SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વિશેષ ચોખવટ કરતાં તેઓને કહ્યું : “આપનું સ્થાન અધીન રાજાઓની હરોળમાં અગ્રે રાખવું કે મધ્યમાં, તેની વિચારણા ચાલે છે. ચક્રવર્તી મહારાજની ઇચ્છા અગ્રે રાખવાની છે, પણ...' ‘અધીન રાજાઓમાં અમે ? રે દૂત ! આ તું શું બોલે છે ? અમે લઘુ બંધુ તરીકે તો વડીલ બંધુને અધીન છીએ જ, પણ અમે સ્વતંત્ર છીએ. અમારા પિતા ઋષભદેવે અમને સહુને રાજા તરીકે ભાગ વહેંચી આપ્યા છે. અમે ભરતદેવના અર્ધન કનિષ્ઠ બંધુઓ જરૂર છીએ, પણ અધીન કનિષ્ઠ રાજાઓ નથી.' મેં એ વખતે સ્પષ્ટ કર્યું: ‘તમારી વાત ઘરમેળની છે. પણ રાજકાજમાં સગં.સ્વજન જોવાતું નથી. એમાં તો અધીનતા ને આજ્ઞાધીનતા જ જોવાય છે. ભરતદેવે ચક્રવર્તીપદ હાંસલ કર્યું છે. એમને માટે સિદ્ધાંતની રીતે કોઈ રાજા જેમ કે અજેય ન રહેવા જોઈએ. બીજી બધી વાત ઘરમેળની છે. રાજઆજ્ઞા અધીનતા સ્વીકારની છે. ‘આ ચર્ચા આગળ વધતાં ૯૮ ભાઈઓ એકત્ર થઈ ગયા, ને ખૂબ વિચાર કરી, હુંકાર કરતા બોલ્યા : “હે દૂત ! આ રાજ્ય અમને અમારા પિતાએ આપેલ છે. એ જ અમારા સ્વામી છે. બાકી અમે સર્વતંત્રસ્વતંત્ર છીએ. હા, એક વાત અમે ભરતદેવને સ્વામી સ્વીકારીએ – જો એ વ્યાધિ, વૃદ્ધાવસ્થા ને મૃત્યુ પર શાસન કરે તો.” મેં કહ્યું : “તમે ચક્રવર્તીની સત્તાને અને મહત્તાને જાણતા નથી માટે આમ બોલો છો. જ્યાં સુધી કોઈ પણ પ્રદેશ અણજિતાયેલો હોય ત્યાં સુધી ચક્રવર્તી ચક્રવર્તી ન કહેવાય. આપ સુખે રાજ કરી શકશો, પણ ચક્રવર્તીને અધીન ખંડિયા રાજા તરીકે આપે દરબારમાં તો હાજર થવું જ પડશે.” “અને ન થઈએ તો ?” ‘તો ચક્રવર્તીની સાગર સમી સેના, વડવાનળ સમા એના સામંતો, વજપાત જેવા એના શસ્ત્રાસ્ત્રસમૂહો, યુદ્ધગર્જના સાથે, પ્રલયના પૂરની જૈમ, આપના રાજ પર ફરી વળશે. એ આપની સાથે બખડી બાંધશે, લડશે, હરાવશે ને છેવટે આપને નમાવશે. ત્યારે જ જંપશે !” ‘એટલે યુદ્ધ થશે એમ ને ? તો અમે પણ કંઈ હાથપગ બાંધીને બેઠા નથી. રણક્ષેત્રમાં આવડશે એવો જવાબ વાળવામાં અમેય પાછા નહિ પડીએ. રે દૂત ! અમે પણ એ જ પિતાના પુત્રો છીએ, ને એ જ માતાને ધાવેલા છીએ, એટલું ધ્યાનમાં રાખજો.” ૪૦ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy