________________
વ્યક્તિ અને સમષ્ટિ
સંધ્યાના તારા જેવી વેધક આંખે ભારતવર્ષના સ્વામી ભરતદેવ બેઠા છે. રાજદૂત હંસને તેડવા ગયેલો પરિચારક હજી પાછો ફર્યો નથી.
અંતરમાં ભારે મનોમંથન જાગ્યું છે. મનની કપરી કસોટી આવીને ઊભી રહી છે. પૃથ્વીના વિશાળ પટ પર વિજય સાધતાં આટલી ચિંતા કદી થઈ નહોતી. કાં યુદ્ધ, કાં અધીનતા, સૌને માટે બે જ સંદેશ હતા, હરકોઈ માટે બે જ આદેશ હતા. પણ આજે એક પિતાના સંતાન વચ્ચે યુદ્ધનો નાદ ગજવતાં કે અધીનતાનો આદેશ આપતાં ખૂબ સંકોચ અનુભવાતો હતો.
પણ ત્યારે શું ચક્રવર્તીનો હાથી આખી દુનિયા પાર કરીને છેવટે પૂંછડે અટકીને ઊભો રહે ? ન બને, ન બની શકે ! રાજાના પોતાના આગવા ધર્મો છે, એ ધર્મો પાળવા ચક્રવર્તી માટે પણ અનિવાર્ય હતા.
આ વખતે મહાઅમાત્યે પોતાની લાંબી ધોળી પાંપણોવાળાં નેત્રોને ચક્રવર્તી પણ ઠેરવતાં કહ્યું :
જાણું છું, કે જગતવિજેતાનું હૃદય વજ્રથી કઠિન ને ફૂલથીય કોમળ છે. એમાં પણ આપ તો અદ્વિતીય બંધુવત્સલ છો. પણ કેટલાંક કાર્યો એવાં હોય છે કે, ભાવનાની રીતે સુંદર લાગે છે; પણ કર્તવ્યની દૃષ્ટિએ અસુંદર ! પણ ભાવના અંગત વસ્તુ છે; કર્તવ્ય એ સમષ્ટિ સાથેનો વ્યવહાર છે. અને એ જ કારણે કઠોર કર્તવ્યદેશમાં કોઈ છટકબારી શોધી શકાતી નથી. જગત જાણે છે, આપને રાજ્યની, પૃથ્વીની, સુવર્ણની કોઈ આકાંક્ષા નથી, ફક્ત ચક્રવર્તીપદને ઉચિત અધીનતાની જ ખેવના છે; અને તે પણ નાનાભાઈ પરત્વે
Jain Education International
૯
–
For Private & Personal Use Only
www.jainelibrary.org