________________
કરી અને સંતોષવો, સારી પરિચર્યા કરી એનો પરમસંતોષ કરવો, સંતાન પર હક્ક પુરુષનો પણ સંતાનને ઉછેરવાનો ભાર સ્ત્રીને માથે ! પુત્રીને ભલે પોતાના જેવી બનાવે, પણ પુત્રને તો પિતાના જેવો વીર તૈયાર કરી સોંપે. આમ થાય તો જ પુરુષ લડવા જાય !
પુરુષ સમોવડી સ્ત્રીને પુરુષની આ પ્રકારની અધીનતા ન રુચિ, પણ યુદ્ધના સંહારકાર્ય તરફ એને એટલી બધી અરુચિ હતી કે એમાં સાથી બનવાને બદલે કમને પણ એ આ ગૃહાંગણનાં કાર્યોને સ્વધર્મ તરીકે વધાવી રહી.
કેટલીક સ્ત્રીઓનું મન કોઈ વાર આ તરફ બળવો કરી બેસતું, તો હવે રાજપુરુષો એને ભરત બાહુબલીનો ગુનો માની લેતા !
રાજ તો ભગવાન વૃષભધ્વજ (ઋષભદેવનું હતું. ને એવા પ્રેમાવતારના રાજ સામે કંઈ બાકરી બંધાય ?
સ્ત્રીઓ કમને યુદ્ધઘેલા પુરુષત્વના દાસત્વમાં પડી ગઈ !
એમાં સુંદરતાના અવતાર સમાં મહારાણી સુભદ્રા ભરતદેવને વરીને અયોધ્યામાં આવ્યાં. ગોરા ગોરાં ઊજળાં ગાત્ર – એકલાં ગાત્ર જોઈને પુરુષનું મન મીણની જેમ ઓગળી જાય ! પણ રાણી તો ભારે બુદ્ધિશાળી ! સ્ત્રીરૂપની સજાવટના ઘણા પ્રકારોની એમણે શોધ કરી. એમણે પટબંધન શોધ્યાં. રૂપાળા વક્ષસ્થળ પર નાનીશી સોનેરી કંચુક શોભી રહી !
આહ ! નમણી સ્ત્રીદેહનો આખો દેખાવ જ પલટાઈ ગયો ! સ્ત્રીઓ મહારાણીનાં પટબંધનોની નકલ કરી રહી. આહ ! પોતાનાં વક્ષસ્થળ આકર્ષણનાં સ્થળ બની રહ્યાં ! ઝેરી તીરથી ઘાયલ ન થનારા યોદ્ધાઓ ત્યાં ચકરીઓ ખાઈને ઢળી પડવા લાગ્યા.
અરે ! એક દિવસ મહારાણીએ સુવર્ણ અને રજતના તાર ગૂંથીને એક નાનુંશું પટકુળ બનાવ્યું. એ પટકુળથી પોતાના મુખ અને દેહને આચ્છાદી દીધાં.
ગોરું ગોરું મુખ અદશ્ય થઈ ગયું. સ્ત્રી પુરુષની કલ્પનાનો – આકર્ષણને વિષય થઈ પડી. આ પટકુળ પાછળ છુપાવેલી પ્રેમદા કેવી હશે, એ જાણવા પુરુષો આકાશપાતાળ એક કરવા લાગ્યા. શરતો કરવા લાગ્યા, સ્ત્રીના પ્રકાર નક્કી થવા લાગ્યા. નાસિકા, ઓષ્ઠ, નયન ને ભાલની સૂક્ષ્મ વિવેચનામાં ઊતરી ગયા !
આવું પટકુળનું અવગુંઠન કરીને મહારાણી એકાએક ભરતદેવ પાસે ૧૩૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org