SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હા, સ્વામી ! એ તો વળી અજબ ખોપરી છે. જાદુગરના જેવો ધંધો લઈ બેઠાં છે. એક પથ્થર પર કંઈક ચિતરામણ કરે, ને એ ચિતરામણમાં કંઈક સંદેશ છુપાયેલો છે, એમ કહે. એ કહેતાં હતાં કે માણસ જે બોલે, એ હૂબહૂ આ પથ્થર પર હું ઉતારી શકું ને સો વર્ષે પૂછો તો એ પથ્થર જોઈ બોલબોલ કહી આપું. ને હું પોતે જ નહિ, જે મારી આ વિદ્યા જાણે એ ગમે ત્યારે બરાબર વાંચી લે ! માણસ એ લાખેણું વચન મોંમાંથી કાઢે, ને બીજી પળે હવામાં વિલીન થઈ જાય. સાંભળનારની સ્મૃતિમાં હોય ત્યાં સુધી તો એ કંઈક સચવાય, પણ માણસની સ્મૃતિમાં દોષ ઊભો થાય ત્યારે અર્થનો અનર્થ થઈ જાય; અથવા માણસની સ્મૃતિ વિસ્મૃતિમાં લીન જાય ત્યારે એનો સર્વથા લોપ થાય.” - “અમે પૂછ્યું : “બહેન, આનું નામ શું ?” “બ્રાહ્મીદેવીએ કહ્યું : “એનું નામ લિપિ.” અને તેમણે સાપ જેવી, વીંછી જેવી, કાંચીડા જેવી આકૃતિઓ દોરવા માંડી અને કહ્યું કે જુઓ, તમે મોંથી ક” બોલો છો, એનું પ્રતીક આ ! “કા બોલો છો તેનું પ્રતીક આ !” ‘અમે કહ્યું : “અરે ! આ કામ તો અમારી સમજણમાં ન આવ્યું. આ માથાકૂટ કરવા કરતાં કોઈ પહાડ તોડવો સારો.” “બ્રાહ્મીબહેન બોલ્યા : “આ પણ એક પ્રકારનું તપ છે. જેઓ સંસારથી વિરક્ત થયા હશે, એ જ આમાં જોડાશે. તેઓ આમાં પ્રગતિ કરશે, નવી શોધ કરશે. એક દિવસ એવું થશે કે હજાર યોજન દૂર બેઠેલો માનવી, પોતાના મનના વિચારો, આ વાહન દ્વારા, સ્પષ્ટ રીતે જગતભરમાં પ્રગટ કરી શકશે ને એ વાહન દ્વારા હજારો ગ્રામ-નગરોમાં પોતાનો સંદેશ ફેલાવશે. જુઓ, તમારા રાજાઓને હવે તને માત્ર તમારો સંદેશો મથી કહેવાની જરૂર નહિ રહે. તમે તમારી રીતે પથ્થર, ધાતુ કે માટી પર તમારાં વચનો લખીને આપી શકશો.” “હસીને કહ્યું : “બહેન ! તો તો અમારા જેવા કુશળ દૂતોનું કામ નહિ રહે ! ગમે તેવો ભોટ માણસ પણ આ રીતે સંદેશો લઈ જશે ને લાવશે.” મારી તરફ જોઈ, મિષ્ટ હાસ્ય કરતાં બહેન બોલ્યાં : “ભાઈ હંસ ! જ્યારે ને ત્યારે, કોઈ વાતમાં કે વિગતમાં આપણા ઘર તરફ કે આપણી જાત પર જ નજર નાખવી, એ એક મૃત્યુ જેવી મનોદશા છે. જો આપણું ઘર બળતું હોય ને આખું ગામ સોનાનું થઈ જતું હોય તો એ કામ વખાણવા ૪૪ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy