SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈ શકે છે અને પોતે ભરી પોતે પોતાનું રૂપ જોઈ શકે એવું અજબ સાધન મેં નિર્માણ કર્યું છે. એ સાધનમાં માનવી પોતાનું રૂપ જોઈ શકે અને પોતે એને સંવારી પણ શકે.” “વાહ, વાહ, સુંદર શોધ ! સુંદર સિદ્ધિ !” ભરતદેવ બોલ્યા. વિદ્યાધર માનવી પોતાની શોધની વધુ ખૂબી દાખવતો આગળ બોલ્યો : સ્વામી ! હવે માણસને કુમકુમ તિલક કરવા પરનો કે જળ-પ્રકાશનો આશરો લેવો નહિ પડે; કેશપાશ ગૂંથવા માટે કોઈ સાથીનો ખપ નહિ પડે ! સાચા મિત્રની જેમ મારી આ શોધ મોં પર સાચેસાચું કહેશે !” શાબાશ ! એનું નામ ” દર્પણ - અરીસો.” અરીસો ! જેને સાચું કહેવામાં કોઈ જાતની શરમ ન હોય કે કોઈની રીસની પરવા ન હોય તે અરીસો ! વાહ ભાઈ ! વાહ !' ભરતદેવે જરા હાસ્યમાં કહ્યું. સુંદરીના સ્મરણથી ભારે થયેલ મનનો ભાર ઓછો કરવા એમને અત્યારે હાસ્યના ટેકાની જરૂર લાગી. અને પોતાના રૂપનો દ" રાખનારી સુંદરીઓ માટે એ દર્પણ દર્પદર્શન પણ બનશે, કાં ?” પટરાણીએ કહ્યું, ને અરીસો લેવા તેમની દીવી જેવો હાથ. લંબાવ્યો. વાગ્યા પર વાગે તે આનું નામ ! પટરાણીના મુખે “સુંદરી' શબ્દ સાંભળી ભરતદેવ વળી ચમકી ઊઠ્યા. અરે, આ તો દાઝયા પર લવણ જેવું થયું ! મન-ચિત્ત ફરી તોફાને ચડ્યું, પણ એ તોફાન રખે પ્રગટ થઈ જાય, તે માટે ચક્રવર્તી બોલ્યા : અરે શિલ્પી ! આ શેમાંથી બનાવ્યું ?' વેળુ અને પારદમાંથી.” “વાહ વિજ્ઞાન ! ધૂળમાંથી પણ સોનું સરજી શકે તે આનું નામ ! પણ શિલ્પી ! હમણાં તારા અરીસાને અંતરપટ નાખી રાખજે, સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી એમાં પ્રથમ પોતાનું પ્રતિબિંબ નિહાળશે, પછી આપણે બધાં આપણાં પ્રતિબિંબ એમાં પાડશું.” ‘લાવો, સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી પહેલાં એમાં પોતાનું પ્રતિબિંબ જુએ!” મહાદેવી સુભદ્રાના વદન પર પોતાના રૂપનો ગર્વ ચમકી રહ્યો. એને લાગ્યું કે સ્વામી આ વિધાન પોતાના વિષે કરે છે. દેવી મેં કહ્યું તે ન સાંભળ્યું ? પહેલાં સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી જ આમાં પોતાનું મુખ જોશે. ભરતદેવે કહ્યું. ૬ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy