SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અને કેવો સુંદર આ બહલી પ્રદેશ હતો ! શું ચક્રવર્તીની સમર્થ સેના એને નષ્ટભ્રષ્ટ કરશે ? આવું અકાર્ય કોણ ઇચ્છે ? હંસે બહલી દેશની સીમામાં પ્રવેશ કર્યો. કે એનું ચિત્ત આનંદ-પ્રમોદથી ભરાઈ ગયું. આ ધોરી વાટ ! મધરાતે પણ પ્રવાસીઓ પ્રવાસ ખેડતા, પણ કોઈ જાતની આશંકા ન રહેતી ! નવવધૂઓ મધરાતે શ્વસુરગૃહે જતી. એમનાં ઝાંઝરના ઝણકારથી બધો સીમાડો સંગીતમય બની જતો, છતાં નવવધૂને ભય ના રહેતો. અહીં સુંદર લતાવેલોથી સોહામણી સૃષ્ટિ ઊભરાતી હતી. મા ના થાન જેવા ડુંગરા ઠેર ઠેર હર્યાભર્યા પડ્યા હતા. એની તળેટીમાં વૃક્ષવૃદોની વચ્ચે નાનાં નાનાં ગોકુળ વસેલાં હતાં. ક્યાંય ભીડ નહોતી, ક્યાંય એકાંત નહોતી, એવી એ નાનકડાં ગૃહોની હાર હતી. અહીંનાં ગોપ-ગોપિકાઓ ધેનુને વૃક્ષને છાંયે બેસાડી બંસરી છેડતાં. એ બંસરીમાં પૃથ્વીના પ્રથમ સ્વામી, ધર્માવતાર ભગવાન ઋષભદેવનાં ગીત ગુંજતાં. અહીં દિવસો નહોતા, મહિના નહોતા, માત્ર ઉત્સવો હતા, પર્વો હતા. જીવન સંવત્સરોમાં ન અપાતું, હેતુસિદ્ધિમાં દેખાતું. શરદનો ચંદ્ર આકાશમાં દેખાતો કે બધાં સ્ત્રી-પુરુષ રાસ ખેલવા બહાર નીકળતાં. રસથી સમય મપાતો. આનંદથી દિવસની અવધિ અંકાતી. વર્ષની શુષ્ક ગણતરીને એ શું કરે ? સૂકાં રસહીન સો વૃક્ષ હોય તોય એને કોણ વૃક્ષ તરીકે લેખે ? આમ્રવૃક્ષો પર નવમાંજર પ્રગટતી, ને વસંતોત્સવ માણવા બધાં વનપ્રદેશમાં નીકળી પડતાં. સરખેસરખાં સ્ત્રી-પુરુષો સાથે ઘૂમતાં ! વર્ષની ઋતુ આવતી, કાળાં વાદળો પર મેઘધનુષ્યની રચના થતી, ને બધાં ઝૂલે ઝૂલી રહેતાં, સાથે રમતાં રસક્રીડા કરતાં, કામદેવની પૂજા કરતાં, પણ ક્ષુલ્લક ચંચળતા કેવી ! ઘેલાઈ કે દીવાનાપણું કેવું ! અને એનું કારણ પણ હતું. એમનો રાજા બાહુબલ કામદેવનો અવતાર લેખાતો. સહેજ ઘનશ્યામ વર્ણના આ રાજવીની દેહલતા એવી સુંદર હતી કે મોહી નર-નાર તો એ વાટ પર ભૂલાં જ પડી જાય ! ૭૪ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy