SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ! અયોધ્યા નગરીમાં આજે પદ્મિની નારે પગ મૂક્યા. હવે આ ન ખીલતા કદંબ વૃક્ષને એ ઝાંઝરના ઝણકારથી રણકતા સુકોમળ પગની લાત મારશે, કે એ ખીલી ઊઠશે. આ બટમોગરાની વંધ્યા વેલને પૂર્ણકલશ જેવા મુખના બે ગાલમાં જળ ભરીને છાંટશે કે ફૂલડેફૂલડાં જોઈ લો ! ને પેલું મારું પ્રિય અશોકવૃક્ષ ! ઓ ઘેલા ! તું આલિંગન-સ્પર્શ માટે જે મહાન જગતસુંદરીની રાહ જોઈ રહ્યો હતો, એ સુંદરી હવે આવી ગઈ છે ! નાચો, ગાઓ, ખેલો, આનંદ મનાવો !’ આમ જે ભવનમાં ત્યાગની ગંભીરતા હતી, ત્યાં એકાએક આનંદલહરીઓ પ્રસરી ગઈ ! બધે જાણે પ્રકૃતિ ને પુરુષ મળ્યાં ! રે ! એકલી પ્રકૃતિ શા કામની ? એકલો પુરુષ પણ શા ખપનો ? બગીચામાં ભમરા ગુંજારવ કરવા આવી પહોંચ્યા. ફૂલડે ફૂલડે મધુ ઊભરાયાં. બપૈયા વ્યાકુળ વાણી કાઢવા લાગ્યા. ઢેલનો ત્યાગ કરી બેઠેલો રાજમયૂર અનુપમ કળા કરતો પોતાની નવોઢાને મનાવવા નીકળી પડ્યો ! જલકાસારના એક મત્સ્યે પાણીની બહાર ડોકિયું કાઢીને સૃષ્ટિમાં આવેલી નવબહાર નીરખી લીધી, ને ઝટપટ પોતાની પ્રેયસીને ખબર આપવા એ અંદર ડૂબકી મારી ગયું ! થોડી વારમાં આખી મત્સ્યસૃષ્ટિ જાગી ગઈ. સહુ પરસ્પર કહેવા લાગ્યા : અરે ! આપણી જિંદગી નાની અને આ ગંભીરતા કેવી ? ભલે કોઈ બક આપણું ભક્ષ કરી પોતાની પ્રિયતમા સાથે મહેફિલ ઉડાવે, પણ હવે તો સ્વયં આનંદમૂર્તિ બનવું છે, કાં કોઈના આનંદનું નિમિત્ત બનવું છે ! આ ગંભીર જિંદગી ભારે ભારે લાગે છે, અગ્નિ પોતાની જાતને સળગાવે નહિ, એ પહેલાં એનામાં ગરમી ક્યાંથી આવે ? ને બીજાને ગ૨મી પહોંચાડે પણ કેવી રીતે ?” વાતારવણમાં મીઠો સાદ ગુંજી રહ્યો : ‘નાચો ! ગાઓ ! બજાઓ !’ કોકિલે ગીત શરૂ કર્યું. મયૂરે નૃત્ય શરૂ કર્યું. દેડકાએ તાલ આપવા માંડ્યો. Jain Education International For Private & Personal Use Only રંગમાં ભંગ × ૫૧ www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy