SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આપે ભાઈએ ભાગ પાડ્યા : ભરતને અયોધ્યામાં રાજ આપ્યું, બાહુબળને તક્ષશિલાનું રાજ આપ્યું. બીજા ૯૮ ભાઈઓને ભિન્ન ભિન્ન પ્રદેશો આપ્યા. સહુ શાંતિથી પોતાનો ભાગ લઈને બેઠા. ભરત બહુ બળવાન નીકળ્યો. એને દુનિયા પર જ્યાં જ્યાં પોતાનું રથનું ચક્ર ચાલે, તે તે પૃથ્વી પોતાની હોવી જોઈએ, એવી ઝંખના જાગી. એ માટે પૃથ્વીને પોતાની કરવા એ મેદાને પડ્યો. જબરદસ્ત હામ અને હૈયું એની પાસે હતાં. એ જગતનો મહાન ચક્રવર્તી બનીને પાછો ફર્યો. હવે એ આ ૯૮ ભાઈઓને કહે છે, કે રાજ તમે ભોગવો, પણ રાજનો ઉપરી હું! ચક્રવર્તીને રાજ્યમાં કોઈ સ્વતંત્ર રાજા નહિ, બધા અધીન રાજા ! આકાશમાં તારા અનેક ભલે રહે, પણ સૂર્ય તો એક જ હોય. હવે જો આ બધા એ શરત ન સ્વીકારે તો સાગરના તરંગો જેવી એની સેના એમનું ધનોતપનોત કાઢી નાખે ! હવે શું કરવું પ્રભુ ?” “બ્રાહ્મીએ વાત રજૂ કરી. વિશ્વપિતા ઋષભદેવે થોડી વારે કહ્યું : જ્યારે માણસની પોતાની પાસેની મશકનું પાણી ખૂટી જાય, ત્યારે અંગારકારકની જેમ કૂવા, સરોવર ને સમુદ્રને પીવા દોડે. સમુદ્ર પીધે પણ શાંત થવાનો તૃષાનો સ્વભાવ નથી; પછી ખડ ખાય ને મલોખાં ચૂસે ! ભરત ભાગ્યવંત નર છે, અને આ પૃથ્વી પુણ્યવંતને પ્રેમ કરનારી ને ભાગ્યહીનનો તિરસ્કાર કરનારી શ્રીમંતની કન્યા જેવી છે.” પ્રભુ ! ભરત બળવાન હશે, તો અમે પણ કંઈ નિર્બળ નથી !” અઠ્ઠાણું બંધુઓએ એક અવાજે કહ્યું. “સાચો વીર રુધિરથી કલંકિત વિજયલક્ષ્મીને વાછતો નથી. યાદ રાખો કે અસ્થિર પૃથ્વી માટે બંધુહત્યા કરવા સુધી આગળ વધનારને ચંદ્ર સમાન કીર્તિ મળતી નથી ! વિનશ્વરનો આનંદ વિનશ્વર છે. રાજ્યનો ક્યાં તૂટો છે, કે આ રાજ્ય માટે અશાંતિ જગાવવી ? એક વાર એમ માનો કે નાના ભાઈ પાસે મોટો ભાઈ પૃથ્વી માગે છે. નાનો ભાઈ શા માટે ના પાડે ?” વિશ્વપિતાએ વાતનો જુદો વળાંક લીધો. ‘અમે આ રાજ્યનો ત્યાગ કરીએ છીએ. બધા બંધુઓ એકીઅવાજે બોલી ઊઠ્યા, “અમને નવું અવિનશ્વર રાજ્ય આપો, પિતાજી !” નવું રાજ્ય આપું ? કેવું ? વિશ્વપિતા મીઠું હસીને બોલ્યા. રાજદૂત હંસની વાત છે ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy