________________
ને એ વજમુષ્ટિ નીચે ઊતરતી અધવચ્ચે અટકી ગઈ અને સૌએ જોયું એ વજમુષ્ટિ સહેજ ઉપર ઊઠી.
સૌ સ્તબ્ધ બની ગયા. ભરતદેવ તાકી રહ્યા ! ને કોઈને સમજાય એ પહેલા આંખની પલકમાં, એ વજમુષ્ટિ બાહુબલે પોતાના મસ્તક પર પછાડી. અરેરે ! કામદેવના અવતાર ! આવું તે હોય? આ તારી મેઘશ્યામ કેશાવલિએ તો પૃથ્વીની કંઈક સુંદરીઓને મુગ્ધ કરી છે, કંઈક કામિનીઓને કામણ કર્યા છે ! તારું કેશગુંફન જોઈએ તો એ પોતે ગુંફનકળા શીખે છે.
આ શું? માથા પર એક મુષ્ટિનો પ્રહાર ! બીજી મુષ્ટિનો પ્રહાર ! ત્રીજી મુષ્ટિનો પ્રહાર !
સુંદર કેશનું એક અણુ પણ શેષ ન રહ્યું. જોતજોતામાં માથું સાવ બોડકું થઈ ગયું ! સ્ત્રીઓ આ કરૂણ દૃશ્ય જોઈ ન શકી. કેટલીક સ્ત્રીઓએ બે હાથે આંખો ઢાંકી દીધી. કેટલીક મોટેથી રડી પડી.
ચોથી મુષ્ટિ ! પાંચમી મુષ્ટિ !
અને મુખ પરના દાઢી-મૂછના વાળ સાવ ચાલ્યા ગયા ! રે કામદેવ ! આ શું કર્યું ? રાજ છોડ્યું હોત તો અમને આટલો આંચકો ન લાગત. અમારો બાલમ સાધુ થઈ ગયો હોત તો અમને આટલું દુઃખ ન થાત !
પણ આ મુખ! આ વિરૂપતા ! અમારાથી જોઈ શકાતી નથી! અરે ! એ જોવા કરતાં અમે અંધ બનવું વધુ પસંદ કરીએ છીએ. અમે નાસી જવું વધુ પસંદ કરીએ છીએ. રૂપને અરૂપ બનતું જોવું એના કરતાં અમે ખુદ વિરૂપ બનવા તૈયાર છીએ. જે રૂપમાધુરી પર અમારું અભિમાન હતું, એ જતું અમે જોઈ શકતા નથી
અરે ! પણ આ શું? ગાજતા મેઘ વરસી પડ્યા. સીધા મોટાભાઈના ચરણમાં બાહુબલ ! ન માની શકાય તેવો બનાવ !
ગદ્ગદ કંઠે બાહુબલ બોલતા સંભળાયા :
મોટાભાઈ ! તમારી ચરણરજ દઈ મને માફ કરો ! મેં અવિનય કર્યો. સંસાર પર એક ખોટો પાઠ મૂક્યો.”
ભરતદેવે પગમાં ઝૂકતા ભાઈને આખો ને આખો હાથમાં તોળી લીધો. અરે, યુદ્ધમાં બાહુબલના બલ પાસે પોતાની હાર સ્વીકારવાની ના પાડનાર
યુદ્ધ પૂરું થયું ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org