SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નિંદા નહિ, પ્રશંસા ! મર્દ તો એ, જે પોતે જીતતો ગયો ને તમને ભૂંડા દેખાડતો ગયો.” રાણી ! અમે કોનાં સંતાન છીએ, જાણો છો ?” ભરતદેવના હૃદયમાંથી બંધુનિંદા સાંભળી એકદમ રાગ નીકળી ગયો. અંતરનું સત્ત્વ ધીરે ધીરે જાગી રહ્યું. એટલે શું?” રાણી બોલ્યાં. એટલે એ કે જે વાત શીખતાં તમને હજારો વર્ષ લાગે એ મારા માટે પળનું કામ છે. જે સમૃદ્ધિ એકત્ર કરતાં તમારા ભવના ભવ ચાલ્યા જાય અને એનો ત્યાગ કરતાં બીજા એટલા ભવ એળે જાય, એ સમૃદ્ધિ મેળવીને છાંડવી એ અમારે મન છોકરાંની રમત વાત છે !” બીજી વાત મૂકો, સ્વામી ! ભારે વિચિત્ર છે તમારું મન. ઘડીમાં જાણે જળમાં આકંઠ નિમગ્ન છે, તો ઘડીમાં જાણે કિનારાને પણ એવું જ ક્યાં છે ! મને યુદ્ધ આપો. મારું સ્થળ આવી ગયું. મેં શસ્ત્ર ધારી લીધાં.” ભરતદેવ ઘડીભર એ જગમોહિનીને એના પૂર્ણ સ્વરૂપમાં નીરખી રહ્યા. જોગી જતિ ભૂલા પડી જાય તેવું એ સૌંદર્યઝરણ હતું. પુરુષને વ્યાકુળ કરી મૂકે એવો સૌંદર્યધોધ ત્યાં ગાજતો હતો. રાણી ! તમારાં શસ્ત્ર ક્યાં ?' ‘સ્ત્રીનું અમોઘ શસ્ત્ર સ્ત્રીની દેહ ! હું રતિ, તમે કામ.” “હું કામ ? રાણી, કામદેવ તો એકમાત્ર મારો ભાઈ, બીજી બધી વાતો ! ભરતદેવનું ચિત્તતંત્ર વળી ખસીને બીજી વાત પર ગયું, ‘રાણી ! મારો ભાઈ કહેતો કે લોકોને ભ્રમણા છે કે કામદેવને રાગ અને રતિ ગમે. એ કહેતો કે સાચા કામદેવનાં હથિયાર બે : એક સંયમ અને બીજું ત્યાગ ! કામ જગતને આકર્ષે ખરો, પણ પોતે આકર્ષાય નહિ. જલકમળવત એનું જીવન. દુનિયાને ઘેલો બનાવતો ફરે, અને પોતે તો ડાહ્યોડમરો જ રહે.” ‘ભાઈની વાત આવે છે, કે તમે જાણે ઘેલા બની જાઓ છો. ‘રાણી ! આવો ભાઈ હોવો, એ ય મોટા ગર્વની વાત છે.' ચાલો, બીજી વાત છોડો અને મને યુદ્ધ આપો !” રાણી! હું હાર્યો. મારો ભાઈ જંગલનો જોગી બન્યો, હવે હું રાજમહેલનો રાજયોગી બનીને જીવીશ. આ આપણો છેલ્લો રસવિહાર તમારા ને મારા સ્નેહપૂર્ણ જીવનનું સંસ્મરણ બની રહો !” હું રાજમહેલનોયોગી ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy