SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં તો મોટું માછલું નાના માછલાને ખાય એ જૂનો ન્યાય જ ચાલુ છે !' પોપટને રમાડતી એક સ્ત્રીએ બહાર આવીને સમુદાયમાં ભળતાં કહ્યું. ભગવાન કોઈ વાર આ નગરીમાં આવે, ત્યારે બધાની સામે જ મારે પૂછવું છે. ભલેને મહારાજા ભરતદેવ કે મંત્રી બુદ્ધિસાગર આંખો કાઢે !' એક સ્ત્રીએ પ્રસ્તાવ મૂક્યો. “અરે! મહારાજ ભરતદેવે આજે રાજા બાહુબલ પર આંખ કાઢી છે. હવે જોજો, એ રાજાની અને એના દેશની વલે !” એક લડવૈયા જેવો પુરુષ ધસમસતો ત્યાં આવ્યો ને બોલ્યો. એ તલવારની પટાબાજી કરતો હોય એમ બે હાથ આમતેમ ઘુમાવતો આગળ બોલ્યો, કાલે તક્ષશિલાથી રાજદૂત હંસ પાછા આવી ગયા. આખી રાત રાજમંત્રણા ચાલી. સવારે નિર્ણય જાહેર થયો કે, રાજા બાહુબલ આપણા શત્રુ છે. ને શત્રુ સામે યુદ્ધ ધર્મ છે. ગંગા નદીના કાંઠે સૈન્ય પણ ખડકાવા માંડ્યું છે.' જુઓ, આ રાજપુરુષો ! આખી રાત દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું! સગો ભાઈ શું શત્રુ થઈ ગયો, અને તે એક રાતમાં ?” અરે, તમે રાજકારણમાં શું સમજો ? રાજકારણમાં નથી કોઈ ભાઈ કે નથી કોઈ બાપ ! ત્યાં બે જણા છે, કાં શાસક કાં સેવક !” - “અરે, બળ્યું તમારું રાજકારણ ! તમે બધા એમાં ઘેલા બન્યા છો. અલ્યા, રાજકારણમાં રજ-વીર્યના સંબંધો પણ લોપાશે ?' ત્યાં તો દૂર દૂરથી પાંચ-પાંચ દશ-દશ જુવાનિયાનાં ટોળાં આવતાં દેખાયાં. બધા નાચતા હતા, ફેરફુદરડી ફરતા હતા, ને ગાતા હતા. હો તૈયાર ! તૈયાર હો !” ‘હાથી તૈયાર ! ઘોડા તેયાર ! રથ તૈયાર ! તીર તૈયાર !” “આવી છે જીવનની નવી બહાર !” “ધમધમ ચાલીશું!' ધરા ધ્રુજાવીશું!” શત્રુનું જડાબીટ કાઢીશું ! શત્રુનો સંહાર કરીશું.” સર્વ સ્ત્રીઓએ આકાશને ભેદી નાખે તેવો ચિત્કાર કર્યો. ‘હાય, હાય, આ ગાંડાઓ પૃથ્વી આખીને બગાડવા બેઠા છે. આજ સુધી તો દૂરના દેશોમાં ૧૨૪ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy