________________
‘આ તારે જોઈએ છે, ભાઈ ?” ધ્યાનસ્થ ભરતદેવે પૂછ્યું. ‘એ તો સુવર્ણ છે. એને હું શું કરું ?” ખેડૂત બોલ્યો. ‘તો તારે શું જોઈએ ? ’
‘કણ અને ભૂમિ ! એકના એક હજાર બનાવનાર હું છું.’ ‘શું, કણ કરતાં સુવર્ણ હલકું ? ’
‘જગતમાં ત્રાસ જ સુવર્ણનો છે. એ ઘેર ચોરને લાવે, રાજાની નજરને લાવે, ભાઈઓમાં ભેદ કરાવે, મનને ભરમાવે.
‘ખોટું કહેતો હોઉં તો ચાલો ભરતદેવ પાસે ! સુવર્ણ કંઈ એકમાંથી એક હજાર થોડું થાય ! ને કણ તો એકમાંથી એક હજાર થાય ! આ કડાં ભલે આપની પાસે રહે ! મને તો કણ જોઈએ. મારે એક પ્રશ્ન પૂછવો છે. કૃપા કરીને જવાબ દેશો.’
‘જરૂર.’ ભરતદેવે કહ્યું. એમને કનકપ્રેમી માનવી કરતાં આ કણપ્રેમી કૃષિકાર વધુ ગમી ગયો હતો.
‘આ કડાં કેમ કરીને નીકળી ગયાં ? શું તમારા દેહને ઇચ્છો ત્યારે પાતળો અને ઇચ્છો ત્યારે અણુ જેવો કરવાની મંત્રક્રિયા તમે જાણો છો ? તમે મંત્રવાદી છો ?
‘હા.’
‘આ વિદ્યા તો યોગીઓ જાણે છે. તો શું, તમે યોગી છો ?’ ‘હું યોગી નથી.’
‘જૂઠ્ઠું બોલશો મા. જાણો છો કે ભરતશાસનમાં અસત્ય બોલવું એ મહાપાપ છે.’
‘તેં ભરતશાસન જોયું છે ? જાણ્યું છે ?’
‘સૂરજનો પ્રકાશ જોઈએ એટલે સૂરજદેવને જોયા-જાણ્યા બરાબર છે.’ ખેડૂતે કહ્યું, અમારા માથે રાજા છે, એટલું જાણીએ છીએ. બાકી રાજા પાસે જવાનું કદી કામ પડ્યું નથી !’
‘ભાઈ ! હું યોગી નથી, પણ ધ્યાની માણસ છું. ધ્યાનમાં બેસું છું, ત્યારે જગત તો ઠીક, મારો દેહ પણ ભૂલી જાઉં છું.'
‘દેહ તો તમારો રાજા જેવો છે, અને લક્ષણ બધાં યોગી જેવાં છે. શું તમે જડભરત છો ?”
‘જડભરતને તું જાણે છે ?’
Jain Education International
For Private & Personal Use Only
જોગી ને ભોગી × ૨૪૭
www.jainelibrary.org