SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ગયાં. ભરતદેવ આ સુવર્ણ નારીને નીરખી રહ્યા. આ અવગુંઠનમાં મહારાણીનાં ગાત્રો મારકણાં બની ગયાં હતાં. સ્વયં ચક્રવર્તી જેવા પણ સામે ધસ્યા અને મહારાણીનું મુખાવરણ ખેંચવા લાગ્યા. આકાશની વાદળીની જેમ રાણી સરકી જાય, ને આકાશના મેઘની જેમ મહારાજા એને પકડી લેવા પાછળ જાય ! વાહ વાહ ! શું સુંદર રમત ! આખરે મહારાણી ચક્રવર્તીના હાથમાં સપડાઈ ગયાં; અથવા એમ કહીએ કે રસશાસ્ત્રના જાણકાર મહારાણીએ પોતાની જાત હંફાવેલ પુરુષને આડકતરી રીતે અર્પણ કરી ! ચક્રવર્તીએ એ સોનેરી અવગુંઠન ખેંચી લીધું. મહારાણી ખેંચાતું અવગુંઠન સાહી રહ્યાં ! થોડી વાર રસભરી ખેંચતાણ જામી. આખરે મુખ પ્રગટ થયું, પણ એની ચારેતરફ અવગુંઠન મઢેલું રહ્યું ! મહારાજાએ ‘સુવર્ણ કમલ’ ધારી મહારાણીના મુખને નજીકથી સૂંધી લીધું ! બધે જયજયકાર વર્તી ગયો. પરિચારકોએ આ રસક્રીડાની વાતો બહાર કરી. બધાં સ્ત્રી-પુરુષો આવી રસ ક્રીડા માટે તલસી રહ્યાં. સ્ત્રી આ રસક્રીડામાં મુખ્ય બની. પુરુષ એટલી વાતમાં એને અધીન બન્યો ! સ્ત્રીને પોતાનું દાસત્વ ક્ષણ વાર ભુલાઈ ગયું ! ઘરની તો એ રાણી હતી ને ! જીવનના આનંદપ્રકારોમાં તો પુરુષની એ સમ્રાજ્ઞી હતી ને ! એટલી વાતમાં પુરુષ એનો દાસ હતો. અત્યાર સુધી સ્ત્રી અને પુરુષની કેશગુંફન કળા એકસરખી હતી. સ્ત્રીના કેશ પુરુષ ગૂંથતો, પુરુષના કેશ સ્ત્રી ગૂંથતી. એમાં ખાસ વિશેષતા નહોતી. મહારાણી સુભદ્રાએ આમાં ભારે નવીનતા આણી. કોઈ ઉત્તમ વૃક્ષના ફળથી કેશને ધોવા માંડ્યા. સુંદર ખનિજ દ્રવ્યો બાળીને એના ધુમાડાનો એને પટ આપવા માંડ્યો. ને અનેક ઔષધિઓ નાખેલું તેલ એમાં લટે લટે સીંચવા માંડ્યું. મહારાણીની નવીન શૃંગારરીતો તરફ તીક્ષ્ણ નજર રાખનારી સ્ત્રીઓને પ્રારંભમાં આમાં ખોટી માથાકૂટ લાગી. પણ ટૂંક સમયમાં મહારાણીના વાળ પગની પાનીને સ્પર્શવા લાગ્યા, ને શ્યામલતામાં કાળા સર્પને પણ મહાત કરવા લાગ્યા. એ કેશની સુંવાળપ એવી બની કે પુરુષ તો શું, સ્ત્રી પણ એને સ્પર્શ કરે તો એની મુલાયમતા પર, દીપક પર પતંગની જેમ, મોહી પડે ! મહારાણીના આ કાર્યમાં થોડું પરાવલંબપણું હતું. પણ દર્પણની શોધે એમને ભારે મદદ કરી. હવે મહારાણી અરીસાભવનમાં જઈને દેહપ્રમાણ અરીસા સામે ઊભાં રહી જતાં; વાળનાં ગૂંચળાં છૂટાં મૂકી દેતાં. પછી ધીરે ધીરે રૂપને રૂપ ખપે * ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy