું. એ શબ્દમાં સુધા હતી, પપૈયાનો પોકાર હતો, કોકિલાની વ્યગ્રતા હતી. સુભદ્ર ! સુભદ્રે !” આગળ શું કહેવું અને કઈ રીતે કહેવું, તે સમજાતું ન હતું. શબ્દો જડતા નહોતા. નરના અંતરમાં બેઠેલી નારીને એ સાદ હતો. “તો સ્વામી ! રજા લઉં !” દર્પણકારે આ મોટાં માનવીઓને એકાએક - ૩૬ ભરત–બાહુબલી Page #52 -------------------------------------------------------------------------- ________________ રસસાગરમાં લહેરાતાં જોઈ રજા માગી. સુંદરીના ત્યાગ-શબ્દો હજી એની સ્મૃતિમાં રમી રહ્યા હતા. એ જાણતો હતો કે પોતાના જેવા નાના માણસો પાસે મોટા માણસો મર્યાદા રાખતા નથી. વારુ, આજથી જ કાર્યારંભ કરી દેજે !' ચક્રવર્તીએ સભાન થતાં કહ્યું. અમને એમાં લાંબો વિલંબ અસહ્ય થશે, કેમ ખરું ને ?” પટરાણીએ દર્પણકારને સૂચન કરતાં, છેલ્લો પ્રશ્ન સ્વામીને કર્યો. સ્ત્રી જાણે છે કે, પુરુષ ક્યારે પરવશ થયો છે, ને એ પરવશતાને કેવી રીતે પ્રફુલ્લાવી શકાય છે. દર્પણકારે નમન કરીને વિદાય લીધી. પટરાણીએ પોતાના સુદીર્ઘ કેશપાશ જાણે શિથિલ ન થયા હોય, ને ફરી એનું બંધન કરવા ઇચ્છતાં ન હોય, તેમ છોડ્યા. રેશમના તંતુ જેવા એ કેશ, રક્ત કમળ જેવી પગની પાનીને ચુંબી રહ્યા. એ કેશમાં ગૂંથેલું સુવર્ણ કમળ સ્વસ્થાનેથી ભ્રષ્ટ થઈ નીચે પડતું હતું, તે ચક્રવર્તીએ ઝીલી લીધું ને ફરી કર્ણવેસર બનાવીને એ પટરાણીને પહેરાવવા આગળ વધ્યા. એ વખતે અરીસામાં ફરી પેલો પડછાયો દેખાયો. ભયંકર પડછાયો ! ન ગમે તેવો પડછાયો ! ત્યાગરસમાંથી શૃંગા૨૨સ તરફ આકર્ષાયેલા ચક્રવર્તી મહારાજ પોતાના રંગમાં ભંગ કરનાર પડછાયા તરફ કૌતુકરસથી વળ્યા. એમણે પૂછ્યું, ‘તું કોણ છે ને શું કામ આવ્યો છે ?” ‘હું અયોધ્યાનો કુશળ રાજદૂત હંસ છું. મારા પિતા પરમહંસ આપની સેવામાં હતા. આપના ચરણારવિંદની સેવા કરતાં કરતાં એ મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ બાદ મંત્રીદેવે મારી નિમણૂક કરી છે. આપ વિજયપ્રવાસમાં હતા, એટલે મને ન પિછાણ્યો. આ રહી મારી ૨ાજસેવાની મુદ્રા !' ચક્રવર્તી મહારાજે મુદ્રા નિહાળી; પટરાણીએ પણ જોઈ. પછી મહારાજની વતી પટરાણી બોલ્યાં : ‘કહે, રાજદૂત ! તારે શું નિવેદન કરવાનું છે ? જે કહેવાનું હોય તે ત્વરાથી કહે.’ મહારાણીજી ! રાજદૂત માટે ત્વરા એ દોષ છે. મારે તો બધી વાત વિગતથી કહેવાની છે. આપ કહો તો પછી...' રાજદૂત હંસે પટરાણીની શરમ ન રાખતાં સ્પષ્ટ કહ્યું. દૂતનો એ જન્મસિદ્ધ અધિકાર હતો. ના, ના, રાજમંત્ર તો તરત ને તત્ક્ષણ સાંભળવો જોઈએ; એમ રાજનીતિ પડછાયો ૨ ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ કહે છે. કહે, તારે જે કહેવાનું હોય તે સ્વસ્થતાથી કહે, લેશ પણ ત્વરા ન કરીશ.' ચક્રવર્તીએ કહ્યું. ‘મહારાજ ! આપ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરી અયોધ્યામાં પધારી રહ્યા છો, એ સમાચાર મળતાં આપના અભિષેક-મહોત્સવની મંત્રીમંડળે રચના કરી. એ વખતે અમે આપના લક્ષની બહાર રહેલાં જેય ને દુર્રેય રાજ્યોની તપાસ કરી. દુર્જ઼ય તો આપના માટે કોઈ રાજ્ય નહોતાં રહ્યાં, પણ જેય—જીતવાના બાકી હોય તેવાં—આપના ૯૮ ભાઈઓનાં રાજ્યો બાકી રહી જતાં હતાં. ચક્રવર્તી રાજા માટે અજેય જેમ કોઈ ન રહેવું જોઈએ, તેમ જેય પણ કોઈ ન રહેવું જોઈએ. આ માટે અમોએ આપને નિવેદન કર્યું. આપે મંત્રીમંડળને જણાવ્યું કે રાજદૂત મોકલીને એ બધાને કહેવરાવો કે, અમારે તમારાં રાજ્ય જોઈતાં નથી, ફક્ત અધીનતા ખપે છે. અધીનતા સ્વીકારો !” રાજદૂત હંસ થોડી વાર થોભ્યો. પટરાણીને આ વાતમાં રસ આવતો નહોતો. એ ભરતદેવના ઉત્તરીયને હાથમાં લઈ એમાં ગાંઠો વાળતાં ને છોડતાં હતાં. સુરૂપા પટરાણીની એ કોમળ આંગળીઓનું નૃત્ય પણ ભલભલાને વશ કરે તેવું હતું. રાજદૂત હંસે આગળ ચલાવ્યું : ‘પ્રભુ ! આપની આજ્ઞા મુજબ મંત્રીદેવે આ સંદેશ લઈને આપના લઘુ બંધુઓ પાસે જવાની ને પ્રત્યુત્તર લઈ આવવાની મને સૂચના આપી. મહાન એવો કર્તવ્યભાર લઈને હું મારે માર્ગે પડ્યો. દડમજલ ખેપ કરતો, એ રાજ્યમાં જઈ પહોંચ્યો,' દૂત વાત કરતો થોભ્યો. પોતાની વાત સ્વામીના લક્ષમાં બરાબર આવી છે, કે નહિ, તેની તેણે ખાતરી કરી, ને આગળ ચલાવ્યું સ્વામિન્ ! અઠ્ઠાણુંમાંથી એક ભાઈને મેં આપનો ચક્રવર્તી રાજાના અયોધ્યામાં આગમનનો સંદેશ કહ્યો. તેઓ ખૂબ ખૂબ રાજી થયા, ને બોલ્યા કે પરમપિતા ઋષભદેવે ભરતદેવને મુખ્ય ગાદી આપી ઉત્તરાધિકારી તરીકે નિમ્યા, એ ખરેખર યોગ્ય કર્યું હતું. અમે પણ જ્યારે તેમના વિજયોના સમાચાર સાંભળતા, ત્યારે અમારી છાતી ગજગજ ફૂલતી ! ધન્ય વડીલ બંધુ ભરતદેવ ! વારુ ! રાજદૂત ! ચક્રવર્તી મહારાજ છે તો કુશલ ને ? ભરતદેવ પોતાના ભાઈઓનો પ્રેમભાવ જાણી અડધા અડધા થઈ ગયા. તેઓએ પટરાણી સુભદ્રા તરફ નજર કરતાં કહ્યું : ૩૮ * ભરત–બાહુબલી : Page #54 -------------------------------------------------------------------------- ________________ ‘દેવી સુભદ્ર ! અમે સો ભાઈ છીએ, પણ અમારી હેતપ્રીત જુઓ તો અજબ છે ! જાણે સો દેહ ને પ્રાણ એક. રે હંસ ! તેઓ બધા હતા તો ક્ષેમકુશળ ને ?” ચક્રવર્તી રાજાના શબ્દોમાં ભારોભાર વહાલ ઊભરાતું હતું. હા મહારાજ !' રાજદૂત હંસે જવાબ વાળતાં કહ્યું : “તેઓને મેં આપના વતી કુશળતા પૂછી એટલે બોલ્યા કે બધી મોટાભાઈની મહેર છે. અમે ૯૮ ભાઈઓ એક થઈને રહીએ છીએ. એકનું સુખદુઃખ સહુનું સુખદુઃખ સમજીએ છીએ. વળી અમે ચક્રવર્તી મહારાજ ભરતદેવના નાનેરા ભાઈઓ છીએ, એ નાતે પણ અમારી સામે કોઈ નજર નાખતું નથી. અમારી નીતિ પ્રેમસગાઈની છે. પરમપિતા ઋષભદેવે અમને યુદ્ધહીન સુરાજ્યની સૂચના આપી છે; એટલો રાજ-સંયમ અમે પાળીએ છીએ.' “રાજ-સંયમ એટલે શું ? એ વળી નવો સંયમ કેવો કાઢ્યો ?” પટરાણીએ વચ્ચે પ્રશ્ન કર્યો, ને મીઠું હાસ્ય કર્યું. હીરાકણી જેવી એમની દંત–પંક્તિ પોતાનું તેજ વેરી રહી. ‘રાણીજી ! મારે માટે પણ એ શબ્દ નવો હતો. મેં તેનો અર્થ પૂછ્યો, તો તેઓ બોલ્યા કે જુવાન સ્ત્રી અને પુરુષ એકત્ર થાય, ભૂખ્યો માણસ ને ભાવતું ભોજન ભેગું થાય, ત્યાં જેમ સંયમ પાળવો દુષ્કર થઈ જાય છે, એમ શક્તિ અને રાજા એ બે વાત એકત્ર થાય ત્યાં યુદ્ધનો સંયમ રાખવો મુશ્કેલ પડે છે. બળવાન નૃપતિનો હાથ સીધો શસ્ત્ર તરફ વળે છે !' રાજદૂત જરા વધુ સ્પષ્ટ થયો; દૂતને બોલવામાં દરેક પ્રકારની છૂટ હોય છે. ‘હાં...પછી ?’ ચક્રવર્તીએ વાત આગળ જાણવાની જિજ્ઞાસાથી કહ્યું. પટરાણીની પરમ સુંદર દેહ એમના ભૂખ્યા દિલને નિમંત્રણ આપી રહી હતી. એમને અત્યારે આ બધી ચર્ચાઓ નિરર્થક લાગી. પછી આપના લઘુ બંધુઓને મેં મારું વક્તવ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે હું રાજા ભરતદેવનો દૂત હંસ છું. અયોધ્યામાં ચક્રવર્તી મહારાજાનો અભિષેકમહોત્સવ ઊજવાય છે. કૃપા કરીને આપ સર્વે પધારો, અને આપનું સ્થાન અયોધ્યાના દરબારમાં સુનિશ્ચિત કરો.” ‘અયોધ્યાના દરબારમાં અમારું સ્થાન સુનિશ્ચિત કરવાનો અર્થ અમે ન સમજ્યા. અમે તો બધા ભાઈઓ છીએ. માના પેટમાંથી જ અમારું સ્થાન સુનિશ્ચિત્ત થયેલું છે. આપના લઘુબંધુઓએ ઉત્તર આપ્યો. પડછાયો જ ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ મેં વિશેષ ચોખવટ કરતાં તેઓને કહ્યું : “આપનું સ્થાન અધીન રાજાઓની હરોળમાં અગ્રે રાખવું કે મધ્યમાં, તેની વિચારણા ચાલે છે. ચક્રવર્તી મહારાજની ઇચ્છા અગ્રે રાખવાની છે, પણ...' ‘અધીન રાજાઓમાં અમે ? રે દૂત ! આ તું શું બોલે છે ? અમે લઘુ બંધુ તરીકે તો વડીલ બંધુને અધીન છીએ જ, પણ અમે સ્વતંત્ર છીએ. અમારા પિતા ઋષભદેવે અમને સહુને રાજા તરીકે ભાગ વહેંચી આપ્યા છે. અમે ભરતદેવના અર્ધન કનિષ્ઠ બંધુઓ જરૂર છીએ, પણ અધીન કનિષ્ઠ રાજાઓ નથી.' મેં એ વખતે સ્પષ્ટ કર્યું: ‘તમારી વાત ઘરમેળની છે. પણ રાજકાજમાં સગં.સ્વજન જોવાતું નથી. એમાં તો અધીનતા ને આજ્ઞાધીનતા જ જોવાય છે. ભરતદેવે ચક્રવર્તીપદ હાંસલ કર્યું છે. એમને માટે સિદ્ધાંતની રીતે કોઈ રાજા જેમ કે અજેય ન રહેવા જોઈએ. બીજી બધી વાત ઘરમેળની છે. રાજઆજ્ઞા અધીનતા સ્વીકારની છે. ‘આ ચર્ચા આગળ વધતાં ૯૮ ભાઈઓ એકત્ર થઈ ગયા, ને ખૂબ વિચાર કરી, હુંકાર કરતા બોલ્યા : “હે દૂત ! આ રાજ્ય અમને અમારા પિતાએ આપેલ છે. એ જ અમારા સ્વામી છે. બાકી અમે સર્વતંત્રસ્વતંત્ર છીએ. હા, એક વાત અમે ભરતદેવને સ્વામી સ્વીકારીએ – જો એ વ્યાધિ, વૃદ્ધાવસ્થા ને મૃત્યુ પર શાસન કરે તો.” મેં કહ્યું : “તમે ચક્રવર્તીની સત્તાને અને મહત્તાને જાણતા નથી માટે આમ બોલો છો. જ્યાં સુધી કોઈ પણ પ્રદેશ અણજિતાયેલો હોય ત્યાં સુધી ચક્રવર્તી ચક્રવર્તી ન કહેવાય. આપ સુખે રાજ કરી શકશો, પણ ચક્રવર્તીને અધીન ખંડિયા રાજા તરીકે આપે દરબારમાં તો હાજર થવું જ પડશે.” “અને ન થઈએ તો ?” ‘તો ચક્રવર્તીની સાગર સમી સેના, વડવાનળ સમા એના સામંતો, વજપાત જેવા એના શસ્ત્રાસ્ત્રસમૂહો, યુદ્ધગર્જના સાથે, પ્રલયના પૂરની જૈમ, આપના રાજ પર ફરી વળશે. એ આપની સાથે બખડી બાંધશે, લડશે, હરાવશે ને છેવટે આપને નમાવશે. ત્યારે જ જંપશે !” ‘એટલે યુદ્ધ થશે એમ ને ? તો અમે પણ કંઈ હાથપગ બાંધીને બેઠા નથી. રણક્ષેત્રમાં આવડશે એવો જવાબ વાળવામાં અમેય પાછા નહિ પડીએ. રે દૂત ! અમે પણ એ જ પિતાના પુત્રો છીએ, ને એ જ માતાને ધાવેલા છીએ, એટલું ધ્યાનમાં રાખજો.” ૪૦ ભરત–બાહુબલી Page #56 -------------------------------------------------------------------------- ________________ આ વખતે ૯૮માંના સહુથી વડા ભાઈએ કહ્યું : “વહાલા બંધુઓ ! આપણે થોડીક અપ્રિય વાતોમાં આપણા મહાન પિતાનો ઉપદેશ કેવો જલદી વીસરી ગયા ! પિતાજીએ તો આપણને યુદ્ધહીન સુશાસનની કલ્પના આપી છે.” ‘નાના ભાઈઓ બોલ્યા : “પણ આપણા વડીલ બંધુ ભરતદેવ યુદ્ધના શોખીન છે. તેમને એ સિવાય બીજી કઈ રીતે સમજાવી શકાય ? અધીનતા સ્વીકારવા કરતાં આત્મહત્યા સ્વીકારવી અમે તો વધુ પસંદ કરીએ છીએ !” પણ રાજ-સંયમ પણ કોઈ વસ્તુ છે ને ! વચેટ ભાઈએ કહ્યું “આપણી પાસે શક્તિ હોય એટલે લડીએ, શક્તિ ન હોય તો સમાધાન કરીએ, એનું નામ રાજ-સંયમ નથી. ચાલો, પિતાજી પાસે.” મેં કહ્યું મને સમય નથી. અભિષેકની બધી તૈયારીઓ થઈ ગઈ છે. વિલંબ અસહ્ય છે.” આપના બંધુઓએ કહ્યું : “ભાઈ ! અમે વિલંબ કરવા માગતા નથી; વાત લંબાવવી એ પણ કમજોરીનું એક લક્ષણ છે. પણ એક તરફ અમારે માટે યુદ્ધ છે, બીજી તરફ પિતાજીની યુદ્ધહીન સુરાજ્યની કલ્પના છે. બેમાંથી કયો માર્ગ અમારે સ્વીકારવો તેની અમને સૂઝ પડે, માટે અમે પિતાજી પાસે જવા માગીએ છીએ. તું પણ સાથે ચાલ. તને જેવો હશે તેવો જવાબ અમે ત્યાં જ આપી દઈશું.' “મેં તેમની વાતનો સ્વીકાર કર્યો. હું પણ યુદ્ધહીન સુખદ સમાધાનનો અંતરથી ચાહક હતો. રાજદૂત હંસે પોતાની વાત થોડી વાર થોભાવી. શું તમે બધા પછી પિતાજી પાસે ગયા ?” ભરત બાહુબલીના અવાજમાં ભારોભાર જિજ્ઞાસા હતી. ‘હા, પ્રભુ ! એક સારા દિવસે અમે બધાએ પ્રયાણ કર્યું.' પડછાયો ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ જ રાજદૂત હંસની વાત : રાજદૂત હંસે ચક્રવર્તી રાજા પાસે પોતાની વાત આગળ વધારતાં કહ્યું સ્વામિન્ ! આપના અઠ્ઠાણું બાંધવો સાથે અમે અષ્ટાપદ પર્વત પર ગયા. આપના પિતાશ્રી અને વિશ્વપિતા ભગવાન ઋષભદેવ ત્યાં બિરાજતા હતા. શું ત્યાંની શાંતિ ! શું એ પ્રદેશની શોભા ! વગર વસંતઋતુએ જાણે ત્યાં વસંતઋતુ ખીલી હતી. અષ્ટાપદની આઠ પરકમ્માઓ પર ભાતભાતનાં ફૂલોએ જાજમ બિછાવી હતી. ને ભમરાઓએ ગુંજારવ આદર્યા હતા. પંખી તો આનંદમાં ચારેતરફ ટહુકતાં ફરતાં હતાં. મોર ઠેરઠેર કળા કરી રહ્યા હતા, ને હરણાં કસ્તૂરીની મહેક સાથે આ વનથી પેલે વન છલાંગો મારતાં ગેલ કરતાં ફરતાં હતાં. વગર વાંસળીએ સર્પરાજ મનને આનંદ પમાડે એ રીતે ડોલતા હતા. તળાવોની શોભા અપાર હતી. કમળનો પરાગ લઈને પવન વહેતો હતો. ચક્રવર્તી દેવ ! શું કહું આપને ! રાજદૂતે કહ્યું : મેં મારી સગી નજરે નિહાળ્યું છે, કે માથી વિખૂટું પડેલું ગોવત્સ ભૂલથી વાઘણને પોતાની મા સમજીને ધાવતું હતું; ને કલ્યાણી ગાયો દોડીને વાઘનાં શિશુને પોતાનાં બાળ સમજી ચાટી રહી હતી ! જાણે જન્મજાત વેર પણ ત્યાં ભુલાઈ ગયાં હતાં ! પ્રેમ, પ્રેમ ને પ્રેમ ! ભયનું નામ નહિ ! સહુ નિર્ભય !' રાજદૂત હંસ વાત કરતો કરતો અડધો થઈ ગયો. જાણે એ ખોવાઈ ગયો હોય તેમ થોડી વાર શાંત ઊભો રહ્યો. ચક્રવર્તી મહારાજ ભરતદેવે એની આ સુષુપ્તિને ઢંઢોળતાં કહ્યું : Page #58 -------------------------------------------------------------------------- ________________ ‘હંસ ! તું દૂત તરીકે પૂરેપૂરો નિષ્ણાત નથી. તારે વાતાવરણ બધું જોવું જોઈએ, સ્થિતિ બધી માપી જોવી જોઈએ; પણ કોઈ તેજમાં અંજાવું ન જોઈએ, કોઈ રંગમાં રંગાવું ન જોઈએ. દૂતનો ધર્મ તો યોગીના ધર્મ જેવો છે.” ‘સાવ સાચી વાત છે, સ્વામી ! પણ કોઈક રંગ એવા હોય છે, કે મરજી હોય કે નામરજી, એમાં રંગાયા વગર રહેવાતું નથી. મહારાજ ! જ્યાં સાપ જન્મજાત સ્વભાવ વીસરી જાય, ત્યાં હું કોણ માત્ર ! માણસનું અંતઃકરણ તો સાપ પોતાનો કરતાં સારું છે ને ? રાજદૂતના શબ્દોમાં તીરની તીક્ષ્ણતા હતી. એ પણ કોઈ અજ્ઞાત દર્દનો દરદી બની ગયેલો લાગ્યો. “હાં, પછી ?...' પટરાણી સુભદ્રાએ વાત જલદી પૂરી કરવાના ઇરાદાથી કહ્યું. રાણીના અંતરમાં તો અત્યારે અરીસાનો નિર્માતા, અદ્ભુત અરીસાભવન, એમાં પોતાની રૂપભરી દેહલતાનાં પ્રતિબિંબો ને મહારાજ ભરતદેવ સાથેની રંગવિલાસભરી રાત્રિઓ રમી રહી હતી ! વિલંબ અસહ્ય હતો. “પછી...' રાજદૂત જાણે વિસ્તૃત વાતને ફરી ખોજી રહ્યો. તૂટેલા તારને ફરી સાંધી રહ્યો, ‘ત્યાંનું વાતાવરણ ગ્રીષ્મઋતુમાં મીણ ગળી જાય એવું – મનના મેલ જાણે આપોઆપ ધોવાઈ જાય ! દૂત કોઈ વાત ન છૂપાવે, છુપાવે તો એનો ધર્મ જાય. હું મારી જ વાત કહું. જોકે એ વાત એવી છે, કે ચક્રવર્તી મહારાજ મને કદાચ આ દૂતના કાર્યધર્મથી જ દૂર કરે, છતાં સત્યવાદન એ પણ દૂતનો મોટો ધર્મ છે. વેર-ઝેર ને મમત્વ નિખારી નાખતા એ વાતાવરણમાં હું મારા મનનું ધારણ ખોઈ બેઠો; વિચારવા લાગ્યો કે, હું અહીં શા માટે આવ્યો છું ? મારી વાત તો ઠીક, પણ આપના ૯૮ બળિયા બંધુઓ પણ, જેઓ રસ્તામાં અનેક પ્રકારની વીરત્વભરી વાતો કરતા હતા, નમતું ન આપવું એવો નિરધાર કરતા હતા, તેઓ પણ વીસરી ગયા કે અહીં શા માટે આવ્યા છીએ ! અમે બધા એક અનોખા જ વાતાવરણમાં વિહરી રહ્યા. અમે અરસપરસ કહેવા લાગ્યા કે અરે સાપ, વાઘ ને વીંછી અહીં લઢતાં નથી, તો માણસ માણસ લઢે-વઢે ખરો ! માણસ એનાથી ઊંચો કે નીચો ? અમો બધા ભગવાનની વાણી સાંભળવા ચાલ્યા કે રસ્તામાં અમને બ્રાહ્મીદેવી મળ્યાં !” રાજદૂત હંસે થોડી વાર વિસામો લીધો. બહેન બ્રાહ્મી હાલમાં ત્યાં છે કે ” ચક્રવર્તીદેવે પ્રશ્ન કર્યો. રાજદૂત હંસની વાત છે ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ હા, સ્વામી ! એ તો વળી અજબ ખોપરી છે. જાદુગરના જેવો ધંધો લઈ બેઠાં છે. એક પથ્થર પર કંઈક ચિતરામણ કરે, ને એ ચિતરામણમાં કંઈક સંદેશ છુપાયેલો છે, એમ કહે. એ કહેતાં હતાં કે માણસ જે બોલે, એ હૂબહૂ આ પથ્થર પર હું ઉતારી શકું ને સો વર્ષે પૂછો તો એ પથ્થર જોઈ બોલબોલ કહી આપું. ને હું પોતે જ નહિ, જે મારી આ વિદ્યા જાણે એ ગમે ત્યારે બરાબર વાંચી લે ! માણસ એ લાખેણું વચન મોંમાંથી કાઢે, ને બીજી પળે હવામાં વિલીન થઈ જાય. સાંભળનારની સ્મૃતિમાં હોય ત્યાં સુધી તો એ કંઈક સચવાય, પણ માણસની સ્મૃતિમાં દોષ ઊભો થાય ત્યારે અર્થનો અનર્થ થઈ જાય; અથવા માણસની સ્મૃતિ વિસ્મૃતિમાં લીન જાય ત્યારે એનો સર્વથા લોપ થાય.” - “અમે પૂછ્યું : “બહેન, આનું નામ શું ?” “બ્રાહ્મીદેવીએ કહ્યું : “એનું નામ લિપિ.” અને તેમણે સાપ જેવી, વીંછી જેવી, કાંચીડા જેવી આકૃતિઓ દોરવા માંડી અને કહ્યું કે જુઓ, તમે મોંથી ક” બોલો છો, એનું પ્રતીક આ ! “કા બોલો છો તેનું પ્રતીક આ !” ‘અમે કહ્યું : “અરે ! આ કામ તો અમારી સમજણમાં ન આવ્યું. આ માથાકૂટ કરવા કરતાં કોઈ પહાડ તોડવો સારો.” “બ્રાહ્મીબહેન બોલ્યા : “આ પણ એક પ્રકારનું તપ છે. જેઓ સંસારથી વિરક્ત થયા હશે, એ જ આમાં જોડાશે. તેઓ આમાં પ્રગતિ કરશે, નવી શોધ કરશે. એક દિવસ એવું થશે કે હજાર યોજન દૂર બેઠેલો માનવી, પોતાના મનના વિચારો, આ વાહન દ્વારા, સ્પષ્ટ રીતે જગતભરમાં પ્રગટ કરી શકશે ને એ વાહન દ્વારા હજારો ગ્રામ-નગરોમાં પોતાનો સંદેશ ફેલાવશે. જુઓ, તમારા રાજાઓને હવે તને માત્ર તમારો સંદેશો મથી કહેવાની જરૂર નહિ રહે. તમે તમારી રીતે પથ્થર, ધાતુ કે માટી પર તમારાં વચનો લખીને આપી શકશો.” “હસીને કહ્યું : “બહેન ! તો તો અમારા જેવા કુશળ દૂતોનું કામ નહિ રહે ! ગમે તેવો ભોટ માણસ પણ આ રીતે સંદેશો લઈ જશે ને લાવશે.” મારી તરફ જોઈ, મિષ્ટ હાસ્ય કરતાં બહેન બોલ્યાં : “ભાઈ હંસ ! જ્યારે ને ત્યારે, કોઈ વાતમાં કે વિગતમાં આપણા ઘર તરફ કે આપણી જાત પર જ નજર નાખવી, એ એક મૃત્યુ જેવી મનોદશા છે. જો આપણું ઘર બળતું હોય ને આખું ગામ સોનાનું થઈ જતું હોય તો એ કામ વખાણવા ૪૪ ભરત–બાહુબલી Page #60 -------------------------------------------------------------------------- ________________ જેવું છે. હું આ બધી મહેનત વિશ્વપિતાની વાણી સંઘરવા માટે અને એમનો સંદેશ યુગોના યુગો સુધી માનવસમૂહોને મળતો રહે તે માટે કરું છું.' અમે બધાએ તેમને અને તેમના આ મહાન કાર્યને વંદન કર્યાં, ને કહ્યું કે, અમે ભગવાનની વાણી સાંભળવા જઈએ છીએ. તેઓએ કહ્યું કે મને પણ આ સાધનામાં ઘણાં વર્ષો વીતી ગયાં, ને હું પણ જઈ શકી નથી. ચાલો, હું પણ આવું !’ અમારો સો જણાનો સંઘ આગળ વધ્યો. *અમે ભગવાન ઋષભદેવ પાસે પહોંચ્યા. તેઓ ઉપદેશ આપી રહ્યા હતા. માણસનો શ્વાસ સંભળાય, એટલી શાંતિ ત્યાં પ્રસરેલી હતી. અને એ શબ્દો તો જાણે પુષ્કરાવર્ત મેઘ જેવા હતા. દિવસોનો તૃષાતુર માનવી જેમ જળ પીવા લાગે, એમ અમે એ પીવા લાગ્યા. સમય ઘણો વ્યતીત થઈ ગયો, પણ અમને તેની કશી ભાળ ન રહી. ઉપદેશધારા અટકી ત્યારે અમે સાવધ થયા. ‘પછી અમે પ્રભુ પાસે જઈને બેઠા. તેઓ ક્ષણ વાર અમારી મુદ્રા સામે નીરખી રહ્યા. અમને એ નયન-કિરણો જાણે માતાના મીઠા હાથ જેવાં લાગ્યાં.' ભગવાને અમને ઉદ્દેશીને એક દૃષ્ટાંત કહ્યું : *એક અંગારકારક હતો. કોલસા પાડવાનો એનો ધંધો હતો. મોટાં મોટાં જંગલોમાં એ જતો; ત્યાં મોટાં મોટાં વૃક્ષોને તોડી પાડતો; એ પછી એને જમીનમાં નાખી, અગ્નિ ચાંપી કોલસા કરતો. ઉનાળાનો એક દિવસ હતો. સૂરજ ખૂબ ખૂબ તપ્યો હતો. આ અંગારકારક પાણીની એક મશક ભરીને પોતાના કામે ગયો. એ દિવસોની ગરમી તો ન પૂછો વાત ! વધારામાં અંગાર પાડવાની ગરમી ! ‘અંગારકા૨ક ખૂબ તરસ્યો થયો ને ધીરેધીરે આખી મશકનું પાણી પી ગયો ! થોડી વારે એને ફરી તૃષા લાગી. પાણી તો હતું નહિ. એ જઈને એક ઝાડની છાયામાં બેઠો. ઠંડી હવા આવવાથી ઊંઘી ગયો. એ તરસ્યો હતો, એટલે સ્વપ્ન પણ જળનું જ આવ્યું ! સ્વપ્નમાં પોતે તરસ્યો થઈ પાણિયારે પહોંચ્યો. ત્યાં પડેલા કલશ ને મહાકલશ ઉઠાવીને પી ગયો. પણ થોડી વારમાં પાછી તૃષા લાગી. એ હવે કૂવા પર ગયો. આખો ને આખો કૂવો જ પી ગયો. તેના જીવને લગીર શાંતિ થઈ. રાજદૂત હંસની વાત * ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ પણ એ શાન્તિ તો પળવાર રહ; પાછી તૃષા જાગી. એ પોતે હવે કૂવો છોડી નદીએ ગયો. બે હાથે એ આખી નદી પી ગયો. સમસ્ત સરિતાના પાનથી એને તાત્કાલિક શાંતિ થઈ. પણ પાછી તૃષા જાગી. એટલે હવે તો તેણે સરોવર આખાં પધાં. અને સરોવરોથી ન ધરાયો એટલે દરિયો આખો પી ગયો. “પણ વાહ રે અંગારકારક, તારી અનંત તૃષા ! અને વાહ એ અનંત તૃષાને બુઝાવવાના તારા વ્યર્થ પ્રયત્નો ! “સમુદ્રના આચમનથી ન ધરાનારો એ અંગારકારક આખરે મરૂભૂમિમાં આવ્યો. ત્યાં એને એક ઊંડો કૂવો મળ્યો. સાધન કંઈ પાસે ન હોવાથી પોતાની પાઘડીને છેડે ખડનો પૂળો બાંધી કૂવામાં નાખ્યો, ને પૂળાને પલાળી અને બહાર કાઢી ચૂસવા લાગ્યો ! ભલા, આ પ્રયત્નથી એની તૃષા શાંત થાય ખરી ?” ભગવાન ઋષભદેવે વાત આટલે પૂરી કરતાં પ્રશ્ન કર્યો. બધા બોલી ઊઠ્યા : “ના, સ્વામી !” ખરું કહ્યું તમે. એની તૃષા શાંત થાય તો એની મશકના પાણીથી શાંત થાય ! એણે સમુદ્ર પીવા કરતાં નિજની ખાલી મશકમાં નવું જળ ભરવા યત્ન આદરવો જોઈએ.' ભગવાને પોતાની વાતો પૂરી કરી. આ વાતનું રહસ્ય વિચારતાં, કમળના ફૂલની પાંખડીઓની જેમ, એમાંથી અનેક રહસ્યો ઊઘડતાં હતાં. ઉપદેશ સાંભળીને અમે બધા ઊડ્યા. નમન કરી પાછા વળવાની તૈયારી કરી. અમે શા માટે આવ્યા હતા, એની સૂધ જ રહી નહોતી. અમે દૃષ્ટાંતકથાનું રહસ્ય વિચારતા પાછા ફર્યા, ત્યાં બહેન બ્રાહ્મીએ ભાઈઓને કહ્યું: ‘અરે ! તમે વિશ્વપિતાની પાસે કંઈક સલાહ લેવા આવ્યા હતા ને?” હા, હા. અમે તો બધું વીસરી જ ગયા ! ચાલો, ચાલો !' બધા પાછા વળ્યા, પણ ત્યાં વિવાદ એ જાગ્યો કે, આ બધું નિવેદન કરે કોણ ? જેણે આખી પૃથ્વીનું રાજ તૃણવત ત્યાગી દીધું, એની પાસે પૃથ્વીના એક નાનકડા ટુકડા માટે કેવી રીતે વાત કરવી ? આવી શુદ્ર વાત પ્રભુ પાસે કરતાં શરમ ન આવે ? આખરે બ્રાહ્મીએ બધી વાત સાંભળી પોતે નિવેદન કરવાનું માથે લીધું. સોએ જણાનો સંઘ પાછો વિશ્વપિતાના ચરણમાં ઉપસ્થિત થયો. બ્રાહ્મીએ મિષ્ટ ભાષામાં બધી વાત પિતાને કહેતાં કહ્યું : ૪૬ ભરત–બાહુબલી . Page #62 -------------------------------------------------------------------------- ________________ આપે ભાઈએ ભાગ પાડ્યા : ભરતને અયોધ્યામાં રાજ આપ્યું, બાહુબળને તક્ષશિલાનું રાજ આપ્યું. બીજા ૯૮ ભાઈઓને ભિન્ન ભિન્ન પ્રદેશો આપ્યા. સહુ શાંતિથી પોતાનો ભાગ લઈને બેઠા. ભરત બહુ બળવાન નીકળ્યો. એને દુનિયા પર જ્યાં જ્યાં પોતાનું રથનું ચક્ર ચાલે, તે તે પૃથ્વી પોતાની હોવી જોઈએ, એવી ઝંખના જાગી. એ માટે પૃથ્વીને પોતાની કરવા એ મેદાને પડ્યો. જબરદસ્ત હામ અને હૈયું એની પાસે હતાં. એ જગતનો મહાન ચક્રવર્તી બનીને પાછો ફર્યો. હવે એ આ ૯૮ ભાઈઓને કહે છે, કે રાજ તમે ભોગવો, પણ રાજનો ઉપરી હું! ચક્રવર્તીને રાજ્યમાં કોઈ સ્વતંત્ર રાજા નહિ, બધા અધીન રાજા ! આકાશમાં તારા અનેક ભલે રહે, પણ સૂર્ય તો એક જ હોય. હવે જો આ બધા એ શરત ન સ્વીકારે તો સાગરના તરંગો જેવી એની સેના એમનું ધનોતપનોત કાઢી નાખે ! હવે શું કરવું પ્રભુ ?” “બ્રાહ્મીએ વાત રજૂ કરી. વિશ્વપિતા ઋષભદેવે થોડી વારે કહ્યું : જ્યારે માણસની પોતાની પાસેની મશકનું પાણી ખૂટી જાય, ત્યારે અંગારકારકની જેમ કૂવા, સરોવર ને સમુદ્રને પીવા દોડે. સમુદ્ર પીધે પણ શાંત થવાનો તૃષાનો સ્વભાવ નથી; પછી ખડ ખાય ને મલોખાં ચૂસે ! ભરત ભાગ્યવંત નર છે, અને આ પૃથ્વી પુણ્યવંતને પ્રેમ કરનારી ને ભાગ્યહીનનો તિરસ્કાર કરનારી શ્રીમંતની કન્યા જેવી છે.” પ્રભુ ! ભરત બળવાન હશે, તો અમે પણ કંઈ નિર્બળ નથી !” અઠ્ઠાણું બંધુઓએ એક અવાજે કહ્યું. “સાચો વીર રુધિરથી કલંકિત વિજયલક્ષ્મીને વાછતો નથી. યાદ રાખો કે અસ્થિર પૃથ્વી માટે બંધુહત્યા કરવા સુધી આગળ વધનારને ચંદ્ર સમાન કીર્તિ મળતી નથી ! વિનશ્વરનો આનંદ વિનશ્વર છે. રાજ્યનો ક્યાં તૂટો છે, કે આ રાજ્ય માટે અશાંતિ જગાવવી ? એક વાર એમ માનો કે નાના ભાઈ પાસે મોટો ભાઈ પૃથ્વી માગે છે. નાનો ભાઈ શા માટે ના પાડે ?” વિશ્વપિતાએ વાતનો જુદો વળાંક લીધો. ‘અમે આ રાજ્યનો ત્યાગ કરીએ છીએ. બધા બંધુઓ એકીઅવાજે બોલી ઊઠ્યા, “અમને નવું અવિનશ્વર રાજ્ય આપો, પિતાજી !” નવું રાજ્ય આપું ? કેવું ? વિશ્વપિતા મીઠું હસીને બોલ્યા. રાજદૂત હંસની વાત છે ૪૭. Page #63 -------------------------------------------------------------------------- ________________ 이 જ્યાં ફ્લેશ ન હોય, કંકાસ ન હોય, અશાંતિ ન હોય !' એવું રાજ્ય માત્ર એક જ છે !” ‘કયું ?” ‘સંયમ-રાજ્ય !’ શું અમે સંયમ સ્વીકારીએ ” જો જગતના ચક્રવર્તીના દાસ થવું ન હોય, ચક્રવર્તીના ચક્રવર્તી થવું હોય, વગર યુદ્ધે ચક્રવર્તીના મુગટ ઝુકાવવા હોય તો સંયમ સ્વીકારો ! તમારું બધું તજી દો ! અમારા અલખના દરબારમાં આવી જાઓ !' પળભર ૯૮ ભાઈઓ વિચાર કરી રહ્યા. તેઓએ વિચાર્યું કે વિશ્વપિતા પૃથ્વીનું ગમે તેવું રાજ આપશે, પણ ચક્રવર્તીની સત્તાનો હંમેશાં ભય-પડછાયો આપણા પર રહ્યા કરશે. ભરતના અધીન થવું નથી; આપણે તો સ્વતંત્ર છીએ, ને સ્વતંત્ર રહીશું. ‘બસ, ક્ષણ વારમાં અઠ્ઠાણું ભાઈઓ પ્રભુના ચરણમાં બેસી ગયા, ને મને કહ્યું : હે રાજદૂત ! પાછો જા. તારા ચક્રવર્તી રાજાને અમે અમારાં રાજ આપી દીધાં. જડ રાજલક્ષ્મી કરતાં અમને અમારી સ્વાતંત્ર્યલક્ષ્મી વધુ પ્રિય છે. તમારા અધીન થઈને મણિમાણેકના મુગટ પહેરવા, એ કરતાં સ્વતંત્ર રહી હાથમાં ભિક્ષાપાત્ર રાખવું, વધુ શોભાસ્પદ છે.’ હું ઢીલે મને, મારા કામમાં દેખીતી રીતે વિજય મળ્યો છતાં પરાજય સાંપડ્યો હોય તેમ, શ્રમિત પગલે પાછો ફર્યો.’ રાજદૂત હંસે પોતાની વાત અહીં પૂરી કરી. ૪૮ * ભરત–બાહુબલી Page #64 -------------------------------------------------------------------------- ________________ રંગમાં ભંગ રાજદૂત હંસે પોતાની વાત પૂરી કરી, પણ એ વાતનું અંતિમ ચક્રવર્તી રાજાનું હૃદયસંવેદન જગાડી ગયું. પોતાને પૃથ્વીનો ક્યાં તોટો હતો, કે ભાઈઓનાં રાજ આંચકી લે ! આ તો ફક્ત રાજકીય સાર્વભૌમત્વની વાત હતી, અને તેય મુખેથી સ્વીકારી લીધી હોત તો આમાં લેવા-દેવાનું શું હતું? જે વાત સાધારણ માની હતી, એ અતિ અસાધારણ થઈ ગઈ. ચક્રવર્તી મનોમંથનમાં પડી ગયા. તરત મહારાણી સુભદ્રાએ દૂતને આજ્ઞા કરી : જાઓ મહાઅમાત્યને તેડી લાવો !” દૂત મહાઅમાત્યને બોલાવવા પાછો ફર્યો. પટરાણી ચક્રવર્તીની નજીક સરતાં બોલ્યાં : શું રાજાઓની જિંદગાની છે ! ભર્યા ભાણાં પીરસાયેલાં પડ્યાં રહે, ને ખોટી પજોજણમાં કિમતી સમય પસાર થઈ જાય. હું તો થાકી ! મને શી ખબર કે રાજવીની જંજાળો બીજા સંસારી જીવો કરતાં અપાર હશે રે ! આ ખટપટો જ આપણા જીવનનો ઉત્તમ રસ પી જાય છે !” પટરાણીએ પોતાની દેહલતાનો સુંદર અંગમરોડ રચ્યો, – જાણે કામદેવે પોતાનું ધનુષ્ય નમાવ્યું, ને શરસંધાન કરવાની તૈયારી કરી. અંગમરોડ રચતાં પટરાણીનું વક્ષસ્થળ ફાટફાટ થઈ રહ્યું ને છાતી પર બાંધેલા ચર્મરત્નની કિંચુકી તડાકા દેવા લાગી. નેત્રોમાં નિદ્રા ભરાઈ હોય તેમ રાણીએ કમલદલ જેવી આંખ મીંચી, મોં પહોળું કરી, સુંદર દંતપંક્તિઓ દર્શાવતું બગાસું ખાધું. ને પોતાની Page #65 -------------------------------------------------------------------------- ________________ સૌંદર્યભરી દેહનો બોજ જાણે પોતાનાથી ઉપાડાતો ન હોય તેમ, આખી કાયા ચક્રવર્તીની દેહ પર ઢાળી દીધી. આમ્રવૃક્ષને સુગંધ-સૌંદર્યભરી વેલી વીંટળાઈ પડી ! ચક્રવર્તીના દિલમાં એકાએક મન્મથ જાગ્યો. પુષ્પધવાના તીરનો અશ્રાવ્ય ઘોષ સંભળાયો. એમણે સૌંદર્યના ઝરણ જેવી પટરાણીની આખી દેહને બે હાથમાં ફૂલગુચ્છાની જેમ ઉપાડી લીધી ને લઈને અંદરના વિશ્રામખંડ તરફ ચાલ્યા ! જગતના કવિઓને આજ નવી ઉપમા મળી : સૂર્યદેવના બે બાહુમાં ચંદ્રની શુભ્ર કૌમુદી જાણે હીંચી રહી હતી ! સૂરજદેવ જાણે કૌમુદીને હુલાવી રહ્યા, ઝુલાવી રહ્યા ને હૈયે ચાંપી રહ્યા ! - પુરુષ અને પ્રકૃતિની આવી એકતાનતા મહાદેવી સુંદરીના આ આવાસે ઘણે દિવસે જોઈ. ત્યાગની હવાએ અહીંના વાતાવરણને સાવ પલટી નાખ્યું હતું ! અહીંના જ કાસારમાં હંસ અને હંસીનું જોડું રહેતું હતું, પણ વર્ષોથી મિલન પામ્યું નહોતું. કોઈ વાર હંસ આકુળવ્યાકુળ થઈ જતો. એ વેળા હંસી કહેતી : નગરા પુરુષ ! મહાદેવી સુંદરીએ જ આપણને આ કાસારમાં લાવી યુગલ બનાવ્યાં હતાં. પણ આપણી જુગલજોડી સરજી, અને પોતે કેવાં એકાકી બની ગયાં ! મહાદેવી આવું કઠોર તપ કરે, ત્યારે આપણે વળી ભોગ કેવા? વર્ષોના વિયોગી એ હંસરાજે આજ, પટરાણી અને ચક્રવર્તીને વૃક્ષ અને વેલીની જેમ ગૂંથાયેલા જોઈ હસી તરફ ધસારો કર્યો, ને કહ્યું : રે માનુની ! આખી પૃથ્વીને જીતનારાની સ્થિતિ તો જો ! આજ તો તને સાથે લઈને જળવિહાર કર્યા વગર નહિ માનું !' હંસી કહે : “ભલા માણસ ! તારા પહેલાં જ તૈયાર થઈ બેઠી છું. ચાલ ! જો ને, પેલો આંબો નવમલ્લિકાની વેલને કેવો આલિંગી બેઠો છે ! ને આ સૂકી વાદળીઓ, સાગરમાં જળ ભરવા જતી પનિહારીઓની અદાથી, કેવી મલપતી ચાલી નીકળી છે ! ગઈ કાલ એવી હતી, કે અંતર તળાવ જેવું નિઃસ્પદ હતું. આજ અંતરમાં સાગરની ભરતી જાગી છે. ચાલ, હંસલા ચાલ !” બાગમાંનું બુલબુલ આ જોઈ બટમોગરાની ડાળ પર નૃત્ય કરી ઊડ્યું : એણે કહ્યું : ૫૦ ભરત–બાહુબલી Page #66 -------------------------------------------------------------------------- ________________ અરે ! અયોધ્યા નગરીમાં આજે પદ્મિની નારે પગ મૂક્યા. હવે આ ન ખીલતા કદંબ વૃક્ષને એ ઝાંઝરના ઝણકારથી રણકતા સુકોમળ પગની લાત મારશે, કે એ ખીલી ઊઠશે. આ બટમોગરાની વંધ્યા વેલને પૂર્ણકલશ જેવા મુખના બે ગાલમાં જળ ભરીને છાંટશે કે ફૂલડેફૂલડાં જોઈ લો ! ને પેલું મારું પ્રિય અશોકવૃક્ષ ! ઓ ઘેલા ! તું આલિંગન-સ્પર્શ માટે જે મહાન જગતસુંદરીની રાહ જોઈ રહ્યો હતો, એ સુંદરી હવે આવી ગઈ છે ! નાચો, ગાઓ, ખેલો, આનંદ મનાવો !’ આમ જે ભવનમાં ત્યાગની ગંભીરતા હતી, ત્યાં એકાએક આનંદલહરીઓ પ્રસરી ગઈ ! બધે જાણે પ્રકૃતિ ને પુરુષ મળ્યાં ! રે ! એકલી પ્રકૃતિ શા કામની ? એકલો પુરુષ પણ શા ખપનો ? બગીચામાં ભમરા ગુંજારવ કરવા આવી પહોંચ્યા. ફૂલડે ફૂલડે મધુ ઊભરાયાં. બપૈયા વ્યાકુળ વાણી કાઢવા લાગ્યા. ઢેલનો ત્યાગ કરી બેઠેલો રાજમયૂર અનુપમ કળા કરતો પોતાની નવોઢાને મનાવવા નીકળી પડ્યો ! જલકાસારના એક મત્સ્યે પાણીની બહાર ડોકિયું કાઢીને સૃષ્ટિમાં આવેલી નવબહાર નીરખી લીધી, ને ઝટપટ પોતાની પ્રેયસીને ખબર આપવા એ અંદર ડૂબકી મારી ગયું ! થોડી વારમાં આખી મત્સ્યસૃષ્ટિ જાગી ગઈ. સહુ પરસ્પર કહેવા લાગ્યા : અરે ! આપણી જિંદગી નાની અને આ ગંભીરતા કેવી ? ભલે કોઈ બક આપણું ભક્ષ કરી પોતાની પ્રિયતમા સાથે મહેફિલ ઉડાવે, પણ હવે તો સ્વયં આનંદમૂર્તિ બનવું છે, કાં કોઈના આનંદનું નિમિત્ત બનવું છે ! આ ગંભીર જિંદગી ભારે ભારે લાગે છે, અગ્નિ પોતાની જાતને સળગાવે નહિ, એ પહેલાં એનામાં ગરમી ક્યાંથી આવે ? ને બીજાને ગ૨મી પહોંચાડે પણ કેવી રીતે ?” વાતારવણમાં મીઠો સાદ ગુંજી રહ્યો : ‘નાચો ! ગાઓ ! બજાઓ !’ કોકિલે ગીત શરૂ કર્યું. મયૂરે નૃત્ય શરૂ કર્યું. દેડકાએ તાલ આપવા માંડ્યો. રંગમાં ભંગ × ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ બપૈયાએ સૂર આપવા માંડ્યા. સૃષ્ટિ વસંતની નવબહાર લઈને ઊભી રહી. ચક્રવર્તી આ આનંદ-મોહભર્યા વાતાવરણમાં ક્ષણભર સંક્ષુબ્ધ બની ગયા. પોતાની મહાન ભુજાઓમાં સંસારનું સર્વશ્રેષ્ઠ રૂપ પડ્યું હતું. એ મુચકુંદ જેવાં અર્ધખીલ્યાં મોહક નયનો ચક્રવર્તીનાં કાલાગ્નિ જેવાં દુઃસહ નયનોને ઝાંખા પાડતાં હતાં. કમલપુષ્પની રજ જેવો સુગંધી શ્વાસ લેતું એ હૈયું, ચક્રવર્તીના વજ– હૈયાને મીણ બનાવી પોતાના તાલે નચાવતું હતું. ગળામાં પડેલો નાજુક હસ્તનો બંધ, ગજબંધ કરતાં ચક્રવર્તીને છોડવો કઠિન લાગતો હતો. ‘આહ ! આખરે પુરુષ પર પ્રકૃતિનો વિજય થયો !' ચક્રવર્તીએ કહ્યું ને એ રૂપને પીવા પોતાની સુંદર ગ્રીવા નમાવી. ચિત્રકાર ઘેલો થઈ જાય, એવું એ દૃશ્ય હતું. ત્યાં તો ગૃહદ્વારના ટોડલા પર બેઠેલી મેનાએ ખબર આપી : મહાઅમાત્ય પધાર્યા છે. સાથે સેનાપતિ સુષેણ પણ છે !’ ભરી વાદળી વરસ્યા વગર રહી ગઈ. ચક્રવર્તી પટરાણીને પાસેના પર્યંક પર સુવાડી બહાર નીકળ્યા. મહાઅમાત્યને તો પોતે બોલાવ્યા હતા; પણ સેનાપતિ સુષેણ સાથે શા માટે ? પોતાના પૃથ્વીવિજયના સદાના સાથીદાર આ મહાસેનાપતિને ચક્રવર્તી મહારાજે હવે આસાએશ લેવાની અનુજ્ઞા આપી હતી. પછી અત્યારે અહીં શા માટે ? કંઈ ઉપાધિના તો વર્તમાન નહિ હોય ને ? મહત્ત્વની કામગીરી સિવાય નિવૃત્ત સેનાપતિ મુલાકાતે ન આવે ! રંગભીના રસિક કંથ બનેલા ચક્રવર્તીનું મસ્તિષ્ક પળવારમાં કાવ્યસૃષ્ટિ છાંડી, રાજકારણી રંગમાં ઝબકોળાઈ ગયું. શંકા, આશંકા ને ખટપટના વિચારોએ મનનો કબજો લઈ લીધો. આ પળે પટરાણી સુભદ્રાનું મુખ પણ રક્તવર્યું બની ગયું. રે, પોતાના રાજમાં દખલ કરનાર આ રાજકારણ કેવું નફ્ફટ છે ! હજી તો પ્રેમના પ્યાલામાં રસનાં પ્રથમ રસાયન ઘોળવાં શરૂ કર્યાં હતાં, ત્યાં આ વિક્ષેપ ! પટરાણી રોષમાં ને રોષમાં પર્યંક પર પડ્યાં રહ્યાં ! મુખનો વર્ણ સિંદૂરવર્ણો બની ગયો. સંધ્યાનો સૂરજ ધરતીને ઓશિકે પળવાર આરામ લેવા ૫૨ * ભરત–બાહુબલી Page #68 -------------------------------------------------------------------------- ________________ આડો થાય, તેવું દશ્ય રચાઈ ગયું. મહાઅમાત્યજી !” ભરત–બાહુબલી બહાર આવીને તેમનું સ્વાગત કરતાં કહ્યું. અવાજમાં જરાક કંટાળો લાગતો હતો. પીરસાયેલા ભાણા પરથી ભૂખ્યા ઊઠવા જેવી એમની સ્થિતિ હતી. રાજદૂત હંસની બધી વાત સાંભળી ને ? જી સ્વામી !” અઠ્ઠાણુંયે અઠ્ઠાણું ભાઈઓએ, આપણી અધીનતા સ્વીકારવાને બદલે, રાજ આપણને સોંપી દીધાં, ને પોતે મુનિ બની ગયા !” 'મહારાજ ! રાજકારણમાં આડીઅવળી વાતોને સ્થાન ન હોય. તેઓ મુનિ થયા કે મહાત્મા, એ સાથે આપણને નિસ્બત નથી. નિસ્બત છે, માત્ર અધીનતા સાથે. તેઓએ આપણી અધીનતા સીધી રીતે ન સ્વીકારી –' પણ આખેઆખાં રાજ આપણને આપી દીધાં.' ચક્રવર્તીએ અડધેથી વાક્ય જોડી દીધું. તેમના અંતરમાં વહેતું ભ્રાતૃપ્રેમનું ઝરણ રાજકારણી પહાડોના અંતરાયને ભેદીને જાણે બહાર નીકળવા માગતું હતું. તો બસ, રાજ આપણને અધીન થયાં, એટલે આપોઆપ રાજા ને પ્રજા બંને આપણને અધીન બની ગયાં. મહારાજ ! આ તો અધીનતા સ્વીકારવાનો એક જુદો પ્રકાર માત્ર છે. બહાદુરી સાથે પીછેહઠ !” મહાઅમાત્યે કહ્યું. એમના શબ્દોમાં મુત્સદીની હિમ જેવી શીતલતા હતી. “મહાઅમાત્યજી ! ભરતદેવે કહ્યું. “એ રાજ્યો લઈ લેવાને મારું દિલ ના ભણે છે.'' તે અમે પણ ક્યાં એમ કહીએ છીએ ? એ રાજ્ય આપના ભાઈઓના પુત્રો ભલે ભોગવે. આપણને ખપે માત્ર અધીનતા.” કદાચ તેઓ પણ અધીનતા ન સ્વીકારે તો ?' “તો ચક્રવર્તીની સેના સજ્જ છે. ત્યાં કોઈની શેહ–શરમ નહિ ચાલે, મહારાજ ! આ તો રાજનાં કાજ છે.' મહાઅમાત્યજી ! પણ એમ કરવા મારું મન વધતું નથી.' “શું મહારાજ યુદ્ધથી થાકી ગયા ? મહારાજ ! રાજ્ય તો એક મોટી જાળ જેવું છે. બે મત્સ્ય પર દયા કરો, એમને તંતુકાળની મર્યાદા બહાર વહી જવા જાળના બે દોરા ઢીલા કરો, તો બધા દોરા ઢીલા થઈ જશે, ને એક પણ મત્સ્ય જાળમાં રહેશે નહિ; બબ્બે અલગ અલગ થઈને આખી જાળને રંગમાં ભંગ પડે Page #69 -------------------------------------------------------------------------- ________________ નિરર્થક બનાવશે. મહામંત્રી બોલ્યા. થોડી વાર થોભીને, વૃદ્ધજન જુવાનને શિખામણની વાત શીખવે તેમ, એમણે કહ્યું : - રાજાને કોઈ સગું નહિ, કોઈ વહાલું નહિ, એનું સગું રાજ. એ રાજને જે મજબૂત બનાવે છે તેનો બંધુ-મિત્ર. જે હાનિ પહોંચાડવા ઇચ્છે, તે શત્રુ. આપનો ભ્રાતૃપ્રેમ અમે જાણીએ છીએ. પણ મહારાજ ! આ તો રાજનાં કાજ છે. મહાસેનાપતિ સુષેણ એક અતિ મહત્ત્વના સમાચાર લઈને આવ્યા છે. આપના અઠ્ઠાણુ ભાઈઓની વાત તો એક રીતે પતી ગઈ. હવે આપના ભત્રીજાઓને રાજ જોઈતાં હોય તો, અયોધ્યાના દરબારમાં ઉપસ્થિત થાય, ને લઈ જાય. પણ મહાસેનાપતિ એક નવા સમાચાર લઈને આવ્યા છે.” “બસ, મહાઅમાત્યજી ! એક વાત પૂરી થઈ. સેનાપતિજીને બીજી વાત કરવી હોય તો પછી આવે ! રાજા થયા એટલે શું માણસ મટી ગયા ?” પીંક પર પડેલાં પટરાણી એકદમ સફાળાં બેઠાં થઈને બહાર ધસી આવ્યાં. એમના મુખ પર કોપની લાલિમા કંકુ વેરી રહી હતી. - રસિક સ્ત્રીનો રોષ રસિયા પુરુષને ભ્રમર બનાવી દે છે. ને એ પુરુષ બહાવરો બની સુંદરીના રોષના ગુલાબને ચૂંટી લેવા અધીરો બને છે ! પટરાણીજી ” મહાસેનાપતિ સુષેણ એક કદમ આગળ વધ્યા, ને મુખમાંથી આટલું જ વેણ વદ્યા. દેરાના દેવ જેવા એ સેનાપતિ દુર્ઘર્ષ બનીને ઊભા રહ્યા. એમની આંખોમાં કાલાગ્નિની જ્યોત જેવી તેજરેખા ઝગી રહી. વર્ષોથી ભરત ચક્રવર્તીને સાથ આપનાર આ વયોવૃદ્ધ યોદ્ધા સામે જોવાની તાકાત ખુદ ચક્રવર્તીમાંય નહોતી, તો પટરાણીની તે શી વિસાત ! રાણીજી ! તમે ચક્રવર્તીનું રત્ન છો, ચક્રવર્તી નથી. આ વાત ચક્રવર્તીપદની પ્રતિષ્ઠાની છે !” સેનાપતિએ મેઘગર્જના જેવા સ્વરે કહ્યું. મારી ભૂલ થઈ. ચક્રવર્તીની પ્રતિષ્ઠા એ મારો પ્રાણ છે !” પટરાણીએ સુંદર મુખડું નીચું નમાવી, રત્નકણિકા જેવા પગના નખથી પૃથ્વી ખોતરતાં કહ્યું. પોતાના બોલ માટે પટરાણીને પશ્ચાત્તાપ થઈ રહ્યો હોય તેમ લાગ્યું. ‘ચિરંજીવ રહો, મહારાણી ! સેવકો પર સદા અનુગ્રહ રાખજો !” સેનાપતિએ નમન કરતાં કહ્યું. ને પછી ચક્રવર્તી સામે જોયું. | ‘કદી સેવક કહેવા જોગ છે, કદી સેવ્ય સાંભળવા જોગ છે. સેવકસેવ્યનો સંબંધ નાવ–નદી જેવો છે. ભારતસમ્રાટ ભરતદેવે કહ્યું. આ શબ્દોએ ૫૪ ભરત–બાહુબલી Page #70 -------------------------------------------------------------------------- ________________ એમના ભવ્ય ઉદાર વ્યક્તિત્વને પ્રગટ કર્યું. ધન્ય, સ્વામી, ધન્ય ! બે વાક્યોમાં આપે આપની મહાનુભાવતા પ્રગટ કરી. આપનું આ અદ્ભુત જાદુ છે, જે આપના સેવકોને આપના એક શબ્દ પર મસ્તક ડૂલ કરતાં સંકોચ કરવા દેતું નથી. દેવ, એક જરૂરી નિવેદન કરવાનું છે.' સેનાપતિએ કહ્યું. સહર્ષ કહો. હું એના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરીશ. સેનાપતિજી નિશ્ચિંત રહે.’ ભરતદેવે આડકતરી રીતે પોતાની સ્વસ્થતા સૂચિત કરતાં કહ્યું. સેનાપતિ એક કદમ આગળ વધ્યા, ને બોલ્યા : સ્વામી ! છ ખંડ પૃથ્વીને જીતીને આપ સ્વ-નગરીમાં પુનઃ પધાર્યા; પ્રજાએ ભવ્ય પ્રવેશ-ઉત્સવ પણ ઊજવ્યો, સૈનિકો પણ આનંદહેલી મચાવતા સ્વગૃહ તરફ ચાલ્યા ગયા. પણ આપનું ચક્રરત્ન હજી નગરીમાં પ્રવેશ કરતું નથી; અને વિજયપ્રસ્થાને જવા તત્પર બન્યું હોય તેમ, ફ૨ી વીજળીની જેમ ઝબકારા મારી રહેલ છે. એનો અધિષ્ઠાયક સામંતવર્ગ એક ડગલુંય પાછળ દઈ શકતો નથી.' તો શું હજી મારે જીતવા લાયક કોઈ વ્યક્તિ બાકી છે ?” ભરત– બાહુબલી જરા આવેશથી કહ્યું. એમનું મુખ તપાવેલા તાંબાના જેવા વર્ણવાળું બની ગયું !‘ શું કોઈ પતંગિયું હજી ચક્રવર્તીની આગ સાથે રમત રમવા હોંસીલું રહ્યું છે ” ‘મહારાજ ! આપના પુરુષાર્થરૂપી અગ્નિથી નિઃશેષ પૃથ્વી નિષ્કંટક બની ગઈ છે. આપનો શબ્દ એ સર્વત્ર આજ્ઞારૂપે પ્રસરી ગયો છે. જગતના પટ ૫૨ એવો કોઈ જીવ નહિ હોય જે આપની અધીનતામાં પોતાની સલામતી ને પોતાનું શ્રેય માનતો ન હોય. પણ–' સેનાપતિ બોલતાં અટક્યા. મહામંત્રીએ સેનાપતિએ અડધે મૂકેલું વાક્ય ઉપાડી લેતાં કહ્યું, ચક્રરત્ન જ્યારે નગરમાં પ્રવેશ નથી કરતું, ત્યારે સ્વાભાવિક છે કે આપની આજ્ઞાને ન સ્વીકારનાર કોઈ મદોન્મત્ત પુરુષ હજી જિતાવો બાકી રહ્યો હોવો જોઈએ.’ કોણ છે એ બે માથાંવાળો માનવી ” ચક્રવર્તીના રોષનો જ્વાલામુખી ફાટ્યો. એમના અવાજે ભયંકર પડઘો પાડ્યો પછી એમણે સેનાપતિને પૂછ્યું : તમે એનું નામ જાણો છો ? ‘જી સ્વામી !’ રંગમાં ભંગ ઃ ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ કોણ છે એ માનવી ? દેવ છે કે દાનવ ? સંસારને પોતાના તાપથી ને આતાપથી પ્રકાશિત કરનાર મહાદીપકની સામે અડપલું કરનાર એ મુદ્ર આગિયો કોણ છે ?” મહારાજ ! નામ દેતાં મન કચવાય છે. ઓહો, ક્યાં બંધુપ્રેમની જીવંત મૂર્તિ આપ અને ક્યાં આપના બંધુઓ ! સત્તારૂપી મહાદીપક સાથે અડપલું કરનાર છે આપના લઘુબંધુ !' સેનાપતિએ કચવાતે મને કહ્યું. “કોણ ? બાહુબલી ?” જી હા, અમે તેઓને આપના અભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું પણ તેઓએ અમારા નિમંત્રણનો તિરસ્કાર કર્યો. અને મહારાજ, અમારા નિમંત્રણનો તિરસ્કાર એ.....' સેનાપતિને અધવચ્ચે બોલતાં રોકીને ચક્રવર્તી બોલ્યા : ‘તમારા નિમંત્રણનો તિરસ્કાર એ મારી સત્તાનો તિરસ્કાર છે. મારી સત્તાનો તિરસ્કાર એ મારી હસ્તીનો તિરસ્કાર છે. હું એ કદી સાંખી શકીશ નહિ. રાજકારણમાં ભાઈ જોવાતો નથી, બલ્ક ભાઈથી વિશેષ ચેતવાનું હોય છે.' ચક્રવર્તી રાજાએ કહ્યું ને હાકલ કરી : “જાઓ, રાજદૂત હંસને હમણાં ને હમણાં પ્રવાસ માટે સજ્જ કરીને મારી પાસે મોકલો !” ૫૬ ભરત–બાહુબલી Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ અને સમષ્ટિ સંધ્યાના તારા જેવી વેધક આંખે ભારતવર્ષના સ્વામી ભરતદેવ બેઠા છે. રાજદૂત હંસને તેડવા ગયેલો પરિચારક હજી પાછો ફર્યો નથી. અંતરમાં ભારે મનોમંથન જાગ્યું છે. મનની કપરી કસોટી આવીને ઊભી રહી છે. પૃથ્વીના વિશાળ પટ પર વિજય સાધતાં આટલી ચિંતા કદી થઈ નહોતી. કાં યુદ્ધ, કાં અધીનતા, સૌને માટે બે જ સંદેશ હતા, હરકોઈ માટે બે જ આદેશ હતા. પણ આજે એક પિતાના સંતાન વચ્ચે યુદ્ધનો નાદ ગજવતાં કે અધીનતાનો આદેશ આપતાં ખૂબ સંકોચ અનુભવાતો હતો. પણ ત્યારે શું ચક્રવર્તીનો હાથી આખી દુનિયા પાર કરીને છેવટે પૂંછડે અટકીને ઊભો રહે ? ન બને, ન બની શકે ! રાજાના પોતાના આગવા ધર્મો છે, એ ધર્મો પાળવા ચક્રવર્તી માટે પણ અનિવાર્ય હતા. આ વખતે મહાઅમાત્યે પોતાની લાંબી ધોળી પાંપણોવાળાં નેત્રોને ચક્રવર્તી પણ ઠેરવતાં કહ્યું : જાણું છું, કે જગતવિજેતાનું હૃદય વજ્રથી કઠિન ને ફૂલથીય કોમળ છે. એમાં પણ આપ તો અદ્વિતીય બંધુવત્સલ છો. પણ કેટલાંક કાર્યો એવાં હોય છે કે, ભાવનાની રીતે સુંદર લાગે છે; પણ કર્તવ્યની દૃષ્ટિએ અસુંદર ! પણ ભાવના અંગત વસ્તુ છે; કર્તવ્ય એ સમષ્ટિ સાથેનો વ્યવહાર છે. અને એ જ કારણે કઠોર કર્તવ્યદેશમાં કોઈ છટકબારી શોધી શકાતી નથી. જગત જાણે છે, આપને રાજ્યની, પૃથ્વીની, સુવર્ણની કોઈ આકાંક્ષા નથી, ફક્ત ચક્રવર્તીપદને ઉચિત અધીનતાની જ ખેવના છે; અને તે પણ નાનાભાઈ પરત્વે ૯ – Page #73 -------------------------------------------------------------------------- ________________ છે. જન્મથી જે નાનો છે એ નાનો છે; મોટો છે એ મોટો છે. માટે આપ મનમાં યત્કિંચિત્ પણ વિષાદ ન અનુભવશો, બંધુવત્સલ !” મારા અઠ્ઠાણુ ભાઈઓનાં રાજનું શું ? હું લૂંટારો નથી, રાજવી છું ! સ્વામીના શાસનની શ્રેષ્ઠતા માટે હવે કશું કહેવાપણું રહ્યું નથી, એમના પુત્રોને રાજ સુપરત કરી દીધાં છે. અને આ રાજ પણ આપણે ક્યાં લેવું છે ?” મહાઅમાત્યે કહ્યું. “મહાઅમાત્ય ! તમારા ખોળામાં તો અમે મોટા થયા છીએ. તમે બાહુબલીને તો પિછાણો છો. કેવો સુંદર એ છે ! મારો વર્ણ સૂરજ જેવો તેજસ્વી છે – જોનારની આંખો જ અંજાઈ જાય; પણ એનો તો પ્રિયંગુલતા જેવો સુંદર શ્યામ વર્ણ છે. મોં પર કેવી કાંતિ ઝળહળે છે ! ચક્રવર્તી પોતાના બંધુને યાદ કરી રહ્યા. “સ્ત્રી તો ઠીક, પુરુષ પણ એના પર મુગ્ધ થઈ જાય, એવી એની સુંદરતા છે. બધા એને કામદેવનો અવતાર કહે છે. કેસરી સિંહની જેમ એની કટિ કુશ છે. મંદિર સમાન વિશદ એનું વક્ષસ્થળ છે. સ્તંભ સમાન બન્ને હસ્ત છે. મંગળકુંભ જેવા ખભા છે. પોયણાં જેવાં એનાં નેત્રો કર્ણપર્યન્ત દીર્ઘ છે. રમતમાં એ ઘણી વાર મને હરાવતો અને પછી ખુદ હારીને મને જિતાડતો !' ચક્રવર્તી ક્ષણ વાર થોભ્યા ને વળી બોલ્યા : મારી વાત શું કહું ? મને સતત વિજયનું ભાન રહેતું. એ રમત ખાતર રમત રમતો. હારજીત એને મન કંઈ વિશેષ નહોતા. સુંદરીઓ વાળીની જેમ એની ચારેતરફ ઘૂમ્યા કરતી. પણ ઉનાળાના જવારાની જેમ એ કોરીધાકોર રહેતો.' ચક્રવર્તી વાત કરતા થંભ્યા. એમની આંખ ગુજરેલા સમયના રમણીય પડદાઓને વીંધી રહી હતી ! “મહારાજ ! આપ જે વાત કહો છો એથી તો આપણે જે કામને ભાલા જેવું મોટું માનીએ છીએ, એ સોય જેવું હળવું બની જશે. વિનયી લઘુબંધુ બાહુબલી વડીલ બંધુના આદેશને વિનમ્રતાથી જરૂ૨ સ્વીકારશે.' મહાઅમાત્યે ચક્રવર્તીને પોતાની વાત ગળે ઉતારવા કહ્યું. અને કદાચ ન સ્વીકારે તો ?” તો યુદ્ધ એ જ આજનો યુગધર્મ ! શાસ્ત્રમાં કહ્યું છે કે ધનવાન પિતાએ પુત્રથી પણ ભીતિ રાખવી. પુત્રાણિ થનમાનાં પતિ:) એમ રાજાએ તો પોતાને ૫૮ ભરત–બાહુબલી Page #74 -------------------------------------------------------------------------- ________________ અધીન નહિ એવા સહુ કોઈની ભીતિ રાખવી પડે. નીતિશાસ્ત્રમાં પારંગત સ્વામી પોતે પણ ક્યાં જાણતા નથી કે નાનો એવો રહી ગયેલો તીખારો આખા ગામને બાળે છે.' મહાઅમાત્યે કહ્યું. મારો ભાઈ બાહુબલી તીખારો ? આગનો તણખો ? હીન ઉપમા આપી તમે !' ચક્રવર્તીએ મહાઅમાત્યની ઉપમાને નાપસંદ કરતાં કહ્યું. જાણું છું, સ્વામી ! જાણું છું કે સ્વામીના બંધુવત્સલ હૃદયને મારા આ શબ્દોથી જરા ઠેસ લાગી. પણ મહારાજ ! બીજી ઉપમા આપું : પાણીના આખા બંધમાં રહેલું એક છિદ્ર ઘણી વાર આખા બંધને નષ્ટ કરી નાખે છે.' મારો ભાઈ મારું છિદ્ર ” વળી ચક્રવર્તીએ પ્રશ્ન કર્યો. એમના મનમાં એક વાવાઝોડું જાગ્યું હતું. વજ્ર જેવા મનને એ અસ્થિર બનાવી બેઠું હતું. સ્વામી ! એક બંધુવત્સલ ગૃહસ્થને શોભતી ને લાખોના પાલનહાર ચક્રવર્તીને અશોભતી આ કેવી સુકુમાર મનોદશા ! મહારાજ ! સંસારનો એક સામાન્ય માનવી પણ પોતાના ઘરની સલામતી માટે કેટલી કર્તવ્યપરાયણતા દાખવે છે ! કોઈ વાર એ પત્નીને દબાવે છે, કોઈ વાર પુત્રને, તો કોઈ વાર પુત્રવધૂને ! વખત કટોકટીનો આવે તો, કોઈ વાર પત્નીનો, પુત્રનો, પુત્રવધૂનો એ ત્યાગ પણ કરે છે. શું એ ત્યાગ વખતે એના અંતરમાં પ્રેમ નહિ હોય ? પણ મહારાજ ! સમાજધર્મ એવો કઠિન છે, અને એથીય કપરો છે રાજધર્મ. સ્વામી ! રાજધર્મના પાલનનો ખ્યાલ કરો ! સ્નેહના તંતુઓથી કર્તવ્યના માર્ગને રૂંધી ન નાખો. કાલે ઇતિહાસમાં એમ ન લખાવું જોઈએ કે ચક્રવર્તીનું મહાન સામ્રાજ્ય એક અંગત સ્નેહભાવથી નષ્ટ થયું. એક તરફ રાજના હજારો પ્રજાજનોની ભલાઈ છે, એક તરફ આપનો નિર્મળ સ્નેહતંતુ છે.' મહાઅમાત્યે જાણે ચક્રવતીને યુદ્ધ માટે સજ્જ કરવા માંડ્યા. ‘વારુ, વારુ મહાઅમાત્યજી ! રાજકાજમાં હવેથી મારા અંગત સ્નેહસંબંધો આડે નહિ લાવું. પણ જુઓ, પહેલાં બાહુબલીને પ્રેમથી સંદેશો પહોંચાડો, પછી ન સમજે તો જ આજ્ઞા આપો ! આજ્ઞા ન માને તો કઠોર દંડ માટે તૈયાર રહેવા હાકલ કરો ! પૂંછડે હાથીને નહિ અટકવા દઉં !” ચક્રવર્તીએ ઉત્સાહમાં આવીને કહ્યું. સારું છે કે, મહાઅમાત્યજી સાથે છે’ મહાસેનાપતિ સુષેણે હવે વચ્ચે પોતાની વાત શરૂ કરી, ‘હું એકલો આવ્યો હોત તો સ્વામી એમ જ કહી દેત કે તને યુદ્ધભૂમિ વગર ને યુદ્ધ વગર ગમતું નથી; માટે આ વાત લઈને વ્યક્તિ અને સમષ્ટિ * ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ આવ્યો છે ! પ્રભુ ! સાચું કહું છું, આ શસ્ત્રો હવે વેઠવાં ગમતાં નથી. દિલને અને દેહને શ્રમ અકળાવી રહ્યો છે; પણ એ તો અંગત સુખદુઃખ થયાં. એક સામ્રાજ્યને વહન કરનારનો મિજાજ ત્યાં જુદો હોવો ઘટે. જે સામ્રાજ્યનો સ્વામી થયો એનું અંગત ચાલ્યું ગયું !' મહાસેનાપતિએ પોતાની વાત પૂરી કરી. અરે ! પિતાજીએ પ્રથમ વ્યક્તિ ઘડી, પછી સમાજ રચ્યો, પછી સમાજની સુરક્ષા માટે રાજ સ્થાપ્યું; ને છેવટે એ રાજને ધર્મ પર ન્યોછાવર કરી દીધું. એમણે એમ બતાવ્યું કે ધર્મ પ્રથમ છે, રાજ પછી છે. મને એમ લાગ્યું કે રાજ પહેલું છે, ધર્મ પછી છે. રાજ મજબૂત હોય, સુશૃંખલ હોય, સુવ્યવસ્થિત હોય, તો વ્યક્તિ, સમાજ ને ધર્મ ત્રણે ખીલે છે; પણ રાજ ઢીલું હોય તો ત્રણે વસ્તુ વણસે છે : પશુમાંથી માણસ થયેલો ફરીથી પશુતામાં પ્રવેશે છે. માણસને માણસ રાખનારા એ રાજને મેં મહારાજ્ય કર્યું; એને માટે દિવિજય સાધી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું ; આખી પૃથ્વીને એક તંતુએ બાંધી. પિતાજી પ્રેમ પર રાજ ચલાવવા ઇચ્છતા, પણ ઘણી વાર પ્રેમ નિર્બળ તંતુ નીવડ્યો; અને મેં ભય ૫ર સામ્રાજ્યની અતૂટ દીવાલ ખડી કરી !' ચક્રવર્તી ફરીવાર વિચારણામાં ઊતરી ગયા. બંધુ પ્રત્યેનું મમતાવાન હૃદય ગમે તેમ કરી પરિસ્થિતિ ભૂલવા માગતું હતું. સ્વામી ! પ્રેમ અને ભય, બેમાંથી રાજ્યની સુખ-શાન્તિ માટે શું જરૂરી, એની નિર્ણાયક ઘડી નજર સામે આવીને ખડી થઈ છે. જોઈએ, પ્રેમ જીતે છે કે ભય ?” મહાઅમાત્યે વાતનો દોર મૂળ વાતની નજીક આણતાં કહ્યું. સુંદર ! સુંદર ! આપણે રાજદૂત હંસને એ વિષે ખાસ સૂચના આપીશું. જોકે એ તો વિવેકચક્ષુ છે; છતાં કહેવા પૂરતું પણ કહી દઈએ.' ચક્રવર્તી જાણે પોતાના જિગરના ઘાવને પોતે મલમપટ્ટી કરતા હતા. રાજદૂત હંસ એ વખતે ત્યાં આવી લાગ્યો. એણે નમસ્કાર કરતાં કહ્યું : ‘મહાદેવી સુભદ્રા મને મળ્યાં. તેઓ આજની રાતને બહુ મહત્ત્વ આપે છે. કહે છે કે, જોજો, ચક્રવર્તી સામ્રાજ્યરસમાં જીવનના અન્ય રસોને વિસારે ન પાડે. તેઓ શિલ્પકારની સાથે જ છે, ને સરયૂ નદી જ્યાંથી વળાંક લે છે, ત્યાં અરીસાભવન માટે જગ્યા નક્કી કરી છે. અત્યારે જળવિહાર માટે એક નૌકા સજ્જ કરાવી રહ્યાં છે.’ રાજદૂત હંસ બોલતાં થોભ્યો. થોડી વારે એણે આગળ કહ્યું : ‘મહારાણી ઇચ્છે છે, કે આપ સામ્રાજ્યનું કામ જલદી ૬૦ * ભરત–બાહુબલી Page #76 -------------------------------------------------------------------------- ________________ આટોપી ત્યાં જઈને તેમને મળો. તેઓની એવી ચાહના છે કે મહાઅમાત્ય ને સેનાપતિની હાજરીમાં ચક્રવર્તીના કામકાજનું સમયવાર વિભાજન કરવામાં આવે : અમુક નિયત સમય રાજકાજને માટે, અમુક સમય નિત્યકર્મને માટે અને અમુક આનંદપ્રમોદને માટે રાખે. અને નિયત સમયે જ નિયત કામ થાય; નહિ તો રાજકાજ તો ભૂતના પગ જેવું છે : જેટલા ઊંચકવા મથો, એટલા લાંબા થતા જાય !' ભરત–બાહુબલી આ સાંભળી મલકી રહ્યા, થોડી વારે બોલ્યા, મહાઅમાત્યજી ! જોયું ને, ચક્રવર્તી જગત પર શાસન કરે, ને ચક્રવર્તી પર અન્ય કોઈનું શાસન ચાલે. ઘણી વાર એમ લાગે છે કે, રેશમના કીડાની જેમ, હું પણ મારી આસપાસ મારે હાથે જ બંધનો તો બાંધી રહ્યો નથી ને ?” હવે આત્મપરામર્શની પદ્ધતિ મહારાજ છોડે તો સારું. લઘુતા લઈએ તો પહાડ પણ કંકર લાગે. અમે જાણીએ છીએ, કે આપનું બંધુવત્સલ હૃદય વ્યાકુળ બની બેઠું છે. ને એ જ બંધુતા આપને આ બોલાવે છે. દૂતને સૂચના આપી રવાના કરો, એટલે આજની વાતનો છેડો આવે, ને...' મહાઅમાત્ય બોલતા થોભ્યા. ‘હંસ ! તું વિવેકચક્ષુ છે. બાહુબલને તો તું જાણે છે : અમુક વાતમાં જરા તીખો છે; બાંધછોડમાં ઓછો માને છે. તું પ્રથમ તેને મળે ત્યારે પહેલાં મારા આશીર્વાદ કહેજે ! હું આનંદમાં છું, ને તમારા બધાની કુશળતા પૂછી છે, એમ કહેજે. સમજ્યો ?” ચક્રવર્તીના શબ્દોમાં ભીનાશ હતી. જી હા.’ હંસ બોલ્યો, ‘પછી ?....’ પછી કહેજે, ઘણા વખતથી તને નીરખ્યો નથી, ઘણા વખતથી સાથે રમ્યા નથી, તે અમને ભૂલી તો ગયો નથી ને ? એક વાર અયોધ્યા આવવાનું કહેવરાવ્યું છે !' ભરતદેવ આટલું બોલી થોડી વાર થોભ્યા. પણ મહારાજ ! આવાં ટાયલાં કરવા; એ કમજોર રાજનીતિ છે ! ભલા, આ પ્રસ્તાવના બાંધ્યા પછી મૂળ વક્તવ્ય ક્યારે કહેવાનું ?” સેનાપતિ સુષેણના લડાયક મિજાજને ચક્રવર્તીની આ દીર્ધસૂત્રિતા ન રુચિ. એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. આવા સ્પષ્ટ વક્તવ્યનો એને જન્મસિદ્ધ અધિકાર મળેલો હતો. ચક્રવર્તી અંગત પરિજનો સાથે શિષ્ટાચારનો પડદો ન રાખતા. અરે સુષેણ ! પણ એટલી ઉતાવળ શી છે ? પહેલો એ મારો લઘુબંધુ વ્યક્તિ અને સમષ્ટિ * ૬૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ છે, પછી પોતનપુરનો રાજા છે. પહેલાં હું ભાઈને ઉદ્દેશી કુશળવર્તમાન પુછાવું છું. હંસ, પૂછજે કે સ્વાથ્ય તો સુંદર છે ને ? પરિજન ને સ્વજનો સંતુષ્ટ છે ને ? રાજમાં રાજશત્રુ તો વધ્યા નથી ને ? પ્રજાને પૂરતું રક્ષણ ને પૂરતો ન્યાય તો મળે છે ને ? હંસ સાંભળી રહ્યો, ને જાણે ચક્રવર્તીની સૂચના લક્ષમાં લઈ રહ્યો હોય તેવો ભાવ દર્શાવી રહ્યો. પણ મહાઅમાત્યને હવે ધીરજ નહોતી. એમને મનમાં ભારે આશ્ચર્ય જાગ્યું હતું : ભરતદેવ અત્યારે કોઈ દિવસ ન બતાવેલું મનઃશૈથિલ્ય દર્શાવી રહ્યા હતા. એમણે કહ્યું, હવે મુખ્ય વાત પર આવો, મહારાજ ! રણમાં જેનું તીર કદી લક્ષ્ય ચૂકતું નહિ, એ વિશ્વમહારથીની વાણ આજે કેમ લક્ષ્ય ચૂકે છે ?” ‘હંસ ! આટલી વાત તું સ્નેહાન્દ્ર સ્વરે કરજે,” એટલું કહીને ચક્રવર્તી જરા સ્વસ્થ થયા, ટટાર બેઠા ને બોલ્યા : અને પછી પણ નિરર્થક કઠોર ન બનીશ. આપણા વિજયોની વાત કરજે. સંસારમાં આપણે સ્થાપેલા એકચક્રી રાજની વાત કરજે. તમારા મોટા બંધુની આજ્ઞા આકાશ-પાતાળ ને ચાર દિશા ને ચાર વિદિશામાં પ્રસરી છે, એ કહેજે. ચક્રવર્તીએ પોતાના કઠોર શાસનથી સંસારમાં સબલ નિર્બળને ખાય એવો મસ્ય–ગલાગલ ન્યાય કેવી રીતે દૂર કર્યો, એ સુંદર છણાવટ સાથે કહેજે. સમજ્યો ને ?” ભરતદેવ કોઈ છાત્રને ચીપી ચીપીને પાઠ આપતા હોય તેમ બોલ્યા. હિંસે હકારમાં ડોકું ધુણાવ્યું. ચક્રવર્તી આગળ બોલ્યા : સંસારના પ્રત્યેક રાજાએ અને લોકનાયકે ભરતદેવની આજ્ઞાધીનતામાં ગર્વભંગ નહિ, પણ ગૌરવ જોયું છે, એ સમજાવજે ! એવી વાણી, એવો શબ્દવિન્યાસ વાપરજે કે મારો ભાઈ નાચી ઊઠે. વળી કહેજે કે ચક્રવર્તીને યોગ્ય સ્ત્રીરત્ન પણ મળી ગયું છે. એનું નામ સુભદ્રા. એ ગજવત્સને ગોવત્સની જેમ રમાડે છે, હીરાને ચપટીમાં ચોળી ચૂર્ણ કરી નાખે છે.” ભરતદેવ થોભ્યા. મહારાજ દૂતવિદ્યા માટે મને નહિ કહેવું પડે. આપ જે કહો છો, તે રીતે જ વાત કરવાનો મેં વિચાર કરી રાખ્યો છે. ગોળથી કામ સરતું હોય તો ઝેરનો પ્રયોગ દૂતની અણઆવડત લેખાય. પણ છેવટે આપણે ૬૨ ભરત–બાહુબલી Page #78 -------------------------------------------------------------------------- ________________ આપણી વાત સ્પષ્ટ તો કરવી જ પડશે ને ! એ કથિતવ્ય કેવું હશે ?” રાજદૂત હંસને પણ ચક્રવર્તીની આ દીર્ઘસૂત્રિતા ગમતી ન હોય તેમ લાગ્યું. અને કહેજે, ચાલો અયોધ્યા ! અભિષેકની રાજસભામાં નથી આવવું ? મોટાભાઈને ત્યાં આવો મહોત્સવ હોય ને નાનોભાઈ ન આવે ? સહુ ૨મે, જમે ને આનંદ કરે; ને નાનોભાઈ ઘેર બેસી રહે, એ મોટાભાઈને કેવું લાગે ? ને હંસ ! તું આટલું કહીશ કે ચડપ લઈને એ ચાલવા તૈયાર થશે ! હું જાણું છું, એ તેજી ઘોડો છે.’ મહારાજ આપ આજે વાતની પકડ કેમ ખોઈ રહ્યા છે ? આપને જ્ઞાન છે કે અભિષેકની રાજસભાના સમાચાર તો અમે ત્રણ ત્રણ વાર મોકલ્યા, પણ જવાબ પણ વાળવો કેવો ? મહાઅમાત્યે કહ્યું. જવાબ આપ્યા વગર તો ન ૨હે.’ ભરતદેવે બચાવ કરતાં કહ્યું, ‘એવો એ સાવ અવિનયી તો નથી !” જવાબ આપ્યો, પણ ન આપ્યા જેવો. બધું સાંભળીને બોલ્યા, વારુ દૂત ! ઉચિત હશે તે જરૂર થશે.’ બસ, પછી આવવા કે જવાની વાત કેવી !’ રાજદૂત હંસે સ્વાનુભવ કહ્યો, ને વધુમાં પૂછ્યું : આ બધી સૂચનાઓ સાથે મહારાજ એ સૂચના પણ આપે કે આટલા વિનય-વ્યવહાર પછી પણ જો. જવાબ રુક્ષતાભર્યો મળે તો મારે પછી ચોખ્ખા શબ્દોમાં ચોખ્ખચોખ્ખું કહેવું કે નહિ ?” જરૂર કહેવું.’ ભરતદેવે કહ્યું. ‘શું કહેવું ?” હંસે પૂછ્યું. જે કહેવાનું છે, તે બરાબર ગોઠવીને કહેવું. મંત્રીરાજ તને એ સમજાવશે.’ ભરતદેવે માથેથી ભાર કાઢી નાખ્યો. એમને એ વાત કરવી પણ રુચતી નહોતી. ઠીક, મને પણ આપે ઠીક સકંજામાં લીધો ! પણ તેની ચિંતા નહિ. અપ્રિય થવાનું કામ અમાત્યનું જ છે. હંસ ! આટઆટલો આગ્રહ, અનુનય– વિનય પણ નિષ્ફળ જાય તો, તારે બાહુબલ રાજાને કહી દેવું કે આપ ભલે ચક્રવર્તી મહારાજના સ્વજન હો, આપના પર તેમનો ભલે નિરવધિ પ્રેમ હોય, પણ રાજતંત્રની સુવ્યવસ્થા માટે અભિષેકની રાજસભામાં આવવું ને અધીનતા સ્વીકારવી આપને માટે અનિવાર્ય છે. ભરતખંડમાં રાજા ભલે અનેક રહે, સુખે રહે, પણ રાજેશ્વર તો એક જ રહેશે ને તે ભરત--બાહુબલી !” વ્યક્તિ અને સમષ્ટિ * ૬૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ સરસ કહ્યું ! હંસ ! મહાઅમાત્ય કહેવાનું બરાબર કહે છે. સહુ સહુની ભાષા છે. સુંવાળી રેતીમાં કોઈ કાંકરો હોય તો વીણી લેવાનું તને વિવેકચક્ષુને સમજાવવું નહિ પડે.’ ભરતદેવે કહ્યું. મહામાત્યની લડાયક ભાષા તેમને રુચિ નહોતી. ‘હંસ ! છેલ્લે છેલ્લે કહી દેવાનું કે કાં આધીનતા, કાં યુદ્ધ આ બે સિવાય ત્રીજો માર્ગ નથી. ગોળ ગોળ કોઈ વાત ન રાખીશ.' મહાઅમાત્ય હવે અકળાઈ ગયા હતા. ગોળ ગોળ કોઈ વાત ન રાખીશ,’ ભરતદેવે મહાઅમાત્યના શબ્દોને બેવડતાં કહ્યું : ‘વાતના પ્રકાર બે છે, કાં તો ગોળથી સાધ્ય સિદ્ધ કરવું, કાં ઝેરથી ! હંસ ! બાહુબલ મારો નાનો ભાઈ છે. જરા લાડકો છે, તીખો પણ છે. કદી ઉછાંછળો થાય તો કહેજે કે મોટાભાઈને નમતાં તારું છોગું ઊતરી નહિ જાય. ને ઊતરી જશે તો હું સામે પગલે આવીને ચઢાવી દઈશ !’ મહાઅમાત્યે વિદાયનો સંદેશ આપતાં કહ્યું : ‘હંસ ! ઢાલ અને તલવાર બાંધીને જજે. જો રાજા બાહુબલ અધીનતા સ્વીકારી લે તો ઢાલ આપતો આવજે; ન સ્વીકારે તો ખુલ્લી તલવાર મૂકીને પાછો વળી જજે. કહેજે કે સાબદા રહેજો. ચક્રવર્તીના રણદુંદુભિના ઘોષ સાંભળવા કાન ખુલ્લા રાખજો !' બરાબર છે.’ ચક્રવર્તી ગમતું ન હોય છતાં ગમતું કરતા હોય એમ બોલ્યા ને ઊઠ્યા : ચાલો, તો રાણીજી સરયૂતીરે મારી રાહ જોતાં હશે, જાઉ. હંસ ! જલદી શુભ સંદેશ સાથે પાછો વળજે !’ હંસ વિદાય થયો. બધા સ્વસ્થાને ગયા. ૬૪ ઃ ભરત-બાહુબલી Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અનુપમ કમળકુલ સરયૂ નદીના તટ પર, વિહારનૌકા સજ્જ પડી હતી. પટરાણી સુભદ્રા એના કૂવાથંભને અઢેલીને ઊભાં હતાં ! એમની સુંદર લાંબી પલક કોઈની રાહમાં મીંચાતી ને ઊઘડતી હતી. આકાશી સુંદરી પોતાના શ્યામ સાળુંમાં નવલખ તારલિયાની ભાત ભરીને આવી હતી. સરયૂ એ સાળુને પોતાના પ્રવાહમાં ખેંચવા મથતી હોય એમ, એનાં તારકછાયાં મીઠાં જળ કોઈ અભિસારિકાની જેમ છાનામાના ચાલ્યાં જતાં હતાં. હળવે પગલે જતી અભિસારિકાનાં ઝાંઝરનો ઝીણો રવ સંભળાયા કરે, એમ નિઃશબ્દ રાત્રિમાં તમરાંનો ગુંજારવ સંભળાતો હતો. દેવી સુભદ્રા કૂવાથંભને અઢેલીને યુદ્ધે ચડેલી કો વીર રણીની જેમ ઊભાં હતાં. એમના સુંદર મુખ પર કંટાળાની ને ક્રોધની આછી રેખાઓએ તંબૂ તાણ્યા હતા. રાત તો સમસમોટ વહી જતી હતી. નૌકાના અગ્રભાગ પર બેઠેલી મેના-પોપટની જોડલી લાંબો પ્રેમકલહ કરી, પાંખમાં પાંખ ભિડાવી જંપી ગઈ હતી ! રાણીએ આ પંખી–યુગલ પર નજર ઠેરવી. થોડી વાર એ જોડીને એ સંતુષ્ટ ચિત્તે જોઈ રહ્યાં, ને પછી એકદમ મનમાં અજંપો જાગે તેમ બહાવરાં બની ગયાં. નૌકાના અગ્રભાગ સુધી ઉતાવળે ચાલ્યાં ગયાં, ને જેવાં ગયાં તેવાં થોડી વારમાં પાછાં ફર્યા. Page #81 -------------------------------------------------------------------------- ________________ એ પગલાંમાં કંઈક ભાર હતો. રે ! એક પટરાણી કરતાં આ પંખી-યુગલ સુખી છે રાજકાજમાં પડેલા આ પુરુષોને ધીરે ધીરે બધા રસ અપરસ થઈ જાય છે, ને શેષ રહે છે માત્ર યુદ્ધરસ ” પટરાણી મનોમન વિચાર કરી રહ્યાં. નૌકા પરથી એમની નજર અયોધ્યા ઉપર જઈ પડી. અયોધ્યાની ઊંચી હવેલીઓના આકાશદીપ હજી જલતા હતા. દરેક પ્રજાજનના ઘરઆંગણામાં રહેલો પ્રદીપ્ત અગ્નિ હજી પ્રદીપ્ત જ હતો. ક્યાંક એ અગ્નિની આજુબાજુ સ્ત્રીપુરુષો ટોળે વળી ગાતાં હતાં; ક્યાંય સરખી સાહેલીઓ ગીત ગુંજતી હતી. કોઈ સ્થળે અગ્નિવેદી પાસે કુટુંબમેળો કરીને સ્ત્રીપુરુષો બેઠાં હતાં. રે, જગતમાં સહુને સાથી, હું જ માત્ર એકલવાયી ! પટરાણી બોલ્યાં, ને જાણે પોતાનો નિર્ણય પ્રગટ કરતાં હોય તેમ મનમાં ગણગણ્યાં : દિવસનો રાજા પુરુષ ! રાતનો અધિકાર સ્ત્રીનો !” સરયૂનાં નિર્મળ જળે જાણે પડઘો પાડ્યો. પટરાણીની વિચારધારા આગળ વધી. દિવસે પુરુષ જે રમતો રમવી હોય તે રમે, જે યુદ્ધો ખેલવાં હોય એ ખેલે, જે ષયંત્રો રચવાં હોય એ રચે, રાત પડી કે, પુરુષે પોતાની બાજી સમેટી લેવાની. રાત પર તો રાતના જેવા શાંત સ્વભાવવાળી સ્ત્રીનો અધિકાર ! ચક્રવર્તી પોતે કાં ન હોય ! એ પણ ત્યારે તો પોતાનો રાજમુગટ અળગો કરી, સત્તાના પ્રપંચો દૂર કરી માત્ર સ્ત્રીને વશવર્તી બની રહે. સ્ત્રી કરે એ થાય. સ્ત્રીની જ આજ્ઞા ચાલે.' આ રાત-દિવસની સત્તાના વિચારે પટરાણીને ઉત્તેજિત કર્યા. તેઓએ વિચાર્યું કે ભારતદેવ આવે એટલે આ વાત કબૂલ કરાવ્યે જ છૂટકો. કબૂલ ન કરે તો રિસાવું ! અને પોતાની રીસનો પતિ પર પ્રભાવ પડે, એ માટે સ્ત્રીએ શૃંગારનો ઝબૂક દીવડો જલાવવો જોઈએ ! રૂપ એ સ્ત્રીનું બળ. એ બળનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. મહારાણીએ ક્ષણ વાર મન સાથે પરામર્શ કર્યો; ક્ષણ વારમાં નિર્ણય કર્યો. પોતે પૂર્ણ સજ્જ થઈને આવ્યાં હતાં, એમાં ત્વરિત પરિવર્તન આદર્યું. ૬૬ ભરત-બાહુબલી Page #82 -------------------------------------------------------------------------- ________________ મસ્તક પરથી મુગટ કાઢીને અળગો કર્યો, હીરા ને સ્ફટિકની દામણીઓ તોડીને નૌકા પર ફેંકી દીધી ! ઉત્તરીય કે જેને શિથિલ રાખ્યું હતું, ને જેનો છેડો હવામાં ઊડ્યા કરતો હતો, એને દેહ સાથે ચપોચપ બાંધી લીધું. પગનાં ઝાંઝર ને હાથનાં કંકણ કાઢીને દૂર ફેંકી દીધાં. પટરાણી પોતાના દેહની નવી સજાવટ તરફ નીરખી રહ્યાં : પોતાનું રૂપ જોઈ પોતાના મનને સંતોષ વળતો હોય તેમ એમને લાગ્યું. રાત વીતતી ચાલી, પણ સ્વામી ન આવ્યા ! આ પ્રેમતરસી પ્રમદાને પોતાના પતિના માથે રહેલી રાજકાજની ધુરાના વહન તરફ સમભાવ ન જાગ્યો, બલ્કે કટુભાવ જન્મ્યો. પટરાણી વિચારવા લાગ્યાં : પ્રવાસમાં હતા, ત્યારે અનેક પ્રકારની કામગીરીને લીધે પ્રેમાલાપ કરવાનો સમય જ ન મળતો. પણ એ વખતે એક આશ્વાસન હતું કે પાટનગરમાં પહોંચીશું, પછી સમય, સમય ને સમય જ છે ને ! પણ અહીં તો પહેલે કોળિયે મક્ષિકા દેખાણી ! સવારથી અત્યાર સુધી રાજકાજની માથાકૂટ વગર કંઈ જ નહિ ! પુરુષોને આ શું ઘેલું લાગ્યું છે !' પટરાણીને આ વખતે સ્વાભાવિક રીતે પોતાનું પૂર્વજીવન યાદ આવ્યું : પોતાના પિતા વિનમિરાજ અને કાકા મિરાજ; વૈતાઢ્ય પ્રદેશના રાજવી. અરે ! હું પણ એ જ પર્વતનું પંખી ! ત્યાં ભરતદેવ આવ્યા. બસ, બળવાન માણસ આવ્યો એટલે ઝઘડો સાથે લાવ્યો જ છે.' મારા પિતા ને ભરતદેવની લડાઈ બાર વર્ષ સુધી ચાલી. મારા પિતા હારવાની તક પર આવ્યા, એટલે મને ભરતદેવને આપી. મને અર્પણ કરતાં કહ્યું કે એક તરફ ચક્રવર્તીનું આખું રાજ અને બીજી તરફ મા૨ી સુભદ્રા– સરખાં ઊતરે. સંસારમાં કોઈએ ન કર્યું હોય એવું અર્પણ હું કરું છું ! રે રાજકાજ ! એ તો સારું હતું કે, ભરતદેવ ૫૨ હું મનથી મોહ પામી હતી, પણ બીજી કોઈક ઝઘડાખોર માનુની હોત તો...ભરતદેવને લગ્ન કરીને શું સુખ મળત ? એને પરણનાર નારીને પણ શું સુખ મળત ? આ એવી જ વાત ભરતદેવ પોતાના બંધુઓ સાથે આદરી ન બેસે, તો સારું ! યોગીને જેમ તપ પ્યારું, એમ બળવાનને ઝઘડો પ્યારો : વાતવાતમાં હાથ તલવાર પર જાય. સંસારમાં પુરુષનો અંકુશ સ્ત્રી ! ભરતદેવને યુદ્ધના મેદાનથી હું અનુપમ કમળફૂલ * ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ અળગા રાખીશ. સ્ત્રી ન હોય તો આ કઠોર પુરુષો તો પોતાની નાના— મોટાપણાની સાઠમારીમાં સંસારના બાગને વેરાન બનાવી દે !' ઊંડા પરામર્શમાં ક્ષણ વાર પટરાણીને પોતાનું વતન, પોતાની માતા, પોતાના પિતા યાદ આવ્યા. વૈતાઢ્ય પર્વતની સુંદર ઉપત્યકાઓ નજર સામે તરી રહી. હાથીના બાળને લઈને રમકડાની જેમ ૨મેલી રમતો યાદ આવી. ક્યાં એ દિવસો, ને ક્યાં આજ પોતે ! અરે ! ઘરબાર, માતાપિતા, કુટુંબકબીલો – આટઆટલું યોગીની જેમ એકસાથે તજનાર સ્ત્રી તો આપોઆપ તપસ્વિની છે. કોઈ પુરુષ આટલો ત્યાગ તો કરી જુએ ! નવી ભૂમિ, નવું ઘર, નવો સ્વામી આ બધાં પારકાંને પોતાનાં કરનાર નારી તો ખરેખર નારાયણીરૂપ જ છે ! પટરાણીને પરામર્શ કરતાં કરતાં પોતાના સ્ત્રીત્વ વિષે અભિમાન ઊપજી આવ્યું ! પણ એ સાથે પોતે છાનામાના ઝરૂખે બેસી નિહાળેલા ભરતદેવ યાદ આવ્યા. એ દિવસે પહેલી નજર પડતાંની સાથે એ મહાબાહુના ઝૂલે ઝૂલવાનું દિલ થઈ આવ્યું ! એ વિશાળ સ્કંધ પર ઝૂમી પડવાનું દિલ થઈ આવ્યું ! એ વક્ષસ્થળ, એ વિશાળ ભાલ, એ રમ્ય નયનછટા, એ વીરત્વ – બધું મારી આંખોમાં વસી ગયું. એક અજાણ્યા પુરુષને જીવનમાં પહેલી વાર જોયો ને આટલું અર્પણ ! રે સ્ત્રી ! તારું અંતર કુદરતે કેવું ઘડ્યું છે ! ઘરના બાગમાં કિલ્લોલ કરનારી કોયલડીએ રાજબાગ જોયો, કે ઊડીને બેઠી રાજબાગની આંબા-ડાળે ! વાહે ૨ે સ્ત્રી ! તને પિતા વિના ચાલે, માતા વિના પણ ચાલે, પણ પતિ વિના ન ચાલે ! શું તારું સરજત ! પટરાણીનું મનોમંથન ન જાણે ક્યાંનું ક્યાં ચાલ્યું જાત, પણ એટલી વા૨માં સામેથી ઐરાવત આવતો દેખાયો. એ ઉપર તારે મઢ્યા આકાશના અધિપતિ ચંદ્રદેવ જેવા રસરાજ ભરતદેવ બેઠેલા નજરે પડ્યા. - પટરાણી જરા વધુ સાવધ થયાં; ઉત્તરીય દેહ સાથે વધુ કસીને બાંધ્યું; છૂટા મૂકેલા કેશ વારંવાર સમારી રહ્યાં. ઐરાવત સરયૂતટે આવી ઊભો રહ્યો. મહારાજ ભરતદેવ નીચે ઊતર્યા, ને જલદી જલદી વિહારનૌકા પર આવી પહોંચ્યા. પણ અરે ! આ શું ? ૬૮ * ભરત–બાહુબલી Page #84 -------------------------------------------------------------------------- ________________ રાણી ક્યાં ? આ બાજુ જોયું. તે બાજુ જોયું. રાણી નજરે જ ન પડ્યાં ! ભરતદેવ મનમાં બોલ્યા : ‘સ્ત્રીની ચપળતા સાગરના મત્સ્ય જેવી ! હમણાં મહારાણી મને અહીં આવવાનો સંદેશો મોકલે છે ને હજાર કામોને ઊંચાં મૂકી હું અહીં ધસમસતો ચાલ્યો આવ્યો તો રાણી પોતે જ અહીં નથી !' નૌકાના અગ્ર ભાગ પર બેઠેલી સ્ત્રીસેવિકાને ચક્રવર્તીએ હાક પાડી. રાજા-રાણી નૌકા પર હોય ત્યારે આંખે પાટા બાંધ્યા હોય, એ રીતે આ સેવિકા બેસતી. એણે કહ્યું : પૃથ્વીનાથ ! રાણીજી અહીં હતાં જરૂર, અહીંથી જતાં જોયાં નથી, આટલામાં જ હશે ” સેવિકાએ ચારેતરફ નજર કરી, તો એની નજર ત્યાં પડેલાં અલંકાર ને વસ્ત્રો પર પડી. એણે કહ્યું : કદાચ સ્નાન કરવા સરિતામાં ઊતર્યા હોય, પણ એ બનવું સંભવિત નથી !' ભરતદેવ પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યા. વસ્તુની ગેરહાજરીમાં વસ્તુ પ્રત્યુનું આકર્ષણ વધે છે. ભરતદેવનું રાજકીય ચર્ચાઓથી કંટાળેલું મન પટરાણીના પ્રેમભરપૂર વિનોદને ઝંખતું હતું. વળી પોતાને અનુરૂપ સ્ત્રીરત્ન આ પ્રથમ જ પ્રાપ્ત થયું હતું. થાકેલા પુરુષનો વિશ્રામ સ્ત્રી હતી. એ સ્ત્રી અત્યારે ક્યાં ? ભરતદેવે ચારેતરફ નજર નાખી. સરયૂનાં જળ એમ ને એમ વહ્યાં જતાં હતાં. ચક્રવર્તીને લાગ્યું કે, આ ચૂપચાપ વહેતાં જળ જાણતાં લાગે છે, કે દેવી ક્યાં છે. હમણાં જ હું પણ જાણી લઈશ. આકાશમાં રસરાજ ચંદ્ર ઊંચો આવી રહ્યો હતો. એની ચાંદની સર્વ પ્રદેશ ઉપર છવાઈ ગઈ હતી. સરયૂના પ્રવાહમાં ડોલતાં કમલપુષ્પ પણ ચાંદનીમાં પોતાના ગુલાબી રંગને ઓર ચમકારો આપતાં હતાં. ભરતદેવની નજર પ્રવાહમાં ડોલતાં એ રક્ત કમળો પર મંડાઈ ગઈ. થોડી વારમાં ભરતદેવે મુગટ, રાજદંડ, બાજુબંધ અળગાં કર્યા ને ધીરેથી પાણીમાં ઝંપલાવ્યું. અનુપમ કમળફૂલ ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ નૌકાની સેવિકા આશ્ચર્યથી નીરખી રહી. સરયૂનાં જળ ઊંડાં હતાં. એમાં હાથી જળક્રીડા કરતા. એ જળમાં હાથીની સૂંઢ જેવી ભુજાઓથી ભરતદેવ માર્ગ કાપવા લાગ્યા. થોડે દૂર રક્ત કમળના કેટલાક ડોડા તરતા હતા. ભરતદેવ એ તરફ આગળ વધ્યા. અરે ! શું સ્વામી પ્રિયાને શણગારવા રક્ત કમલ લેવા ગયા ? રક્ત કમલની જરૂરત હતી, તો સેવકસેવિકાઓનો ક્યાં તૂટો હતો ? પણ ના, ના એમને તો વિશિષ્ટ પ્રકારના રક્ત કમલની અપેક્ષા લાગે છે ! જુઓ, એ કમલવેલના ઝુંડ વચ્ચે આગળ વધ્યા. વાહ ! શું સુંદર દૃશ્ય ! ઉપરથી ચંદાની ચાંદની ઢોળાય. નીચે સરયૂનાં રૂપેરી જળ વહ્યાં જાય ! એમાં માનવહસ્તી જેવા ભરતદેવ વિહરતા હોય ! આહ, સમજાઈ ગયું. થોડે દૂર એક અપૂર્વ સૌંદર્ય લઈને કમળફૂલ તરતું હતું. કેવું કમળફૂલ ! આ મનોહર સૃષ્ટિમાં એ ખરેખર અનુપમ હતું. ભરતદેવ એ તરફ ધસી ગયા. એ એને ગ્રહવા માગતા હતા, પણ ભારે આશ્ચર્ય થયું. કમળફૂલ જાણે ચક્રવર્તીથી શરમાઈને પોતાનું મુખ લઈને સરિતાનાં જળમાં છુપાઈ ગયું ! ભરતદેવ આજન્મ કુશળ યોદ્ધા હતા. પોતાનું ઇચ્છિત હાથથી બહાર તું જોઈ એમણે એકદમ ધસારો કર્યો. કમળફૂલના નીચેનું મૂળ પકડવા તેમણે ડૂબકી ખાધી. પણ ત્યાં તો કોઈ મોટું માંસલ મત્સ્ય હાથમાંથી સરી જાય, એમ કંઈક સરી ગયું ! એ સ્પર્શ પણ ચક્રવર્તીના દિલને ડોલાવી ગયો. થોડે દૂર જઈને એ રક્ત કમલે ફરી પોતાનું પ્રદર્શન કર્યું. અરે ! ચંદાની ચાંદનીમાં જાણે એ હસી રહ્યું હતું ! ભરતદેવે ધીરેથી પાણીમાં ડૂબકી ખાધી. થોડી વાર જળ શાંત બનીને વહી રહ્યાં. ત્યાં અચાનક રક્ત કમલ કંપી ઊઠ્યું કોઈએ મૂળ સાથે તેને ઊંચક્યું હતું. શું હાથીએ કમળફૂલને ગ્રહ્યું ? ના રે ! આ તો ૨ક્ત કમલ નથી, પટરાણી સુભદ્રાદેવી છે ! ને એને ઊંચકનાર પૃથ્વીના નાથ ભરતદેવ ! સરયૂના તટ પર, ચંદ્રની વેરાતી ચાંદનીમાં, એક અજબ દૃશ્ય દેખાયું. ૭૦ * ભરત–બાહુબલી Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગનાં ઇન્દ્ર-ઇન્દ્રાણી પૃથ્વીને પાટલે રમવા તો નહિ આવ્યાં હોય ? પણ ત્યાં તો માછીના હાથમાંથી સુંવાળું માછલું સરકી જાય એમ પટરાણી સરક્યાં, પાણીનો પટ વેગથી કાપવા લાગ્યાં. ભરતદેવે પાછળ અનુસરણ કર્યું. હાથીવૃંદની જળક્રીડાથી જેમ જળ ક્ષુબ્ધ થઈ જાય, એમ સરયૂનાં જળ ખળભળી ઊઠ્યાં. સ્ત્રીની પાછળ પુરુષે પણ પુરુષાર્થ દાખવવા માંડ્યો. પણ સ્ત્રીની ઝડપ, એની છટા અપૂર્વ હતી. પુરુષ વગર હારે હારી ગયો. એણે બૂમ પાડી : ‘દેવી ! હવે વધુ ન તરસાવો - વિલંબ માટે ક્ષમા !” પાણીમાંથી વેણુનો નાદ ઊઠતો હોય તેમ સામો પ્રતિસ્વર આવ્યો. ‘કબૂલ કરો કે દિવસનો અધિરાજ પુરુષ, ને રાતની રાજવણ સ્ત્રી !” કબૂલ, રાણી, કબૂલ !” ભરતદેવે નમતું જોખ્યું. આ પછી દંપતીએ લાંબો વખત જલમાં ને નૌકામાં ક્રીડા કરી. જલક્રીડા પછી ચક્રવર્તી રાણીને સ્કંધ પર આરૂઢ કરીને બહાર આવ્યા. એ વખતની શોભા ચિત્રકારને ચિત્ર માટે પ્રેરે તેવી હતી; કવિને કવિત્વનો ફુવારો ફૂટે તેવી હતી. નૌકાના મધ્ય ભાગમાં આવીને બંનેએ લાંબો સમય વાર્તાવિનોદ કર્યો. મોડી રાતે એ જંપી ગયાં. પણ સિંહણની રક્ષા કરનારો સિંહ જેમ વારે વારે અનેરી આકાંક્ષાએ ઝબકી જાય, તેમ ચક્રવર્તી વારે વારે ઝબકી જતા હતા. રાણીનાં મદભર માંસલ પોપચાં પર તો નિદ્રાદેવી આવીને પોતાની બીન બજાવતી બેઠી હતી; પણ એ બીન ચક્રવર્તી પર કંઈ અસર ન કરી શકી. એમના પોપચાં વારંવાર ખૂલી જતાં હતાં. જગતને જીતનાર રાજવીના દિલમાં જાણે કોઈ ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. રે ! ભાઈ સાથે આ યુદ્ધ ! અને યુદ્ધ કરવાથી અપકીર્તિ ! અને ન કરવાથી લોકતિરસ્કાર ! જેમ ફાગણ માસ તાપ અને શીતવાળો હોય છે, એમ ચક્રવર્તીનું હૈયું રાગ ને વિરાગ અનુભવી રહ્યું : મંત્રી રાજના એ શબ્દો વારંવાર યાદ આવતા હતા : અંધકાર હણાયો નથી. ત્યાં સુધી સૂરજ સૂરજ કેમ કહેવાય ? અનુપમ કમળફૂલ ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ‘સિંહની શ્રેષ્ઠતા મૃગલાને મારવામાં નથી, વનહસ્તીને હરાવવામાં છે !’ મહાપ્રલયંકરી પવનની પ્રબળતા તરણાંને તોડવામાં નથી, પણ પહાડોને કંપાવવામાં છે.’ મહાબલી બાહુબલ ન માન્યો તો ! ભાઈનું અંતર એને ક્ષમા આપવા તલસી રહેશે; પણ રાજપદ એને કઠોર દંડ આપવાનો આદેશ કરશે. ત્યારે ભરત, તું શું કરીશ ? ચક્રવર્તી સફાળા પલંગ પર બેઠા થઈ ગયા. એમનું વજ્રહૃદય આછું કંપન અનુભવી રહ્યું. વાહ રે સંસાર ! જે હૃદય વજ્રથીય કઠોર મનાતું હતું, એ સાવ પાણીપોચું છે, એની પ્રતીતિ આ દૃશ્ય જોનારને તરત જ થાય ! ડૂબતો માનવી તણખલાને પકડે તેમ, ચક્રવર્તી વ્યગ્રતામાં પાસે સૂતેલાં પટરાણી પર નજર નાખી રહ્યા. આહ ! કેવું માનવશ્રેષ્ઠ રૂપ ! પોતાની પાસે જ એ હાજર છે, ને છતાં પોતે કેવો અજંપો વેઠે છે ! અરે ! આ માદક સૌંદર્ય તો સંસારનાં સર્વ તાપ-દુઃખ એક પળમાં શમાવી શકે તેવું છે; ને છતાં ચક્રવર્તી આટલા નિરાધાર કેમ બની ગયા ? સરયૂતટ પર મધરાતનો વગડાઉ શીળો પવન ફૂંકાતો હતો; ગાત્રોને શીતળ બનાવતો હતો. ઊંઘમાં મહાદેવીએ પડખું ફેરવ્યું, ને ઓઢણ માટે હસ્ત લંબાવ્યો. ત્યાં તો ચક્રવર્તી જ હાથમાં આવ્યા ! સ્ત્રીએ પુરુષને ફરી જીતી લીધો. એને હૈયાનો હાર બનાવી લીધો. ફરી રાજા-રાણી જંપી ગયાં ! સમય વેગભર્યો વહેવા લાગ્યો. પ્રભાતિયો તારો ઉગમણા આભમાં ચળકવા લાગ્યો. રસતરસ્યાં આ રાજા-રાણીને આનંદસાગરમાં તરતાં મૂકીને બહલી દેશની વાટ તરફ વળીએ, જ્યાં પહોંચવા રાજદૂત હંસ ચક્રવર્તીનો સંદેશો લઈને પ્રસ્થાન કરી ચૂક્યો છે ! ૭૨ * ભરત-બાહુબલી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બહલી દેશમાં બહલી નામનો દેશ છે. તક્ષશિલા નામે પાટનગરી છે. ભરત– બાહુબલીના ભાઈ રાજા બાહુબલ ત્યાં રાજ કરે છે. ભગવાન ઋષભદેવ જ્યારે રાજશાસન છોડી ધર્મશાસન માટે મહાભિનિષ્ક્રમણ કરી ગયા, ત્યારે એમણે આ રાજ્ય બાહુબલને આપ્યું હતું. દૂતને રાજા બાહુબલના દરબારમાં ત્વરિત ગતિએ પહોંચવાનું છે; સ્વામીનો તાકીદનો સંદેશો પહોંચાડવાનો છે; કારણ કે એક કારણથી હજાર વાત અટકીને ઊભી છે. અને મોટામાં મોટી વાત તો દિગ્વિજય કરનારું ચક્રરત્ન નગરમાં પ્રવેશતું નથી, એ છે. એટલે તો મહાસામંતોએ હજી હથિયા૨ છોડ્યાં નથી. એણે કદમ ઉઠાવ્યા, એ કદમમાં હરણનો વેગ હતો. મનમાં કાર્ય પાર પાડવાનો પવનવેગ હતો. દિલમાં અજંપાનો આરોવારો નહોતો. જીવનની એક મહાન કર્તવ્યઘડીમાંથી એ પસાર થતો હતો. રે દૂત ! આજ તારી પરીક્ષા છે ! આજ તું પ્રેમ કે યુદ્ધનો નિમિત્ત બનવાનો છે ! તારું જીવન આજની સફળતા નિષ્ફળતા પર ધન્ય કે અધન્ય બનવાનું છે ! યુદ્ધના અભિશાપ પૃથ્વી પર ઊતરે, એ કોણ ઇચ્છે ? ને એમાંય બંધુબંધુમાં વિગ્રહ કરાવે એનાં પાપે નીર-નવાણ તો ઠીક, પણ ઘરના માટીના ગોળાનાં પાણી પણ સુકાય ! Page #89 -------------------------------------------------------------------------- ________________ અને કેવો સુંદર આ બહલી પ્રદેશ હતો ! શું ચક્રવર્તીની સમર્થ સેના એને નષ્ટભ્રષ્ટ કરશે ? આવું અકાર્ય કોણ ઇચ્છે ? હંસે બહલી દેશની સીમામાં પ્રવેશ કર્યો. કે એનું ચિત્ત આનંદ-પ્રમોદથી ભરાઈ ગયું. આ ધોરી વાટ ! મધરાતે પણ પ્રવાસીઓ પ્રવાસ ખેડતા, પણ કોઈ જાતની આશંકા ન રહેતી ! નવવધૂઓ મધરાતે શ્વસુરગૃહે જતી. એમનાં ઝાંઝરના ઝણકારથી બધો સીમાડો સંગીતમય બની જતો, છતાં નવવધૂને ભય ના રહેતો. અહીં સુંદર લતાવેલોથી સોહામણી સૃષ્ટિ ઊભરાતી હતી. મા ના થાન જેવા ડુંગરા ઠેર ઠેર હર્યાભર્યા પડ્યા હતા. એની તળેટીમાં વૃક્ષવૃદોની વચ્ચે નાનાં નાનાં ગોકુળ વસેલાં હતાં. ક્યાંય ભીડ નહોતી, ક્યાંય એકાંત નહોતી, એવી એ નાનકડાં ગૃહોની હાર હતી. અહીંનાં ગોપ-ગોપિકાઓ ધેનુને વૃક્ષને છાંયે બેસાડી બંસરી છેડતાં. એ બંસરીમાં પૃથ્વીના પ્રથમ સ્વામી, ધર્માવતાર ભગવાન ઋષભદેવનાં ગીત ગુંજતાં. અહીં દિવસો નહોતા, મહિના નહોતા, માત્ર ઉત્સવો હતા, પર્વો હતા. જીવન સંવત્સરોમાં ન અપાતું, હેતુસિદ્ધિમાં દેખાતું. શરદનો ચંદ્ર આકાશમાં દેખાતો કે બધાં સ્ત્રી-પુરુષ રાસ ખેલવા બહાર નીકળતાં. રસથી સમય મપાતો. આનંદથી દિવસની અવધિ અંકાતી. વર્ષની શુષ્ક ગણતરીને એ શું કરે ? સૂકાં રસહીન સો વૃક્ષ હોય તોય એને કોણ વૃક્ષ તરીકે લેખે ? આમ્રવૃક્ષો પર નવમાંજર પ્રગટતી, ને વસંતોત્સવ માણવા બધાં વનપ્રદેશમાં નીકળી પડતાં. સરખેસરખાં સ્ત્રી-પુરુષો સાથે ઘૂમતાં ! વર્ષની ઋતુ આવતી, કાળાં વાદળો પર મેઘધનુષ્યની રચના થતી, ને બધાં ઝૂલે ઝૂલી રહેતાં, સાથે રમતાં રસક્રીડા કરતાં, કામદેવની પૂજા કરતાં, પણ ક્ષુલ્લક ચંચળતા કેવી ! ઘેલાઈ કે દીવાનાપણું કેવું ! અને એનું કારણ પણ હતું. એમનો રાજા બાહુબલ કામદેવનો અવતાર લેખાતો. સહેજ ઘનશ્યામ વર્ણના આ રાજવીની દેહલતા એવી સુંદર હતી કે મોહી નર-નાર તો એ વાટ પર ભૂલાં જ પડી જાય ! ૭૪ ભરત–બાહુબલી Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવની નયનસુંદર પ્રતિમા જેવી મનોહર રાજા બાહુબલની દેહયષ્ટિ હતી. વાસનાવાળી સ્ત્રીઓ તો બાહુબલ રાજાની એક મીઠી નજર ઉપર દેહ કુરબાન કરવા તૈયાર થતી. પણ બાહુબલ તો ભગવાન ઋષભદેવના પુત્ર હતા. તેઓ સહુને કહેતા કે સૌંદર્યનો ઉપભોગ સંયમ દ્વારા કરતાં શીખો. વાસનાના વીજળી જેવા ક્ષણિક ઝળહળાટમાં ભૂલા ન પડો ! તમારું સૌંદર્ય ચંદ્રની ચાંદની જેવું શુભ્ર ને નિરભ્ર રહેવું ઘટે : ચંદ્રની ચાંદનીથી પૃથ્વી આખી વ્યાપ્ત થઈ જાય. પણ પૃથ્વીની મલિનતા ચંદ્રને સહેજ પણ સ્પર્શે નહિ ! રાજા બાહુબલના રાજમાં યૌવનનો દુરુપયોગ નહોતો, એટલે નિત્યયૌવન હતું. વૃદ્ધો પણ રસની ખુમારીથી જીવતા. એમનાં મોંમાં સ્ત્રીપુરુષના સંબંધોની જૂઠી નિંદા નહોતી ! રાજા બાહુબલ કહેતા : “સુંદર એટલું સ્પૃશ્ય, એ ભાવના જૂઠી છે. આગ સુંદર છે, છતાં આપણે કાં એને અડતા નથી ? કેટલાંક ફુલ દૂરથી સુવાસ લેવા યોગ્ય, ને કેટલાંક જ સ્પર્શવા યોગ્ય હોય છે ! સંસારમાં સૌંદર્યોને પોતાને હસ્તગત કરવા નીકળનાર માણસ પૃથ્વીને પોતાના કાબૂમાં કરવા નીકળનાર મહારથીની જેમ આખરે ચિંતા, સંતાપ ને ક્લેશ મેળવે છે !' - રાજદૂત હંસે જ્યારે માર્ગમાં આ રીતના વિચારપ્રવાહો જાણ્યા, ત્યારે તેને લાગ્યું કે કદાચ છેલ્લું વાક્ય પોતાના મહાન ચક્રવર્તીને લાગુ પડતું હોય ! પણ થોડી વારમાં તેને પ્રતીતિ થઈ ગઈ કે આ લોકો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી રહિત હતા. હંસ પણ હજી યુવાનીમાં જ હતો. અહીંની સૌંદર્યભરી સૃષ્ટિ ને રસિયાં નર-નાર જોઈ, એ પણ આનંદસાગરમાં ડૂબકી મારી ગયો. એ બધું મુગ્ધ મને નીરખી રહ્યો. પુષ્પ-ફળથી શોભિત ઉદ્યાનોની પાસેથી એ પસાર થઈ રહ્યો હતો, ત્યાં સરખેસરખી સાહેલીઓનું એક ટોળું, બહાર ધસી આવ્યું. એમનાં મુખમાં રાજા બાહુબલનું ગીત રમતું હતું. ગીત ગાતી ગાતી એક નવયૌવના બહાર ધસી આવી. એણે પરદેશીનો હાથ પકડીને ઢંઢોળ્યો ને કહ્યું : ભઈલા ! ભૂલા પડ્યા લાગો છો ? ક્યાં જવું છે ? હંસ સ્વસ્થ થઈ ગયો. એણે બોલનાર નવયૌવનાના મુખ સામે નીરખ્યું. એના મોં પર કંકુનો રંગ હતો, ને શ્વાસમાં કસ્તૂરીની સુવાસ હતી. લીંબુની ફાડ જેવાં એનાં નયનોમાં જીવનનો ઉલ્લાસ રમી રહ્યો હતો ! બહલી દેશમાં ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ હંસ બે ઘડી એ રૂપને નીરખી રહ્યો. શું બોલવું એ જ એને ન સૂઝ્યું ! પેલી નવયૌવના અંગોનાં ગતિડોલન કરતી બોલી : ભાઈ મારા ! તું કોઈ સોંદર્યનો રોગી હો તો આ સૌંદર્યદેશમાંથી જલદી ચાલ્યો જજે ! અમારા રાજા બાહુબલ જેટલા રસશાસ્ત્રમાં પ્રવીણ છે, એટલા જ શસ્ત્રવિદ્યામાં પણ નિપુણ છે. નિર્દેશભાવે આ સૃષ્ટિ ભોગવતાં આવડે તો જ અમારો અતિથિ થજે !” હંસે પોતાની જાત સંભાળી લીધી. એણે કહ્યું : તમે મહારાજ ભરતદેવનાં અધિરાજ્ઞી સુભદ્રાદેવીને જોયાં નથી, ત્યાં સુધી જ તમને તમારા રૂપનું અભિમાન છે.' અરે ભલા માણસ ! અહીં રૂપ છે, પણ અભિમાન નથી. આમ આવ ! જો, આ મારી સખી કુરંગી ! એ પોતાના કોમળ હસ્તથી પ્રિયંગુ વૃક્ષને સ્પર્શશે કે એ વંધ્ય વૃક્ષને ફળ-ફૂલ આવવા લાગશે ! સ્ત્રી તો સંસારમાં મધુર ફળ ને સુરંગી પુષ્પ માટે જ જન્મી છે ને !” નવયોવના જરા આગળ વધી. એણે હંસનો હાથ પકડ્યો, જાણે ચાંદનીએ ઘેરા વાદળને પકડ્યું. હાથ પકડીને એને આગળ દોર્યો ને પોતાની સખીને બતાવતાં કહ્યું : આ મારી સખી મૃગાક્ષી ! એ આ કુરબક વૃક્ષને ભેટશે કે એ નવપલ્લવિત થઈ ઊઠશે. અમારા રાજા કહે છે, કે સ્ત્રી તો સંસારને નવજીવન અર્પનાર આત્મા છે ! 9 નવર્ષાવના આટલું કહેતાં હંસનો હાથ ખેંચીને આગળ વધી. જોબનયું એના દેહ ૫૨ ઝૂમી રહ્યું હતું. છતાં નાની બાલિકા જેટલી નિર્દોષતા એનામાં હતી. અને આ મધુરિકા ! એના ઝાંઝરવાળા નૃત્યશીલ પગ આ અશોક વૃક્ષને જરા પાદપ્રહાર કરશે, એટલે એ ખીલી ઊઠશે. અમારા રાજા બાહુબલ કહે છે, કે સ્ત્રી જેમ પ્રેમમૂર્તિ છે, એમ શાસકમૂર્તિ પણ છે.’ હંસ અજબ રીતે હેરાન થઈ ગયો. એના શરીરે પ્રસ્વેદ વળી ગયો. જીભ સુકાવા લાગી. એ કંઈ બોલી ન શક્યો. એ વિચારી રહ્યો કે, અરે ! આ સ્ત્રીઓને પોતાના રાજાના નામની કેટલી મોહની છે ! એના પ્રત્યે કેટલો પ્રેમસ્વર એમના અંતરમાં ગુંજે છે ! વાતવાતમાં, અમારો રાજા બાહુબલ આમ કહે છે અને તેમ કહે છે, એમ કહેતાં એ થાકતાં જ નથી ! ૭૬ ૨ ભરત–બાહુબલી Page #92 -------------------------------------------------------------------------- ________________ નવયૌવનાના પરિચયે યુવાન રાજદૂત હંસનો પ્રસ્વેદ વધ્યો. સ્ત્રી વિષેની એની રૂઢ માન્યતા કમળપત્ર પર રહેલા તુષારબિંદુની જેમ સરી ગઈ; અને વજ્રથીયે કઠોર ને કુસુમથીય કોમળ વાળી કહેવત યાદ આવી ગઈ. એકને જુવે અને એકને ભૂલે એવું ભુવનમોહન સૌંદર્ય ધરાવનાર આ સુંદરીવૃંદનું રૂપ કામીજનો માટે આકડે મધ જેવું સુલભ નહિ, પણ અસિધારા પર રહેલા મધુબિંદુ જેવું દુર્લભ લાગ્યું. એને નિરાંતે જોઈ શકાય, નિર્દોષ ભાવે સમીપ જઈ શકાય, મુક્ત કંઠે પ્રશંસી શકાય, હૈયાના હેતથી સ્પર્શ પણ કરી શકાય; પણ વ્યભિચારની આકાંક્ષાથી સ્પર્શની અનધિકાર ચેષ્ટા કરી કે હાથ જ કપાઈ જાય, હૈયું છેદાઈ જાય ! ભલભલા હિંમતબાજોની હિંમત ત્યાં બૂરી રીતે જખમી થઈ જાય ! સ્ત્રી-પુરુષ હોય ત્યાં સ્નેહ અને રસની સૃષ્ટિ સ્વયંભૂ જાગે. પણ અહીં વચનરાગ, દ્રષ્ટિરાગ, સ્નેહ૨ાગ, એ જ શૃંગારની સર્વશ્રેષ્ઠ ભૂમિકાઓ હતી. સ્ત્રી-પુરુષનો કામરાગ તો છેલ્લે આવતો. સંતાનોત્પત્તિની ગંભીર જવાબદારી ઉઠાવવા ઇચ્છનારાઓનું એ ગંભી૨ પગલું લેખાતું; અને એ નિર્ણય કર્યા પછી જ એ સ્ત્રી અને પુરુષ સાથે જોડાતાં, સાથે રહેતાં, જેને લગ્ન કહે છે તે લગ્ન કરતાં. પછી એકબીજાંનું દેહસૌંદર્યનું આકર્ષણ નષ્ટ થતું અને બાળક એ એમના રસનો મુખ્ય વિષય બની રહેતું. એટલે આ લગ્ન સંબંધ તરફ સ્ત્રી-પુરુષોનું સ્વાભાવિક ખેંચાણ ઓછું રહેતું અને આ કારણે લગ્ન પહેલાંનું ઊછળતા ઝરણ જેવું જીવન અને લગ્ન પછીનું ભરેલા તળાવ જેવું નિસ્યંદ જીવન અહીં જોવા ન મળતું. આ રાજ કામદેવના અવતાર મહારાજ બાહુબલનું હતું. અહીંના મુખ્ય મંત્રો સ્વસ્થતા, સંયમ ને સામર્થ્ય હતા. નિસ્તેજતા, નિર્વીર્યતા ને સ્વચ્છંદ કામાચારવૃત્તિ મૃત્યુનું બીજું નામ હતું. નવયૌવના, જેનું નામ મધુમક્ષિકા હતું, એ મધુરા ઓષ્ટથી મધુરું ગીત ગુંજતી આગળ આવી; ને પરદેશીને પ્રશ્ન પૂછી બેઠી : ‘હે ચતુર પરદેશી ! ક્યાં જવું છે ? ક્યાંથી આવો છો ? આ રસપ્રદેશના અજાણ લાગો છો ?' “હું આ પ્રદેશથી અજાણ છું, એમ તમે કઈ રીતે જાણ્યું, હે રસિકે ?” હંસે પણ પોતાની વચનચાતુરી પ્રગટ કરવા માંડી. તમારા અંગ પરની રોમરાજિ સુંદર સ્ત્રીને જોઈને ધ્રૂજી ઊઠે છે, એથી. બહલી દેશમાં * ૭૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ મદભર મોહનાને જોઈ તમારી આંખો જળના મીનની જેમ દોડાદોડી કરી રહે છે, એથી. અમારી સાથે વાત કરતાં તમારી જીભ સુકાય છે. તેથી. આ પ્રદેશના પુરુષને આવો અનુભવ અસ્વાભાવિક છે. વારુ, પરદેશી ! મારા પ્રથમ પ્રશ્નનો જવાબ આપો : ક્યાં જવું છે ? ક્યાંથી આવો છો ?” હંસ આ સ્પષ્ટવક્તા છતાં કામણગારી નારની છટા પાસે પોતાની સૂધબૂધ ભૂલી રહ્યો હતો. આવી સુંદર સ્ત્રી અને આવો સરસ પ્રસંગ, એમાં સંયમનું પાલન એને અતિ કઠણ ભાસ્યું. અને એથીય એ નવયૌવનાનાં રૂપછટાભર્યા સંયમ-સામર્થ્ય અધિક કઠોર લાગ્યાં. જાણે પોતાની ફૂલડે ફોરેલી વસંત જેવી જુવાનીની એને કંઈ સુગંધ જ આવતી નહોતી ! કામબાણ જાણે એણે વેક્યાં જ નથી, અનુભવ્યાં જ નથી ! પુષ્પધન્વાની મહાશાળાથી જાણે એ સાવ અજાણ છે ! હંસે જરા વિનમ્રતાથી કહ્યું : “આવું છું પૃથ્વીપતિ ચક્રવર્તી મહારાજ ભરતદેવના દરબારમાંથી. સૂરજ સમા યશોધન ને તપોધન એ મહારાજ વિષે તો તમે પૂરેપૂરું જાણતા જ હશો ! આવું છું ત્યાંથી ને જાવું છે મહાબલી રાજા બાહુબલના દરબારમાં. હું રાજદૂત છું. મારું નામ હંસ.” નવયૌવના ભરતદેવના દરબારની વાત સાંભળી બોલી : “ભરતદેવ તો અમારા રાજાના મોટાભાઈ ને ? સ્વાગતમ્ એ નૃત્ય-ગીતિના રચયિતા ભરતદેવ ને ! અરે, અમારા રાજા તો પોતાના વડીલ બંધુનાં વખાણ કરતાં થાતા જ નથી. વારુ, ઓ અયોધ્યાવાસી ! ત્યારે તમે ભરતનૃત્ય, ભરતગીતિ ને ભરતરાગ તો જાણતા જ હશો. ચાલો, ચાલો, સ્વાગતમ્ ! આજે દૂધમાં સાકર ભળી. તમારી ભૂમિની કળા તમે જેટલી જાણો, એટલી અમે શું જાણીએ ! તમારા દેશનાં નૃત્યગીતિનો આસ્વાદ અમને થોડોક કરાવો, પછી અમે તમને હાથના ફૂલહિંડોળે બેસાડી દરબારમાં પહોંચાડી દઈશું. હંસ આ સાંભળી નિરાશ વદને બોલ્યો : “હે સુંદરી ! હું દૂત છું. નૃત્યશાસ્ત્ર કે ગીતિશાસ્ત્રથી સાવ અબૂઝ છું. મને તો સંધિ અને વિગ્રહની વાતો કરતાં આવડે છે. મને એ પણ ખબર નથી કે નિત્ય યુદ્ધ-વ્યાપારમાં વ્યસ્ત ભરત–બાહુબલી ક્યારે નૃત્યગીતશાસ્ત્ર નિપજાવ્યું !” મધુમક્ષિકા આ સાંભળી ચિડાઈ ગઈ. એના દેશની કળા, અને એમાં એ પારંગત ન હોય, એ કેમ બને ? તેણે કહ્યું : ૭૮ ભરત–બાહુબલી Page #94 -------------------------------------------------------------------------- ________________ અરે, જૂઠાબોલો છે આ પરદેશી ! પકડો એની કાનપટ્ટી ! સાચું બોલાવો એની પાસે !’ ‘રે મહાદેવીઓ ! કહો તો મારા પૂજ્ય પિતાના સોગન ખાઈને કહ્યું, કે હું એ નૃત્યગીતિમાં કંઈ જાણતો નથી, મને એમાંનું કશુંય આવડતું નથી !’ ધિક્કાર છે. તને, ભરતરાજ્યના રહેનારને ! તમે બધા માત્ર માનવહત્યાવાળા યુદ્ધમાં જ નિપુણ લાગો છો ! અરે, ફરી વાર આવજો અહીં. અમે સુંદરીઓ ચાપ છોડવામાં કેવી કુશળ છીએ તે બતાવશું. અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, અશ્વવિદ્યા ને ધનુર્વિદ્યા એ ચારેમાં અમે કુશળ છીએ; પણ કઠોર ક્રૂર યુદ્ધકાર્ય અમે કોઈ પસંદ કરતાં નથી. કોઈને હણીને આપણે જીવીએ એમાં સ્વાદ કેવો ? આ કારણે અમને કાવ્ય, સંગીત, વ્યાકરણ, છંદ્ર, નૃત્ય પસંદ પડ્યાં ને અમે એ સ્વીકાર્યાં. પરદેશી ! જો, તારી જનમભોમની વિદ્યા અમે જ તને બતાવીએ ! અમારા રાજા બાહુબલે પોતે સહુને એ શીખવી છે.’ સુંદરીવૃંદ એકદમ વ્યવસ્થિત થઈ ગયું. કોઈએ કંઠ પર પુષ્પમાળ, કોઈએ મસ્તક પર ફૂલમાળ, તો કોઈએ મુખમાં સુગંધી દ્રવ્યોનાં બીડાં મૂક્યાં ! વૃંદ ગાયન-વાદન માટે તૈયાર થઈ ગયું. ધીરે ધીરે સ્વરનાદ ઊઠ્યા. એ નાદની સાથે જાણે બ્રહ્માંડ બદલાતું લાગ્યું; આખું વાતાવરણ બદલાતું ચાલ્યું. ઋતુ ગ્રીષ્મની હતી, પણ થોડી વારમાં જાણે વાવંટોળ જાગ્યો. જાણે વાદળ આવ્યાં. અરે, મેઘાડંબર જાગ્યો. મીઠી મીઠી ગર્જના થવા લાગી ! ને હવે પાણી વરસવા લાગ્યું ! હંસે પોતાની પાસે રાખેલું તાડપત્ર પહોળું કરીને માથે ઓઢી લીધું ! સુંદરીવૃંદ ખડખડાટ હસી પડ્યું, બોલ્યું : ‘અરે ભલા માણસ ! આ તો મેધરજી નામનો સ્વરાલાપ હતો. ક્યાં છે વરસાદ ? આ તો ભરતગીતિનો પ્રતાપ છે.’ હંસ જેવો હંસ બહાવરો બની ગયો. એને પોતાના પૂર્વ અભ્યાસ મુજબ પુરુષ-પદ્ધતિથી એકાદ-બે સુંદરીઓને કઠોર શબ્દોથી તાડના કરવાની મરજી થઈ આવી; પણ કોમળ છતાં વજ્ર જેવી સુંદરીઓનાં સ્નાયુબદ્ધ શરીરોએ તેના પુરુષત્વના અભિમાનને ઊગતું જ ડામી દીધું. હંસ તાડપત્ર સમેટી કંઈક સ્વસ્થ થાય, ત્યાં તો કોઈ મદારીની મહુઅર બહલી દેશમાં ઃ ૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ વાગતી સાંભળી. અને થોડી વારમાં તો આજુબાજુની કંદરાઓમાંથી બહાર આવીને, નિમંત્રેલા મહેમાનોની જેમ, નાગરાજો ડોલવા લાગ્યા ! . જેના શ્યામ કંઠમાં લીલું ઝેર છલોછલ ભરેલું છે, એવા સર્પરાજોને જોઈ હંસ એકદમ પાછો હઠ્યો; પણ પેલું સુંદરીવૃંદ તો એમનું એમ સ્થિર હતું. કોઈના નયનમાં ભય નહોતો. અભયને વરેલી આ સ્ત્રીઓને અબળાની ઉપમા કેમ આપી શકાય, એનો હંસ વિચાર કરી રહ્યો. એક નાગ નૃત્ય કરતો કરતો હસ તરફ આગળ વધ્યો. હંસ ગભરાવા લાગ્યો, પણ સ્ત્રીઓની સમક્ષ પોતાના જેવા પુરુષત્વાભિમાનીની મશ્કરી થાય એ ઠીક નહિ, એમ વિચારી એ હિંમત ધરી રહ્યો. પણ નાગ તો મહુઅરના સૂરોના ઘેનમાં ધસ્યો આવતો હતો. - હંસના હૃદયનો વેગ વધી ગયો. એના શરીરે પ્રસ્વેદ વળી ગયો, પણ ત્યાં તો સૂરો પલટાયા. કોઈ દરિયાના તરંગો ભૂમિ પર પછડાતા હોય તેવો નાદ ગુંજી રહ્યો. આકાશમાં ગરુડરાજ આવીને ચક્કર લગાવી રહ્યા હોય તેમ લાગ્યું ને સર્પરાજો નાસીને એકદમ ઝાડીમાં ભરાઈ ગયા ! હંસે મુક્તિનો શ્વાસ ખેંચ્યો. પેલી નવોઢા એકદમ આગળ આવી ને હંસનો હાથ પકડી એને આગળ ખેંચતી બોલી : ‘ઓ અયોધ્યાના વાસી ! ધન્ય છે તારા જડત્વને ! મનુષ્યોનાં મસ્તકોના છેદન સિવાય તમને બીજી કોઈ કળામાં રસ નથી, કાં ? ભરતનૃત્યનાં ગીતોનો આ એક પ્રકાર છે. પ્રથમ નાગવરાલિ રાગ અમે ગાયો, પછી ગરુડગાંધાર ગાયો !....' હંસ પોતાનો હાથ છોડાવતો બોલ્યો : “અરે, અમે તો યુદ્ધમાં નિરર્થક સમય ગુમાવ્યો; કશીય જીવનવિદ્યા ન જાણી !' ‘હંસરાજ ! આજ કેવા પ્રકારનો સંદેશો લઈને દરબારમાં જાઓ છો? કહે છે, કે અયોધ્યાના લોકો લડવા-ઝઘડવામાં ભારે કુશળ છે ! વઢ, નહિ તો વઢવા દે, એવા મિજાજના છે ! જ્યાંથી ત્યાંથી લડવાનું નિમિત્ત શોધી કાઢે છે. જોજો, આ પ્રેમની ભૂમિ પર કલહનાં બી ન વાવતા !” હંસે વિચાર્યું કે નિખાલસ દિલની આ કન્યા ખરેખર સાચું બોલી રહી છે. રે ! પ્રેમભરી આ સૃષ્ટિ પર ઉલ્કાપાતના સમાચાર લઈને હું આવું છું; પણ હું મનોમન પ્રતિજ્ઞા કરું છું કે બનશે ત્યાં સુધી ક્લેશને નિવારીશ. ૮૦ ભરત–બાહુબલી Page #96 -------------------------------------------------------------------------- ________________ આહા ! જ્યાં યુદ્ધ નથી, ત્યાં સૃષ્ટિ કેટલી સુંદર શોભે છે ! જ્યાં યુદ્ધ થયું ત્યાં અભિમાન અને હીનતાનાં જાણે વૃક્ષ વવાયાં. જે જીત્યો એ સબળ કહેવાયો. એણે સ્ત્રી, ધન, માણસ, સંપત્તિ, ભૂમિ બધાં પર પોતાનો માલિકી હક સ્થાપ્યો. પોતે મહાન બન્યો, બીજાને હીન બનાવ્યાં. અહીં યુદ્ધ આવ્યું જ નથી, તો અહીંના રૂપમાં સ્વમાન છે, જીવનમાં સ્વમાન છે, વાણીમાં સ્વમાન છે ! પ્રકૃતિ પોતાના શ્રેષ્ઠ સ્વરૂપમાં અહીં વિરાજે છે. રે ! આવે સ્થળે યુદ્ધ નોતરી જીવનના અભિશાપ શા માટે નોતરવા ? કે પછી દરેક શ્રેષ્ઠ શાસન પોતાની પાછળ શાપ લઈને જ આવતું હોય છે ? હંસની આ વિચારધારા આગળ વધી રહી હતી, ત્યાં તો સુંદરીવંદે એક નવો રાગ આલાપ્યો. તરત જ વાડ પરની વેલ પર ફૂલ ખીલી ઊઠ્યાં. અશોક, પારિજાતક, ચંપો વગેરે ફૂલછોડ સુવાસિત ફૂલભારથી લૂમઝૂમી રહ્યાં. દૂર દૂરથી કોઈનો સાદ આવ્યો. સામેથી એક રસિદ પુરુષવૃંદ ચાલ્યું આવતું હતું. સ્ત્રીઓના આ નવા રાગે તેઓને આકર્ષ્યા હતા. તેઓ નાચતા, ગાતા, બજાવતા ત્યાં આવીને ઊભા રહ્યા. ચકોરદૃષ્ટિ હંસે જોયું કે માત્ર તેમના દેહનું આકર્ષણ એ જ પૂરતું નહોતું. સ્ત્રીઓને પુરુષની સાથે રમવાની ઇચ્છા જાગે તેવું આકર્ષણ હજી જગાડવાનું બાકી હતું. એકનું વર્ચસ્વ અહીં નહોતું. બંનેની સંમતિ પ્રત્યેક કાર્યમાં આવશ્યક હતી. પુરુષોએ જુદી જુદી જાતના અલંકારો ધારણ કર્યા હતા. પોતાની શક્તિમત્તા બતાવવા કોઈએ કમરે સર્પબાળ વીંટ્યા હતા; કોઈએ વ્યાઘબાળ તેડ્યાં હતાં; કોઈ નાના પહાડ જેવા હસ્તીબાળને રમૂજ ખાતર આગળ નચાવતા હતા, તો કોઈએ ખભા પર મહાન ગરુડરાજોને વિસામો આપ્યો હતો. આજુબાજુ આવેલી સ્ફટિકની નાની નાની વેદી ઉપર બધા બેસી ગયા; ને સૌએ સાથે મળીને એક અદ્ભુત રાગ છેડ્યો ! થોડી વારમાં આખી વનસૃષ્ટિ ને નગરસૃષ્ટિ જાણે થંભી ગઈ ! ઋતુરાજ વસંત પ્રગટ્યો. હરણાં છલાંગ દેવા લાગ્યાં. મેના ઊડીને પોપટની પાસે ને મયૂરી મયૂરની પાસે જઈ બેઠી. વેલીઓ પૃથ્વીનું કઠોર પડ ભેદી, સડસડાટ આગળ વધીને વૃક્ષને વીંટળાઈ વળી. બહલી દેશમાં જ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ આંબાડાળે અકાળે મોર આવ્યો. કોકિલ ને કોકિલા પ્રેમાલાપ કરી રહ્યાં. સૂરજમુખી સૂરજ ભણી વધ્યાં. કમલિનીઓ કાસારમાં ડોકું ઊંચું કરી ભ્રમરને નિમંત્રી રહી. સહુનાં હૃદયમાં પ્રેમ-આકર્ષણ જાગી ગયું ! સામે જ એક પથ્થરનો પહાડ હતો. આ રાગના બળે એ પથ્થર હૃદય પહાડ પણ ઓગળવા લાગ્યો. એકાએક મિષ્ટજળનું ઝરણ વહી રહ્યું. એને ઓગળતો જોઈ પુરુષો બોલ્યા : અરે ! આપણા રાગ–આશ્લેષથી આ પથ્થરહૃદય પહાડ પીગળ્યો, પણ પથ્થરહૃદયા પ્રેયસીઓ ન પીગળી ! રે, કેવું કઠોર એમનું વક્ષસ્થળ !” સુંદરીવૃંદનું હૃદય પીગળી ચૂક્યું હતું, પણ એ દાક્ષિણ્યમાં સ્વસ્થ ઊભું હતું. પુરુષોના આ કટાક્ષથી સ્ત્રીઓ એકદમ આગળ આવી, ને પોતાને પરિચિત પુરુષના હસ્ત ગ્રહીને ગાતી, નૃત્ય કરતી વનસૃષ્ટિ ભણી ચાલી. પૃથ્વી પ્રેમભરી બની રહી. વિસંવાદ, વિખવાદ, વિકૃતિ જાણે ક્યાંય નહોતાં. સહુ સંવાદી જગતનાં સભ્ય બનીને રસ લૂંટી રહ્યાં. કોઈ ફૂલોથી છાયેલી ખીણમાં, કોઈ વનકંદરાઓમાં, કોઈ ઝરણાને કાંઠે, કોઈ આમ્રવૃક્ષની ડાળે જઈ બેઠાં. રસિયાઓની બંસીઓના નાદે ને સ્ત્રી-પુરુષોની મુક્ત હાસ્યગંધથી બધે જાણે સ્વર્ગ સરજાઈ ગયું. દુઃખ, સંતાપ, સ્પર્ધા, ઈર્ષ્યા જાણે અહીં હતાં જ નહિ, છે જ નહિ ! મનભર જીવવું ને દિલભર ખેલવું એ જ આ સૃષ્ટિનો નિત્યક્રમ છે. અહીં હાર્યાના થાક નથી, મૃત્યુના વિલાપ નથી. આમ્રવૃક્ષ પર આમ્ર આવે, એમ માણસ આવે છે; એવું જ આમ્ર-જીવન જીવે છે, ને એક દિવસ ખીલેલું ફૂલ કરમાઈ જાય, પાકેલું આમ્ર ગ૨ી પડે, એમ માણસ કોઈ સુંદર એકાંત સ્થળે જઈને સૂઈ જાય છે વનહાથીની જેમ ! જના૨ કોઈ રોતું નથી. રહેનારને રસની પડી છે. — અહીં સહુ રસમાં જીવે છે, એટલે એમને જરા સ્પર્શતી નથી, એમનો જીવનરસ કદી કુ૨સ થતો નથી, કદી સુકાતો નથી. હંસ સહુ રસિયાંઓને પોતાની નજરથી અળગાં થતાં જોઈ રહ્યો હતો, ત્યાં તો કોઈએ આવીને એનું કાંડું પકડ્યું. ૮૨ * ભરત–બાહુબલી Page #98 -------------------------------------------------------------------------- ________________ “કોણ એ ?? હંસથી જોરથી બોલાઈ ગયું. કોઈ નહિ, હું મધુમક્ષિકા !” પેલી નવયૌવના હંસની નજીક આવતી બોલી, ‘સહુએ મને પાછી મોકલી છે. કહ્યું કે બિચારા પરદેશીને આમ એકલવાયો છોડવો ન ઘટે. જા, તું એને સાથ આપ !' હંસ જરા સંકોચાયો. એણે કહ્યું : “અમારા દેશમાં આ રીતનો વ્યવહાર ઉચિત લેખાતો નથી. આ ગંધરાગ ભરી સૃષ્ટિમાં મને અવિવેકની દુર્ગંધ આવે છે.' હંસે પોતાની ઉચ્ચતા અને આ લોકોની કનિષ્ઠતા બતાવવાનો પ્રસંગ ઝડપી લીધો. દુર્ગધ ?” મધુમક્ષિકા ચિડાઈ બેઠી. ‘હા. સ્ત્રી-પુરુષોના આ સ્વૈરવિહાર....' હંસ અડધું બોલ્યો, ત્યાં તો મધુમક્ષિકા એને બોલતો અટકાવી બોલી : ‘રે પરદેશી ! તું અમને શું સમજે છે ? જ્યાં જીવનની ભારોભાર સુગંધ વ્યાપેલી છે, એને તું દુર્ગધ કહે છે ? એમાં મને તો તારા નાકનો ને તારા જીવનદર્શનનો જ દોષ લાગે છે ! તેં સ્ત્રીને હંમેશાં જુદી રીતે જ જોઈ છે. મિષ્ટાન્ન જોઈને જેમ મોંમાં પાણી આવે એમ, યુદ્ધમાં હૃદયની સુંદરતાને ભૂલી બેઠેલા તમને સ્ત્રી જોઈ બીજો ભાવ જાગતો નથી ! સારું છે કે તું પરદેશી છે, વળી રાજદૂત છે; નહિ તો કોઈ હાથીની પીઠ પર બેસાડી તને અહીંથી - હાલ ને હાલ તગડી મૂકત !' મધુમક્ષિકા આવેશમાં ને આવેશમાં આટલું બોલી ગઈ. હંસનો પોતાના વચનનો ઘાનો આનંદ ક્ષણજીવી બન્યો, ક્ષણ વારમાં સરી ગયો, ને જાણે પોતે જ આહત થયો હોય તેમ એ ઓશિયાળો બની ગયો. હંસનો કરમાયેલો ચહેરો જોઈ મધુમક્ષિકા શાંત થઈ ગઈ. એ આશ્વાસક મિષ્ટ સ્વરે બોલી : આ પૃથ્વીનો તું અપરિચિત છે, રે પરદેશી ! એટલે તું તારા ગજથી અમને માપે એમાં તારો લગીરે દોષ નથી. પણ જાણી લે, કે અમારો રાજવી પોતે જ કામદેવનો અવતાર છે. જેમ એના દરબારમાં અમે ક્વચિત જ અનિવાર્ય પ્રસંગે જઈએ છીએ. એમ આ દેશનાં રસિયાં નર-નાર મળે છે. આનંદે છે, રસલહાણ લૂટે છે, પણ ક્વચિત જ કામ-દરબારમાં પ્રવેશે છે: અને જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ગંભીર થઈને પ્રવેશે છે. એ આ પ્રવેશને બહલી દેશમાં ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ બેઘડીની મોજ માનતા નથી, દિલ બહેલાવનું સાધન લેખતાં નથી કે રોગી માનસની રોગમુક્તિ માનતા નથી. એને તો એ નર–નારનું સર્વશ્રેષ્ઠ સમર્પણ સમજે છે. સંસારના અમરત્વનું ઓધાન લેખે છે. સમર્પણ વારંવાર થતું નથી, એ તો તું જાણે છે ને !” મધુમક્ષિકા બોલતી બોલતી થંભી. હંસ તો બિચારો શું બોલે ? એ વિનમ્ર બની સાંભળી રહ્યો. મધુમક્ષિકાએ આગળ કહ્યું : ‘તમારે ત્યાં જેમ રણક્ષેત્રમાંથી કોઈ પીઠ ફેરવીને ભાગે એ કાયર લેખાય, ને એ કાયરનું કોઈ મોં ન જુવે, એમ અહીં આવા નિર્દોષ રસવિહારમાં કોઈ કામાચાર આચરી બેસે તો એ ભયંકર નિર્બળતા લેખાય છે, ને એ માટે અમારા રાજદરબારમાં ભારે સજા થાય છે જોકે એવો પ્રસંગ હજી અહીં બન્યો જ નથી. સ્વસ્થતા, સંયમ અને સામર્થ્યની શિક્ષા અહીં ગળથૂથીમાંથી જ અપાય છે. એટલે દીવાનાઓ, રોગીઓ ને વીર્યહીન પ્રજાજનો અહીં ભાગ્યે જ પેદા થાય છે. ને ક્વચિત્ થાય તો આ પથ્થરોના ઘાથી એનો અંત આણવામાં આવે છે.’ મધુમક્ષિકાએ આ વાત પૂરી કરી અને હંસને ખેંચ્યો. હંસ બિચારો અનિચ્છાએ પાછળ પાછળ ઘસડાયો. ૮૪ * ભરત-બાહુબલી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યુદ્ધ વિનાની ભૂમિ બહલી દેશ અને તક્ષશિલા નગરી. એ વિદ્યા અને તપભરી સૃષ્ટિ હતી. અહીં પરંપરાથી જ્ઞાનની રક્ષા કરાતી હતી. પિતા પોતાની પરંપરા પુત્રને આપી જતો. પુત્ર એ પરંપરા પોતાના પુત્રને અશ્રુષ્ણ રીતે આપી જતો. પરંપરા તોડવી એ મહાઅપરાધ લેખાતો. આ અપરાધ અપમૃત્યુ કરતાં ભારે લેખાતો. આ પરંપરાના બળથી વિદ્યા–સાધના–ની એક શાખા લુપ્ત થઈ નહોતી. ત્યાં ફૂલબાગનો નિષ્ણાત હીરા-માણેકના કામમાં પડી પરંપરા ન ગુમાવતો. અલબત્ત, બંનેને એમાંથી પૂરતું મળી રહેતું. નાના-મોટાનો કોઈ પ્રશ્ન ન રહેતો. હલકા-ભારેનો સવાલ ઊભો ન થતો. પરંપરા બરાબર જાળવે એ સામાન્ય; એને ઉજાળ એ વિશિષ્ટ. અહીં બીજું વાતાવરણ તપનું હતું. આ તપ મુનિઓએ માન્ય કરેલ તપ જેવું નહોતું. અન્ય સ્થળે મુનિઓ મૃત્યુને જીતવા તપ કરતા. આ નગરની ખૂબી જ એ હતી કે હજી સુધી આ નગરમાં કોઈ મૃત્યુ પામ્યું નહોતું ! માણસ મરી જાય, એમ લોક જાણતાં હતાં, પણ મરેલો માણસ કેવો હોય તે કોઈએ જોયો નહોતો. મરેલા માણસની સ્મશાનયાત્રા આ પ્રદેશના નિવાસીએ કોઈ દિવસ નીરખી નહોતી. અથવા સ્મશાનયાત્રા એટલે શું એ કોઈ જાણતું નહોતું. આ નગરમાં પ્રત્યક્ષ રૂપે કોઈ માણસ મરતો જ નહિ ! માણસ જ્યારે વયોવૃદ્ધ થાય ત્યારે નહિ, પણ એનાં અંગોપાંગ નિર્બળ થઈ જાય, વનજંગલોમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ જતાં એને શરદી-ગરમી લાગે, ખાવાનું પચે નહિ, સમવયસ્ક સાથે સ્વૈરવિહાર રુચે નહિ, આંખે ઓછું દેખાય, શ્રમ કરતાં શ્રમ લાગે ત્યારે, માણસ બધું તજવાનો સમય આવી પહોંચ્યો છે એમ સમજી જતો અને પ્રસ્થાનની તૈયારી કરતો. એક દિવસ ઊગતી ઉષાનાં શુકન લઈને એ પ્રસ્થાન કરતો, અને દૂર દૂરનાં પહાડોમાં તપ કરવા ચાલ્યો જતો. આ તપ શું, એની વ્યાખ્યા રાજદૂત હંસે ઘણાને પૂછી, પણ એ કોઈ જાણતું નહોતું. મેરુ પર્વત કે વૈતાઢ્ય પર્વતની દિશામાં એ નર-નાર ચાલી નીકળતાં. અને આ રીતે જે જ્યાં એ સદાને માટે જતાં – ફરી કદી દેખાતાં નહિ ! આ વિષે પૂરી માહિતી તો કોઈની પાસે નહોતી, પણ માહિતીવાળા કહેતા, કે તેઓ ત્યાં રમ્ય શિખરો પર રહેતાં. હમણાં ભગવાન ઋષભદેવે ધર્મનો વિચાર આપ્યો છે, એનો વિચાર કરતા, ને એક દિવસ લાંબી ઊંઘમાં પડી જતાં. એ ત્રણચાર દિવસ સુધી ઊઠતાં નહિ, એટલે એ દેહમાંથી એક ગંધ પ્રસરતી—દુર્ગંધ નહિ, સુગંધ નહિ, પણ માદક ગંધ. આ ગંધથી ઊંચાં શિખરો પર રહેનાર ભારડ પક્ષી જાગતું; અને એ પોતાની વિશાળ પાંખો ફફડાવતું ત્યાં આવી પહોંચતું. સામાન્ય રીતે તો ભાખંડ પક્ષી હાથીઓનો જ ભક્ષ કરતું, પણ આવા નિશ્ચેતન માનવદેહો એને ખૂબ ગમતા. ભારડ પક્ષીની પાંખના સુસવાટા બારબાર યોજનથી હવામાં ઝંઝાવાત જગવતા. એ સાંભળીને હાથી બિચારા મોંમાં સૂંઢ નાખી કંદરાઓમાં લપાઈ તા; સિંહ-વાઘ શિયાળની જેમ ઝાડી કોતરમાં પગ વચ્ચે પૂંછડી નાખી અધમૃત્યુ જેવી દશામાં પડ્યાં રહેતાં. આ પંખીને ત્યાંના રહેવાસી મૃત્યુ-દૂત કહેતા. એ આવીને ચિરનિદ્રામાં પોઢેલા માણસના દેહને ઉપાડી જતું. આ તક્ષશિલાનગર-પ્રદેશનાં રહેનારાંઓએ આવી વાતો માત્ર સાંભળી હતી, પણ મૃત્યુ જોયું નહોતું. અકાલ મૃત્યુ હજી અહીં થયું નહોતું. એક માણસ બીજા માણસ સાથે ક્વચિત ઝઘડે, તો તેઓ સ્વયં મારામારી કે ખૂન પર ન આવતાં; તેઓ તરત રાજાજી પાસે જતાં જોકે રાજાજી પાસે જવા કરતાં, તપ માટે ચાલ્યા જવું તેઓ વધુ પસંદ કરતાં; કારણ કે માથે રાજા ૮૬ - ભરત–બાહુબલી Page #102 -------------------------------------------------------------------------- ________________ હોય અને ઝઘડા થાય, ખૂન થાય, એ ખુદ રાજા માટે શરમરૂપ લેખાતું ! સૂરજનો અવતા૨ જેમ પ્રકાશ માટે હોય છે, એમ રાજાનો જન્મ શાંતિ માટે હતો. શાંતિના બહાને અશાંતિ કે યુદ્ધ ઊભાં કરનારો રાજા ન લેખાતો ! પ્રત્યેક પ્રદેશની નીતિ અને ધર્મ વિષેની આગવી વ્યાખ્યાઓ હોય છે. આ પ્રદેશના વાસીઓની આ મનોદશા હતી, એટલે તેઓ ભરતદેવની નૃત્યગીતિ વગેરેની પ્રશંસા કરતાં; પણ ચક્રવર્તીપદ માટેનાં યુદ્ધોની જરા કડક શબ્દોમાં આલોચના પણ કરતાં. વિદ્યા અને તપ પછી ત્રીજું વાતાવરણ અહીં સૌંદર્યનું હતું. પ્રથમનાં બે જરા એકાંગી હતાં, અલ્પ પ્રચારવાળાં હતાં, પણ સૌંદર્યજીવન તો પ્રજાના રોમેરોમમાં વ્યાપ્ત હતું ! સંસારમાં એક કાયદો છે કે ભૂખ જ્યાં પ્રવર્તતી હોય ત્યાં ખાઘઅખાદ્યનો વિવેક ભુલાય છે; ભૂખ્યા માણસ માટે એવો વિવેક દુષ્કર છે. પણ જ્યાં સામાન્ય રીતે ક્ષુધાતૃપ્તિનો પ્રશ્ન ન હોય ત્યાં માણસ સત્ત્વવાળા ભોજનને જ પસંદ કરે છે. એમ જે પ્રદેશમાં કદરૂપાં, કઢંગાં ને રોગી માણસો જ ન પેદા થતાં હોય, જ્યાં સૌંદર્ય એ હરેક જીવને માટે જન્મજાત ભેટ હોય, ત્યાં સૌંદર્યની વિડંબના થતી જ નથી ! તક્ષશિલાનગરપ્રદેશનાં નર-નાર માટે એમ કહેવાતું કે તેઓ નૃત્ય, આરોગ્ય ને દેહસૌંદર્ય માતાના પેટમાંથી જ લઈને જન્મતાં ! વળી આકર્ષણનો નિયમ એવો છે કે જેમ દૂરપણું એમ આકર્ષણ વધુ. સ્ત્રી પુરુષથી દૂર રહે, પુરુષ સ્ત્રીથી દૂર રહે, એટલે એકબીજાંમાં એકબીજાંની સ્વાભાવિક આકર્ષણક્ષુધા રહ્યા જ કરે. અહીં નાનપણથી બાળક—બાલિકા સાથે રહેતાં, સાથે ભમતાં. એકબીજાંના વેણીગૂંથનમાં કે પાણિપીડનમાં કોઈને રોમાંચ ન થતો, હૃદયના ધબકારા વધી ન જતા. સૌંદર્યને જોવાનો, પૂજવાનો હ૨એકનો અધિકાર હતો. અમુક સૌંદર્ય અમુક માણસ જ નીરખી શકે, અમુક નૃત્ય અમુક વર્ગ જ નીરખી શકે, એવી બંધિયાર હવા ત્યાં નહોતી. જેમ દાનવીર પોતાના દાનનો સાર્વજનિક વિસ્તાર કરવામાં રાજી હોય, એમ અહીંનાં સૌંદર્યશાળી નર-નાર પોતાનાં રૂપભર્યાં નૃત્યો સમૂહ માટે ભેટ કરવામાં લહાવો સમજતાં. યુદ્ધ વિનાની ભૂમિ * ૮૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ દાંપત્ય પણ અહીં બહુ જ સહચાર પછી અનુભવાતું. દેહોપચાર માટે અહીં બહુ જ મર્યાદા હતી. કારણ કે એ મર્યાદા ન જળવાય તો જરા (વૃદ્ધાવસ્થા) વહેલી સ્પર્શી જતી, અને જેને જરા સ્પર્શતી એને તપ કરવા ચાલી નીકળવું પડતું. એવા માણસો આ સૌંદર્યનગરીમાં હડકાયાની જેમ હડધૂત થતા. કહેવાય છે, કે અહીં દેહોપચાર એક વાર રસ માટે, બે વાર સંતાન માટે યોજાતો. સંતાનપ્રાપ્તિ પછી તો ક્વચિત જ દંપતી દેહની ભૂખથી મળતાં ! સંતાનોત્પત્તિ પછી એ ઝાઝું ન જીવતાં, ને જીવતાં તો સંતાન સિવાય એમના અંતરને બીજું સ્પર્શતું નહિ. આનો અર્થ એ નથી કે આ નગરનાં નિવાસીઓ દેવદેવી જેવાં હતાં. દેવ-દેવી માટે એવું કહેવાતું કે એક વાર તેમના મનમાં સંકલ્પ થયા પછી, તેઓ મનોનિગ્રહ ન કરી શકતાં. પણ અહીંના માણસોને એવો સંકલ્પ કોઈ વાર થતો તો તેઓ મનોનિગ્રહ કરી જાણતાં. અહીં સહચાર હતો, પણ અનાચાર કે અત્યાચાર નહોતો. લોકો પાસે અનાચાર કે અત્યાચાર કેવો હોય એની કલ્પના પણ નહોતી. અને એના કારણમાં આ પ્રદેશ પર હજી યુદ્ધ આવ્યું નહોતું. અને તેથી સ્ત્રીની સમાનતા અને સ્વતંત્રતા પુરુષના જેવડી જ – જેટલી જ મનાતી હતી. સંસારનું એક પરમ સત્ય એ હતું કે જગતમાં યુદ્ધ આવ્યા પછી જ સ્ત્રીઓ પછાત પડી. કારણ કે સ્ત્રીઓને તરત જ ભાન થયું કે લોહી લેવામાં કે દેવામાં એમનો જીવ મુક્ત મને કામ કરી શકતો નહોતો. સંહારની કલ્પનાથી જ એ ધ્રૂજી ઊઠતી. કોઈ વાતમાં પાછો કદમ ન મૂકનારી સ્ત્રીઓ યુદ્ધમાં આમ પછાત પડી, એટલે પુરુષ વિજેતા બન્યો, સ્ત્રીથી મોટો થઈ ગયો. યુદ્ધ બીજું કંઈ પરિણામ લાવે કે નહિ, પણ એ માણસની બુદ્ધિનું જન્મજાત સમત્વ તો અવશ્ય ખોવરાવી અને એવો સમત્વવિહોણો માનવી પશુબલને સર્વશ્રેષ્ઠ બળ ગણે છે, ને પૃથ્વી પર નિર્બળને દબાવવામાં ધર્મ અને બળવાન પાસે નમવામાં ફરજ સમજતો થાય છે. બળવાન પોતે શ્રેષ્ઠ ને બીજા હેઠ એમ માનવા લાગે છે. સંસારના વિકૃત ચિત્રના શ્રીગણેશ અહીંથી થાય છે. પણ માનવ એ આખરે તો માનવ છે. યુદ્ધદીવાના આદમીમાં કદીક ૮૮ ભરત–બાહુબલી Page #104 -------------------------------------------------------------------------- ________________ માનવતા જાગે છે, એને સંસારની વેદના લાગે છે; પણ એ ભૂલવા એ બુદ્ધિને કેફ કરાવે છે. મનને એ સૌંદર્યનો ભોગ ધરાવે છે; હૃદયને મોટાઈની હીન મહત્ત્વાકાંક્ષામાં રાચતું કરે છે. મદ્ય એને ક્રૂર બનાવે છે. સૌંદર્યલોભ એને પશુથી હીન બનાવે છે; અને એ યુદ્ધદીવાનો પોતાના જગતમાં નાચે છે. આવું યુદ્ધ અહીં કદી આવ્યું નહોતું. યુદ્ધ શા કારણે આવે, એની કોઈને કશી કલ્પના નહોતી. પૂરતું પોષણ અને પૂરતો આરામ સહુને સહજ રીતે મળી રહેતાં. મારા-તારાના એવા મોટા ઝઘડા નહોતા. ઝઘડા જાગતા તો બે મીઠા શબ્દથી કે આંખનાં બે આંસુથી શાન્ત થઈ જતા. યુદ્ધ નહોતું એટલે પુરુષનું વર્ચસ્વ નહોતું. સ્ત્રી પુરુષ સમાન અધિકાર ધરાવતી હતી. ‘આહ ! આવી મનમોહન ભૂમિ પર યુદ્ધ આવે તો ?” રાજદૂત હંસના મનોદેશમાં આપોઆપ એક ભયંકર વેદના જાગી. વીંછીએ જાણે ડંખ દીધો. ફરીથી એના મને પોકાર કર્યો : ‘આહ ! આ ભૂમિ પર યુદ્ધ આવે તો ? તો આ નૈસર્ગિક રમ્યતાનો વિનાશક દાનવ હું જ ઠરું ! સ્વપ્ન સમી સુંદર આ સૃષ્ટિનો નાશ કરનાર પાપી હું જ બનું !' હંસ ખેદ સાથે બે ઘડી ઊભો રહી ગયો. મધુ જેવી મીઠી મધુમક્ષિકા આગળ નીકળી ગઈ. આ તો ઉત્સવરસિયાં નર—નાર ! હંસ વિચાર કરતો ઊભો રહ્યો : એક જ યુદ્ધ, અને આ બધી મનોહરતા ભસ્મિભૂત ! એના આ વિચારના પ્રત્યાઘાતમાં જ ન હોય તેમ પડખેની દીવાલ પરની સુંદર ફૂલવેલ એકાએક કરમાઈ ગઈ ! અરે ! પાસેના આમ્રવૃક્ષ પર બેસી બંસી વગાડતી એક રસિક નારીના બંસીના સ્વરો સાવ પલટાઈ ગયા. એ બંસીના સ્વરસૌંદર્યનું પાન કરતા, સ્વૈરવિહાર માણી રહેલા ગોપયુવાનો દોડતા આવ્યા ને બોલ્યા : ઓ રસિકે ! આ તે તેં બંસી વગાડવા માંડી, કે વાંસની ભૂંગળીથી અગ્નિને ફૂંકવા માંડ્યો ? એ સાંભળીને તો દૂધ દેતી ગાયો દૂધ ચોરી લે ! સાવ અપરિચિત સ્વરો ! બંધ કર તારી આ બંસી !' યુદ્ધ વિનાની ભૂમિ * ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ બંસી વગાડનારી રસિકા પણ ઝાડ પરથી નીચે ઊતરી આવી ને રડતા સ્વરે બોલી : “હું શું કરું ? બંસી એની એ છે, હું પણ બદલાઈ ગઈ નથી, પણ ન જાણે કોઈનો અપશુકનિયાળ પડછાયો પડ્યો કે મારા સૂર રેઢિયાળ થઈ ગયા છે !” સહુ ચારેતરફ જોવા લાગ્યાં : કોણ છે એ દુષ્ટ આત્મા, જેના પડછાયે વેલ સુકાણી ? બંસીના સૂર ભડકામણા બન્યા ? ત્યાં તો રાજદૂત હંસ ઉપર સહુની નજર પડી. “અરે ! આ પરદેશીનાં જ આ કામ લાગે !” કહીને સહુ તેની આજુબાજુ ફરી વળ્યાં. રાજદૂત હંસે જોયું કે વળી એની એ જ ઉપાધિ નવા અવતારે આવીને ઊભી રહી છે ! એ થાક્યો હતો. રસ, રૂપ ને ગંધની ઉત્કૃષ્ટ સૃષ્ટિમાં એ કમજોર બની ગયો હતો – મદ્યના મહાશોખીનને કસ્તૂરી ન રુચે તેમ ! પણ હંસ ચતુર પુરુષ હતો. એણે કેટલાય દેશ જોયા હતા, કેટલાય કૂવાનાં પાણી પીધાં હતાં. એણે આ નવી લપમાંથી છૂટવા નવી યુક્તિ શોધી. એણે કહ્યું : “જે નગરમાં એક પરદેશીને ઘરઘરની ઠોકરો ખાવી પડે, ને કોઈ રાજકચેરીનો રસ્તો પણ ન ચીંધે. એ પરદેશીના અંતરના ઊના નિઃશ્વાસ વેલને પ્રજાળે નહિ તો શું કરે ? બંસીને બસૂરી ન કરે તો શું કરે ?” ભાઈ ! તું કોણ છે ? તારે શું કામ છે ?” બધાં બોલ્યાં. તેઓને પોતાની ભૂલ જાણે સમજાઈ હોય, એમ સહુ ઓશિયાળાં બની ગયાં. ‘હું કોણ છું એ ન પૂછો. તો મારું કામ હું કહું ? હંસે કહ્યું.એના તીરે ધાર્યું નિશાન પાડ્યું હતું. ‘કેવો વિચિત્ર માણસ છે ! અરે, ઓળખાણ આપવામાં તને કોઈ ખાઈ જતું હતું? ભલે, કામ કહે, નામ ન કહેતો, રે પરદેશી ! “મારે રાજા બાહુબલને મળવું છે. મને ત્યાં લઈ ચાલો. શરત એ કે માર્ગમાં તમારામાંથી કોઈએ મારી સાથે કંઈ વાત ન કરવી. કોઈ સુંદરીએ મને સથવારો ન આપવો.” ભલે, ભલે, ચાલો !' બધાં બોલ્યાં, ને હંસને ઉપાડ્યો. થોડી વારમાં બધાં રાજા બાહુબલના દરબાર ભેગાં ! ૯૦ ભરત–બાહુબલી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્નેહમુદ્રા બાહુબલ રાજાની નગરી દેવનગરી જેવી દેદીપ્યમાન હતી. ને ઇન્દ્રધનુષ્યના સપ્તરંગોથી બનાવેલી હોય, એવી દૂરથી જોનારને લાગતી. ઊંચાં હર્મશિખરો ૫૨ મયૂરો કેલી કરતા અને વાદળોમાં રંગબેરંગી સોનેરીરૂપેરી પંખીઓ રમતાં ! અશાંતિનો, કલહનો, ઈર્ષ્યાનો વિચાર સરખો પણ ન આવે, એવી આ નગરી હતી, પ્રેમ, પ્રેમ ને પ્રેમ ! મા પુત્રને પ્રેમ કરે, પુત્ર પિતાને પ્રેમ કરે, બંધુ બંધુને પ્રેમ કરે, પત્ની પતિને ચાહે, પતિ પત્નીને ચાહે, શંકા—કુશંકા જન્મે જ નહિ બસ એ જ અહીંનું જીવનમધું હતું ! યુદ્ધનો વિચાર લગભગ અહીં નવો હતો. અહીંનાં વાદ્યોમાંથી લોહીની તરસ જગાડે એવો સ્વરનાદ ન નીકળતો. સ્ત્રી-પુરુષો સુંદર શણગાર સજી, પગ થનગનાવતાં, મસ્તક મંજરીઓથી ડોલાવતાં, રાસ રમવા આવતાં અને મધુરનાદનું ગુંજન કરતાં. અહીંની હવામાં પરોઢની તાજગી હતી. અહીંના અજવાળામાં ઉષાના રંગો હતાં. લોહી તો આ ભુમિએ ભાળ્યું નહોતું. જૂના વખતમાં ભૂખની આગ માનવીને શિકાર તરફ દોરી જતી; ન છૂટકે એ જીવને હણતા; પણ ભગવાન ઋષભદેવે ખેતી શિખવાડી, ગૌપાલન ને પશુપાલન શિખવાડ્યું, ત્યારથી રક્તની વાત સહુ ભૂલી ગયાં હતાં. રાતો રંગ માત્ર સુંદર નર-નારજ વાપરતાં. Page #107 -------------------------------------------------------------------------- ________________ જીવનનો ઉપભોગ, યૌવનનો ઉપભોગ, હરએક અવસ્થાનો જીવંત ઉપભોગ અહીં મુખ્ય હતો. ભરતદૂત હંસે જેમતેમ પેલી સુંદર નવયૌવનાથી પોતાનો પીછો છોડાવ્યો, ને જે કર્તવ્ય માટે એ આવ્યો હતો તે કર્તવ્ય અદા કરવા માટે આગળ વધ્યો. સમાનશીલ ને સમાનધર્મી સ્ત્રી-પુરુષ એ કંઈ એકબીજાંને નિરાંતે રમવાનાં રમકડાં નથી, એનું ભાન હંસને આજે અહીં થયું. એને લાગ્યું કે યુદ્ધે બીજું કંઈ અનિષ્ટ સરજાવ્યું હોય કે ન સરજાવ્યું હોય ભલે એ વિવાદનો પ્રશ્ન હોય–પણ પુરુષોની યુદ્ધપ્રિયતાએ સ્ત્રીના સ્વાતંત્ર્યને જરૂર હણ્યું છે. આવા આવા અનેક વિચારો હંસના ચિત્તતંત્રને ખળભળાવી રહ્યા. પણ એ આ નગરીમાં આવા વિચારો કરવા આવ્યો નહોતો; એ તો એક હાથમાં શાંતિ ને બીજા હાથમાં યુદ્ધ લઈને આવ્યો હતો ! એક આંખમાં અગ્નિ અને બીજી આંખમાં અનિલ લઈને આવ્યો હતો. એણે એ જ વિચારમાં સંલગ્ન રહેવું જોઈએ, નહિ તો આ સુંદર નગરી એનું આખું ભણતર જ ભુલાવી દે ! કોઈ રસિક સ્ત્રી પોતાને વસંતવિહાર ને ગીતગુંજન માટે ખેંચે નહિ એ ભયથી એ ઉતાવળો ચાલ્યો. જોકે એ વખતે એક વિચાર એના મનમાં આવ્યો પણ ખરો, કે મારા બદલે જો ખુદ ચક્રવર્તી મહારાજ ભરતદેવ, અહીં વિષ્ટિએ આવ્યા હોત તો, તેઓ પણ આ વાતાવરણમાં યુદ્ઘને બદલે પ્રેમની કવિતા કરવા લાગી જાય ! પણ ભરતદેવ એ ભરતદેવ હતા, ને પોતે એ પોતે હતો. હંસે પોતાની આવી મનોરમ વિચારસરણીને દાબવા માંડી. સહજ રીતે મુખ પર આવી જતી, મુખમાંથી સરી પડતી પ્રેમકવિતાને કચડીને અંતરના ભંડારિયામાં ઊંડે ભંડારી દીધી. હંસે કદમ આગે બઢાવ્યા. તક્ષશિલાના દરવાજા પર એ આવી પહોંચ્યો. એ વખતે ચંપક કાષ્ઠના રથમાં બેસીને, ચંપક પુષ્પના અલંકારો પહેરીને જતાં કેટલાંક રસિક નરનાર સામે મળ્યાં. તેઓએ પ્રતાપી હંસને જોયો, ને તેઓનું લક્ષ ખેંચાયું. રથના રૂપાળા ધોરીને થોભાવતાં તેઓ બલ્યાં : અરે ઓ ભાઈ પરદેશી ! પ્રવાસથી આવતા લાગો છો. કપાળમાં કુમકુમ નથી, દેહ પર એકે પુષ્પ નથી, મસ્તક પર ફૂલમુગટ નથી ! આ શું ? કેવો ૯૨ * ભરત–બાહુબલી Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ ? ક્યાં જવું છે ?” હંસને આ ક્યાં જવાના પ્રશ્ન ફરી મૂંઝવી નાખ્યો -- રખેને પેલી નવયૌવનાવાળા પ્રસંગની ફરી પુનરાવૃત્તિ ન થાય ! એણે કહ્યું: “મારે મહારાજ બાહુબલને મળવું છે, અગત્યનું રાજકાજ છે.' તો ભાઈ પરદેશી ! બઢો આગે. રાજકાજમાં અમે માથું મારતાં નથી. અમારા રાજા પણ અનિવાર્ય હોય ત્યારે જ એમાં રસ લે છે. એ તો કહે છે કે વધુ પડતો રાજરંગ માણસને મહત્ત્વાકાંક્ષી બનાવે છે, ને મહત્ત્વાકાંક્ષી શું પાપ નથી કરતો ? માટે રાજરંગ તો અનિવાર્ય હોય ત્યારે માણવો, બાકી આ પ્રેમરંગ અને પછી ભગવાન ઋષભદેવે શીખવેલો ધર્મરંગ ! ભાઈ ! આગળ વધો. આગળ વધો. મહારાજ હમણાં જ કવિસભામાંથી નિવૃત્ત થઈ દરબારમાં ગયા છે.” આભાર તમ સહુનો,” બોલતો બોલતો હંસ આગળ વધી ગયો. પણ એ પહેલાં કેટલીક રસિકાઓ તેની પાસે આવી પહોંચી હતી, ને કર્ણમાં, કંઠમાં, બાજુબંધ પર પુષ્પોનો શણગાર પહેરાવી ગઈ હતી ! કપાળમાં કુમકુમ અને ગાલ પર કસ્તૂરી લગાવી ગઈ હતી. - હંસને તો “માન, ન માન, મેં તેરા મહેમાન જેવું બન્યું હતું ! કુમકુમ કરતી સુંદરીએ કહ્યું : પરદેશી ભાઈ! અહીં તો મરતો માણસ પણ શણગાર કરીને મરે છે, પછી જીવતા માણસની તો વાત જ શી ? આ શણગાર અમે તમારા સારા માટે કર્યો નથી, અમારી આંખ જ કોઈને કદરૂપું જોઈ શકતી નથી, માટે કર્યો છે ! તમારા ગાલ પર કસ્તૂરી લગાવનારી મધુમંજરી કોણ છે, એ જાણો છો ?' છૂટતો છૂટતો હંસ વળી ફસાતો લાગ્યો. જવાબ આપ્યા વગર આગળ કદમ ભરાય તેમ પણ નહોતું. એણે ડોકું ધુણાવીને કહ્યું, “તમે જેને આટલું મહત્ત્વ આપ્યું એ મધુમંજરીને તો હું પિછાણતો પણ નથી !' એટલામાં તો થનક થનક કરતી મધુમંજરી આગળ આવીને ઊભી. ‘તમે તેના ગૌર ગાલ જોયા ?” પેલી સ્ત્રીએ પ્રશ્ન કર્યો. હા.' હંસે ટૂંકાક્ષરી જવાબ આપ્યો. એ ગાલ પર લાલ મુદ્રા અંકિત થયેલી છે, તે જોઈ ? ‘હા.' હંસ જાણે પરાણે જવાબ આપતો હતો. કારાગૃહમાંથી તાજી જ મુક્તિ મેળવનાર કેદી જેવી એની મનોદશા હતી. ‘એ શું છે ?_જાણો છો ? સ્નેહમુદ્રાકલ્પ Page #109 -------------------------------------------------------------------------- ________________ “ના. હંસે જવાબ આપ્યો. એ આગળ વધવા માટે ચારેતરફ જોતો લાગ શોધતો હતો, પણ ચંપક કાષ્ઠના રથ એનો માર્ગ રોકીને ખડા હતા. વાહ રે પરદેશી ! સાવ અજ્ઞાન લાગો છો ! એ તો અમારા મહારાજ બાહુબલની ઓષ્ઠમુદ્રા છે. આ મધુમંજરી આજની કવિસભામાં અગ્રગણ્ય ઠરી. એની કવિતાએ સહુનાં મન જીતી લીધાં. આજના દિવસની એ અધિષ્ઠાત્રી ઠરી. અમારે ત્યાં એવો નિયમ છે કે જે સર્વોત્તમ સાબિત થાય એનો અભિષેક થાય. રાજા પોતે એને અભિષેક કરે, તાંબુલ આપે અને તે રસિક કવયિત્રીના ગોરા ગાલ પર ચુંબન ચોડે. આજના ચુંબનની એ અધિકારિણી કરી છે. હવે એ ઘેલી શું કહે છે, એ જાણો છો ?” એક વાત પૂરી થતાં થતાં, પેલી વાતોડિયણે બીજો પ્રશ્ન એની સાથે સાંકળી લીધો. લાચાર બિચારો હંસ ! એ કદમ ચલાવવા માગતો હતો, ત્યાં એને ફરી જીભ ચલાવવી પડી. એ નિરુપાય હતો. વજની બેડીઓ તોડવાનો અનુભવી હતો, પણ પ્રેમની બેડીઓ તોડવાનો જરાય અનુભવ નહોતો. એણે ફરી કહ્યું, હું કંઈ અંતર્યામી નથી.” જુઓ, આ પૃથ્વી પર અંતર્યામી તો એકલા ભગવાન ઋષભદેવ છે. પણ આ એના અંતરની વાત એણે અમને કરી, તેથી અમે જાણીએ છીએ. મધુમંજરી કહે છે કે, મારા રાજાએ આપેલી સ્નેહમુદ્રા એ મારી જીવનમુદ્રા. હું તપસ્વિની બ્રાહ્મીદેવી પાસે જઈશ ને અક્ષર, સ્વર અને સૂર પાછળ જીવન વિતાવીશ. હવે આ ઓષ્ઠ બીજાથી અસ્પૃશ્ય ! આ દેહની સાર્થકતા માત્ર અક્ષર, સ્વર ને સૂર સિદ્ધ કરવામાં. એ કહે છે કે હું અયોધ્યા જઈશ. મહારાજ ભરતદેવને મળીશ. તેમનું નૃત્ય-ગીતિ-શાસ્ત્ર શીખીશ. અયોધ્યા આવે ત્યારે તમે તેને મદદ કરશો ને ?” બોલનારી ભારે ચતુરા હતી. એ એવી વાકલા વાપરતી હતી કે, એની આગળ હંસ જેવા વિખ્યાત વાક્પટુની વાણી પણ પંગુ બની ગઈ હતી. જરૂર આવો, મધુમંજરીબહેન ! પરદેશી સજ્જન ! મને મારા નવા નામે બોલાવો. શું તમે મારું નવું નામ નથી જાણતા ?” મધુમંજરી બોલી. ના, દેવી ના ! હંસ હવે આવા વિનોદથી થાક્યો હતો, પણ કંઈક આડુંઅવળું બોલી જોખમ ઊભું કરવા ઇચ્છતો નહોતો. ૯૪ ભરત–બાહુબલી Page #110 -------------------------------------------------------------------------- ________________ અહીં આવો ! જુઓ આ મારા ગાલ ! એક સ્ત્રી આવી અને હંસને મધુમંજરીની નજીક ઘસડી ગઈ. હંસ ચિત્કાર કરીને બોલ્યો : “અમારા રાજા ભરત–બાહુબલીની આજ્ઞા છે, કે સૈનિકે સ્ત્રી સામે નજર ઉઠાવીને પણ જોવું નહિ.' “વાહ તમારા રાજાની હોશિયારી ! એ જાણે છે, કે તમે સ્ત્રી સામે જુઓ તો તમારી દીકરી, બહેન, પત્ની યાદ આવે ! ભાઈ, બાપ ને પુત્ર યાદ આવે ! અને પછી યુદ્ધના નરસંહારમાં તમને રસ ન રહે. વારુ, સ્ત્રીનાં સુંદર અંગો પાસે જવું, એ પણ પ્રબળ પુરુષાતન માગે છે ! ભલે, જરા દૂરથી જ નિહાળો !” મધુમંજરીએ પોતાના ગૌર ગાલ તેના તરફ ધર્યા. સૌંદર્યની કવિતા સદેહે નિહાળતો હોય એમ હંસ એ ગાલની લાલીને નિહાળી રહ્યો. પરદેશી ! આ સ્નેહની મુદ્રા છે. મારું નામ સ્નેહમુદ્રા. અયોધ્યામાં આવું ત્યારે આ નામ યાદ રહેશે ને ?” ‘જરૂર !” ટૂંકો જવાબ આપી હંસ આગળ વધ્યો. ‘ને એ પરદેશી–' સ્નેહમુદ્રાએ હંસના વસ્ત્રનો પાલવ પકડીને એને થંભાવતાં કહ્યું. અયોધ્યા હોત તો હંસ આવી ધૃષ્ટ સ્ત્રીનું અપમાન કરી નાખત. પણ અહીંની સ્ત્રીઓને તેજપ્રભાવ એવો હતો કે માણસને એનું અપમાન કરવું અયુક્ત લાગે. શું કંઈ કહેવાનું શેષ છે ?? હસે પૂછ્યું. “હા, મારા રાજાને મેં આ નિર્ણય સંભળાવ્યો, ત્યારે તેમણે કહ્યું કે રે સ્નેહમુદ્રા ! સ્વર, સૂર ને અક્ષરની સ્વર્ગમાં વસનારી દેવીનું નામ સરસ્વતી છે. તું જ્યારે સ્વર-સૂરની અધિષ્ઠાત્રી બનીશ, ત્યારે હું તને જીવંત સરસ્વતીનું ઉપનામ આપીશ. એ વખતે મોટો ઉત્સવ થશે. મારા રાજા એ સરસ્વતી ઉત્સવ કરે, ત્યારે ઓ અયોધ્યાવાસી હંસ ! તું તારા રાજા સાથે અહીં આવીશ ‘શા માટે નહિ ? નિમંત્રણ તો પાઠવશો ને ?” હંસે કહ્યું. “અરે ! નિમંત્રણ તો લડાઈમાં હોય, અહીં તો કાવ્યગતિ સાંભળવા વગર નિમંત્રણે બધાં આવે છે !” સ્નેહમુદ્રાએ કહ્યું. ‘સારું ? ને આ લપથી પલ્લો છોડાવવા હંસ આગળ વધ્યો, એટલું જ નહિ, આગળ દોડ્યો. સ્નેહમુદ્રા ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બાહુબલના દરબારમાં સ્વર્ગની કલ્પના સહુ કોઈને હતી અને સ્વર્ગના રાજા ઇન્દ્રનાં રૂપસ્વરૂપ વિષે સહુ ઘણી ઘણી વાતો કરતા. પણ સ્વર્ગ કેવું હોય ને સ્વર્ગના રાજા કેવા હોય, એ વિષે પ્રત્યક્ષ પરિચય કોઈને નહોતો. પણ કેટલાક એમ જરૂર કહેતા કે સ્વર્ગ સાકાર કરવું હોય ત્યારે તક્ષશિલા નગરીનો સુવસન્તિકા’ કે ‘શાલભંજિકા ઉત્સવ નીરખવો; અને સ્વર્ગના અધિરાજ ઇંદ્રની પ્રતિમૂર્તિ નીરખવી હોય તો રાજા બાહુબલને જોવા. સ્વર્ગના સ્વામીના રૂપગુણ વિષે કવિઓ જે કલ્પના કરતા, ને શાસ્ત્રકારો પોતાની જીભે જે વર્ણન કરતા એનો નમૂનો રાજા બાહુબલ હતા ! એ કામદેવના અવતાર લેખાતા, અને એમનો દરબાર પંચશરનો દરબાર કહેવાતો. સંસારવિશ્રુત આ ક્વેિદત્તીનું સત્ય રાજદૂત હંસે સભાપ્રવેશ સાથે જ અનુભવી લીધું. ઇન્દ્રસભા જેવી આ સુંદર સભા હતી, ને ઇંદ્રરાજ જેવા તેજસ્વી આ રાજા હતા ! મધુર, મનોહર સૌંદર્યની પ્રતિમા જેવા રાજા બાહુબલ હતા. એમની દેહયષ્ટિ પ્રચંડ હતી, પણ જેટલી પ્રચંડ તેટલી પ્રસન્નમધુર હતી ! આખા દેહમંડળ પર તેજનું એક આછું મધુર વર્તુલ રમતું હતું. જે તેજમાં સ્ત્રી તો શું પુરુષ પણ મુગ્ધ થઈ જતો. રાજા બાહુબલનાં અંગોમાં કવિતાનું સૌંદર્ય ને અલંકારની સુશ્રી ઊભરાતી હતી. રોમેરોમમાંથી જુવાનીની મહેક જાગતી હતી. લાંબા સુંવાળા કેશ એમના પૌરુષેયના પ્રતાપમાં ઓર વધારો કરતા હતા, ને નાનાશાં કર્ણફૂલ Page #112 -------------------------------------------------------------------------- ________________ એ દેહમૂર્તિને કલ્પનાની દેવમૂર્તિ જેવી મનમોહન બનાવતાં હતાં ! ચક્ષુઓમાં ચાતકના જેવી સ્વાતિની પ્રેમપ્યાસ હતી ! શબ્દોમાં જાણે હંસલા મોતીનો ચારો ચરતા હતા. ટૂંકામાં કહીએ તો પ્રતાપી પુરુષત્વ, અધીર યૌવન અને સુશ્રીભર્યું સૌંદર્ય–આ ત્રિવેણીનો સંગમ એટલે રાજા બાહુબલ ! રાજસભા હેકડેઠઠ ભરાયેલી હતી. એક તરફ સામંતો, મહાસામંતો, કોષાધ્યક્ષો અને કવિઓ બેઠા હતા; બીજી તરફ અંતઃપુરની એકને જોઈએ અને એકને ભૂલીએ તેવી રમણીઓ, અમાત્યો ને દરબારીઓ બેઠાં હતાં ! આ રાજ્યમાં વ્યભિચારી કે ચોર હજી સુધી જન્મ્યા નહોતા. રાજસભામાં ચર્ચા માત્ર ત્રણ વાતની થતી : એક સમય વિષે, બીજી ઋતુ વિષે, ત્રીજી રસ વિષે ! રાજદૂત હસે જ્યારે સભાપ્રવેશ કર્યો ત્યારે ચર્ચાનો ગંભીર વિષય એ હતો, કે સ્ત્રીઓએ ચાપ (તીર) ચલાવવાં કેમ છોડી દીધાં, ને હવે આ વખતે ‘સુવસંતિકા'ના ઉત્સવ વખતે રાજાજી પાસે કલાનૃત્ય માટે વસંતકુંવરી તરીકે કોણ સુંદરી વસંતનો વેશ સજીને જશે ? પહેલા પ્રશ્નના જવાબમાં સ્ત્રીઓએ એવી દલીલ કરી હતી, કે સ્વાનુભવથી અમને એવું લાગ્યું છે કે પુરુષને ઘાયલ કરવા માટે અમારે ચાપની જરૂર નથી. અમારી પાસે ભૂભંગ નામનું સર્વોત્તમ ચાપ છે – ક્ષણ એકમાં ઘાયલ કરી નાંખીએ ! - બીજા પ્રશ્નમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે કુમારી સ્નેહમુદ્રાને જ આ વર્ષે વસંતકુંવરી બનાવવી. એ જ રાજાજીના નવા કલાનૃત્યની વારસદાર બનવા યોગ્ય છે. અને ભલે એ રાજાજીને પોતાનાં સ્વર ને શ્રુતિથી મહાત કરે ! રાજદૂત હંસનો પ્રવેશ થતાં એ ચર્ચા ત્યાં સ્થગિત કરવામાં આવી ને પોતાના વડીલબંધુ ભરતદેવનો દૂત છે, એ જાણતાં રાજા બાહુબલ પોતે એકદમ ઊભા થઈ ગયા, ને ભાઈને જ ભેટતા ન હોય, તેમ આગળ વધીને હંસને ભેટ્યા ! એ આશ્લેષમાં પણ પ્રવાસનો શ્રમ દૂર કરવાની પ્રેમશક્તિ હતી ! રાજદૂત હંસને આવો વિધિ સાવ અપરિચિત હતો. સેવ્ય ઊઠીને સેવકને આટલું આદરમાન આપે, એ વાત તેને ખુદ સ્વામી માટે ગૌરવહીન લાગી ! એણે મનમાં વિચાર્યું કે ક્યાં સૂર્ય સમા ભરતદેવ ને ક્યાં ખદ્યોત સમા બાહુબલ ! બાહુબલના દરબારમાં ૯૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ એ બાથમાંથી છૂટી નીચો નમ્યો, ને અયોધ્યાથી આણેલું નકશીદાર સુવર્ણકમળ ચરણમાં મૂકી એણે પ્રણિપાત કર્યા. રાજા બાહુબલ પ્રેમમોતી વરસાવતા હોય તેવા સ્વરે બોલ્યા : રે રાજદૂત! અમે તારું સ્વાગત કરીએ છીએ. અમારા વડીલબંધુ શ્રી ભરતદેવ કુશળ તો છે ને ?” રાજદૂત હંસ ભરતરાજનો પરમ અનુયાયી અને ચુસ્ત ઉપાસક હતો. એને પોતાના મહાન સ્વામી માટે “ભરતદેવ એટલા સાદા શબ્દો જરા ખેંચ્યા. એણે જરા ગર્વપૂર્વક મસ્તક ઊંચું કરતાં કહ્યું : છ ખંડને જીતનાર, અખંડ ભૂમંડલના રાજરાજેશ્વર, પરમ ભટ્ટારક. વિદ્યાધર-વ્યંતરસેવિત, ચક્રવર્તીરાજ મહારાજ ભરતદેવ જગતને કુશળ આપનાર છે. પછી એમને અકુશળ ક્યાંથી સંભવે ?” રાજા બાહુબલને આ વાણી સુગંધભર્યા કેવડાના કાંટાની જેમ ખૂંચી, છતાં ઉત્સાહભેર તેઓ સ્વજન-સંબંધીની કુશળતા પૂછવા લાગ્યા. એ પૂક્યા પછી પોતાની પ્રિય નગરી અયોધ્યાને વિષે તેમણે પૃચ્છા કરી. આ પૃચ્છા કરતી વખતે રાજા બાહુબલના સુકુમાર મુખ પર બાલ્યભાવની રેખાઓ અંકાઈ ગઈ. તેમણે પૂછ્યું : રે હંસ ! પરમપિતા ભગવાન ઋષભદેવની અયોધ્યાનગરીની પ્રજા આર્યભરતના રાજ્ય વિષે કુશળ તો છે ને ?” હંસને આર્ય ભરત એટલા સાદા શબ્દો ન રુચ્યા પણ તેણે તે ગળી જઈને કહ્યું : જે દેવોને પણ કુશળતા અર્પે છે, એની પ્રજાને અકુશળતા કેવી ? પુત્ર પિતાના વૈભવને શતગુણ વૃદ્ધિગત કર્યો છે.” પિતાનો વૈભવ !' રાજા બાહુબલે શબ્દો બોલતાં જાણે અંતરમાં કોઈને પ્રણામ કર્યા, ને પછી દૂતને પૂછ્યું : “છ ખંડ પૃથ્વીનો વિજય તો નિર્વિને પૂરો થયો છે ને ? એ તો યુદ્ધની વાત ! એમાં ક્યારે શું થાય એ કંઈ ન કહેવાય. એમાં બધે મંગળ જ વર્યું છે ને ?” રાજદૂત હંસને લાગ્યું કે અત્યારે પોતાના રાજવીની પરાક્રમગાથા પ્રગટ કરવાની તક છે. એણે જરા છાતી ફુલાવી છટાથી કહેવા માંડ્યું. “રાજન ! સૂરજ સામે કોણ બાકરી બાંધે છે રાત ગમે તેવડી મહાન હોય, પણ સૂરજના સ્પર્શે બિચારી કેવી ઓગળી જાય છે ! ભરત–બાહુબલીના ૯૮ ભરત–બાહુબલી Page #114 -------------------------------------------------------------------------- ________________ વિજયનું પણ એવું જ છે. નામ સાંભળીને ભલભલા નમી પડ્યા. તપ અને શૌર્યની મૂર્તિ ભરતદેવ મહારાજને ક્યાંક તો માત્ર યુદ્ધના અઢી શબ્દોના ઉચ્ચારથી કામની સિદ્ધિ થઈ ગઈ; ક્યાંક માત્ર સૈન્યદર્શને વિજય હસ્તગત કરાયો : ક્યાંક માત્ર એક જ તીરે તમામ કામ સિદ્ધ કર્યું !” રાજદૂત હંસ થોભ્યો. એણે સભા પર એક નજર ફેરવી, ને ફરી આગળ બોલવું શરૂ કર્યું, “શું વ્યંતર રાજાઓ કે શું વિદ્યાધર ભૂપાલો, શું યલો કે શું કિન્નરો, શું પ્લેચ્છ કે શું યવનો, ચક્રવર્તીદેવની ભેરીના શબ્દ માત્રથી થરથર કંપતા સામે ચાલીને આવ્યા ને શરણાગતિ સ્વીકારી નિર્ભય થયા. ચક્રવર્તી દેવને તો માત્ર અધીનતા જ ખપતી હતી. રાજ તો જેનું હતું તેનું રહેવાનું હતું! ચક્રવર્તી દેવનું યુદ્ધ-નિર્માણ માત્ર દુષ્ટોનું દમન કરી એમનો નિગ્રહ કરવા માટે અને શિષ્ટોની રક્ષા કરી અનુગ્રહ કરવા માટે જ છે ને !' હંસે છેલ્લાં વાક્યો પર ખાસ ભાર મૂક્યો. અને સભા તરફ જોતાં આગળ ચલાવ્યું : ‘વિજયાર્ધ પર્વતના વજકપાટને એક જ પ્રહારે જમીનદોસ્ત કરનાર ચક્રવર્તીદવને ત્યાંના રહેવાસીઓ હજીયે યાદ કરે છે, અને તેમની પ્રજા તરીકે પોતાની ગણના કરાવતાં ગર્વ અનુભવે છે. અને એ વજપાટને છેલ્લો પ્રહાર કરતાં ચક્રવર્તીદેવના અશ્વે જે પાછલા પગે બાર ગાઉ પ્રયાણ કરી, છલાંગ મારી અને એ વખતે ચક્રવર્તીદેવની જે રૂપશોભા નીરખાણી, એ જોઈ હજારો સુંદરીઓ ચક્રવર્તી જેવા વરને વરવા આજીવન બ્રહ્મા ચારિણી બની બેઠી છે !” હંસના આ શબ્દોએ રાજા બાહુબલને ચમકાવ્યા, પણ તેઓ દૂતની શબ્દચાતુરી સમજી શાંત રહ્યા. હંસ આગળ વધ્યો. એની જીભ સ્વામીની પ્રશસ્તિમાં પ્રફુલ્લ બની ગઈ હતી. એણે સભા તરફ જોતાં કહ્યું : “હે મહાનુભાવો ! કામદેવના અવતાર રાજા બાહુબલના વડીલ બંધુ ભરતદેવ ચક્રવર્તીની આ વિજયકથા અતિ અદ્ભુત અને રમ્ય છે. પંચશરના દરબારમાં હું તેને કેવી રીતે વિસ્તારથી કહી શકું ? સમય અલ્પ છે, સ્તુતિ અનન્ત-અગાધ છે. અરે ! એક વાર બે ભૂત રાજાઓએ ભયંકર વૃષ્ટિ કરી, અને વર્ષાનું બધું જળ છાવણીમાં વાળ્યું. એ વખતનું ચક્રવર્તી દેવનું અદ્ભુત વિજ્ઞાનકૌશલ્ય તો જેણે નજરે જોયું હોય એ જ જાણે. જળને એમણે સ્થળ બાહુબલના દરબારમાં ૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ બનાવી દીધું ! અરે, હિમાવાન પર્વતના એ ભાગમાં જ્યાંથી ગંગા નદી નીકળી છે, ત્યાં ચક્રવર્તીદેવ ગયા. ત્યાંનાં ગંગાદેવીએ પોતાનું સર્વસ્વ તેમને અર્પણ કર્યું. સિંધુ નદીવાસિની સિંધુદેવીની પણ એ જ કથા છે. વિદ્યાધરોના સ્વામી નમિરાજ અને વિનમિરાજે ઘણો સામનો કર્યો, પણ આખરે એને પોતાની પુત્રી સુભદ્રાદેવી આપી આધીનતા સ્વીકાર કરવી પડી. આ સુભદ્રાદેવી એટલે કોણ, એ જાણો છો ?” હંસે વાત કરતાં કરતાં સભાને પ્રશ્ન કર્યો. જવાબમાં રાજસભા નિરુત્તર રહી. હિંસે જરા ખોંખારો ખાઈ કહ્યું: “સંસારની સમસ્ત સુંદરીઓ જેના સૌંદર્ય પાસે પોતાને વામન અને વિરૂપ લેખે છે, એ સંસારનું સર્વોત્તમ સ્ત્રીરત્ન તે સુભદ્રાદેવી ! એમના શ્વાસમાં જગતની કસ્તુરીનો સાર છે. એમના સ્પર્શમાં સંસારનાં સર્વ કમળોની કોમળતા છે. એમના વર્ણમાં ચંદ્રની ચાંદનીનો સર્વ સંગ્રહ છે. અને એમને એક વાર નીરખવામાં માનવજીવનની કૃતાર્થતા છે ! ગમે તેવા હિરા કે રત્નને બે આંગળી વચ્ચે લઈ, ચપટીમાં દાબી માટીના ઢેફાની જેમ એ ચુર્ણચૂર્ણ કરી નાખે છે. મહારાજા ભરતદેવ એમના માટે વિશાળ અને ભવ્ય અરીસાભવન બાંધી રહ્યા છે, જે સંસારનાં સર્વ ભવનોમાં સારરૂપ બનશે. ' રાજા બાહુબલ જરા ઊંચા-નીચા થતા હતા. તેઓ દૂતના સંભાષણમાં વહેતા વ્યંગ્ય અને છુપાયેલા કટાક્ષ વિચારી રહ્યા હતા. મનમાં હિંસક પ્રતિયોગિતા જાગે, એવું શબ્દબળ દૂતની ભાષામાં એ નીરખી રહ્યા હતા. સભા તો ચક્રવર્તીનું પરાક્રમ અને એમની વિજયવાર્તા સાંભળી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. હંસે આગળ ચલાયું : ‘તમિસ્રા ગુફાને જીતનાર ને મ્લેચ્છ રાજાઓને વશ કરનાર મહાન બલવાન ચક્રવર્તીદેવનાં ગુણગાન ખુદ શેષનાગ પણ હજાર જિલથી કરી શકે તેમ નથી. સંસારમાં ચક્રવર્તી કોઈ થયા નથી, ને કોઈ થવાના નથી ! જે પ્રજા આવા સ્વામીના શાસનમાં છે, એ ખરેખર ધન્ય છે ! કવિઓ આવા મહાન રાજરાજેશ્વરનાં ગુણગાન ગાવામાં જિંદગી ન્યોછાવર કરી બેઠા છે ! રાજાઓ એમની આધીનતાને પોતાની શરમ નહિ, શોભા માની રહ્યા છે. જેમ સૂરજ પાસે અસંખ્ય તારક પોતાનું અસ્તિત્વ વિલીન કરી દે, એમ બધા રાજાઓ પોતાનું અસ્તિત્વ એમને અર્પણ કરી બેઠા છે ! વધુ તો શું કહું ? એ અદ્ભુત નગરી, એ લાખેણો નર, એ પરમ રૂપનો અવતાર નારી અને ૧૦૦ ભરત–બાહુબલી Page #116 -------------------------------------------------------------------------- ________________ એ લાખેણું સૈન્ય એક વાર નજરે નિહાળી અવતાર ધન્ય કરજો ! બોલો, રાજા બાહુબલદેવના વડીલ બંધુ ચક્રવર્તી ભરતરાજની જય ! આ જયનો પ્રતિઘોષ સભામાંથી પૂરો ન ઊઠ્યો. રાજા બાહુબલે જયધ્વનિનો નિનાદ કરતાં, એ વાચાળ દૂતની જિલ્લને અને કૌશલ્યને ડામવાનો નિશ્ચય કર્યો. પગના ગોઠણને જરા વાળી, દેહને વીરાસને ગોઠવતાં તેઓએ દૂતને ઉદ્દેશીને કહ્યું : ‘રે દૂત ! પૃથ્વી પર યુદ્ધ દ્વારા વિજય મેળવવો, પશુબળથી પ્રતાપ ફેલાવવો એમાં ઘણું ઘણું વિચારવા જેવું છે. ભય અને પ્રીત એ બે બળોની ઘણી તુલના કરવા જેવી છે. ભયની સાંકળ મજબૂત દેખાય છે, પણ એનો જલદી સર્વનાશ થાય છે; જ્યારે પ્રેમની સાંકળ કમજોર લાગે છે પણ એ અજેય પુરવાર થાય છે.” રાજા બાહુબલ આટલું બોલીને થોભ્યા. મનના આવેગને લીધે એમના મુખ પર રક્ત કમલની શોભા ખીલી ઊઠી હતી. દૂત હંસ પણ એ રૂપને નેત્રો દ્વારા પી રહ્યો. રાજા બાહુબલે આગળ બોલતાં કહ્યું : “તાબેદારી કોઈએ કોઈની સ્વીકારવી એ જો ખરાબ વસ્તુ હોય, તો ભૂમંડલને તાબેદાર કરવાથી શું વળ્યું? હારેલાની કન્યાઓ, શ્રીમંતોના હાથી અને પરાજિતોના પ્રદેશો લીધા, એમાં જ શું બળોની સાર્થકતા તું માને છે ?' રાજા બાહુબલે થોડી વાર ચૂપ રહી આગળ કહ્યું, મને અફસોસ થાય છે તારી આવી વાણીથી ! જે રાજાના સેવકો સર્વથા પ્રશંસા કરનાર હોય છે તે પોતાનો દોષ કદી સમજી કે જોઈ શકતા નથી. હંસ ! મારા વડીલ બંધુથી શું આટલા યુદ્ધ દરમિયાન કંઈ અનુચિત કાર્ય નથી થયું ? કહેવાય છે કે યુદ્ધમાં ઘણું ઘણું અનુચિત થાય છે. તમે તમારા સ્વામીને યુદ્ધનો કેફ ને વિજયની લાલસા આપી ઠીક ઠીક પૃથ્વી પર ભમાવ્યા ! અને એક પ્રશ્ન એ પણ છે, કે રાજા યુદ્ધ ચઢે, પછી એની અનુપસ્થિતિમાં અનુચરવર્ગ પ્રજાનું કલ્યાણ કેટલું કરે ? અને વારુ, તમારી સામે કેટલા રાજાઓએ માથાં ઊંચક્યાં હતાં કે તમે યુદ્ધે ચડ્યા ?” રાજા બાહુબલે એકસાથે અનેક પ્રશ્નો પૂછી નાખ્યા. હંસ કુશળ હતો. એને ખ્યાલ આવી ગયો કે પોતાની ભાષાનો અર્થ તેમણે પડકી લીધો છે. એણે જરા નમ્ર બનતાં કહ્યું : બાહુબલના દરબારમાં ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ મારું કહેવાનું એટલું જ છે કે પૃથ્વી પર આવા પરાક્રમી ચક્રવર્તી રાજરાજેશ્વર હજી લગી થયા નથી ! આવા સ્વામીનું શાસન એ ખરેખર, વસુધા માટે આશીર્વાદ રૂપ છે ! આપના અન્ય પ્રશ્નોના ઉત્તરો આપ સ્વયં આપના વડીલબંધુ પાસે આવીને મેળવો, એ જ વધુ ઉચિત છે. નાના મોઢે મોટી વાત ઠીક નહિ !' દૂતે વાત વાળી લેતાં કહ્યું. રે હંસ ! દૂત સત્યભાષી હોવો જોઈએ. સેવકને પણ પોતાના આગવા ધર્મ છે. સેવ્યની ખોટી ખુશામત એ સેવકની સેવાનું કલંક છે. પણ તમે તમારા સ્વામીને ઊંચા ચઢાવી, તેમનાં ખોટાં ગુણગાનમાં રાચો છો. શું વૃષભાચલ પર્વતનો કિસ્સો તમારી સ્મૃતિમાંથી સરી ગયો છે ? આ પર્વતની દીવાલ પર જ્યારે ભરતરાજ પોતાનું ચક્રવર્તી તરીકેનું નામ અંકિત કરવા ગયા, ત્યારે એ પૂર્વે થઈ ગયેલા ચક્રવર્તીઓનાં કેટલાં નામ ત્યાં અંકિત હતાં !’ રાજા બાહુબલે પ્રશ્ન કર્યો; પણ હંસે એનો કંઈ જવાબ ન વાળ્યો. રાજા બાહુબલ થોડી વાર થોભી બોલ્યા : હંસ ! તું મારા પ્રશ્નનો જવાબ નહિ આપી શકે. હું આપું છું. એ દીવાલ પર પૂર્વે થયેલા કંઈ કેટલા ચક્રવર્તીઓનાં નામોનો ઉલ્લેખ હતો, અને ભરતદેવ માટે પોતાનું નામ અંકિત કરવા તલભાર પણ જગ્યા નહોતી ! પછી તમે શું કર્યું ?” વળી રાજા બાહુબલ પ્રશ્ન પૂછી જવાબની રાહમાં થોભી ગયા. રાજદૂત હંસ રાજા બાહુબલનાં જ્ઞાન અને વિચક્ષણતા જોઈ હેરાન હેરાન થઈ ગયો. આટલા વિહાર, આટઆટલા રંગરાગ, એમાં ડૂબેલા રાજાને જગત વિષે, સમરાંગણો વિષે, પોતાના ચક્રવર્તીદેવના બનેલા બનાવ વિષે ઊંડી તલસ્પર્શી માહિતી ક્યાંથી મળી હશે, કોણે આપી હશે, એ એના મનમાં ઊંડો પ્રશ્ન થયો. શું જવાબ આપવો, એ કંઈ ન સૂઝ્યું. એણે ન જવાબ આપવામાં જ સલામતી જોઈ. રાજા બાહુબલ દૂતને નિરુત્તર જોઈ આગળ બોલ્યા : રે દૂત, સાચા સેવકો પોતાના સ્વામીના ગુણદોષને જાણનાર હોવા જોઈએ; સ્વામીની હાજી હા કરનારા ન જોઈએ. પછી તો સેવક અને સ્વામીની જોડીને ડુબ્બ ુબ્બા સમજો. રાજાઓના મનમાં ખોટું અભિમાન અને માયાભર્યો વિભ્રમ પેદા કરનાર કોઈ હોય તો એના અંધ સેવકો જ છે. હંસ ! તમે તમારા રાજાને પૃથ્વીના આદિસમ્રાટ જાહેર કર્યા, અને ત્યાં પર્વતશિલા પર કેટલા સમ્રાટોનાં નામ કોતરાયેલાં હતાં, જાણો છો ?” ૧૦૨ * ભરત–બાહુબલી Page #118 -------------------------------------------------------------------------- ________________ રાજા બાહુબલ આટલું બોલીને થોભ્યો. મંદમંદ આવેશમાં એમના મધુર હોઠ કંપતા હતા, પણ એમાંથી વહેતા મિષ્ટ શબ્દ-પ્રવાહને ઝીલવા સહુ ઉત્સુક દેખાતાં હતાં. રાજા બાહુબલની મોહિનીમૂર્તિ અત્યારે ગજબ વશીકરણ ઢોળતી હતી. ‘સભાજનો ! અહંકાર સદા હીણો છે. પોતાને આદિસમ્રાટ કહેવરાવતા રાજા ભરતદેવે જ્યારે શિલ્પીને શિલાલેખ કોતરવા કહ્યું, ત્યારે શિલ્પીએ બે હાથ જોડી કહ્યું : “સ્વામી ! એક તસુ પણ જમીન આપ શ્રીમાનનું સ્વનામધન્ય નામ આલેખવા માટે કોરી નથી. ન જાણે કેટલાય ચક્રવર્તીઓ આપની પહેલાં થયા છે, ને અહીં આવી પોતાના શિલાલેખ કોતરાવી ગયા છે ! હવે શું કરશું ?” રાજા બાહુબલ અહીં થોભ્યા, ને દૂત તરફ જોઈને બોલ્યા : “રે દૂત ! તારા મહાન રાજાએ આનો ઉત્તર શું આપ્યો, એ આ સભાને તું જણાવી શકીશ?” દૂત હંસ ઢીલો પડી ગયો હતો. એણે કહ્યું: ‘રાજાજી ! મોટાની વાતો મોટા સમજે. હું તો દૂત છું. સંદેશવાહક છું.” “કંઈ ચિંતા નહિ. જે જીભે તેં તારા મહાન રાજાના ગુણ ગાયા, એ જીભે હવે અવગુણ ગાઈ ન શકે, એ સમજું છે. હું જ વાત પૂરી કરું છું. તારા મહાન રાજા....” “ક્ષમા કરજો, રાજાજી ! રાજદૂત હંસ વચ્ચે જ બોલી ઊઠ્યો. એ ભરતદેવનો એકનિષ્ઠ સેવક હતો. ચક્રવર્તીની સેવા કરતાં કરતાં પ્રાણ વિસર્જન કરવા એ એનું વ્રત હતું. એ મનમાં સ્વામીની અપકીર્તિથી છંછેડાયેલા નાગ જેવો બની ગયો હતો. પણ દૂતનો ધર્મ અને ઠંડા પાણીની માટલી બનાવી રહ્યો હતો. એણે જરા દર્દભર્યા સ્વરે રાજા બાહુબલને પ્રશ્ન કર્યો : ‘આપ વારંવાર ચક્રવર્તીદેવ વિષે કહો છો, કે તારા મહાન રાજા.” પણ આપના એ શું છે ? મારા વડીલ બંધુ છે, રાજદૂત હંસ ! તારી જીભે તારા મહાન રાજાની તેં અતિ પ્રશસ્તિ કરી, તો ધીરજ ધર અને સમજી લે કે પ્રશંસા એ નિંદાની બીજી બાજુ છે. સાંભળી લે પછીની વાત. જો તને ‘તારા મહાન રાજાના વિશેષણમાં ખોટું લાગતું હોય તો હું હવેથી “મારા વડીલ બંધુ કહીશ ! સભાજનો !” રાજા બાહુબલે સભા તરફ ફરતાં કહ્યું, બાહુબલના દરબારમાં ૧૦૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ મારા વડીલ બંધુએ શિલ્પકારને કહ્યું કે આજના યુગનો હું મહાન ચક્રવર્તી છું. ગુજરેલા યુગના એક ચક્રવર્તીનું નામ ભૂંસી નાખ, ને તે જગ્યાએ લખ કે...' ‘સ્વસ્તિશ્રી ઇશ્વાકુ કુલરૂપી ગગનમાં સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, ચાર દિશાઓની પૃથ્વીનો સ્વામી હું ભરત આ લખાવું છું. હું મહાન ધર્મધુરંધર ભગવાન ઋષભદેવ જેવાનો પુત્ર છું. હું મારા પિતાના સૌ પુત્રોમાં શ્રેષ્ઠ છું. હું સમસ્ત રાજલક્ષ્મીનો સ્વામી છું. આ સમુદ્ર સમસ્ત પૃથ્વી જીતી છે. દેવ, વિદ્યાધર ને રાજાઓને મેં મારે અધીન કર્યા છે. હું મહાન કુલકરોનો મહાન વંશધર, લોકમાન્ય, સર્વ ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી છું. “ચક્રવર્તી ભરતની સેનામાં ૧૮ કરોડ ઘોડા ને ૧૪ લાખ હાથી છે. એણે સમસ્ત પૃથ્વી અધીન કરી છે. ને છ ખંડ પૃથ્વીનો એ સ્વામી છે. આવો ભરત આ પૃથ્વી પર સૂર્ય તપે ને ચંદ્ર ચમકે ત્યાં સુધી પોતાની કીર્તિનો લેખ કોતરાવે છે !' રાજા બાહુબલ આટલું બોલીને થોભ્યા. સભા આખી ચિત્રવત્ સ્તબ્ધ હતી. રાજદૂત હંસે હવે વાતનો દોર ફેરવવાનો પ્રયત્ન કરતાં કહ્યું : 'હે રાજનું! આપના વડીલ બંધુની ગુણગરિમા એ આપની જ ગુણગરિમા લેખાય. એમનું મોં તો પોતાના સ્વજનો અને આપ્તજનોને યાદ કરતાં હંમેશાં સુકાયા કરે છે. કદાચ મારાથી સ્વામીભક્તિના જુસ્સામાં બે અક્ષર વધુ કહેવાયા હોય તો ક્ષમા કરશો. આપ જાણો છો કે ભક્તિમાં વિભક્તિનું ભાન નથી રહેતું.” રે દૂત ! અમે સર્વ રીતે તારા પર પ્રસન્ન છીએ. પણ કોઈ વાત ખોટી સહન ન કરવી, એ અમારી નીતિ છે. એક ખોટી વાત સહન કરી લઈએ, એટલે ભૂંડી વીંછણની જેમ એને સો સો બચ્ચાં વિયાય છે ! હવે આગળ કહે, જે કહેવું હોય તે.' રાજાજી ! સમસ્ત ભૂમંડલને “ભરતભૂમિનું અભિધાન આપી ચક્રવર્તી મહારાજ પાછા ફર્યા. વર્ષોથી સ્વજનોને મળ્યા નહોતા. પરમ તારણહાર પિતાજીનાં દર્શન કર્યા. માતાજીનાં પાયવંદન કર્યા. આપના વિષે તો એમને આશા હતી કે અભિષેક-મહોત્સવની તૈયારીમાં આપ અગાઉથી પધારશો. તેવા ખબર તમે અમને મોકલ્યા હતા ખરા ?” રાજા બાહુબલે વચ્ચે જ પ્રશ્ન કર્યો. ૧૦૪ ભરત–બાહુબલી Page #120 -------------------------------------------------------------------------- ________________ રાજન ! સૂર્ય ઊગે ત્યારે એ પહેલાં કહેવરાવતો નથી કે હવે હું ઊગું છું ! પંખી એમ જ ગાન કરે છે. કમળ એમ જ ખીલી ઊઠે છે ! મનમાં એમ હતું કે આપને વળી નિમંત્રણ કેવું? આપ જ્યારે ન આવ્યા ત્યારે સર્વ દેવોએ, વિદ્યાધરોએ, રાજાઓએ કહ્યું કે જેમ ચંદ્ર વગર રાત્રિ શોભતી નથી, એમ આપના લઘુબંધુ વગર આ અભિષેક-ઉત્સવ શોભા દેતો નથી. ચક્રરત્નના સર્વ સામંતોએ એટલે સુધી હઠ લીધી કે આપના લઘુબંધુના આગમન પહેલાં અમે ચક્રરત્નનો અયોધ્યામાં પ્રવેશ કરાવીશું નહિ. માટે હે રાજન, સંક્ષેપમાં મારું નિવેદન એટલું છે કે, જાગ્યા ત્યારથી સવાર ગણી, આપ હવે સત્વર અયોધ્યામાં પધારો ! આપ પધારશો એટલે કંકુમાં પાણી ભળ્યા જેવી શોભા થશે !' “જરૂર આવીશું વડીલ બંધુને વંદન કરવા જરૂર આવીશું. પણ હાલ તો ચક્રરત્નને અંદર લઈ લો ! સામંતો સર્વ અયોધ્યાપ્રવેશ કરી, આસાયેશ માણે. મારા આવવાની શી નવાઈ છે ?” રાજા બાહુબલે સરલ ભાવે કહ્યું. એમ નહિ રાજાજી ! આપ સત્વરે પધારો. વિદ્યાધર રાજાઓ અને આખી સેના આપ બંને બંધુઓના મિલનને જોવા ઝંખે છે. સંસારના બે મહાન મેરુઓનું મિલન જોવા, ચાતક સ્વાતિને ઝંખે એમ, સૌ ઝંખે છે ! આપ તો લોકોને આનંદ કરાવનારા છો, પછી આ આકુળતા ઊભી કરવી આપને ન શોભે !” દૂતે કંઈક અસરકારક વાણીમાં કહ્યું. બાહુબલ બોલ્યા, ‘આવીશ, જરૂર આવીશ, પણ વિલંબ થશે. દૂત, સત્વરે નગર પ્રવેશ કરવા ઉત્સુક સામંતોને અને એમનાથી અધિકૃત ચક્રરત્નને વિના વિલંબે નગરપ્રવેશ કરાવો !” રાજદૂત હંસે વળી આગ્રહ કરવા માંડ્યો : ‘વિલંબની વાત કરશો મા ! બે બંધુઓનો વિનોદ જોવા આખી અયોધ્યા ઝંખે છે. સામંતો કદી આપના આગમન પહેલાં અયોધ્યામાં પ્રવેશ નહિ કરે ! રાજનું, બંધુપ્રેમનું અદ્ભુત દશ્ય બતાવી નયનાનંદ પેદા કરો ! કોઈ કાલે રાજરાજેશ્વર ભરતદેવને એમ ન કહે કે રાજલક્ષ્મી બંધુવિદ્રોહી હોય છે ! ખરે ટાણે નાનો ભાઈ પણ ન સાંભર્યો !” “મોટાભાઈ તરફનો મારો પ્રેમ સુવિદિત છે. એમનો મારા તરફનો ચાહ પણ જાણીતો છે. પણ એમ કોઈના કહેવાથી બંધુપ્રેમનું નાટક કરવું મને પ્રિય નથી. રાજા બાહુબલે સ્પષ્ટ કહ્યું. બાહુબલના દરબારમાં ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ હંસ હવે જરા ટટ્ટાર થયો. એણે પોતાની કુશળતાનાં અમોઘ બાણ ફેંકવા માંડ્યાં. એણે જરા તીવ્ર ભાવથી કહ્યું : “રાજનું, આટઆટલાં ભાવભર્યા નિમંત્રણ છતાં, આપ જ્યારે વિલંબના વાયદા દાખવો ત્યારે લોક એમ કાં ન કહે કે આપ વડીલ બંધુની આમન્યા અનુજ્ઞામાં નથી ! લોકનું મોં કંઈ બાંધવા જવાશે ?” લોકનું જોઈને ન જિવાય ! હંસ, અમે તો જન્મથી જ એમની અનુજ્ઞામાં છીએ. હવે વળી નવી અનુજ્ઞા–આમન્યા કેવી ?” બાહુબલે દઢ સ્વરે જવાબ આપ્યો. “કોઈક વાર એ અનુજ્ઞા પ્રગટ કરવી પણ ઘટે. કારણ ઊભું થાય તો કાર્ય કરવું ઘટે. મહાસામંતોનો આગ્રહ છે. ચક્રરત્ન બહાર થંભ્ય છે. ચક્રરત્નના પ્રવેશ વગર, આપ જાણો છો કે, યુદ્ધ પૂરું થયું ન ગણાય. લોકોનાં મન ઊંચાં છે. વડીલ ભાઈને વંદન કરવામાં વળી વિલંબ કેવો ” દૂતે કહ્યું. બિલાડી ધીરે ધીરે પોતાના નહોર ખુલ્લા કરી રહી હતી ! દૂત ! હું સ્વીકારું છું કે તું ભારે કુશળ છે, પણ સામે હું સાવ મૂર્ખ પણ નથી. જાણી લે કે હું તો ભરતદેવનો સાવકો ભાઈ છું. પણ સગા ભાઈઓની એમણે શી સ્થિતિ કરી, તે હું જાણું છું.' - “રાજન ! એવી વાતો ન સંભારશો. આપ બંનેમાં કયે દિવસે સાવકાપણું હતું? પધારો રાજનું ! ચક્રવર્તી મહારાજ અભિષેક-ઉત્સવમાં આપની કાગના ડોળે રાહ જુએ છે. આપના આગમન વિના એની પૂર્ણાહુતિ કોઈ રીતે નહિ થાય!” “એ તો સમજું જ છું. હું એક જ શેષ છું, કાં ?” બાહુબલે પ્રશ્ન કર્યો. એ પ્રશ્ન એવી સ્વાભાવિકતાથી કર્યો હતો કે કુશળ દૂત પણ થાપ ખાઈ ગયો. હા, મહારાજ ! આપ એક જ શેષ છો.’ મારું આસન ક્યાં ?” ચક્રવર્તીદેવની પડખે સર્વ સામંતોમાં પ્રથમ.' હું સામંત ? હું ખંડિયો ? રે દૂત ! તારી રમત તારા હાથે ખૂલી પડી. હું તો માત્ર મુસદીની જીભની મીઠાશ માણતો હતો. મધુ વસે છે, જિલ્લગ્રે, હૃદયે છે હલાહલ ! હું જાણી ગયો તમારો બધો ભેદ. તમે તમારા રાજાને સર્વશ્રેષ્ઠ કરાવવા માગો છો. બધા તમારા રાજાને નમી પડ્યા છે, બાકી ૧૦૬ ભરત–બાહુબલી Page #122 -------------------------------------------------------------------------- ________________ એક હું છું ! મને નમાવ્યા સિવાય, મને તમારો ખંડિયો બનાવ્યા સિવાય, તમે કોઈ યુદ્ધવિરામ કરવા ઇચ્છતા નથી. અને એટલે જ ચક્રરત્ન બહાર સજ્જ રાખીને મારી રાહ જોવા ખડા છો ! દૂત, તું મને મારું અપમાન કરાવવા માટે ભોળવીને લઈ જવા આવ્યો છે ! પણ સાંભળી લે કે બાહુબલના જીવનના શબ્દકોશમાં બે જ શબ્દો છે : સ્વમાન કાં મૃત્યુ !' ‘રસેશ્વર રાજવી ! ભૂંડી શંકાઓમાં ન પડો. સંસાર તો જેવો જોઈએ તેવો દેખાય. આપે અર્થનો અનર્થ કર્યો, પણ એ ક્ષતિ મારી છે. ચક્રવર્તીદેવના પ્રેમમાં કંઈ પણ ક્ષતિ નથી. અરે ! જ્યાં અમૃતની વર્ષા છે ત્યાં અગ્નિની જ્વાલા પ્રગટ ન કરશો. દૂધસંબંધ છે, ત્યાં રક્તનો શાપ ન વર્ષાવશો હું આ રાજસભાના મંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ પોતાના રસેશ્વર રાજવીને પોતાની રીતે સમજાવે !” રાજદૂત હંસે આ વાક્યો ગળગળા સાદે ઉચ્ચાર્યા. આખી સભા પર તેની અસર થઈ. રાજા બાહુબલના મંત્રી પ્રણયચંદ્રે ઊભા થઈ કહ્યું : હે મહામના મહારાજ ! ખોટી શંકામાં સંસારનો વ્યવહાર ન બગાડશો. આપમાં વિરસ વર્તાવ હશે, તો સંસારમાં સરલ વ્યવહાર નહિ રહે ! ભાઈએ ભાઈ લડશે તો, આંખો લાલ રહેશે. લોકને માર્ગ બતાવનારા આપ પોતે આજે માર્ગ કાં ભૂલો ?” મંત્રીરાજ ! તમે તમારા રાજાને એક અધીન અને ગુલામ બનેલો જોવા ઇચ્છો છો ?” ‘ના મહારાજ ! અમારા રાજાની સ્વતંત્રતા હણનારની સામે અમારો ભયંકર કોપ જાગે.’ તો જાણી લો, કે ચક્રવર્તીને નથી હોતાં ભાઈભાંડુ કે નથી હોતાં સગાંસ્વજન ! ત્યાં તો માત્ર બે વર્ગ હોય છે, શાસક ને શાસિત ! શાસિત બનવામાં હવે માત્ર હું એક જ બાકી છું; એ માટે ચક્રરત્ન થંભ્યું છે. એ માટે સામંતોએ હથિયાર હેઠાં મૂક્યાં નથી. હાથી પૂંછડે અટક્યા જેવું થયું છે. એ મને સામંત બનાવવા માગે છે, ખંડિયો રાજા બનાવવા ઇચ્છે છે. હું પૂછું છું કે આ મારા રાજ સાથે ભરતને શી નિસ્બત છે ? એ પિતૃદાન છે. ખોબો ભરતને મળ્યો છે; ચપટી અમને મળી છે. અમને ચપટીની ચીવટ છે, ખોબાની ઈર્ષ્યા નથી !” રાજા બાહુબલ બોલતાં બોલતાં અડધા ઊભા થઈ ગયા. એમનો ચહેરો હિંગળોકિયો બની ગયો હતો. એ મનમોહન મૂર્તિ જોવા જેવી બની હતી. બાહુબલના દરબારમાં × ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગના સેનાપતિ કાર્તિકેયે જાણે ભૂમિપટ પર અવતાર ધર્યો હતો. દૂત હંસે સ્પષ્ટ કહેવા માંડ્યું : રાજનું, હવે મારે આપને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જરૂરી લાગે છે. આપને માટે અનુજ્ઞા અત્યંત જરૂરી છે. મારી ઇચ્છા હતી કે બાંધી મૂઠી સહુની રહે, ને કામ પતી જાય ! એક વાર અભિષેકમાં આપ હાજરી આપી જાઓ, મોટાભાઈને વંદી જાઓ, અનુજ્ઞાનો સ્વીકાર કરી જાઓ, પછી આપ આપના રાજમાં ને એ એમના રાજમાં ! સુખે સહુ હરે, ફરે ને લહેર કરે. હજી ફરી ફરી વિનંતી કરું છું કે આવો, મળો, ભેટો ! માગશો તો આપના મોટા બંધુ અડધું રાજપાટ તમારે નામે લખી આપશે.” દાસ્યભાવ સ્વીકારીને જગત આખું મળે તો પણ મારા માટે નિરર્થક છે. સ્વતંત્રતા ખોઈને રાજ્ય મળ્યું તોય શું, ન મળ્યું તોય શું ? હંસ, તારા ચક્રવર્તીનું ચક્ર અમને ડરાવી નહિ શકે. સ્વતંત્રતા અમારો પ્રાણ છે. એ આપી દીધા પછી, પાછળ બાકી શું રહેશે ? દુર્ગધ મારતો દેહ જ ને !' - રાજા બાહુબલ જુરસામાં હતા. થોડી વાર એ થોભ્યા ને વળી બોલ્યા : - “દૂત ! ભરત રાજ્યનો અધિકારી છે અને અમે તો ભટકતા માણસ છીએ, એમ ન માનીશ. મારી માતા પણ એ જ મહાન રાજાની રાણી હતી. હુંય રાજપુત્ર છું. તમે મને આશ્રિત નહિ બનાવી શકો. યાદ રાખજો કે ચંદનવૃક્ષ બહુ ઘસાશે તો એમાંથી પણ અગ્નિ ઝરશે. શાન્તિ કે અગ્નિ, એમાંથી પસંદગી કરવાનું કામ તમારું છે.” રાજા બાહુબલ સિંહાસન પરથી ઊભા થઈ ગયા, ને જેમ શાસિત વનપ્રદેશમાં કોઈ કેસરીસિંહ આંટા મારે તેમ રાજસભામાં આંટા મારવા લાગ્યા. થોડી વાર સહુ મૌન રહ્યા. એ શાંતિ વજ જેવી ભારે હતી. થોડી વારે એ અભેદ્ય શાંતિને ભેદતા રાજા બાહુબલ બોલ્યા, મારું મંત્રીમંડળ અને મારાં પ્રજાજનો આમાં મને શું કહેવા માગે છે ? સ્પષ્ટ કહેજો. તમારો નિર્ણય મને માન્ય હશે તો તમારો રાજા ચાલુ રહીશ. તમારો નિર્ણય અમાન્ય કરીશ, તો સિંહાસન છોડી દઈશ !' રાજસભામાં અસહ્ય શાંતિ પ્રસરી રહી. ૧૦૮ ભરત–બાહુબલી Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બંધુપ્રેમ કે બંધુદ્રોહ ? રાજા બાહુબલે રાજમંત્રીઓ અને પ્રજાજનોને પ્રશ્ન કર્યો કે તેઓ શું ચાહે છે ? તેઓ તેમના રાજાને આ બાબતમાં શું સલાહ આપવા ઇચ્છતા હતા ? રાજા બાહુબલ, રાજસભા સમક્ષ પ્રશ્ન મૂકી, પોતે સિંહાસન પર જઈ બેઠા. એમના મુખગગન પર અનેક વાવાઝોડાં વહેતાં હોય, એમ લાગતું હતું. થોડી વાર ગંભીર મૌન પથરાઈ રહ્યું. ચંચળ નયનબાણ ચલાવવામાં ચતુર રસિક અને રસિકાઓ પણ, વનવેણુ ને ઉદ્યાનવિહા૨ના વિચાર મૂકી, આ નવીન પરિસ્થિતિનો પરામર્શ કરવા લાગ્યાં. એમનાં ખંજન જેવાં ચંચળ નયન ઊંડા પાણીની માછલીની જેમ સ્થિર થઈ ગયાં ! વસંતઋતુના વાયુએ હિલોળાં લેતાં નવપલ્લવિત પર્ણ જેવી એમની થનગનતી દેહયષ્ટિઓ સ્તબ્ધ બની ગઈ ! રે. ! યુદ્ધ તો આ ભૂમિ પર કદી આવ્યું નથી. ના, ના, એ ભૂંડું યુદ્ધ અમને પસંદ નથી !' રસિકોએ અંદર અંદર ગણગણાટ શરૂ કર્યો. તમે યુદ્ધ પસંદ નથી કરતાં,' રાજા બાહુબલે સિંહાસન પર બેઠા બેઠા જ નાગરિકોના મનના પ્રશ્નનો જવાબ આપવા માંડ્યો. ‘તમે જેમ યુદ્ધ પસંદ કરતાં નથી, તેમ હું પણ, જેમાં પ્રાણદાન નહિ પણ પ્રાણહરણ મુખ્ય છે, એવું યુદ્ધ પસંદ કરતો નથી ! માણસનું લોહી રેડાય, એવું કોઈ પણ કાર્ય મને પસંદ નથી. હું માનું છું કે જ્યાં સુધી આપણે મરેલા માણસને સજીવન ન કરી શકીએ, ત્યાં સુધી જીવતાને મારી ન શકીએ. યુદ્ધ તરફ મારી પણ નાપસંદગી છે. પણ પછી આપણે નિર્ણય કરી લેવો જોઈએ કે આપણે સ્વતંત્રતા ચાહીએ છીએ કે અધીનતા સ્વીકારવા માગીએ છીએ ?' Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતા અમારા જન્મ સાથે જડાયેલી વસ્તુ છે. અહીં કોઈ પતિ પોતાની પત્નીની કે પિતા પોતાની પુત્રીની સ્વતંત્રતા હણી શકતો નથી, તો પછી આપણે અધીનતા કેમ સ્વીકારી શકીએ ? સંક્ષેપમાં, અમારે સ્વાધીનતા ખોવી નથી, યુદ્ધ લડવું નથી. અમારે અન્યનું કંઈ જોઈતું નથી, અમને અમારા ઘરમાં સુખે વસવા દો !' કેટલાક પ્રજાજનોએ કહ્યું. આ વખતે રાજદૂત હંસ ઊભો થયો. થોડીક વધુ સ્પષ્ટતા કરવા માટે એણે રાજા બાહુબલની અનુજ્ઞા માગી. રાજાએ અનુજ્ઞા આપી. દૂત હંસે રાજસભા પર વેધક નજર નાખતાં કહ્યું : મંત્રીવર્ગ અને પૌરજનો ! તમે રાજાજીને કંઈક સલાહ આપો, એ પહેલાં મારી થોડીક વાત સાંભળી લો. હું એક ચક્રવર્તી રાજાનો સંદેશો લઈને આવ્યો છું. એ ચક્રવર્તીદેવ રાજા બાહુબલના મોટાભાઈ થાય છે, પણ એ સગપણ સંબંધથી તમે ભૂલ ન ખાશો. ચક્રવર્તી માટે અનિવાર્ય મનાયું છે કે, એની તાબેદારીમાં પૃથ્વીના તમામ રાજા હોવા જોઈએ. અહીં ભલો રાજા કે બૂરો રાજા એ કંઈ જોવાતું નથી. રાજકારણ એવું છે કે, આજનો ભલો કાલનો બૂરો હોય છે; આજનો બૂરો કાલનો ભલો હોય છે. એમાં તો માત્ર આજ્ઞાવર્તીત્વનો સવાલ છે. ચક્રવર્તી મહારાજ ભરતદેવની ઉદારતા જગવિખ્યાત છે. એમણે દરેક રાજાની અધીનતા અવશ્ય લીધી છે, બાકી ત્યાંની કાષ્ઠની એક સળી પણ સ્વીકારી નથી ! રાજા ઘણા જોયા પણ ભરતદેવથી હેઠ !” દૂત આટલું બોલીને થોભ્યો. રાજા બાહુબલે વચ્ચે દૂતને સાવધ કરતાં કહ્યું : “તું માત્ર વિગત કહે. તારા પ્રચારકાર્યની કે પ્રશંસાકાર્યની અહીં અગત્ય નથી. જીભમાં મધુ રાખી, અંતરમાંથી હલાહલ વિષ પ્રસારવાનો નિરર્થક યત્ન કરીશ મા !” “રાજાજી! આપ સાશંક બન્યા છો, એટલે આપને દોરડામાં સાપ દેખાય છે, પણ હવે મારું કથિતવ્ય જ હું પૂરું કરીશ. ટૂંકમાં વાત એટલી છે, કે ચક્રવર્તી રાજા માટે સર્વ રાજ્યોની અધીનતા અપેક્ષિત છે. હું આપ સર્વેની પાસે અધીનતાના સ્વીકારનો પ્રસ્તાવ લઈને આવ્યો છું !” ‘એ પ્રસ્તાવને અમે ઠોકર મારીએ છીએ !” કેટલાક ઉતાવળા પૌરજનો વચ્ચે જ બોલી ઊઠ્યા. મહાશયો, માઠું લાગે તો માફ કરજો ! પ્રસ્તાવને ઠોકર મારીએ છીએ, ૧૧૦ ભરત–બાહુબલી Page #126 -------------------------------------------------------------------------- ________________ એ બોલવું સહેલ છે, પણ કરવું એટલું જ મુશ્કેલ છે. આ વનવિહાર નથી, વસંત ઉત્સવનું આમંત્રણ નથી, રસિયાઓનું વેણીબંધન નથી; આ ગીત, નૃત્ય કે હીંડોલ નથી કે ના પાડી દીધે કામ ચાલી જાય ! આ તમારા નિષેધની પાછળ યુદ્ઘરાક્ષસીના ભયંકર ઓળા ખડા છે. મેં સ્પષ્ટ નહિ કહ્યું હોય, પણ હવે કહી દઉં છું કે, ચક્રવર્તીની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે યુદ્ધને આમંત્રણ !” એ આમંત્રણ માટે અમે સજ્જ છીએ ! અમે કાયર નથી !' એક રૂપાળા જુવાને કહ્યું. એમ નહિ, એક યુદ્ધ એટલે શું, એ પણ તમે પૂરેપૂરું જાણી લો. યમરાજ આપણે આંગણે આવે ને આપણે કેવા ડરીએ છીએ ! યુદ્ધમાં તો હજારો યમરાજો એકસામટા તમને ઘેરી વળશે. ચક્રવર્તીની સેના મહાસાગરના તરંગો જેવી છે. યુદ્ધ આવ્યું તો આ તમારી સુંદરાતિસુંદર સૃષ્ટિની હસ્તીનો જ લોપ થઈ જશે. લડાઈ અનિવાર્ય બની તો જીવની જેમ જાળવેલાં આ વેલો, આ મધુમંડપો, આ ગોચરો આ મીઠાં નવાણ એક યુદ્ધમાં જાણે ક્યારેય અહીં નહોતાં એવાં બની જશે.’ રાજદૂત હંસની આંખો ડરામણી બની હતી. સ્વરમાં શંખનાદ જાગ્યા હતા. પગની પાની વેંત વેંત ઊંચી ઊઠતી હતી. મેઘ ગાજતો હોય એવા સ્વરે એણે આગળ ચલાવ્યું : એટલું જ નહિ, અમારો અનુભવ છે કે, જે ભૂમિ પર માનવરક્ત રેડાય છે, એ ભૂમિ ગોઝારી બની જાય છે ! ત્યાં દુર્ભિક્ષ, મહામારી, સંકુચિતતા, વિખવાદ ને વ્યભિચાર જગતનાં સર્વ અનિષ્ટો સ્વચ્છંદે મહાલતાં ફરે છે. ત્યાં વરસાદ પૂરો વરસતો નથી. ત્યાં પાક પૂરો થતો નથી. કારણ કે યુદ્ધ અનેક પ્રેમી જોડાં ખંડિત કરે છે ને અનેક જીવોને અનાથ બનાવે છે. યુદ્ધની કૃત્યા પોતાની પાછળ નિસાસા, આંસુ ને આહની સૃષ્ટિ મૂકતી જાય છે.' દૂતે અવાજ ધીરો કર્યો ને મનમાં મીઠાશનો મહેરામણ ઘૂઘવતો હોય તેમ બોલવા લાગ્યો : મને તમારી આ નગરી પર મોહ થયો છે. કેવી સુંદર નગરી ! કેવાં હેતાળ આ બધાં નગરજનો ! કેવાં ખુશનુમાં હૈયાં છે તમારી પાસે ! અને એવી જ કુદરત છે. એવી જ હવા છે. દેવ જેવા સ્વરૂપવાન તમે છો, દેવીઓ જેવી રૂપલાવણ્યવતી અહીંની સ્ત્રીઓ છે. પૃથ્વીનું સ્વર્ગ ક્યાંય હોય તો તે અહીં છે, અહીં છે ! આ મસ્ત હવા, આ રંગીન વાદળીઓ, આ સ્વપ્નાં જેવાં બંધુપ્રેમ કે બંધુદ્રોહ ? * ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ મીઠાં ગીત ! હું તમને હાથ જોડીને કહું છું કે, આ બધાની રક્ષા ખાતર તમે અધીનતા સ્વીકારો ને યુદ્ધને ટાળો ! નહિ તો એકવાર ભયંકર વાવાઝોડાને રોકી શકાશે, પણ ચક્રવર્તીની સેનાએ વેરેલા વિનાશને નહિ રોકી શકાય.' રે દૂત ! સ્વાધીનતા અમારું દેવત છે. એ દેવત વેચીને અમે જીવીએ તોય શું ? એના કરતાં અમને મરવું મીઠું લાગે. નાગરિકોએ વચ્ચે કહ્યું.” રાજા બાહુબલ આ પ્રકારની ચર્ચા જરૂરી માનતા હતા, એટલે એમણે આ વાર્તાલાપ ચાલવા દીધો. આમાં બીજી રીતે પ્રજા સમક્ષ કપરા ભાવિની રૂપરેખા સ્પષ્ટ થતી જતી હતી. ‘રે ! તો તમે શું ભરત–બાહુબલી ખડો કરવા માગો છો ? બે પ્રેમાળ બંધુઓને લડાવવા ચાહો છો ?” દૂતે કહ્યું. ‘અમે તમને જ સામે એ પ્રશ્ન કરીએ છીએ કે શું તમે ભરત–બાહુબલી કરાવવા માગો છો ? શું તમે બે ભાઈઓને લડાવવા માગો છો ?” નગરનારીઓએ દૂતને બોલવામાં પકડ્યો. રસિક નારીઓ ! તમારી ચાતુરી અદ્ભુત છે. પણ મારો વાંધો ત્યાં છે કે, તમે સાગરનાં પાણી સાથે ગાગરનાં પાણીનાં મૂલ કરવા માગો છો ! કદાચ મહારાજ ભરતદેવ તમે અધીનતા ન સ્વીકારો એ સહન કરી લે, તમને સ્વતંત્ર રાખવાનું કદાચ મંજૂર પણ રાખે, પણ પેલા પ્રલયંકર ચક્રરત્નનું શું? એ નગરમાં પ્રવેશ ન કરે, એનું શું? એક મહાન રાજ્યતંત્રમાં રાજા જ સર્વસ્વ નથી. ઘણી વાર રાજા ગૌણ હોય છે, તંત્ર મહાન હોય છે. મહાસામંતો તો એક જ રઢ લઈ બેઠા છે, કે બસ ગણતરીની પળોમાં રાજા બાહુબલ તરફથી અધીનતાનો સ્વીકાર ન આવે તો યુદ્ધનો આદેશ આપી દેવો. રાજકાજમાં ભાઈ-ભાંડુ જોવાનાં ન હોય; બબ્બે સહુથી વધુ એમનાથી જ ચેતવાનું હોય છે ! હું ફરી તમ સહુ પૃથ્વી-સ્વર્ગનાં નર-નારને કહું છું કે, વડવાનલ સાથે રમત ન કરશો ! વીજળી સાથે અડપલું ન કરશો ! કાળ સામે બાકરી ન બાંધશો ! સારું એ તમારું !” દૂત હંસના શબ્દોમાં આ સુંદર પૃથ્વી પ્રત્યેના પ્રેમનો છૂપો રણકાર હતો. એ આ પ્રેમમોહભરી સૃષ્ટિ પર મુગ્ધ હતો. કોઈ દિવસ યુદ્ધનો થાક ઊતરશે, તો તે આ પ્રદેશ ઉતારશે. માનવતાનો ગુંજારવ થશે તો અહીંથી થશે ! એનો નાશ કદી ઇચ્છનીય નથી એમ એ માનતો થયો હોય તેમ લાગતું હતું. ૧૧૨ ભરત–બાહુબલી Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજા બાહુબલે વચ્ચે પ્રશ્ન કર્યો : “હે દૂત! અમારા મોટાભાઈ વ્યક્તિગત રીતે આ બાબતમાં શું માને છે ?' અરેરે ! હજી તમે જૂની વાતો કરો છો. જે ચક્રવર્તી થયો, એ મોટો ભાઈ કે બાપ મટી ગયો. એને વ્યક્તિગત જેવું કંઈ જ ન રહે. એ સમષ્ટિપુરુષ બની ગયો. એના જગવિજેતા સેનાપતિઓ ને સામંતો જે કહે, એ એને કરવું પડે. એ બચાવવા ધારશે, તોપણ તમને બચાવી શકશે નહિ. ટૂંકી વાત એટલી છે કે, મોટાભાઈની દયામાયાની જરા પણ અપેક્ષા ન રાખશો. ભાઈના ભરોસે જશો તો ભૂલ ખાશો. બચવું કે ન બચવું તમારા પોતાના હાથમાં જ છે. બંને ભાઈને લડાવવા કે હસાવવા મંત્રીગણના હાથમાં છે !” “અમે લડશું જ નહિ, પછી તમે લડશો શી રીતે ? બે હાથ વગર તાલી કેમ પડશે ?” એક રમણીએ વચ્ચે કહ્યું. એના કંકુ જેવા ઉત્સાહી મુખ પર રતિની સુશ્રી રમતી હતી. જગતના બગીચાનાં આવાં સુકુમાર ફૂલડાં કોને રગદોળવાં ગમે ! યુદ્ધ શું છે, એ તમે જાણતા નથી, એટલે આવી વાત કરો છો, દેવી !” હંસે લાગણીભર્યા સ્વરે કહ્યું. “તો , વગર વાંકે તમે અમને હેરાન કરશો ? જગતમાં એવો અન્યાય કેમ ચાલે ?' ‘વાંક તમારો સ્પષ્ટ છે.' ‘તમારું કહ્યું નથી સ્વીકારતા એ જ ને ? ‘અમારું કથન એટલે શું? અમે એટલે કોણ ? એક ચક્રવર્તી એટલે શું ? જગતના સહુ સજ્જનો પર અનુગ્રહ ને દુર્જનો પર નિગ્રહ કરવાનું અમારું વ્રત છે.” “એટલે અમે દુર્જન, એમ જ ને ? ભાઈ હંસ ! અમે તમારું શું બગાડ્યું છે ? આ તો તમારી અમારા પર જબરજસ્તી છે ! તમારી આ રીત તો “માન ન માન મેં તેરા મહેમાન” જેવી ખોટી છે અને ઉપરથી ગુનેગાર અમને કહો છો ? વાહ, તમારા ચક્રવર્તીનો ન્યાય !! હવે ટૂંકી વાત કરીએ. તમે અધીનતા સ્વીકારો છો કે યુદ્ધ ? હંસે કહ્યું. આ અજબ મનોદશાવાળાં માનવીઓથી એ થાક્યો હતો. ‘આનો જવાબ મારા મંત્રીઓ વાળશે.” રાજા બાહુબલે મંત્રીઓ તરફ નજર કરતાં કહ્યું. બંધુપ્રેમ કે બંધુદ્રોહ ? ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ અમે પોતે અધીનતા સ્વીકારવાના વિરોધી છીએ.' મંત્રીમંડળે કહ્યું : અને આજ આ વાત કદાચ યુદ્ધ ટાળવા સ્વીકારી લઈએ, તો કાલે કહેશે કે તમારે હાલવુંચાલવું પણ અમને પૂછીને !” તો યુદ્ધ માટે તૈયાર રહો ! તીડ જેમ ખેતરના પાક પર છવાઈ જાય છે, એમ અમારી સેના આવીને ક્યારે તમને આવરી લે છે, તેની રાહ જોતા રહો ! તો હું હવે આપ સહુની રજા લઉં ! મારાથી વસ્તુનું દર્શન કરાવવા જતાં કે વિગતના સ્પષ્ટીકરણમાં કંઈ અવિનય–અવિવેક થયો હોય તો તેની ક્ષમા યાચું છું.' દૂત હંસે છેલ્લી વાત કરી નાંખી. એક પળમાં તક્ષશિલાના સુંદર વાતાવરણમાં જાણે ગંભીરતા આવી ગઈ. દૂત ! પહેલી અને છેલ્લી વાત સાંભળી લે : વીરત્વની મૂર્તિ બનેલા તારા રાજાને કહેજે કે, એક હાથી સામે સો હાથી મૂકી ફતેહ મેળવવામાં વીરત્વ નથી. એને કહેજે કે સિંહ જેમ લગામને સહન કરે નહિ, એમ સ્વમાની પુરુષો અધીનતા સહન કરતા નથી ! યાદ આપજે, તારા ચક્રવર્તી રાજાને, એક દિવસ સરયૂના જળમાં રમતાં રમતાં એને લીલા માત્રથી મેં આકાશમાં ફંગોળ્યો હતો ! ચક્રવર્તીપદની મહત્ત્વાકાંક્ષા આડે આજે જગતમાં એ શું સર્જવા માગે છે, એનો સાચો ખ્યાલ એને આજે નહિ આવે, પણ એક દિવસ જ્યારે એ ખ્યાલ અવશે, એ વખતે શું હશે, ખબર છે ? ત્યારે એ નહિ હોય, હું નહિ હોઉં, અયોધ્યા નહિ હોય, તક્ષશિલા નહિ હોય ! હશે ફક્ત આપણાં યુદ્ધોએ દુર્બળ ને દુર્ગુણવાળું બનાવેલું દુર્ભાગી જગત ! જાઓ, હવે અમે અમારા વડીલ બંધુશ્રીને યુદ્ધના મેદાનમાં જ ભેટીશું.' રાજા બાહુબલે છેલ્લો જવાબ આપી દીધો. એ દિવસે તક્ષશિલાનાં બધાં ખીલેલાં પુષ્પ અડધાં બિડાઈ ગયાં. નિર્દે& વહેતાં ઝરણાં મંદગતિ થઈ ગયાં. ગાયોએ મોંમાં નીરણ ન લીધું. પંખીઓના ગીતસ્વરો પણ પલટાઈ ગયા. રાત દુર્ભેદ્ય બની. દિવસ નીરસ બન્યો. ૧૧૪ * ભરત–બાહુબલી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૬ 'જગતો યુદ્ધનાદ રાજદૂત હંસની વિદાયને થોડા દિવસો વીતી ગયા હતા. યુદ્ધ હવે ' નક્કી હતું. તક્ષશિલાના રાજદૂતો સમાચાર લાવ્યા હતા કે ચક્રરત્ન, સેના અને સમ્રાટ ભરતદેવ યુદ્ધપ્રયાણની ઝડપી તેયારીઓમાં ગૂંથાયા છે. તક્ષશિલામાં રોજ દરબાર ભરાવા લાગ્યો. રાજા બાહુબલના મંત્રીઓ અને સેનાપતિઓ યુદ્ધ માટેની વિચારણા કરી રહ્યા. આ સુંદર દેશમાં કદી યુદ્ધ આવ્યું નહોતું. અહીં યુદ્ધ તરફ ભારે ધૃણા હતી. એ યુદ્ધ હવે આવી રહ્યું હતું, ને આખો પ્રદેશ એ માટે તૈયાર થઈ રહ્યો હતો, બલ્ક તૈયાર કરવામાં આવતો હતો. - જે વનપ્રદેશમાં રસિકો અને રસિકાઓ બંસી રમતાં, ફૂલ વીણતાં ત્યાં હવે ચાપવિદ્યાનો અભ્યાસ ચાલતો હતો. જ્યાં પ્રથમ કયું ફૂલ વીણવું એનો પ્રશ્ન થતો, ત્યાં હવે પ્રથમ કયું ફૂલ વીંધવું એ પ્રશ્ન થવા લાગ્યો. નવા યુદ્ધનિષ્ણાતોએ પોતાના ચાપની પરીક્ષા કરવા, દોડતાં હરણાંને વીંધવા માંડ્યાં હતાં. હરણાં ડરીને દૂરની બખોલોમાં ચાલ્યાં ગયાં હતાં. આમ વન વેરાન બની ગયાં. જે જળાશયોની પાળે રસિક–રસિકાઓ કંદુક ક્રીડા કરતાં ત્યાં હવે ભાલાની આપલેની હરીફાઈઓ ચાલવા લાગી. કોઈ વાર જીવતા જીવને વીંધવાની પરીક્ષા કરવા ભાલાથી મજ્યને વીંધવાનો પ્રયત્ન થતો. પણ એનું પરિણામ એ આવ્યું કે જે મત્સ્યસમુદાય રસિકાઓના હાથને સ્પર્શ કરવા કિનારે રમવા આવતો, એ હવે ઊંડા જળમાં સરી ગયો. બધે શુષ્કતા પ્રસરી ગઈ. અને પૃથ્વી શુષ્ક બની એટલે માણસ કઠોર બનતો ચાલ્યો. Page #131 -------------------------------------------------------------------------- ________________ આખા પ્રદેશ પર સંહારના વિધવિધ પ્રયોગો શરૂ થયા. થોડા વખતથી તો ગીત પણ પલટાયાં હતાં. પહેલાંનાં ગીતોમાં પ્રેમભાવ, દયા ને સખ્યભાવ ગુંજતાં હતાં. હવેનાં ગીતોમાં માણસ સફાળો બેઠો થઈ શસ્ત્ર પકડે, સામા માણસને સંહારી બેસે તેવું જોશ હતું. એ ગીતો જાણે કહેતાં હતાં : ભૂલીશ ન ઓ રસિક, શત્રુ તારે દ્વાર ઊભો છે ! આકાશમાં વાદળ ગર્જ, એમ તું ગર્જના કરજે ! ‘આકાશમાંથી વીજળી તૂટી પડે, એમ તું તૂટી પડજે ! યુદ્ધમાં મરીશ તોય મંગળ છે ! યુદ્ધમાં મારીશ તોય લાભ છે ! યુદ્ધમાં શત્રુ એ શત્રુ છે ! ‘સજ્જન હોય તોય યુદ્ધમાં શત્રુ સજ્જન રહેતો નથી ! શાણો હોય તોય યુદ્ધમાં શત્રુ શેતાન લેખાય. શત્રુનું રૂપ સર્પ જેવું ઝેરી ગણજો ! શત્રુનાં પગલાંને પલયકારી લેખજો ! યુદ્ધની રક્તવર્ષાને કુંકુમનાં છાંટણાં માનજો ! શત્રુના આંતરડાં ખેંચીને હાર બનાવજો. શત્રુના મસ્તકના કંદુક બનાવજો ! શત્રુનાં હાથ-પગના ગેડીદડા સર્જજો ! ‘શત્રુ આપણો વિનાશ છે ! ‘વિનાશને વિદારો, નહિ તો વિનાશ તમને વિદારશે ! શત્રુ એ દરેક રીતે શત્રુ છે ! ‘એના સ્પર્શમાં, એની સ્ત્રીઓમાં, એનાં બાળકોમાં શત્રુવટ જીવે છે ! શત્રુ સાથે દયા નહિ ! શત્રુ સાથે ક્ષમા નહિ, બાંધછોડ નહિ ! શત્રુ સાથે તો શત્રુતા જ શોભે. શત્રુ અને યુદ્ધ આ બે શબ્દો આજના છે " આમ આ કવિતાઓએ ગ્રામ-નગર–પુર બધે કાળો બોકાસો બોલાવી દીધો. ૧૧૬ ભરત–બાહુબલી Page #132 -------------------------------------------------------------------------- ________________ હવે સ્ત્રી અને પુરુષ વિલાસ કરતાં કરતાં વિચારમગ્ન બની જાય છે; ગૂંથવા લીધેલી વેણી અડધે રહે છે, દેહ પર ચર્ચવા લીધેલાં વિલેપનનાં કચોળાં એમનાં એમ પડ્યાં રહે છે. અને સહુ શત્રુની કલ્પનામાં – શત્રુને હણવાના વિચારમાં ગૂંથાઈ જાય છે. પોતાની પ્રિયતમા માટે ફૂલશમ્યા પાથરતો રસિક નર યુદ્ધના વિચારમાં અન્યમનસ્ક બની જાય છે, ને શણગાર સજીને આવતી રસિકાને શત્રુ માની સંહારવા દોડે છે. દોડીને એને ચોટલે પકડે છે. એનાં ગાત્ર કરડી ખાય છે. એના વસ્ત્રના લીરા કરી નાખે છે ! પ્રવાસે ગયેલા નગરવાસીઓ કંઈકંઈ વાતો લઈને પાછા આવે છે. કેટલાક વાતો લાવે છે, કે શત્રુઓના મનમાં તક્ષશિલાની સુંદરીઓ વસી ગઈ છે. જીતીને એ બધી સુંદરીઓને પોતાના રાજમાં લઈ જશે ! પુરુષોને તક્ષશિલા સોંપી દેશે. આ સમાચાર જ્યાં જ્યાં પ્રસર્યા ત્યાં ત્યાં બે પ્રકારનાં પરિણામ આવ્યાં. હિંમતવાન સ્ત્રીઓ ગર્જી ઊઠી ને મરવા–મારવાનું વ્રત લેવા લાગી. રસિક છતાં મૃદુ સ્ત્રીઓ આ સુંદર પ્રદેશ, પોતાની હેતાળ સખીઓ અને મનગમતા પુરુષોને છોડીને જવું પડશે, એ બીકે ઘરમાં ભરાઈ ગઈ ! એ હવે પુરુષને છોડતી નથી, પુરુષને ક્યાંય જવા દેતી નથી ! આખો પ્રદેશ દિનપ્રતિદિન પોતાની સુંદરતા છાંડી રહ્યો છે. જ્યાં કોઈ ખાદ્યનો સંગ્રહ ન કરતું, ત્યાં આજ સંગ્રહ થઈ રહ્યો હતો. અને અન્નનો સંગ્રહ થયો એટલે એ ભણવા જીવજંતુ ઊભરાઈ ઊઠ્યાં ! કીડીનાં દરા ખદબદવા લાગ્યાં. ઉદર તો ધામા નાખીને પડ્યા. સાપ પણ હવે દરરોજ દેખા દે છે ! કેટલાક દેશપરદેશ ફરનારા સાર્થવાહો કહેતા : “અરે ! યુદ્ધ તમે ક્યાં જોયું છે ? યુદ્ધમાં અન્ન ખૂટે તો માણસ પંખી ખાય, પશુ ખાય; એ ન મળે તો મૂળ, પત્ર ને પુષ્પ ખાય; એ ન મળે તો માણસ માણસની માટી ખાય ! માટે અન્નનો સંગ્રહ કરો.' કાયદાથી અન્ન ખાવાનો પહેલો હક્ક લડી શકે તેવા જુવાનોનો. વૃદ્ધોને તો માપથી અન્ન આપો – ભલે અડધા ભૂખ્યા રહે. બાળકોને માનું ધાવણ આપો. એ ન મળે તો મધના પૂડા આપો, જાનવરનાં દૂધ આપો !” બાળક કે જેણે આજ સુધી માના દૂધ સિવાય બીજું દૂધ પીધું નહોતું, જાગતો યુદ્ધનાદ ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ એને પશુનાં દૂધ પીવાનો વારો આવ્યો ! જેવો ખોરાક તેવું મન. ધીરે ધીરે માણસના મનમાં પશુતા વસવા લાગી. યુદ્ધ આવ્યું નહોતું. યુદ્ધ આવવાની આગાહી હતી, ત્યાં આ આખી સુંદર પૃથ્વી જાણે પલટાવા લાગી. રાજા બાહુબલ રોજ દરબાર ભરતા. રોજ દૂત જતા અને આવતા. રોજ કંઈ ને કંઈ સમાચાર આવતા. આ સર્વ સમાચાર પ્રેમાળ હૈયાઓને વિદારનારા આવતા. જે દરબારમાં ગીત, પ્રહેલિકા ને સમસ્યાઓની ઝડી વરસતી ત્યાં ખટપટ ને કાવતરાં ચાલતાં થયાં હતાં. છેલ્લે છેલ્લે કેટલીક સુંદર સ્ત્રીઓ સંદેશા લાવવાનું કામ કરતી થઈ હતી, ને એ સફળ થઈ હતી. પોતાના રૂપથી, ગીતથી, અભિનયથી એ ચક્રવર્તીની છાવણીઓમાં પ્રવેશ કરતી, પ્રવેશ કરીને, અધિકારીઓને પોતાના રૂપથી લોભાવીને, છૂપા સમાચાર લઈ આવતી. આ સમાચારોએ બધાં હૈયાંને વેરથી અંધ બનાવી દીધાં. હજી સમશેરો ચાલી નહોતી, સમરાંગણો જાગ્યાં નહોતાં, એ પહેલાં માનસિક હત્યાઓ શરૂ થઈ ગઈ હતી ! જંગલનાં વરુ જાણે નગરવાસીઓના મનમાં વસી ગયાં હતાં. રાજદરબારમાં એક ત્રીસેક વર્ષની સ્ત્રી આવી. એ ગર્ભવતી હતી. એણે રાજા બાહુબલને કહ્યું, મહારાજ ! આ ઉદરમાં ચાર ચાર જીવ આવી ગયા, ને ચાર ચાર જન્મ ધરી ગયા, પણ આ પાંચમો જીવ ભારે ઉત્પાતિયો આવ્યો લાગે છે. પેટમાં આવ્યો છે ત્યારથી પાટાં મારવા લાગ્યો છે. હું તો હવે ફરી માતૃત્વ માટે રાજી જ નથી !' મહારાજ બાહુબલ ઘડીભર વિષાદપૂર્ણ નયને સ્ત્રીને તાકી રહ્યા અને પછી પ્લાન રીતે હસતાં બોલ્યા : સુંદરી ! આ પૃથ્વીનું અણુ અણુ પલટાઈ રહ્યું છે, એમાં તું પલટાય તો નવાઈ શી ? તારી અંદર રહેલું શિશુ પણ આ યુદ્ધના અણુનું સંતાન છે. રે, એક યુદ્ધ આખી ભૂમિને કેવી ફેરવી નાખે છે ! મને તો એમ થાય છે કે...' રાજાજી વળી ઊંડા વિચારમાં ઊતરી ગયા. નીલગગન જેવી એમની આંખો શુકતારક જેવી ચમકી રહી. ૧૧૮ ભરત–બાહુબલી Page #134 -------------------------------------------------------------------------- ________________ એવામાં એક સુંદરી દોડતી આવી. પુરુષ એની પાછળ લાઠી લઈને પડ્યો હતો. એના મોંમાં ખોટા શબ્દો હતા. - સ્ત્રીએ પોકાર પાડ્યો : “મહારાજ ! મને રક્ષણ મળે. આ મારો સખા છે. એ કહે છે, હું યુદ્ધમાં જઈશ, તું સાથે આવજે. હું કહું છું કે મારાથી એ કસાઈનું કામ નહિ થાય. છોડ પરથી ફૂલ ચૂંટતાં મન દુખાય છે, તો માણસનું માથું કાપવું કંઈ સહેલ છે ? મેં એ વાત કરી ત્યારથી એ વહેમી બની ગયો છે ! કહે છે, કે મારા પર તારું મન નથી. ત્યાં હું મરું અને અહીં તું કોઈ અન્યની સાથે ઉછરંગે રમતી થાય ! મેં કહ્યું કે તું યુદ્ધમાં જા ત્યારે મને મારીને જજે ! એ કહે, મને અહીંના કોઈ પુરુષનો વાંધો નથી, પણ પેલા ભરત રાજાના દુષ્ટ સેનિકો તને ઉપાડી જાય તો...એ વિચાર સતાવે છે !” મહારાજ બાહુબલ ફરી ખિન્ન રીતે હસ્યા ને બોલ્યા : રે પ્રજાજનો ! હજી ભેંસ ભાગોળે છે ને તમે ધમાધમ આદરી દીધી ! અરે ! મારી સ્વર્ગ જેવી પૃથ્વીનું શું થશે ? કેવો ભયંકર વિનિપાત આવશે !” “મહારાજ આખરે ભરત આપણા મોટાભાઈ છે. નમી પડીએ તો આ પૃથ્વી બચી જાય !” મંત્રીએ કહ્યું. ‘નમવામાં વાંધો નથી, પણ આ તો રાજતંત્રનો સવાલ છે. રાજા સેનાપતિઓના હાથમાં રમતો હોય છે. સ્વતંત્રતા દઈ દીધે પણ સાર નહિ નીકળે. થોડોઘણો સાર સ્વતંત્રતા રાખવામાં છે. આજે નમ્યા, તેમની જબરદસ્તીને વશ થયા, તો વળી કાલે કહેશે કે તમે અમારા નગરમાં વસવા આવો. અમે તમારા નગરમાં આવીને વસીએ. જો આમ થાય તો ?” બાહુબલે કહ્યું. એ ન બને ! તો તો આપણી પૃથ્વી વધુ બગડી જાય. આ પૃથ્વીની સલામતીનો સવાલ મુખ્ય છે ” મંત્રીએ કહ્યું. આપણે આધીન બન્યા, એટલે એમના હુકમ માનવા પડે; ન માનો તો વળી પાછું યુદ્ધ તૈયાર જ છે. એ કાલે કહેશે કે બંને દેશો વચ્ચે લોહીસંબંધ બાંધો. તક્ષશિલાની સુંદરીઓ માટે એ બધા ઝંખે છે. શું આપણે આપણી સુંદરીઓ ત્યાં આપવા રાજી છીએ ?” ના, ના, નાબધેથી પોકાર ઊઠ્યા, “અમે યુદ્ધ માટે તૈયાર છીએ ? ‘સારું, તો ચિત્તશાંતિ થાય તેવું ગીત ઉપાડો.' રાજાએ કહ્યું. જાગતો યુદ્ધનાદ ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સુંદરીઓ ગાવા લાગી પણ ગીત ન જામ્યું. એ ગરીબડી થઈને બોલી : મહારાજ ! ન જાણે ગીત ગળામાંથી ક્યાંય સરી ગયું છે. પહેલાં તો કોઈ નિમંત્રણ આપે એ પહેલાં ગળું ગુંજી ઊઠતું. હાય રે ! આજ શું થયું ? ! કોનો અળખામણો પડછાયો પડ્યો ' એક સભાજન ઊભો થઈને બોલ્યો : સ્વામી ! આજનું ગીત જુદું છે, એ પુરુષોના મુખેથી સુંદર ને જોશીલું લાગે છે. સાંભળીએ તો લાગે કે મરવું કે મારવું એ જ જીવનની મોજ છે ! યુદ્ધ એ જ ધર્મ છે. યુદ્ધ એ જ પ્રગતિ છે !' બોલાવો એ ગાનારાઓને !' રાજાજીએ કહ્યું. અનુચર બોલાવવા દોડ્યો. મંત્રીરાજ બોલ્યા, ‘મહારાજ ! આપણી પૃથ્વી, રાજદૂત હંસની વિદાય પછી, ઝડપથી પલટાઈ રહી છે. સ્ત્રી-પુરુષોનાં મિલન ગંધાઈ ઊઠ્યાં છે. કામદેવના રાજમાં કામાચાર હવે ભ્રષ્ટરૂપ ગ્રહણ કરી રહ્યો છે. ધરતીમાં કણ ઓછો થઈ ગયો છે. ગાયો પૂરું દૂધ આપતી નથી. માણસ વાતવાતમાં ગરમ થઈ જાય છે.’ રે ! સૃષ્ટિ ૫૨ પરિવર્તન આવ્યું છે. આપણે પરિવર્તને યોગ્ય પુરુષાર્થી બનીએ.' મહારાજ બાહુબલ બોલ્યા. ગીત ગાનારા પુરુષોએ દરબારમાં પ્રવેશ કર્યો. એમનાં પગલાં ધરતી ધ્રુજાવતાં હતાં. એમના હાથ કોઈ રણચંડીના શસ્ત્રની જેમ હિલોળા લેતા હતા. કંઈક ખિન્ન રાજસભા આ ગાયકોના દર્શનથી જોશમાં આવી ગઈ. ગીત ઊપડ્યું : ભૂલીશ ન ઓ રસિક, શત્રુ તારે દ્વાર ઊભો છે ! આકાશમાં વાદળ ગર્જે, એમ તું ગર્જતો રહેજે. આકાશમાં વીજ દમકે એમ તું દમકતો રહેજે ! શત્રુ એ શત્રુ છે. શત્રુને મારજે, મનમાં દયા ન રાખજે ! શત્રુને સંહારજે, નહિ તો એ તને સંહા૨શે ! શત્રુને સંહારતાં મરીશ, તો સ્વર્ગે સંચરીશ. ૧૨૦ : ભરતબાહુબલી Page #136 -------------------------------------------------------------------------- ________________ શત્રુને સંહારતાં જીતીશ, તો પૃથ્વીનું રાજ મળશે. યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ ! યુદ્ધ વિનાનું જીવન નથી ! જીવન જ પોતે યુદ્ધ છે!' આ સૂરોએ બધાંનાં ગ્લાનિભર્યાં દિલોને ઠીક ઠીક બહેલાવ્યાં. તક્ષશિલાની શેરીઓ યુદ્ધની લોહી-તરસી બૂમોથી ગાજી રહી. જાગતો યુદ્ધનાદ ૨ ૧૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૭ 0. દળી દળીને ઢાંકણીમા - અયોધ્યાની શેરીઓમાં હજી પૂરો પ્રકાશ પથરાયો નહોતો. રસિયાઓની નિદ્રા હમણાં જ ગાઢ બની હતી, ને આખી રાત તોફાને ચડેલા શિશુઓ માતાની ગોદમાં, અને માતાઓ પલંગમાં હજી હમણાં જ જપ્યાં હતાં. ત્યાં વાતાવરણને ગજાવી નાખતો ભેરીનાદ સંભળાયો. ઘરનાં નાનાં નાનાં છિદ્રોમાંથી બહાર નીકળતો ધુમાડો જેમ અમળાઈ અમળાઈને પ્રસરે, એમ આ નાદ ધીરે ધીરે ઘરેઘરમાં વ્યાપ્ત થઈ ગયો. શું, યુદ્ધ આવ્યું? ' રાતભર મનાવેલી માનુનીને એમ ને એમ છાંડીને રણમાં રસિયા જીવો શેરીમાં આવીને પૃચ્છા કરવા લાગ્યા. શું પુરુષો વળી રણભૂમિ પર જશે?” ઘી-દૂધની નદીઓ વહેવડાવનારી પર્વતમાતાઓ જેવી ગૃહસુંદરીઓ બહાર આવી આવીને પૂછવા લાગી. “અરે, આ તો પુરુષોનો હરામચસકો લાગે છે!” મહમથતી એક જાજરમાન સ્ત્રીએ, માખણવાળા હાથ પહેરેલા પટકુળ વડે લૂછતાં બહાર આવીને કહ્યું. “હરામચસકા કરતાં આને હડકવા કહો ! હું તો કહું છું કે, કુદરત એમના પેટમાં પણ ગર્ભનો ગોખલો મૂકે, ને મરઘીની જેમ એય રોજ ઈંડાં સેવે, તો સમજણ પડે કે એક જીવને હણવો એ કેવી અને કેટલી કઠિન વાત છે!” ‘અરે મારી બહેન ! કહે છે, કે લડાઈમાં માખી મારવી ને માણસ મારવો બેય સરખાં હોય છે. આપણી વાત શું કહું બહેન ! માખી મારતાંય આપણો તો જીવ ચાલતો નથી. એનેય જીવ છે, ને આપણને જીવ છે. પોત-પોતાનો જીવ Page #138 -------------------------------------------------------------------------- ________________ કોને વહાલો ન હોય ?” ગાયને ચરવા છોડતી એક ગૃહરાજ્ઞી ગાય સાથે જ બહાર આવીને ઊભી રહી, ને ચર્ચામાં ભળી. બહેન ! તમે તો ભગવાન ઋષભદેવે કહેલા ઉપદેશની વાત કરી. પણ આ રાજમાં એમની વાત કોણ સંભારે છે ? આ મારા સ્વામીની જ વાત કરું. રોજ રાતે, સાંભળવી ગમે કે ન ગમે પણ એની લડાઈની બડાશભરી વાતો માંડીને બેસે છે. કહેવામાં કહેવાનું એટલું કે મેં આટલા માણસ માર્યા, આટલી સ્ત્રીઓને કેદ કરી, આટલા મણિ-માણેક લૂંટ્યાં ! પણ હું કહું છું કે મહેલ તોડવામાં વાર ન લાગે, ચણવામાં જ મુશ્કેલી છે. તમે માર્યા અનેક, પણ જણ્યા કેટલા ?” અનાજ ખાંડતી એક બાઈ હાથમાં મુશલ સાથે જ બહાર આવી વાતોમાં ભળી. એણે છેલ્લે કહ્યું : “બહેન, મારે પતિ છે, પણ આવી વાત કરે ત્યારે એનું મોં જરાય ગમતું નથી ! હું એને પાસે બેસવા દેતી નથી !' - આ પુરુષો તો બાયલા છે ! બહેન, પરમદિવસે મારે જ પેલી પડોશણ સાથે વઢવેડ થઈ. એની ગાય મારા ઉદ્યાનમાં પેસી ગયેલી ને બગાડ કરી ગયેલી. મારો છોકરો મારી પડખે ચઢ્યો. કહે, ચાલ, આપણે બે થઈ એને સીધી દોર કરી નાખીએ. મેં એને વાર્યો ને કહ્યું, “બેટા ! બે જણા થઈને એકને હરાવીએ, એમાં બહાદૂરી નહિ. હું એકલી જ એની સાથે લડીશ,” પછી હું લડવા ગઈ ત્યારે મેં જોયું કે, એના હાથ ખાલી હતા, ને મારા હાથમાં તો ગાડાનું ધૂંસરું હતું. મેં પણ દોડીને એક ધૂંસરું એના હાથમાં આપ્યું, ને પહેલો ઘા એને કરવા કહ્યું. પેલી બાઈ બોલી કે બહેન, તારો આ ન્યાય જોઈ મારી જાતને થયેલો અન્યાય હું ભૂલી જાઉં છું તારે મને મારવી હોય તો માર ! આ ઊભી.” શું કહું, બહેન? હું તો દોડીને એને ભેટી પડી, અને આવા મધુરા બોલ બોલનાર એના હોઠને મેં ચૂમી લીધા !” એક ગૃહરાજ્ઞીએ પુષ્પ ચૂંટતા; બહાર આવીને પોતાનો તાજો કિસ્સો કહ્યો. અરે ! ભગવાન વૃષભધ્વજ કહેતા હતા કે સબળાને માથે નબળાની રક્ષાનો ભાર છે, ત્યારે આ બધા તો નબળા માથે જ માટી થનારા ! મેં તો મારા દીકરાને કહ્યું કે, બેટા, હજાર માણસ થઈને સો માણસને હરાવે, એમાં તે બહાદુરી કે શરમ ? એમ તો હજારો કીડીઓ ભેગી થઈ, એક જખમી સાપનો પ્રાણ લઈ શકે, પણ એથી કીડી બળવાન ને સાપ નિર્બળ એવું કંઈ કહેવાય ?” અરે ! આ તો બધું ઊંધું વાજું વાગે છે. ભગવાન ઋષભદેવ કહેતા હતા કે “મસ્યગલાગલ' ન્યાય દૂર કરવા માટે જ મેં રાજસંસ્થા સરજાવી છે. પણ દળી દળીને ઢાંકણીમાં ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ અહીં તો મોટું માછલું નાના માછલાને ખાય એ જૂનો ન્યાય જ ચાલુ છે !' પોપટને રમાડતી એક સ્ત્રીએ બહાર આવીને સમુદાયમાં ભળતાં કહ્યું. ભગવાન કોઈ વાર આ નગરીમાં આવે, ત્યારે બધાની સામે જ મારે પૂછવું છે. ભલેને મહારાજા ભરતદેવ કે મંત્રી બુદ્ધિસાગર આંખો કાઢે !' એક સ્ત્રીએ પ્રસ્તાવ મૂક્યો. “અરે! મહારાજ ભરતદેવે આજે રાજા બાહુબલ પર આંખ કાઢી છે. હવે જોજો, એ રાજાની અને એના દેશની વલે !” એક લડવૈયા જેવો પુરુષ ધસમસતો ત્યાં આવ્યો ને બોલ્યો. એ તલવારની પટાબાજી કરતો હોય એમ બે હાથ આમતેમ ઘુમાવતો આગળ બોલ્યો, કાલે તક્ષશિલાથી રાજદૂત હંસ પાછા આવી ગયા. આખી રાત રાજમંત્રણા ચાલી. સવારે નિર્ણય જાહેર થયો કે, રાજા બાહુબલ આપણા શત્રુ છે. ને શત્રુ સામે યુદ્ધ ધર્મ છે. ગંગા નદીના કાંઠે સૈન્ય પણ ખડકાવા માંડ્યું છે.' જુઓ, આ રાજપુરુષો ! આખી રાત દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું! સગો ભાઈ શું શત્રુ થઈ ગયો, અને તે એક રાતમાં ?” અરે, તમે રાજકારણમાં શું સમજો ? રાજકારણમાં નથી કોઈ ભાઈ કે નથી કોઈ બાપ ! ત્યાં બે જણા છે, કાં શાસક કાં સેવક !” - “અરે, બળ્યું તમારું રાજકારણ ! તમે બધા એમાં ઘેલા બન્યા છો. અલ્યા, રાજકારણમાં રજ-વીર્યના સંબંધો પણ લોપાશે ?' ત્યાં તો દૂર દૂરથી પાંચ-પાંચ દશ-દશ જુવાનિયાનાં ટોળાં આવતાં દેખાયાં. બધા નાચતા હતા, ફેરફુદરડી ફરતા હતા, ને ગાતા હતા. હો તૈયાર ! તૈયાર હો !” ‘હાથી તૈયાર ! ઘોડા તેયાર ! રથ તૈયાર ! તીર તૈયાર !” “આવી છે જીવનની નવી બહાર !” “ધમધમ ચાલીશું!' ધરા ધ્રુજાવીશું!” શત્રુનું જડાબીટ કાઢીશું ! શત્રુનો સંહાર કરીશું.” સર્વ સ્ત્રીઓએ આકાશને ભેદી નાખે તેવો ચિત્કાર કર્યો. ‘હાય, હાય, આ ગાંડાઓ પૃથ્વી આખીને બગાડવા બેઠા છે. આજ સુધી તો દૂરના દેશોમાં ૧૨૪ ભરત–બાહુબલી Page #140 -------------------------------------------------------------------------- ________________ લડાઈ હતી, હવે તો ઘરઆંગણે એના પડઘા પડ્યા. ઘરમાં જ શત્રુવટના અંકુર ફૂટ્યા. યુદ્ધનો આ નાદ સંસારની સર્વ સ્નેહ સરવાણીઓ શોષી લેશે. રોકો આ યુદ્ધને !' યુદ્ધ આપણાથી હવે કેમ રોકાય ? આપણે જ પુરુષોને માથે ચઢાવ્યા છે!” કેટલીક સ્ત્રીઓએ રોષ વ્યક્ત કર્યો. અરે, આજ ભાઈથી ભાઈ લડશે; કાલે પિતાથી પુત્ર લડશે; પત્નીથી પતિ લડશે, આમન્યા તૂટશે ! દુઃખ, શોક ને સંતાપનું આભ સંસાર પર તૂટી પડશે !” સ્ત્રીસમૂહે ફરી કંદન કર્યું. એ કંદનના ઠેર ઠેર પડઘા પડ્યા. અને સ્ત્રીઓના એ આર્તનાદની ક્રૂર મશ્કરી કરતા હોય તેમ સામેથી બીજા પુરુષો હવામાં ઝૂમતા ને યુદ્ધની ભીષણતાની વાતો કરતા આવ્યા. હવે બાર વર્ષ ઉપરનો બાળક પણ રણાંગણે આવશે, શત્રુને સંહારશે. સિંહસંતાન સમાં આપણાં, શિશુઓ બાહુબલ જેવા મહાન હસ્તીને પોતાના પંજાની તીક્ષ્ણતાથી વિદારશે. બોલો, ચક્રવર્તી મહારાજની જય !' ‘હાય ! હાય ! આ યુદ્ધની બિભીષિકા શું આપણાં નવજાત શિશુઓને પણ ભરખી જાશે ? એમનાં મોંને પણ શું માણસખાઉ વાઘની જેમ લોહિયાળ બનાવી દેશે ? એમની નસોમાં પણ શું આવેશનું, ઉશ્કેરાટનું સ્વાર્થનું લોહી ફરવા માંડશે ? રે, ભગવાન ઋષભદેવની સંસ્કૃતિનો તો આથી વિશેષ દ્રોહ કયો હોઈ શકે ?” સ્ત્રીસમૂહે ફરી આઝંદ કર્યું. “હે મૂર્ખ રમણીઓ ! તમે બાહુબલ રાજાનો એ પ્રદેશ કદી નીરખ્યો છે ખરો ? એની પ્રસન્નતા એ અયોધ્યાની શરમ છે. લોકો કહે છે કે, અયોધ્યાનો રાજા ચક્રવર્તી અને એની રાજધાની અયોધ્યા આવી ?' “અયોધ્યાની શરમ દૂર કરવા એ પ્રદેશનો શું નાશ કરશો ? તમે મોટા થવા બીજાને હીણો કરશો ? શું આ તમારી સંસ્કૃતિ છે ?’ સ્ત્રીઓએ તુચ્છકાર સાથે કહ્યું. રે તમે બધી સ્ત્રીઓ બીકણ છો. સંતાનની પ્રીતિએ તમને અબળા બનાવી દીધી છે. અમે તક્ષશિલા પર વિજય મેળવશું, એને અમારી તાબેદાર નગરી બનાવીશું. પછી ભલે એ સુંદર રહે, સર્વશ્રેષ્ઠ રહે, પણ પછી એ અયોધ્યાની શરમ નહિ રહે.” યોદ્ધાઓ બોલ્યા. દળી દળીને ઢાંકણીમાં ૧૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ ‘નાક કપાવીને અપશુકન કરવા જેવી આ વાત છે. શું આટલા જલદી તમે ભગવાન ઋષભદેવના આદેશો ભૂલી ગયા ? એમના ઉપદેશને આટલા જલદી પાણીમાં ઘોળીને પી ગયા ?’ સ્ત્રીઓ બોલી. શેરી જાણે ચર્ચાસભા બની ગઈ. અરે, ભગવાનના ઉપદેશો એમના પાટવી પુત્ર વધુ સમજે કે તમે વધુ સમજો ? ચોવીસે કલાક એમના સાંનિધ્યમાં રહેનારા જન્મજાત સેવકો વધુ સમજે કે તમો વધુ સમજો ?’ પુરુષોએ દલીલ કરી. ઘણી વાર દીવા નીચે જ અંધારું હોય છે. એક સ્ત્રી સહજભાવે બોલી ગઈ. ચક્રવર્તી મહારાજ ભરતદેવનું આ અપમાન ? મહારાજ ભરતદેવને વિખ્યાત શાસનનું આ અપમાન ? કેદ કરી લો એને !” એક અધિકારી જેવા પુરુષે આગળ વધીને કહ્યું અને પેલી ચબાવલી ચપલા સ્ત્રીને પકડવા પ્રયત્ન કર્યો. ‘આ રીતે તમે પ્રજાની જીભ સીવી લેવા માગો છો ?” સ્ત્રીવર્ગે સામો પડકાર ફેંક્યો. તેઓએ ગર્જના જેવા સ્વરે કહ્યું : ‘તમારી સ્વતંત્રતાની વાતોમાં અમે ભાવિ પરતંત્રતાનાં બીજ દેખીએ છીએ. બળને મહાન લેખનારા આખરે પશુ થઈને ઊભા રહેવાના. પશુતાને સ્વાર્થ સિવાય બીજું કંઈ પવિત્ર નહિ લાગે. વાત વધુ ગંભીર થઈ જાત, કદાચ ત્યાં જ સ્ત્રી-પુરુષની રણDલી જામી જાત, પણ એકાએક એક અશ્વારોહી ત્યાં આવ્યો. એણે ખબર આપી, ‘ચક્રવર્તી મહારાજ ભરતદેવે અરીસાભવનનું નિર્માણ થંભાવી દીધું છે. ને શિલ્પીઓ, સ્થપતિઓ ને શ્રમજીવીઓને લશ્કરમાં ભરતી થવાનું કહી દીધુ છે ! ધન્ય મહારાજ ભરતદેવના ત્યાગને !” “કેવો સુંદર, સર્વશ્રેષ્ઠ ત્યાગ ! આંગળી કપાવી ભરતદેવ શહીદ-વીર બન્યા ! અરે, યુદ્ધઘેલડાઓ પોતે તો ગાંડા બન્યા જ છે, પણ હવે તો એ જગત આખાને ઘેલું બનાવી નાખશે.' સ્ત્રી વર્ગે કહ્યું. આ દરમિયાન કેટલીક સ્ત્રીવર્ગ પુરુષોથી ડરીને ચાલ્યો ગયો હતો. કેટલોક “આ પથ્થરોને પલાળવા દુષ્કર છે,’ એમ નિરાશ થઈ સ્થળ છોડી ગયો હતો. પણ થોડીક તેજસ્વી સ્ત્રીઓ હજી નિર્ભયપણે સામે ખડી હતી. એ વચનથી કે ચાપથી લડવા તૈયાર હતી. ૧૨૬ ભરત–બાહુબલી Y" : Page #142 -------------------------------------------------------------------------- ________________ ‘અરે, સાંભળો !” શંખ ફૂંકતો એક યોદ્ધો આવ્યો ઃ ‘મહારાજ ભરતદેવ યુદ્ધે સંચરશે, ત્યારે મહારાણી સુભદ્રાદેવી કુમકુમ તિલક કરી, સ્વયં એમને શસ્ત્ર પહેરાવશે !” રે ! એક ઉચ્ચ સ્ત્રી જ સ્ત્રીના પ્રેમધર્મની ઉપેક્ષા ક૨શે, ત્યારે સર્વનાશને અને સ્ત્રીઓને બહુ છેટું નહિ રહે. મોટા માણસોએ જ પૃથ્વીને હંમેશાં દૂભવી છે.' સ્ત્રીઓ બોલી. ‘આ બધા વિદ્રોહી આત્માઓ છે. કેદ કરો એમને !' પાછળ આવતા સેનાપતિએ હુકમ કર્યો. દળી દળીને ઢાંકણીમાં ૨ ૧૨૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આટલા સબળ - આટલા નિબળ લડાઈનો નાદ આ નગરથી પેલે નગર, આ વનથી પેલે વન, આ વાડીથી પેલી વાડી સુધી ગાજી ઊઠ્યો હતો. જ્યાં જ્યાં સાદ સંભળાયો ત્યાં ત્યાંથી માણસો ઊઠીને ખડા થયા. ખેડૂતોએ હળ મૂક્યાં. શિકારીઓએ શિકાર છાંડ્યા. પશુપાલકોએ પશુ મૂક્યાં. અયોધ્યાનું મેદાન રણશૂરા પુરુષોથી ઊભરાઈ રહ્યું. ચક્રરત્ન, જે હમણાં ધીરું પડ્યું હતું, એ ફરી પોતાના તીક્ષ્ણ આરાઓ સાથે ફરવા માંડ્યું હતું. એનો એક એક આરો હજારો ખડગધારાઓ કરતાં વિશેષ કાતિલ હતો. દેશના એક હજાર બળવાન સામંતો આ લોહ-અસ્ત્રને ઘુમાવતા, અને જ્યારે ઘુમાવીને શત્રુના સૈન્ય પર છૂટું મૂક્તા, ત્યારે ખુવારીનો પાર ન રહેતો. આ મહાસામંતો વનકેસરી જેવા બળવાન હતાં; વનના વાઘ એમના પરાક્રમ પાસે પાળેલા પશુ જેવા બની જતા. આ સામંતોનો આહાર-વિહાર અપૂર્વ હતો. એ રોજ એક સહસ્ત્ર ગાયોનાં દૂધ પીતા. આ દૂધની પ્રક્રિયા અતિ વિચિત્ર હતી. એક હજાર ગાયોનું દૂધ પાંચસો ગાયોને પાવામાં આવતું. એ પાંચસો ગાયોનું દૂધ અઢીસો ગાયોને પાવામાં આવતું. એમ છેલ્લી પચાસ ગાયોનું દૂધ આ એક યોદ્ધોને મળતું. કહેવાતું હતું કે ભરત ચક્રવર્તી તો રોજ ચાર હજાર જેટલી ગાયોનું દૂધ પીતા. અને જે ચક્રને હજાર સામંતો એકત્ર મળીને ધારણ કરતા, એ ચક્રને પોતે એકલા ફેરવતા. Page #144 -------------------------------------------------------------------------- ________________ ચક્ર સાથે ચક્રવર્તીને જોઈને ભલભલાના ગર્વ ગળી જતા. કેટલાક રાજાઓ તો ચક્રરત્નનાં દર્શન પણ ન ઇચ્છતા. એ તો એની વાત સાંભળી અધીનતા કબૂલ કરી લેતા. આજ સુધીમાં એક જ માણસ એવો જડ્યો, જેણે ચક્રરત્ન જેવા રત્નને તુચ્છ લખ્યું, અને ચક્રવર્તી જેવા ચક્રવર્તીની સત્તાને પડકાર આપ્યો. એ મૂર્ખ તે રાજા બાહુબલ ! એ અવિચારી આત્મા બાહુબલને શિક્ષા થવી જ ઘટે ! અરીસાભવનના એક અધૂરા ગવાક્ષ પર બેઠેલાં ચક્રવર્તી ભરતદેવ અને પટરાણી સુભદ્રાદેવી પોતાની જુદી જુદી મનોદશામાં વિહરી રહ્યાં હતા. વાતાવરણમાં રણભેરીનો કેફ હતો. ગલીએ ગલી યુદ્ધનાં વાદ્યોથી ગુંજી ઊઠી હતી. અયોધ્યાવાસીઓના દિલમાં કોઈ શંકા નહોતી કે તક્ષશિલાનો પરાજય નિશ્ચિત છે ! ગાન, વાદન ને વિહારનું રસીલું, સૌંદર્યધામ તક્ષશિલા ભલે જીવનની અન્ય સર્વ કળાઓમાં અગ્રગણ્ય હતું, પણ શૂરવીરતામાં અને યુદ્ધમેદાનની કલામાં તો એ પછાત જ હતું. | વિજય નિઃશંક અયોધ્યાનો હતો. અયોધ્યાની આ શેરીઓમાં થોડા દિવસોમાં તક્ષશિલાની ગાનચતુર ને રસચતુર રમણીઓ ઠોકરો ખાતી ફરતી હશે, ને એના છેલછબીલા નરો કાં તો જંજીરોમાં જકડાયેલા ને કાં તો તાબેદારી કરતા જોવાશે. એમના મનભર વનવિહારો વિલાઈ જશે ને દિલહર જળક્રીડા આથમી જશે ! પટરાણીને આ વિચારોમાં આપોઆપ હસવું આવી ગયું. અન્યમનસ્ક ભરતદેવનું લક્ષ રાણીજી તરફ ખેંચાયું. એમણે સહજ રીતે પૂછ્યું : ‘કેમ હસ્યાં, રાણીજી ?” મનમાં એક વિચાર આવ્યો તેથી !' રાણીએ કહ્યું; કયો વિચાર ?' એ જ વિચાર રાજા બાહુબલનો, આ જમાનાના કહેવાતા કામદેવનો !” પણ કેવો વિચાર, એ તો કહ્યું નહિ.' કહું છું.” આટલું બોલી મહારાણી વળી હસી પડ્યાં. ઊગતા સૂરજના પ્રકાશમાં એમના દાંતની ધવલ પંક્તિ હીરાની શોભા ધરી રહી. પોયણાં જેવા પોતાનાં પોપચાં ઉઘાડ-મીંચ કરતાં રૂપભર્યા રાણી બોલ્યાં : વિચાર એ કરું છું કે એક દિવસ આ શેરીઓમાંથી અરીસાભવનના આ ગવાક્ષ નીચેથી, એ કહેવાતો મહાન કામદેવ જંજીરોમાં જકડાયેલો, દીન-હીન પસાર થશે, ત્યારે લોકોને એને નિહાળીને કેવું હસવું આવશે ! એ કામદેવની આટલા સબળ–આટલા નિર્બળ ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ રતિઓ ત્યારે કેવી શરમાઈને ઊભી રહેશે ! ને એમને શ૨માયેલી જોઈ ખુદ કામદેવને ધરતી માગ આપે તો સમાઈ જવાનું મન થશે ! એ ધરતી સામે જોશેઃ ધરતી તો એવી ને એવી અચળ રહેશે. એ વખતે એ નરબંકાનું મોં કેવું જોવા જેવું હશે !' રાણી આટલું બોલતાં બોલતાં વળી ખડખડાટ હસ્યાં. ‘રાણી ! આ તો યુદ્ધ છે. કાલે કામદેવની જગ્યાએ તમારા ચક્રવર્તીને જંજીરોમાં જકડાઈને નીકળવું પડે !’ ભરતદેવે યુદ્ધની અનિશ્ચિતતા દર્શાવતાં કહ્યું. અસંભવ છે ! અયોધ્યાના લાખો સૈનિકો સામે, એ બિચારા હજારોની ગણતરીવાળા સૈનિકોનું શું ગજું ! એક ચક્રરત્ન જ તક્ષશિલાને ખલાસ ક૨વા બસ છે. આપણા બળ પાસે, તાકાત પાસે, સૈન્ય ને સરંજામ પાસે તક્ષશિલા તણખલાને તોલે છે !’ તો આનું નામ યુદ્ધ કહેવાય ખરું ? યુદ્ધ તો સરખે-સરખા વચ્ચે હોય; સબળનિર્બળ વચ્ચે ન હોય; ભરતદેવે કંઈક ઊંડા વિચારમાં ઊતરી જતાં કહ્યું, ‘રાણી ! પિતાજી કહેતા હતા કે નિર્બળને સબળ ન સતાવે, એ માટે રાજપદ જરૂરી છે. તો પછી હું મારા જ હાથે પિતાજીના ઉપદેશનું ઉલ્લંઘન તો નથી કરતો ને ?” ‘તમારી આ આદત વિચિત્ર છે. શૃંગારમાં વૈરાગ્યની અને યુદ્ધમાં તમે આધ્યાત્મિકતાની વાતો કરો છો ! મારી એક પણ રસ-રાત્રી રસપૂર્ણ થઈ નથી. વિલાસ વેળાએ વૈરાગી બનીને ઘણી વાર તમે બોલી ઊઠો છો : ‘ રાણી ! આ વક્ષસ્થળ શું છે ? માંસના લોચા જ ને ? આપણે કેવા મૂર્ખ છીએ કે એને સુવર્ણ કલશનું ઉપનામ આપીએ છીએ ! ને આ રૂપાળી દેહ ? એક હાડપિંજરને લોહી-માંસથી મઢીને મૂકેલા પૂતળા જેવું નથી ?’ ચક્રવર્તીદેવ ! સંસારનો નિયમ છે કે નિર્બળ પર સબળ રાજ કરે. અને પિતાજીનો ઉપદેશ કંઈ રાજા માટે નહોતો, પ્રજા, પ્રજા વચ્ચેના વ્યવહાર માટે હતો.’ ‘એટલે રાજા તમામ નીતિ-નિયમોથી ૫૨, એમ જ ને ? રાણી ! આનો અર્થ તો એ થયો કે નિર્બળ તમામ મિલકત અને સબળમાત્ર એનો માલિક !’ ‘જાઓ, આવી તમારી વાતોનો હું જવાબ નહિ આપું. સંસારના સર્વશ્રેષ્ઠ ડાહ્યાઓ પણ કેવા ઘેલા હોય છે, એનું ઉત્તમ ઉદાહરણ જોઈતું હોય તો તમે પોતે છો ! ગરમ સહેવાતું નથી, ઠંડું ગમતું નથી, તો હવે કહેવાતા કામદેવ વિષે તમે શો વિચાર કર્યો ? એની અધીનતા સ્વીકારી યુદ્ધ ટાળવાનો કે એને ભાબાપા કરીને રીઝવવાનો ?’ યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! રાણી ! આજે યુદ્ધ વગર કોઈ આરો નથી. હું યુદ્ધ ૧૩૦ * ભરત–બાહુબલી Page #146 -------------------------------------------------------------------------- ________________ છોડી દેવા માંગું તો મારા શૂરા સામંતો સાંખી લેવા તૈયાર નથી. વાત ઘણી આગળ વધી ગઈ છે. પ્રજાનું રંજન કરે એ રાજા ! આજે પ્રજાનું રંજન યુદ્ધ છે; કારણ કે યુદ્ધમાં ભલે નિર્બળની બરબાદી હોય, પણ સબળની આબાદી છે ! હું યુદ્ધે ચઢવા માટે મનને તૈયાર જ કરી રહ્યો હતો રાણી!” ભરતદેવે ઉત્સાહમાં આટલું બોલી છેલ્લે ધીરેથી ઉમેર્યું, ‘બાહુબલ મારો ભાઈ છે!” * “સ્નેહ અને શાસન રાજકારણમાં પરસ્પરવિરોધી હોય છે. રાણીએ વચ્ચે કહ્યું. ભરતદેવે જાણે કંઈ ન સાંભળ્યું હોય તેમ આગળ બોલ્યા: ‘રાણી ! એક જ પિતાની પાસે હું પુરુષોની ૩૨ કળા ને એ સ્ત્રીઓની ૬૪ કળા શીખ્યા છીએ. એક બાપના બેટા હોવાની સાથે અમે એક ગુરુના બે શિષ્યો પણ છીએ !” પ્રેમ ને અનુકંપા, દયા ને માયા, એ રાજાએ તજવાનાં. એણે તો માત્ર શાસન જ જોવાનું ! આવા હૃદયથી યુદ્ધ કેમ થશે ? શું હાથી પૂછડે આવીને અટકી જશે ?' “ના રાણી ! કહ્યું નહિ કે આ રીતે હું મનને તૈયાર કરી રહ્યો છું. પહેલાં તો બાહુબલનો અપરાધ વિચારી રહ્યો છું, પછી ચિત્તમાં ક્રોધ જન્માવી રહ્યો છું. ક્રોધની આછી આછી ચિનગારી પ્રજ્વલી છે. પણ ભડકો થાય તેવું નિમિત્ત વિચારી રહ્યો છું. પછી તો તમે જોજો, મરકટને મળી મદિરા !” નાથ ! તમારું મન વિચિત્ર છે. સંસારનો ચક્રવર્તી આવા નિર્બળ મનનો છે, એ લોકો જાણે તો ?' તો શું થાય, રાણી?’ ભરતદેવે પ્રશ્ન કર્યો. રાણી આ પ્રશ્નથી ચમકી ગઈ. એણે આગળ કંઈ ન કહ્યું; ફક્ત પોતાની દેહવલ્લરીને ભરતદેવના દેહ પર ઢાળી દેતાં કહ્યું : પ્રાણ ! તમને જોઈને મને કંઈ કંઈ થાય છે! શું મને યુદ્ધમાં સાથે નહિ લઈ જાઓ ?' ના, આ યુદ્ધ સ્ત્રીઓ ન જુવે, એવી મારી ઇચ્છા છે. ભાઈભાઈ વચ્ચેનું આ યુદ્ધ છે. આવો વિખવાદ કોમળ હૃદયો પર ખરાબ અસર કરે !” “વાહ, પ્રાણનાથ વાહ ! શું તમારું અંતર છે ! અરે, આ અંતરનાં તો જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે ! ખરેખર, બાહુબલની મૂર્ખતા માટે મને રોષ આવે છે. એમ થાય છે કે હું જ તમારા બદલે યુદ્ધે ચઢે અને એ નગુરાને નાથીને તમારી સમક્ષ હાજર કરું !” આટલા સબળ – આટલા નિર્બળ કે ૧૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘રાણી!ભૂલો છો તમે!મારા બદલે તમે લડવા જાઓ તો તમે તો એને જોઈને. એનું કમળ જેવું મુખારવિંદ નિહાળીને, એનો બંસી જેવો સ્વર સાંભળીને ઘેલાં જ બની જાઓ. દોડીને તમારા એ દિયરને વહાલ કરો, અને દોડ્યાં દોડ્યાં મને ઠપકો આપવા આવો કે આવા ભાઈ સાથે તે યુદ્ધ થાય કે એને હેતથી ભેટાય ?' વળી પ્રાણનાથ, મારી મશ્કરી કરવા માંડી છે? બાહુબલ પર મને કદી પણ વહાલ ન પ્રગટે. એ અવિવેકીને પોતાના ઉદારચિત્ત બંધુની પણ કદર ન થઈ ! અરે, અગર મોટાભાઈની અધીનતા સ્વીકારી લીધી હોત તો એનું કયું છોગું ઊતરી જાત ? એને સજા થવી જ ઘટે !” સાચી વાત છે. એને સજા થવી જ ઘટે ! અને એ સજા પણ એવી થવી ઘટે કે સંસારનો કોઈ નાનો ભાઈ મોટા ભાઈની સામે થવાની હિંમત ન કરે !” “અરે ! એણે હંસને કહેલા શબ્દો હું યાદ કરું છું ને બળી મરું છું. કેવો અધમ બંધુ !” રાણી બોલ્યાં. ‘કયા શબ્દો, રાણી ?' ‘એ જ શબ્દો, એ જ વાક્યો : એણે કહ્યું કે ભરત પરમાર્થનો પોશાક પહેરી જગતને લૂંટી રહ્યો છે. લૂંટારો નહિ તો–' મને લૂંટારો કહ્યો? હું એની આબરૂનો લૂંટારો બનીશ !” અરે પ્રાણનાથ ! એના મોંમાં લગામ જ ક્યાં છે ? એણે હંસને કહ્યું, પ્યારનો વાઘો સજી ભરત બંધુઘાત કરવા તત્પર બન્યો છે. હત્યારો નહિ તો....” ‘રાણી ! મને તમે બાહુબલ વિષે આવી જ વાતો કરો, જેથી મારા દિલમાં બેઠેલું પ્રેમનું મીણ પ્રવાહી થઈ વહી જાય, અને વેરનું લોહવજ્જર ત્યાં આવીને બેસી જાય ! શું એ બાહુબલે મને હત્યારો કહ્યો ? અરે, અત્યારે જ કૂચકદમ કરો, એ આખાબોલાની જીભ જ સીવી નાખવા માગું છું.” ભરતદેવે હોંકારો કર્યો. એ હોંકારો દિગદિગન્તમાં ગાજ્યો. તેઓ જાણે પોતાની જાતને પાનો ચઢાવવા મથી રહ્યા. - “પ્રાણનાથ ! વધારે વાત કરી હું બળતામાં ઘી હોમવા નથી માગતી !” ચતુર રાણી સમજી ગયાં કે સંયમનો દેખાવ કરવામાં જ વિશેષ લાભ છે. ના રાણી ! આજે જે અગ્નિ પ્રગટ્યો છે, એમાં ઘીની જ જરૂર છે. વાત કરો, બોલો, એ બીકણ બાહુબલ બીજું શું શું બોલ્યો?” ભરતદેવ એક સેનાનીને , છાજે તેવા રુઆબમાં ખડા થઈને ઊભા રહ્યા. ૧૩ર ભરત–બાહુબલી Page #148 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વામીનાથ ! એ કાયર કામદેવે કહ્યું કે, ધર્મનો દંભ કરી એ પિત્તાનું તખ્ત પચાવી પડ્યો છે. પણ મારા હાથમાં ભરત આવે એટલી વાર છે ! એના દંભના પડદા ચીરી ન નાખ્યું તો મને કોઈ બાહુબલ ન કહેશો !” ઓહ ! આગિયાનો સૂરજ સામે આટલો ગર્વ ! રે રાણી ! મારાં આયુધ લાવો ! હું આ ઘડીએ જ પ્રસ્થાન કરવા માગું છું. હું જાણું છું કે એ સહુની સામે બોલ્યા કરે છે કે છ ખંડ જીત્યા એમાં ભરતે શી ધાડ મારી ! મેં કેવી ધાડ મારી તે હવે સમજાશે. રે મૂર્ખ !” “હા સ્વામી ! ચક્રરત્નના મહાસામંત સુષેણે પ્રવેશ કરતાં કહ્યું, એ મૂર્ખને તો બોલવાનો બંધ જ નથી ! કહેતો ફરે છે, કે હરણને હણવામાં વનકેશરીની શી વશેકાઈ? હાથીને હરાવવામાં એની શ્રેષ્ઠતા ! તરણાને તોડવામાં પવનની શી વશેકાઈ ? પહાડને ડોલાવવામાં જ એની મહત્તા !” જાઓ મહાસામંત ! હું સજ્જ છું. હમણાં ને હમણાં પટહ વગડાવો. હું એક પળનો પણ વિલંબ સહન કરી નહિ શકું, ફરીથી કહું છું, કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે, એ સ્વજન હોય કે પરજન દંડને યોગ્ય છે. મારા હાથ બાહુબલને દંડવા માટે ઉદ્યત છે.” અયોધ્યાનું આખું વાતાવરણ યુદ્ધના નાદથી ગાજી ઊઠ્યું. યથાયોગ્ય સમયે ચક્રરત્નની પૂજા થઈ. શંખ, ભેરી ને પણવ ગાજી ઊઠ્યાં. મહારાણી સુભદ્રાદેવી આગળ આવ્યાં. એમણે ભરતદેવના કપાળમાં કુમકમ તિલક કરવા હાથ ઊંચો કર્યો. દાસીઓ કુમકુમ-કેસરના થાળ ધરી રહી; પણ રાણીજીને એ ઓછા અધૂરા લાગ્યા હોય એમ તેમણે પોતાની કમર પર રહેલી સુંદર છૂરિકા ખેંચી, અને આંગળી પર કાપ મૂક્યો. ચંપક-પુષ્પ જેવી અંગુલિમાંથી રક્તવર્ણ કુમકુમ બહાર આવ્યું. રાણીજીએ એ રક્ત કુમકુમ વડે ભરતદેવને તિલક કર્યું. આખા વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી રહી. ભયંકર શંખ ફૂંકાયા. પ્રચંડ પણવ ગાજ્યા. સેનાએ જયઘોષ સાથે પ્રયાણ કર્યું. એ સેનાની ઊડેલી રજ વડે પૃથ્વી અને આકાશ છવાઈ ગયાં ! દેવતાઓ પણ આ દેવતાઈ દૃશ્ય જોવા આકાશમાં ઘૂમવા લાગ્યા. આટલા સબળ –આટલા નિર્બળ ૧૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રૂપને રૂપ ખપે પુણ્યસલિલા ભાગીરથીનાં નીર ચૂપચાપ વધે જતાં હતાં. ગગનના ગેબી ઘુમ્મટમાં રહેલા તારલિયાઓ એ જળમાં પોતાનાં પ્રતિબિંબ નિહાળી થનગન નાચી રહ્યા હતા. કૃષ્ણપક્ષની રાત્રિ હતી. ગંગાના બંને તટ પર સામસામે ચક્રવર્તી ભરત અને રાજા બાહુબલની સેનાની શિબિરો પડી હતી. પહેરેગીરોનાં શાંત રાત્રિમાં ગાજતાં પગલાં સિવાય, બધે નીરવ શાંતિ હતી. ક્યાંક તાપણાં જલતાં હતાં. ક્યાંક ઘોડાઓ ખૂંખારતા હતા. યોદ્ધાઓ આવતા યુદ્ધને વધારવા માટે સ્વચ્છ થવા ગાઢ નિદ્રા માણી રહ્યા હતા. આવતી કાલ કેવી ઊગશે, એનું કોઈને હૈયાધારણ નહોતું. યુદ્ધમાં કદાચ વિજય સાંપડે, પણ એ વિજય માટે પોતાનો ભોગ અપાયો હોય તો....એટલે સૌને મન આજની ઘડી રળિયામણી હતી. - ગંગાના એક કાંઠે ભરત ચક્રવર્તીની વિશાળ સેના પડી હતી. યોજન સુધી એનો પથારો હતો. નાખી નજર પહોંચતી નહોતી. સેનાના અગ્રભાગમાં ચક્રરત્ન સ્થાપવામાં આવ્યું હતું. સૂર્યના આરાઓ જેવા એના આરા ધીમા ધીમા ઘૂમ્યા કરતા હતા અને એનો ઝળહળાટ બધી શિબિરો પર પથરાતો હતો. ચક્રની ગતિનો અવાજ—કોઈ ભૂખ્યો વાઘ કણસતો હોય તેવો—દૂર દૂર સુધી પથરાતો હતો. વિંધ્યાચળના વનહાથીઓ જેવા એક હજાર સામંતો એને વીંટળાઈને પડ્યા હતા. ભરતદેવની શિબિર ગંગાના પ્રવાહથી થોડે જ દૂર હતી. ને એના ઊંચા શિખર પરનો વૃષભધ્વજ અને પ્રકાશ વેરતો રત્નદીપ દૂર દૂરથી નજરને આકર્ષતા હતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તીનો નિયમ હતો, કે યુદ્ધે ચઢતાં પહેલાં ત્રણ દિવસનું વ્રત કરવું, મન નિર્મલ કરવું, ઇષ્ટ દેવનો જપ કરવો. રાજા પણ માણસ છે, માણસ પણ ભૂલે છે. ત્રણ દિવસ ને ત્રણ આવી શાંત રાત પછી પારણું કરી શુદ્ધ ચિત્તે ને શુદ્ધ દેહે હાથમાં ધનુષ્ય સાહવું. ચક્રવર્તી હાથમાં ધનુષ્યે લે, અને ટંકાર કરે એ સાથે સેના હલ્લો કરવા ઊપડતી. શંખ ભેરી, પણવ, મૃદંગથી પૃથ્વી ધમધમી ઊઠતી. ચક્રરત્ન પોતાના ભયંકર આવા ઘુમાવતું આગળ વધતું, ને એને વેગ આપતા અયોધ્યાના શૂરા સામંતોનાં પરાક્રમ જોયાં જોવાતાં નહોતાં ! અરિદળ પોતાના જમરાજને નજરે નિહાળતાં ને ઊભી પૂંછડીએ ચીસો નાંખતાં ભાગતાં ! સામાન્ય રીતે આજ સુધીનો અનુભવ એવો હતો, કે વ્રતથી પુનિત ચક્રવર્તી ભરતદેવ ઉપવાસનું પારણું કરી ધનુષ્યનો ટંકારવ કરતાં કે સામો શત્રુ અધીનતા સ્વીકારતો, સામે આવીને હાથ જોડીને ઊભો રહેતો. પણ આ વખતે સામે હઠાગ્રહી બાહુબલ રાજા હતો. એણે યુદ્ધ ખેડ્યાં નહોતાં, એટલે એ યુદ્ધનો બિનઅનુભવી હતો. અનુભવી માણસ તો આટલી સેના, આટલું બળ જોઈ આપોઆપ પરિણામ કલ્પીને નમી જાય, પણ બિનઅનુભવી માણસ કેમ વર્તે એ કંઈ ન કહેવાય. એ તો આખરસુધી અણનમ રહીને લડે, ભારે ખાનાખરાબી વેઠે અને પછી અસહાય બનીને નમી પડે ! પણ એટલા વખતમાં બંને પક્ષે ન જાણે કેટલી ખાનાખરાબી થઈ ગઈ હોય ! બાહુબલમાં આવું જ થવાનું અને એમાં સરવાળે એને જ ભયંકર શોષવાનું આવશે. ભારે વેરથી વિદ્રોહનો બદલો લેવાવાનો ! ચક્રવર્તી ભરતદેવના લશ્કરમાં સ્ત્રીઓ લડવૈયા તરીકે ન આવતી. સ્ત્રીજીવનનો એકાંગી ઇતિહાસ જૂનો છે, છતાંય રમ્ય છે. પ્રારંભમાં કેટલીક સ્ત્રીઓ યુદ્ધમાં ભરતી થયેલી, પણ આ સંહારના કાર્યમાં તેઓ વિશેષ રુચિવાળી ન નીવડી. એ કહેવા લાગી કે, અમે આમ્રવૃક્ષ છીએ. અમારા ફળ અમારાથી ન છૂંદાય ! તમે તમારે લડો, અમે ઘેર રહીશું. દેખવુંય નહિ, ને દાઝવુંય નહિ ! અયોધ્યાની સ્ત્રીઓ આમ રણમેદાનના સંહારકર્મમાંથી પાછી ફરી, પણ પુરુષોએ એમને સસ્તી ન છોડી. પોતે માથું કપાવે, તો સ્ત્રી સામા પલ્લામાં શું આપે ? તેઓએ તેમને સુંદરી બની પોતાના આનંદનું, મોજનું ને મહત્તાનું રૂપાળું રમકડું બનાવી ! સ્ત્રીએ સુંદર બની પુરુષને રીઝવવો, સારા પકવાન રૂપને રૂપ ખપે * ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ કરી અને સંતોષવો, સારી પરિચર્યા કરી એનો પરમસંતોષ કરવો, સંતાન પર હક્ક પુરુષનો પણ સંતાનને ઉછેરવાનો ભાર સ્ત્રીને માથે ! પુત્રીને ભલે પોતાના જેવી બનાવે, પણ પુત્રને તો પિતાના જેવો વીર તૈયાર કરી સોંપે. આમ થાય તો જ પુરુષ લડવા જાય ! પુરુષ સમોવડી સ્ત્રીને પુરુષની આ પ્રકારની અધીનતા ન રુચિ, પણ યુદ્ધના સંહારકાર્ય તરફ એને એટલી બધી અરુચિ હતી કે એમાં સાથી બનવાને બદલે કમને પણ એ આ ગૃહાંગણનાં કાર્યોને સ્વધર્મ તરીકે વધાવી રહી. કેટલીક સ્ત્રીઓનું મન કોઈ વાર આ તરફ બળવો કરી બેસતું, તો હવે રાજપુરુષો એને ભરત બાહુબલીનો ગુનો માની લેતા ! રાજ તો ભગવાન વૃષભધ્વજ (ઋષભદેવનું હતું. ને એવા પ્રેમાવતારના રાજ સામે કંઈ બાકરી બંધાય ? સ્ત્રીઓ કમને યુદ્ધઘેલા પુરુષત્વના દાસત્વમાં પડી ગઈ ! એમાં સુંદરતાના અવતાર સમાં મહારાણી સુભદ્રા ભરતદેવને વરીને અયોધ્યામાં આવ્યાં. ગોરા ગોરાં ઊજળાં ગાત્ર – એકલાં ગાત્ર જોઈને પુરુષનું મન મીણની જેમ ઓગળી જાય ! પણ રાણી તો ભારે બુદ્ધિશાળી ! સ્ત્રીરૂપની સજાવટના ઘણા પ્રકારોની એમણે શોધ કરી. એમણે પટબંધન શોધ્યાં. રૂપાળા વક્ષસ્થળ પર નાનીશી સોનેરી કંચુક શોભી રહી ! આહ ! નમણી સ્ત્રીદેહનો આખો દેખાવ જ પલટાઈ ગયો ! સ્ત્રીઓ મહારાણીનાં પટબંધનોની નકલ કરી રહી. આહ ! પોતાનાં વક્ષસ્થળ આકર્ષણનાં સ્થળ બની રહ્યાં ! ઝેરી તીરથી ઘાયલ ન થનારા યોદ્ધાઓ ત્યાં ચકરીઓ ખાઈને ઢળી પડવા લાગ્યા. અરે ! એક દિવસ મહારાણીએ સુવર્ણ અને રજતના તાર ગૂંથીને એક નાનુંશું પટકુળ બનાવ્યું. એ પટકુળથી પોતાના મુખ અને દેહને આચ્છાદી દીધાં. ગોરું ગોરું મુખ અદશ્ય થઈ ગયું. સ્ત્રી પુરુષની કલ્પનાનો – આકર્ષણને વિષય થઈ પડી. આ પટકુળ પાછળ છુપાવેલી પ્રેમદા કેવી હશે, એ જાણવા પુરુષો આકાશપાતાળ એક કરવા લાગ્યા. શરતો કરવા લાગ્યા, સ્ત્રીના પ્રકાર નક્કી થવા લાગ્યા. નાસિકા, ઓષ્ઠ, નયન ને ભાલની સૂક્ષ્મ વિવેચનામાં ઊતરી ગયા ! આવું પટકુળનું અવગુંઠન કરીને મહારાણી એકાએક ભરતદેવ પાસે ૧૩૬ ભરત–બાહુબલી Page #152 -------------------------------------------------------------------------- ________________ ગયાં. ભરતદેવ આ સુવર્ણ નારીને નીરખી રહ્યા. આ અવગુંઠનમાં મહારાણીનાં ગાત્રો મારકણાં બની ગયાં હતાં. સ્વયં ચક્રવર્તી જેવા પણ સામે ધસ્યા અને મહારાણીનું મુખાવરણ ખેંચવા લાગ્યા. આકાશની વાદળીની જેમ રાણી સરકી જાય, ને આકાશના મેઘની જેમ મહારાજા એને પકડી લેવા પાછળ જાય ! વાહ વાહ ! શું સુંદર રમત ! આખરે મહારાણી ચક્રવર્તીના હાથમાં સપડાઈ ગયાં; અથવા એમ કહીએ કે રસશાસ્ત્રના જાણકાર મહારાણીએ પોતાની જાત હંફાવેલ પુરુષને આડકતરી રીતે અર્પણ કરી ! ચક્રવર્તીએ એ સોનેરી અવગુંઠન ખેંચી લીધું. મહારાણી ખેંચાતું અવગુંઠન સાહી રહ્યાં ! થોડી વાર રસભરી ખેંચતાણ જામી. આખરે મુખ પ્રગટ થયું, પણ એની ચારેતરફ અવગુંઠન મઢેલું રહ્યું ! મહારાજાએ ‘સુવર્ણ કમલ’ ધારી મહારાણીના મુખને નજીકથી સૂંધી લીધું ! બધે જયજયકાર વર્તી ગયો. પરિચારકોએ આ રસક્રીડાની વાતો બહાર કરી. બધાં સ્ત્રી-પુરુષો આવી રસ ક્રીડા માટે તલસી રહ્યાં. સ્ત્રી આ રસક્રીડામાં મુખ્ય બની. પુરુષ એટલી વાતમાં એને અધીન બન્યો ! સ્ત્રીને પોતાનું દાસત્વ ક્ષણ વાર ભુલાઈ ગયું ! ઘરની તો એ રાણી હતી ને ! જીવનના આનંદપ્રકારોમાં તો પુરુષની એ સમ્રાજ્ઞી હતી ને ! એટલી વાતમાં પુરુષ એનો દાસ હતો. અત્યાર સુધી સ્ત્રી અને પુરુષની કેશગુંફન કળા એકસરખી હતી. સ્ત્રીના કેશ પુરુષ ગૂંથતો, પુરુષના કેશ સ્ત્રી ગૂંથતી. એમાં ખાસ વિશેષતા નહોતી. મહારાણી સુભદ્રાએ આમાં ભારે નવીનતા આણી. કોઈ ઉત્તમ વૃક્ષના ફળથી કેશને ધોવા માંડ્યા. સુંદર ખનિજ દ્રવ્યો બાળીને એના ધુમાડાનો એને પટ આપવા માંડ્યો. ને અનેક ઔષધિઓ નાખેલું તેલ એમાં લટે લટે સીંચવા માંડ્યું. મહારાણીની નવીન શૃંગારરીતો તરફ તીક્ષ્ણ નજર રાખનારી સ્ત્રીઓને પ્રારંભમાં આમાં ખોટી માથાકૂટ લાગી. પણ ટૂંક સમયમાં મહારાણીના વાળ પગની પાનીને સ્પર્શવા લાગ્યા, ને શ્યામલતામાં કાળા સર્પને પણ મહાત કરવા લાગ્યા. એ કેશની સુંવાળપ એવી બની કે પુરુષ તો શું, સ્ત્રી પણ એને સ્પર્શ કરે તો એની મુલાયમતા પર, દીપક પર પતંગની જેમ, મોહી પડે ! મહારાણીના આ કાર્યમાં થોડું પરાવલંબપણું હતું. પણ દર્પણની શોધે એમને ભારે મદદ કરી. હવે મહારાણી અરીસાભવનમાં જઈને દેહપ્રમાણ અરીસા સામે ઊભાં રહી જતાં; વાળનાં ગૂંચળાં છૂટાં મૂકી દેતાં. પછી ધીરે ધીરે રૂપને રૂપ ખપે * ૧૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ થોડી લટો લઈને રાસગૂંથણીના જેવી અજબ કેશગૂંથણી માંડતાં. આમાં સમય તો ઠીક ઠીક પસાર થઈ જતો. મહારાણી પોતે પણ આથી શ્રમિત દેખાતાં. પણ કેશાવલિની જે મનોહર રચના થતી, એ સહુ કોઈ જ રહેતા. ભલા, પરિશ્રમ વગર કયું કાર્ય સાધ્ય છે ? આમાં કેશગુંફનકલાના પ્રચારે તે પ્રકારે સ્ત્રીનું આકર્ષણ ખૂબ વધારી દીધું. ને ગમે તેવો જોગી જતિ જેવો પુરુષ પણ સ્ત્રીને નમતો-ભજતો આવવા લાગ્યો. જે પુરુષો બહાર રાતોની રાતો ગુજારતા એ હવે યોજનાનો પ્રવાસ ખેડી સાંજે ઘરતરફ પાછા વળવા લાગ્યા. ઘડિયા જોજન અશ્વ અને રથનાં મૂલ્ય પણ વધી ગયાં. અયોધ્યા દેશની સ્ત્રીઓને કેશપાશનું ઘેલું લાગ્યું. દિવસનો ઘણો સમય એમાં જવા લાગ્યો. રૂપ તો વિધાતાની ભેટ છે. સામાન્ય કુળોમાં પણ મહારાણીને આંટે તેવી રૂપવતી સ્ત્રીઓ હતી, પણ એમનાં રૂપ આવાં અવગુંઠનસંસ્કાર પામ્યાં નહોતાં. હવે આ નવાં કંચુકીબંધનો, અવગુંઠનો, કેશકલાપનો સંભાર પામતાં એમનાં રૂ૫ સહસ્ત્ર કળાએ ખીલી ઊઠ્યાં. પણ વાહ રે રાણીજી ! તમને ક્યારે કોણ હરાવી શક્યું છે, કે આજે હરાવે ! આજ બધી સ્ત્રીઓ શૃંગારમાં તમારું અનુકરણ કરી, તમારી સમોવડી થયાનો સંતોષ લૂંટવા તમારી સમક્ષ આવી, ત્યાં વળી તમે તદન નવો પ્રકાર લઈને આવ્યાં. માત્ર કેશગુંફન જ શા કામનું? આ તો કામદેવનું પ્રતીક દેવને ફૂલ ચડે તો એને કાં નહિ? કાળા ભમ્મર કેશકલાપમાં રાણીજીએ ન જાણે કેવાં કેવાં ફૂલડાંની ભાત પાડી હતી ! આહ, એનું શું ગજબનું આકર્ષણ ! પુરુષ તો બિચારાં પતંગિયાં બની રહ્યાં. સ્ત્રીઓએ રાણીના પુષ્મિત કેશકલાપને ચૂમી લીધો. દિવસો સુધી સીઓ આ નવા શૃંગાર – પ્રકારમાં વ્યસ્ત રહી. પહેલા તો શૃંગારમાં પુરુષ સ્ત્રીની હરીફાઈ કરતા, પણ નવા પ્રકારમાં બિચારાના ભાગ્યમાં માત્ર પ્રેક્ષક બનવાનું આવ્યું ! અયોધ્યા દેશની સ્ત્રીઓ હવે કેશપાસ ગૂંથવામાં કુશળ બની ગઈ હતી. એ મહારાણીને પોતાનું પાટવ બતાવવા ઇંતેજાર હતી. કેટલીક સ્ત્રીઓ તો આ કળામાં એટલી સિદ્ધહસ્ત બની હતી કે તેઓને ખાતરી હતી, કે મહારાણી ખુદ આફરીન પોકારી ઊઠશે. પણ હમણાં મહારાણી બહાર નીકળતાં જ નહોતાં. ન જાણે તેમને ૧૩૮ ભરત–બાહુબલી Page #154 -------------------------------------------------------------------------- ________________ પોતાની હાર થવાની ખાતરી થઈ ગઈ હોય, તેથી શરમાઈ ગયાં હોય, કે ગમે તે કારણ હોય ! અયોધ્યા દેશની કામણગારી સ્ત્રીઓનાં અંતરમાં આથી અભિમાન ઊપસ્યું, અને તેઓએ પ્રગટ આવાહન આપ્યું. ‘રાણીજી આવતાં કાં શરમાય ?’ “અરીસા ભવનમાંથી રાણીજીએ કહેવરાવ્યું કે શુક્લ પક્ષમાં હું તમને મળીશ; અત્યારે તો ભવનના નિર્માણના કામમાં વ્યગ્ર છું.' અરે ! ત્યારે તો ત્યારે, પણ રાણીજી અમને દર્શન આપે !' આખરે શુક્લ પક્ષ આવ્યો. રાણીજીએ અરીસાભવનના લગભગ સંપૂર્ણ થવા આવેલા એક ખંડમાં સહુને બોલાવ્યાં. એ દિવસે પોતાની કેશપાશની કલાને છેલ્લામાં છેલ્લો કલામય સ્પર્શ આપીને બધી રમણીઓ આવી. પુરુષોને કેટલાકને તો એ દિવસે તમ્મર આવ્યા, કેટલાક તો આ મારી દેવી, આ મારું સૌંદર્યધન કહી ગર્વ દાખવવા લાગ્યા ! ખંડમાં રાણીજીની બેઠક આગળ આચ્છાદાન હતું. બધી સ્ત્રીઓ રુઆબભેર ગોઠવાઈ ગઈ. થોડી વારમાં આચ્છાદન હટી ગયું. મહારાણી ત્યાં એક ચંદનકાષ્ઠના બાજોઠ પર ખડાં હતાં. વાહ રે સૌંદર્યમૂર્તિ ! ક્ષણે ક્ષણે જે નવીનતાને પ્રગટાવે, એનું જ નામ રૂપની રમણીયતા ! અહીં એનાં સાક્ષાત્ દર્શન થયાં. રાણીજીએ આજ શણગારનો નવો જ પ્રકાર અજમાવ્યો હતો. કેશપાશ તો ગૂંથેલો હતો, પણ માથા પર સોનાનો મુગટ હતો. અને બિચારો કેશપાશ આ મુગટ પાસે જતી આબરૂ સાચવીને જાણે ખૂણામાં દબાઈ બેઠો હતો ! માંડી મીટ મંડાતી નહોતી. શોભા અપરંપાર વધી ગઈ હતી. વાહ રે ! સ્ત્રીઓ હવે દીન બની ગઈ, દોડીને બધી મહારાણીના ચરણમાં પડીને ગદ્ગદ કંઠે બોલી : ‘અમે તમારાં દાસ છીએ. તમારી સામે અમારો ગર્વ સૂરજ સામે આગિયાના ગર્વ જેવો, નિરર્થક છે. અમે તમારું નેતૃત્વ કબૂલ કરીએ છીએ. તમે અમને સ્વીકારો !” મહારાણી મીઠું મીઠું મલક્યાં. એ વખતે એમની ધવલ દંતપંક્તિઓમાં સોનાની રેખાઓ નજરે પડી. વાહ રે કલાનિપુણતા ! કોઈ વાતે બાકી રાખી રૂપને રૂ૫ ખપે જ ૧૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ નથી. બ્રહ્માએ ભલે સ્ત્રીદેહ ઘડ્યો, પણ એ સ્ત્રીદેહને શણગાર્યો તો સુભદ્રાદેવીએ જ મહારાણી મૃદુ કંઠે બોલ્યાં : ‘ભગિનીઓ ! શાંત થાઓ ! તમારી તરફ મારી માતાના જેવો રોષ અને પ્રેમ છે. આ શૃંગારપ્રકાર પાછળ હું નિરર્થક સમયનો વ્યય કરતી નથી. પણ મારે તમને આગામી ભયથી મુક્ત કરવાં છે, માટે આ શ્રેમ કરું છું.” મહારાણીએ એક મણિમય આસન પર સ્થાન લેતાં કહ્યું. એમના સ્વરમાં સ્ત્રી-કલ્યાણની ઉષ્મા હતી. એ આગળ બોલ્યાં : તમે જાણો છો કે, તક્ષશિલા દેશની સ્ત્રીઓ અપૂર્વ રૂપ - લાવણ્યવતી હોય છે. ગાન, વાદન ને અભિનયની પટુતામાં પ્રથમ આવે એવી હોય છે. નૈસર્ગિક રમણીયતા તેમને વરેલી હોય છે. પુરુષો એ દેશને જીતી આવશે. પણ લડાઈ ત્યાં ખતમ નહિ થાય. પુરુષપૂરતી લડાઈ સંપૂર્ણ થયા પછી સ્ત્રીઓને લડાઈના મોરચે આવવું પડશે. જો તમે નહિ ચેતો તો એ રૂપ-સૌંદર્યભરી નારીઓ અગ્રગણ્ય થશે, અને દાસત્વ તમને મળશે. તક્ષશિલાની સર્વ પ્રકારે સુંદર સ્ત્રીઓ સાથે તમારે સામનો કરવાનો છે.” રાણી એટલું બોલીને પળવાર થોભ્યાં. સ્ત્રીઓ પોતાના ગર્વદર્શનની ને કલાદર્શનની વાત આ કથન પાસે સાવ વીસરી ગઈ ને એકનજરે સાવ પરાજિત ભાવથી મહારાણીના મસ્તકના મુગટને જોઈ રહી. મહારાણી તો ટટાર વિજયદેવીની જેમ ઊભાં જ હતાં. અભિભૂત થયેલી આંખો થોડી વારે મુગટ પરથી નીચે સરી, તો મહારાણીના ગળામાં એક સુવર્ણનો હાર, મડાગાંઠ વાળેલા સર્પની જેમ, લટકતો જોયો. એ મહારાણીના ભારે વક્ષસ્થળ પર થઈને નીચે જતો હતો. અને પ્રાણના થડકારે એ થડકારા લેતો હતો. અરે ! માત્ર ગાયના આંચળ જેવાં આપણાં વક્ષસ્થળ પટબંધનથી કેવાં આકર્ષક બન્યાં ! ને આ કંઠહારના સ્પર્શથી તો એ વગર શસ્ત્ર સામાને ઘાયલ કરે તેવાં થયાં. - સ્ત્રીઓ મનથી મહારાણીને પ્રણમી રહી. વાહ રે સ્ત્રીરૂપની અધિષ્ઠાત્રી ! ત્યાં તો એમની દૃષ્ટિ કમર પર સરી. કોઈ રૂપાળી ચંદનઘોને કમરે વીંટાળી હોય તેમ એક સોનેરી પટો ત્યાં પડેલો જ હતો. સિંહ જેવી કટીની શી શોભા બની રહી ! ૧૪૦ ભરત–બાહુબલી Page #156 -------------------------------------------------------------------------- ________________ ‘આ શું ?’ બધી સ્ત્રીઓએ આશ્ચર્યથી પૂછ્યું. *કટિમેખલા. પણ તમે આ અલંકારોમાં મુખ્ય વાત વીસરી ન જાઓ. ફરી કહું છું, તમારા માટે યુદ્ધનો સમય નજીક છે. અયોધ્યાએ તક્ષશિલા પાસે અધીનતા માગી છે. તક્ષશિલાએ એ આપી નથી. યુદ્ધ અવશ્યભાવિ છે. યુદ્ધમાં જીત આપણા માટે એક ભય લેતી આવે છે !’ ‘આપણી જીત, પછી ભય કેવો ?’ સ્ત્રીઓ મહારાણીની વાત ન સમજી શકો. પુરુષોની જીત, સ્ત્રીઓ માથે ભય. તક્ષશિલાના પુરુષોની જેમ ત્યાંની સ્ત્રીઓ પણ અયોધ્યાની નિવાસી બનશે. એ વખતે તક્ષશિલાની મધુર સુંદર સ્ત્રીઓ પાસે તમે ફીકી લાગશો. એ સહુના ચાતુર્યભર્યાં ગાન ને સંલાપ પાસે તમે ગ્રામ્ય લેખાશો. દેવી બ્રાહ્મીએ એમને કેળવેલી છે. એ વખતે પુરુષો તમને અવગણશે; એ વખતે આ સાજશૃંગારથી તમે તમારું વર્ચસ્વ જાળવી શકશો, પુરુષને તમારે અધીન રાખી શકશો.’ ધન્ય છે મહારાણી, આપની દીર્ઘદર્શિતાને ! આખો સ્ત્રી-સમાજ આપનો ઓશિંગણ છે.’ સહુએ કહ્યું. *એ કરતાંય એક અદ્ભુત કલાપ્રકારનું નિયોજન ક૨વાના વિચારમાં છું. તક્ષશિલાની સુંદરીઓ પણ છક્ક થઈને પોતાની જન્મજાત અભિજાત કલા ભૂલી જાય એવા મહાપ્રસાદ મહારાજ, રણવાટે સંચરે તે પહેલાં, દર્શાવવાના ઇરાદામાં છું.’ ‘મહારાણીજી ! આપના એ મહાપ્રસાદથી અમને વંચિત ન રાખશો !’ ‘વારુ ! સ્ત્રીમાત્ર તરફ મારી સહાનુભૂતિ છે, એની ખાતરી રાખજો. એ વખતે તમને જરૂ૨ નોતરીશ.' આટલું બોલી મહારાણીએ પીઠ ફેરવી. મહારાણી ૫૨ જીત મેળવવા માટે આવેલો સુંદરીસમુદાય આજ પોતાની હારને ગળાના હારની જેમ હોંશે હોંશે ધારણ કરી પાછો ફર્યો. રૂપને રૂપ ખપે * ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તોલ-માપ રાજા ભરતદેવના યુદ્ધ-પ્રસ્થાનના દિવસો જેમજેમ પાસે આવતા જતા હતા, એમ મહારાણી સુભદ્રાદેવીના મહાપ્રસાદની પણ ઘડીઓ ગણાતી હતી. સ્ત્રીસમુદાયમાં આની ઇંતેજારી પ્રચંડ હતી, અને એ મહાપ્રસાદના દર્શનની વેળાએ પોતાના દેહને નવા રૂપ, નવા રંગ, નવા પટ ને નવા અલંકારોથી મઢીને લઈ જવાની ઝંખના પણ અપૂર્વ હતી. આ ઘેલી અપૂર્વતાના નાદમાં થોડીએક શાણી સ્ત્રીઓનો યુદ્ધવિરોધી નાદ નગારખાનામાં તૂતીના અવાજની જેમ ડૂબી ગયો, બ કેટલીક સ્ત્રીઓ તો છડેચોક યુદ્ધની હિમાયત કરવા લાગી. એનાં કારણો પ્રગટ ને સબળ હતાં. મહારાણીએ કંચૂક ને અવગુંઠનની શોધ કર્યા પછી, એ અવગુંઠનો જેમાંથી સરજાતા એ રેશમી છાલવાળાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો. કેટલાક પુરુષો પોતાની પ્રિયતમાઓ માટે જંગલેજંગલ આથડ્યા હતા. જ્યાં એ વૃક્ષ મળતાં ત્યાંથી એ કાપી લાવતા. જેઓ શોધ કરવાના કંટાળાવાળા હતા, તેઓ પેલા શોધકોને થોડા વધારે લાવવા વિનંતી કરતા – બદલામાં જે માગે તે આપવા તૈયાર હતા ! કેટલાક સ્ત્રીની પ્રીતના ઘેલા નહોતા, પણ જંગલજીવનના શોખીન હતા. તેઓ આ રેશમી છાલ લાવતા, ને પછી સુંદરીઓ પાસેથી દૂધ, નૃત્ય કે હાસ્ય લઈને એ આપતા ! આવા લોકો જ શોધી લાવ્યા, કે તક્ષશિલામાં આવાં વૃક્ષો અનેક છે. અને જે મહાન શોધનું માન આપણે મહારાણી સુભદ્રાદેવીને આપીએ છીએ, તે શોધ Page #158 -------------------------------------------------------------------------- ________________ ત્યાંના રાજા બાહુબલે ઘણા વખત પહેલાં કરેલી છે ! સ્ત્રીની ૬૪ વિદ્યાનો એ જાણકાર રાજવી છે. હવે જો તક્ષશિલા પર વિજય મળે તો રેશમી તરુવરોનો તોટો ન રહે ! સુંદરીઓ થનગની રહી. તેઓ કહેવા લાગી : “ખરેખર, તક્ષશિલા પર વિજય મળે તો રેશમી તરુવરોનો તૂટો ન રહે. અને જો ખરા ભાવથી પુરુષો લડે, તો વિજય કેમ ન મળે ? શું પોતાની પ્રિયતમાઓને રાજી રાખવા માટે આટલો ભોગ પુરુષો ન આપે ? વળી તક્ષશિલાના સૈન્યમાં અડધી તો સ્ત્રીઓ છે, અડધા જ છે પુરુષો !” - તક્ષશિલાની સ્ત્રીઓની તાકાત વિષે અને હારને પણ જીત જેવી બનાવી દેવાના તેઓના સ્વભાવ-શીલ વિષે જેઓ પૂરેપૂરા વાકેફ હતા, તેઓ ન બોલવામાં નવ ગુણ જોતા. આ રેશમી વૃક્ષો ઉપરાંત મુગટ, હાર અને કટિમેખલા જેવા સુવર્ણ અને રજતના અલંકારોના ઉદ્ભવ પછી અત્યાર સુધી નિષ્ક્રિય પડ્યા રહેતા એ ધોળા-પીળા પાણકા કીમતી થઈ ગયા. આ પાણકાના આજ સુધી કેટલાક ગાય દોહવાના પાત્ર બનાવતા, છતાં માટીના પાત્ર જેવાં એ પાત્ર ગુણકારી ન લાગતાં; એ નકામાં જ્યાં જ્યાં અથડાયાં કરતાં. કોઈ કોઈ પ્રવાસીઓ જલપાત્ર તરીકે એને વાપરતા, કારણ કે માટીની જેમ અથડાવાથી એ ભાંગી ન જતું ! બાકી તો જળની શીતળતા ને અન્નનો સુસ્વાદ માટીનાં પાત્રોમાં જે મળતો એ બીજામાં ન મળતો. કોઈ પોતાનાં પ્યારાં પશુ માટે એ ધોળી-પીળી માટીની સાંકળ બનાવરાવતું. શસ્ત્ર માટે તાંબું વપરાતું, એટલે એ અલભ્ય રહેતું. બાકી ધોળી-પીળી માટીના તો ઢગલા મળતા ! એ ઢગલા હવે મહત્ત્વનાં બન્યાં. અગ્નિના સંયોગથી ને શિલ્પીઓના હાથથી એનું ગજબનું આકર્ષણ જાગ્યું, ગોરી ગોરી દેહ પર પીળા રંગનો અલંકાર ને જરાક શ્યામ વર્ણની દેહ પર રજતનું આભૂષણ અદ્ભુત પેદા કરતાં. રૂપાળી દેહનું એક આકર્ષણ તો જાગ્યું હતું જ, એમાં હવે અંગેઅંગેનું અનોખું આકર્ષણ જાગી ગયું. અંગેઅંગના અલંકાર શોધાયા. એક દિવસે એક માણસ પરસાળમાં ધોળી-પીળી માટીના ઢગલા લઈને બેઠો. અયોધ્યાની સુંદરીઓ એના ઉપર અવાયી પડવા લાગી. તોલ-માપ ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ કોઈ કહે, ‘અમને સફેદ માટી આપો !” કોઈ કહે, ‘અમને પીળી માટી આપો !” પેલો માણસ કહે : “એમ કંઈ અપાય ?' સુંદરી કહે: ‘તમારે ખપનું નથી, તમારી પાસે ઘણુંબધું છે, પછી શા માટે ન આપો ?' પેલો કહે : “અમારે આ ખપનું નથી, પણ બીજાનું જે તમારી પાસે છે, એનો અમને ખપ છે !' “અરે આવી આપવા-લેવાની ભાવના આપણે ત્યાં નહોતી. આપવું એટલે આપવું, એની સામે માગવું હીન લેખાતું !' પેલો માણસ ધીરેથી સમજાવતો : “એ વખતે આવા શોખ નહોતા; ખપ માત્ર જીવનની જરૂરિયાતોનો હતો. જીવનની જરૂરિયાત આપવાનો અમે બદલો માગીએ એ ખરાબ, બાકી આ કંઈ જીવનની જરૂરિયાત નથી. તમારે બદલામાં કંઈક આપવું જોઈએ.” સુંદરી બોલી : “મારી પાસે ફક્ત ગાયો છે.' પેલો બોલ્યો: ‘તો બે ગાયો મને આપો, ને જેટલું ઊંચકી જઈ શકો, તેટલું રજત ઉપાડી જાઓ !” અલંકારપ્રિયા સુંદરીએ તેમ કર્યું. તેની પડોશણે આ વાત સાંભળી એટલે એ પણ બે ગાય લઈને રજત લેવા આવી. પણ પ્રથમ આવેલી સુંદરી કરતાં એ સશક્ત હતી; એણે બમણું રજત ઉપાડ્યું. પેલો માણસ બોલી ઊઠ્યો : “અરે, બે ગાયના બદલામાં આટલું રજત ન અપાય. આ તો ચાર ગાયનું છે.' સુંદરી બોલી: “એ કેમ ખબર પડે ?” પેલો માણસ વિચારમાં પડી ગયો. થોડી વારે એણે કહ્યું : “જુઓ, મારે બેય આંખ સરખી. તમને વધુ આપવું ને બીજાને ઓછું આપવું એ મને ન શોભે, અને હવે તો આ નિત્યનો વ્યવસાય થયો. મેં એ માટે એક યુક્તિ વિચારી છે. જુઓ, આ લાકડી બરાબર મધ્યમાંથી એક વેલથી બાંધીને ઝાડ પર લટકાવી છે. લાકડી સમ છે. હવે એક બાજુ તમે લીધેલું રજત ને બીજી બાજુ પેલી સુંદરીએ લીધેલું રજત લટકાવું છું લાકડી ઊંચી-નીચી થાય તો સમાન કરવા જેટલી જ રજતમાંથી વધઘટ કરીશ.” ભલે, ભલે !' સુંદરીએ હા ભણી. ૧૪૪ ભરત–બાહુબલી Page #160 -------------------------------------------------------------------------- ________________ પેલા માણસે લતાદોર લઈને લાકડીને વચ્ચેથી ઝાડ સાથે બાંધી ને પેલી સ્ત્રીનું રજત માગી આવ્યો. એ સ્ત્રીએ સહજ આનાકાની સાથે રજત આપતા કહ્યું: ‘હવે મારે રજત શિલ્પીને આપી દેવાનું છે. આજ તો આપું છું, પણ ફરી ન મંગાવશો.” પણ પછી ‘બે ગાયોના પ્રમાણમાં આટલું રજત’ એમ માપ કઈ રીતે નીકળે ?' પેલા માણસે પોતાની મૂંઝવણ કહી. સ્ત્રી ચાલાક હતી. એણે કહ્યું : અરે ભલા માણસ ! એટલીય બુદ્ધિ નથી. તારે તો આ રજતનું માપ જોઈએ છે ને ! એટલા ભારવાળો એક પથરો તૈયાર કરીને સામે મૂક. બસ, પછી બે ગાય લઈને આવે એને એ પથરા ભારોભાર રજત લાકડીએ ટાંગી સમતોલ કરી આપવાનું !” પેલો માણસ આ કરામત પર ખુશ થઈ ગયો. એણે એ પ્રમાણે કર્યું, ને કામ બરાબર પતી ગયું. વ્યવસાય બરાબર ચાલ્યો. બીજે દિવસે એણે આખી અયોધ્યામાં પડહ વગડાવ્યો, ને કહ્યું જુઓ, હું દેવદત્ત છું આપવા-લેવાના વ્યવહારનો જાણકાર છું. માટે મારું નામ વ્યવહારીઓ છે. રજત-સુવર્ણ મારી પાસે છે. જેનું લેવું એને આપવું એ સાચો વ્યવહાર છે.” એકે પ્રશ્ન કર્યો : ‘અમારી પાસે કંઈ ન હોય અને અમારે કંઈ લેવું હોય?' કોઈ ને કંઈ ન આપવું અને એની પાસેથી લેવું. એ શરમ છે.” સાચી વાત છે. એટલે તો અમે આજ સુધી માણસ પાસે કંઈ ન માગતાં; પૃથ્વી કણ આપતી. આકાશ જળ આપતું. વન ફળફૂલ આપતું. માણસ પાસે શું માગવું? એને જ જ્યારે બીજા આપતા હોય ત્યારે એ શું આપે ? “માણસ માણસ પાસે માગે; માણસ માણસને આપે; એ શરમનો અમે નીવડો આપ્યો છે.” કઈ રીતે ?” જે જોઈએ તે લઈ જાઓ, બદલામાં ગાયો લેવાનું નક્કી કર્યું છે.” “સુંદર ! શું માપ નક્કી કર્યું છે?' બે ગાયો આપો, ને એક પથ્થરના ભાર જેટલું રજત લઈ જાઓ ! પણ જુઓ – તોલ-માપ ૧૪૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ‘દૂધ ન દેતી બે ગાય એક ગાય તરીકે લેખાશે. ‘સવત્સા ગાયની કિંમત વધુ થશે. ‘ગર્ભવતી ગાય દૂધ દેતી ગાય બરાબર મૂલવાશે. અમારી આ જાદુઈ લાકડી, જે યથાવત્ ભારને દર્શાવનારી છે, એ હવે ત્રાજવા તરીકે ઓળખાશે,’ ‘અમારી દુકાને કોઈ જાતના ભેદભાવ નહિ રહે. જેની પાસે ગાય એ અમારો માનવંતા ગ્રાહક લેખાશે.’ આ એક નવા પ્રકા૨ પછી ગાયોનું મહત્ત્વ વધ્યું, અને સામે ૨જત-સુવર્ણનું પણ માન વધ્યું ! અને એકનું જોઈને અનેક વ્યવહારિયા ઊભા થયા. બધા હાટ માંડી બેઠા. એમણે રજત અને સુવર્ણ ઉપરાંત બીજી વસ્તુઓ પણ એમાં ઉમેરી. ઉપરાંત દેશ-પરદેશમાં પોતાના સ્વજનોને એની શોધ માટે મોકલ્યા. તેઓ અગત્યના સમાચાર લાવ્યા કે તક્ષશિલામાં આના કોઈ ભાવ પૂછતું નથી ! તક્ષશિલા પર જો વિજય થાય, તો ચાર ગાયના બદલામાં જેટલું સુવર્ણ કે ૨ત મળે છે, એટલું એક ગાયના બદલામાં આપી શકાય. બસ, આ સમાચાર પ્રસરતાં જ લડાઈના ઉત્સાહનું એક જબ્બર મોજું બધે ફરી વળ્યું. અયોધ્યાની સુંદરીઓએ મહારાણી સુભદ્રાની જેમ પોતપોતાના પતિઓને આંગળી કાપી રક્તતિલક કરવાની તૈયારી કરી ! પુરુષને સ્ત્રીનો મોહ મનમાં હરપળે રહ્યા કરે, એવો વર્તાવ પણ એ ક૨વા લાગી ! સૂચના દિવસોની હવે ભારે અધીરાઈથી રાહ જોવાવા લાગી. હવે તો મહારાણી પોતાનો મહાપ્રસાદ પીરસે એટલી વાર હતી, અને એ દિવસે પણ નજીક આવી ગયો. ૧૪૬ * ભરત–બાહુબલી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મહાપ્રસાદ અરીસાભવનના એક ખંડમાં ફરી સ્ત્રી-સમુદાયને નોતરવામાં આવ્યો. પુરુષવર્ગમાં માત્ર ચક્રવર્તી જ હાજર હતા. રંગભર્યો આચ્છાદન પટ વચ્ચે નાખવામાં આવ્યો. થોડી વારે અરીસાભવનના એ ખંડમાં દીપકો ઝળહળી ઊઠ્યા. આ ખંડમાં અરીસા એવા પ્રકારે ગોઠવવામાં આવ્યા હતા, કે એક દીપકનાં સો સો પ્રતિબિંબ પડે.' આખો ખંડ ઝળાંહળાં થઈ ગયો હતો. ત્યાં એકત્ર થયેલ સુંદરીવૃંદ પોતાના દેહની અદ્ભુત શોભા કરીને આવ્યો હતો. પણ આ ખંડનો જ શણગાર એવો હતો કે, બધાના દેહ-શણગાર એની આગળ ઝાંખા પડી ગયા. સહુ આચ્છાદનપટ ખેંચાવાની રાહ જોઈને બેઠાં. થોડી વારે પટ ખેંચાયો. પણ રે ! રાણીજી ત્યાં નહોતાં, સિંહાસન પર એકલા ચક્રવર્તી ભરતદેવ જ હતા ! ચક્રવર્તી પણ ઉત્સુકતાથી ચારેતરફ નજર ફેરવી રહ્યા હતા. એમની આંખો અયોધ્યાના સુંદરીવૃંદ પર જતી ને થંભી જતી ! અયોધ્યાના સ્ત્રીવૃંદમાં જાગેલી સૌંદર્ય-સ્પર્ધાના એ જાણકાર હતા, બબ્બે એ સ્પર્ધાને તેઓએ જ વધવા દીધી હતી, કારણ કે સ્ત્રી-રવભાવ સહજ રીતે યુદ્ધનો વિરોધી હતો; ફક્ત આ પ્રકારથી જ એને અનુકૂલ કરી શકાય તેમ હતો. સ્ત્રી સૌંદર્યઘેલી બને, એટલે યુદ્ધવિરોધી મટી જાય. કારણ કે સૌંદર્યને ' ખપતાં ઉપકરણો માટે એને પુરુષાશ્રય અનિવાર્ય બને ! પછી એને પુરુષની Page #163 -------------------------------------------------------------------------- ________________ સામે બાકરી બાંધવી ન પાલવે ! સૌંદર્યઘેલછા એવી વસ્તુ છે કે પછી જગત તરફથી નજર હટી જાય, ફક્ત પોતાની જાત ઉપર જ ફર્યા કરે. જાતમાં જ જગતનો પ્રતિભાસ થાય. ચક્રવર્તીની નજર સ્ત્રીવૃંદ પર ફરીને પાછી વળી, ને જાણે મનમાં નિર્વેદ અનુભવી રહી : ‘રૂપાળા દેહોને રૂપ વધારવાની કેવી ઝંખના ! સ્ત્રીદેહ કુદરતે જ સુંદર ને સુંવાળો ઘડ્યો છે, પછી આ ઠાઠ શું !' પણ ચક્રવર્તીદેવને તરત યાદ આવ્યું કે આ ઘેલછા પોતાના પ્રાસાદમાંથી જ બહાર નીકળી છે, મહારાણી સુભદ્રા જ એનાં નિર્માતા છે. આ નવા રૂપ પ્રકાર દ્વારા શું પોતાનું મન પણ એણે મોહી લીધું નથી ? ચક્રવર્તી ભરતદેવ થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયા. આત્મચિંતન ને મનોમંથન એમની પ્રકૃતિ માટે સ્વાભાવિક હતાં. ત્યાં તો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ આવ્યો. ચાર સુંદર પરિચારિકાઓ એક નકલી દ્વારમાંથી નીકળીને બહાર આવી. એક દર્પણકન્યા બની હતી. એના હાથમાં દર્પણ હતું. એ પૂર્વ દિશામાં મોં કરીને ઊભી રહી. બીજી કળશ-કન્યા બની હતી. એના હાથમાં સુંદર કળશ હતો. એ દક્ષિણ દિશાના દ્વારમાં જઈને ઊભી. ત્રીજી રંગ-કન્યા બનીને આવી હતી. એના હાથમાં એક પાત્ર હતું. રંગરંગવાળી માટીનો ભૂકો એમાં ભર્યો હતો. એ ઉત્તરમાં ઊભી રહી. ચોથી ચામર-કન્યા બનીને આવી હતી. એના હાથમાં ચમરી ગાયના પૂછના વીંઝણા હતા. એ પશ્ચિમ દિશામાં ઊભી રહી. આ નવીન આયોજનાએ સહુનાં મન મોહી લીધાં. પણ રે ! રાણીજી ક્યાં? ત્યાં તો થોડી વારમાં ઘૂઘરીઓનો અવાજ રણક્યો; મીઠા તાલે ઘૂઘરીઓ વાગતી હતી. સહુની દૃષ્ટિ દ્વાર પર થોભી ગઈ ! એના પર લટકતા પટ પર થંભી રહી. એટલામાં રંગપાત્રવાળી કન્યા મધુર ગતિથી આગળ વધી ને એણે માર્ગમાં રંગો વેર્યો ! દ્વાર પરનો પટ જરાક ઊંચો થયો. તરત અંદરથી બે પદપંક્તિઓ ચાલતી આવતી નજરે પડી. એ પગ તે કેવા ! બંને પગમાં સુવર્ણનાં આભૂષણ ! આભૂષણ તો ઠીક, પણ બોલતાં આભૂષણ ! ૧૪૮ ભરત–બાહુબલી Page #164 -------------------------------------------------------------------------- ________________ ચાલે ને એ આભૂષણ તાલબદ્ધ ઝંકાર કરે ! તદ્દન નવી શોધ ! પગમાં પણ કાવ્ય, સંગીત ને નૃત્યનો અજબ સંયોગ ! રંગભરી ભૂમિ પર પત્રવલ્લરી રચતા એ પદ આગળ વધ્યા, ત્યાં ઇન્દ્રધનુના રંગોથી આવરાયેલો અર્ધો ભાગ દેખાયો. અધોભાગ ઉપર કટિમેખલા હતી. કટિમેખલા પર ઝીણી ઝીણી ઘૂઘરીઓ રણઝણતી હતી. વાહ, વાહ ! શું સૌંદર્ય ! શું સંગીત ! કમરના હલન-ચલન સાથે ઘૂઘરીઓ જાણે ગાતી હતી, નાચતી હતી. ધીરે ધીરે વક્ષસ્થળ દેખાયું. એ ભાગ પર એક મોટો રજત-સુવર્ણના તારોથી ગૂંથેલ હાર થનગનતો હતો. હારમાં માત્ર સુવર્ણ નહોતું, નીલમણિ, માણેક ને હીરા પણ હતાં. એમ તો આ પથરા જોઈએ તેટલા મળી રહેતા, પણ આ પથરાને તો ભારે ઘાટઘૂટ આપ્યા હતા. અને એથી એની ચમક અપૂર્વ બની હતી. હાર પરથી દૃષ્ટિ ન ખસે, ત્યાં તો બે હાથ દેખાયા. રે ! એમાં વલય હતાં. એ વલય કેવાં રણકતાં હતાં ! ધીરે ધીરે સૌંદર્યદેહ પાસે ને પાસે આવતો હતો. આખરે મુખ દેખાયું. અરે, સૂરજ અને ચંદ્રનાં તેજ જાણે સાથે મઢાયાં મુખ તે કેવું ! કાને કુંડલ, કપાળમાં તિલક ને માથે મુગટ ! મહારાણી સુભદ્રાનો આખો દેહ હવે દશ્ય થયો. ત્યાં તો દર્પણકન્યાએ દર્પણનો પ્રકાશ એ મુખ પર લખ્યો ! શું કામણગારો એ દેહ ! ચક્રવર્તી મહારાજનું મન વ્યગ્ર બની રહ્યું. અરે, સંસાર જીતવો સહેલો છે, પણ આવી સુંદરીને જીતવી દુષ્કર છે ! એક એક અંગ જાણે પુરુષને પછાડનાર અપ્રતિરથ મહારથી બની રહ્યું છે કોઈ જોગીને બતાવ્યું હોય તો, એનો જોગ પણ ચળી જાય તેવું ! ચક્રવર્તી હજી વિચાર કરી રહ્યા છે, ત્યાં મહારાણીએ એક પગને જરા ધ્રુજાવ્યો. એમાંથી સુંદર સ્વાવલ પ્રગટ થઈ ! જરા પગને ઊંચો કર્યો ને નીચે મૂક્યો : જાણે સહુનાં મન પર વશીકરણ થયું ! વલયથી વાગતા હસને મેગા કર્યા ને છૂટા કર્યો ! મહાપ્રસાદ છે ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ મુગટમંડિત મસ્તકને ધીરું ધીરું ધુણાવ્યું! એ અજબ અંગભંગ રચી મહારાણીએ એક મધુર કૂદકો માર્યો. કળશવાળી સ્ત્રીએ હાથમાં રહેલ કળશ પગ પાસે મૂક્યો. મહારાણીએ તરત એક પગ એના પર મૂક્યો. કળશના કકડા થયા, ને મહારાણીએ નૃત્ય આરંવ્યું ! અદ્ભુત નૃત્ય ! દેવી નૃત્ય ! પૃથ્વી પર ન જન્મેલું નૃત્ય ! મહારાણીએ નૃત્ય કરતાં પીઠ ફેરવી : રે, મોટા ઘનશ્યામ અંબોડામાં દર્પણની પંક્તિની પંક્તિ ગૂંથેલી. એક તરફ દીપક જ્યોત ઢોળે ! બીજી તરફ ઘૂઘરીઓનો ઘમકાર જાગે ! ત્રીજી તરફ જીવંત સૌંદર્યના અવતાર જેવાં મહારાણી નૃત્ય કરે ! મંત્રમુગ્ધ બન્યાં હોય તેમ બધાં બેસી રહ્યાં. કો ગારુડી સર્પને ડોલાવે એમ ડોલી રહ્યા ! મહારાણીએ રાત્રે મહાપ્રસાદ મન ભરીને પીરસ્યો. જેણે એ માણ્યો એ ધન્ય બની ગયો. ચર્ચા માત્ર એની રહી. યુદ્ધનો વિરોધ શમી ગયો. યુદ્ધ ક્યારે લડાશે, એની રાહ જોવાવા લાગી. –ને યુદ્ધ પોતાના પગ આગળ લંબાવ્યા. ૧૫૦ ભરત–બાહુબલી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગુપ્ત ચર્ચા ગગાતટના પૂર્વ-પશ્ચિમ ભાગ પર સામસામી પડેલી બંને છાવણીઓમાં અત્યારે નીરવતા વ્યાપી હતી. પહેરેગીરોના અવાજ સિવાય અને ગંગાના ખળખળ નિનાદ સિવાય કંઈ કર્ણગોચર થતું નહોતું. યુદ્ધપ્રારંભ પહેલાં આવશ્યક એવું ત્રણ દિવસનું શુદ્ધિવ્રત ધારણ કરી, ચક્રવર્તી સાવ એકાંતમાં બેઠા હતા. વ્રતનો આજે ત્રીજો દિવસ હતો. ચક્રવર્તી ભરતદેવ શિબિરના શયનખંડમાં આડા પડ્યા હતા, પણ આંખોમાં નિદ્રા નહોતી. મહારાણીએ પીરસેલો મહાપ્રસાદ ને સ્ત્રીઓ યુદ્ધપ્રિય કેમ બની, એનો આખો ચિતાર એમના કલ્પના પ્રદેશમાં હમણાં જ આવી ગયો હતો, ને હવે યુદ્ધના ભાવિ વિષે એ ચિંતિત હતા. વ્રત-જપથી શુદ્ધચિત્ત થયેલા ભારતદેવ વિચારી રહ્યા : શું યુદ્ધનું ભાવિ એવું હશે, કે એક આખો વર્ગ કોમળ ને એક આખો વર્ગ કઠોર બનશે ? એ કોમળતાનો અને કઠોરતાનો સંસાર કેમ સુખદ બનશે? ભરતદેવની આંખોમાં ભાવિની ચિંતા ઝબકી રહી. એ ઊઠ્યા, ને પાસે પડેલો એક અંતરપટ આખા દેહ પર ઢાંક્યો. મસ્તકનો સુંવાળો લાંબો કેશકલાપ એક સાદા ઉષ્ણીષ (ઊનની પાઘડી) નીચે કમર પર એક રજું વીંટી લીધી. પારધીના વેશમાં તેઓ શિબિરની બહાર નીકળ્યા. Page #167 -------------------------------------------------------------------------- ________________ પહેરેગીર બહાર સાવધ ઊભો હતો. ભરતદેવના સૈન્યનું શિસ્ત વખણાતું હતું. કોઈ સૈનિક પોતાની ફરજ પ્રત્યે લેશ પણ બેપરવા ન રહેતો. ભરતદેવે પહેરેગીરના કાનમાં કંઈ કહ્યું ને તે આગળ વધ્યા. અંધકારના ઓળાની જેમ બધી શિબિરો વટાવી થોડી વારમાં એ ગંગાકાંઠે જઈને ઊભા. રોજ પડછંદ લાગતી એમની દેહ-પ્રતિમા આજ સાવ સામાન્ય દેખાતી હતી; ધરતી ધમધમાવતાં પગલાંમાં પણ તપસ્વીની કોમળતા હતી. ગંગાનો ઘોર ગંભીર પ્રવાહ ચૂપચાપ વઘે જતો હતો. યુદ્ધની જાહેરાત થયા પછી હવે ગંગાતટ પર માણસોની અવર-જવર પણ ઘટી ગઈ હતી. ભરતદેવે પીઠ પરથી એક નાનકડું તીર જેવું કંઈક કાઢ્યું, ને હસ્તના વેગથી પાણીસરસો ઘા કર્યો. પવનવેગે એ તીર ચાલ્યું ગયું. ક્યાં ગયું, એ ગમે તેવી ચકોર નજર પણ પકડી શકે તેમ નહોતું. તીરનો જ જવાબ ન હોય એમ, થોડી વારે ગંગાના પ્રવાહ ૫૨, એક વ્યાઘ્રચર્મની નૌકા આવતી દેખાઈ. એ નૌકા બહુ જ નાની, ને પ્રવાહસરસી તરતી હતી. એમાં કોઈ આડા પડખે પડેલું હતું ! નૌકા ભરતદેવ ઊભા હતા, એ કિનારે આવીને લાંગરી. તરત કોઈ નીચે ઊતર્યું. અરે ! આ તો એક સ્ત્રી છે. કમરથી નીચે માછલીના સુંદર ચર્મનું અધોવસ્ત્ર હતું. માથે નાનકડો મુગટ હતો. ગળામાં દેખાવડા સર્વેએ જાણે ઉત્તરીય રચ્યું હતું. એના હાથની મૂઠી બિડાયેલી હતી. કિનારા પર આવતાંવેંત એણે નાની પ્રવાલ જેવી મૂઠી ઉઘાડી. હાથમાં એક મોતી ઝળકી ઊઠ્યું. એ મોતીનો પ્રકાશ આવનાર સ્ત્રીના દેહને અજવાળી રહ્યો. આહ, શું સૌંદર્ય ! એનું ગૌર મુખ ને રક્ત પ્રવાલ જેવા ઓષ્ઠ દ્રષ્ટાની દૃષ્ટિને ખેંચી રાખે તેવાં હતાં. એમાં મોતીનો સૌમ્ય પ્રકાશ એને મળ્યો. પાતાળલોકની કોઈ અભિસારિકાની કલ્પના જાગે તેવું એ દૃશ્ય હતું. શાંતિ અભેદ્ય હતી, એ શાંતિને ભેદતાં ભરતદેવે કહ્યું : ‘ગંગાદેવી કે ?’ ‘હાજી, વિહારે જવું છે કે ? આપનો તીર-સંદેશ મળતાં જ પહેરેલાં વસ્ત્રે ૧૫૨ * ભરત–બાહુબલી Page #168 -------------------------------------------------------------------------- ________________ આવી છું.' આગંતુકે કહ્યું. એ ગંગાદેવી હતાં. આ તટનિવાસિની એ દેવી હતાં. ચક્રવર્તી ભરતદેવ નવ ખંડ પૃથ્વીને જીતીને પાછા ફરતાં એને ત્યાં ઠીક ઠીક સમય રોકાયા હતાં, અને ઠીક ઠીક આનંદવિહાર કર્યો હતો. એ વખતની ગંગાદેવીનો ખ્યાલ હતો, કે રાજકાજ એ તો કાંટાળા રાહ છે; એ રાહ પર ઘવાયેલા રાજકારણી પુરુષોને આસાયેશ મળે તો આવા સ્થળે મળે તેમ છે. શર્કરા–જળ ગમે તેટલું મિષ્ટ હોય, પણ તૃષા તો છીપે છે ઝરણના સાદા શીતળ જળથી ! ગંગાદેવી રાજકારણી જીવોનો વિસામો હતી. એણે માન્યું કે મહારાજ ભરતદેવ શ્રમ ને રાજખેદ નિવારવા આવ્યા હશે. ગંગાની શીતળ સમીર લહેરીઓ એમના શ્રમને જરૂ૨ હરી લેશે. મહારાજ ભરતદેવ ગંગાદેવીનો આશય સમજી ગયા. એનો ભ્રમ ભાંગતાં એમણે કહ્યું : ‘ મારે સામે પાર જવું છે.’ ‘સામે પાર ?’ ગંગાદેવી આશ્ચર્યમાં પડી ગઈ. એણે કહ્યું : પ્રભુ, ત્યાં તો રાજા બાહુબલની સૈન્ય-શિબિરો છે.’ મારે ત્યાં જવું છે !’ ભરતદેવે કહ્યું. એમના અવાજમાં દૃઢતા હતી, ટંકાર હતો. બીજું કોઈ હોત તો આગળ બોલવાનું સાહસ ન કરત, પણ ગંગાદેવી તો જૂનાં પરિચિત હતાં; એમણે કહ્યું : ‘ત્યાં જવું શક્ય નથી. રાતદિવસ તેઓ એકઠાં મળે છે, સમાચારો જાણે છે, ને નિર્ણયો લે છે. આજ રાતે જ અન્તિમ મંડળી મળવાની છે. કાલે સવારે તો યુદ્ધ ઝગી ઊઠવાનું છે.’ 6 ‘તો તો એના જેવું ઉત્તમ શું ? મારે એમની મંડળી જોવી છે ગંગે ! બીજે કિનારેથી જઈએ. અન્ય કોઈ માર્ગેથી બાહુબલના સૈન્યમાં પ્રવેશ કરીએ.' ‘જેવી ઇચ્છા !’ ગંગા સર્વ માર્ગોથી પરિચિત હતી. થોડી વારમાં ભરતદેવ અને ગંગા સરિતા-જળ પર અદૃશ્ય થઈ ગયાં. ભરતદેવ પાસે સાગર વીંધનારું પ્રબળ જળસેન્ય હતું, પણ આજ એને અળગું રાખીને ભરતદેવ આવ્યા અને પોતાને ભરતદેવની જળસેવા મળી, એનો ગંગાદેવીને હૈયે છૂપો ગર્વ હતો. થોડી વારે બંને જણા સામે પારના અકાંત ભાગમાં પહોંચી ગયાં. અત્યારે ગુપ્ત ચર્ચા * ૧૫૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ મંડળી ભરાવાની હોવાથી બધાં સ્ત્રીપુરુષો શિબિરો છોડીને એ તરફ ગયાં હતાં. ગંગે ! તું જા. હવે હું એકલો જઈશ.” ભરતદેવે કહ્યું. ભલે, પધારો. પણ વળતાં પાછો મારો ખપ પડશે. હું અહીં આટલામાં જ ફરું છું.' તને કોઈ જોઈ જશે તો ?' મને તો બધા ઓળખે છે; મારો વાંધો નથી.” એ બરાબર નથી, તું મધપ્રવાહે જ. વળતાં તીર સંદેશથી તને બોલાવી લઈશ.” ભરતદેવે કહ્યું ને આગળ વધ્યા. હું તીર સંદેશની રાહ જોતી રહું, ને તમે તરીને ચાલ્યા જાઓ તો ?' ગંગાદેવીના ભાવ ઉપર ભરતદેવ ખુશ થઈ ગયાં. તેમણે કહ્યું : “ નહિ જાઉં. પણ અહીં પકડાઈ ગયો ને કેદી બની ગયો તો .......?” " “પવનને કોઈ પકડી શક્યું છે? નવ ખંડના વિજેતાને શું દુષ્કર છે? અને આ તો ભાઈનું ઘર ને ભાઈ મહેમાન !' ગંગાના શબ્દોમાં છૂપો ભંગ હતો. ગંગાદેવીને વળતો જવાબ ન આપતાં ભરતદેવ આગળ વધ્યા. રાજા બાહુબલની છાવણી અત્યારે સજાગ હતી. રાજા બાહુબલની શિબિરના પ્રાંગણમાં સ્ત્રી ને પુરુષો એકત્ર મળ્યાં હતાં. ભરતદેવે એક અંધારા ખૂણાનો આશ્રય લીધો. અહીંથી તેઓ બધે નજર નાખી શકતા હતા. તેમણે બધા સ્ત્રી-પુરુષો તરફ એક નજર નાખી લીધી : કેવાં રૂપાળાં, કેવાં અલબેલાં, કેવાં સરળ સ્ત્રી-પુરુષો! રે ! કાલે યુદ્ધ મંડાશે, ત્યારે એ જ ખૂની વરુઓની જેમ શત્રુ બની સામા આવશે ! પોતે શત્રુ બની સામે જશે. એકબીજાનાં ખૂન વહાવશે ! માણસ પશુનો ધર્મ બજાવશે ! કેટલીક સ્ત્રીઓ ને કેટલાક પુરુષો યુદ્ધના સ્વાંગમાં ને યુદ્ધના લહેકામાં હતા, છતાંય એમના મોંએથી પ્રીતનું – સખનું સંગીત છૂટી જતું. તીર તો એના એ જ હતાં, પણ આ રસિક જીવોએ એને રંગથી શણગાર્યા હતાં, ને પુષ્પોથી ગૂંચ્યાં હતાં. જાણે યુદ્ધ એ પણ એમને મન રાસ રમવા જેવી આનંદની વસ્તુ હતી ! ભરતદેવને બાજ અને કોયલની ઉપમા યાદ આવી ગઈ. જગતના ૧૫૪ ભરત–બાહુબલી Page #170 -------------------------------------------------------------------------- ________________ આંબાવાડિયાની આ કોકિલાઓ અને કોકિલોને બાજ જેવા પોતાના પરાક્રમી યોદ્ધાઓ ચપટીમાં ચૂંથી નાખશે. શું જોઈને બાહુબલે યુદ્ધનો આદેશ ઝીલ્યો હશે? મોટાભાઈની આધીનતા સારી કે આ સુંદર સૃષ્ટિનો સંહાર સારો ? ભરતદેવને બાહુબલના દુરાગ્રહ પર મનમાં ને મનમાં ક્રોધ આવ્યો. એમ લાગ્યું કે આ બધાંને ખોટે રસ્તે દોરવા બદલ એ જ સજાને પાત્ર છે. પૃથ્વી ૫૨ના સ્વર્ગ જેવા આ પ્રદેશને સત્યાનાશના મુખમાં હોમવાના ગુના બદલે એને નરકની સજા થવી જોઈએ. ભરતદેવનાં વિશાળ ભવાં સંકોચાયાં. આંખના ખૂણા લાલ થયા. ત્યાં તેમની નજ૨, સામે સિંહાસન પર બેઠેલા, લઘુ બંધુ પર પડી : ‘વાહ ! કેવો કામણગારો ભાઈ !’ ભરતદેવનું બંધુવત્સલ હૈયું જાણે વેર ભૂલી પ્રેમમાં પડી ગયું. ચંદ્રના જેવું એનું મધુર મુખડું કેવું મીઠું તેજ વહાવી રહ્યું છે ! મિષ્ટાન્નની મિષ્ટતા ભુલાવે તેવી એ મુખની મીઠાશ, પોયણાં જેવાં એનાં લોચનિયાં, મંદિર જેવું વિશાળ વક્ષસ્થળ, સ્તંભસમાન બે હસ્ત, મંગળ કુંભ સમા બે ખભા, કેસરીસિંહ જેવી કટિ : નાખી નજર ન ખસે, એવો નયનાનંદવાળો એ પુરુષ છે. જગત જેને કામદેવ કહે છે, એ આ બાહુબલ ! મારો લઘુ બંધુ ! ચક્રવર્તીનું મહાન હૃદય ઘડી પહેલાં સજા કરવાનો નિર્ણય કરતું હતું, તે હવે પ્રેમ ક૨વા લાગ્યું ! એવામાં, વાદળમાં હળવો હળવો મેઘ ગાજે એમ, સભાને સંબોધતો બાહુબલનો અવાજ આવ્યો : પ્રજાજનો ! મેં તમને રસીલાં ગીત ગાવાની મના કરી છે; જે ગાય તેને કઠોર દંડ આપવાની આજ્ઞા કરી છે. એ આજ્ઞાએ તમને વ્યગ્ર કર્યાં હશે. તમારા પ્રિય રાજા તરફ તમને ક્રોધી બનાવ્યા હશે. પણ એનું તમામ શ્રેય યુદ્ધને અને યુદ્ધપ્રિય માનસને ઘટે છે. ‘આજનો યુગધર્મ માત્ર યુદ્ધનો ! એનાં જ ગીત રચો, એનાં જ ગીત ગાઓ !’ સ્વામી ! એવાં ગીત અમારાથી કેમે રચાતાં નથી ? લોહી પીવું, શત્રુના રક્તમાં સ્નાન કરવું, આપણા તીક્ષ્ણ દાંતોથી એને ચીરી નાખવા, આપણા પ્રબલ પંજાથી એને ફાડી ખાવા આવી આવી કરપીણ ઉત્તેજનાઓથી ભરેલી કવિતાઓ અમારાથી રચાતી નથી.’ એ પ્રદેશના કવિઓએ ફરિયાદ કરી. ગુપ્ત ચર્ચા * ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રયત્ન કરો, આ તો હજી શાબ્દિક યુદ્ધ છે; કાયિક યુદ્ધ આવશે ત્યારે શું કરશો ?’ રાજા બાહુબલે કહ્યું. સભા કંઈ ન બોલી. આ વખતે ભરતની શિબિરમાં જઈને આવેલો કાક નામનો દૂત ઊભો થયો. એ બોલ્યો : ‘હે પ્રજાજનો ! હું શત્રુ-શિબિરમાં ઘૂમી વળ્યો છું. યુદ્ધ નક્કી થશે. અયોધ્યાપ્રદેશની સ્ત્રીઓ યુદ્ધનો વિરોધ કરશે, એ આપણી માન્યતા ખોટી છે બલ્કે, અમુક અપવાદ સિવાય, લગભગ ઘણીખરી સ્ત્રીઓએ યુદ્ધની પ્રેરણા આપી છે.’ ‘સ્ત્રીઓએ યુદ્ધની પ્રેરણા આપી ? અરે, બ્રાહ્મીને સુંદરી જેવી બહેનોનાં ત્યાગ ને સમર્પણ શું એ ભૂલી ગઈ ? રે, ત્યાંની સ્ત્રીઓની બુદ્ધિ બગડી, એ પૃથ્વીની સુંદરતા બગડી ! પણ વારુ, કાક, શા માટે સ્ત્રીઓ યુદ્ધની પ્રે૨ક બની ?” રાજા બાહુબલે પ્રશ્ન કર્યો. ‘મહારાજ!પટરાણી સુભદ્રાદેવીના આવ્યા પછી, ત્યાં ભારે પરિવર્તન આવ્યું છે. સ્ત્રીઓની કલાના સ્વામી તરીકે આપ વિખ્યાત છો જ, પણ આપે એ કલાઓને મૂળરૂપમાં રાખી છે. પણ એમણે આપની એ કલાઓને ખૂબ બહેલાવી છે.’ ‘અરે ! કલા એ તો વિજ્ઞાન છે. એ જ્ઞાનને ગમે તે રીતે, ગમે ત્યારે, ગમે ત્યાં પ્રગટ કરવું, એ જબરો કલાદ્રોહ છે. આ કલાઓ સ્ત્રીને તારશે નહિ, હણશે. અધિકારી વગરની વિદ્યા શાપરૂપ બનશે.' રાજા બાહુબલે, જેઓને ભગવાન ઋષભદેવે સ્ત્રીઓની ચોસઠ કલાઓ શીખવી હતી તેમણે કહ્યું. ‘એવું જ બન્યું છે. સુંદરતા પાછળ એ ઘેલી બની છે. એમની દૃષ્ટિ દેહ માથે જ મંડાઈ ગઈ છે. દેહને શણગારવા એને રૂપ જોઈએ, સુવર્ણ જોઈએ, મણિમાણેકના કટકા જોઈએ. અવગુંઠન માટે રેશમી વસ્ત્ર જોઈએ. અયોધ્યામાં એનો વપરાશ વધી ગયો, એટલો વધી ગયો કે એ વસ્તુઓ વેપાર બની ગઈ ! વેપારનું સાધન ત્રાજવાં શોધાયાં. લેણદેણના પ્રતીક તરીકે ગાય સ્વીકારાઈ. બે ગાય બરાબર આટલું સુવર્ણ એમ માપ ચાલુ થયું. વેપાર થયો એટલે વસ્તુ ગઈ. વસ્તુ ગઈ એટલે એની ઝંખના વધી, લાવો ! લાવો !” દૂત કાક થંભ્યો. - ‘અરે, આ અમે નવી વાત સાંભળી ! વારુ કાક, એક માણસ કેટલી ગાય ૧૫૬ * ભરતબાહુબલી Page #172 -------------------------------------------------------------------------- ________________ બરોબર ?” રાજા બાહુબલે મશ્કરીમાં કહ્યું, સમજ્યો. આનો અર્થ એ કે સ્ત્રીઓએ જ પુરુષોને તક્ષશિલા જીતી સુવર્ણ વગેરે આણવાનું કહ્યું, કાં ? એટલે હવે સુવર્ણ બરાબર મળે તો જ અયોધ્યાની સુંદરીઓ પુરુષને પ્રેમ કરશે, કાં ? એટલે હવે પ્રેમ પણ જગતમાં સુવર્ણ-રોગ્યની જેમ વિનિમયની વસ્તુ બનશે, કાં? પ્રેમ પણ ત્રાજવે તોળાશે, ખરું ને? હા, પ્રભુ!' દૂત કાકે કહ્યું: “મોટા ભાગના અયોધ્યાવાસીઓની મનોવૃત્તિઓ આજે તો એવી છે. હજી તો ભેંસ ભાગોળે છે, ને ઘેર ઘમસાણ આદર્યું છે. મહારાણી સહુને કહે છે, કે સ્ત્રીઓની કળામાં કુશળ બનો, નહિ તો તક્ષશિલાનો વિજય સ્ત્રીઓને પરાજય જેવો સાલશે. તક્ષશિલાની સ્ત્રીઓ અયોધ્યાની સ્ત્રીઓ પર વર્ચસ્વ મેળવી જશે !” “એટલે તેઓ પોતાનો વિજય નિશ્ચિત કહ્યું છે ?' પ્રજાજનોમાંથી એક સુંદરીએ પ્રશ્ન કર્યો. એણે રૂપાળાં ધનુષ્ય-બાણ ખભે લટકાવ્યાં હતાં, સિંહચર્મ કમરે વીંચ્યું હતું, કેશનો ઝૂડો બાંધ્યો હતો. એનો બધો પોશાક યોદ્ધાનો હતો, પણ આંખમાં લાલાશ યોદ્ધાની નહોતી. હા, તેઓ વિજય પોતાનો જ કહ્યું છે.' કાકે કહ્યું. પ્રજાજનો ! સાચા લડવૈયાઓ એમ જ કહ્યું. સામાને અજેય આત્મશ્રદ્ધાથી ઢીલો કરી નાખવા, એ તો ઠંડા યુદ્ધનો એક પ્રકાર છે' રાજા બાહુબલે કહ્યું, “ પણ એટલું યાદ રાખો કે જેનું મન હારતું નથી, એ માણસ કદી હારતો નથી. જેનું દિલ અન્યાયને મસ્તક નમાવતું નથી, એના મસ્તકને કોઈ ચક્રવર્તી પણ નમાવી શકતો નથી.” ભરતદેવ બાહુબલના આ શબ્દો સાંભળી રહ્યા. એમને લાગ્યું કે આ યુદ્ધ આખી માણસજાતને બે ભાગમાં વહેંચી નાખશે : હારેલા ને જીતેલા. હારેલા હંમેશાં જીતવા પ્રયત્ન કરશે. જીતેલા હારેલાને દબાવવા પ્રયત્ન કરશે. અને હારજીતની એ ખેંચાખેંચમાં પૃથ્વી પર નકામી વૈરની પરંપરા જન્મશે. ત્યાં ફરી બાહુબલ બોલતાં સંભળાયા: ‘પૂજ્ય પિતાજીનું એક સૂત્ર હતું : બીજાને હણવા ઇચ્છનારો પ્રથમ પોતાના અંતરમાં બેઠેલા પ્રેમસ્વરૂપ આત્માને હણે છે, પછી બીજાને હણે છે.” ‘સત્ય છે. અમે જીતમાં અને હારમાં અટલ રહીશું.' પ્રજાજનોએ પોકાર ગુપ્ત ચર્ચા ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ કર્યો. રાજા બાહુબલ આગળ બોલ્યા : ‘ગરીબ ગાય પર તરાપ મારતો જંગલનો સિંહ જોયો હશે. એ વખતે ગાય કેવો સામનો કરે છે ? માનો કે ગાય હારી જાય, પણ તમે કહી શકશો કે સિંહ જીત્યો ? ' ‘ના, ના, એમાં શાબાશી સિંહને નહિ, ગાયને જ ઘટે.’ પ્રજાજનો બોલ્યાં. રાજા બાહુબલે ઉત્સાહભર્યા અવાજે કહ્યું : ‘આપણું યુદ્ધ સુવર્ણલોભી અને અભિમાની લોકો સામે છે. મન મૂકીને લડવું, અને વખત આવે તો મરવું; કદાચ હાર થાય તોપણ મનથી ન સ્વીકારવી. જીત માટે સતત પ્રયત્ન કરવો. દાસત્વને મૃત્યુથી ભયંકર માનવું. આજની રાત છેલ્લી છે. કાલે યુદ્ધનો અગ્નિ ભભૂકી ઊઠશે. સમરાંગણમાં આત્મસમર્પણ કરવામાં કોઈ પણ પીછે હઠ ન કરશો.’ બરાબર છે. બોલો, ભગવાન વૃષભધ્વજની જે !' ઊભા રહો, પ્રેમના અવતાર પિતાજીનું નામ આ કાર્યમાં ન શોભે. કામનાં અને ક્રોધનાં આકરાં તોફાન નષ્ટ કરનાર પવિત્ર આત્માનું નામ એની પુષ્ટિમાં ન શોભે. દૂત કાક ! તારે કંઈ વિશેષ કહેવું હોય તે કહે.’ કાક સિંહાસન પાસે આવીને ઊભો રહ્યો. પણ હવે રાત ઢળતી જતી હતી. ભરતદેવ પાછા ફર્યા, પણ તેમનાં પગલાં ખૂબ શિથિલ હતાં. ચક્રવર્તી કંઈ વિચારમાં હોય તેમ લાગતું હતું. ગંગાના તીરે એ આવીને ઊભા રહ્યા, ત્યારે દેવી ગંગા વગર બોલાવ્યાં હાજર હતાં. એમણે જરા ટોળમાં કહ્યું, મને તો થયું કે નાના ભાઈને ઘેર મોટા ભાઈ મહેમાનગતિએ રોકાઈ ગયા !’ ‘દેવી ! રાજકારણી પુરુષોનાં મન તમે શું જાણો ? એમના જેવા પરતંત્ર કોઈ નથી ! એ જે કરતા હોય છે, એ ક૨વા મન ના પાડતું હોય છે. ને જે મન કરવા કહેતું હોય છે, એ કદી એ કરી શકતા નથી. રાજા જેવો પરતંત્ર જીવ બીજો કોઈ નથી. તમે સાંચા સુખી છો દેવી !’ સહુને પા૨કે ભાણે મોટો મોદક લાગે, અમને તમારા સુખ-વૈભવની ઈર્ષ્યા આવે, તમને અમારા સુખ-સંતોષની ઈર્ષ્યા આવે.’ ૧૫૮ * ભરત-બાહુબલી Page #174 -------------------------------------------------------------------------- ________________ બસ, એનું જ નામ સંસાર. ચાલો દેવી ! ઉગમણા આભમાં પ્રભાતિયો તારો ઊગી રહ્યો છે.' થોડી વારમાં બંને નદીના પ્રવાહમાં દેખાયાં. ચક્રવર્તીની સેવા માટે ગંગાદેવીની કાળજી અપૂર્વ હતી. ચક્રવર્તી મહારાજને એક વાર એમ થઈ આવ્યું કે આ પ્રવાહ.જીવનમાં જ રહી જાઉં, રાજ-જીવનમાં ન જાઉં! પણ એ કંઈ બન્યું છે કે આજે બને ! જેનું માથું ભારે એનું આભૂષણ પણ ભારે જ હોય ને ! મોટાની હોળી મોટી ! ભરતદેવ જ્યારે એમની શિબિરમાં પ્રવેશ કરતા હતા, ત્યારે પહેરેગીર કહ્યું: ‘રત્નદેવ અને કુત્તલદેવ નામના બે વિદ્યાધર દેવો આપની સાથે વિષ્ટિ કરવા આવ્યા છે. યુદ્ધના પ્રારંભ પહેલાં આપ ત્રણ દિવસનું જે શુદ્ધિવ્રત કરો છો એ વ્રતના પારણા પછી પ્રથમ તેઓ આપને મળવા માંગે છે.” ‘વારુ!' આટલો ટૂંકો જવાબ આપી ભરતદેવ અંદર ચાલ્યા ગયા. ગુપ્ત ચર્ચા ૧૫૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિદ્યાધરોની વિષ્ટિ અલબેલું પ્રભાત આકાશમાં નવનવા રંગે પ્રગટતું હતું. ગંગા નદીનાં નીર પર રંગબેરંગી બિછાત પથરાઈ ગઈ હતી. ને કિનારા બધા સોનેરી બની ગયા હતા. આકાશમાં પંખેરુએ હજી હમણાં ગાન શરૂ કર્યાં હતાં. હાથીઓ વહેલા ગંગાસ્નાન કરી પાછા ફરી ગયા હતા. યોદ્ધાઓ તીર, કવચ ને શિરસ્ત્રાણ સજી રહ્યા હતા. રાજા બાહુબલની છાવણીમાં વળી નવો રંગ દેખાતો હતો ઃ સ્ત્રી ને પુરુષો એકબીજાને ગાલગાલ અડાડી, ઓષ્ઠે ઓષ્ઠ ભીંજાવી યુદ્ધદેવતાને વધાવી રહ્યાં હતાં. એમણે મસ્તક પર મોરપિંછના મુગટ ને કેસુડાંની કલગીઓ ચઢાવી હતી. તીર પર મુચકુંદનાં ફૂલનો શણગાર હતો. યુદ્ધની રણભેરી બજી ઊઠવાની તૈયારી હતી. પણ એ રણભેરી તક્ષશિલા તરફથી ન બજે, એવો રાજા બાહુબલનો હુકમ હતો. યુદ્ધ એ ચાહતા નથી, વગ૨માગ્યું યુદ્ધ આવે તો એને નકારતા કદી પાછો પગ ભરતા નથી. પ્રેમની બંસરી બાહુબલની, યુદ્ધની ભેરી ભરતની. રણભેરી પૃથ્વીના પ્રથમ ચક્રવર્તી ભરતદેવની શિબિરોમાંથી ગુંજવાનો હતી, અને એને ઘડી બે ઘડીનો જ વિલંબ હતો. ચક્રવર્તી ભરતદેવ એમનું ત્રણ દિવસનું શુદ્ધિવ્રત પૂરું કરી, ધ્યાનમાંથી ઊઠી, હવે પારણું કરે એટલી જ વાર હતી. પારણું કરી શિબિરની બહાર આવી ધનુષ્યનો ટંકાર કરે, કે એ ટંકારવની Page #176 -------------------------------------------------------------------------- ________________ સાથે જ ચક્રવર્તીની સાગરતરંગો જેવી સેના મેદાનમાં વાવાઝોડાના વેગે ધસી જવાની હતી. છેલ્લા કેટલાક વખતથી અયોધ્યાના રાજકારણી પુરુષોમાં યુદ્ધઘેલાઓનો ઉત્સાહ એવો હતો કે તેઓ આ શુદ્ધિવ્રત જેવી વિધિને પણ કંટાળાની નજરે જોતા હતા. આ પ્રકારની આધ્યાત્મિકતા રાજકારણમાં ખપે કે ન ખપે, એનો વિવાદ ચાલતો થયો હતો. કેટલાક એમ કહેતા કે, પહેલાં ધર્મ અને પછી રાજ; ધર્મ જાય તો તો બધું ગયું સમજવું. ધર્મહીનનું રાજ્ય લૂંટારાનું પેડું બની જાય અને એ માર્ગ પર ભગવાન ઋષભદેવે પોતાના ત્યાગથી મહોર મારી હતી. તેમણે માણસનાં કુળ રચ્યાં. કુળમાંથી સમાજ રચ્યો. સમાજમાંથી રાજ્યનું નિર્માણ કર્યું. અને આમાં ઉત્તરોત્તરની સત્તા સ્થાપી ઃ કુળ પર સમાજનું નિયંત્રણ, સમાજ પર રાજનું નિયંત્રણ; પણ છેલ્લે એમણે ધર્મની સ્થાપના કરી અને બતાવ્યું કે આ બધા પર ધર્મનું નિયંત્રણ અને પછી પોતે યોગી બન્યા. યોગી બનીને એમણે બતાવ્યું કે, યોગીની ભૂમિકા માટે સજ્જ થતો માનવી જ રાજા થવા માટે – લોકનેતૃત્વ માટે યોગ્ય છે. રાજા તે યોગી, અને યોગી તે રાજા, એમ બંને શબ્દોને તેમણે એકબીજાના પર્યાયવાચી બનાવી દીધા. પણ ભગવાન ઋષભદેવનો સીમાવિસ્તાર ખૂબ નાનો હતો, જોકે એમનો પ્રતાપ-વિસ્તાર વિપુલ હતો. એમના વખતમાં રાજના કાયદા નહોતા ને હતા તો સાવ સાદા. હાકાર, માકાર ને ધિક્કારની એમની નીતિ હતી, કોઈ પણ ગુનેગારને ‘અરે, આવું થાય ?’ એટલું કહેતાં એ પૃથ્વી માર્ગ આપે તો સમાઈ જવા તૈયાર થઈ જતો. માકાર તો સ્પષ્ટ રાજઆજ્ઞા હતી : ‘આમ ન કરવું.’ જૈનો નિષેધ કરવામાં આવતો, એ કાર્ય અનીતિવાળું લેખાતું. અનીતિ કોઈ આચરતું નહિ. ભાગ્યવશાત્ આવી અનીતિ કાંઈ આચરતું તો એને ભગવાન ઋષભદેવના દરબારમાં હાજર કરવામાં આવતો. એ વખતે સભા સમક્ષ એ ગુનેગારનો તિરસ્કાર થતો. ગુનેગારને એ ધિક્કારની પાસે મૃત્યુદંડ પણ સારો લાગતો. પછીથી એ પોતાનું મોં પણ ન બતાવતો, પોતાની વર્તણૂકથી ધિક્કારની કાલિમા ધોવા એ સતત પ્રયત્ન કરતો. ને એક દિવસે આશ્ચર્ય વચ્ચે રાજા ઋષભદેવ અંતે શોધી વિદ્યાધરોની વિષ્ટિ * ૧૬૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ કાઢતા, ને ગળે લગાડતા. ભગવાન ઋષભદેવના મોં ૫૨ માતાનું ને પિતાનું વાત્સલ્ય રમતું, ને ગુનેગારનાં નેત્રોમાંથી આંસુનો અવિરત પ્રવાહ વહી નીકળતો. ભગવાન ઋષભદેવની લોકહૃદય પર કેટલી મોહિની હતી, એ નીચેના એક જ દૃષ્ટાંતથી સિદ્ધ થઈ ચૂકી હતી. આ સમાજમાં ભાઈબહેન સાથે જન્મતાં, સાથે રમતાં, સાથે જમતાં, સાથે જ સંસારની કાર્યધૂરા ઉપાડતાં. એ જ ભાઈ-બહેન, એ જ પતિ-પત્ની, એ જ માબાપ ! પેટ-ક્ષુધા લાગી તો એક ભાણે બેસી જમ્યાં; દેહ-ક્ષુધા લાગી તો એક સાથરે સૂતાં; અરે, જેનાં જન્મ-મૃત્યુ સાથે હોય એનાં જ બેલડાં બંધાય ને ! ભગવાન ઋષભદેવ એમાં ક્રાંતિ લાવ્યા. જો ઋષભદેવના બદલે બીજું કોઈ હોત, તો એની જીભ ખૂલે એ પહેલાં એ ક્યાંયે ફેંકાઈ જાત. લોકો એને જીવવા ન દેત. રાજપરિવર્તન સહ્ય છે, સમાજપરિવર્તન દુષ્કર છે. પણ અહીં તો કરુણાનિધિ પ્રેમાવતાર ભગવાન વૃષભધ્વજ સ્વયં હતા. ભગવાને એમ કહ્યું કે જે ભાઈબહેન એ પતિપત્ની નહિ; જે પતિપત્ની એ ભાઈબહેન નહિ ! શું આ ભગવાન ઋષભદેવ બોલે છે ? અરે, દેહની નગ્નતા તો, જેની સાથે નાનપણમાં નાગા નાગા રમ્યા હોઈએ, એની સાથે શરમની વાત ન ગણાય. બાકી તો ક્યાંયનો ભાઈ ને ક્યાંયની બહેન – બંને જણાં પરસ્પરના દેહની લજ્જા કેમ પ્રગટ કરી શકે ? એના કરતાં તો મોત સારું ! – ભગવાને કહ્યું : ‘આ રીતે કરો. તમારો સંસાર સ્વર્ગ થશે. તમારો દાંપત્યરસ વધશે. તમારાં સંતાન તેજસ્વી થશે, નીરોગી થશે. અને વધુમાં, આ રીતે અન્ય કુળો સાથે સ્નેહના અને લોહીના તંતુએ બંધાઈ, આખું વિશ્વ તમારું કુટુંબ થશે. તમે જ્યાં જશો, ત્યાં આદરભાવ ને અન્નજળ પામશો, લોહીના સંબંધો વેરભાવનો વિનાશ કરશે.’ રે ! ભગવાનની બધી વાત સાચી; એમાં શંકા હોય જ નહિ. પણ ક્યાંની બહેન ને ક્યાંનો ભાઈ – એ બંને જણા ભલે એકાંતમાં મળે, પણ જાતીય જીવન કેમ જીવી શકે ? કેટલાંક ભગવાનની આજ્ઞાથી એ રીતે પરણ્યાં ખરાં, પણ રાતોની રાતો સંકાચમાં વીતી ગઈ. એક આ બાજુ બેસી રહ્યો, બીજી પેલી બાજુ બેસી રહી. આખરે શ્રદ્ધાધન પ્રજા એ પ્રકારે ટેવાઈ ગઈ. અલબત્ત, પ્રથમ મિલનમાં પરસ્પર પ્રગટતી લજ્જાનો પ્રકાર તો હજુ આજનાં દંપતીઓમાં પણ રહી ગયો છે. પણ પછી તો લોકનીતિ જ એવી નક્કી થઈ ગઈ, કે ૧૬૨ * ભરત–બાહુબલી Page #178 -------------------------------------------------------------------------- ________________ ‘જે ભાઈબહેન એ પતિપત્ની નહિ; જે પતિપત્ની એ ભાઈબહેન નહિ ' આ સુધારો કે આવો જ બીજો કોઈ સુધારો આજે ચક્રવર્તીના રાજ્યમાં થઈ શકે નહિ, એ મોટો પ્રશ્ન હતો. પણ ચક્રરત્નના આ જમાનામાં એવી વાતોમાં કોઈને રસ નહોતો. તેઓની પાસે યુદ્ધશક્તિ હતી, ને જેઓ સાદી રીતે ન સમજે એને સમજાવવા માટે કારાગાર ને યુદ્ધનાં સાધનો તૈયાર હતાં. આજના રાજકારણના પુરુષો ધર્મ અને રાજને જુદું પાડતા હતા. રાજકારણની રીત અનોખી છે; એમાં ધર્મનો તો સગવડિયો ઉપયોગ છે, એવું એ ખાનગીમાં કહેતા અને છતાં ગમે તેમ તોય, ઋષભદેવની પરંપરાને ઉવેખી ન શકતા. અને ખુદ ચક્રવર્તી એમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી કોઈ જાહેરમાં કંઈ ન કહેતું. પણ આવા શુદ્ધિવ્રત તરફ ચક્રવર્તી સિવાય બીજા કોઈને ઝાઝો રસ નહોતો. સૂરજદેવનાં સોનલવર્ણા કિરણોમાં સ્નાન કરવા ભરતદેવ બહાર આવ્યા. તેઓ તપ અને ધ્યાનથી નિવૃત્ત થયા હતા. એમણે ક્ષીરાન ભોજનથી પારણું કર્યું હતું. એમનું મુખ અવનવા તેજથી ઝળહળી રહ્યું હતું. અનુચરો પ્રચંડ ધનુષ્ય લઈને હાજર થયા. ચક્રવર્તી મંત્રણાગૃહમાં ગયા. થોડા વખત પહેલાં જ તેમને ખબર મળ્યા હતા, કે વિષ્ટિ માટે વિદ્યાધર રત્નચૂડ ને મેરુપાળ આવ્યા છે. કૂચ કરવા માટે થનગની રહેલ અયોધ્યાની સેનામાં આ સમાચારે નારાજી પ્રગટાવી : રે ! એક એક ઘડી યુગ જેવી વીતે છે, ચક્રરત્નનો વેગ વધી રહ્યો હતો, ને એના સહસ્ત્ર આરાઓ સૂર્યનાં બાલ કિરણોની હરીફાઈ કરી રહ્યાં છે, ત્યારે વળી આ શું? અત્યારે વિષ્ટિકાર ? શા માટે ? સહુને વિષ્ટિકાર અણગમતા લાગ્યા. ભલે એય થોડો વખત બગાડી લે, પણ યુદ્ધ તો અવશ્યભાવિ છે. એમાં કોઈનાથી મેખ મારી શકાશે નહિ. “કદાચ રાજા બાહુબલે આધીનતા સ્વીકારી લીધી હોય તો.....?' તક્ષશિલાના સુવર્ણ અને સૌંદર્યના લોભી સૈનિકોના દિલમાં હરણફડકો પેઠો. તોય શું? હવે સમાધાન સ્વીકારવું જ નથી; લડી લીધે જ છૂટકો છે, સામંતવર્ગે સહુને આશ્વાસન આપ્યું. સહુએ પગને ચાલતા થોભાવી, મનને ચાલતું કર્યું. વિષ્ટિની વાતોના પરિણામની સહુ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા. મંત્રણાગૃહમાં ચક્રવર્તી આવ્યા કે વિષ્ટિકારોએ સમુચિત વિવેક પછી, વિદ્યાધરોની વિષ્ટિ ૧૬૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ પોતાનું કથન શરૂ કર્યું. તેઓ જાણતા હતા કે છેલ્લી ઘડીની વિષ્ટિ કાર્યસાધક નીવડે, કે ન પણ નીવડે. તેઓને એવી પણ શંકા હતી કે કદાચ યુદ્ધ માટે સર્વથા સજ્જ ચક્રવર્તી એમની વાતોનો તિરસ્કાર પણ કરી નાખે. પણ જ્યારે ચક્રવર્તી આસન પર શાંતિથી ગોઠવાયા, ત્યારે વિદ્યાધરોનો ર્વિષ્ટ માટેનો ઉત્સાહ વધી ગયો. તેઓએ પોતાનું વક્તવ્ય શરૂ કરતાં કહ્યું : હે મહાભાગ ચક્રવર્તીદેવ ! અમે આપની સાથે વિષ્ટિ ચલાવવા આવ્યા છીએ. જોકે વિષ્ટિકાર પાસે સામા પક્ષની સમાધાનની શરત જોઈએ, પણ અમે સામા પક્ષને હજી મળ્યા નથી. અમે પૃથ્વી પરના યુદ્ધવિરોધી વર્ગ તરફથી સંદેશ લઈને આવ્યા છીએ ઃ આપ યુદ્ધ થંભાવો. માણસની ભૂખ જેમ સુવર્ણથી મટતી નથી, એમ આત્માની ક્ષુધા કદી યુદ્ધથી સંતોષાતી નથી.’ ‘વિદ્યાધરદેવો ! હું તમારું સ્વાગત કરું છું, પણ તમે તમારી દૃષ્ટિ ગઈ કાલ પર રાખી વાત કરો છો. આજ પર દૃષ્ટિ કરો, તો મારું પગલું તમને યોગ્ય લાગશે. ચક્રવર્તીને યોગ્ય આધીનતા સ્વીકાર્યા વગર કોઈ આરો નથી. બાહુબલે મારા પરાક્રમને, મારી સેનાને, મારા ચક્રરત્નને તિરસ્કાર્યું છે !’ ‘આપ મોટા છો.’ વિષ્ટિકારોએ કહ્યું. ‘એ નાનો છે. એને અધીનતા સ્વીકારવામાં નાનમ શી ?’ ચક્રવર્તીએ કહ્યું. ‘અંગત રીતે એ બધું કરવા તૈયાર છે, પણ ચક્રવર્તીની જબરદસ્તી સામે એ સહેજ પણ નમવા તૈયાર નથી.’ ‘મારા પર પૃથ્વીનો બોજો છે. હું પ્રથમ ચક્રવર્તી છું. એટલે હું સામાન્ય જનની જેમ વિચારી, ઉચ્ચારી કે વર્તી ન શકું. મારો શબ્દ એ સંસારનું ભાવિ છે. મારું એક ડગલું યુગનું એંધાણ છે.’ ‘એટલે જ અમે કહીએ છીએ કે યુદ્ધ થંભાવો ! તમે મીણ જેવાં માણસના મનને પથ્થર જેવાં કઠોર ન બનાવો ! આજ વિચારોમાં ભયંકરતા આવી છે. માણસ મરે એની ચિંતા નથી; એ તો ક્ષણભંગુર છે, પણ એના વિચારો ચિરંજીવી છે. ભયંકર વિચારો પૃથ્વીમંડળને દૂષિત કરી નાખશે; પછી તો વર્તનને કોઈ મર્યાદા નહિ રહે.' વિષ્ટિકાર વિદ્યાધરો બોલ્યા. તમારી વાત સાચી છે. તમારા કરતાં મેં આ બાબતનો ખૂબ જ વિચાર કર્યો છે. મારે માથે શિરછત્ર ભગવાન ઋષભદેવની છાયા છે.પણ વિદ્યાધરો ! એક ચક્રવર્તી, જે દુનિયાને એક દોરમાં ગૂંથવા માગતો હોય, એ બીજી રીતે વર્તી ન શકે. ધર્મના નિયમો ને રાજના નિયમો જુદા છે.’ ભરતદેવે કહ્યું. ૧૬૪ * ભરતબાહુબલી Page #180 -------------------------------------------------------------------------- ________________ ‘રાજના નિયમો ને ધર્મના નિયમો વિષે અમારે વિશેષ ચર્ચા કરવી નથી; આપ સ્વયં એ જાણો છો. અમે તો આ પૃથ્વીમંડળનું ચિત્ર આપની પાસે રજૂ કરવા માગીએ છીએ. આ પૃથ્વીની ઇમારત કેમ સર્જાઈ, કેવા પ્રયાસે સર્જાઈ, એ આપને યાદ આપવાનો અમારો આશય છે.’ વિદ્યાધરોએ પોતાની વાતને વિશેષ સચોટ કરવા કહ્યું. ભરતદેવ શાંતિથી બેસી રહ્યા. ધૈર્યના સાગરસમી એમની મુખમુદ્રાની નીચે કોઈ આછા વડવાનળો ઘૂઘવતા હોય એવું લાગતું હતું. વિદ્યાધરો બોલ્યા : હરીભરી આ સૃષ્ટિ, જે મહામહેનતે મંડાણ પામી છે, એની કથા અમે આપને સુણાવીએ છીએ. માણસ અને સર્પ બે સમાન રીતે કોઈ કાળમાં જીવતાં. સર્પ સર્પનો ખોરાક એમ માણસ માણસનું ખાદ્ય અને ખાયક. માણસ લાંબું ન જીવતો. એમાં હવા-પાણી સમ બન્યા. માણસ લાંબું જીવવા લાગ્યો. હવે એને ખોરાકનો તૂટો પડ્યો. એ પશુઓનો શિકારી બન્યો. ‘એમાં ભગવાન ઋષભદેવ આવ્યા. એમણે પશુપાલન શીખવ્યું; દુનિયાને બતાવ્યું કે પશુને મારવા કરતાં એને પાળવામાં વધુ કલ્યાણ છે. ‘માણસ પશુપાલક બન્યો. એણે પ્રથમ ગાય પાળી. પોતાનાં પશુ માટે ચારો તૈયાર કર્યો. એમાંથી ખેડૂત જન્મ્યો. ભગવાને ખેતી શિખવાડી. ‘ખેડૂતે સહુપહેલાં જવ વાવ્યા. અન્ન ઊભરાવા લાગ્યું. ભગવાને એને ઘર બાંધતાં, ખેડ કરતાં શીખવ્યું. ખેડૂતે ખેડની રક્ષા માટે પ્રથમ ગાય ને પછી કૂતરો પાળ્યો. “ખેડૂતને ખેતીમાં માણસની જરૂર પડી. એ વહાલસોયો બન્યો, કુટુંબી બન્યો. એ પ્રેમમૂર્તિ બન્યો. પ્રકૃતિ પણ પ્રેમાળ બની. ‘ભગવાને પોતાના જીવન દ્વારા સહુને સમજાયું કે પ્રેમ પર જ જગતનું પુનર્વિધાન છે. એ સૃષ્ટિમાં આજ યુદ્ધ દ્વેષ લાવી રહ્યું છે. પિતાજીની પ્રેમસૃષ્ટિ નાશ પામી રહી છે. કંઈક કરો !’ ભરતદેવ સાંભળી રહ્યા. એ વિચારમગ્ન બન્યા હતા. થોડી વારે જાગતા હોય તેમ બોલ્યા : ‘બાહુબલે નમવું જ જોઈએ – એ અમારો અડગ નિરધાર છે. એ સિવાય બીજો કોઈ માર્ગ હોય તો બતાવો.’ ભરતદેવે કહ્યું. એ ખૂબ જ વિચારમગ્ન હોય તેમ વળી બોલ્યા : ‘એટલી મારા તરફથી ખાતરી આપું છું કે આ યુદ્ધ પહેલું અને છેલ્લું હશે.’ વિદ્યાધરોની વિષ્ટિ * ૧૬૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ ‘આપે તો બધી ચર્ચા કરી હશે. આપ જેને માત્ર આધીનતા—સ્વીકારનું યુદ્ધ કહો છો, એ અત્યારે સ્વાર્થસાધનાનું યુદ્ધ બન્યું છે. આપ જાણો છો, કે રાજા જો સેવકને કોઈ વૃક્ષનાં બે ફળ તોડવાનો હુકમ કરે, તો સેવકો આખું વૃક્ષ તોડી પાડે છે.’ વિદ્યાધરોએ કહ્યું. ભરતદેવ આ વખતે વ્યગ્ર થઈ ઊઠ્યા. રાત્રિનું દૃશ્ય એમની આંખ સામે આવી ઊભું રહ્યું. થોડી વારે એ બોલ્યા : વિદ્યાધરો ! યુદ્ધનો મારો ઉત્સાહ માત્ર હું જ જાણું છું, પણ રાજા સહુથી વધુ પરતંત્ર છે. હું યુદ્ધમાં નથી માનતો. માણસનાં અંતર અત્યારે સ્વાર્થ ને વાસનાથી લડી રહ્યાં છે, ત્યાં હું આ નવી હૈયાહોળી કેમ જગાવું ? હું સંસારમાં વરુનું અને ઘેટાનું રાજ્ય ઇચ્છતો નથી. વધુ એક રીતે પાપ કરે છે; ઘેટાં બીજી રીતે પાપને જન્માવે છે. એક વિચાર મારા મનમાં ઊગે છે ઃ લડાઈ અમારા બે વચ્ચેની છે; અમે બે જ લડીએ.’ ચક્રવર્તીદેવે સાવ નવી વાત મૂકી. વિષ્ટિકારો ક્ષણવાર વિચારમાં પડી ગયા; થોડી વારે બોલ્યા : ‘આપ બે જ લડો, એમ ને ?’ હા. અમે બે લડીએ, જે પરાશ્તિ થાય, એ હાર્યો ગણાય. જે જીતે એ મોટો, એ ચક્રવર્તી !’ ‘આપ અમારી મશ્કરી તો કરતા નથી ને ?” વિષ્ટિકારો બોલ્યા. ‘હું મશ્કરી કરતો નથી. રાતથી મારા મનમાં વિચારોનું વાવાઝોડું જાગ્યું છે. તમે એને માર્ગ આપ્યો. જાઓ, બાહુબલને મળો ને સંમતિ લાવો. હું તૈયાર છું !’ ધન્ય ! ધન્ય ! ભગવાન ઋષભદેવના પુત્રનું મહત્ પદ આપે શોભાવ્યું. આ તો આપે આપના પોતાના પગ પર કુહાડો ઉઠાવ્યો છે, દેવ !’ ‘જ્યાં સુધી પગ પર કુહાડો ન પડે, ત્યાં સુધી ૫૨ની વેદના ન સમજાય. જાઓ અને સારા સમાચાર લાવો !’ વિષ્ટિકારો એક નવી માંગણી લઈને તક્ષશિલા તરફ ચાલ્યા. ભરતદેવ ઊઠીને મંત્રણાગૃહની બહાર નીકળ્યા. ન સેના લડશે, ન હાથી લડશે; ફક્ત ભરત અને બાહુબલ વચ્ચે યુદ્ધ થશે નવી નવાઈની વાત ! લાખ લાખની સેના નહિ લડે; લાખની સેનાનો એક સેનાપતિ લડશે ! આજ સુધી આવી વાત કોઈએ કહી નથી, કોઈએ દીઠી નથી ! ૧૬૬ * ભરત–બાહુબલી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લડે ભરત ને બાહુબલ અયોધ્યાના નીલાંબર અવકાશમાં ચઢીને સુંદરીઓ યુદ્ધસ્થલી તરફ નીરખી રહી હતી. યુદ્ધના આરંભનો સમય થઈ ગયો હતો. પળેપળ તેઓ ગણી રહી હતી. છતાં આકાશમાં યુદ્ધનો આરંભ થવાનાં કોઈ ચિહ્નો દેખાતાં નહોતાં. ન બીકણ પંખીઓની નાસભાગ જોવાતી હતી, ન માંસ-લોભી પંખીઓનું સમૂહમાં એકત્ર થવું દેખાતું હતું. દૂર દૂરથી હવા હાયકારા લઈને આવતી નહોતી, ને આકાશ પણ લાલ રંગે રંગાયું નહોતું. અયોધ્યાની સ્ત્રીઓએ એકત્ર થઈ, તેઓએ પાંચેક હિંમતવાન સ્રીઓને સશસ્ત્ર કરી, અને અશ્વ પર ચઢાવી રણમેદાન પર મોકલી. સાથેસાથે સૂચના આપી કે, મેદાનની આસપાસ ફરીને વર્તમાન લઈ આવતા અયોધ્યાના પુરુષોની નજરે ન પડવું, નહિ તો તેમનો ઉશ્કેરાયેલો સૌંદર્ય-જુસ્સો તમને પાછી ફરવા દેશે નહિ ! આ સ્ત્રી સવારોએ પોતાનું કામ બહુ સારી રીતે બજાવવા માંડ્યું. તેઓએ ગંગા નદીની આજુબાજુ ફરીને સમાચારો એકત્ર કરવા માંડ્યા. ત્રીજા દિવસનું પ્રભાત પણ થયું. ચક્રવર્તીએ શુદ્ધિવ્રત પણ સંપૂર્ણ કર્યું. ત્યાં વિષ્ટિકારોની નૌકા ગંગામાં તરતી દેખાઈ. એ નૌકામાંથી ઊતરેલા બે વિષ્ટિકારો ચક્રવર્તીના શિબિરમાં પ્રવેશ કરતાં નજરે પડ્યા. થોડી વારે તેઓ Page #183 -------------------------------------------------------------------------- ________________ બહાર નીકળ્યા અને વળી તેમની નોકા બીજી વાર તક્ષશિલા તરફ જતી જોવાઈ. તેઓએ દોડીને અયોધ્યામાં સમાચાર આપ્યા કે વિષ્ટિકારો બંને બાજુ દોડાદોડી કરે છે. તરત અયોધ્યાની સ્ત્રીઓ સાવધ થઈ. અરે ! આ પુરુષો ક્યાંક કોઈની ચતુરાઈમાં ફસાઈ ન જાય ! કામદેવની કળા તો અમે જ સમજીએ. શાંત જળની ઊંડાઈ માપી ન શકાય. સ્ત્રીઓએ પોતાના સુંદર વક્ષસ્થળો જેનાથી ઢાંક્યાં હતાં, એ કમળપત્ર પર પોતાના રક્ત કુંકુમથી સંદેશા મોકલ્યા : રે રણશૂરાઓ ! પાછા ન ફરશો. જીતશો તો મીઠી મીઠી પૃથ્વી ભોગવશો. રણમાં મરશો તો સ્વર્ગની અપ્સરાઓ મળશે. બેય વાતે રણમાં લડનારને લાભ છે.” કમળપત્રના આ સંદેશા બધે પહોંચ્યા. પણ લડાઈનો રંગ તો દિનપ્રતિદિન ફિક્કો પડતો ચાલ્યો. ચક્રવર્તી ભરતદેવે ન ધનુષ્યનો ટંકાર કર્યો, ન રણભેરી ગજાવી. રંગ જ બધા વિરંગ બન્યા. ચપટી વગાડી એ એટલી વારમાં યુદ્ધ આવતું લાગ્યું ને એટલી જ વારમાં યુદ્ધ સમેટાઈ જવા પણ લાગ્યું ! અયોધ્યાની સેના તો હમચી ખૂંદી રહી હતી. કોઈના મગજમાં તક્ષશિલાનું સોનું-રૂપું, તો કોઈના દિલમાં ત્યાંની તીખી-મીઠી તરુણીઓ રમી રહી હતી. અરે ! કદમ ઉઠાવ્યા તે ઉઠાવ્યા; હવે વળી બાંધછોડ કેવી? - શૂરા સામંતોનું એક પ્રતિનિધિમંડળ ચક્રવર્તીને મળ્યું. તેઓએ વિનંતી કરી, કે સ્વામી ! આપે જે નક્કી કર્યો તે યુદ્ધનો પ્રકાર નથી. રાજનીતિ તો કહે છે : લાખ ભલે મરે, પણ લાખના પાલણહારને ઈજા ન થવી જોઈએ. ચક્રવર્તી બોલ્યા : “વફાદાર પ્રજાજન તરીકે તમારી વાત યોગ્ય છે; તમને શોભા આપે એવી છે. પણ સામે હું મારી વડાઈ ન દાખવે તો મહાન પ્રજાનો અધમ સ્વામી કરું. લાખ મરે એના કરતાં એક મરે, એ શું ખોટું ?” સામતમંડળ બોલ્યું : “અમે હાજર હોઈએ અને આપ લડો, એ ઠીક નથી લાગતું.' એટલે શું તમને તમારા સ્વામીની વીરતામાં અંદેશો છે ?' ‘ના સ્વામી, ના. ભરતદેવને હરાવનાર તો હજી જણનારી જણે ત્યારે.' તો મારા રા સામંતો ! મારા માર્ગે મને જવા દો. આખરે હું ભગવાન ઋષભદેવનો પુત્ર છું.' ચક્રવર્તી બોલ્યા. ૧૬૮ ભરત–બાહુબલી Page #184 -------------------------------------------------------------------------- ________________ સામંતમંડળ આગળ દલીલ કરી શક્યું નહિ. તેઓ શું થાય છે, તે જોતા રહેવાનો નિશ્ચય કરીને પાછા ફર્યા. આ સમાચાર સૈન્ય શિબિરોમાં પથરાયા ત્યારે સહુને આશ્ચર્યના આઘાત લાગ્યા. વિષ્ટિકારો થોડી વારે તક્ષશિલા તરફથી પાછા આવ્યા; વળી પાછા ગયા; એમ ચારેક વાર બન્યું. ન વિષ્ટિકારો વિષ્ટિમાં સફળ થયા હતા : રાજા બાહુબલે પણ જાતયુદ્ધનો પ્રકાર વધાવી લીધો. ન સૈન્ય લડે, ન એનાં શસ્ત્ર લડે—લડે ભરત ને બાહુબલ. આકાશમાં વીજળી ઝગે ને તરત અલોપ થઈ જાય, એટલી ઝડપથી યુદ્ધનું સ્થળ નક્કી થયું. યુદ્ધના પ્રકાર નક્કી થયા. યુદ્ધના નિરીક્ષકો પણ નક્કી થયા. ને યુદ્ધ આરંભાયું. પહેલું દૃષ્ટિયુદ્ધ. એમાં બાહુબલ જીત્યા, ભરતદેવ હાર્યા. પણ વાહ રે, સંસારવિ૨લ બાંધવો ! યુદ્ધ પૂરું થયે નાનો ભાઈ મોટાભાઈના ચરણનો સ્પર્શ કરી પાછો ફરી ગયો. બીજો દિવસ ઊગ્યો ને બીજું યુદ્ધ વાયુદ્ધ શરૂ થયું ! એ જ થનથનાટ, એ જ તનમનાટ ! એ જ ઘટાટોપ ! એ જ ખાધા કે ખાશેનો ફૂંફાડો ! નમતી સંધ્યાએ નિરીક્ષકોએ જાહેર કર્યું કે, બાહુબલ જીત્યા, ભરતદેવ હાર્યા. ભરતદેવ આગળ વધ્યા, નાનાભાઈને અભિવાદન આપ્યા. નાનાભાઈ એ નમન કર્યાં. ત્રીજું યુદ્ધ જલયુદ્ધ ! એય આવ્યું ને ગયું ને ચક્રવર્તી એમાંય હારી ગયા ! આખી અજેય અયોધ્યા આ સમાચારે ખળભળી ઊઠી : રે જગતવિજેતા એક સામાન્ય રાજવી પાસે કેમ હારે ? ન બને ! ન બની શકે ! આનો અર્થ એ કે કાં તો યુદ્ધ બરાબર નથી, અથવા યુદ્ધ ખેલનાર બરાબર ખેલતા નથી. અથવા ચક્રવર્તી નાના ભાઈને લાડ લડાવી રહ્યા છે. રે ! મોટા માણસોના મનતરંગમાં આ તો અજેય અયોધ્યા પર કોઈ દિવસ ન લાગી હોય તેવી કાલિમા લાગી રહી છે. અયોધ્યાની સુંદરીઓ આ વર્તમાન શાંતિથી સાંભળી ન શકી. તેઓએ પોતાના દેહ પર જુદી જુદી જાતનાં વસ્ત્ર અને અલંકાર સજ્યાં. અદ્ભુત લડે ભરત ને બાહુબલ * ૧૬૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ કલાકારીગરીવાળા કેશપાશ ગૂંથ્યા. પછી નાની કામઠીઓ ધારણ કરી અને રણમેદાન તરફ વહી નીકળી. આ કામઠીઓ તે દેખાવ માત્રની હતી, પણ પોતાનાં રૂપાળાં અંગોની કામઠીઓ કરી તેઓ નયનનાં તીર ચલાવવા લાગી, નવા યુદ્ઘપ્રકારના કારણે અયોધ્યાના સૈન્યમાં અસંતોષ પ્રસરેલો હતો જ, એમાં આ રૂપવાદળીઓ જેવી સુંદરીઓએ પાનો ચઢાવ્યો. ચક્રરત્નના અધિનાયક સામંતોના ક્રોધનો પાર નહોતો. તેઓએ સ્પષ્ટ જાહેર કર્યું કે - - ‘કાલે ગદા યુદ્ધ છે. જો ચક્રવર્તી હાથે કરીને હારી જશે, તો અમે ચક્રરત્નનો પ્રયોગ કરીશું. જો માત્ર બે ભાઈઓએ યુદ્ધ ખેલવું હતું, તો આ પ્રકારની સૈન્યની જમાવટ કરવાની કોઈ આવશ્યકતા નહોતી ! આ તો ઋષભશાસનની અધિકારિણી અયોધ્યાના રાજસિંહાસનની આબરૂનો પ્રશ્ન છે. દરિયો ત૨ના૨ ખાબોચિયામાં કદી ડૂબી ન શકે. હવે આજનો દિવસ જોવાનું છે. નહિ તો સંધ્યાકાલે યુદ્ધનો સમસ્ત દોર અમે હાથમાં લઈશું. એકલું ચક્રરત્ન જ આખા તક્ષશિલાના રાજનો નાશ કરવા સમર્થ છે.’ સુંદરીઓને આ શબ્દોથી સંતોષ થયો. તેઓએ આખો દિવસ આખી સેનામાં અંગનાં તીરો વરસાવ્યાં, ને સહુને અભિભૂત કરી લીધા. અને પોતાની વાતનો વિરોધ કરનારની હામ લૂંટી લીધી. યોગ્ય સમયે ગદાયુદ્ધનો આરંભ થયો. અનેક યુદ્ધોમાં વિજય મેળવનાર બાહુબલ મેદાન પર દેખાયા, કે અયોધ્યાની સેનાએ દાંત કચકચાવ્યા ! આજની સંધ્યા એ બાહુબલની જીવનસંધ્યા હતી ! એ હારે કે જીતે......બંને રીતે આજ એને ખતમ થવાનું હતું ! સાંજનું આકાશ એને માટે અફર ભાગ્યલેખ લઈને ઊગવાનું હતું ! ચક્રવર્તી મેદાન પર આવ્યા. એમના હાથમાં પ્રચંડ ગદા હતી. આ ગદાથી એમણે વિંધ્યાચલનાં બિડાયેલાં વજદ્વાર ખોલી નાખ્યાં હતાં. આ ગદાના પ્રહારથી અનેક પહાડોને ખંડિત કરીને સમતલ ધરા બનાવી દીધી હતી. ચક્રવર્તીએ ગદાને હવામાં વીંઝી. હવામાં એક વાવાઝોડું જાગ્યું. બાહુબલે પોતાની ગદાને પણ વેગે ચઢાવી. બે પળમાં તો હવામાં જબ્બર સુસવાટ જાગ્યો. હજારો નેત્રો એ ભયંકર શસ્ત્રો પર મીટ માંડી બેઠાં. ૧૭૦ * ભરત–બાહુબલી Page #186 -------------------------------------------------------------------------- ________________ અસ્તિ કે નાસ્તિ ! હાર કે જીત ! બે પળમાં નક્કી થયાં સમજો ! બેય બંધવા ગદાને લક્ષભાગ પર ઝીંકવા ગોઠણભેર થયા, શું અદ્ભુત એ દૃશ્ય ! એ દૃશ્ય જોવા ગંગાનાં નીર થંભી ગયાં. ગાતાં પંખીઓને ગળે ડૂમો ભરાઈ આવ્યો. હવા ભારે ઉલ્કાપાત મચાવવા લાગી. સંસારમાં રાજ્ય માટે બંધુ-યુદ્ધ આ પહેલું હતું. અને આશ્ચર્ય એ હતું કે રાજને માટીના ઢેફાની જેમ ફેંકી દેનાર ભગવાન ઋષભજના પુત્રો વચ્ચે એ યુદ્ધ ખેલાતું હતું ! હવામાં ભારે ઉલ્કાપાત જાગ્યો. ગંગાનાં નીર બબ્બે વાંસ ઊંચાં ઊઠ્યાં. ગદાઓ સામસામી ઝીંકાઈ ! કાન બહેરા થઈ જાય તેવો ઘોષ ઊઠ્યો. પ્રેક્ષકોની આંખો મીંચાઈ ગઈ. વજ્રથી જાણે વજ ટકરાયાં. પ્રેક્ષકો પોતાની મીંચાયેલી આંખો ઉઘાડીને જુએ છે, તો ચક્રવર્તીની ગદાના કુચ્ચકુચ્ચા ઊડી ગયેલા અને બાહુબલના હાથમાં એમની ચિરાયેલી ગદા હજી ઝઝૂમતી હતી. નિરીક્ષકોએ પોકાર કર્યો : ‘રાજા બાહુબલ જીત્યા, ચક્રવર્તી હાર્યા !’ પણ આ પોકારનો જ પ્રત્યુત્તર હોય તેમ, ફરીથી હવાને હિલોળે ચઢાવતો, ગગનના ગુંબજને ભેદતો અવાજ સંભળાયો : ભાગો ! ભાગો ! સર્વનાશ સમીપ આવી રહ્યો છે ! બધેથી પોકાર ઊઠ્યો : રે ! ચક્રરત્નનો પ્રયોગ થઈ ગયો છે ! બાહુબલ હવે બે પળનો મહેમાન ! હવાને વીંધતું, આંધી ને ઉલ્કાપાત વેરતું ચક્ર રાજા બાહુબલ તરફ ધસી રહ્યું. આજ રાજા બાહુબલનાં બધાંય વર્ષ પૂરાં ! ચાર-ચાર પાંચ-પાંચ દિવસની જીતનો સરવાળો આજ વિનાશમાં - મૃત્યુમાં આવવાનો હતો. લોકો બોલ્યા : ચંદ્રમાથી બીધેલી શિયાળ ક્યાં આશરો પામે ? મોટાની સામે બાકરી બાંધવાનું ફળ આજે એ પામશે. રે બાહુબલ ! ચેતી જા, પણ હવે તો ચેતવાનો પણ કંઈ અર્થ રહ્યો નથી. ઘણું મોડું ! જીવનભરનું મોડું. રે કમનસીબ ! હવામાં તેજના તરંગો લહેરાવતું ચક્ર આગળ ને આગળ ધપી રહ્યું હતું. પણ વાહ રે બાહુબલ ! ધન્ય છે, તને જન્મ આપનાર માતપિતાને ! તેં લડે ભરત ને બાહુબલ * ૧૭૧ . Page #187 -------------------------------------------------------------------------- ________________ પાછા ફરવાને બદલે ઊલટા આગળ વધીને એનું સ્વાગત કરવા ધાર્યું ! તે થોડો આગળ વધીને ચક્રની સામે ઊભો રહ્યો ! ક્ષણવારમાં કટકેકટકા કરી સંહારી નાખનાર ચક્ર હવે સાવ સમીપ જ હતું. પણ બાહુબલ તો નિર્ભીક રીતે ખડા હતા. જેવું નજીક આવ્યું. એવી એની ધૂરા બાહુબલે સ્પર્શી લીધી. ફરી પાછો એવો જ પોકાર પડ્યો : ‘ચક્રરત્ન સગોત્રને હણી શકશે નહિ !' સાગરના કિનારાને સ્પર્શીને જલતરંગ પાછા ફરે એમ ચક્ર પાછું પડ્યું. ચક્ર કાર્ય સિદ્ધ કર્યા વગર પાછું ફર્યું ! સંસારમાં ન બનેલો બનાવ બન્યો ! રે ચક્રવર્તી ! તારા ચક્રની લાંછના થઈ. સંસારમાં હવે તું ચક્રવર્તી શાનો? ભંડો લાગ્યો, ભલા માનવી! સૈન્યોએ પોકાર પાડ્યો. અયોધ્યાની સુંદરીઓએ હતાશા ને નિરાશાના ચિત્કારો કર્યા. ભરતદેવને દિશાઓ ફિટકાર આપવા લાગી. આ સમયે ભરતદેવની આંખોમાં જાણે લાલ હિંગળો પુરાયો. એમના મેરુ જેવા અડોલ દેહમાં કંપ પેઠો. સુંદર કેશવાળી ઊભી થઈ ગઈ. ‘રે કૃતની બાહુબલ ! તેં મોટાભાઈની જ અવહેલના કરી ! એના દરિયાવ દિલને ન પારખ્યું ! ધિક છે તારું જીવન !' ને ભરતરાજે છલંગ દીધી. હનુમાન આકાશમાં ઊડે, એમ ભરતદેવ હવામાં ઊડ્યા, ને જઈને પડ્યા બાહુબલની સમીપમાં. પડતાંની સાથે ભરતદેવે પોતાની મુક્કી ઉગામી અને ભયંકર વેગથી બાહુબલના માથામાં પ્રહાર કર્યો ! ચક્રવર્તીની મુષ્ટિ ! વજ પણ ભેદાઈ જાય, તો હાડચામના બાહુબલની શી તાકાત ? હવામાં ભયંકર પ્રાણપોક ગાજી રહી. મુષ્ટિ બરાબર બાહુબલના માથા પર, ને વજદેહી બાહુબલ પૃથ્વી ભેદીને કમર સુધી ભૂમિમાં ઊતરી ગયા. રે ! કાયાનો તો છૂંદો થઈ ગયો ! પણ પૃથ્વીમાતાએ પૃથ્વીનાથના પુત્રને બચાવી લીધો. એણે જો પોતાના દેહમાં માર્ગ ન આપ્યો હોત તો બાહુબલનો આજ વિનાશ જ હતો. ૧૭૨ ભરત–બાહુબલી Page #188 -------------------------------------------------------------------------- ________________ પણ આ પૃથ્વીને હજી કરુણ દશ્ય જોવાં લખ્યાં હશે. ભરતદેવની મુષ્ટિના પ્રહારની પૂરી કળ વળે ન વળે, એ પહેલાં તો બાહુબલ ભૂતાવેશવાળા માણસની જેમ ધૂણી ઊઠ્યા. એમણે થોડાંક ડગ પાછાં ભર્યા, પાછા ફરીને આગળ દોટ દીધી; છલાંગ મારીને ભરતદેવની સમીપમાં જઈ ઊભા. એમણે ભયંકર વેગથી મુક્કી ઉગામી, જેટલી ઊંચી ઉગામી શકાય તેટલી ઊંચી ઉગામી. અને તેટલા જ વેગથી નીચે ઉતારી. એક પળ, અડધી પળ. એક વિપળ, અડધી વિપળ. ને સંસારના ઇતિહાસનું પાનું હજારો શૂરાઓના રક્તથી ધોઈએ તોય સ્વચ્છ ન થાય, એવું કલંકિત બની જાત ! સંસારનાં સમસ્ત સ્ત્રી-પુરુષોનાં આંસુ ને વેદના જેને રજ પણ ઓછી ન કરી શકે, એવી વેદનાથી ભૂમંડળ ભરાઈ જાત ! પણ ખરી પળે બુઝાયેલો વિવેકનો દીપ ઝગમગી ઊઠ્યો. બળવાન બાહુબલના અંતરમાં એક વંટોળ જાગ્યો; એક પ્રેરણા પ્રગટી; એના અંતરાત્માએ પોકાર કર્યો : ક્રોધ નિર્બળતાની નિશાની છે. ‘રે ! હું ભાઈને ક્રોધથી સંહારું છું ! ‘દુર્બળ માણસ ક્રોધને વશ થાય. સાચો સબળ માણસ ક્રોધને જીતે. ‘ભાઈ ભરત રાજમોહથી નિર્બળ બન્યો! એણે નિર્બળ બનીને મુક્કીનો પ્રહાર કર્યો. એ નિર્બળને હવે હું મારા આચરણ દ્વારા સબળ બનાવવા ચાલ્યો છું ? એ હારેલાને હું સામે ચાલીને જીત આપી દઉં છું? ના ના ! એમ ન બને !” બાહુબલે ઉપાડેલી મુક્કી અડધે આવીને થંભી ગઈ. આકાશમાં જાણે ત્રિશંકુ તોળાઈ રહ્યો. અને વિવેકનો દીપ સહસ્ત્ર શિખાએ ઝગમગી ઊઠ્યો. એનું અંતર જાણે આક્રંદ કરી રહ્યું : ‘ધિક બાહુબલ તને ! તેં પિતાને જાણ્યા નહિ ! તેં માતાને જાણી નહિ ! ‘તેં ભાઈ ને પિછાણ્યો નહિ!ને શુદ્ર મોટાઈએ, ક્ષુદ્ર માટીના સીમાડાઓએ, તને તણખલાથી પણ હીન બનાવ્યો ! લડે ભરત ને બાહુબલ ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ જે રાજ માનવતા ભુલાવે, એ રાજથી શું ? જે સિંહાસન કેફ કરાવે એ સિંહાસનથી શું ? “રે! અમે બે ભાઈઓએ અમારા મમત્વમાં દુનિયાને કેવી દુઃખી, ત્રસ્ત ને હીન કરી નાખી! આખું ભૂમંડળ કેટલું ત્રસ્ત કરી નાખ્યું ! અમારાં વાવેલાં આ ઝેરી બીજ અંકુર થઈને ફૂટશે ! એનાં વૃક્ષ થશે ! એનાં ફળ ઊતરશે ! એ ફળ જે ચાખશે, એ અમારી જેમ ભૂમંડળને ફરી સ્વાર્થથી, અભિમાનથી દૂષિત કરશે !” બાહુબલની નજર, જે ભરતદેવના મસ્તક પર મંડાણી હતી, એ પોતાની અડધે અટકેલી મુકી પર મંડાઈ ગઈ. જાણે વીજળી આભમાંથી પડતી અડધે થંભી ગઈ. ૧૭૪ ભરત–બાહુબલી Page #190 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ પૂરું થયું આકાશમાં તોળાઈ રહેલી વીજળી પૃથ્વીના પડને હમણાં ચૂર ચૂર કરી નાખશે, એવો મહાભય બધે વ્યાપી રહ્યો. એ પડી, હમણાં પડશે, હમણાં ધરા ધ્રુજી ઊઠશે, હમણાં ભૂકંપ જાગશે, એવો હાહાકાર બધે વ્યાપી રહ્યો. ૨૫ આ સર્વનાશ આવ્યો, ઓ સત્યાનાશ જાગ્યો, એમ બધે ભાસ થવા લાગ્યો. જાણે પર્વતો ડોલવા લાગ્યા, પાણી ઊછળવા લાગ્યાં, પશુઓએ ચારો નાખી દીધો, પંખીઓએ ચણ મૂકી દીધી. વાયુ વહેતો થંભી ગયો. આકાશ જાણે થરથર કાંપી રહ્યું. રાજા બાહુબલની મુક્કી વજ્રગદા જેવી ભરતદેવના મસ્તક પર તોળાઈ રહી હતી. બાહુબલનો વજદંડ જેવો બાહુ પૃથ્વીની પાંખો કાપનાર ઇંદ્રના વજદંડ કરતાં કઠોર ભાસતો હતો. રે ! આ પડી વજ્રમુષ્ટિ ! રે ! આ થયો પ્રહાર ! ને પળમાં ભરતદેવના ચૂરેચૂરા સમજો ! રાજા બાહુબલે મુખમુદ્રાને ભયંકર કરી, તપાવેલું લાલ લોઢું પણ એ તેજ પાસે ઝાંખું લાગ્યું ! મક્કમતામાં એણે ઓષ્ઠ ભીડ્યા, ભવાં સંકોચ્યાં ! કાળી કાળી પાંપણો સીધી બની ગઈ. બસ, માર્યા કે મા૨શે ! પડી કે પડશે ! Page #191 -------------------------------------------------------------------------- ________________ દિશાઓને બહેરી બનાવતો એક નાદ ઊઠ્યો : રે પૃથ્વીના પ્રથમ ચક્રવર્તી ભરતદેવનાં સોએ સો વર્ષ આજ પૂરાં સમજો ! પખંડ સનાથ પૃથ્વી હવે ઘડી બે ઘડીમાં અનાથ બની જશે. અયોધ્યા આજ રંડાઈ જશે ! હે આકાશવાસી દેવો ! તમે ઊભા ઊભા શું જુઓ છો ? થંભાવો આ સર્વનાશને, રોકી દો જગત પરના આ ઘોર અંધકારને ! ક્યાં છે પેલા વિષ્ટિકાર દેવો ! આવો, જલદી આવો ! આ પ્રકારની લડાઈની યોજનાના મૂળમાં તો તમે જ છો. અરે ! લાખલાખની સેના અને તેનો વાંધો નથી, પણ જગતનો આ મહાન માનવી આજે મોતની સમીપ છે. ઓહ ! દૃશ્ય જોયું જોવાતું નથી ! આ નીચે ઊતરી વજમુષ્ટિ ! પળવારમાં પૃથ્વી પર ઘોર અંધકાર વ્યાપ્ત થઈ જશે ! વિષ્ટિકાર દેવો! વિલંબ ન કરો. ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, પળનો પણ વિલંબ પોસાય તેમ નથી ! લોકોના આ પોકારો છતાં, આ બધો વિગ્રહ શમાવવા કોઈ આગળ આવતું નથી. સૂરજને ઓળખાવવા દીવો ક્યાંથી આણવો? આખરે લોકોએ પોકાર પાડ્યો – આ પૃથ્વીના આદિ રાજવી ભગવાન વૃષભધ્વજને : આવો, ઓ પ્રેમાવતાર ! કરુણાના સાગર ! સંસાર પર તમે જ પહેલી રાજસંસ્થા સ્થાપી, રાજનું સર્જન કર્યું. રાજાનું નિર્માણ કર્યું.' ‘એ વિશ્વવત્સલની આયોજનામાંથી જ આજે આ આગ ફાટી નીકળી. ન રાજસંસ્થા સ્થપાણી હોત, ન આ હેયાહોળી સળગી હોત ! અલબત્ત, આપે રાજની કલ્પના કરી, તો ભરતદેવે મહારાજ્યની સ્થાપના કરી ! આપે રાજાની પ્રતિમા ઘડી, તો ભરતદેવે ચક્રવર્તી રાજા જન્માવ્યો. પણ માર્ગ તો આપનો ચીંધેલો જ છે. માટે ઓ મહાપ્રભુ ! ઉદારતાની એક ધારા, નિઃસ્વાર્થતાનો એક નાદ આપના આ બંને પુત્રોનાં દિલમાં પ્રગટાવો, ને પૃથ્વીને નાશ પામતી બચાવો. ભરત-બાહુબલીનું ને બંધુહત્યાનું કલંક પૃથ્વી પર પ્રગટતું રોકો ! વ્યર્થ હતો આ આલાપ-વિલાપ ! ભગવાન વૃષભધ્વજ કંઈ સમીપમાં નહોતા. વળી રાજ છોડ્યા પછી એ તો રાજની તથા કે કથા કદી ન કરતા. ઓ પડી વીજળી ! ઓ ચિરાઈ પૃથ્વી ! ૧૭૬ ભરત–બાહુબલી Page #192 -------------------------------------------------------------------------- ________________ બચાવો ! બચાવો! ભયંકર ગર્જના, ભયંકર કડેડાટો ચારેતરફ પ્રસરી રહ્યા. વજમુષ્ટિ ઉગામી રહેલા બાહુબલે દાંત કચકચાવ્યા ! લીલા લાકડા પર કરવતી ચાલે એવા અવાજ જાગ્યા. એક પળનો આ ખેલ હતો. એક પળમાં દુનિયા બગડવાની હતી; એક પળમાં બનવાની હતી. પણ ભલા ભરતદેવને તો નિહાળીએ ! આ વખતે એ શું કરતા હતા ? કેમ ઊભા હતા ? એમના મોં પર કેવા ભાવ હતા ? ભાવની શી વાત કરવી? ભરતદેવ પ્રસન્ન મધુર ચહેરે બરાબર વજમુષ્ટિની નીચે મસ્તક રાખીને ઊભા હતા. મુખ પર મૃત્યુની મહેમાની માણવા જવાનો આનંદ હતો. રૂંવાડામાં પણ કંપારી નહોતી, ભય નહોતો, પહાડની જેમ અડોલ એ ઊભા હતા. મરકતા મુખે ચક્રવર્તી ધીરુ ધીરુ ગુંજતા હતા : જય હો ભગવાન વૃષભધ્વજનો ! બાહુબલ ! મને ક્રોધ આવ્યો. યુદ્ધમાં જેને ક્રોધ વ્યાપે તે હાર્યો, એમ પિતાજી કહેતા. ધર્મયુદ્ધમાં તો ક્રોધ અને દોષને નિવારવાના હોય. શરત આપણા બેના વંદયુદ્ધની હતી, ને તારા પર ચક્ર છૂટું મુકાયું; એ ભારતની પ્રજાની હાર. અને ભરતપ્રજાની હાર એટલે તારી જીત !. વાહ રે બંધવા બાહુબલ ! “મારા સામંતોએ ચક્ર છૂટું મૂક્યાની ભૂલ કરી, એનાથી સવાઈ ભૂલ મેં તને મુષ્ટિપ્રહાર કરીને કરી ! તું સાચો વિજેતા ઠર્યો. હવે તારો અધિકાર છે કે, જિતાયેલા એવા મારો નાશ કરે ! મારા જેવા આતતાયીને પૃથ્વીના પાટલેથી દૂર કરે ! આહ ! જીવનથી મોત કેટલું મીઠું ! હે ભરત ! રાજા થઈને તારે તારા મન વિરુદ્ધ ઘણું કરવું પડતું હતું. આજ તું છૂટ્યો! આજ તું મુક્ત ! ઓહ બંધવ! સંસાર જીતીને આવ્યો ત્યારથી શાંતિની, આનંદની, મનમોજની પળ જોઈ નહતી ! હાશ, આ તારી વજમુષ્ટિમાં મારી શાંતિનો સાગર લહેરાઈ રહ્યો છે. બાહુબલ ! ભાઈ ! તારું કલ્યાણ હો ! ભગવાન વૃષભધ્વજનો જય હો ! જય હો વૃષભધ્વજનો ! જય હો વૃષભધ્વજનો ! યુદ્ધ પૂરું થયું ૧૭૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવના મુખમાંથી ગુંજેલો શબ્દ બાહુબલના મસ્તકને સ્પર્શી રહ્યો. કોઈક શબ્દોમાં સંજીવની વસતી હોય છે, કોઈકમાં આગ ! બાહુબલના ઉશ્કેરાયેલા મગજ પર, થીજી ગયેલી વિવેકશક્તિ પર, આ શબ્દો સંજીવનીની જેમ પડ્યા : ભગવાન વૃષભધ્વજ ! ‘તારું કલ્યાણ હો, બાહુબલ ! ભાઈ ! તારું કલ્યાણ હો!” દર આવતાં ફણીધર ફણા સંકેલી લે, એમ વિવેક આવતાં શુભ્ર વિચારનો સ્રોત ગ્યો : અરે ! કોણ પિતાનો હું પુત્ર ! ‘ક્યું મારું કુળ ! કોણ મારા પિતામહ-માતામહ ! ‘રે બાહુબલ ! તું વિવેક ભૂલ્યો ! ઉદારતા ભૂલ્યો ! જન્મજાત સંસ્કારિતા ભૂલ્યો ! શા માટે ભૂલ્યો ? એક નાની-નાની વાત માટે! જે જન્મથી લઘુ તરીકેનો ખિતાબ લઈને જન્મ્યો હતો, એવા મેં ખરેખર ! પોતાની લઘુતા બતાવી લઘુપદ સાચું ઠરાવ્યું ! ધિક્કાર હજો મને ! હવે તો મોટા થવાનો તારો કયો અધિકાર રહ્યો? ભરતને સંહારીશ તોય લઘુનો લઘુ રહેવાનો ! ‘ને મૂરખ ! ભાઈને મારીને, બંધુહત્યા કરીને મેળવેલું રાજ તને હૃદયશૂળની જેમ નહિ સાલે ? તક્ષશિલા જેવી પુણ્યભૂમિમાં પાપની વેલ તું નહિ ઉગાડે ? જે પિતાએ તૃણની જેમ રાજ્ય કર્યું, જે પિતાએ રજની જેમ સુવર્ણરજત તજ્યાં, એનો જ પુત્ર એક માત્ર નાના-મોટાપણાના હુપદમાં આ સર્વનાશ સરજે ? પાછી ખેંચી લે તારી વજમુષ્ટિ ! શાંત કરી લે તારી વક્રદૃષ્ટિ ! જે હાથથી બંધુને ભેટવાનું હોય, એ હાથનો આ ઉપયોગ ? પિતાજી કહેતા હતા કે, પૃથ્વીનું મંડાણ પ્રેમ, અર્પણ ને ઉદારતા પર છે. એ બધાંય એક સામટાં તેં તજ્યાં ? બાહુબલ ! આ દુષ્ટ બુદ્ધિ આપનાર તારા મસ્તકને ફોડી નાખ, તોડી નાખ !” ૧૭૮ ભરત–બાહુબલી Page #194 -------------------------------------------------------------------------- ________________ ને એ વજમુષ્ટિ નીચે ઊતરતી અધવચ્ચે અટકી ગઈ અને સૌએ જોયું એ વજમુષ્ટિ સહેજ ઉપર ઊઠી. સૌ સ્તબ્ધ બની ગયા. ભરતદેવ તાકી રહ્યા ! ને કોઈને સમજાય એ પહેલા આંખની પલકમાં, એ વજમુષ્ટિ બાહુબલે પોતાના મસ્તક પર પછાડી. અરેરે ! કામદેવના અવતાર ! આવું તે હોય? આ તારી મેઘશ્યામ કેશાવલિએ તો પૃથ્વીની કંઈક સુંદરીઓને મુગ્ધ કરી છે, કંઈક કામિનીઓને કામણ કર્યા છે ! તારું કેશગુંફન જોઈએ તો એ પોતે ગુંફનકળા શીખે છે. આ શું? માથા પર એક મુષ્ટિનો પ્રહાર ! બીજી મુષ્ટિનો પ્રહાર ! ત્રીજી મુષ્ટિનો પ્રહાર ! સુંદર કેશનું એક અણુ પણ શેષ ન રહ્યું. જોતજોતામાં માથું સાવ બોડકું થઈ ગયું ! સ્ત્રીઓ આ કરૂણ દૃશ્ય જોઈ ન શકી. કેટલીક સ્ત્રીઓએ બે હાથે આંખો ઢાંકી દીધી. કેટલીક મોટેથી રડી પડી. ચોથી મુષ્ટિ ! પાંચમી મુષ્ટિ ! અને મુખ પરના દાઢી-મૂછના વાળ સાવ ચાલ્યા ગયા ! રે કામદેવ ! આ શું કર્યું ? રાજ છોડ્યું હોત તો અમને આટલો આંચકો ન લાગત. અમારો બાલમ સાધુ થઈ ગયો હોત તો અમને આટલું દુઃખ ન થાત ! પણ આ મુખ! આ વિરૂપતા ! અમારાથી જોઈ શકાતી નથી! અરે ! એ જોવા કરતાં અમે અંધ બનવું વધુ પસંદ કરીએ છીએ. અમે નાસી જવું વધુ પસંદ કરીએ છીએ. રૂપને અરૂપ બનતું જોવું એના કરતાં અમે ખુદ વિરૂપ બનવા તૈયાર છીએ. જે રૂપમાધુરી પર અમારું અભિમાન હતું, એ જતું અમે જોઈ શકતા નથી અરે ! પણ આ શું? ગાજતા મેઘ વરસી પડ્યા. સીધા મોટાભાઈના ચરણમાં બાહુબલ ! ન માની શકાય તેવો બનાવ ! ગદ્ગદ કંઠે બાહુબલ બોલતા સંભળાયા : મોટાભાઈ ! તમારી ચરણરજ દઈ મને માફ કરો ! મેં અવિનય કર્યો. સંસાર પર એક ખોટો પાઠ મૂક્યો.” ભરતદેવે પગમાં ઝૂકતા ભાઈને આખો ને આખો હાથમાં તોળી લીધો. અરે, યુદ્ધમાં બાહુબલના બલ પાસે પોતાની હાર સ્વીકારવાની ના પાડનાર યુદ્ધ પૂરું થયું ૧૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવમાં આ સ્નેહ-સામર્થ્ય ક્યાંથી આવ્યું ? કે પછી દુનિયાને દેખાડવાની આ બધી વચના? બાહુબલ! બંધવ !” ભરતદેવ આગળ ન બોલી શક્યા. એમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો. ‘ભાઈ, મને માફ કરો, મારી અધીનતા સ્વીકારો !” બાહુબલ બોલ્યા. હું તો તારે આધીન જ છું, બાહુબલ ! કોની આધીનતા સ્વીકારવાની અને શી વાત ?' એમ મને નાનો સમજીને સમજાવી દેશો મા ! એક વાર તમારે મુખે એમ કહો કે મેં તારી માગણી સ્વીકારી.” બાહુબલના મોંમાં એક જ રટણ હતું. એ આગળ બોલ્યા : “ધન્ય છે તમારી મહાનુભાવતાને ! તમે તમારું મોટાભાઈ તરીકેનું પદ સાર્થક કર્યું, સેન્યયુદ્ધને બદલે જાતે લડવાનું પસંદ કર્યું. લડતી વખતે પણ નાનાભાઈને મોટાભાઈ રમાડે એમ જ તમે લડ્યા.” બાહુબલ ધ્રુસકે ધ્રુસકે રડી - પડ્યા. ભરતદેવ બોલ્યા : “ભાઈ ! ધિક છે મારી મહાનુભાવતાને ! તું નાનો ભાઈ હતો. કદાચ તું બે વેણ આડાંઅવળાં બોલ્યો હોય તો મારે દુઃખ લગાડવાનું ન હોય ! રે ! સારું થયું કે મારું ચક્રરત્ન પાછું ફરી ગયું, નહિ તો કેવો ગજબ થઈ જાત ! મારી દુષ્ટતાની તો કોઈ સીમા છે? મેં ચક્રરત્નને નિષ્ફળ જતું જોઈ, તને મારવા મુષ્ટિ ઉગામી, તું તો લઘુ બંધુ છે, પણ હું તો લઘુ જીવ નીકળ્યો. તું માગે તે આપવા તૈયાર છું.' અયોધ્યા માર્ગે તો?' બાહુબલ બોલ્યા. ‘હાજર છે; ભરતદેવ બોલ્યા. એમના કંઠમાં આદ્રતા હતી. ‘હું સિંહાસન માગું તો?.....' “તૈયાર છે. હું જાતે અભિષેક કરીશ.' “હું આજ્ઞા ચલાવવા ચાહું તો?.... આખી સેના તૈયાર છે.' ભરતદેવ બોલ્યા. “અને આપ ?” બાહુબલે પૂછ્યું. “હું તો તારાથી જિતાયેલો જ છું. તું રાજા, હું સેવક છું! તું આજ્ઞા આપે એ મારે પાળવાની!” મારી આજ્ઞા અન્યથા ન થવી જોઈએ, રાજન ” બાહુબલ પાકું કરી રહ્યા. ૧૮૦ ભરત–બાહુબલી Page #196 -------------------------------------------------------------------------- ________________ ભગવાન વૃષભધ્વજની આણ ! અરે, લાવો રાજહસ્તી ! વગાડો આનંદનાં દુંદુભિ....અયોધ્યાને આજે સાચો સ્વામી સાંપડ્યો.’ ભરતદેવે કહ્યું. પણ આ વાતે સેનામાં જરા કચવાટ ઊભો કર્યો. સહુને લાગ્યું કે ભરતદેવ રાજા તરીકે થોડા કાચા છે. આવું ઢીલાપણું તે હોય ? સિંહાસન તે કંઈ રમકડું છે, ને રાજ તે કંઈ એવી તુચ્છ ચીજ છે, કે કોઈનું મન રાજી કરવા સુખેથી આપી દેવાય ? પણ પળ એવી હતી કે કોઈથી કાંઈ બોલી શકાય તેમ નહોતું. મને કે કમને સહુ વશ થયા. એક પ્રચંડ ગજરાજને યુદ્ધભૂમિ પર લાવવામાં આવ્યો. ત્યાં તો બાહુબલે નાના બાળકની જેમ કહ્યું : ભરતદેવનો હું નાનો ભાઈ છું. મને બે હાથે ઊંચકીને ખોળામાં લઈ ને મોટાભાઈ હાથી પર બેસે. અને એ રીતે દરબારમાં લઈ જાય, ને સિંહાસન પર બેસાડે.’ ભરતદેવ ઉમળકાથી આગળ આવ્યા ને બોલ્યા : ‘વાહ વાહ ! આનાથી રૂડું શું ?’ એમણે બાહુબલને બાહુમાં ઊંચકી લીધો; લઈને હાથીને હોદ્દે ચઢ્યા ! યુદ્ધ કરવા આવેલી સેના આ વરઘોડાનું સાજન-માજન બની ગઈ. યુદ્ધપ્રેરક વાજિંત્રો મહોત્સવના વાજિંત્રો બનીને મીઠાં મીઠાં વાગવા લાગ્યાં ! સૂર્ય અને સોમ જાણે પૃથ્વી પર આવ્યા ! ગજે ચઢીને બંને બાંધવ અયોધ્યામાં આવ્યા ! અયોધ્યાની પ્રજામાં આ વખતે ખુલ્લા બે ભાગ પડી ગયા : એકે ભરતદેવને વધાવ્યા, એકે બાહુબલને ! કેટલાક સામંતોએ ખુલ્લંખુલ્લા કહ્યું : ‘રાજ્ય એ કાંઈ માટીનું રમકડું નથી, કે જેને તેને ભેટમાં આપી શકાય. આવી બાલચેષ્ટા અમને સર્વથા નાપસંદ છે !’ યુદ્ધ પૂરું થયું * ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અંતરવેદના આંખમાં વેરનું વજ લઈને, મસ્તિષ્કમાં ઝેરનું ભાથું ભરીને, હૃદયમાં કુટિલતાની કટાર સાચવીને વડવાનળ જેવાં રાણી સુભદ્રા અયોધ્યાના રાજદરબારમાં પ્રવેશ્યાં. પણ અહીં તો એમને નવો જ અનુભવ થયો ! શાંતિના સમીરમાં લહેરાતા, પ્રેમના સાગરમાં નહાતા બંને બંધુ સિંહાસન ૫૨ જોડાજોડ બેઠા છે. એક સૂરજનો અવતા૨ે ! એક સોમનો અવતાર ! બંનેનાં મુખડાં મરક મરક થઈ રહ્યાં છે. મહારાણીને આવતાં જોઈ રાજા બાહુબલ વિનયથી ઊભા થઈ રહ્યા, ને અભિવાદન કર્યાં. રાણીએ એ અભિવાદન ન ઝીલ્યાં, જરા તુચ્છકારની નજરે તેમને નિહાળી લીધા. સૂરજ જેમ અંધકારને ગળી જાય, એમ આ અપમાનને ગળી જઈને રાજા બાહુબલે થોડા ખસીને સિંહાસન પર જગ્યા કરી. રાણી રોફમાં સિંહાસન પર બેસી ગયાં. બાહુબલ આગળ હાથ જોડીને ઊભા રહ્યા, પણ ભરતદેવે જરા ખસીને જગ્યા કરી, ને બાહુબલને હાથ પકડી બેસાડી દીધા. અપૂર્વ દશ્ય રચાયું હતું. Page #198 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે રાણી અને બંને બાજુ બે ભાઈ! વચ્ચે ધૂંધવાતો અગ્નિ ને બે બાજુ જાણે ઘૂઘવતા જળસાગર ! સહુ જોઈ રહ્યા કે અગ્નિ જળને પી જશે, કે જળ અગ્નિને ? રાણી વચ્ચે બેઠાં. પણ રાજા બાહુબલથી છેટાં છેટાં રહેતાં હતાં. પટકુળનો પાલવ કે દેહનું એકાદ અંગ પણ સ્પર્શ ન પામી જાય, તેની એ ખેવના રાખતાં , હતાં. એમનું વક્ષસ્થળ ખૂબ ઊછળતું હતું. ને વ્યાઘ્રચર્મની કંચુકી તૂટું તૂટું થતી હતી. રાણી આજે રાણી રહ્યાં નહોતાં, પણ પોતાનો પતિ જાણે શોક્ય લઈ આવ્યો હોય, એવી લાગણી અનુભવતાં હતાં. બાહુબલ એમની આંખનો પાટો બન્યો હતો. ભરતદેવ બે ક્ષણ બધું નિહાળી રહ્યા, પછી પોતે ઊભા થયા. અને એમ કરતાં એક ધીરો ધક્કો પટરાણીને લગાડ્યો. રાણી અથડાયાં રાજા બાહુબલના દેહ સાથે. જાણે પોતાની દેહને અંગારો ચંપાયો હોય તેમ તેઓ ઝણઝણી ઊડ્યાં. રાજા બાહુબલે મીઠું હાસ્ય કર્યું. ભરતદેવે ઊભા થઈને પ્રજા સમક્ષ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. “પ્રજાજનો ! યુદ્ધનાં અંધારાં આથમી ગયાં છે, ને શાંતિનો સૂર્ય ઊગ્યો છે. આ સમાચાર તમને સહુને આસાયેશ આપશે જ. | ‘આ યુદ્ધ કેમ થયું ? ને આખરે કેવી રીતે કોની જીત થઈ તે મારે સ્પષ્ટ રીતે તમને જણાવી દેવું જોઈએ. યુદ્ધ તો એક એવો વાવંટોળ છે, કે એમાં તણખલું કે તલવાર કંઈ સમજાતું નથી. યુદ્ધનું મૂલ્યાંકન યુદ્ધ પૂર્ણ થયા પછી જ થઈ શકે.” ભરતદેવે પોતાનું વક્તવ્ય થોભાવ્યું, સભા તરફ જોયું ને પછી એ આગળ બોલ્યા : ‘તમને હું જરા પૂર્વ ઇતિહાસ આપીશ. છ ખંડ જીતીને હું અયોધ્યામાં આવ્યો. મારો અભિષેક-ઉત્સવ ચાલુ થયો, પણ બે દેહ અને એક હૃદયવાળા અમે બંને ભાઈ હતા, છતાં મારો નાનોભાઈ બાહુબલ એ ઉત્સવમાં ન આવ્યો– ન જાણે એને શું માઠું લાગ્યું હશે ! પણ રાજકારણમાં તો હંમેશાં દાઝેલાને ડામ મળે છે.' છેલ્લા શબ્દો પર વજન આપીને ભરતદેવ ચૂપ રહ્યા. સભા શાંત હતી. અંતરવેદના જ ૧૮૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ તેઓ ભરતદેવની આજની રીતભાતમાં કંઈ પૂરેપૂરું સમજતા નહોતા. ભરતદેવ આગળ બોલ્યા : : મારા બહાદુર સામંતો અને મારું અમોઘ શસ્ત્ર ચક્રરત્ન આ સમાચાર સાંભળીને નગરપ્રવેશની ના ભણી બેઠાં. તેઓની ઇચ્છા અખંડ ભૂમંડલનો સ્વામી માત્ર ભરતદેવ રહે એવી હતી. તેઓએ આ તકને વધાવી લીધી. મારા અઠ્ઠાણુ ભાઈઓ પણ અભિષેક-ઉત્સવમાં આવ્યા નહોતા. તેઓનો ખુલાસો માગતાં તેઓએ એક જ દલીલ કરી કે અમને પિતાજીએ રાજ આપેલું છે. સંતોષ અમારો પરમ નિધિ છે. અમારે કોઈને આધીન કરવા નથી, અમારે કોઈને આધીન થવું નથી. મને એમાં કંઈ અનુચિત ન લાગ્યું. આખરે તો એ ભાઈ હતા ને ! મારા સામંતો મારા ચક્રવર્તીપણાના મૂળરૂપ હતા. તેઓએ કહ્યું કે એક માણસ જેમ યોગી થાય, પછી એને સંસારમાં ભાઈ-ભાંડુ, પિતા-પુત્ર, સગા-સ્વજન રહેતા નથી, તેમ ચક્રવર્તીપદ જે પ્રાપ્ત કરે, એ એકનો મટી વિશ્વનો બની જાય છે. એને મન પછી ભાઈ-ભાંડુ, પિતા-પુત્ર રહેતા નથી. એ ફક્ત પોતે ચક્રવર્તી બની રહે છે, ને બીજા બધા એને આધીન પ્રજા બની રહે છે. માટે ભાઈઓને કહેવરાવો કે અયોધ્યાના દરબારમાં આવી સત્તાને કબૂલ કરે. ‘પ્રજાજનો ! દુનિયામાં ખરી કિંમત હૈયાની છે, માણસની નથી. મારા માજણ્યા અઠ્ઠાણુ ભાઈઓ મારા દાબ પાસે મૂંઝાઈ ગયા. સંસારવિખ્યાત મારા શૂરા સામંતો વિષે એમણે ઘણું ઘણું સાંભળ્યું હતું. ચક્રવર્તીની તાકાત પાસે એ થરથરી ઊઠતા. તેઓ પિતાજી પાસે ગયા. વિશ્વવત્સલ પિતાજી તો એક જ મતના પુરુષ છે ઃ જે બીજાને ખપે એ પોતાને ન ખપે. એમણે કહ્યું, સરોવરને પાળની મર્યાદા છે. પણ જે સાગર થયા, એ કહેવાય મર્યાદાવાળા પણ હોય છે અમર્યાદ. એમની તૃષા કદી તૃપ્ત થતી નથી. એમના ભૂખ્યા ખપ્પરમાં તમારાં રાજ અર્પણ કરી દો ! મારા અઠ્ઠાણું રાજવી ભાઈઓ મારા ડ૨થી અને પિતાજીની શિખામણથી રાજસંન્યાસી બની ગયા. એમાં મેં મારા ચક્રવર્તીપદનો વિજય ભાળ્યો !’ ચક્રવર્તીએ પોતાના વક્તવ્યને ધીરે ધીરે તેજસ્વી કરવા માંડ્યું : રાજા બાહુબલ મારા નાનાભાઈ - પાસેથી પણ કંઈક એવા જ વર્તાવની આશા હતી, પણ એ તો અજબ વજ્ર નીકળ્યો. એણે મને પડકાર આપ્યો. એની પ્રતિજ્ઞા હતી કે, ભગવાન ઋષભદેવના પુત્ર તરીકે કદી યુદ્ધ ૧૮૪ * ભરત–બાહુબલી -- Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવવું નહિ. યુદ્ધ જગતના નંદનવનને ઉજાડનાર પિશાચ છે. પણ એ પિશાચને કોઈ ઊભો કરીને મોકલે તો એને સસ્તામાં જવા પણ ન દેવો. બાહુબલે મારા પડકારને પડકાર્યો. મારા યુદ્ધને આવકાર આપ્યો.” ભરતદેવના કંઠમાં ભીનાશ આવી. એમણે આગળ ચલાવ્યું : યુદ્ધ અને શાંતિ, એ બેના સાચા નમૂના જોવા હોય તો અયોધ્યા અને તક્ષશિલા નીરખો; બંનેની વનભૂમિ, નગરભૂમિ અને એના સ્ત્રી-પુરુષો નીરખો. તરત જ તફાવત લાગશે. દુનિયાને ચૂર કરી નાખનારી શક્તિ સમાન અયોધ્યા વજના હથોડા જેવી લાગશે. તક્ષશિલા કાંટામાં ગુલાબ પ્રગટાવનારી બડભાગી નગરી લાગશે. ત્યાંનાં માણસો પ્રેમ હવાનાં નજરે પડશે. પડોશીની પ્રેમભેટ લેવાની પણ આનાકાની કરતાં દૃષ્ટિગોચર થશે; ત્યારે અયોધ્યા મહત્ત્વાકાંક્ષી નર-નારીની નગરી તરીકે તમારું ધ્યાન ખેંચશે. દુનિયાનો સાર એને ત્યાં હોવો જોઈએ, દુનિયાની સમૃદ્ધિ અને ત્યાં હોવી જોઈએ, એનો નગરજન ક્યાંય દબાયેલો ન દેખાવો જોઈએ, આ એનો આગ્રહ !” ભરતદેવ બાહુબલ સામે જોતાં આગળ બોલ્યા : ‘અયોધ્યાએ યુદ્ધ આપ્યું. બાહુબલે પોતાની જેવીતેવી સેના સાથે મુકાબલો કરવાની તૈયારી કરી. તમે જાણો છો કે, નાના કુટુંબમાં કુટુંબનો વડો પોતાની મરજીથી બધું કરી શકતો નથી. એને કુટુંબીજનોની વિવિધ દૃષ્ટિઓને નજર સમક્ષ રાખી પોતાના નિર્ણયો ઘડવાના હોય છે. એમ રાજાને પણ પોતાની મરજી કરતાં રાજના આધારભૂત સ્તંભોની મરજીને અનુસરવાનું હોય છે. સ્તંભ વગર કયો મહાલય ટક્યો છે ? અને એ સામાન્ય રાજાથી પણ ખરાબ સ્થિતિ ચક્રવર્તીની હોય છે. આ કારણે અંતરમાં આશંકા છતાં મેં યુદ્ધનું આવાહન આપ્યું ! પછી એક રાતે અંધારપછેડો ઓઢી તક્ષશિલાના સૈન્યની પરિચર્ચા કરી આવ્યો. તક્ષશિલા ખૂબ સુંદર લાગ્યું. એ વખતે મનને એમ થયું કે, રે! જગત પર નંદનવન કદાચ સરજી ન શકાય, પણ સરજાયેલા નંદનવનને નષ્ટ કાં કરું? સંસારને અયોધ્યા નાથી શકે, વિશ્વ પર અયોધ્યા વિજય મેળવી શકે, પણ વિશ્વને નંદનવન બનાવી શકે તો તે માત્ર તક્ષશિલા અને એનો રાજા બાહુબલ ! પણ, તમને મેં કહ્યું તેમ, ચક્રવર્તીના હાથ જવાબદારીથી બંધાયેલા હોય છે. અંતરમાં પ્યાર, મનમાં દર્દ, મસ્તિષ્કમાં વિપ્લવ ભરીને હું મારી ફરજ પૂરી કરીને પાછો ફર્યો.' અંતરવેદના ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવ થોડી વાર થોભ્યા. રાણી સુભદ્રા અન્યમનસ્ક બેઠાં હતાં. બાહુબલ નતમસ્તકે બધું સાંભળી રહ્યા હતા. ચક્રવર્તી આગળ બોલ્યા : ‘એ વેળા યુદ્ધના એક અનિષ્ટનું મને ભાન થયું. હું માનતો હતો કે, યુદ્ધ એ સુધારણાનો એક શિક્ષાત્મક પ્રકાર છે. પિતા પુત્રને દંડે છે, મા દીકરાને મારે છે, મોટાભાઈ નાનાભાઈને ઉપાલંભ આપે છે. પણ એ વખતે અંતરમાં નિઃસ્વાર્થ સ્નેહનો સ્રોત બંને હૃદયમાં વહેતો હોય છે, સામા માણસનું ભલું કરવાની ભાવના હોય છે. છ ખંડ જીત્યા ત્યારે એ ભાવનાના પ્રતીક જેવાં યુદ્ધ હતાં. અમારે પિતા બનીને, વડીલ બનીને, માતા બનીને જગતને ઉદ્ધારવું હતું. એ યુદ્ધ મને અકારાં ન લાગ્યાં. પણ આ યુદ્ધ હું લડવા સજ્જ હતો, છતાં અંતરમાં અકારું લાગતું હતું. મારા સુચતુર પટરાણી આ યુદ્ધની પ્રેરણામાં અગ્રેસર હતાં.” ભરતદેવે બોલતાં બોલતાં પટરાણી તરફ જોઈને જરા કટાક્ષમાં કહ્યું. કોપભવનમાં બેઠાં હોય, એમ રાણી મુખ પર લાલ હિંગળાનો રંગ ધારીને બેઠાં હતાં. એ જરા વ્યંગમાં બોલ્યાં : “સંસારમાં માત્ર બંધુપ્રેમ જ છે, ને બીજો કોઈ પ્રેમ નથી, એવું ન માનશો ! દેહના રક્તથી તમને કુમકુમ તિલક કરનાર, તમારા સૈન્યમાં જુસ્સો પ્રગટાવનાર વ્યક્તિને બંધુઘેલા બની અવમાનશો નહિ.' રાણીજી, હું બોલતો હોઉં ત્યારે કોઈને વચ્ચે બોલવાનું નથી. પછી સહુને સમય મળશે. પૃથ્વીના એક મહાન ચક્રવર્તીને કોઈ દિવસે તો પોતાનો અંતરબંધ ખોલવાની રજા મળવી ઘટે ! ઘણી વાર મનને એમ લાગે છે કે આ રાજમાં મોટામાં મોટો પરાધીન જીવ હું પોતે છું ! અસ્તુ. મૂળ વાત આગળ ચલાવું, મેં મારા સૈન્યમાં જોયું કે નવી જાગેલી સૌંદર્યતૃષા ને સુવર્ણતૃષાએ મારા સેનિકોનાં હૈયાંને લોભથી, લાલચથી, અધર્મથી ભરી દીધાં હતાં. માત્ર હિંસા નહિ, મૃષા નહિ, ચોરી અને પરિગૃહનાં પાપ પણ પ્રગટી નીકળ્યાં હતાં. પણ હું લાચાર જેવી સ્થિતિમાં હતો. મારાથી કંઈ થઈ શકે તેવું નહોતું. મહારાણીએ છેલ્લે દિવસે મહાપ્રસાદ પીરસી એ કાર્ય પર મહોર મારી. પૂજ્ય પિતાજી સમયજ્ઞ હતા. ખેતરમાં પર્ણ પલ્લવતાં હોય, તો તેનો અવાજ તેમને કાને પડતો. માણસના અંતરને એ સદા જાણતા હોય છે. તેઓ જાણતા હતા કે, માણસ રાજા થઈને કોઈકવાર માણસપણે ખોઈ બેસશે. સંસારના હજારો માણસો કેટલાય દિવસ મથી મથીને જગતનું જેટલું ભલું કે ડું કરી ૧૮૬ ભરત–બાહુબલી Page #202 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી, એટલું એક રાજા એક પળમાં ભલું–ભૂંડું કરી શકે છે. એ માટે તેઓએ રાજા માટે કોઈ પણ કાર્ય કરતાં પહેલા વ્રજપના નિયમ આપ્યા. રાજા ત્રણ દિવસ એકાંતમાં રહે, અન્નનો ત્યાગ કરે, સતત ચિંતન ને જપ કરે. ત્રણ દિવસે એકાંતમાંથી નીકળી પારણું કરી, શુદ્ધ થઈ, પછી અંતરને સૂઝે તે આચરે, રાજાના આત્માને ડૂબતો કોઈ બચાવે તો આ શુદ્ધિવત બચાવે. યુદ્ધના આરંભ પહેલાં મેં ત્રણ દિવસનું વ્રત આરંભ્ય. એ વ્રતનો પ્રભાવ હોય કે અંતરની અસર હોય, વિષ્ટિકાર તરીકે વિદ્યાધરદેવો આવી પહોંચ્યા. તેઓએ કહ્યું કે તમે ભરત-બાહુબલીને નામે આત્મવિદ્રોહ ચલાવી રહ્યા છો. તમારા હુંપદ ખાતર સર્વવિનાશી યુદ્ધને કાં ખડું કરો ? સેંકડો માણસોનો સંહાર કર્યો શું વળશે ? લડવું હોય તો તમે બે લડો : તમે બે જીતો કે હારો. મારા મનને ગમતી વાત મને મળી ગઈ. મેં હા પાડી. બાહુબલ હા પાડશે, એની મને ખાતરી હતી. અને અમે બે લડ્યા. જ્યારે કહેવા બેઠો છું. ત્યારે લડાઈનો ટૂંક અહેવાલ પણ તમને આપી દઉં.” ભરતદેવે કહ્યું, ને વાગુધારા આગળ ચલાવી : પહેલું અમે દૃષ્ટિયુદ્ધ લડ્યા. મેં નેત્રમાં લાવારસ ભરી બાહુબલની નજરને ડારવા પ્રયત્ન કર્યો, પણ સૂર્યને જોઈ કુમુદિની શરમાઈ જાય, એમ મારાં નેત્ર બાહુબલના નેત્રના તેજની આગળ શરમાઈ ગયાં ને મીંચાઈ ગયાં. બીજું યુદ્ધ હતું વાગ્યુદ્ધ. આમાં મારો વિજય નક્કી હતો. અનેકવાર મારો સિંહનાદ સાંભળી હાથીઓ પૂંછડી પગમાં ને સૂંઢ મોંમાં નાખી પાછા ફરી જતા, ઘોડા મોંમાંથી ઘાસ છોડી દેતા, શસ્ત્રધારીઓનાં શસ્ત્ર હાથમાંથી સરી પડતાં, પણ વાગ્યુદ્ધ વેળાનો મારો નાદ દુર્જનની મૈત્રી માફક ક્ષણિક અને ક્ષીણ નીવડ્યો, અને બાહુબલનો સ્વર સજ્જનની મૈત્રી જેમ વિકસ્વર નીવડ્યો. ‘ત્રીજું હતું ભુજાયુદ્ધ. જે ભુજાથી વિંધ્યાચળની ટેકરીઓ ડોલી ગઈ, એ ભુજા પાસે બાહુબલનું શું ગજું? પણ વાહ રે બાહુબલ ! નાની મીની મોટી મીનીના કાન કાપી ગઈ! એણે મને ઊંચે હવામાં ઉછાળ્યો, ને હાથમાં ઝીલી લીધો. ચોથું મુષ્ટિયુદ્ધ ! વજને ચૂર્ણ કરનારી મુષ્ટિના ઘા બિચારો બાહુબલ શું વેઠશે? મેં જોયું કે પોતાના થોડાએક વિજયથી બાહુબલને અભિમાન આવ્યું હતું. એની બુદ્ધિ ઠેકાણે લાવવા મેં મુષ્ટિનો ભયંકર પ્રહાર કર્યો. એ કમર સુધી પૃથ્વીમાં ઊંડો ખૂંપી ગયો, પણ હાર્યો નહિ ! એ યુદ્ધ અંતિમ હતું. છેલ્લી નિર્ણાયક પળ વીતતી હતી. અયોધ્યા યુદ્ધમાં અંતરવેદના ૧૮૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ હતું, પણ યુદ્ધના બે પલ્લામાંથી એક જ પલ્લું અને તે પણ જીતનું પલ્લું એને સ્વીકારવાનું હતું. બાહુબલના બાલચેષ્ટા જેવા વિષયોને મિટાવવા ચક્રરત્ન એકાએક છૂટું મુકાયું.” સત્યાનાશની ભયંકર પળ આવી ગઈ. ચક્રની તીક્ષ્ણ અસિધારા જેવી ફણાઓનો વેગ હજારોના સૈન્યને કાપી નાખવા સમર્થ હતો. રે ગયો બાહુબલ! રે એના અંગનો અણુ પણ શોધવો મુશ્કેલ પડશે. આખરે સર્વનાશ આવી જ ગયો – હું આ વિચાર કરું છું ત્યાં તો ચક્ર બાહુબલ પાસેથી પાછું ફર્યું. જે વિવેકની વાતને ચક્રવર્તી ભરત ન સમજ્યો, એ જડ ચક્ર સમક્યું ! રે મૂર્ખ, ક્ષણભંગુર રાજ ખાતર બંધુહત્યા હોય? અને ચક્રને પાછું વળતું જોઈ મારો લઘુ બંધુ પણ ખરો ખીલ્યો. એણે કહ્યું : ભરત ! તું નીતિભ્રષ્ટ થયો ! મારો હાથ તેં હવે છૂટો કર્યો, મારી આમન્યા અળગી થઈ. હવે તું સંભાળજે, મારી વજમુષ્ટિ તારી અપ્રતિષ્ઠા અને તારો પ્રાણ – બંનેને એકસાથે હરશે. લોભે તને લઘુ બનાવ્યો. ધૂળ પડી તારા જીવતરમાં !” અને વાત પણ સાવ સાચી હતી : પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને, હારીને મારા માટે જીવવું દુષ્કર હતું. ભાઈની મમતાભરી મુષ્ટિ મારો સંહાર ક્યારે કરે તેની રાહ જોઈને હું બેઠો હતો, પણ બાહુબલ તે બાહુબલ ! એણે વિવેકદીપના પ્રકાશમાં પોતાના કર્તવ્યને નાણી જોયું. માણસની મોટાઈ માત્ર આવા વિવેકભર્યા વર્તનમાં જ છે. બાકી તો માણસમાત્ર સમાન છે. બાહુબલને પોતાના કર્તવ્યાકર્તવ્યનું ભાન થયું. એણે પોતાની વજપાત જેવી મુષ્ટિ સંહારી લીધી, ને “આપે આપ' ને મારી. એ જીત્યો, હું હાર્યો. આજ સગે હાથે એને અયોધ્યાનું રાજ સોંપી હું નિવૃત્ત થવા માંગું છું. સભાજનો ! આ થયું મારું નિવેદન ! તમે તમારા ત્રાજવે એનો ન્યાય તોળશો મા ! એની મેળે ન્યાય તોળાઈ ગયો છે.” આટલું બોલી ચક્રવર્તી બેસી ગયા. સાથે એમણે માનવંતા મહારાણીને કંઈક કહેવા આદેશ આપ્યો. ૧૮૮ ભરત–બાહુબલી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કામ અને રતિ સુભદ્રાદેવી ઘડીભર ન બોલ્યાં કે ન ચાલ્યાં; ફક્ત આંખમાંથી શિવજીના ત્રીજા નેત્રની જેમ જ્વાલાઓ ફેંક્યા કરી. આખી સભા મહારાણી સામે નીરખી રહી, અને મનોમન આલોચના કરી રહી. ભલે તું છ ખંડની પટરાણી રહી, પણ આખરે તો સ્ત્રી ને ! ભલે તું ચક્રવર્તીનાં પડખાં સેવનારી હો, પણ આખરે તો પ્રાકૃત સ્ત્રી ને ? પહાડોનું ધાવણ અને અટંકી માતા-પિતાના શિક્ષણને તેં આજે લજાવ્યું. સ્ત્રી તો જગજ્જનની ! જગતનું અક્ષયપાત્ર ! એ આપવા બેસે તો જગત લેતાં થાકી જાય. એ આપવું બંધ કરે તો જગત વેરાન બની જાય. વજ્ર પણ એ છે, ને ફૂલ પણ એ છે ! જગતમાં મહિમામાત્ર સ્ત્રીનો છે. એ મહિમાને મહારાણી, આજે તમે જૂઠો ઠેરવ્યો. જે સ્ત્રી જેનું મૂલ ન થાય એવું સંતાન જન્માવી જગતને ભેટ ધરી દે છે, અને એના માલિકી ભાવ માટે પોતાના નામનો સિક્કો પણ આપવો અનુચિત માને છે, એ સ્ત્રી આજ પોતાના પતિએ બિરદાવેલ બાહુબલને બે સારા શબ્દોથી વધાવી પણ ન શકી ! ભારે ભૂંડી દેખાણી રૂપભરી રાણી આજ ભરી સભામાં ! ‘સ્ત્રીની નજર પગની પાની સુધી' એ કહેવતને તમે એ દિવસે જન્મ આપ્યો ! કામદેવ જેવો બાહુબલ અનેક સ્ત્રીઓના હૃદયમાં વસી, એમને પ્રેમઅગ્નિથી બાળતો. એ કામદેવની મૂર્તિ તમારા દિલમાં ભૂંડી થઈને ઊગી— કમળના વનમાં જાણે કાગડા બોલ્યા ! Page #205 -------------------------------------------------------------------------- ________________ અરેરે ! આ ટાણે તમને તમારું અરીસાભુવન યાદ આવ્યું ! આવે સમયે, જ્યારે માણસ સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય ત્યારે, તમને તમારું નૃત્ય, તમારા શણગાર યાદ આવ્યા ! આવા ટાણે તમને તમારા શિલ્પીઓ યાદ આવ્યા, જેઓ સુવર્ણ-૨જતની હરઘડી માગણી કર્યા કરતા, અને તમે કહેતાં કે યુદ્ધ પતી જવા દો, પછી સુવર્ણ જ સુવર્ણ છે ! તમે માગતાં ને ઘાટ ઘડતાં થાકી જશો ! તમને પટકુળના વણનારા યાદ આવ્યા ! અરેરે ! દેહના શણગારશોભા પાછળ ઘેલાં થઈ મનને તમે સાવ નગ્ન બનાવ્યું ! તમે સ્ત્રી તરીકે હાર્યાં, પટરાણી તરીકે પાછાં પડ્યાં, પણ ખેલાડી તરીકે પણ ખેલના મેદાનમાં હારની બાજી રમવા બેઠાં, તમને એ ખ્યાલ કેમ ચાલ્યો ગયો કે જેને ચક્રવર્તીનું અમોધ શસ્ત્ર ચક્રરત્ન પણ કંઈ ન કરી શક્યું, એને તમે પહેરેલાં કાચનાં શસ્ત્રો શું ઈજા પહોંચાડશે ભલા ? ખરેખર, તમે તો પેલી ગામઠી કહેવતને સાચી ઠેરવી કે બિલાડી દૂધ જુએ છે, પણ લાકડીને જોતી નથી. આજ અયોધ્યાની આબરૂ એના ઘેર જ લૂંટાણી ! રે રાણી ! આ સંસારવિખ્યાત કામદેવને તો નીરખો. મહાદેવે કામદેવની કાયાને બાળી નાખી એને અનંગ બનાવ્યો, ત્યારથી સાચો કામ કેવો હશે, એની કોઈને કલ્પના નહોતી. રાજા બાહુબલે આ યુગમાં કામદેવની સાચી પ્રતિકૃતિ રજૂ કરી. જે સ્ત્રીને ચાહે, પણ સ્ત્રીમાં ન મોહે એ કામદેવ, એ વ્યાખ્યા સાકાર કરી. કામદેવ સંયમી હોય. એ કંઈ ઉકરડે આળોટતો ગર્દભ ન હોય, એ તો વિંધ્યાચલમાં વસતો શાર્દૂલ હોય. એની એક નજર ફરે ને કામવિદ્ધ રતિસુંદરીઓ તૃપ્ત થઈ જાય. સાચાં સ્ત્રીપુરુષ તો ઢેલ અને મોર જેવાં હોય, રે મહારાણી ! આજ કામદેવની તમે ઘૃણા કરી. હવે અહીંની સ્ત્રીઓમાં ખોટા વિચારો વાસ કરશે. તેઓ માત્ર દેહભોગમાં જ કામની પરિસમાપ્તિ માનશે. માતા-પિતા, ભાઈ-બહેન, મામા-ભાણેજ એ બધા સંબંધોમાંથી એ નિર્દોષ મીઠાશ ખોશે, ને પતિપત્નીધર્મમાં જ – અને તેય અંગોની ઉજાણીમાં જ – એ સુખ માણશે. માણસ ચંદ્રને નીરખે ને કેવો આહ્લાદ પામે છે ! કામનું એવું છે. જુઓ અને આનંદ પામો ! હવે નજર વિકૃત બનશે. નજરમાં મોહનાં સાપોલિયાં ક્ષુધાતુર થઈ જીભના લપકારા લેતાં દેખાશે. - દૃષ્ટિ જેની વિકૃત, એની સૃષ્ટિ પણ વિકૃત ! ચક્રવર્તી ભરતદેવ પોતાનું વક્તવ્ય સમાપ્ત કરીને સિંહાસન પર બેઠા, ૧૯૦ * ભરત–બાહુબલી Page #206 -------------------------------------------------------------------------- ________________ અને પટરાણીને પોતાનું કથન કથવા ફરી વાર કહ્યું. રાજા બાહુબલ પણ એક પ્રેમભરી નજરથી પોતાનાં ભાભી તરફ નીરખી રહ્યા. આહ ! એ પ્રેમનજરમાં બળેલા પદ્મને પણ પ્રફુલ્લાવવાની તાકાત હતી, અને અયોધ્યાનું આ ખીલેલું કમળ કેમ કરમાઈ ગયું ! રાણી આકુળવ્યાકુળ બની ગઈ. ખરેખર ! આ નારીએ પોતાની રૂપસુંદર કાયાના મદમાં પોતાનું ગુણજ્ઞ હૃદય જાણે ખોઈ દીધું હતું ! નારીના જીવનનો ટૂંક સમયમાં થયેલો વિપર્યાસ સહુને પડી રહ્યો. સ્ત્રીઓએ કેશગુંફનકળાનો વિકાસ કર્યો, પણ અંતરમાં તો કેવળ વિષયની ગાંઠો જ રાખીને ! એમણે ભોળપણનો ત્યાગ કર્યો. સ્ત્રીઓએ માણસને વીંધી નાખે એ રીતે પયોધરોને શણગાર્યા, પણ માણસને પોતાનો બનાવી નાખે એવું હૃદયામૃત સૂકવી નાખ્યું. સ્ત્રીઓએ ઓષ્ઠને આકર્ષક રીતે રક્તરંજિત કર્યા, પણ પારકાની સહાનુભૂતિ માટે ખળભળી ઊઠનારું રક્ત ખોઈ દીધું, કોમળ સ્ત્રી સૂર્યનો તાપ ન સહેવાય માટે માથે અવગુંઠન-ઓઢણ નાખતી. હવે સ્ત્રીઓએ ઓઢણને પણ પોતાનાં રૂપાળાં અંગોને નિર્લજ્જ રીતે ધૂપ-છાયાની જેમ પ્રગટ ને અપ્રગટ કરનારું આકર્ષક સાધન બનાવ્યું ! સૌંદર્યની સર્વ કલા સ્ત્રીઓએ વિસ્તારી, પણ જીવનની મહત્તમ કલાઓનો સ કર્યો. મહારાણી તો પર્વતકન્યા ! પર્વતકન્યા ભારે રૂપવંતી હોય, એટલું જ એમણે સાચું ઠરાવ્યું. ગુણના અદ્રિ સાથે જાણે કશીય લેવાદેવા નહિ ! રે ! બાહ્ય વસ્તુઓ અંતરના વૈભવને કેવી રીતે હલકો પાડે છે, એ આજ ભરી સભામાં પ્રત્યક્ષ થયું. આજે રાણી ખુલ્લામાં પડી ગયાં. એમના અંતરનો વૈભવ તો અદશ્ય થયો, પણ છેવટે ચક્રવર્તીએ જે અંતરનો વૈભવ બતાવ્યો, એની ઉપર તો મોરલાની જેમ મસ્ત થઈ ડોલી ઊઠવું જોઈતું હતું. તે પણ ન કરી શક્યાં રે ! પ્રેમનો આવો મહાસાગર ક્યાં જોવા મળે ? ઘડી પહેલાંનો પ્રલયનો અગ્નિ પ્રેમનો અનંત મહાસાગર કેમ બની ગયો એ ગુણ-ગાથા ગાવા રાણીએ મનમાં ગૂંચળાં તજી સજ્જ થવું જોઈતું હતું ! સભાને લાગ્યું કે રાણી હજી જૂની માન્યતામાં છે, કે પુરુષ પરિસ્થિતિનું પૂતળું છે - જરા તાપ લાગ્યો કે મીણની જેમ ઓગળી જાય. જો એમ ન હોય તો ઘડી પહેલાં જીવ લેવા તત્પર બનેલા ચક્રવર્તી, ઘડી પછી આખું રાજ બંધુને કામ અને રતિ ૧૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ સમર્પી દેવા કંઈ તૈયાર થાય? અને એ જ મનોદશામાં ચક્રવર્તીએ આજે અયોધ્યાનું ભાવિ અચોક્કસ બનાવી નાખ્યું. રાણી ચૂપ હતાં, સભા ચૂપ હતી, પણ અંતરનો વ્યવહાર ચાલુ હતો. આખરે મહારાણીને લાગ્યું કે જો પોતે અત્યારે જ કંઈ નહિ કરે તો હમણાં બાહુબલ સિંહાસન સ્વીકારી લેશે. સહુ રસ્તા પરનાં રંક બની જશે ને બધો ખેલ બગડી જશે. રાણી આવેશમાં એકાએક ઊભાં થયાં અને બોલ્યાં : ‘ચક્રવર્તીદેવ અત્યારે બંધુ પ્રેમના આવેશમાં છે. એમાં એમણે અતિ કરી છે. અને કોઈ પણ કાર્યમાં અતિ એ તો આવેશનો જ એક પ્રકાર છે અને તે વર્ય છે. સામ્રાજ્ય એ કંઈ રમકડું નથી, કે સ્નેહથી નાનાભાઈને રમવા આપી દેવાય. રાજા અને રાણી બંને સિંહાસનનાં હકદાર છે. કોઈ પણ પરિવર્તનમાં પટરાણીની સંમતિ જોઈએ જ. અયોધ્યા જગતની સંસ્કૃતિની પારાશીશી છે. એને ગમે તેવાના હાથમાં આપીને નષ્ટ કરવાથી જગતનું નુકસાન છે. રાજકારણમાં માણસે અંગત આવેશો કાઢી નાખી ગંભીર થવું જોઈએ.' રાણીજી આટલું બોલીને બેસી ગયાં. પણ આટલા શબ્દો ભવિષ્યમાં રાજકારણનાં અનેક ભાષ્યો રચવા માટે પૂરતા હતા. ભરતદેવ સાથે લાગણીના પૂરમાં તણાતી પ્રજા આ શબ્દોથી સાવધ થઈ ગઈ. સાચો રાજકારણી પુરુષ માણસની કમજોરીઓને રમાડવામાં રાચે છે. પટરાણી રાજકારણી જીવ ઠર્યા. પ્રજા નવા પ્રવાહમાં વહી ગઈ. સહુને દેવી અવતાર લાગતા રાજા બાહુબલ ક્ષણભરમાં આંખના કણા જેવા લાગ્યા. આ વખતે રાજા બાહુબલ ધીરેથી ઊભા થયા. કેશવિહોણું એમનું મસ્તક અનેરી શોભા ધરી બેઠું હતું. ધર્મની ધજા જેવા એમના દેહની સુશ્રી અનેક સુંદરીઓને સ્વપ્નમાં નાખી દેતી હતી. અરે ! સુવર્ણને શું કરવું છે? આ દેહમાં જ સુવર્ણ છે, મણિ-માણેક છે. આવા પુરુષોની ટચલી આંગળીનો સ્પર્શ પણ વિષયના કીચ દૂર કરી, પ્રેમનાં કમળ ખીલવવા સમર્થ છે. બાહુબલ મેઘ જેવા સ્વરે બોલ્યા : મોટા બંધુ, મહારાણીજી અને પ્રજાજનો !” આ શબ્દો નહોતા, જાણે સ્વાતિના મેઘ વરસતા હતા, અને જેના હૈયામાં એ ટપકતા હતા ત્યાં મોતી બનીને બેસી જતા હતા ! ૧૯૨ ભરત–બાહુબલી Page #208 -------------------------------------------------------------------------- ________________ ‘મહાનુભાવો, મહારાણી સુભદ્રાદેવીએ જે કહ્યું તેને મારો સંપૂર્ણ ટેકો છે ઃ એક તો આમાં અતિ થઈ છે; બીજું અતિ એ આવેગ છે. અને ત્રીજી વાત એ કે અતિ વર્જ્ય છે — ત્રણે વાત હૃદયંગમ કરવા જેવી છે.’ બાહુબલના આટલા શબ્દોએ જાણે ઊછળતા મહાસાગર ૫૨ તેલ રેડ્યું. કોપાવિષ્ટ મહારાણીનો કોપ ઊતરી ગયો. પ્રજા વળી નવા પ્રવાહમાં તણાઈ. બાહુબલની વાણી આગળ વધી : ‘મારા વડીલ બંધુ અંગત રાગમાં ખેંચાયા છે. રાજકારણમાં એ હેય છે એમણે ત્યાગીના જેવી વાતો કરી છે. સાચો રાજપુરુષ એમ ન કરે. એ તો એવો મહત્ત્વાકાંક્ષી હોય કે ત્રણ ભુવનનું રાજ મળે, તોય એને અલ્પ લાગે ! રાજકારણી પુરુષ હારે તોય હાર ન સ્વીકારે. મારા ભાઈ અંગત રાગમાં દોરવાઈ ગયા છે. એમણે અતિ કરી છે. અતિ વર્જ્ય છે.’ આખી સભા રૂપાળા દેહવાળા અને સાથે સાથે રૂપાળા મનવાળા કામદેવની વાહ વાહ પોકારી રહી. રાજા બાહુબલ આગળ બોલ્યા : ‘જગત મને કામદેવનો અવતાર માને છે. કામદેવ ખુદ પોતે સ્વરૂપવંત હોય, એના કરતાં એનું મન વધુ સ્વરૂપવંત હોવું ઘટે. કામદેવ સામી વ્યક્તિના દેહનું સૌંદર્ય પારખે, એની સાથે એના મનનું સૌંદર્ય તો પ્રથમ જ પારખે; તો જ કામ સફળ થાય. ‘જગત માને છે, કે રૂપાળાં સ્ત્રી અને પુરુષ એટલે રતિ અને કામ. એ ભૂલ છે. એ તો ચામડીના મોહ છે, ને ખાબોચિયાનાં જળ છે, જે જલદી ગંધાઈ ઊઠવાનાં છે. ‘મને અને તન બંનેથી સુંદર સ્ત્રી પુરુષો એ જ સાચાં રતિ અને કામ છે. જગતમાં સાચી જોડી એ છે. ‘મેં મહારાણીના દેહના રૂપને વંદન કર્યું, પણ મારા ભાઈના રૂપ આગળ આજ એ ઝાંખાં પડ્યાં. મારા ભાઈનું રૂપ તન અને મન બંનેમાં છે. એ ભાઈને હું વંદન કરું છું. તમે એટલું જાણી લો, કે સંસારમાં બે તીર્થંકર હોતા નથી, બે ચક્રવર્તી હોતા નથી, બે વાસુદેવ હોતા નથી. એક મ્યાનમાં બે તલવાર હોતી નથી, એક વનમાં બે સિંહ હોતા નથી.’ બાહુબલ થોડી વાર થોભ્યા. એમણે પોતાનાં પોયણાંશાં નયન ચારેતરફ ફેરવ્યાં. એ મોહિની મૂર્તિ અયોધ્યાવાસીઓનાં દિલ પર આલેખાઈ ગઈ. સૌને થયું : અરે ! તક્ષશિલાનાં સિકસુંદર નરનારની અને તક્ષશિલાના કામ અને રતિ - ૧૯૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્વામીની જે કીર્તિ સાંભળી હતી, તે ખરેખર સાચી છે. બાહુબલ આગળ બોલ્યા : ‘મહાનુભાવો ! મૃગથી મૃગેંદ્ર કદી જિતાતો નથી; સિંહથી ભા૨ેડ જિતાતું નથી; દેવથી દેવેન્દ્ર કદી પરાભવ પામતો નથી; અંધકારથી સૂર્ય જિતાતો નથી; એમ કોઈ રાજાથી ચક્રવર્તી જિતાતા નથી. રાજા બાહુબલથી ચક્રવર્તી ભરતદેવ કદી જિતાયા નથી ને કદી જિતાશે પણ નહિ. રાજા બાહુબલ ચક્રવર્તી ભરતદેવનો ચરણકિંકર છે. હું અસારમાં લોભાયો, હું વિવેકહીન બન્યો, એ માટે મોટાભાઈ મને માફ કરે, અને મારું તક્ષશિલાનું રાજ સંભાળી લે ! અવિનય માટે હું મારા વડીલબંધુની અને મારાં ભાભીશ્રીની અને તમ સહુની ક્ષમા યાચું છું.’ રાજા બાહુબલે બે કદમ ઉઠાવ્યાં, અને વડીલ ભાઈના ચરણમાં નમસ્કાર કરી, રડતા રડતા બોલ્યા : બંધુ ! આખરે નાનો એ નાનો નીકળ્યો, મોટાએ મોટાઈ ન છોડી. ધિક્કાર છે મારા સત્ત્વને ! ધિક્કાર છે મારા અભિમાનને ! મને માફ કરો, અને જીવનકલ્યાણના માર્ગે મને જવા દો, મોટાભાઈ ! ભરતદેવે ચરણમાં પડતા નાના ભાઈને ઊંચકી લીધો, ને છાતી સાથે ચાંપતાં બોલ્યા, રે ‘હું મોટો થઈને મારી મોટાઈ ભૂલ્યો. રે બાહુબલ ! મારો અપરાધ ક્ષમા કર અને અયોધ્યાને સનાથ કર !’ દીપક અને સૂરજ બંને પ્રકાશ આપનારા છે. પણ દીપક બુઝાઈ જાય, એ જગત વેઠી શકે, સૂરજ બુઝાઈ જાય તો જગત નામશેષ બની જાય. મારા જેવા અનેકનો ક્ષય થાઓ, પણ ભરતશાસનનો જય થાઓ ! હું હવે પિતાજી પાસે જાઉં છું ભાઈ ! તક્ષશિલાને તમે સનાથ કરો !” ને રાજા બાહુબલે શરીર પર રહેલા રાજત્વસૂચક ચિહ્નોનો ત્યાગ કરવા માંડ્યો. માત્ર એક વસ્ત્ર રાખીને એ આગળ વધ્યા. ભરતદેવ આ દૃશ્ય જોઈ ન શક્યા : ‘રે ભાઈ ! રોકાઈ જા. જવા લાયક તો હું છું. મારો ત્યાગ કરીને મારે માટે સિંહાસનને કાંટાની પથારી અને અયોધ્યાને અરણ્ય બનાવતો ન જા !' આટલું બોલતા બોલતાં ભરતદેવ બેભાન બની ગયા, એમનું પ્રેમાળ હૈયું આ દૃશ્ય જીરવી ન શક્યું ! રાજા બાહુબલ દૃઢ સંકલ્પ લઈને આગળ વધ્યા હતા. તેઓ અયોધ્યાના અમાત્યો ને મહારાણી તરફ જોઈને બોલ્યા : ૧૯૪ * ભરત–બાહુબલી Page #210 -------------------------------------------------------------------------- ________________ મારી નગરી, મારી પ્રજા, જગતની એક નિર્દોષ રસભરી સંસ્કારિત સમૃદ્ધિ છે. એ તમને સોંપું છું. એને જાળવજો. યુદ્ધ ને વૈભવથી એનો આત્મા ન અભડાય, એવો પ્રબંધ કરજો. એમને કોઈ વાતે ઓછું-અધૂરું ન આવવા દેજો !” ‘રહી જાઓ, બાહુબલજી ! અયોધ્યા તમારું છે.” બધેથી પોકાર પડ્યો. આત્માનું કોઈ નથી, હું એકલો છું.” સામે પડછંદા પડ્યા. ભરતદેવને મૂચ્છમાંથી જાગવા દો!' ‘ભરતદેવ જાગે, એમાં મારા માટે અનર્થ છે. એ જાગે, સાથે મારો બંધુમોહ પણ જાગે, અને મને રોકી રાખે. હું જાઉં છું – સાગરનું માછલું અકળ ઊંડાણમાં જાય તેમ જાઉં છું. મારી શોધ વ્યર્થ છે.' અને બાહુબલ રાજભવનની બહાર નીકળી ગયા. કામ અને રતિ ૧૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રોકાઈ જાઓ રાજવી ! અયોધ્યાનું ઘટાટોપવાળું આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું. રાજા બાહુબલના સર્વસ્વત્યાગે માયા-મોહના કીચડમાં ફસાયેલાં હૃદયોને વિશુદ્ધ કરી નાખ્યાં. મેલ બધો ધોવાઈ ગયો, ને ઘડી પહેલાં આંખના કણા જેવા લાગતા રાજા બાહુબલ નેત્રને આનંદ આપનાર નવવસંત જેવા લાગવા માંડ્યા. બે ભાઈમાંથી કોને વખાણવા ને કોને ન વખાણવા ? બંનેએ હૃદયની ૫૨મ ઉદારતાનું પ્રદર્શન કર્યું હતું. કોનો દોષ જોવો, કોનો ગુણ જોવો ? બેમાંથી કયું ત્રાજવું નીચું નમાવવું ? વાહ રે હૃદયરાજવીઓ ! સંસારમાં તમે એક વાર જે કાળી યુદ્ધવાદળી પ્રસારી દીધી હતી, ત્યાં આજ શાંતિનો સૂર્ય પણ તમે જ ચમકાવી દીધો ! જે કર્મે શૂર એ જ ધર્મે શૂર નીકળ્યા. ‘રાજા તે યોગી. ‘યોગી તે રાજા !’ —આ સત્યની યથાર્થ પ્રતીતિ આજે રાજા બાહુબલે કરાવી દીધી હતી. ભગવાન ઋષભદેવના પુત્ર તરીકેની આજે પૂર્ણ યોગ્યતા એમણે બતાવી આપી હતી; સોનાની ખાણમાંથી સોનું જ નીકળે, એ સિદ્ધ કરી બતાવ્યું હતું ! રાણી સુભદ્રાદેવી પણ આ દૃશ્ય જોઈ ન શક્યાં. ક્ષણિક વ્યામોહમાં બાહુબલને સંહારવા માટે ધારણ કરી આવેલાં કાચનાં શસ્ત્રો, હવે એમનો પોતાનો જ ઘાત કરતાં લાગ્યાં. રે નારી ! તેં ઉદાર મનના ભરતદેવનું પડખું તો સેવ્યું, પણ એક ઘડીમાં ભવની ઓળખાણ ભૂલી ગઈ ! ભરત ચક્રવર્તી કોના પુત્ર ? બાહુબલ કોના Page #212 -------------------------------------------------------------------------- ________________ સંતાન ? સંસારી પદાર્થો માટે એમની વચ્ચે તે યુદ્ધ સંભવે ? સુભદ્રાદેવી વિસ્મયમાં મોં પર આંગળી મૂકી ઊભા રહી ગયાં. ભલભલાને લોભાવે એવી મોહિની મૂર્તિ બની ગયાં. રાણી ન ગયાં મૂર્છાવશ પડેલા ભરતદેવ પાસે, ન રસ્તો રોકીને ઊભાં બાહુબલનો ! જીભ જાણે બોલવાનો ધર્મ જ ચૂકી ગઈ. દેહમાંથી જાણે ચૈતન્ય જ સરી ગયું. બાહુબલ અયોધ્યાનો દરબાર છોડી બહાર નીકળ્યા. દેહ આખો ઉઘાડો છે, લજ્જા ઢાંકવા દેહ પર એક-બે પર્ણ નાખ્યાં છે. પણ અલંકૃત દેહની શોભા વધુ કે ઉઘાડા દેહની શોભા વધુ એ આજે પ્રશ્ન બન્યો હતો. બાહુબલના એક એક સૌષ્ઠવભર્યા દેહની મનોહારિતા પરથી નાખી નજર, ખેંચી પાછી ખેંચાતી નહોતી ! શું એ સુરમ્ય ભુજાઓ – સુંદરીઓ એ ભુજામાં વીંટાવાનું પુણ્ય પામવા જીવનભર તપ કરે. શું એ મધુર અધરો – એ અધર પર બંસીનું સૌભાગ્ય પામવા કંઈક કન્યકાઓ પર્વત પર તપ કરવા ચાલી જાય ! શું એ પ્રાસાં નયનો – પોતે તો તૃપ્ત રહે, અને સામાને તૃષાતુર બનાવે એવાં ! ચારેતરફથી પોકાર પડ્યા : અરે ! રોકાઈ જાઓ, સ્વામી ! આપનો મનખેદ દૂર કરો. ‘આવું ન કરો ! આ તો ભાઈઓની રમત હતી, રમતમાં ક્રોધ ન શોભે !” તક્ષશિલાનાં નરનારીઓની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. અયોધ્યાનાં વાસી પણ વિષાદમય ચહેરે નીરખી રહ્યાં. જાણે એ મૂકપણે કહેતાં હતાં : રે કામદેવ ! જગતને એક વાર સનાથ કરી, હવે એકાએક અનાથ કરીને ચાલ્યા જવું શું ઉચિત છે? સ્ત્રી-પુરુષોએ પોતાના કેશથી ખરબચડી પૃથ્વીને ઢાંકી સુંવાળી બનાવી દીધી. પધારો સ્વામી ! આના ઉપરથી પધારો અને અમને પવિત્ર કરો ! કેટલીક વ્યામોહી સ્ત્રીઓ માર્ગમાં આવીને ચત્તી સૂઈ ગઈ. એમનાં ઉન્નત વક્ષસ્થળ ટેકરીઓ સમાન દીસી રહ્યાં. રે ! આજે હવે કામદેવ આ ટેકરીઓ ઓળંગે એ અશક્ય છે. અમને નિરાધાર કરીને ક્યાં ચાલ્યા ? અમારાં હાસ્ય-સંલાપ, રતિ-વિનોદ, કામલેખન રોકાઈ જાઓ રાજવી! ૧૯૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ બધું તમારે આશ્રિત હતું. હવે અમને કોણ મારગ બતાવશે ? જીવતર અમારું સૂકું સરોવર બની જશે, રોકાઈ જાઓ નાથ ! રોકાઈ જાઓ ! અને તમારા વિયોગમાં તક્ષશિલા શું ખંડેર નહિ બની જાય ? રે ! એ પ્રદેશનું એક એક પંખી, એક એક પ્રાણી પોતાના હાવતાર સ્વામી પાછળ ઘેલું છે. એ પંખીડાં નિઃશ્વાસ નહિ નાખે ? એ પ્રાણીડાં પોકાર નહિ કરે ? રોકાઈ જાઓ, હે રાજાજી, રોકાઈ જાઓ! કોઈ રીતે મનાઈ જાઓ ! બાહુબલ માર્ગ પર ઊભા છે. ઓષ્ઠ પરથી અમી ઝરે છે, આંખમાંથી આશીર્વાદ ઊમટે છે, મોં પર દીનતા નથી, કોઈ મહાન દેવી તેજ ત્યાં ઝળહળી રહ્યું છે. તેઓ ધીરેથી બોલ્યા : બંસરીના સ્વર એ સ્વરમાધુરી પાસે કડવા લાગ્યા : મહાનુભાવો ! તમારા સ્નેહની મારે મન મોટી કિંમત છે, પણ આજ પંખી માળામાંથી ઊડ્યું છે. એને માળાનો અભાવો થયો છે. હવે તમારું રોક્યું એ પંખી નહિ રોકાય. ધીરજ એ શાંતિની જનેતા છે. આજ આજંદ છે, કાલે શૈર્ય જાગશે. સુખદુઃખ સહન કરવાની શક્તિ તમને જરૂર મળશે. મારો વિયોગ તમને વીર બનાવશે. અમે ભગવાન ઋષભદેવના પુત્રો છીએ. એમનો આદેશ છે કે રાજા તે યોગી ! રાજા તે ત્યાગી. અમે એવો અર્થ કરી બેઠા હતા કે રાજા આખા જગતનો સ્વામી ! એની તૃષ્ણાને કોઈ સીમા નહિ, કોઈ બંધન નહિ. એની તૃષ્ણા જેમ મોટી એમ એની મહત્તા પણ મોટી. આ પાઠ અમે અમારા જીવનથી જગતમાં ભણાવ્યો. હવે અમે ભણાવેલો એ પાઠ ખોટો છે એ વાત અમે સ્પષ્ટ ન કરીએ, તો જગતમાં મત્સ્યગલાગલનું રાજ પ્રસરી જાય. જેને હાથે ધર્મ પ્રસરવો જોઈએ, એને હાથે અધર્મ પ્રસરે. રાજા એક ભૂલ કરે, એટલે અધિકારી બે કરે, સેવક ત્રણ કરે, અને એનું પરિણામ પ્રજા ભોગવે. આ કુશાસન છે. અમે ભૂલ કરી. અમે એ મિટાવવા માગીએ છીએ – અમારા રક્તથી અમારાં હાડમાંસથી! . “યાદ રાખો કે યુદ્ધથી કોઈ વાતનો હંમેશ માટે શાંતિભર્યો નિકાલ નહિ ૧૯૮ ભરત–બાહુબલી Page #214 -------------------------------------------------------------------------- ________________ લાવી શકાય. યુદ્ધ યુદ્ધને ખેંચી લાવશે. શાસનને સ્થાપનારુંય યુદ્ધ છે, ને એને ઉથાપનારું પણ એ છે. માટે તમારાં શાસન યુદ્ધ પર નહિ, પ્રેમ પર સ્થાપજો ! તો જ એ કાયમ રહેશે. “પિતાજીના શાસનને યાદ કરો ! એમની શાસન-સીમા અલ્પ હતી, પણ અનુયાયીઓના હૃદયપ્રેમની સીમા અલ્પ નહોતી. એમનું પ્રેમશાસન જગત પર એક મધુરી સ્મૃતિ મૂકી ગયું છે. એ શાસનને ભય વગર સહુ સ્વીકારે છે. એ સ્વીકારી સહુ સંપના, ઔદાર્યના, પરસ્પર સંપર્કના પાઠ શીખે છે. અને અમારું શાસન સંઘર્ષનું છે : કલહ, ઈર્ષા, છલ, મોટાઈને દંભના વાવેતર અમારા હાથે થયાં છે ! વળી મારા હાથે તો જગતની નાના-મોટાની જન્મજાત આમન્યાને આઘાત લાગ્યો. અમારા પૂર્વજો કુળકર કહેવાતા. એમણે કુળની રચના કરી. કુળમાં મોટો ધર્મ મર્યાદાનો ! નાના-મોટાની એ મર્યાદાનો મેં નાશ કર્યો. મોટાભાઈએ તો ઓછોવત્તો પણ જગતમાં ભગવાન ઋષભદેવના સંદેશનો પ્રચાર કર્યો, પૃથ્વી પરથી સબળ નિર્બળને ખાય, એ અન્યાય દૂર કર્યો. વાઘબકરી ભરતશાસનમાં એક આરે આવીને પાણી પીએ તેવો ઘાટ રચ્યો.વનેવન, ગુફાએ ગુફા રખડી, દેવ, દાનવ ને રાક્ષસો સામે મૂઠભેડ આદરી એમણે એક અખંડ સામ્રાજ્ય ખડું કર્યું. એ સામ્રાજ્ય મિટાવવા હું ખડો થયો.મને મોટાઈનો મોહ થયો અને મોટાભાઈ પર કોપ થયો. “એ સર્વનું પ્રાયશ્ચિત્ત કરવા આજે હું જાઉં છું. સર્વસ્વ છાંડીને જાઉં છું. તમારો પ્રેમ, તમારું રુદન કે તમારાં આંસુ મારા કર્તવ્યના રાહને નહિ ખાળી શકે. મારી ભૂલને હું માત્ર નમ્રતાના શબ્દોથી ધોવા નથી માગતો, મારા તપત્યાગનાં ઊનાં ઊનાં લોહીથી એને શુદ્ધ કરવા માંગું છું. ‘તક્ષશિલાનાં રસિયાં નર-નારને મારો સંદેશો છે કે તેઓ ભરતશાસનનો સ્વીકાર કરે. તક્ષશિલા અને અયોધ્યા એક બને. તમારું સારું અયોધ્યાને આપજો, એમનું સારું તમે ગ્રહણ કરજો. ખરાબ સામે એકબીજા ખડક જેવાં થઈને ખડાં થજો. પણ એટલું ન ભૂલશો કે આપવામાં જેટલી મોટાઈ છે, એટલી લેવામાં નથી. આપીને રાજી થજો – મહાપ્રજાનાં એ લક્ષણ છે. જીવનના આનંદને ન ભૂલશો. સરિતા તમને જળ આપે, ગાય તમને દૂધ આપે, ધરતી તમને કણ આપે, વૃક્ષ તમને વસ્ત્ર આપે, ઘાસ તમને આશ્રમઘર આપે, કાષ્ઠ તમને અગ્નિ આપે, કુટુંબ તમને કલ્યાણ આપે – પછી દુનિયાની રોકાઈ જાઓ રાજવી! ૧૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ બીજી જળોજથામાં ન પડશો. એમાં જેટલા ઓછા પડશો, એટલા સુખી થશો. આ મારો છેલ્લો સંદેશ છે. તમારા મનના તમે રાજા છો, પછી જગતમાં કોઈ રાજાથી તમારે ડરવાનું નથી. મેં ભરત-બાહુબલી ખડો કર્યો, પણ એ વિદ્રોહ આત્મદ્રોહ સુધી જવા દીધો નથી; મોટાભાઈ મને માફ કરે ! હું આ ચાલ્યો !” બાહુબલે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. અને આગળ કદમ બઢાવ્યા. માર્ગમાં સૂતેલાં સ્ત્રી-પુરુષો બેઠાં થઈ ગયાં; પણ વળી નવી માંગણી લઈને એ સામે આવ્યાં. સ્ત્રીઓ બોલી : “હે કામદેવ ! આજની રાત રોકાઈ જાઓ, એક રાત્રિની લીલાથી અમારા અંતરને તૃપ્ત કરી લેવા દો !” કેટલીક રસિકાઓ પોતાના ઓષ્ઠ લંબાવતી આગળ આવીને બોલી : “હે પ્રિય રાજવી ! અમારા ઓષ્ઠ પર એક ચુંબન દઈને અમને સદાનાં ઋણી બનાવો !” કેટલીક સ્ત્રીઓ પોતાની દેહવલ્લરી ડોલાવતી આગળ આવીને બોલી : રે! એક આલિંગન અમને આપતા જાઓ. અમે અમારાં ચિત્ત તમારામાં મૂક્યાં હતાં, એથી એ શાંત હતાં. આજ તમારા વિયોગે એ ફરી વિલ થઈ જશે. અમારાં રસતરસ્યાં હૃદય જગતમાં ભમશે, પણ એને ક્યાંય શાંતિ નહિ લાધે, ઓ કામરાજા !” પણ બાહુબલે ન કોઈને સ્પર્શ કર્યો, ન કોઈને આલિંગન આપ્યું. ટેકરી પરથી કોઈ ઝરણું જેમ પોતાના રાહે અને પોતાના વેગે ચાલ્યું જાય, તેમ આખો સમુદાય વીંધીને બાહુબલ ચાલી નીકળ્યા. અયોધ્યા અને તક્ષશિલાનાં નર-નાર એમની પાછળ પાછળ ચાલ્યાં – ચંદ્રની આજુબાજુ તારકગણ ચાલે તેવાં એ ચાલવા લાગ્યાં. સૌ અયોધ્યાનાં મેદાન ને તક્ષશિલાના સીમાપ્રદેશો વટાવતાં ચાલ્યાં. ઠેર ઠેર આક્રદો સંભળાતાં હતાં. ઠેર ઠેર આમંત્રણો અપાતાં હતાં. રત્ન, મણિ, માણેકના ઢગ રચતા કેટલાક પલ્લીવાસીઓ ઠંડી રાતોને ગરમ કરવા પોતાની સુંદર કોમલાંગી પુત્રીઓની ભેટ ધરતા હતા તો કોઈ વળી હાથી અને ઘોડા આપતા હતા. પણ આ તો સૂર્યની ગતિ હતી. સંધ્યા સમયે આખા જગતને પ્રકાશમય ૨00 ભરત–બાહુબલી Page #216 -------------------------------------------------------------------------- ________________ કરનાર સૂર્ય, જગતને કંઈ પોતાની સાથે થોડું લઈ જાય છે ? એમ બાહુબલ કશું સ્વીકારતા નથી. હવે તો એમણે મોન ધારણ કર્યું છે. મનને રંજન કરનારી એ વાણી પણ બંધ કરી છે. નેત્ર પણ નાસિકા ૫૨ સ્થિર કર્યાં છે. નેત્રથી કોઈને નીરખવાની વાત કેવી ! એ તો જાણે અંતરમાં કોઈનું દર્શન કરી રહ્યા છે. ક્ષુધા-પિપાસાને તો એ ગણકારતા નથી. ઇક્ષુ-૨સના કલશ અને મધુરાં ખાદ્યનાં પાત્રો એમ ને એમ પડ્યાં રહે છે. સુવર્ણ જેવી કાયા આખી રજથી છવાઈ ગઈ છે, પણ સ્નાન-વિલેપન કેવાં ? જળનાં કાસાર અને ચંદનનાં વન એમ ને એમ પડ્યાં રહે છે. રે ! બાહુબલજી ! જરા સાંભળો તો ખરા ! હવામાં વિલાપી સ્વરો રેલાય છે. આ પુષ્પિત લતાઓ તમને નમેરા થયેલા જોઈ આપોઆપ સુકાઈ જાય છે. આ ચંદનનાં વૃક્ષો તમારા સ્પર્શ વગર એમને એમ ઊના ઊના નિશ્વાસ મૂકે છે. કસ્તૂરીમૃગ તો બહાવરા બની તમારી સામે એકીટશે નીરખી રહ્યા છે. એમની આંખોમાંથી ટપકતું સ્નેહજળ તો જુઓ ! આ ચક્રવાક ને ચક્રવાકી, તમારા પ્રેમાલાપ ન સંભળાતાં, સાવ મૂંગા બની ગયાં છે. કેવો ગજબ કર્યો, રાજન્ ! આ પૃથ્વીએ એવાં તે શાં પાપ કર્યાં કે તમે અબોલા લીધા, અવનિનાથ ! રાજમાર્ગો, કેડીઓ, વનવાટો જ્યાં જ્યાંથી બાહુબલ પસાર થાય છે, ત્યાં ત્યાં આ સ્નેહનું ધુમ્મસ ઘેરાઈ ગયેલું છે. પણ જેમ સૂર્યકિરણોથી ધુમ્મસ ઓસરી જાય એમ બાહુબલના પદસંચારે માનવહૈયાં કંઈક સાંત્વન અનુભવે છે. દિવસોનો આ પ્રવાસ અવિરત ચાલે છે. આગળ રાસંન્યાસી બાહુબલ છે, પાછળ નરનારનો સમુદાય છે. પણ આ સમુદાય એક દિવસ આશ્ચર્ય અનુભવે છે ઃ ભ્રમરો ગુંજતા ભમતા રહ્યા અને શતદલ કમલ જાણે અદશ્ય ! બધા છે, પણ બાહુબલ જ નથી. ન જાણે ક્યાં ચાલ્યા ગયા છે ! બધાં શોધ કરવા લાગ્યાં. પણ રાત્રિ દિવસની શોધ કરે, એમ એ વ્યર્થ રોકાઈ જાઓ રાજવી ! ૨ ૨૦૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ગઈ ! ન જાણે હવા સાથે એ ચાલી ગયા, ન જાણે પવન સાથે એ પગ કરી ગયા, ન જાણે વંટોળ સાથે એ વેગ કરી ગયા કે, કંઈ પત્તો ન લાગ્યો ! નિરાશ થયેલા સમુદાયે એ વિદાયભૂમિ પર એક જલનવાણ ગાળ્યું, ને ત્યાં સહુ વસી ગયાં. એમનાં પગલાંની ત્યાં અનુકૃતિ દોરી એને પુષ્પ ચઢાવવા લાગ્યા. એકઠા થઈને એમના સ્વભાવની મધુરતાની વાતો કરવા લાગ્યા. સહુ કહે : અમને શ્રદ્ધા છે, અમારો સ્વામી એક દિવસ આંહીં જરૂ૨ આવશે, અમને ભેટશે, અમને પંપાળશે, અમને તારશે. એનું સ્નેહભીનું હૃદય અમારી વેદના સહી નહિ શકે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૯ હું રાજમહેલનો યોગી મસાણમાંથી મડું બેઠું થાય, એમ ચક્રવર્તી થોડી વારે બેઠા થયા. સભાગૃહ વિસર્જન થઈ ગયું હતું, ને માત્ર થોડા મુખ્ય અંતઃપુરવાસી કર્મચારીઓ સિવાય ત્યાં કોઈ નહોતું. રાજા બાહુબલ યોગીના વેશે જંગલ તરફ ચાલ્યા ગયા, એ વાત જ મુખ્ય ચર્ચાનો વિષય બની રહી હતી. અરે ! હજારો અપૂર્વ લાવણ્યવતી સુંદરીઓનો ઇષ્ટદેવ, વર્તમાન યુગનો કામદેવ, આટલી સહેલાઈથી સુખ-સાહ્યબીનો ત્યાગ કરશે, એ સમજાય એવી વસ્તુ નહોતી. પરિસ્થિતિ અકળ બની હતી, અને સહુ પોતાના ગજથી એને માપવા માંડ્યાં હતાં. કામદેવના અંતરમાં રાગ હોય કે સંયમ હોય ? આ જ વાત બધે ચર્ચાઈ રહી. પણ રાજા બાહુબલની વાત કોઈ રીતે મેળ બેસે તેવી નહોતી. રાગ અને ભોગને સંબંધ, કામદેવને અને સ્વૈરવિહારને સંબંધ, પણ કામદેવની સાથે ત્યાગ અને સંયમને સંબંધ કઈ રીતે ? આ કોઈ રાજરમત તો નથી ને ? રાજકીય કીચમાં ઊંડા ખૂંપી ગયેલા જીવોને ચાંદની ચમકે. કૂતરું ભસે કે માણસ મરી જાય, એમાંય રાજરમતની ગંધ આવ્યા જ કરે. એ માણસની કમજોરીઓને જ નિહાળ્યા કરે, એના છલને જ જાણ્યા કરે, અને આખરે એ પોતે જ એ કમજોરી અને છલનું મૂર્તિમંત સ્વરૂપ થઈ પડે. એને ઊંઘ વધુ આવે તો કોઈએ કેફ કરાવ્યાનો ડર લાગે અને ઊંઘ ન આવે તો મૂઠ માર્યાનો ડર -- Page #219 -------------------------------------------------------------------------- ________________ સતાવ્યા કરે. આ રીતે રાજકીય જીવોનું જગત નરકની બીજી આવૃત્તિ બની જાય છે ! ‘સ્વામી ! કુશળ તો છો ને ?’ પટરાણી સુભદ્રાદેવી ભરતદેવની પાસે જઈ, તેમની દેહને પોતાની રૂપાળી દેહથી ટેકો આપતાં બોલ્યાં. મૂર્ચ્છમાંથી જાગતો માણસ બોલે, એમ ભરતદેવ બોલ્યા : ‘દેવી ! સંસારમાં કુશળ કોણ છે, ને અકુશળ કોણ છે, એનો કંઈ નિશ્ચય થઈ શકતો નથી.’ ભરતદેવે નિરાશ હૈયું પ્રગટ કર્યું. ‘એમ શા માટે બોલો છો, નાથ ? ભરતદેવ જેવા ચક્રવર્તીને અકુશલ શું હોય ? એનો મહિમા કેટલો છે !’ પટરાણીએ ચક્રવર્તીને પોતાની દેહનો, પોતાનાં મનોરમ અંગોનો વધુ ને વધુ આશ્લેષ આપતાં કહ્યું. મારો મહિમા તમે ન જોયો, દેવી ? નાના ભાઈએ જે વસ્તુને તુષારબિંદુ જેમ તજી દીધી, એને મોટો ભાઈ કેવો જડની જેમ વળગી રહ્યો ! સંસારમાં હું કેવો ભૂંડો લાગ્યો ! કોઈનું અંતર કોઈ વાંચવા થોડું બેઠું છે, દેવી !’ ‘સ્વામી ! લાગણીઓના વેગમાં તો તમે સાવ બાળક છો !’ બાળક છું, એટલે તો કદાચ મારો ભાવિમાં ઉદ્ધાર શક્ય છે. બાકી પ્રૌઢ હોત તો.....' ‘પ્રૌઢ હોત તો ? દેવીએ પ્રશ્ન કર્યો. ‘તો મારા ભાઈના રાજ્યાગ જેવા પવિત્ર કાર્યમાંય મને રાજરમતની દુર્ગંધ આવત. સાચું કહેજો, રાણી ! તમને આવે છે કે નહિ ? ખોટું ન બોલશો મારા સમ છે.’ ભરતદેવ રાણી સામે જોઈ રહ્યા. ...... " સૌંદર્યવતાં રાણી માનતાં હતાં કે જો એક વાર ભરતદેવ પોતાના રૂપાળાં અંગો સામે મીટ માંડે તો પોતાનો વિજય નિશ્ચિંત હતો. ગારુડીની નજર પડતાં ગમે તેવો મણિધર વશ થાય, એમ રૂપસૌંદર્યભર્યા મુખ પર, કપોલ પર, કેશાવલિ ૫૨, વક્ષસ્થળ પર પુરુષની નજર પડે એટલે એ વશ થયો સમજો ! ભરતદેવની દૃષ્ટિ રાણીનાં અંગો પર ફરી રહી; ક્યાંક ક્યાંક એ સ્થિર પણ થતી લાગી. એ અંગોને રાણી આલસ્યના મિષે જરા વિશેષ મોહક કરતાં બોલ્યાં : “મારા સમ અને તમારા સમ—મૂકો એ લપ ! આ રાજમહેલ કરતાં મારા પર્વતની કઠોર શિલાઓ વધુ સુખદ હતી. અરે ! તમે બેભાન બની ગયા, અને ૨૦૪ * ભરત–બાહુબલી Page #220 -------------------------------------------------------------------------- ________________ મારો તો જીવ જ ઊડી ગયો!' રાણીએ પોતાની કોમળ ભુજાઓ ચક્રવર્તીની દેહ પર ફેરવી. એ જાણતાં હતાં કે રાજકારણના અગ્નિથી બળુઝળુ થયેલા રાજકીય પુરુષોને રૂપવતી પ્રિયતમાના હાસ, વિલાસ ને આશ્લેષના પ્રચંડ ધોધ જ શાંત કરી શકે છે. ‘રાણી ! પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો; પછી તમારા અંતરમાં રમી રહેલા કામદેવના પ્રશ્નનો હું જવાબ આપીશ.” ‘પ્રથમ અરીસાભવનમાં ચાલો, ત્યાં થોડી આસાયેશ લો, પછી સવાલજવાબ કરીશું.” ને રાણીએ ભરતદેવને દોર્યા. માંદગીમાંથી ઊઠેલા માનવીની જેમ જગતના મહાન જોદ્ધા ભરતદેવે ધીરે ધીરે ડગ ભર્યાં. બહાર રથ તૈયાર હતો. રાજા અને રાણી એમાં બેસી અરીસાભવન તરફ ચાલ્યાં. આખો માર્ગ બાહુબલના ત્યાગની વાતોથી ગુંજારવ કરતો હતો. ભગવાન ઋષભદેવના પુત્ર તરીકે આજે કોણ શોલ્યું, એ જ સર્વત્ર ચર્ચાનો વિષય હતો. ફૂલશયા જેવાં રાણી પડખામાં બેઠાં હતાં, પણ ન જાણે કેમ, ભરતદેવને આખે માર્ગે કાંટા જ ભોંકાતા રહ્યા. તેઓ ઘડીમાં રાણીની રૂપાળી દેહ પર મીટ માંડી રહેતા, ઘડીમાં ભારે નિશ્વાસ નાખતા. ' વાહ રે દુનિયા ! આખું જગત જીતી આવો, સમસ્ત સૃષ્ટિની સમૃદ્ધિ લાવીને આંગણે ઠાલવી દો, પણ સુખનો આધાર તો માણસની માંહ્ય બેઠેલ મૂઠીના મન ઉપર જ ને ! મહાન લાગતા ચક્રવર્તી, જગતને થરથરાવનાર યોદ્ધો આજે સુભદ્રાદેવીને સાવ કમજોર લાગ્યો! પણ અંતરમાં એમને અરમાન હતાં કે અરીસાભવનમાં આવીને એક વાર મારી સોડમાં ભરાણા, એટલે પથ્થરના દિલને પણ પુષ્ય ન બનાવું તો કહેજો! ધીરે ધીરે બંને અરીસાભવનના દ્વાર પર આવી પહોંચ્યાં. દ્વાર પર સ્ફટિકના બે મયૂરોએ તેમનું સ્વાગત કર્યું. ભરતદેવ રથ પરથી છલાંગ મારીને નીચે ઊતર્યા, રાણીને ઊતરતાં વાર લાગી—અથવા એમણે હાથે કરીને વાર લગાડી. નીરવ એકાંત હતું. રાણીએ સહાય માટે રૂપાળા હાથ લંબાવ્યા. હું રાજમહેલનો યોગી ૨૦૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ અરીસાભવનનો પ્રદેશ નિર્જન હતો. ભરતદેવે આગળ વધીને રાણીને રથમાંથી ઊંચકી લીધાં. પણ જેવાં ઊંચક્યાં એવાં રાણી ભરતદેવને વળગી પડ્યાં – છૂટે એ બીજાં ! ભરતદેવે એમને છૂટા કરવા જેમ જેમ પ્રયત્ન કર્યો, એમ એમ એ વધુ ને વધુ ગાઢ રીતે વીંટાતાં ગયાં. રાણી પણ પહાડી જીવ હતાં, એમનું સામર્થ્ય અપૂર્વ હતું પણ રૂપવતી સ્ત્રી ગમે તેવી બળવાન હોય તોપણ બળનો ઉપયોગ જવલ્લે જ કરે છે. એની સૌંદર્યશક્તિની અમોઘતામાં એને પૂરી શ્રદ્ધા હોય છે. મને તેડીને અંદર લઈ ચાલો, સ્વામી ! પતિ-પત્ની પણ સંગ્રામના બે યોદ્ધા જ છે. અહીં પણ હાર તો યોદ્ધો-નિર્બળ યોદ્ધો – જીતી જાય છે, ને જીતતો મહાન યોદ્ધો હારી બેસે છે !' રાણીએ કહ્યું, ને પોતાનો કોમળ સ્નિગ્ધ કપોલ પ્રદેશ ભરતદેવના ઓષ્ઠ પર દાબી દીધો. જાણે કડવી તુંડળીનું શાક ચાખતા હોય એમ ભરતદેવે એ કપોલ પ્રદેશને ચૂમ્યો. ભરતદેવ રાણીને બે બાહુમાં ગ્રહીને અંદર ચાલ્યા. ચારેતરફનું વાતાવરણ ખૂબ જ મુગ્ધ કરનારું હતું. સ્ફટિકનાં નાનાં નાનાં ઘરોમાં અનેક યુગલો બેઠાં હતાં. ક્યાંક ગાય-વૃષભ, ક્યાંક વાનર-વાનરી, ક્યાંક કબૂતર-કબૂતરી ! પ્રેમની સૃષ્ટિ જાગી હોય એમ બંસરીના સૂરોનું સંગીત રેલાઈ રહ્યું હતું. કાચના ફુવારાઓમાંથી જળ ઊછળીને રંગ-તરંગ દાખવતું સ્ફટિકની ભૂમિ પરથી વહી જતું હતું. એમાં સરખા રંગવાળી માછલીઓનાં યુગલ રમતાં હતાં. | મધ્યાહુનનો સમય હતો, પણ અહીં અનહદ શીતળતા વ્યાપી રહી હતી. કાચના રંગીન પડદાઓ વાટે સૂર્યનો આ તાપ શીળો થઈને અહીં રેલાતો હતો. ભરતદેવે રાણીની લઈને અંદર પ્રવેશ કર્યો. એમને પણ અહીંની સૌંદર્યભરી હવા સ્પર્શ કરવા લાગી. આવું ઉષ્માભર્યું વાતાવરણ, પ્રેમનો સંવાદી સૂર કાઢતું બધા જીવો, અને પોતાની કોટે વળગેલી રૂપરૂપનો અંબાર સુંદરી ! થોડી વાર ભરતદેવ મનનો તાપ-સંતાપ વીસરી ગયા. એમણે એક હાથે રાણીને છાતી સાથે દાળ્યાં. અરર !” પીડાતા હોય તેમ રાણીએ ચિત્કાર નાખ્યો. રાજકારણી પુરુષને પોતાના રૂપસાગરમાં ડૂબતો જોઈ અંતરમાં એ રાજી રાજી થઈ ગયાં ને બોલ્યાં : આહ ! શું આમ એકાએક હલ્લો કરી તમારા પ્રતિસ્પર્ધી યોદ્ધાને પરાસ્ત કરવા ચાહો છો ? તૈયારીનો લેશ પણ સમય આપવાનો નહિ ?” ૨૦૬ ભરત–બાહુબલી Page #222 -------------------------------------------------------------------------- ________________ ‘ના, ના, એને સમય આપી દઉં તો એ કદી મને જીતવા જન દે !' અને ભરતદેવે રાણીને ફરી ગાઢ આશ્લેષ આપ્યો. ‘યુદ્ધની આ રીત નથી, સ્વામી ! ભલે સમય ન આપો, પણ સ્થળ તો આપો !' ‘સ્થળ કેવું ?’ ‘મને અંદરના ખંડમાં લઈ ચાલો. જે ખંડમાં મારાં શસ્ત્રાસ્ત્ર છે, ત્યાં મને મૂકો.’ ‘સ્થળ આપીશ પણ શસ્ત્ર-અશસ્ત્ર ધારણ કરવાનો સમય નહિ આપું.’ ‘સ્થળ મળ્યું એટલે જીત મળી સમજો. ચાલો, અંદરનાં ખંડગૃહોમાં.' રાણીએ જાણે આજ્ઞા કરી. ભરતદેવના દુઃખી ચિત્ત પર આ રૂપવાદળી નવમેઘની સુખદ વર્ષા કરી રહી. દિવસોથી કલાન્ત બનેલા મન પર આ સૌંદર્યકોકિલા નવી બહાર જમાવી ગઈ. બહારથી પહાડ જેવા અણનમ લાગતા પુરુષો અંતરથી પહાડ હોતા નથી. એનેય મેદાનની ઝીણી કાંકરીઓ સાથે રમ્યા વગર ચાલતું નથી, બલ્કે એના જીવનનો આરામ જ ત્યાં હોય છે. માટે માણસ બહાર કંઈક હોય છે, અંદર કંઈક હોય છે. અરીસાભવનના એક ખંડમાંથી બીજા ખંડમાં, ને બીજાથી ત્રીજા ખંડમાં એમ ભરતદેવ રૂપવાદળીને હૈયે ચાંપીને ફરવા લાગ્યા. રૂપવાદળીએ પણ રંગ-રાગના એવા ચટકા કર્યા કે ભરતદેવના હૃદયમાંથી ઘડી પહેલાંનો ભૂતકાળ ધોવાઈ જતો લાગ્યો. ભુલાઈ ગયો તક્ષશિલાનો વિગ્રહ અને ભુલાઈ ગયું બાહુબલ સાથેનું યુદ્ધ. ભુલાઈ ગયો અયોધ્યાનો દરબાર અને ભુલાઈ ગયો બાહુબલનો રાજત્યાગ. એક ‘તુંહી તુંહી’ થઈ રહ્યું. આખા સંસારમાં પોતે અને પોતાની પ્રિયતમા જ શેષ રહ્યાં. વાહ રે છ ખંડના વિજેતા ! તને લાખો-કરોડોનો જનસમુદાય હરાવી ન શક્યો, અને એક નાનીશી વાદળી હરાવી ગઈ ! રાજા-રાણી દીવાનાં બનીને એક ખંડમાંથી બીજા ખંડમાં ઘૂમવા લાગ્યાં. ભરતદેવ વારંવાર પ્રશ્ન કરતા હતા : ‘કહો રાણી ! તમારું સ્થળ આ કે ?’ હું રાજમહેલનો યોગી * ૨૦૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ ‘ના સ્વામી ! હજી હવે આવશે.’ સ્થળને બહાને સમય ન લેશો, રાણી !’ ‘તો તમારા પ્રતિસ્પર્ધીને સુખેથી કચડી શકો છો, પણ જગતના ચોકમાં એ અન્યાય ગણાશે !' રાણીએ પોતાનાં મધુર અંગોના ઘા કરતાં કહ્યું. ભરતદેવ વળી બીજા ખંડમાં ગયા, ત્યાં જતાંની સાથે એક રાજા-રાણીના બદલે સહસ્ર રાજા-રાણી બની ગયાં. ભરતદેવ બોલ્યા : ‘કહો રાણી ! આ તમારું સ્થળ કે ?” ‘ના, હજી આગળ છે. થાક્યા હો તો હાર કબૂલી લો, અને હું કરું એ સજા સહી લો !’ ‘ના દેવી ! તમારી સજા સહન ક૨વી નથી. ન જાણે તમે કેવી કઠોર સજા કરો !’ ‘અમારી સજા ભયંકર હોય છે. પ્રતિસ્પર્ધી પ્રત્યે કદી અમે રહમ દાખવતાં નથી, કારણ કે અમારો પ્રતિસ્પર્ધી હંમેશાં ઢોંગી હોય છે. રમતો હોય ત્યાગની તલવારથી ને હૈયામાં ખૂંપી હોય રાગની કટાર ! સ્વરૂપવાન સાથી વિના એને પળભર પણ ન ચાલે અને વાત કરે ત્યાગની – સંન્યાસની !’ ‘વાહ રે મારાં સ્વરૂપવાન સાથી !' અને ભરતદેવ આગળ વધ્યા, ધીરે ધીરે તેઓ એક વિશાળ ખંડમાં આવી પહોંચ્યાં. અજબ કરામતી આ ખંડ હતો. માણસ જેવો હોય તેવો ત્યાં પ્રગટ થઈ જતો. રાણીએ ભરતદેવના હાથમાંથી કૂદકો માર્યો. તે સામે જઈને ઊભાં ને બોલ્યાં : ‘સ્વામી ! આવી ગયું મારું સ્થળ ! જોઈ લો, મારાં શસ્ત્ર-અસ્ત્ર ! રાણીએ બે ડગલાં આગળ વધતાં વિજયડંકા જેવા નાદથી કહ્યું. વસ્ત્ર પહેર્યાં હોવા છતાં માણસ વસ્ત્રવિહીન દેખાય એવો કરામતી એ ખંડ હતો. રાણી આગળ બોલ્યાં : ‘અને સાંભળી લો તમારા જવાબનો મારો જવાબ. તમારા ભાઈ બાહુબલ ભલે આજે ત્યાગની વાતો કરીને વિદાય થયા, પણ અંતરમાં તો એમને પણ રાગ ભર્યો જ છે. પુરુષમાત્રને એમાં પણ ખાસ કરીને રાજકારણી પુરુષને— સ્ત્રી વગર નથી ચાલતું. મારા જેવી કોઈક મળી ગઈ કે તમારા ત્યાગી બનેલા કામદેવ પાછા આવ્યા સમજો, અને એ દિવસે નવું જ યુદ્ધ ઊભું જ છે. આ તો ભૂંડા દેખાઈને સારા લેખાવાની રાજરમત છે !” ‘મારા ભાઈની નિંદા ?’ ૨૦૮ * ભરત–બાહુબલી Page #224 -------------------------------------------------------------------------- ________________ નિંદા નહિ, પ્રશંસા ! મર્દ તો એ, જે પોતે જીતતો ગયો ને તમને ભૂંડા દેખાડતો ગયો.” રાણી ! અમે કોનાં સંતાન છીએ, જાણો છો ?” ભરતદેવના હૃદયમાંથી બંધુનિંદા સાંભળી એકદમ રાગ નીકળી ગયો. અંતરનું સત્ત્વ ધીરે ધીરે જાગી રહ્યું. એટલે શું?” રાણી બોલ્યાં. એટલે એ કે જે વાત શીખતાં તમને હજારો વર્ષ લાગે એ મારા માટે પળનું કામ છે. જે સમૃદ્ધિ એકત્ર કરતાં તમારા ભવના ભવ ચાલ્યા જાય અને એનો ત્યાગ કરતાં બીજા એટલા ભવ એળે જાય, એ સમૃદ્ધિ મેળવીને છાંડવી એ અમારે મન છોકરાંની રમત વાત છે !” બીજી વાત મૂકો, સ્વામી ! ભારે વિચિત્ર છે તમારું મન. ઘડીમાં જાણે જળમાં આકંઠ નિમગ્ન છે, તો ઘડીમાં જાણે કિનારાને પણ એવું જ ક્યાં છે ! મને યુદ્ધ આપો. મારું સ્થળ આવી ગયું. મેં શસ્ત્ર ધારી લીધાં.” ભરતદેવ ઘડીભર એ જગમોહિનીને એના પૂર્ણ સ્વરૂપમાં નીરખી રહ્યા. જોગી જતિ ભૂલા પડી જાય તેવું એ સૌંદર્યઝરણ હતું. પુરુષને વ્યાકુળ કરી મૂકે એવો સૌંદર્યધોધ ત્યાં ગાજતો હતો. રાણી ! તમારાં શસ્ત્ર ક્યાં ?' ‘સ્ત્રીનું અમોઘ શસ્ત્ર સ્ત્રીની દેહ ! હું રતિ, તમે કામ.” “હું કામ ? રાણી, કામદેવ તો એકમાત્ર મારો ભાઈ, બીજી બધી વાતો ! ભરતદેવનું ચિત્તતંત્ર વળી ખસીને બીજી વાત પર ગયું, ‘રાણી ! મારો ભાઈ કહેતો કે લોકોને ભ્રમણા છે કે કામદેવને રાગ અને રતિ ગમે. એ કહેતો કે સાચા કામદેવનાં હથિયાર બે : એક સંયમ અને બીજું ત્યાગ ! કામ જગતને આકર્ષે ખરો, પણ પોતે આકર્ષાય નહિ. જલકમળવત એનું જીવન. દુનિયાને ઘેલો બનાવતો ફરે, અને પોતે તો ડાહ્યોડમરો જ રહે.” ‘ભાઈની વાત આવે છે, કે તમે જાણે ઘેલા બની જાઓ છો. ‘રાણી ! આવો ભાઈ હોવો, એ ય મોટા ગર્વની વાત છે.' ચાલો, બીજી વાત છોડો અને મને યુદ્ધ આપો !” રાણી! હું હાર્યો. મારો ભાઈ જંગલનો જોગી બન્યો, હવે હું રાજમહેલનો રાજયોગી બનીને જીવીશ. આ આપણો છેલ્લો રસવિહાર તમારા ને મારા સ્નેહપૂર્ણ જીવનનું સંસ્મરણ બની રહો !” હું રાજમહેલનોયોગી ૨૦૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ રાજમહેલમાં રહી રાજસંન્યાસી બનશો ? બની શકશો ખરા ?” રાણી પુરુષના હૃદયને પાણી જેવું સમજતાં હોય એમ બોલ્યાં. રાણી ! અંતરમાં નિર્ણય લેવાયો, પછી એ વજલેપ બને છે. તમે એને ચળાવી નહિ શકો. છતાં તમે છંછેડશો ને હું છંછેડાઈ ઊઠીશ, તો મારે જંગલનો રાહ લેવો પડશે. સારું એ તમારું !” ભરતદેવના અવાજમાં અમોઘ તીરનો ટંકાર હતો. - સ્ત્રી આંખ અને હૃદયની પારખુ હોય છે. એણે મૂર્તિમંત સ્વરૂપમાં પરુષને નિહાળ્યો. સ્ત્રી નમી ગઈ. એના ગજવેલનું પાણી થઈ ગયું! દેડજ્યોતિ સાવ ફિક્કી પડી ગઈ. સૂરજ શા સ્વામી સામે રાણી મૂઢ બનીને જોઈ રહી. રાણી કંઈ જવાબ વાળી ન શક્યાં, એટલું જ બોલ્યાં : નાથ ! નજરથી અળગા ન થશો. હુંય ચક્રવર્તીનું રત્ન છું. જે તમારું સારું એ મારું સારું.’ અરીસાભવનના એ ખંડમાં પછી રાજા-રાણી ઘણી વાર ઊભા રહ્યાં, પણ બંનેની નજર એકબીજાની દેહ પર નહિ, પણ કો અગમ અગોચરમાં રમતી હતી. ૨૧૦ ભરત–બાહુબલી Page #226 -------------------------------------------------------------------------- ________________ 30 આત્મવિલોપનનો મહિમા અગર સંસારમાં આધ્યાત્મિક આશ્વાસન ન હોત તો, સંસારના બીજા જીવના તો ઠીક, પણ રાજકારણી જીવોના તાપ—સંતાપનો કોઈ આરો ન રહેત. એક દિવસ રાજકારણી નેતા પોતાની સામે દોમ દોમ સાહ્યબી જુએ છે, પણ જ્યારે, હાર પર હાર સહતા અઠંગ જુગારીની જેમ અંતરની સંપત્તિ સાવ ઊડી ગયેલી નીરખે છે, એ દિવસે એને જીર્ણ ઇમારતની જેમ કોઈ ટટ્ટાર રાખી શકે તો માત્ર કોઈ આધ્યાત્મિક વિચારણા કે કોઈ મહાયોગી જ રાખી શકે છે. એટલે સંસારમાં કરુણમાં કરુણ અંત કોઈનો હોય તો રાજકારણી નેતાઓનો હોય છે. અને આધ્યાત્મિક સહારાની કોઈને વધુમાં વધુ જરૂર હોય તો આ શુષ્ક ભૌતિક જીવોનો હોય છે. જ અયોધ્યાનું સામ્રાજ્ય આજે વિસ્તાર પામ્યું હતું. પાણીમાં દૂધ મળી જાય એમ તક્ષશિલા એમાં ભળી ગયું હતું. ચૌદ સુપ્રસિદ્ધ રત્નો રાજા ભરતના દરબારમાં હતાં. ભરત-કોષમાં નવ નિધિઓ હતા. બત્રીસ હજાર રાજાઓ એના ચરણ સેવતા પડ્યા હતા. છત્તું કરોડ ગામે ભરતદેવની આજ્ઞામાં હતાં. બત્રીસ હજાર દેશમાં ભરતશાસન પ્રવર્યું હતું. ભરતસેના તો અપૂર્વ હતી. એના ચોરાસી લાખ ગજ, અશ્વ અને રથોએ અને છત્રીસ ક્રોડ પાયદળે પૃથ્વીને એક આરે કરી હતી. વિદ્રોહી રજકણને પણ ક્યાંય રહેવા દીધું નહોતું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ભૂમિમાત્ર ભરતની હતી ! આ કારણે આખા દેશનું નામ ભરતભૂમિ પડ્યું હતું. ભરતભૂમિનો આખો નકશો પલટાઈ ગયો હતો. નિર્બળોને હક ને સબળોને માથે ફરજ એમ બેવડેદરે રાજસૂત્ર ગૂંથાયું હતું. વન-જંગલ, જ્યાં શાસનનું નામ નહોતું ત્યાં પણ ભરત શબ્દ પહોંચતા શાસન સ્થપાઈ જતું. ‘ભરત ! ભરત ! ભરત !' આ ત્રણ શબ્દો મંત્રોચ્ચાર જેવા બન્યા હતા. એ શબ્દોના ઉચ્ચાર સાથે વનવગડાનાં વાસી પણ ભરતશાસનનાં પ્રજાજન બની જતાં છૂટાં છૂટાં ઘર અને આવાસો વચ્ચે આવજાનો ત્રણ ગાડાં જેટલો માર્ગ રાખી, નદી તટે સહુ પાસે પાસે વસી જતાં. એમાંથી પછી દશ ડાહ્યાઓ ગામનગરના સંચાલનનો બધો ભાર ઉપાડી લેતા. એ દશમાંથી એક જણ અગ્રણી બનતો; એનો શબ્દ નિયમ બનતો. એ અગ્રણી ભરત-સિંહાસનને વફાદાર રહેતો. પછી ભરતદેવને સદેહે તો એ ન જાણે ક્યારે નીરખતો ! અહીં તો શબ્દથી જ શાસન ચાલતું. નામમાત્રનો મહિમા વિસ્તર્યો હતો. ભરતના નામે આતતાયીઓ ડાહ્યા થઈ જતા. દુષ્ટ લોકો પાંસરા ચાલતા. ન જાણે સૂર્ય કઈ ભૂમિ પર ઊગતો હશે, પણ એની પ્રકાશ-મર્યાદામાં આખું જગત આવી જાય છે, એમ ભરત શાસનનું બન્યું હતું. ભરતના નામે જગતમાં સહુ સારાનું કામ ચાલતું. ભરતના નામથી ન્યાય ચૂકવાતો. આખું જગત ભરત-શાસનથી ભર્યું ભર્યું થઈ ગયું હતું પણ ખુદ ભરતદેવનું હૃદય ખાલી થઈ ગયું હતું. એમને ભોગમાં રોગ દેખાતા હતા, શોખમાં શોક દેખાતો હતો. ચિરંજીવના આશીર્વાદમાં આયુષ્યની અલ્પતા લાગતી હતી. સદાકાળ અંતરમાં યુદ્ધ ચાલ્યા કરતું હતું. અરીસાભવનમાં તો હવે કોણ જતું જ હતું ? ને ક્યારેક જવાનું થતું તો આત્મસમાધિ લાગી જતી. રાણી સુભદ્રાનું રૂપ તો વસંતમાં કેસૂડાં ખીલે એમ ૨૧૨ * ભરત–બાહુબલી Page #228 -------------------------------------------------------------------------- ________________ ખીલતું જતું હતું. પણ ભરતદેવ એ નિહાળી અફસોસ કરતા ને કહેતા : ‘રાણી ! બહારનું રૂપ અંતરના રૂપને કદરૂપું બનાવે એનો કંઈ અર્થ ? રાજા સંસારનો સ્વામી બને, અને અંતરનો ગરીબ બને, એનો કંઈ અર્થ ? સંસાર મારા-તારાના ઝઘડામાં રાચે છે. રાજા થઈને મને પણ મારા-તારાનો ઝઘડો ગમે, એ મારું શ્રેષ્ઠપદ કેવડું ? મેં લોકોને ભરત-બાહુબલીની ના પાડી. જેણે એવો વિદ્રોહ કર્યો એને મેં સખત શિક્ષા કરી, પણ મારા આત્મવિદ્રોહ તરફ મેં લક્ષ જ ન આપ્યું !’ :: રાણી કહેતાં : ‘આત્મનિંદા ગુણ પણ છે, ને દુર્ગુણ પણ છે. આટલી બધી આત્મનિંદા હોય ? એક વસ્તુ કરવા બેઠા, કરી લીધી, થવાનું હતું તે થઈ ગયું, પછી એને હંમેશાં કંઈ ગણીને ગાંઠે બંધાય છે ? ભરતભૂમિ, ભરતશાસન, ભરતન્યાય જગતમાં પ્રસરતો જાય છે, ત્યારે એનો મહાન પ્રસારક ખુદ નાનો ને નાનો થતો જાય છે !’ ભરતદેવ બોલ્યા, ‘સાચું શાસન ત્યારે જ પ્રસરે, રાણી ! જ્યારે એને પ્રસરાવનાર વ્યક્તિ અદૃશ્ય થઈ જાય. ભલા અત્તરમાં ખબર પડે છે, કે અત્તર બનનાર ફૂલનું વ્યક્તિત્વ કેવું હતું ? ફૂલનું વ્યક્તિત્વ ભૂંસાય તો જ એનું સુગંધ તત્ત્વ અત્તરમાં અમર થાય. સૂંઘો એટલે કહી શકશો કે કેવડાનું કે કમળનું અત્તર છે, પણ એમાં તમે કેવડાને કે કેળને નીરખી શકો છો ખરાં ? એમ ચિરંજીવી માત્ર ભાવના છે, વ્યક્તિ નહિ.' સુભદ્રા બોલ્યાં, ‘તમારી સાથે ચર્ચા નિરર્થક છે. સામાન્ય વાતને અસામાન્ય કરવાની તમારી ટેવ છે. હું જાણતી હતી કે પ્રબલ પુરુષત્વ સ્ત્રીત્વની ઊર્મિઓ વગર સંતોષ વળતો નથી. મેં મારો શૃંગાર-દીવડો અનેકવાર ઝબકાવ્યો, પણ વારંવાર વ્યર્થ જ ગયો. મનની ગૂંચ કોઈ વાર ઉકેલો તો મને પણ સમજ પડે.’ ચક્રવર્તી બોલ્યા : ‘મનની ગૂંચ તો પિતાજી વગર કોઈ ઉકેલી શકે તેમ લાગતું નથી. વનપાલકોને અને અરણ્યસેવીઓને સંદેશા પાઠવ્યા છે, કે પિતાજીની ભાળ કાઢે, અને મને ખબર આપે. રાણી, વિશ્વવત્સલ પિતાજીના ચરણમાં કદાચ શર્માન્ત લાધે તો લાધે.’ આત્મવિલોપનનો મહિમા × ૨૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગયા. ‘હું આવી ત્યારનો વનપાલક બહાર જ ઊભો છે.' સુભદ્રાદેવીએ કહ્યું. ‘અરે ! તો એને તરત જ આમંત્રો !' ભરતદેવ એકદમ ઊભા થઈ સામે વનપાલક રાહ જોઈને જ ઊભો હતો. એણે અંદર પ્રવેશ કરતાં કહ્યું, ‘ગિરિરાજ પર ભગવાન ઋષભદેવ પધાર્યા છે.’ ચાલો, ચાલો, ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી ! આજ આપણાં મનવાંછિત ફળ્યાં. ચાલો, શીઘ્ર નીકળીએ.' ભરતદેવે બહાર પડેલી ઘંટા વગાડતાં કહ્યું : ‘શીઘ્ર બોલાવો મહામંત્રીને !’ થોડી વારમાં મહામંત્રી આવીને હાજર થયા. ભરતદેવે તેમને કહ્યું : ‘ગિરિરાજ પર પિતાજી પધાર્યા છે. હું જાઉં છું તમે રસોઈ તૈયાર કરાવી શકટમાં ભરાવીને આવો.’ ભરતદેવે એ ઘડીએ જ ગજ પર આરોહણ કર્યું. જોતજોતામાં આખે માર્ગે ખબર પહોંચી ગયા, કે ભરતભૂમિના સ્થાપક, કે ચક્રવર્તી ભરત આ રસ્તેથી ભગવાન ઋષભદેવના દર્શને સંચરે છે. સમ્રાટ ભરતને જોવાની સોનેરી તક છે ! આખો માર્ગ જનકુલોથી ઊભરાઈ ગયો. દિશાઓ જય-જયકારથી ભરાઈ ગઈ. માનવમેદની સૂર્યનાં દર્શન કરે અને એના તેજથી અંજાઈ જાય, એમ ભરતદેવની પ્રતાપી પ્રતિમાને નીરખી, સહુ એ તેજ-પ્રતાપમાં અંજાઈ જતાં. કલ્પનામાં તો ભરત ભૂમિના સ્વામીની મૂર્તિ રમતી હતી. આજ ગગનમંડળને ભરી દેતી એ તેજસ્વી પ્રતિમા સદેહે નીરખી. દૃષ્ટિમાં વીજળીની ચમક, કપાળ પર કાલાગ્નિ જેવી દુર્ધર્ષતા ! ચહેરો દુર્જ઼ય અને રૂપ સ્વપ્નની કોઈ સુંદર દેવ-વ્યક્તિનું ! વાહ રે ભરતભૂમિના સ્વામી ! ગિરિરાજ ડોકિયા; કરતો દેખાતો હતો. સુંદર શિલાગૃહો ને લતાગૃહો મારગમાં પથરાયેલાં હતાં. આરસમટ્યાં ગિરિશિખરો ૫૨ ૨મતિયાળ કન્યાઓ ૨૧૪ * ભરત–બાહુબલી Page #230 -------------------------------------------------------------------------- ________________ જેવાં વાદળખંડો રમતાં હતાં. અમીજળથી છલકાતી નદીઓ અને સુગંધી પવન ચારેતરફ વહેતાં હતાં. ભરતદેવના વજ્જર હૈયા પરથી આજે જાણે વગર છોડ્યું બખ્તરના બંધ છૂટતા હતા. ભારે ભારે લાગતા શ્વાસોશ્વાસ સાવ હળવા થતા હતા. એ દેખાય ! એ દેખાય ! સૂરજનાં સોનેરી કિરણો જેની પાછળ આભામંડળ રચે છે એવા ભગવાન વૃષભ ધ્વજની મૂર્તિ.....ઓ શિખર પર દેખાય ! ભરતદેવે ગજ પરથી છલાંગ મારી ગિરિરાજની કેડી પર દોટ મૂકી ! ચક્રવર્તી ખુદ દોટ મૂકે, પછી વાહન પર કોણ ચાલે ? થોડી વારમાં એક પગપાળા યાત્રાળુસંઘ ગિરિ-કેડી પર ઝડપથી આરોહણ કરતો દેખાયો. ભરતદેવ સહુની આગળ હતા. બંદીજનોએ ચક્રવર્તી દેવનાં ગાન ઉપાડ્યાં હતાં. એ ગાનને થંભાવતાં ચક્રવર્તીએ કહ્યું : મને શરમાવો મા! ગમે તેવો ચક્રવર્તી રાજા પણ એક ચારિત્ર્યશીલ સાધુ પાસે મસ્તક નમાવવા યોગ્ય છે. અભિમાનનો ભાર અને સત્તાનો સાર મૂકીને હું નમ્ર સેવકની રીતે પ્રભુના દરબારમાં હાજર થવા માગું છું. ‘ભલા થઈને રાજકીય પ્રપંચોના જયવિજય ગાશો મા ! મરીને જીવનારી મૃત્યુંજય આત્મિક સંસ્કૃતિનો મહિમા વર્ણવો. અંતરનો અજાણ્યો ભાર, જે મનને સદાકાળ કચડી રહ્યો છે, એને અલ્પ કરવા હું તો અહીં આવ્યો છું. આ દુનિયાનાં મૃગજળ તો જુઓ. જેને સંસાર સુખીમાં સુખી માને છે – એ જગતનો દુઃખીમાં દુઃખી માણસ છે ! “જય ભગવંત ! ભગવાનના દરબારમાં આજ ગુનેગારને વેશે હાજર થવા ઇચ્છું છું.” આત્મવિલોપનનો મહિમા » ૨૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ : ભરતદેવ દોડ્યા, દોડ્યા નહિ ઊડ્યા ! ઘણે દિવસે હૈયાને દાબી બેઠેલી વાદળી આજે ખસી ગઈ હતી. મસ્તિષ્કને વાવંટોળ જેવી રાખતી હવા દૂર થઈ હતી. શાંતિ, શાંતિ, શાંતિ ! અનહદ શાંતિ ! મન મોરલાની કળા કરે તેવી શાંતિ ! ભરતદેવ નીલી આમ્રકુંજમાં, અશોકવૃક્ષ નીચે બેઠેલા પિતાજીના ચરણમાં લાંબા થઈને પડ્યા. ભગવાન સ્થિતપ્રજ્ઞ બેઠા છે. મુખારવિંદ પર મહાપાપીનાંય પાપ ગાળી નાખે તેવી કરુણા પથરાયેલી છે. અંધકારમાં પ્રકાશ વેરે તેવું તેજ ફેલાયેલું છે. ભગવાન મૌન હતા, પણ જાણે વાતાવરણ બોલતું હતું. ભગવાનની સમીપમાં જ ભરતદેવના ૯૮ ભાઈઓ મુનિવેષે બેઠા હતા. । આધ્યાત્મિક શાંતિ સહુના ચહેરાને કમળની જેમ પ્રફુલ્લાવી રહી હતી. ભરતદેવે એ સહુને વંદન કર્યાં; વંદન કરતાં કરતાં એમની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યાં. એ બોલ્યા : ‘હે પ્રભુ ! હું અગ્નિ જેવો છું. મારી તૃષ્ણા કદી તૃપ્ત થઈ નથી. ધન્ય છે મારા બાંધવોને, જેઓએ તૃષ્ણા ત્યાગી. પ્રભુ ! આજ્ઞા આપો, હું એમનું રાજ્ય એમને પાછું આપું. તેઓ તે સ્વીકારીને મને ઉપકૃત કરે.’ ભરતદેવના શબ્દોમાં સર્વસ્વ અર્પણની નિશ્ચલતા હતી. ભગવાન હસ્યા ને બોલ્યા, ‘ભરત ! સુખી થા ! સુખનો આધાર લૌકિક વસ્તુઓ પર નથી, જેનું લૂંટાય છે એ ભિખારી થાય છે, અને જે લૂંટે છે એ લૂંટારો કહેવાય છે એવું પણ નથી. તેં આ બધાનાં રાજ્ય લીધાં ન હોત તો એ મુનિઓને આવું અપૂર્વ મુનિપદ ક્યાંથી પ્રાપ્ત થાત ? ‘અને તેઓને તેં લૂંટ્યા ન હોત તો તને તારી લૂંટની અસારતાની ખબર કેમ પડત ? જે જાગતા હોય છે એ—ભલે એ ઘા કરનાર હોય કે ઘા ખાનાર, બંને જીતી જાય છે. મુનિજનો મહારાજ્યના સ્વામી છે. વમન કરેલું રાજ્ય એ કેમ સ્વીકારશે ?’ ૨૧૬ ૨ ભરત–બાહુબલી Page #232 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવ નીચાં નયન કરીને સાંભળી રહ્યા. થોડી વારે બોલ્યા : ‘હું રાજમહેલમાં રહું છું, મોજશોખ માણું છું, અને મારા માજણ્યા ભાઈઓ અરણ્યમાં રહે છે, ટાઢ-તડકો વેઠે છે, ક્ષુધાપિપાસા સહે છે. મને શરમ આવે છે, સ્વામી !’ ભગવાન બોલ્યા : ‘આ શરમ તારો ઉદ્ધાર કરશે. બાકી જેણે સંસારની તમા છાંડી એ સંસારનાં સુખદુઃખથી કેમ મૂંઝાય ? અને સુખી કોને કહેવો ? ભોગીને કે ત્યાગીને ? આટલું મેળવ્યા પછી પણ તું સુખી છે, ભરત ?’ ? ‘ના, પ્રભુ !’ ભરતદેવ બોલ્યા, ‘પ્રભુ ! મને કંઈક ઉપદેશ !’ ભગવાન બોલ્યા : ભરત ! બુદ્ધિ અને હૃદયના સંગ્રામમાં બુદ્ધિનો હસ્તી હૃદયની ફૂલવાડીને કચડી ન નાખે, એ સંભાળજે, તો તારું કલ્યાણ છે, જગતનું કલ્યાણ છે. સત્તાના આવેગ સદા એવા ૨ાખજે કે માણસ ભયથી નહિ, સ્વેચ્છાથી શુભ આદરે, સ્વેચ્છાથી અશુભ છાંડે. સાચા રાજપદનો વિજય ત્યારે છે, જ્યારે શસ્ત્ર અને સેના નિરર્થક લાગે. ટૂંકો મારો મંત્ર એ છે, કે ‘ જીવો અને જીવવા દો ! 6 ‘જીવવું સહુને વહાલું છે. ‘જીવ સહુના સમાન છે. ‘આપણું પ્રિય તે સર્વનું પ્રિય. ‘આપણું અપ્રિય તે સર્વનું અપ્રિય ! ‘જેવું કરશો તેવું પામશો. ‘એક બીજાને સમજીને ચાલો.’ ભરતદેવે તૃષાતુર ચાતકની જેમ ભગવાનના મુખની વાણી પીધી. આજ એમનું અંતર હળવું બન્યું હતું. પ્રભુએ મુખેથી એક શબ્દ પણ ઠપકાનો કહ્યો નહોતો, પણ ભરતનું દિલ જાણે સ્વયં પ્રાયશ્ચિત્ત કરી રહ્યું હતું. ઘણે દિવસે આનંદનો દિવસ આજે માણ્યો હતો. આત્મવિલોપનનો મહિમા * ૨૧૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ આજ સહુ મુનિજનોની સેવા-શુશ્રુષા કરીને પુણ્યનો પ્રસાદ મેળવવાની ઉત્કંઠા એના દિલમાં હતી. રસોઈનાં શકટ આવી ગયાં હતાં. ભરતદેવે મુનિજનોને વિનંતી કરી : પધારો અને અન્નનો અનુગ્રહ કરો !' અરે, ભરતખંડનો સ્વામી યાચના કરે, એને કોણ પાછી વાળે ? પણ ભગવાન ઋષભદેવે એ જ સમભાવી સ્વરે કહ્યું : ‘ભરત ! રાજપિંડ સાધુને ન ખપે ! રાજપિંડ અને માંસપિંડ મુનિજનો માટે બરાબર છે.’ ભરતદેવને આ સાંભળી મૂર્છા આવવા જેવું થઈ ગયું. શું પોતે એટલો બધો હીનભાગી કે સામાન્ય મુનિજનો પોતાનું અન્ન પણ ન લે ! રે ! પછી આ રાજપદ શા ખપનું ? રાજા શું યોગીઓથી તિરસ્કૃત ? ભરતદેવના અંતરમાં ધડાકા થઈ રહ્યા. ૨૧૮ * ભરત–બાહુબલી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાઈની શોધમાં ચક્રવર્તી ભરતદેવના ભર્યા અન્નભંડારને ભગવાન ઋષભદેવના હજારો સાધુઓમાંથી એક સાધુ પણ ન સ્પર્ધો આ વાતે ભરતદેવના દિલને ભારે દર્દ આપ્યું. રે ! આ ભર્યા સરોવરને શું કરવાનું, જેનું પાણી એકાદ હંસ પણ ન પીએ ? શું પિતાજીએ આ રીતે રાજપદના ભયંકર ભાવિને તો ભાખ્યું નથી ને ? રાજા ગમે તેવો સાવધ રહે, પણ તેને જોખમ તો હજારો પ્રકારનું રહેવાનું જ ! રાજપદની જવાબદારી જ્યાં સુધી વેઠાય ત્યાં સુધી સારી, પછી તો વન સારું રાજાથી નિરર્થર અનર્થો પણ ન જાણે કેટકેટલા થતા હશે ? - સાધુ રાજાનું અન્નરાજનો પિંડ~~ન સ્પર્શે ! રાજપિંડને માંસપિંડ સમાન સમજે. રે રાજવી ! કેવુ તારું હીન ભાગ્ય ! ભરતદેવ આ વ્યથામાં ઘેરાયા હતા, ત્યાં તક્ષશિલાના લોકો આવ્યા અને તેઓએ કહ્યું : ‘અમારા સ્વામી બાહુબલનો પત્તો નથી. અમે ગ્રામ, નગર, વન, ઉપવન, સરોવ૨, દ્રોણી વગેરે તપાસ્યાં, પણ કોઈ ઠેકાણે પગેરું સાંપડતું નથી. અરે, એ શું ખાતા હશે ? શું પીતા હશે ? અમે કેવા નગુણા કે અમે ઉંઘતા રહ્યા અને અમારા સ્વામી અમને તજીને ચાલ્યા ગયા !’ અને આટલું બોલતા તક્ષશિલાવાસીઓની આંખમાંથી ચોધાર આંસુ સરી રહ્યાં. તેઓ ગદ્ગદ કંઠે આગળ બોલ્યાં, ‘ભરતદેવ ! તમારા રાજમાં અમે પૂરેપૂરા સુખી છીએ. અમારાં માતા Page #235 -------------------------------------------------------------------------- ________________ પિતાએ તો અમને જન્મ આપ્યો માટે એ અમારાં ઉપકારી, પણ ભરતશાસનમાં તો અમે પ્રવેશમાત્રથી સફળ થઈ ગયાં. અન્નની કમી નથી. પાનની કમી નથી. ન્યાયની કમી નથી. નોધારાનું આધાર આ શાસન છે. પણ ન જાણે કેમ, આ બધું હોવા છતાં, અમને અમારા પ્રાણપ્યારા સ્વામી વગર બધું સૂનું સૂનું લાગે છે.’ આ વિનયવંત પ્રજાજનોને જોઈને ભરતદેવને મનમાં ખૂબ લાગી આવ્યું. માથી વાછરુને વિખૂટ્યાં પાડ્યાંનો એમને અનુભવ થવા લાગ્યો. તક્ષશિલાવાસીઓ આગળ બોલ્યાં : ‘વાદળ જોઈએ છીએ ને અમને અમારો વહાલો સ્વામી યાદ આવે છે. વસંત તો એ વિના સૂની છે. વિહાર કરીએ છીએ, પણ જાણે રસ-કસ નથી. ઊંઘમાંય એ યાદ આવે છે. જાગતાં તો જિવાતું જ નથી. વાટે અને ઘાટે જાણે એ નર્તતો ફરે છે.’ રે, હૈયાના કૂપ તો જુઓ ! રાજકારણી ભૂતે એમાં ઝેર ભેળવ્યાં ! ભરતદેવ પણ ગળગળા થઈ ગયા. વજ કિલ્લો જાણે તૂટું તૂટું થઈ ગયો હતો. એ બોલ્યા, ‘સૂનું તો મને પણ લાગે છે. પણ એનો કોઈ ઉપાય ? પ્રજાજનો ! મારો તો એ પ્રાણપ્યારો બંધુ છે. તમે જાણો છો કે મારે માથે ચક્રવર્તીપદનો બોજ ન હોત તો એનું પગલે પગલું દબાવત અને એનો ચરણકિંકર બની જાત.’ ભરતદેવે પોતાની હૃદયવ્યથા પરથી સહેજ પડદો ઊંચકતાં કહ્યું. આ વાણી હૈયાને આશ્વાસન આપતી લાગી. તક્ષશિલાવાસીઓ કંઈ બોલે તે પહેલાં પોતે આગળ બોલ્યા : ‘નાનાની હોળી નાની, ઝટ બુઝાઈ જાય; પણ મોટાની હોળી મોટી, કેમે ન બુઝાય ! મારો નાનોભાઈ વનમાં ગયો, ત્યા૨થી મારું ધાન્ય ધૂળ થયું છે, નિદ્રા વેરણ થઈ છે, આનંદમાં શોકના પડછાયા ઘૂમે છે. નિર્જીવ ચક્રની જેમ તમારો ચક્રવર્તી ફરે છે. એને હૈયે ચેન નથી. મનમાં આનંદ નથી. તમારી જેમ હું ખુલ્લે મોંએ રડીને હૈયું હળવું કરી શકતો હોત તો કેવું સારું થાત !’ ભરતદેવ અસહાયની જેમ, દિશાઓમાં શૂન્ય દૃષ્ટિ ફેરવી રહ્યા, ને વળી બોલ્યા : ‘આજે પિતાજીએ મારા અન્નનો ત્યાગ કર્યો. એમણે રાજપિંડને માંસપિંડ બતાવ્યો. રાજાનો ધર્મ યોગીનો છે, પણ મને તો મોટાઈ સ્પર્શી ગઈ, ૨૨૦ ૨૦ ભરત–બાહુબલી Page #236 -------------------------------------------------------------------------- ________________ અહંકાર મને ગળી ગયો. ચાલો, શોધમાં નીકળીએ. આમેય અન્ન મારે માટે ખાવું કઠિન બન્યું છે. અરીસાભવનમાં જાઉં છું તો મારું એકેએક પ્રતિબિંબ મને ફિટકાર આપે છે. નગર અરણ્ય જેવું ભાસે છે. આજે પ્રતિજ્ઞા કરું છું કે ભાઈના ચ૨ણને સ્પર્શ કર્યા વગર, એના ચરણને અશ્રુજળથી પખાળ્યા વગર ભોજન મારે માટે અધર્મ છે,’ ભરતદેવે પ્રતિજ્ઞા લઈ લીધી. તક્ષશિલાવાસીઓ આજે ભરતદેવના દરિયાવદિલને પૂરેપૂરું ઓળખી શક્યા. અરે ! માણસ વ્યવહારમાં વજ્ર જેવો કઠોર હોય, પણ અંતરમાં ઝરણ જેવો નિર્મળ હોય છે. બાહ્ય વર્તાવ પરથી માણસનાં મૂલ કરવાં અઘરાં ને અધૂરાં છે. ‘અમો પણ સ્વામીનાં દર્શન કર્યા પછી જ અન્ન લઈશું.' બધાં બોલી ઊઠ્યાં. પ્રભુદર્શન, પ્રભુવચનશ્રવણ, પ્રભુપ†પાસના પૂરી કરી બધા બાહુબલની શોધમાં ઊપડ્યા. મંદગતિ આજે ગુનો બન્યો હતો. ધીમું કોઈ ચાલતું નહોતું. ચક્રવર્તી પ્રારંભમાં હસ્તી પર હતા, પછી અશ્વ પર આવ્યા. જનસમૂહ વગડાઓ વીંધતો આગળ ચાલ્યો. પ્રત્યેક યોજને પડાવ પડતો, અને પછી બધા શેષનાગની જેમ હાથમાં મણિ(પ્રકાશનું સાધન) લઈ બાર બાર યોજનનો પ્રદેશ ફેંદી વળતા. કોઈ ગુફા, કોઈ કંદરા, કોઈ પહાડ, કોઈ ખીણ ! રે ! કોઈ બાહુબલને બતાવો. કોઈ નદીતટ, કોઈ સરોવરકાંઠો ! કોઈ બેટ, કોઈ દ્વીપ ! ખૂણેખૂણો માનવીના પગથી ખૂંદાઈ ગયો, પણ બાહુબલ ક્યાંય ન મળ્યા ! દિવસો વીતતા ચાલ્યા ! રે કોઈ કામદેવને બતાવો ! અન્નનો દાણો મોંમાં મૂકવો કેવો ? છતાં નિરાશા કે ખેદ ક્યાંય જોવાતાં નથી. આ શોધકમંડળ યાત્રાળુઓનો એક સંઘ બની ગયું. તેઓ જ્યાં વિરામ લેવા થોભતા ત્યાં ભગવાન ઋષભદેવના સમાજોદ્ધારની, રાજસ્થાપનાની અને રાજત્યાગની વાતો કરતા. ખુદ ભરતદેવ તો નાટ્યશાસ્ત્રના જ્ઞાતા હતા. એમણે ભરતબાહુબલ– યુદ્ધનું નાટક બનાવ્યું હતું, ને પડાવના સ્થળે રાત્રે રાત્રે એ ભજવાતું ! ભાઈની શોધમાં * ૨૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ પોતે બાહુબલનો સ્વાંગ ધારણ કરતા. મહામંત્રીને ભરતદેવ બનાવતા. શું સુંદર સંવાદો ને શું અભિનય? જ્યેષ્ઠ તે શ્રેષ્ઠ કે શ્રેષ્ઠ તે જ્યેષ્ઠ-આ પ્રશ્ન પર અતિ ગંભીર ચર્ચા જામતી. આ સંવાદો આવતા ત્યારે પ્રેક્ષકગણ ડોલી ઊઠતો, વાહ વાહ કરી ઊઠતો. બાહુબલનું પાત્ર ભજવતા ભરતદેવ જ્યારે ઠરાવતા કે શ્રેષ્ઠ એ જ જ્યેષ્ઠ ત્યારે તો લોકો ભરતદેવના ચરણ ચૂમવા દોડતા. આખરે બાહુબલ રાજપાટ આપીને વનમાં ચાલ્યા જતા. ભરતદેવ એ શાપિત લક્ષ્મી પર બેસી ફુલાતા ફરતા. અને એ રીતે નાટક પૂરું થતું. પ્રેક્ષકો બાહુબલની વાહવાહ કરતા, ભરતદેવને ઉપાલંભ આપતા, એને માટે કંઈ કંઈ કઠોર વચન બોલતા અને બાહુબલનો વેષ ભજવતા ભરતદેવને ઊંચકીને જય જય બોલાવતા. બાહુબલનો વેશ ભરતદેવ એટલો તાદશ ભજવતા કે અજાણ્યો માણસ ભુલાવામાં પડી જતો. એ જ ઘનશ્યામ વર્ણ, એ જ હરણની આંખો જેવાં મોટાં નયન, એ જ વજમુષ્ટિ અને એ જ એની મધુઝરતી ભાષા. પણ આ નાટક એક દિવસ એકાએક થંભાવી દેવું પડ્યું. પ્રેક્ષકો એ જોવાનો જ નિષેધ ભણવા લાગ્યા. તેઓએ કહ્યું, “અમે આ રીતે ધર્માવતાર ભરતદેવની માનહાનિ નજરે નહિ નીરખી શકીએ. બાહુબલ જેટલા મહાન હતા, એટલા જ ભરતદેવ મહાન છે, એની અમને ખાતરી થઈ ગઈ છે. આ નાટક અમને આંખે ઊંધા પાટા બંધાવે છે. માત્ર ચક્ષના ભરોસે અમે ભૂલા નહિ પડીએ, હૃદય પણ કોઈ વસ્તુ છે. ભરતદેવના જેટલું મહાન હૈયું કોની પાસે છે? આ નાટક શું છે ? પોતાના દોષોને પોતાની જાતે જ ગાવાનો એક પ્રાયશ્ચિત્તનો પ્રકાર છે. પ્રેક્ષકોની વાત સાચી હતી. ભરતદેવ પકડાઈ ગયા. એ પછી પોતાની આત્મનિંદા માટે રચેલું પોતાનું નાટક ભરતદેવ ન ભજવી શક્યા. તેઓને ભરી સભામાં કહેવું પડ્યું : ખરેખર ! તમે સાચા છો. બાહુબલ થવા માટે તો હું અયોગ્ય છું જ, પણ એનો વેશ ભજવવાની પણ મારી લાયકાત નથી ! મારું જીવન ભારભૂત બન્યું છે. હવે ભાઈ મને મળે તો ....' “અરે ! ભાઈ તો પર્વતની ઉપયકામાં તપ કરે છે ! પરિષદમાંથી એક અવાજ આવ્યો. ૨૨૨ ભરત–બાહુબલી Page #238 -------------------------------------------------------------------------- ________________ કોણ છે, એ ? ‘હું પુષ્પધન્વા, બાહુબલનો પરમ સેવક. રાજત્યાગ પછી હું એમની પાછળ પાછળ ફરું છું. એ અહીં એક પર્વતની ઉપત્યકામાં ધ્યાનમાં બેસી ગયા છે. એમણે દિવસોથી ખાધું નથી, પીધું નથી, પહેર્યું નથી, હોઠ પણ ફફડાવ્યા નથી, નેત્ર પણ ખોલ્યાં નથી! એ બોલ્યા હતા, કે પુષ્યધન્વા ! મારા કદમ હવે મહાજ્ઞાનની પ્રાપ્તિ વિના આગળ નહિ વધે. કાં તો કાર્યસાધના થાય છે, કાં તો અહીં દેહ પડી જાય છે !” અરે, કોણ છે આ વર્તમાન કહેનાર ?” ચારેતરફથી સૂર ઊઠ્યા.” “એને ધન આપો, માણેક આપો. ગજ આપો !' ભાઈ ! તમારું ધન ને તમારા હીરામાણેક તમને મુબારક” પુષ્પધન્વા બોલ્યો : “મારે માટે તો કોઈ મારા સ્વામીને સમજાવી, એમનું ધ્યાન છોડાવી, ખાવાપીવા સમજાવે, એ જ ખરું ઇનામ છે. એ માને તો એમના વડીલ બંધુ ભરતદેવથી માને, એવા વિચારથી પ્રેરાઈને એમને શોધતો શોધતો હું અહીં આવ્યો છું.” ચાલ ભાઈ પુષ્પધન્વા ! અમને માર્ગ ચીંધ ! આજ ઘણે દિવસે અમારાં નેત્રોને સફળ કરીએ. સ્વાતિની ગેરહાજરીમાં ચાતક જેમ હોંશથી તરસ્યું રહે છે ને મેઘને પોકારે છે, એમ અમને ભૂખ-તરસ તો જરાય સતાવતી નથી. ઊલટી એ ભૂખ-તરસ અમને આશ્વાસનરૂપ છે, કે ભાઈ સાથે અમે પણ થોડો ભાગ પડાવીએ છીએ. એના નામના પોકારો અમારા અંતરમાંથી નિરંતર ઝર્યા કરે છે. રે ચાલ, જલદી બતાવ – કેવા છે અમારા ભાઈ ? ” ભરતદેવે આજે નાના ભાઈને માનથી સંબોધ્યો, ને આંખમાંથી નીકળતા અશ્રુજલથી પૃથ્વી પવિત્ર કરતા તેઓ આગળ વધ્યા. દુર્ગમ માર્ગ કાપતો, દુર્ગમ અટવીઓ વીંધતો, સંઘ આગળ વધ્યો. એક નદી ઓળંગી તેઓ એ વનપ્રદેશમાં પ્રવેશ્યા ! સિંહ અહીં હતા, વાઘ અહીં હતા, વનહસ્તી અહીં હતા, મૃગબાળ ને સસલાં પણ અહીં હતાં; છતાં ત્યાં નિગૂઢ શાંતિ પથરાયેલી હતી. સાપનાં યુગલો એક મોટા રાફડામાંથી નીકળીને ચારો ચરવા જતાં હતાં, પણ જાણે કોઈ પ્રેમરાજ્યનાં વસનારાં હોય તેમ બધાં વર્તતાં હતાં. ‘પેલું દેખાય રાફડા જેવું કંઈક ” ભાઈની શોધમાં ૨૨૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ‘હા, હા, સર્પનું એક જોડું હમણાં એમાંથી બહાર નીકળ્યું, અને આપણો પદરવ સાંભળી પાછું ફરી ગયું, એ જ ને ? ' ભરતદેવે કહ્યું. , અને જુઓ તો ખરા, પેલા વેલાઓનાં ઝુંડમાં કોયલ ને કાબર બોલે !’ પુષ્પધન્વાએ કહ્યું. ‘અરે ! માળા નાખ્યા લાગે છે. કેવો મોટો રાફડો છે !’ બધા બોલ્યા. ‘એ રાફડોય નથી કે વટવૃક્ષ પણ નથી; એ તો બાહુબલ સ્વામી પોતે છે !’ ‘અરે ! ભાઈની આ દશા ?’ બધા દોડ્યા. ભરતદેવે તો જાણે પવનનો વેગ ધારણ કર્યો. એ જઈને નાનાભાઈના ચરણમાં ઢળી પડ્યા. આંસુથી પગ પખાળી નાખ્યા. ગદ્ગદ કંઠે એ બોલ્યા : ‘હે ભાઈ ! મને માફ કર ! જ્યેષ્ઠ તે શ્રેષ્ઠ નહિ, પણ શ્રેષ્ઠ તે જ જ્યેષ્ઠ ! આજ તું મારો મોટોભાઈ ઠર્યો. ઊઠ, મને છાતીએ લગાવ !’ બાહુબલ તો ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા છે. કોણ બોલે ભાઈની સાથે ? મોટોભાઈ નાના ભાઈના ચરણમાં પડ્યો છે. બીજા બધાએ તો આજુબાજુની જમીન સ્વચ્છ કરી નાખી છે. પંખી ઊડી ગયાં છે. સાપ બાજુમાં ગૂંચળાં વળીને પડ્યા છે. રોજ શરીરની ખણ ઓછી કરવા આવતાં હરણાં દૂર ઊભાં ઊભાં આ નીરખી રહ્યાં છે. તપસ્વીના ખભા પર બેસી રોજ પ્રેમલાપ કરવા ટેવાયેલ મેના-પોપટ આજે ચૂપ છે. ભય ક્યાંય નથી. સર્વત્ર પ્રેમની હવા વહે છે. અબાધ શાંતિ છે. પ્રગાઢ મૌન છે. એ મોનને તોડતાં ભરતદેવે ઊભા થઈને કહ્યું : ‘વિચાર અને વિવેક એ અમારા કુળનો વારસો છે. ભૂલ થાય, ક્ષતિ થાય, પણ માણસ એ માટે એકાંતમાં સ્વસ્થ ચિત્તે બેસીને વિચાર કરું તો તેનું કલ્યાણ થાય છે. વિવેકી માણસને પોતાની ભૂલ તરત સમજાય છે. ‘હું ભાઈને લેવા આવ્યો, પણ મેં કેવી મોટી ભૂલ કરી ! અરે, વમન કરેલું અન્ન કોઈ ફરી આરોગતું હશે ખરું ? ૨૨૪ ૨ ભરતબાહુબલી Page #240 -------------------------------------------------------------------------- ________________ ‘ચાલો, સહુ પાછા ! ‘ભાઈની સાધના સંસારનાં વિષ માટે અમૃત શોધવાની છે. આપણે વિનંતી કરીએ કે એ અમૃત લઈને અયોધ્યા પધારે ! ‘જે યોગી બન્યો એનો રાહ આ જ છે. આ વનખંડ જ જુઓ ને ! એક માણસની હાજરી કેટલું પરિવર્તન કરી શકે છે ! ‘તમે હવામાં સુગંધી અનુભવો છો ?’ ભરતદેવે પ્રશ્ન કર્યો. ‘હા, અમારાં મન પ્રફુલ્લ બન્યાં છે.’ પ્રકાશમાં પોષણ અનુભવો છો ? અરે ! અમારા ભૂખ્યા દેહ જાણે વગર અને પોષણ પામ્યા છે.' ‘ને આ સિંહને તમે હિંસક જુઓ છો ?’ ના, એ તો પેલી જંગલી ગાયના બાળ સાથે ૨મે છે.’ ને આ માણસના સદાના શત્રુ સર્પરાજો ?” એમની આંખો કહી રહી છે, કે હવે અમે વિષનો સંચય છોડી દીધો છે; અમૃતની શોધ માટે સ્વામીનાં ચરણાવિંદ સેવીએ છીએ.’ ‘અને આ પ્રેમાવતાર બંધુનાં દર્શનથી આપણાં હૈયાં કેવાં પુલકિત બન્યાં લાગે છે !’ ‘મનનો અને તનનો, બંને શ્રમ દૂર થયો છે. જીવનનો ખેદ પણ ઓસરી રહ્યો છે.’ હાથ કરતાં એને હૈયામાં બેસાડી લો. કાયાની માયા નહિ, આત્માની માયા લગાડીએ. ચાલો પાછા ! એમની એકાંત આપણે ન દૂભવીએ.’ થોડી વારમાં બધા પાછા ફર્યા. આકાશમાંથી એક વાદળી આવીને જળ ઢોળી ગઈ. હિમાલયનો ઠંડો વાયુ છૂટ્યો. સહુએ દેહ પર ગાઢ રીતે આચ્છાદન કર્યાં. વગર આચ્છાદને ઊભા રહ્યા માત્ર સ્વામી બાહુબલ ! ભાઈની શોધમાં * ૨૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સૂરજ છાબડે ઢંકાયો મહાયોગીનું મૌન એ જ એમની ભાષા છે. તપસ્તેજભરી એ દેહ અને સત્યમ્, શિવમ્, સુંદર મુવાળા એ આત્માના અણુએ અણુમાંથી એવી બહાર છૂટતી હોય છે કે જગતનાં સંતપ્ત ૫૨માણુઓ ત્યાં શાંતિ અનુભવે છે. આવા યોગીઓના આત્મપ્રસાદો સામાન્ય જનોથી સર્વથા અગમ્ય હોય છે. ચંદનનાં દૂર દૂરનાં વનોમાંથી આવતી સુવાસને જ સ્પર્શી શકાય છે, પણ સુવાસના મૂળને સ્પર્શી શકાતું નથી, એવું આમાં પણ હોય છે. ભગવાન ઋષભદેવે ચક્રવર્તીનાં ભર્યાં ભાણાં ઠેલી દીધાં, ને આત્મલક્ષ્મી વિનાની રાજલક્ષ્મીનો આડકતરો તિરસ્કાર બતાવ્યો, એ વાત પર ઠીક ઠીક વખત વીતી ગયો. અયોધ્યાના અન્નભંડારોનું આ અપમાન, સાવ સાદી નજરે, નગરજનોને અકારું લાગ્યું : અરે ! પ્રેમાવતા પ્રભુ આમ અપ્રેમનો વ્યવહાર કાં આચરે ? પણ એ જ નગરજનો જ્યારે શાંતિથી ચક્રવર્તીપદનો આખો ઇતિહાસ સંભારવા બેઠા, મહાદેવી સુંદરી, મહાદેવી સુભદ્રા, રાજા બાહુબલ અને બીજા ભાઈઓના ગાદીત્યાગના પ્રસંગને, ભરત-બાહુબલી વિરુદ્ધ આત્મવિદ્રોહને યાદ કરવા લાગ્યા, ત્યારે એમને ભગવાનનું કાર્ય પ્રશંસનીય લાગ્યું. સહુને એમ જ લાગ્યું કે કેટલીક વાર દેખીતી રીતે ખોટું લાગતું કાર્ય પણ ભાવિના માર્ગ માટે પ્રેરક બને છે. ભગવાને એમ ન કર્યું હોત તો શસ્ત્રોનો પ્રભાવ વધત, સેનાનો મહિમા પ્રસરત, યુદ્ધ ધર્મ બનત અને Page #242 -------------------------------------------------------------------------- ________________ સબળ નિર્બળને પીડે, વધુ માણસો ઓછા માણસોને કચડી નાખે, એ રીત ન્યાય કહેવાત. સહુએ કહ્યું : અરે ! આવા લોકોત્તર પુરુષોનાં ચિત્તને આપણે શું જાણી શકવાના છીએ ? એમની પ્રવૃત્તિઓ હંમેશાં કલ્યાણમુખી હોય છે. આ પ્રસંગ દ્વારા એમણે રાજપદ ક૨તાં આત્મપદને શ્રેષ્ઠ બતાવ્યું. એ જ વિશ્વવત્સલ, કલ્યાણમૂર્તિ ભગવાને પોતાની બે પુત્રીઓને આજે એકાએક યાદ કરી. એક હતી સુંદરી, જેને વ૨વા માટે રાજા ભરતદેવે ઇચ્છા રાખી હતી અને જેણે ખુદ તપસ્વિની બની, પોતાના તપથી, ભરતના નિર્ણયને ગાળી નાખ્યો હતો. મહેલમાં અરણ્યના અને ભોગમાં વૈરાગ્યના ધર્મો આચરનારી એ સુંદરી આવીને હાજર થઈ, પિતાને પ્રણમીને ઊભી રહી, બોલી : ‘કંઈ આજ્ઞા, પ્રભુ !’ બીજી પુત્રી તે સરસ્વતીનો બીજો અવતાર બ્રાહ્મી ! એ તો શબ્દબ્રહ્મની ઉપાસનામાં જગત ભૂલી ગઈ હતી. પિતાજીના મુખમાંથી નીકળેલા, જગત માટે પરમ હિતકારી શબ્દો પૃથ્વીને પાટલે અંકાયેલા રહે એ માટે એ શબ્દોના સંકેતો શોધવામાં નિમગ્ન હતી. એને પિતાના જેટલો જ, બલ્કે એનાથી વધુ ભાવ એમના હિતોપદેશ પર હતો. અને આ શોધમાં એણે જીવન અર્પણ કર્યું હતું. અને એ રીતે એનું નિર્દોષ અને ખીલેલા કમળ જેવું યૌવન વીતતું ચાલ્યું હતું. એ પથ્થર પર લીંટા દોરતી, નવી નવી આકૃતિઓ સરજાવતી અને પછી કંઠસ્વરો સાથે સરખાવી એ વાંચતી. એણે પોતાના કાર્ય અંગે ઘણી સ્ત્રીઓને તૈયાર કરવા માંડી હતી. પથ્થર ૫૨, પર્ણ પર, બ્રાહ્મી કંઈક લીંટા કરીને દૂર દૂર રહેલી પોતાના જૂથની સ્ત્રીઓને મોકલતી અને એ સ્ત્રીઓ એ પથ્થર સામે જોઈને કહેતી કે દેવી બ્રાહ્મી આમ કહેવરાવે છે ! ઘણાને આશ્ચર્ય થતું. શું પાંદડાંમાં કે પથ્થરમાં બ્રાહ્માદેવી છુપાયાં છે, એમ સમજી એને ઉથલાવી ઉથલાવીને એ જોતાં. એ સરસ્વતીના બીજા અવતાર સમી બ્રાહ્મી આવીને પ્રભુ-પિતાની સેવામાં હાજર થઈ. પ્રેમાવતાર પ્રભુ બોલ્યા : સૂરજ છાબડે ઢંકાયો * ૨૨૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ રે ! હાથી પૂંછડે અટક્યો છે ! સૂરજ છાબડે ઢંકાયો છે ! ડુંગર તરણા ઓથે લપાયો છે !’ અગમ-નિગમની એ વાણી ! પ્રભુ-વાણી કોઈ સમજી ન શક્યું. સહુ શ્રદ્ધાથી એ ભાષાને હૃદયકમળમાં ઝીલી રહ્યા. પ્રભુ વળી બોલ્યા : બ્રાહ્મી ! સુંદરી ! તમે બંને બહેનો જાણો છો, કે અત્યારે સંસારમાં મહાતપસ્વી કોણ છે ?’ ‘ના પ્રભુ !’ બ્રાહ્મી બોલી, ‘અમે એવા તપસ્વીના ચરણોને વંદન ક૨વા ઉત્સુક છીએ.’ ‘નામ આપો, પ્રભુ !’ સુંદરી બોલી. ‘એનું નામ શું આપું ? તમારો જ ભાઈ !’ ‘કોણ ? ભરત ?’ ‘ના, બાહુબલ.’ ભગવાને નામ આપ્યું. ‘રાજલક્ષ્મી ક૨તાં આત્મલક્ષ્મી વધુ પસંદ કરનાર અમારા એ ભાઈને અમારાં શત શત વંદન હો !’ બ્રાહ્મીએ કહ્યું. ‘જેણે કર્તવ્ય ખાતર શૂરાનો સંગ્રામ સ્વીકાર્યો અને ભરત-બાહુબલીને નોતર્યો પણ ભ૨ત-બાહુબલીમાં આત્મવિદ્રોહ નીરખતાં જે સર્વસ્વ છાંડીને ચાલી નીકળ્યો, એ બાહુબલને અમારાં અનેકશઃ વંદન હજો !’ સુંદરી બોલી. એના શબ્દે શબ્દે આખો ભૂતકાળ સજીવ થતો હતો. ‘એ બાહુબલ સંસારનો સર્વશ્રેષ્ઠ તપસ્વી છે.’ ભગવાને ફરી એ વાતનો પુનરુચ્ચાર કર્યો. મનોવ્યાપા૨માં મગ્ન પ્રભુ કોઈક જ વાર વાણી-વ્યાપાર કરતા. આજનો વાણી-વ્યાપાર શું બાહુબલી પ્રશંસા પૂરતો જ હશે ? પ્રભુને હજી પણ શું પોતાનાં કે પારકાં હોય ખરાં ? જગતપિતાને વળી આગવો પુત્ર હોય ખરો ? સહુ વિચારી રહ્યાં. બ્રાહ્મીએ કહ્યું : ‘પ્રભુ ! આપની વાણીનો આરંભ અને ઉત્તરાર્ધ અમે કંઈ ન સમજ્યાં. બધું મેળ વગરનું કેમ લાગે છે ? હાથીને શા માટે પૂછડે અટકેલો ? ૨૨૮ * ભરત–બાહુબલી Page #244 -------------------------------------------------------------------------- ________________ કહ્યો? સૂરજને શા માટે છાબડે ઢંકાયેલો કહ્યો? ડુંગરને તરણા ઓથે લપાયેલો કેમ કહ્યો? પૂર્વાપર સંબંધ વગરની પ્રભુની વાણી ન હોય.' ભગવાન જરા મલકાયા અને બોલ્યા : “સંસારના સ્વરૂપની આ વાત છે. માણસની હજાર શક્તિઓ એક નાની એવી અશક્તિથી ઢંકાઈ જાય છે; સાગરશા પાણીના જથ્થાને સંઘરનારી દીવાલ એકાદ છિદ્રથી નષ્ટભ્રષ્ટ થઈ જાય છે; વૈરાગ્યભર્યું જીવન વિલાસની એક અજાણી ચિનગારીથી બળીને ભસ્મ થઈ જાય છે; એમ માણસમાત્રનું સમજવું – શું ચક્રવર્તી કે શું તપસ્વી !' સાચું છે, પ્રભુ!” શ્રોતાગણે કહ્યું. એવું જ મહાબલી બાહુબલનું થયું છે. પ્રભુ બોલ્યા. “શું એનું તપ કોઈ કમજોરીથી નષ્ટ થયું છે?” બ્રાહ્મી બોલી. એના માટે આ વાત આઘાતજનક હતી. ના, બાહુબલ તપની તો પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છે. પણ તપ દ્વારા વિવેકજાગૃતિ અને આત્મજાગૃતિથી થતા સચરાચર જ્ઞાનમાં તેઓ હજી પછાત છે.” ભગવાન બોલતા બોલતા થંભ્યા. શ્રોતાગણની ઉત્સુકતાનો પાર નહોતો. ‘ગમે તેવો મહાદીપ પેટાવો, પણ એના નીચે અંધારું રહે છે. સૂરજની જ્યોતિ વગર એ અંધકાર દૂર થતો નથી. મહાતપસ્વી બાહુબલના પગમાં રાફડા થયા છે; સર્પોએ ત્યાં નિવાસ કર્યો છે; પંખીઓએ સ્કંધ પર માળા નાખ્યા છે; હરણાં પોતાનાં શિંગડાંની ખણ એમની દેહ સાથે શિંગ ઘસીને દૂર કરે છે; વેલડીઓ તેમની દેહને વૃક્ષ સમજી વીંટળાઈ વળી છે. એમણે પોતાની દેહમાંથી સ્વની ભાવના સર્વથા દૂર કરી છે.' ધન્ય તપસ્વી ! આવું તપ તો અમે આજે જ જાણીએ છીએ. આ કષ્ટ પાસે સંસારનાં અન્ય કષ્ટ કંઈ વિસાતમાં નથી !” શ્રોતાગણ બોલી ઊઠ્યો. “એક ચક્રવર્તીના મહાવિજયો આ સાધના પાસે બાળકની રમત જેવા લાગે છે. સુંદરીએ વચ્ચે ટીકા કરી. એ ભરતના રાજસિક વલણને અનુલક્ષીને બોલી રહી હતી. પણ પછી બાહુબલના જ્ઞાનચંદ્રના પૂર્ણોદયને વિલંબ કાં ?” બ્રાહ્મી બોલી, “શું બાહુબલને અધ્યાત્મના શિખરે બિરાજવાની વાર છે ?” સૂરજ છાબડે ઢંકાયો ૨૨૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ રે વિદુષી ! ભૂલી ગઈ કે પહાડ જેવા દેહની કે પહાડ જેવા દેહકષ્ટની આત્મા પાસે કંઈ કિંમત નથી. તરણા જેવા મનનાં જ મૂલ્ય છે. મનમાં જ્યાં સુધી અહંના સંસ્કાર હોય, ત્યાં સુધી માટીના લેપવાળા તુંબડાની જેમ એ ઉપર કેમ કરી આવે ?” મારા ભાઈને અહં જેવું કશું રહ્યું નથી.” સુંદરી બોલી. હાસ્તો બાહુબલે, રાજ છોડ્યા વમન કરેલા અન્નની જેમ, પછી એની સામે પણ જોયું નથી.” સુંદરી બ્રાહ્મીના ટેકામાં બોલી. તારી આંખે જે દેખે છે, એ કહે છે ને ? પ્રાકૃત નજરમાં ભાસતું સત્ય કેટલીક વાર અસત્ય હોય છે. એ માટે પૂર્ણ જ્ઞાનની અપેક્ષા છે – ભગવાને ભગવાન થોડી વાર થોભ્યા, ને વળી બોલ્યા : પાતાળનાં પડ ભેદીને આવેલું પાણી, જેમ કૂવાના નમાલા ઢાંકણથી રોકાઈ જાય તેમ બન્યું છે. ભારતના અહંકારને તોડવા બાહુબલ મેદાને પડ્યો. એણે ભરતના અહંકારને જીવલેણ ફટકો માર્યો, પોતે સર્વસ્વ ત્યાગીને નીકળી ગયો – મારી પાસે આવવા માટે – અને રોકાઈ ગયો અડધે રસ્તે !” આપની પાસે આવવા નીકળેલો અડધે રોકાઈ ગયો?” સુંદરીએ પૂછ્યું. ‘હ.” પ્રભુએ ત્રિલોકવિજયી સ્મિત કરતાં કહ્યું. “તો પછી અડધે રસ્તે કાં રોકાઈ ગયો ?” બ્રાહ્મીએ પ્રશ્ન કર્યો. પ્રભુ આજે અટપટી રીતે વાત કરતા લાગતા હતા, પણ લોકયાને કેળવવાની આ એમની એક રીત હતી. પ્રસંગને સીધેસીધો વર્ણવવા કરતાં એની આજુબાજુની ભૂમિકા તૈયાર કરી પછી સમજાવવામાં એ વધુ માનતા. વસ્તુમાત્રને ખરાબ કે સારી ન માનવી, પણ સાપેક્ષ રીતે એને જોવી; એમ થાય તો જગતના ઘણા ઝઘડા શાંત થઈ જાય. ભગવાન બોલ્યા : “બાહુબલ રોકાઈ ગયા; અહંકારે એમને પકડી લીધા. પરને પ્રકાશ આપનારા ઘણી વાર સ્વને અંધારે દોરતા હોય છે. મારી પાસે આવવામાં, પ્રથમ વિચાર મારો જ એમના મનમાં હતો. પણ પછી સૂરજના ઉપાસકને તારાની યાદ આવી ! બાહુબલને વિચાર આવ્યો કે હું પિતા પાસે જવા તો નીકળ્યો, પિતાની વંદના-સેવામાં તો અપાર આનંદ છે, પણ મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓ મારાથી પહેલાં ત્યાં જઈને ૨૩૦ ભરત–બાહુબલી Page #246 -------------------------------------------------------------------------- ________________ મુનિ બન્યા છે. મુનિમાત્ર શ્રેષ્ઠ છે, પછી ભલે એ વયે નાનો હોય. હું હજી ભાવિ મુનિ અને મારા નાના ભાઈઓ તો જૂના મુનિ ! મુનિસંપ્રદાયનો નિયમ જ છે કે મુનિપણામાં જે મોટો હોય એ ભલે ઉંમરમાં નાનો હોય, પણ નવા મુનિ માટે – ભલે તે વયમાં વૃદ્ધ હોય તોપણ -- વંદનને યોગ્ય છે. ત્યાં તો ગુણની મહત્તા છે, વયની નહિ–” ભગવાન વળી થોભ્યા અને પછી બોલ્યા : બ્રાહ્મી ! બાહુબલને વિચાર થયો કે જો હું પિતાજી પાસે જઈશ, તો મારે મારા નાનાભાઈઓને – જેઓ મારા પહેલાં મુનિ બન્યા છે તેમને -નમસ્કાર કરવા પડશે. રે ! હું મોટો ! એ મારાથી કેમ શક્ય બનશે? અને જો ત્યાં જઈને એ અશક્ય બનશે તો હું અવિનયી ગણાઈશ. અવિનયીને મુનિપણું કેવું ? માટે ન પિતાજી પાસે જવું, ન અવિનયી ઠરવું. અહીં જ સાધનાનો આતશ જગવવો. મન ચંગા તો કથરોટમાં ગંગા. બસ, બાહુબલના પગ એ જ સ્થળે થંભી ગયા. એણે વિચાર્યું કે મારા ભાઈઓને હજી જ્ઞાનોદયની પૂર્ણિમા પ્રગટી નથી; હું જ્ઞાનપૂર્ણિમા પ્રગટાવીને જ ત્યાં જાઉં એટલે નમનવંદનની મુશ્કેલી ટળી જાય !” ભગવાન થોભ્યા. બાળકને દૂધ પિવરાવતી માતા જેમ વચ્ચે વચ્ચે થોભે અને જુએ કે દૂધ બાળકના પેટમાં પૂરું ઊતર્યું કે નહિ, અને પછી જ નવું દૂધ આપે, એમ પ્રભુ પોતાની વાણી લોકોના હૈયામાં પૂરી ઊતરવા દેતા, ને પછી આગળ વધતા. વળી એ બોલ્યા : અને બાહુબલે અડધે રસ્તે થંભી જઈ તપ ઉપાડ્યું. અદ્ભુત ધ્યાન ! અજબ ધારણા ! ગજબની સમાધિ ! આવું તપ, આવું કષ્ટ, આવી ઉત્તમ વિચારસરણી સંસાર પરથી રાગ અને દ્વેષનો સમૂલ ઉચ્છેદ કરે. એના રોમરોમમાં અનાહત નાદ સંભળાય છે. એના દર્શન કરનાર પાપીના પાપ ગળી જાય છે; એની વંદનાથી કાયાનાં કલ્યાણ થઈ જાય છે. બાહુબલની મુખમુદ્રા નિહાળીને એનો દેહવિરાગ જોઈને ઘણાના આ ભવ, પરભવ ઓછા થઈ ગયા. પણ પરને તારનારો ખુદ પોતે આખો સાગર તરી કાંઠે ડૂબી રહ્યો છે ! જ્ઞાનોદયનો પૂર્ણચંદ્ર ઊગું ઊગું થઈને રહી જાય છે. એક જ્ઞાનીની સાધના આ રીતે અટકે એમાં વ્યક્તિના અહિત સાથે સંસારનું પણ અહિત છે, આવા મહાન જીવનો તો સૂરજ છાબડે ઢંકાયો ૨૩૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ સંસારની અમૂલખ દોલત છે. કોઈ વાર પંકિલ જગને ઉદ્ધારશે તો આવા પવિત્ર ત્યાગી આત્મા જ ઉદ્ધારશે.” ‘આ અંગે અમને કંઈ આજ્ઞા છે ?” ચતુર બ્રાહ્મી પોતાને બોલાવવાનું કારણ સમજી ગઈ. હા, તમે બંને બહેનો સત્વરે એ તરફ જાઓ. અને એ મહાપ્રકાશને આડે રહેલી નાની શી વાદળીને હટાવો. જોજો, મહાયોગીના મહારાજ્યમાં શબ્દોના બહુ ચેડા ન કરશો. એને તો ઇશારો પણ ઘણો થશે.” ભગવાને પોતાનું કથન સમાપ્ત કર્યું, અને બ્રાહ્મી ને સુંદરી ચાલી નીકળ્યાં. ૨૩૨ ભરત–બાહુબલી Page #248 -------------------------------------------------------------------------- ________________ - ૩૩ સત, ચિત્ ને આનંદ ગ્રાખનો મહિનો અગ્નિની વરાળો નાખતો હતો, પણ બંને બહેનોને અંતરની ઉષ્મા પાસે એ વરાળો જાણે શીતળ લાગતી હતી. માર્ગ કઠિન હતો, પણ અંતરના ભાવોની કઠિનતામાં એ સરળ લાગતો હતો. ઓ દેખાય પોતાનો વહાલસોયો વીરો ! પહાડ જેવી પડછંદ કાયા ! સૂર્યબિંબ જેવું મોટું મોં! લાંબી લાંબી ભોગળ જેવી ભુજાઓ! એ બધું કંઈ અછાનું રહે? આમ કરતી કરતી આ બહેનો લાંબી ખેપ પૂરી કરીને આખરે મહાયોગીની પાસે પહોંચી ગઈ. વાહ ! એ મહાયોગીની સમીપ જતાં વાતાવરણ જ પલટાઈ જતું લાગ્યું. હવામાં સુગંધ લાગી; ગ્રીષ્મમાં વસંતનો આલાદ ભાસ્યો. એક છેડેથી બીજે છેડે પ્રેમની હવા વહેવા લાગી. ત્યાં વસતા સિંહ, વ્યાઘ, સર્પ, કપોત, મૃગ બધાં પ્રેમની દુનિયાનાં પ્રાણી લાગ્યાં ! મહાયોગીની આ સહજ સિદ્ધિ બંને સાધ્વી-બહેનો વંદી રહી, નમી રહી, અશ્રુજળ અભિષેક કરી રહી. પણ બોલે શું ? આવા જ્ઞાનીને સમજાવે શું? બંનેનાં મુખમાંથી સંગીતની એક પંક્તિ સરી ગઈ : “વીરા મોરા ! ગજ થકી ઊતરો !” જંગલમાં આ શબ્દોના પડઘા પડ્યા. તપસ્વી બાહુબલ તો અડોલ ઊભા છે. વસંતના વાયરા એમને સુખ Page #249 -------------------------------------------------------------------------- ________________ આપી શકતા નથી, વર્ષાના વંટોળ એમને પીડા ઉપજાવતા નથી. દુન્યવી સુખ-દુઃખ એમની દેહ પરથી, કમળ પરથી જળ સરી જાય તેમ, . સરી ગયાં છે. પગમાં ફણીધરો ફૂંફાડા મારે છે, પણ રૂંવાડુંય ફરકતું નથી. નિરંકુશ વન-હાથીઓ એમના દેહ સાથે ગંડસ્થળ ઘસી ચામડીની ખાલ ઉતારે છે, પણ એની તમા કોને છે ? મેના-પોપટ માળા નાખી પડ્યાં છે. એમનાં બચ્ચાં મોટાં થઈ ચીંચીં કરતાં ચારેતરફ ઊડી રહ્યાં છે. દેહને વીંટાયેલી વેલડીઓને પણ જાણે વસંતના આગમનને સૂચવનારાં પુષ્પો પ્રગટી નીકળ્યાં છે. અરે ! આશ્ચર્ય તો જુઓ ! હવામાં જ એવી ઉત્કટ પ્રેમગંધ છે કે, લોહચુંબક તરફ લોહ ખેંચાય એમ, અનેક પ્રકારનાં પશુ-પંખીઓ અહીં ખેંચાઈ આવે છે, ને આવીને બધા પ્રેમલોકનાં વાસી બની જાય છે. - સિહ જાણે ખડ ખાતા થઈ ગયા છે; ઉદરપૂર્તિ ખાતર અન્યના પ્રાણહરણથી પાછા હઠતા લાગે છે. “જીવો અને જીવવા દો –નો મંત્ર જાણે એમનેય ગમી ગયો છે. માથી વિખૂટી પડેલી મૃગલી નિઃશંક રીતે વાઘણ પાસે દોડી જાય છે અને સ્તનપાન કરે છે. વાઘણના અંતરમાંથી વહાલના ફુવારા વછૂટે છે : પોતીકાં ને પારકાંના ભેદ એ ભૂલી ગઈ છે. જગત આખું પલટાઈ ગયું છે આ જોગીથી. પણ હજી જોગી કેમ પલટાયો નહિ ? અંતરનાં દ્વાર ઊઘડ્યાં છે. જ્ઞાનનું કોડિયું જલી રહ્યું છે. મમત્વનો એકે વંટોળ હવે ત્યાં શેષ નથી. - વિશ્વવાત્સલ્યના ઓઘ ઊમટી રહ્યા છે. પાનખર ચાલી ગઈ છે. જીવનના વૃક્ષ પર કોયલ આવીને બેસી ગઈ છે. પણ રે ! હજી વસંત કાં ન આવે ? કોકિલનો ટહુકાર કાં ન સંભળાય? જોગી, તારા જોગમાં કંઈ ખામી તો દીસતી નથી ! જ્ઞાનનો દીપક ઝળહળે છે. તેલ, બત્તી ને પાત્રની જેમ ધ્યાન, ધારણા ને સમાધિ ચરમ સીમા પર પહોંચી ગયાં છે. છતાં મહાજ્યોતિ કાં ન પ્રગટે ? ૨૩૪ ભરત–બાહુબલી Page #250 -------------------------------------------------------------------------- ________________ જોગી ખુદ વિમાસણમાં પડી ગયો છે. કાચું શું છે પોતાની સાધનામાં ? ઓછાશ છે આત્માની શોધમાં? એ શોધી રહ્યો છે, પણ એની એ શોધ, વમળનાં પાણી જેમ, કંડાળે ફરે છે. એ જ વખતે તપેલી ધરતી પર જળની સરવાણી વરસે એમ પેલા શબ્દો આવ્યા : વીરા મોરા રે ગજ થકી હેઠા ઊતરો ! ગજ ચડે કેવળ ન હોય.' અગમ-નિગમમાં રાચતા મહાયોગીએ કાન સરવા કર્યા. અરે ! કોણ સંભળાવે છે આ શબ્દો ? નેત્ર બંધ રાખી, જ્ઞાનનો ઉપયોગ કર્યો. ફરી પાછો એ જ અવાજ સંભળાયો : વીરા મોરા રે ગજ થકી હેઠા ઊતરો! ગજ ચડે કેવળ ન હોય. આ કોણ મને સંબોધીને કહે છે? સંસારમાં હું કોઈનો રહ્યો નથી, કોઈ મારું રહ્યું નથી. હું સચરાચર જગતનો નથી, સચરાચર જગત જાણે હવે મારું નથી. ત્યાં કોણ વીરો ને કોણ વીરી? કોણ ભાઈ ને કોણ બેનડી ? ફરી પાછો એ જ અવાજ આવ્યો–મેઘમાળાના તરંગો જેવો ! અને અવાજ જાણે ગુંજતો ગુંજતો અનંતમાં ભળી ગયો. મેઘ વરસીને, પૃથ્વીને પરિપ્લાવિત કરીને, ચાલ્યા જાય તેમ, બ્રાહ્મી અને સુંદરી આ મહાયોગીને વંદન કરી ચાલી નીકળી. એમના પ્રેમબોલ ત્યાંની હવામાં ઘૂમરીઓ લેવા લાગ્યા. પણ મેઘની વર્ષા કંઈ નકામી જતી નથી; એકાએક સૂકી ધરતી પર હરિયાળી ઊગી નીકળે છે; એવું જ આ મહાયોગીના દિલમાં થયું. એમને તરત ખબર પડી કે આ તો મારી બહેનોનો અવાજ ! બહેનો પણ કેવી ? સંસારનું શીલ અને સત્ય જેનું ઉપનામ પામે તેવી – બ્રાહ્મી અને સુંદરી! સત્યનિષ્ઠ બહેનોએ મને – મહાયોગીને શું કહ્યું? વીરા મોરા રે !' સત્ ચિતુ ને આનંદ જ ૨૩૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગજ થકી હેઠા ઊતરો !” અરે ! કયો ગજ ! ક્યાં છે ગજ–હાથી ? બાહુબલે તો બધું છોડ્યું છે. એને વળી ચઢવું કેવું અને ઊતરવું કેવું? ગમે તેવા મહાદીપ નીચે પણ પોતાના પડછાયાનો અંધકાર અત્વિ ધરાવે છે. સંસારનો મહાયોગી, ભગવાન ઋષભદેવે જેનાં ઘણાં ઘણાં વખાણ કર્યા હતાં, અને ભરતદેવ જેવા છ ખંડના ચક્રવર્તીએ જેના ચરણમાં શિર ઝુકાવ્યું હતું, એ મહાયોગી ક્ષણ વાર વિચારમાં પડી ગયા. કયો ગજ? અને પોતે કોના અસવાર ?' આત્મ-અધ્યાત્મની એમની દુનિયા દુવિધામાં પડી ગઈ. પણ છાબડે ઢંકાયેલો સૂરજ કદી ઢંકાયેલો રહ્યો છે? તરણા ઓથે ચંપાયેલો ડુંગર કદી ચંપાયેલો રહ્યો છે ? પળ વારમાં મહાયોગીએ ઘરમાં પેઠેલા ચોરને – આંખમાં પડેલા કણાને - શોધી કાઢ્યો : અરે ! મારી બહેનો સાચું કથી ગઈ.– અરે ! હજી હુંપદ મારામાં બેઠું છે ! એ હુંપદના હાથી પર હું બેઠો છું! મને – અહંકારીને જ્ઞાનજ્યોતિનો પ્રકાશ કેમ લાધે ? વાહ રે ઢોંગી ! મહાયોગી બાહુબલ મનોમન વિચારી રહ્યા. મારા જેવો મૂર્ખ જગતમાં કોણ હશે ? ગળે તો હુપદનો શિલાખંડ બાંધ્યો છે, ને સંસારસાગરને તરવા નીકળ્યો છું! કેવો છું હું આત્મદ્રોહી ! - સાચો યોગી તો તરણાથી પણ લઘુ હોવો જોઈએ; પગની રજથી પણ હલકો થઈ જવો ઘટે; જ્યારે મેં તો મારા એક હુંપદ ખાતર પિતાનું સાન્નિધ્ય ખોયું! મને અહંકાર હતો, કે હું મોટો – ભરતને જેવો અહંકાર થયો હતો તેવો. નાનાભાઈને નમવામાં મને નાનમ લાગી. હું મોટો ! હું મોટો ! રે બાહુબલ ! તું જો સર્વથી છોટો ન થા તો, મહાન આત્મપ્રકાશને અને તને હજારો ગાઉનું છેટું રહેવાનું. નિરર્થક શરીરને કષ્ટ આપવાથી, ભૂખ-તરસે મારવાથી કદી કલ્યાણ પ્રાપ્ત થતું નથી. જેલના કેદીની જેમ, દેહને તો કષ્ટ એ માટે આપવાનું છે, કે અંદર બેઠેલું ચંચળ મન કબજે થાય ! મન મારવાના આ પ્રયોગો છે. નહિ તો ભૂખે મરતો ભિખારી ૨૩૬ ભરત–બાહુબલી Page #252 -------------------------------------------------------------------------- ________________ ને વનમાં વસતો વનેચર તારા કરતાં આગળ વધી જાય ! મોટાઈવાળું મન, જે આત્માને અડચણ કરનાર છે તેને તે વાર્યું નહિ. એ વાંદરિયું મન જ તને સમજાવી રહ્યું હતું ને તારો રાહ ખાળી રહ્યું હતું, કે તું મોટો, તારા ભાઈઓ નાના! “હું ના આ હાથીએ તને અજ્ઞાન-અંધકારની ગલીએ ગલીએ ભમાવ્યો, રે જોગી ! મહાયોગીની વિચાર-સરિતા શતમુખ વહી નીકળી : જન્મથી શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ કે કર્મથી શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ? મોટાભાઈ ભરતદેવના અહંકારને હણવા મેં પોતે આ મુદ્દો ઉઠાવ્યો; એ માટે આખા જગત પર યુદ્ધનો દાવાનળ જગાવ્યો; અને એ જ હુપદમાં હું ડૂલી ગયો ! આપકી લાપસી ને પરાઈ કુશકી જેવો ઘાટ મેં કર્યો ! ભરત જ્યેષ્ઠ હતો, એને મેં શ્રેષ્ઠ ન લેવો; ને હું જ્યેષ્ઠતાના અભિમાનમાં ડૂબી ગયો ! હુંપદના હાથી પર હું બેઠો નહિ. પણ હું ખુદ ગાંડો હાથી બની ગયો. મારી સાધ્વી બહેનો મને ખરેખર સત્ય કથન કહી ગઈ. મારા નાના અઠ્ઠાણું ભાઈઓ ભલે જન્મથી શ્રેષ્ઠ ન હોય, કર્મથી તો મારાથી શ્રેષ્ઠ છે. હું તો ઠોકર ખાઈને જાગ્યો, અને રાજઋદ્ધિ છાંડી, પણ તેઓએ તો પિતાના એક વચનમાત્રથી રાજઋદ્ધિ તૃણની જેમ ત્યાગી દીધી ! હું રાગી હતો ત્યારે એ ત્યાગી બન્યા. ભલે હું જ્યેષ્ઠ હોઉં, પણ એ મારાથી શ્રેષ્ઠ કર્યા. સંસારમાં જન્મનો મહિમા નથી, જ્ઞાનનો, સંયમનો, તપનો, ત્યાગનો જ મહિમા છે. પિતા-ભગવાન ઋષભદેવનો હું પરમ અનુરાગી હતો, પણ પિતાની સેવામાં હું કદી આસક્ત ન બન્યો. પિતૃસેવા કરતાં રાજસેવા મેં મહાન માની. આ રીતે પણ મારા નાનાભાઈઓ મારા કરતાં મોટા ઠર્યા. સૂરજના પ્રકાશમાં આત્મવિલોપન કરનાર તારાઓની કિંમત ભલે રતાંધળું જગત પૂરેપૂરી ન આંકે, પણ એ આત્મવિલોપન ખરેખર, અદ્ભુત છે. મારા પહેલાં એમણે સંન્યાસ સ્વીકાર્યો. મારી પહેલાં એ મુનિ બન્યા. ને મારી પહેલાં એ જ્ઞાની બન્યા. મારો જ્યેષ્ઠત્વનો દાવો એ શ્રેષ્ઠત્વ પાસે, સૂરજ પાસે અંધકાર નષ્ટ પામે તેમ, નષ્ટ થઈ જાય છે ! રે જીવ ! અલગ કર તારો એ અહંકાર ! ભસ્મ કરી નાખ એ અહંરૂપી અંતરાયને ! ચાલ, પગ ઉપાડ ! સત્,ચિતુ ને આનંદ ર૩૭. Page #253 -------------------------------------------------------------------------- ________________ થીજીને થાંભલા થયેલા તારા જડ પગને આત્મચેતનથી હાકલ કર ! ચાલ, ઉઠાવ કદમ ! સ્થિર થઈને સૂકી કાષ્ઠ-લતા જેવા બનેલા તારા હસ્તને અંજલિ રચવાની આજ્ઞા કર ! અને ગર્વથી તુંડ તારા શિરને ભૂમિસરનું પ્રણિપાત કરવા કોમળ બનાવ ! સંસારમાં જ્યેષ્ઠની કિંમત નથી, શ્રેષ્ઠની જ કિંમત છે. પણ રે જ્ઞાની ! થંભાવી દે બે ક્ષણ તારી દેહને ! દેહ તો બાહ્ય વસ્તુ છે. તારા અંતરના નિરહંકારી મનથી અહીં બેઠાં જ તારા બંધુઓને નમસ્કાર કરી લે ! જોગીએ મન-મસ્તક નમાવ્યું: “શિરસા વંદે મુનિવરમું !” મહાયોગીએ યોગમાં ને યોગમાં પોતાના લઘુ બંધુઓને નમસ્કાર કર્યા, ને કહ્યું: બીજાને પ્રકાશ કરનારો હું ખરેખર અંધકારમાં અટવાયો હતો. તે જ્ઞાની, બાની, તપસ્વી બાંધવો ! તમારો ભાઈ તમને મનસા, વસા, કર્મણા વંદે છે, ને તમારાં જ્ઞાનની, તમારા તપની અવહેલના કરવા બદલ તમારી ક્ષમા યાચે છે. ક્ષમા આપશો ને શ્રેષ્ઠ એવા હે બંધુઓ ! આ જ્યેષ્ઠ એવા તમારા બાંધવને ? નમસ્તુભ્ય, નમસ્તસ્યું.” વાહ, માનસિક પ્રણામની સાથે જાણે મહાયોગીના અંતરમાંથી અત્યાર સુધી પથરાયેલો અંધકારનો પડછાયો દૂર થઈ ગયો! પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશ ! સુગંધ, સુગંધ ને સુગંધ ! હર્ષ, હર્ષ અને હર્ષ ! ધન્ય ધન્ય રે બાહુબલ ! તારા આત્માને તેં તારા આત્માથી જ તાર્યો. પૃથ્વી, પાણી ને પવનમાં નવો પરિવર્ત આવ્યો. દિશાઓ દર્પણ જેવી સ્વચ્છ બની ગઈ ! પંખીઓએ ચણ છોડી દીધી. ને ટહુકવા માંડ્યું. પ્રાણીઓએ વૃક્ષની છાયા તજી યોગીના ચરણમાં આશ્રય લીધો. રે ! આ સૃષ્ટિમાં આનંદની ઋતુ ક્યાંથી આવી? વસંત હતી, પણ આવી બહાર કદી નીરખી નહોતી. મહાયોગીએ કદમ ઉઠાવ્યા. ૨૩૮ ભરત–બાહુબલી Page #254 -------------------------------------------------------------------------- ________________ એક કદમ ! બીજો કદમ ! પગની વચ્ચે દિવસોથી વાસ કરીને રહેલા સર્પરાજ મસ્તકના મણિ ડોલાવતા બહાર નીકળી આવ્યા, અને જતા જોગીને ખાળવા પગે વીંટળાઈ વળ્યા અબોલ વાણીમાં, એ જાણે પોતાની બબે જીભોના લપકારા કરી કહેવા લાગ્યા : “હે યોગી ! રહી જાઓ ! રહી જાઓ ! આટલો પ્રેમાળ સહવાસ અમને બીજે ક્યાં સાંપડશે ? ક્રોધના અવતાર, મૃત્યુના પડછાયા એવા અમે અમારી જાતને વિસરી ગયા હતા. જન્મજાત વેરને તિલાંજલિ આપી બેઠા છીએ, જીવન-શાન્તિના ચાહકો અમે છીએ ! રોકાઈ જાઓ. યોગી રાજ!' ગર્જતો સિંહ મારગ રોકી ખડો છે. જાણે એ કહે છે, હે જોગી ! સિંહને તણ ખાતા કર્યા પછી, જંગલને મંગલ કર્યા પછી, આ રીતે આમ દૂર થવું તમને ન શોભે! પંખી તો કાગારોળ કરી રહ્યાં છે. કબૂતરો, કાબરો, પોપટો મસ્તક ફરતાં પ્રદક્ષિણા દેતાં જાણે અબોલ વાણી વદી રહ્યાં છે. “અરે ! અમે હવે નવા માળા ક્યાં શોધીશું? માળા તો ઘણા મળી રહેશે, પણ આ માળા તો અમારા પ્રેમજાદુના હતા. અહીં સમડી અમારી સગી જનેતા જેવી હતી. બિલાડી તો બહેન જેવી વહાલી હતી. રે યોગી ! અમને નમાયાં, નબાપ ને અનાથ જેવાં બનાવીને ચાલ્યાં ન જાઓ !” આ પણ યોગીના રાહ કોણ રોકી શક્યું છે કે યોગીના કદમ કોણ ખાળી શક્યું છે ? વિશ્વવિભૂતિઓ સર્વની છે. એ કયે દિવસે કોઈ એકની થઈ છે કે આજે થશે ? સંસાર તો સ્વાર્થી છે; સ્વાર્થ હોય એને પૂજે છે, અર્થે છે, પણ જગતની સ્વાર્થપૂર્તિ માટે કોણ પોતાની જાતને પોતાના આત્માથી છેટી પાડે. સંસાર કેવો છે? જરા સુખ આપ્યું કે પૂજા! જરા દુઃખ મળ્યું કે તિરસ્કાર ! જગનો આ સર્જનજૂનો સ્વભાવ છે. પ્રકાશ પ્રકાશ ભણી વહેતો ગયો. ભગવાન ઋષભદેવ અશોક વૃક્ષની નીચે પ્રશમરસમાં નિમગ્ન બેઠા છે. પુષ્પોની વૃષ્ટિ થયા કરે છે. સુંદર સ્વર્ગીય વીણાના સનાતન નાદ ગાજે છે. સત્, ચિત્ ને આનંદ ૨૩૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ તેઓએ બાહુબલને આવતો જોયો, ને મીઠી વાણીમાં એ બોલ્યા : “મહાયોગી, મહાજ્ઞાની બાહુબલ આવે છે. આત્મપ્રકાશના અમર શિખર પર એ બિરાજમાન થયા છે. પૂર્ણેન્દુ જેવું પૂર્ણજ્ઞાન એ મહાયોગીને પ્રગટી ગયું છે. એવું ન બને કે અહીં આવી સહુ મુનિગણોને એ વંદે ને મુનિગણ અવિનયી ઠરે !' પ્રભુની વાણી સાંભળતા જ મુનિગણ ઊભો થયો, ને સામે ચાલ્યો. જય હો જ્ઞાનીનો ! જય હો અમલ-જ્યોતિનો !” અને બાહુબલ સમીપ આવી પોતાના નાના ભાઈઓને વંદન માટે ઝૂકે, એ પહેલાં તો સહુએ દોડીને એમને પકડી લીધા ને બોલ્યાં : જોજો, મહાભાગ ! અમને વંદન કરી પાપભાગ બનાવતા નહિ ! જય હો અલખ જ્યોતિનો ! જય હો સત, ચિત, આનંદનો !” ૨૪ ભરત–બાહુબલી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જડભરત અયોધ્યાનાં ડહોળાયેલાં નીર આછરી ગયાં. ગઈગુજરી ભૂલી જવાનો જગતનો જૂનો સ્વભાવ છે. બાહુબલનો ભરત-બાહુબલી એક લોકકથા જેવો બની ગયો. તક્ષશિલાનું રાજ, દૂધમાં પાણી ભળી જાય એમ, અયોધ્યાના શાસનમાં ભળી ગયું. ભરતદેવનું શાસન હવે છયે ખંડમાં નવોદિત અરુણની જેમ પ્રકાશનું હતું. સબળ નિર્બળને સ્નેહથી સાથ આપતો થયો હતો. નિર્બળ સબળ થવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો. ભરતનું શાસન દંડમાં યમ જેવું, ન્યાયમાં વરુણ જેવું ને એશ્વર્યમાં ઇંદ્ર જેવું હતું. દશે દિશાઓમાં ભરતશાસનની જયપતાકા લહેરાતી હતી. ભરતદેવના પ્રતાપ પાસે દેવ, રાક્ષસ કે યક્ષ પણ માથું નમાવતા હતા. રાય કે રંક, શ્રીમંત કે ગરીબ, સુખી કે દુઃખી સહુનો આધાર એ શાસન હતું. આ એવું ન્યાયશાસન હતું, કે અનાથને એનાથતા ન લાગતી, અપંગને અપંગતા ન સાલતી, ભિક્ષુકને ભિક્ષા ભિક્ષા ન લાગતી. આ શાસનમાં બાળકો માબાપના પ્રેમને ભૂલી ગયાં હતાં, ને સૌભાગ્યવતી સ્વામીની સનાથતાને વીસરી ગઈ હતી. રાજા તો અંતરનો સ્વામી ! રાજ તો જીવનની દોલત ! આકાશના દેવની સહાય કરતાં પૃથ્વીના રાજા ભરતદેવની સહાયમાં લોકોને વધુ શ્રદ્ધા હતી. Page #257 -------------------------------------------------------------------------- ________________ પણ સમૃદ્ધિના આ ભર્યા સાગરમાં ભરતદેવની મનઃસ્થિતિ કમળના જેવી બનતી જતી હતી. ઘણી વાર એ અન્યમનસ્ક બની જતા; ભોગમાં યોગની અને રાગમાં વૈરાગ્યની વાત કરતા. ભાણાં પીરસેલાં રહી જતાં, સેજ બિછાવેલી રહી જતી, મંત્રી રાહ જોતા દરબારમાં બેસી રહેતા ને ભરતદેવ તો મૂંગા અને શાંત બનીને રાજમહેલના એક અંધારા ખૂણામાં બેઠા રહેતા ન કોઈ વાત, ન કોઈ ચીત ! અરે ! સ્વામીને આ શું થયું ? દિવસ-પ્રતિદિવસ આ અસ્વસ્થતા વધતી ચાલી હતી. ઘણી વાર વસ્ત્રો પહેરતાં એક અંગનું બીજે અંગે પહેરી લેતા અને માથાનું આભરણ પગે મૂકી દેતા. ઘણી વાર ફૂલને બદલે ડાળીને સૂંઘવા લાગતા. એ દિવસો સુધી ન ખાતા, દિવસો સુધી ન પીતા. પછી અંગનાં અંઘોળ કે વિલેપનની તો વાત જ કેવી ? કેસરબરાસનાં કચોળાં લઈને એ ઘણી વાર પગે લગાડતા ને પગ-પ્રક્ષાલનનું પાણી માથે ઢોળતા ! લોકો કહેતા, કે ભરત જડ બની ગયા—જડભરત બની ગયા ! ઘણી વાર સિંહાસન પર બેસવાને બદલે એ પૃથ્વી પર બેસી જતા, ને રાસંચાલનની વાતો કરવાને બદલે આત્માની અને યોગની વાતો કરતાં. ભરતશાસનનો પ્રચાર ખૂબ જોશમાં ચાલતો હતો. સૂર્યનો ઊગમ થતાં જેમ કેટલાય અંધારા ખૂણા અજવાળાનો અનુભવ કરે, એમ અજ્ઞાન ને સંસ્કૃતિવિહીન દેશો પણ ભરતશાસનથી જ્ઞાન ને સંસ્કૃતિ પામ્યા હતા. દેશદેશના પ્રવાસીઓ હજારો યોજનનો પ્રવાસ ખેડીને ભરતદેવના દર્શને આવતા, પણ ચક્રવર્તીને બદલે યોગી અને આત્મિક પુરુષ જેવા ભરતદેવને જોઈ નમી પડતા; અને દર્શનાર્થીઓનો એમ ને એમ ઉદ્ધાર થઈ જતો ! એમનું જીવન ધન્ય બની જતું ! લોકો કહેતા કે ચક્રવર્તી ભરત કરતાં આ જડભરતના દર્શનમાં ભગવાન ઋષભદેવના જીવનની ભવ્યતાની કંઈક વધારે ઝાંખી અનુભવીએ છીએ. જડભરત એ જડભરત હતા. એક દિવસ પોતાનો જયજયધ્વનિ સાંભળી એ અકળાયેલા અકળાયેલા બહાર આવ્યા. આદેશ કરીને એમણે સહુને એકત્ર કર્યા અને કહ્યું : ‘ખબરદાર ! મારો મોહ અને કીર્તિપ્રેમ વધે એવા ઉચ્ચાર ન કરશો. રાજા ૨૪૨ * ભરત–બાહુબલી Page #258 -------------------------------------------------------------------------- ________________ તો ખરેખર રંકથીય રંક છે!” કોઈ જડભરતની આ અવળવાણી ન સમજ્યુ. દુનિયાને હંમેશાં ડાહ્યા દીવાના લાગ્યા છે. થોડી વારે ભરતદેવ બોલ્યા : જાઓ ! મૂળથી યુદ્ધોના વિરોધી અને પિતાજીએ પ્રેરેલાં વિદ્યા, તપ ને સ્વાધ્યાયના પૂજારીવર્ગને બોલાવો. તેઓ મારા જયધ્વનિ ઉચ્ચારશે !” ભરતદેવની સ્થિતિ અત્યારે ભલે ઘેલા જેવી હોય, પણ એમની આજ્ઞા એટલે આજ્ઞા જ હતી; એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સલામત ન રહેતો. તરત એ વિદ્યા અને તાપ્રેમી વર્ગને બોલાવવામાં આવ્યો. આવતાની સાથે ભરતદેવ તેમની પાસે જઈને બેઠા અને બોલ્યા : “છડીદારની છડી ને નેકીદારની નેકી મને મૂંઝવે છે ! આત્માના જયનાદો હજી સંભળાતા નથી; એના વિના આવા જયનાદોથી શું વળ્યું ? મેં સંસારને જીત્યો, એ મારા દેહથી સૈન્યની ને શસ્ત્રની સહાયથી. હવે હું મનને જીતવા માગું છું, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર ને આત્માનાં સેવક કરવા માગું છું. એમાં મને ઉત્સાહ વધે એવી મારી છડી અને નેકી તમે પોકારશો ? તમારે એ જ કામ કરવાનું : સ્વાધ્યાય, તપ અને ઊંઘતા રાજાને જગાડે તેવી સ્પષ્ટ વાણી બોલવાની, તમારી આજીવિકાનો ભાર શાસન ઉઠાવશે.” અમે કંઈ ન સમજ્યા, મહારાજ !” વિદ્યાસેવી વર્ગે કહ્યું. હું તમને એ બરાબર સમજાવું. સંસારમાં સહુથી રાંકમાં રાંક અને ચિંતાભારવાળો જીવ તે રાજવી છે. એને મોહી કરવા માટે, વિષયને વશ કરવા માટે હજારો વિષય-કષાયની સેનાઓ ભિન્ન ભિન્ન રૂપ ધરીને સામે ખડી હોય છે. સંસારની દયા રાજા ખાય, પણ રાજાની દયા ખાનાર કોઈ નથી ! એની આત્મિક સંપત્તિને લૂંટી લેવા દુશ્મન રાજાઓ અસ્ત્ર-શસ્ત્ર સજ્જ ખડા છે. જીતતો દેખાતો રાજા ઘણી વાર સાચી રીતે હારતો હોય છે.' ‘ચક્રવર્તીદેવ ! આપને એવો ભય સેવવાની જરૂર નથી. આપ તો રાષ્ટ્રદેવ ભગવાન ઋષભદેવના પુત્ર છો. શીલ અને વિદ્યાના પ્રતીક જેવી બ્રાહ્મી અને સુંદરીના બંધુ છો. આપ તો રાજા પણ છો ને યોગી પણ છો !” “ઓહ !” ભરતદેવને અદશ્યમાં કોઈ ચાબખા મારતું હોય તેવી વેદના થઈ આવી. એ બોલ્યા : જડભરત ૨૪૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનો ! સંસારનો રંગ જ એવો છે કે દેડકાને પાણા વાગતા હોય ને છોકરાને આનંદ આવતો હોય ! શું કહું તમને મારા અંતરની હાલત ! નાના જાણે છે કે એમને જ હૈયાહોળી હોય છે. પણ ભૂલશો મા, કે નાનાને નાની હોળી હોય છે, મોટાને મોટી હોળી હોય છે.’ વિદ્યાસેવીઓ સમજ્યા કે આ રાજાનું રાજ માત્ર બાહ્ય જગત પર અવલંબેલું નથી. અંતરની દુનિયાને જીતી એ ત્યાં પણ આત્મિક શાસન પ્રવર્તાવવા મથી રહ્યા છે. તેઓએ કહ્યું : ‘આપ આજ્ઞા કરો ! અમે એનું પાલન કરીશું ! ભરતદેવે પ્રસન્ન થતાં કહ્યું : ‘જુઓ, આજીવિકા-ભારથી તમને મુક્ત કર્યા છે. પેટ વેઠ પણ કરાવે ને વેઠ કરવાનો કંટાળો આવે ત્યારે પાપ પણ કરાવે. એ બધાંથી તમારી મુક્તિ ! તમારે જ્યારે સમય મળે ત્યારે હું સાંભળી શકું એ રીતે નીચેનાં વાક્યો કહેવાં : હાર્યા છો આપ ! ભય વધ્યો છે આપને ! માટે જાતે બચો અને જગતને બચાવો !” વિદ્યા-તપથી જીવવાવાળા પુરુષો આ નવા પ્રકારની છડી અને નેકીથી આશ્ચર્ય પામી ગયા. વાહ રે જળકમળ ! વાહ રે આંતર જગતના રાજા ! ભરતદેવ આગળ બોલ્યા : ‘વિદ્યા-બ્રહ્મના તમે તપસ્વી ઉપાસકો, માહણ-બ્રાહ્મણ વર્ણ તમારો. રાજાને સદ્બોધ આપવાની ફરજ તમારી. રાજ પાસેથી આજીવિકા મેળવવાનો હક તમારો ! ફ૨જ અને હક એકબીજાથી અભિન્ન છે, એ ભૂલશો નહિ.’ રાજા ભરતદેવ આટલું બોલીને શાંત થઈ ગયા. બધા તેમના મુખ સામે તાકીને બેસી રહ્યા, પણ બોલે કોણ ? બોલે એ બીજા ! થોડી વારે સહુ પેલી ત્રિસૂત્રી બોલતાં વિદાય થયાં : હાર્યા છો આપ ! ભય વધ્યો છે આપને ! માટે જાતે બચો અને જગતને બચાવો !” બધા આ અવાજ સાથે વિસર્જન થયા. પણ એ ત્રિસૂત્રી સાંભળી અન્યમનસ્ક બનેલા ભરતદેવ જાગ્રત થયા. તેઓ પણ રાજભવનને પાછલે ૨૪૪ ૨ ભરત–બાહુબલી Page #260 -------------------------------------------------------------------------- ________________ દરવાજેથી બહાર નીકળી ગયા, ને અરણ્ય તરફ ચાલ્યા ગયા. તેઓ ચાલતા ચાલતા બોલતા હતાઃ નદીનો સુંદર કિનારો આવ્યો. આ ઉપત્યકામાં થોડે દૂર સુંદર એવું વટવૃક્ષ હતું. વટવૃક્ષને નિહાળી ભરતદેવને રાષ્ટ્રદેવ ભગવાન ઋષભદેવ યાદ આવ્યા. હાર્યા છો ભરતદેવ તમે ! ભય વધ્યો છે તમને ! માટે ભરતજી ! જાતે બચો અને જગતને બચાવો !” પિતાજીની પવિત્ર યાદ જાગી. આખો ભૂતકાળ સજીવ થયો. ભરતદેવ એ વટવૃક્ષની છાયામાં ધ્યાનમાં બેસી ગયા ! સમય પોતાની રીતે પસાર થઈ રહ્યો. જડભરત * ૨૪૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જોગી ને ભોગી મધ્યાહ્ન થયો. ભરતદેવ હજી એ જ દશામાં બેઠા હતા. સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશતો હતો. પંખીઓ ગાતાં હતાં. સરિતા વહેતી હતી. ધેનુઓ ચરતી હતી. એક ખેડૂત એ વારે ત્યાંથી નીકળ્યો. એણે સુંદર એવા પુરુષને વડલાને છાંયે ધ્યાનસ્થ જોયો ! મુખ તેજનું પરિકર રચે છે. જ્યોતિ ઝગારા મારે છે. કાંતિ તો અનુપમ છે. ખેડૂતે માન્યું કે કોઈ વનદેવતા હશે ! એ પાસે જઈને નમન કરીને બેઠો. માથે બેઠેલાં ચકલાંને ઉડાડ્યા ! એક ડાળખી લઈને ચમ્મર કરવા લાગ્યો. થોડી વારમાં એ ભવ્ય પુરુષનો શ્વાસ ઘૂંટાતો હોય અને શરીર શોષાતું હોય તેમ લાગ્યું. એના સશક્ત ભોગળ જેવા બાહુઓમાં રહેલાં કડાં, એકાએક શરીર શોષાતા અને બંને કાંડાં પાતળાં પડતાં, આપોઆપ બહાર નીકળી આવ્યાં! ખણંગ કરતાં સુવર્ણકંકણ ખેડૂતની સામે આવી પડ્યાં ! ખેડૂત કણની દુનિયાનો માનવી હતો. એને સુવર્ણ કરતાં આવી વ્યક્તિની સેવા-ઉપાસના અધિક મૂલ્યવાન હતી. એ સુવર્ણકંકણને સ્પર્શે પણ નહિ. પાંદડાની ડાળીથી હવા નાખતો નાખતો એ તો બેસી જ રહ્યો. થોડી વારે ધ્યાનસ્થ પુરુષ જાગ્યો. એણે પોતાની સામે ખેડૂતને જોયો; એની સામે પડેલાં કડાં જોયાં. Page #262 -------------------------------------------------------------------------- ________________ ‘આ તારે જોઈએ છે, ભાઈ ?” ધ્યાનસ્થ ભરતદેવે પૂછ્યું. ‘એ તો સુવર્ણ છે. એને હું શું કરું ?” ખેડૂત બોલ્યો. ‘તો તારે શું જોઈએ ? ’ ‘કણ અને ભૂમિ ! એકના એક હજાર બનાવનાર હું છું.’ ‘શું, કણ કરતાં સુવર્ણ હલકું ? ’ ‘જગતમાં ત્રાસ જ સુવર્ણનો છે. એ ઘેર ચોરને લાવે, રાજાની નજરને લાવે, ભાઈઓમાં ભેદ કરાવે, મનને ભરમાવે. ‘ખોટું કહેતો હોઉં તો ચાલો ભરતદેવ પાસે ! સુવર્ણ કંઈ એકમાંથી એક હજાર થોડું થાય ! ને કણ તો એકમાંથી એક હજાર થાય ! આ કડાં ભલે આપની પાસે રહે ! મને તો કણ જોઈએ. મારે એક પ્રશ્ન પૂછવો છે. કૃપા કરીને જવાબ દેશો.’ ‘જરૂર.’ ભરતદેવે કહ્યું. એમને કનકપ્રેમી માનવી કરતાં આ કણપ્રેમી કૃષિકાર વધુ ગમી ગયો હતો. ‘આ કડાં કેમ કરીને નીકળી ગયાં ? શું તમારા દેહને ઇચ્છો ત્યારે પાતળો અને ઇચ્છો ત્યારે અણુ જેવો કરવાની મંત્રક્રિયા તમે જાણો છો ? તમે મંત્રવાદી છો ? ‘હા.’ ‘આ વિદ્યા તો યોગીઓ જાણે છે. તો શું, તમે યોગી છો ?’ ‘હું યોગી નથી.’ ‘જૂઠ્ઠું બોલશો મા. જાણો છો કે ભરતશાસનમાં અસત્ય બોલવું એ મહાપાપ છે.’ ‘તેં ભરતશાસન જોયું છે ? જાણ્યું છે ?’ ‘સૂરજનો પ્રકાશ જોઈએ એટલે સૂરજદેવને જોયા-જાણ્યા બરાબર છે.’ ખેડૂતે કહ્યું, અમારા માથે રાજા છે, એટલું જાણીએ છીએ. બાકી રાજા પાસે જવાનું કદી કામ પડ્યું નથી !’ ‘ભાઈ ! હું યોગી નથી, પણ ધ્યાની માણસ છું. ધ્યાનમાં બેસું છું, ત્યારે જગત તો ઠીક, મારો દેહ પણ ભૂલી જાઉં છું.' ‘દેહ તો તમારો રાજા જેવો છે, અને લક્ષણ બધાં યોગી જેવાં છે. શું તમે જડભરત છો ?” ‘જડભરતને તું જાણે છે ?’ જોગી ને ભોગી × ૨૪૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ના, આ તો વાતો સાંભળી છે.” ખેડૂત બોલ્યો, “અમારા ગામના લોકો એકવાર એમનાં દર્શન કરવા અયોધ્યા જવાનો વિચાર કરે છે. અમારે થોડા પ્રશ્નો પૂછવા છે.” ભાઈ ખેડૂત ! હું જ એ જડભરત ! “શું, તમે જ ચક્રવર્તી ભરતદેવ ? ધન્ય મારો અવતાર ! ધન્ય આ ઘડી. સહેજે મળી ગયા છો સ્વામી, તો અમારાં બધાંના મનમાં ઘોળાતો પ્રશ્ન પૂછું ? રાજ કરવું અને તપ કરવું, ભોગ ભોગવવા અને યોગ સાધવો – આ બે વિરોધી વાતો કઈ રીતે તમે એકસાથે આચરી શકો છો ?' અયોધ્યા આવજે ! ત્યાં સમજાવીશ.” પણ થોડી વાર થોભો સ્વામી ! અયોધ્યાને અને અયોધ્યાનાથને નીરખવાનું મારા આખા ગામને મન છે. હું જઈને સહું ને ઝટ તેડી લાવું.” એટલું કહીને ખેડૂત તો જવાબની અપેક્ષા રાખ્યા વિના ગામ તરફ દોડ્યો. થોડી વારમાં તો કણને સુવર્ણ કરતાં વધુ કીમતી માનનારા ગામડિયા ખેડૂતો દોડતા આવ્યા, પણ અરે ક્યાં છે અયોધ્યાપતિ ? ક્યાં છે ચક્રવર્તી ભરતદેવ ? - બધા પેલા ખેડૂતને કહેવા લાગ્યા : “અલ્યા ! સ્વપ્ન તો નહોતું આવ્યું ને?” પેલો ખેડૂત બોલ્યો : “હું ખોટું નથી કહેતો. પણ અરે ! જડભરત કોનું નામ ?' બધાએ વિચાર્યું કે હવે તો દર્શન વિના પાછા ન ફરવું. સહુને કહ્યું : “ચાલો અયોધ્યા સહુ અયોધ્યા તરફ ચાલ્યા. થોડી વારમાં તો ઋષભપ્રાસાદ દેખાયો અને એવા હજારો પ્રાસાદોને ઝાંખા પાડે તેવું અરીસાભવન દેખાયું. ૨૪૮ ભરત–બાહુબલી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તેલનું ટીપું ખેડુ-સંઘ નવું નવું જોતો અયોધ્યાના રાજદરવાજે પહોંચ્યો, ત્યાં તો એક પહેરેગીર સામેથી આવ્યો અને બોલ્યો, ‘ભરતદેવને મળ્યા હતા એ ખેડૂત બકુલભાઈ ક્યાં છે ?’ ‘આ રહ્યો, ભાઈ !’ ખેડૂત બકુલ હોંશભર્યો આગળ આવીને બોલ્યો. એના હૃદયમાં ચક્રવર્તી જેવા ચક્રવર્તીએ પોતાને યાદ કર્યો, એનો ગર્વ હતો. ‘લો આ તેલનું કચોળું.' પહેરેગીરે કહ્યું, ને તેલથી છલોછલ કચોળું બકુલના હાથમાં આપ્યું ! ‘અરે ભાઈ ! જરા ધીરે. જો કચોળું જરા પણ હાલશે, તો છલોછલ ભરાયેલું તેલ ઢોળાશે. તેલ સુગંધી છે, પણ અમે કંઈ તેલ લેવા કે ઇનામ લેવા આવ્યા નથી; અમારી પાસે પ્રકૃતિમાતાનું આપેલું બધું જ છે. અમે તો નવરંગી અયોધ્યા જોવા ને જોગી જેવા ભોગી અયોધ્યાપતિનાં દર્શને આવ્યા છીએ.’ ખેડૂત બોલ્યો. ‘ઢોળાય કેમ ?’ પહેરેગીરે જરા કરડો ચહેરો કરીને કહ્યું, ચક્રવર્તી દેવનો હુકમ છે, કે બે હાથમાં કચોળું પકડીને તમારે દરબારમાં આવવું. પછી દર્શન મળશે, મારગમાં એક ટીપું પણ નીચે પડ્યું તો તમારી ગરદન છે, અને મારી તલવાર છે. કચોળામાંથી એક ટીપું પણ તેલ ઢોળાય કે વગર પૂછ્યગાડ્યે ધડ પરથી મસ્તક અલગ કરવાનો મને ચક્રવર્તી દેવનો હુકમ છે ! ‘અરે ભાઈ ! આના કરતાં તો અમે અમારે ઘેર શું ખોટા હતા ?૨હી તમારી અયોધ્યા, અને રહ્યા તમારા ચક્રવર્તી !’ ખેડૂત બકુલ ગળગળો થઈ ગયો. Page #265 -------------------------------------------------------------------------- ________________ ચાલો, આજ્ઞા એ આજ્ઞા.” પહેરેગીરે કહ્યું. આનું જ નામ જડભરત !” સહુ ગ્રામવાસીઓ બબડ્યા. હવે તો બધા બરાબર ફસાણા હતા. આજ્ઞાનું પાલન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. હાથમાં તેલનું છલોછલ પાત્ર લઈને પેલો ખેડૂત આગળ ચાલ્યો. પાછળ ગ્રામવાસીઓ તેને અનુસર્યા ! રે ખેડૂત બકુલ ! કાંઈ તારું દુર્ભાગ્ય ! છલકાતું તેલનું કચોળું લઈને, સ્થિર ડગે, નિશ્ચળ મને, જીવની જેમ જાળવીને ખેડૂત બક ચાલ્યો. એની અયોધ્યા આજ ખારી બની ગઈ. પણ આખરે એ સહીસલામત રાજદરબારે પહોંચ્યો ખરો ! દરબારમાં પ્રવેશ કરતાં જ ચક્રવર્તી ભરતદેવ સામેથી દોડતા આવ્યા અને એને ભેટી પડ્યા ! “અરર ! જોજો, મારા કચોળામાંથી તેલનું ટીપું ન પડે, નહિ તો મારો જીવ જશે. પાછળ રાક્ષસ જેવો તમારો જડ સેનિક નાગી તલવારે ઊભો છે!” ખેડૂત બકુલ બોલ્યો. કંઈ ચિંતા નહિ, બકુલ ! આમ આવ.' કહી, બકુલને છાતીસરસો ચાંપી, ભરતદેવે કચોળું આવું ફેંકી દીધું, અને એને લઈ જઈને સિંહાસન પર બેસાડ્યો. સામાન્ય રીતે આવો વ્યવહાર અયોધ્યાના મહારથીઓને ન રુચે, પણ છેલ્લા કેટલાક સમયથી ભરતદેવના વ્યવહારમાં જડત્વ આવ્યું હતું. આંખનું કાજળ ગાલે ઘસવા જેવી એમની ક્રિયાઓ થતી. હૃદય સૌનું દાઝતું, પણ જીભ કોઈથી ખોલી શકાતી નહિ ! ખેડૂત બકુલનું અભિવાદન કરી, કુશળ સમાચાર પૂછતાં ભરતદેવ બોલ્યા : ‘કેમ, સુંદર એવી અયોધ્યા જોઈને, બક?” શું જુવે, મહારાજ.” બકુલ બોલ્યો ને પછી ધીમેથી ગણગણ્યો. આ તે મારું સદ્ભાગ્ય કે દુર્ભાગ્ય, કંઈ સમજાતું નથી.' અરે બકુલ ! અયોધ્યાની રૂપસુંદર પનિહારીઓને જોવા તો દૂરદૂરથી નગરયાત્રાના લોકો આવે છે.” ભરતદેવ બોલ્યા. મહારાજ ! મારું ધ્યાન તો તેલના ટીપામાં હતું.” “અરે ભલા માણસ ! મારું વિશાળ સૈન્ય પાસેથી પસાર થયું. અને મેં જોયું પણ નહિ ?” ભરતદેવે ફરી પ્રશ્ન કર્યો. ‘સ્વામિન્ ! સૈન્યને નીરખવાની અમારી લાંબા સમયથી ઇચ્છા હતી. ૨૫૦ ભરત–બાહુબલી · Page #266 -------------------------------------------------------------------------- ________________ આજે અમે એ મન ભરીને જોયું.’ બકુલ ખેડૂત સાથે આવેલા ગ્રામજનોએ કહ્યું. સંસારમાં જેને માથે પડી એ વેઠે. મેં તો મહારાજ, ઊંચી નજર પણ કરી નથી, ’ બકુલ બોલ્યો. એને બોલતાં બોલતાં ફરી પરસેવો આવી ગયો. “મને તો જીવની પડી હતી.' ‘અરે ભલા માણસ ! ત્યારે તેં તો ની૨ખવા જેવું નીરખ્યું નહિ, ને ચાખવા જેવું ચાખ્યું નહિ, કેવી કેવી મેવામીઠાઈની દુકાનો ને કેવી કેવી નૃત્ય-સંગીતની શાળાઓ વચ્ચે આવતી હતી !’ ભરતદેવે કહ્યું. ‘મહારાજ ! જ્યારે માણસને માથે મોત તોળાઈ રહ્યું હોય, ત્યારે જોવાના કે ચાખવાના કોઈ શોખ એને રહેતા નથી. આખે રસ્તે આડુંઅવળું જોયા વિના હું ચાલ્યો. મને કોઈનું હસવું-૨મવું કંઈ પ્રિય ન લાગ્યું. આટલી ક્ષણોમાં તો હું અડધો થઈ ગયો. કશી વાત પર મારું લક્ષ જ નહોતું; મારું લક્ષ માત્ર તેલના ટીપા પર હતું.' બકુલ બોલ્યો. બકુલ ! તેં મને પ્રશ્ન કર્યો હતો, એનો જવાબ તને આજે તારા જ મુખેથી મળી ગયો. તને જેમ જીવની પડી હતી, એમ મને આત્માની પડી છે. તેલનું ટીપું પડવાથી જેમ તું ડરતો હતો, એમ મોજશોખથી હું ડરું છું. તારી નજર સામે તારું મોત હતું, અને તેથી તું સ્વકર્તવ્યમાં નિશ્વલ હતો, એમ મારી સામે પણ સદાકાળ મારું મૃત્યુ છે, એટલે રાજા થવા છતાં યોગીનો સંયમ અને સાધુની સમાધિ હું ચૂકી શકતો નથી ! આ બધું મારું મારું કહું છું, પણ મારું કાંઈ નથી, એ હું સમજું છું.’ વાહ રે ધર્માત્મા રાજવી ! તમે અમને બરાબર સમજાવ્યું. તમે જળમાં કમળ જેવા છો. તમે તો ખરેખર સાધુ પુરુષ છો.’ બકુલ અને તેના તમામ સાથીદારો ઊભા થઈને ભરતદેવના ચરણમાં નમી પડ્યા. ‘ તમે સાધુ છો, એનાથી વિશેષ યોગી છો !’ આ વખતે પાછળનાં દ્વારમાંથી મહારાણી સુભદ્રાએ પ્રવેશ કર્યો અને સભાએ સંબોધતાં કહ્યું : ‘સમસ્ત રાજસભાને આજે મારે એક ખુશખબર આપવાની છે. આજે ભરતનાટ્યમ છે. ચક્રવર્તીદેવે પોતે અભિનય કરવાનું સ્વીકાર્યું છે. ઘણી મહેનત અને ઘણા સમયે આ પ્રસંગ હાથ આવ્યો છે. યથાયોગ્ય સમયે અરીસાભવનના નાટ્યગૃહમાં હાજર રહેવાનું રાજ્સભા ન ચૂકે. બકુલ આદિ ખેડૂતવર્ગને પણ અમારું આમંત્રણ છે.’ તેલનું ટીપું * ૨૫૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ ‘ભાગ્ય જાગ્યાં અમારાં ! જય હો મહારાણીનો !” ખેડૂત મંડળે કહ્યું. તેઓએ નકરી વીજળીની બનેલી આવી સ્ત્રી મૂર્તિ આજે જ નીરખી. દેવ-દેવીનાં અલૌકિક રૂપની કલ્પના તેઓ પાસે હતી, પણ મહારાણીના ત્રિલોકવિજયી રૂપ પાસે એ કલ્પના પણ ઝાંખી પડી ગઈ. ચક્રવર્તીના મહેમાન એ પોતાના મહેમાન – એમ સમજી મહારાણી તમામ ખેડુમંડળને અરીસાભવનમાં નોતરી ગયાં. અરીસાભવન જોઈને અડધા ખેડૂતો તો મૂછ ખાઈ ગયા. અરે ! જેવી પદમણી નાર, એવો એનો અરીસાપ્રાસાદ! થોડાકને તો આ બધું જોઈ ગાંડપણ થઈ ગયું. થોડાએક મહામહેનતે સ્વસ્થતા જાળવી શક્યા. કેટલાક તો આ જોયેલું દૃશ્ય આંખોમાંથી સરી ન જાય, એ માટે આંખો બંધ કરીને બેઠા ! આ બધું એમને માટે અલૌકિક અને અનિર્વચનીય હતું. આશ્ચર્ય અને આઘાતમાંથી ખેડૂતમંડળ મુક્ત થાય તે પહેલાં નાટ્યગૃહમાં હજારો દીવા ઝગમગાટ કરી ઊઠ્યા. અને ધીરે ધીરે સંગીતના સૂરો ચારેતરફ રેલાવા લાગ્યા. ૨પર ભરત–બાહુબલી Page #268 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જીવનનાટક રંગભવનનો પડદો ઊંચકાયો. દશ્યમાં અયોધ્યાની વિખ્યાત આયુધશાળા દેખાણી. સામે ચક્ર-રત્ન પડ્યું હતું. ભરતદેવની પ્રચંડ કાયા શસ્ત્ર-રત્નોની પૂજા કરતી દેખાઈ ! બધેથી વાહ વાહના સ્વરો ઊડ્યા. તેજનું એક વર્તુલ ભરતદેવના મસ્તકની ચારેતરફ ઘૂમતું દેખાતું હતું. પાંચસો શૂરા સામંતો ઘૂંટણિયે પડ્યા હતા, ધીમું ધીમું સંગ્રામગીત ગાઈ રહ્યા હતા. એ ચક્રરત્નના ઉપાસકો હતા. ભરતદેવ સંગ્રામે સંચરતા હતા. ભગવાન ઋષભદેવે યુદ્ધે ચઢતા રાજવી માટે એક મર્યાદા બાંધી હતી: . ત્રણ દિવસનું શુદ્ધિવ્રત અને ત્રણ દિવસ-રાતનું એકાંતસેવન ! અન્નજળનો સર્વથા ત્યાગ ! રાજકથા અને સ્ત્રીકથાનો સર્વથા ત્યાગ ! આજ ચોથા દિવસનું પ્રભાત હતું! શુદ્ધિ-વ્રતની સમાપ્તિના સૂરો હવામાં ગુંજતા હતા. સુંદર દાસદાસીઓ અન્નનાં ને પેયનાં પાત્રો લઈ ખડાં હતાં. ધીમા ધીમા શંખનાદ સાથે ભરતદેવે પારણું કર્યું. Page #269 -------------------------------------------------------------------------- ________________ મીઠા મીઠા સૂર નાટ્યગૃહમાં વહી રહ્યા. * એકાએક શાંત મૃદુ સૂર પલટાયા. ભયંકર ગડેડાટ થયો. મૃદંગ ગર્જી ઊઠ્યાં. આકાશમાંથી જાણે વીજળી પડી. બારે મેઘ જાણે ભટકાઈ પડ્યા. દિશાઓ બહેરી બની ગઈ. એ અવાજની સાથે પૃથ્વીને કંપાવતા ભરતદેવના પગ પૃથ્વી પર ધણધણ્યા. એમના પગના ઘૂઘરા શંખનાદની જેમ ગાજી ઊઠ્યા. ભરતદેવે પ્રચંડ ધનુષ્ય હાથમાં લીધું, કાન સુધી એની પણછ ખેંચીને તીર છોડ્યું ઃ સનનન ! સનનન ! દિશાઓના દેવ ત્રાહ્યતોબા પોકારી ઊઠ્યા. સર્વત્ર ઘોર અંધકાર છવાઈ ગયો. એ અંધારામાં તીર પર તીર પ્રવાસ ખેડવા લાગ્યા. ભરતદેવના તીરની પાછળ પાંચસો પાંચસો સામંતોનાં તીર વછૂટે છે. તીરથી આકાશ છવાઈ જાય છે. સૂર્યનો લાલ ગોળો ઢંકાઈ જાય છે. રે ! ભરતદેવ ચક્રવર્તી પદ હાંસલ કરવા નીકળ્યા છે. ઝટ દોડો, અને એમની ચરણસેવા સ્વીકારી આત્મરક્ષા કરી લો ! પૃથ્વીની દિશા તો ચાર ને ? ચા૨ને જીતતાં કેટલી વાર ? ભરતદેવ પૂર્વ દિશા સાધીને ભયંકર બાણ છોડે છે. પૂર્વ દિશાનો દેવ આત્મરક્ષણ યાચતો આવીને ચરણ પાસે પડી યાચે છે, ત્રાહિ મામ્ દેવ ! ત્રાહિ મામ્ ! પૂર્વના દેવને શરણાગત બનાવી ભરતદેવ પશ્ચિમ દિશાને સાંધીને તીર વછોડે છે. સાગરના સાગર ખળભળી ઊઠે છે. પશ્ચિમ દિશાનો સાગરદેવ રત્નાકરની સમૃદ્ધિ આપીને શરણ સ્વીકારે છે. હવે ભરતદેવ ઉત્તર દિશા તરફ બાણસંધાન કરે છે. આભને અડીને ઊભેલા ડુંગરા થરથર ધ્રૂજી હાલે છે. ઉત્તરપર્વતસીમાનો અધિવાસી દેવ અમૂલ ઔષધિઓ લાવી ચરણકિંકરપદ પ્રાપ્ત કરે છે. દક્ષિણ દિશાના દેવને પૂરું બાણ પણ પહોંચતું નથી, ને તે દેવકન્યા જેવી કન્યાને લઈને હાજર થાય છે. ૨૫૪ * ભરતબાહુબલી Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારો સ્વામી આ સલૂણીને !” ને એ સલૂણી અને એના સ્વામી બનેલા ભરતદેવ અભુત વિજયનૃત્ય કરે છે. શું સુંદર નૃત્ય ! શું મનોહરી અભિનય ! વાહ, ભરતદેવ વાહ ! આજ તમારું જડભરતપણે ચાલ્યું ગયું સમજો ! આજે મહારાણીના અલોકિક સૌંદર્યદેહના બાહુપાશમાં બંદીવાન થયે જ છૂટકો ! પડદો ખેંચાય છે. ભરતદેવ અને મહારાણી હાથમાં હાથ નાખી નૃત્ય કરતાં કરતાં અદશ્ય થાય છે. પ્રેક્ષકો તો મંત્રમુગ્ધ જેમ બેઠા રહ્યા છે. હજી તો નાટકનો પૂર્વાર્ધ થયો છે, ઉત્તરાર્ધ બાકી છે ! ઉત્તરાર્ધમાં ‘ભરત-બાહુબલી'ની રચના કરી છે. ભારતદેવ અને બાહુબલના યુદ્ધનું દશ્ય છે. બાહુબલ જેવી સુંદર આકૃતિવાળો પુરુષ ન મળતાં, ખુદ મહારાણી સુભદ્રાદેવી એ વેશ સજવાનાં છે! ફરી શખસ્વર ગુંજી ઊઠે છે. ફરી ભેરીનાદ સંભળાય છે. રંગમંચ પર રાજા બાહુબલ દેખાય છે. રે શું યૌવનનું રૂપ ! શું માનવની મોહિની મુખમુદ્રા ! શું દેહભુજાનું બળ ! પ્રેક્ષકો સાચા બાહુબલનાં જાણે દર્શન કરી રહ્યા. ખરેખર, કામદેવનો અવતાર તે આનું નામ ! પછી ભરતદેવનો દૂત હંસ પ્રવેશે છે. એ બાહુબલને કહે છે : “ભરતદેવ ચક્રવર્તી છે; એમનું શરણ સ્વીકારો !” બાહુબલ પોતાની વિશાળ છાતી ફુલાવીને ગર્વથી કહે છે : “શરણ એનું સ્વીકારાય, જે જરા કે મૃત્યુથી બચાવે. જા, તારા રાજાને પૂછી આવ : છે શક્તિ એનામાં જરા કે મૃત્યુથી રક્ષણ આપવાની ? જે રક્ષણ ન આપી શકે તે રાજા કેવો ?' દૂત પાછો ફરે છે, ને વળી પ્રવેશે છે; કહે છે : અમે બીજું ન સમજીએ ! અયોધ્યાના રાજાની આજ્ઞા સ્વીકારો.' બાહુબલ ગર્જીને બોલ્યા: “આજ્ઞા તમારી સ્વીકારીએ, જો મૃત્યુની આજ્ઞા સામે તમે આજ્ઞા આપી શકો તો ! પૂછી આવ તારા રાજાને.' દૂત પાછો ફરે છે, ને વળી પ્રવેશ કરે છે. તે કહે છે : જીવનનાટક ૨૫૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ ‘બીજી વાત અમે ન સમજીએ. જરા અને મૃત્યુને તો ચક્રવર્તીય ન રોકી શકે.’ ‘તો એવા અશરણનું શરણ કોણ સ્વીકારે ? એવા નિર્બળને કોણ નાથ કહે ?” બાહુબલ સાફ જવાબ આપે છે. ‘વિદ્રોહીને કચડી નાખવા ખુદ ભરતદેવ સંગ્રામે સંચરશે. એમનું ચક્રરત્ન તો જોયું છે ને ?” ‘તમારું ચક્રરત્ન મૃત્યુચક્રથી તો ભયંકર નથી ને ?” બાહુબલ બોલ્યા, જે મૃત્યુથી ન ડરતા હોય એ તારા ચક્રરત્નથી શું ડરશે, ભલા આદમી ?’ ‘તો થઈ જાઓ હોશિયાર !’ ભરતદેવે કૂદકો મારીને રંગમંચ પર આવતાંની સાથે પડકાર કર્યો. ‘તો થઈ જાઓ હોશિયાર !' બાહુબલ બનેલાં સુભદ્રાદેવીએ કહ્યું. ‘હોશિયાર ! તૈયાર !’ ગગનમંડળમાં પડઘા પડ્યા. ને સાથે પ્રલયખંજરી બજાવતા ભરતદેવ રણભૂમિ પર ઘૂમવા લાગ્યા. ભયંકર ઘટાટોપ ! ભયંકર ગર્જના ! ભયંકર યુદ્ધ ! બે બળિયા બાંધવોએ દ્વંદ્વ યુદ્ધ આદર્યું. લડતાં લડતાં ભરતદેવના હાથમાંથી વેઢ નીકળી ગયો. રંગગૃહમાંથી પરિચારક દોડતો આવ્યો, પડદા પાછળ ઊભો રહી એ ધીમેથી કહેવા લાગ્યો : ‘સ્વામી ! આ વેઢ પહેરી લો !’ ‘શા માટે ?” દ્વંદ્વ યુદ્ધ કરતાં કરતાં ભરતદેવ પડદા સામે જોઈને બોલ્યા. ‘એના વગર અંગુલિ અસુંદર લાગે છે.’ પરિચા બોલ્યો. ‘એક વીંટી જતાં અંગુલિ અસુંદર લાગે છે ? એક અંગુલિ જતાં આખો દેહ અસુંદર લાગે છે ? અસુંદર દેહ ! રે ભરત ! તારું ગુમાન કઈ વાત પર ? ભરતદેવ યુદ્ધ કરતાં વિચારમાં પડી ગયા. જાણે અંત૨ના ને બાહ્યના બે મોરચા પર એ લડવા લાગ્યા. ‘આ હસ્ત પર ? એનાથી બુઢાપો જિતાશે ?” ભરતદેવે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો, ને પોતે જ ઉત્તર આપ્યો :‘ ના રે! એ બિચારા તો બૂઢાપાને દેખી થરથર ધ્રૂજશે.’ ‘તો ગુમાન આ પગ પર ? શું એ મૃત્યુને સામા કદમે ખાળશે ?” ભરતદેવે ખુદને પ્રશ્ન કર્યો, ને ખુદે જવાબ વાળ્યો : ‘અરે ! મોતને દેખીને તો એનાથી ડગ પણ નહિ ભરાય.’ ૨૫૬ ૭ ભરત–બાહુબલી Page #272 -------------------------------------------------------------------------- ________________ તો ગુમાન આ રાજ પર? ના, ના, રાજ તો અહીં જ પડ્યું રહેવાનું છે.” તો આ સેના પર? ના રે ના, મોતના કીચડમાં જે પોતે પડેલી છે, તે મને શું તારશે? તો ગુમાન કોના પર ?' ' રે ભરત!” અને ભરતદેવ એ વીંટી સામે જોઈને વિચારમાં પડી ગયા. રંગભૂમિ પર કંઈક અવ્યવસ્થા થતી લાગી. થોડીએક શાંતિ પથરાઈ રહી, ત્યાં તો વળી ભરતદેવ બોલ્યા : બાહુબલ! તું ભરત-બાહુબલી પણ હું તો આત્મદ્રોહી ! મારું પ્રાયશ્ચિત્ત?’ અને થોડી વાર વળી એ સ્તબ્ધ બની બેઠા. ભરતદેવ વિચારમગ્ન બની ગયા. પ્રેક્ષકો વિમાસણમાં પડી ગયા : આ તે નાટક ચાલે છે કે નાટકનું નાટક ચાલી રહ્યું છે? હવે તો ખુદ બાહુબલ બનેલાં સુભદ્રાદેવી મૂંઝાઈ ગયાં રે ! આ તે કેવી ઘેલછા ! પણ ત્યાં તો આશ્ચર્યોનું પરમ આશ્ચર્ય બન્યું. અરીસાભવનના સહસ્રદીપકો ઝાંખા પડી જાય તેવું તેજ બધે પથરાઈ રહ્યું અને એ તેજ જાણે ભરતદેવની કાયામાંથી પ્રગટતું હોય તેમ લાગ્યું. વયોવૃદ્ધ મંત્રીશ્વર એકાએક ઊંચે સાદે બોલી ઊઠ્યા : યોગીઓને ભેંકાર જંગલની એકાંતમાં ને વર્ષોનાં તપ પછી લાધતી જ્ઞાનની મહાજ્યોતિ ભરતદેવને અરીસાભવનમાં ને તે પણ સંસારમાં રહેતાં છતાં લાધી. મહાજ્ઞાનીનો જય હો !” મહાજ્ઞાનીનો જય હો ! મેદની પોકારી ઊઠી. તે તો એક નાટકમાં જાણે બીજું નાટક નીરખી રહી ! પણ ત્યાં તો ચક્રવર્તીનાં કીમતી વસ્ત્રો અને બહુમૂલાં આભૂષણો તજીને ભરતદેવ અરીસાભવનના દરવાજે અડવાણે પગે ને ખુલ્લે મસ્તકે આવી ઊભા. યોગીઓની વાટ એ મારી વાટ !” ને ભરતદેવ બહાર નીકળ્યા. અરે ! આ તો નાટક હતું.” રાણી આગળ આવીને બોલ્યાં. એમણે હજી બાહુબલનો વેશ છાંડ્યો નહોતો. જીવનનાટક જ ૨૫૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ યુગોથી ભવનાટક ખેલતાં આવ્યાં, આજ એની પરિસમાપ્તિ કરવી છે, મહારાણી !' ને ભરતદેવ આગળ વધ્યા. માર્ગમાં આજીજીઓના પુલ, વિનતિના વિસામા અને આંસુના દરિયા ઊમટ્યા, પણ મહાજ્ઞાની ભરતદેવનો માર્ગ કોઈ ખાળી ન શક્યા. શોક ન કરશો. પૃથ્વી નિરાધાર રહેવાની નથી. બાકી સરોવર સુકાઈ જાય, તે પહેલાં હંસ ચાલ્યા જાય, એમાં જ હંસની શોભા છે.' ને પળ પહેલાંના ચક્રવર્તી અને અત્યારની પળના મહાભિખુ ભરતદેવ અયોધ્યાને સદાને માટે છોડી ચાલી નીકળ્યા ! ‘ઓ જાય ! ઓ જાય !” લોકો નીરખી રહ્યા. સંધ્યા સમયે સૂર્ય ક્ષીરસમુદ્રમાં અલોપ થાય તેમ એ અલોપ થઈ ગયા. મહાજ્ઞાનીના જ્ઞાનનાં તેજ પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યાં ! એમના અંતરની સુધા વસુંધરાને પરિપ્લાવિત કરી રહી ! ૨૫૮ ભરત–બાહુબલી Page #274 -------------------------------------------------------------------------- ________________ 09 VAVAVAVA આ ઐતિહાસિક નવલકથામાં લેખકે પ્રચલિત કથાવસ્તુઓને સામગ્રી તરીકે લઈને આધુનિક રીતિની નવલકથા સર્જી છે. ભગવાન ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિનાં પાત્રોનું અત્યંત પ્રભાવક આલેખન આ નવલકથાની એક વિશેષતા છે. એમાં પણ ભરત અને બાહુબલિ એ બંને ભાઈઓ વચ્ચેની સ્પર્ધાનું નિરૂપણ - 6 અત્યંત કલાત્મક રીતે કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યની આ પ્રસિદ્ધ કથા પરથી આચાર્ય શાલિભદ્રસૂરિએ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ” લખ્યો હતો અને એ ગુજરાતી સાહિત્યની પ્રથમકૃતિ તરીકે પ્રસિદ્ધ છે. એના વસ્તુને કથાસામગ્રી તરીકે લઈને લેખક દર્શાવે છે કે પ્રેમની સિદ્ધિ ત્યાગમાં છે. વિશ્વવિજય નહીં, પરંતુ આત્મવિજય મહત્ત્વનો છે. ગદ્યમાં કાવ્યાત્મકતાના ચમકારા દર્શાવતાં વર્ણનોમાં લેખકની કલમખીલી ઊઠી છે અને કથાનાં પાત્રોને આકર્ષક અને કલાત્મક રીતે મઢીને નવલકથામાં પ્રસ્તુત કર્યા છે. ISBN 978-81-89160-74-6 9l788189lli 6 07 46ll For Private & Personal use ons W alte library on