SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હા, હા, પણ શું એ સુંદરી મારા સિવાય અન્ય કોઈ છે ” પટરાણી લાડ કરતાં બોલ્યાં. હા, ભરતદેવે ટૂંકો જવાબ વાળ્યો. મનને વીંધી નાખે એવી ઉપેક્ષા એમાં ભરી હતી. એનું નામ ?” સુભદ્રાને રૂંવે રૂંવે ઝાળ ઊઠી. સુંદરી; સંસારની સર્વશ્રેષ્ઠ સ્ત્રી સુંદરી ! યથા નામ તથા ગુણા ‘તમે શું કહો છો, તે કંઈ સમજાતું નથી. પુરુષો ઘણી વાર અગમ્ય હોય છે.' ‘અમે તો કોઈ વાર, પણ સ્ત્રીઓ ને સુંદરીઓ તો હંમેશાં અગમ્ય હોય છે !” ભરતદેવે દૂર દૂર રાજમહેલના શિખર પર દૃષ્ટિપાત કરતાં કહ્યું. મહાદેવી સુભદ્રા રોષમાં પોતાના હસ્ત પછાડી રહ્યાં. એમનાં કંકણ એક મીઠો રવ સર્જી બેઠાં. એ સુંદરી કોણ ? રે, પોતાના ત્રિભુવનવિજયી રૂપ સામે રૂપનો દર્પ રાખી શકે એવી બે માથાળી એ સુંદરી વળી કોણ ? મહાદેવી સુભદ્રાએ ગુસ્સામાં માણેકની માળાને હાથમાં લીધી, ને ચપટીમાં ચોળીને એનું ચૂર્ણ કરી નાખ્યું. શું એ સૌંદર્ય ! શું એ સ્વાથ્ય ! ખરેખર, ચક્રવર્તીને શોભે એવું નારીરત્ન. છતાં ભરત–બાહુબલી ધુમાડામાં બાચકા કાં ભરે ? કોણ છે એ સુંદરી ?” પટરાણી સુભદ્રાએ મિજાજમાં પ્રશ્ન કર્યો. એમના રૂપાળા મોં પર ફૂલગુલાબી વાદળી ફરી વળી હતી. મહાદેવી ! સુંદરી સામાન્ય નારી નથી. જગતની અસાધારણ પ્રતિભા છે. તમે તો મારા પરાક્રમની સિદ્ધિ છો, પણ સુંદરી તો મારા જીવનની સાધના છે !” ભરતદેવ થોભ્યા ને કહેલી વાતને વધુ જોર આપતા હોય તેમ ફરી બોલ્યા : પટરાણી સુભદ્રા મારા પરાક્રમનું ફળ છે. મહાદેવી સુંદરી મારા જીવનનું બળ છે !” શું કહો છો તમે ?” સાચું કહું છું. રાણી ! મહાદેવી સુંદરીને જોશો ત્યારે તમે પણ કબૂલ કરશો.’ ભરતદેવ બોલ્યા. ‘અસંભવ ! મહારાણી સુભદ્રાએ જોરથી હાથ પછાડ્યા. નગરપ્રવેશ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy