SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ એ બોલવું સહેલ છે, પણ કરવું એટલું જ મુશ્કેલ છે. આ વનવિહાર નથી, વસંત ઉત્સવનું આમંત્રણ નથી, રસિયાઓનું વેણીબંધન નથી; આ ગીત, નૃત્ય કે હીંડોલ નથી કે ના પાડી દીધે કામ ચાલી જાય ! આ તમારા નિષેધની પાછળ યુદ્ઘરાક્ષસીના ભયંકર ઓળા ખડા છે. મેં સ્પષ્ટ નહિ કહ્યું હોય, પણ હવે કહી દઉં છું કે, ચક્રવર્તીની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે યુદ્ધને આમંત્રણ !” એ આમંત્રણ માટે અમે સજ્જ છીએ ! અમે કાયર નથી !' એક રૂપાળા જુવાને કહ્યું. એમ નહિ, એક યુદ્ધ એટલે શું, એ પણ તમે પૂરેપૂરું જાણી લો. યમરાજ આપણે આંગણે આવે ને આપણે કેવા ડરીએ છીએ ! યુદ્ધમાં તો હજારો યમરાજો એકસામટા તમને ઘેરી વળશે. ચક્રવર્તીની સેના મહાસાગરના તરંગો જેવી છે. યુદ્ધ આવ્યું તો આ તમારી સુંદરાતિસુંદર સૃષ્ટિની હસ્તીનો જ લોપ થઈ જશે. લડાઈ અનિવાર્ય બની તો જીવની જેમ જાળવેલાં આ વેલો, આ મધુમંડપો, આ ગોચરો આ મીઠાં નવાણ એક યુદ્ધમાં જાણે ક્યારેય અહીં નહોતાં એવાં બની જશે.’ રાજદૂત હંસની આંખો ડરામણી બની હતી. સ્વરમાં શંખનાદ જાગ્યા હતા. પગની પાની વેંત વેંત ઊંચી ઊઠતી હતી. મેઘ ગાજતો હોય એવા સ્વરે એણે આગળ ચલાવ્યું : એટલું જ નહિ, અમારો અનુભવ છે કે, જે ભૂમિ પર માનવરક્ત રેડાય છે, એ ભૂમિ ગોઝારી બની જાય છે ! ત્યાં દુર્ભિક્ષ, મહામારી, સંકુચિતતા, વિખવાદ ને વ્યભિચાર જગતનાં સર્વ અનિષ્ટો સ્વચ્છંદે મહાલતાં ફરે છે. ત્યાં વરસાદ પૂરો વરસતો નથી. ત્યાં પાક પૂરો થતો નથી. કારણ કે યુદ્ધ અનેક પ્રેમી જોડાં ખંડિત કરે છે ને અનેક જીવોને અનાથ બનાવે છે. યુદ્ધની કૃત્યા પોતાની પાછળ નિસાસા, આંસુ ને આહની સૃષ્ટિ મૂકતી જાય છે.' દૂતે અવાજ ધીરો કર્યો ને મનમાં મીઠાશનો મહેરામણ ઘૂઘવતો હોય તેમ બોલવા લાગ્યો : મને તમારી આ નગરી પર મોહ થયો છે. કેવી સુંદર નગરી ! કેવાં હેતાળ આ બધાં નગરજનો ! કેવાં ખુશનુમાં હૈયાં છે તમારી પાસે ! અને એવી જ કુદરત છે. એવી જ હવા છે. દેવ જેવા સ્વરૂપવાન તમે છો, દેવીઓ જેવી રૂપલાવણ્યવતી અહીંની સ્ત્રીઓ છે. પૃથ્વીનું સ્વર્ગ ક્યાંય હોય તો તે અહીં છે, અહીં છે ! આ મસ્ત હવા, આ રંગીન વાદળીઓ, આ સ્વપ્નાં જેવાં બંધુપ્રેમ કે બંધુદ્રોહ ? * ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy