SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મારું કહેવાનું એટલું જ છે કે પૃથ્વી પર આવા પરાક્રમી ચક્રવર્તી રાજરાજેશ્વર હજી લગી થયા નથી ! આવા સ્વામીનું શાસન એ ખરેખર, વસુધા માટે આશીર્વાદ રૂપ છે ! આપના અન્ય પ્રશ્નોના ઉત્તરો આપ સ્વયં આપના વડીલબંધુ પાસે આવીને મેળવો, એ જ વધુ ઉચિત છે. નાના મોઢે મોટી વાત ઠીક નહિ !' દૂતે વાત વાળી લેતાં કહ્યું. રે હંસ ! દૂત સત્યભાષી હોવો જોઈએ. સેવકને પણ પોતાના આગવા ધર્મ છે. સેવ્યની ખોટી ખુશામત એ સેવકની સેવાનું કલંક છે. પણ તમે તમારા સ્વામીને ઊંચા ચઢાવી, તેમનાં ખોટાં ગુણગાનમાં રાચો છો. શું વૃષભાચલ પર્વતનો કિસ્સો તમારી સ્મૃતિમાંથી સરી ગયો છે ? આ પર્વતની દીવાલ પર જ્યારે ભરતરાજ પોતાનું ચક્રવર્તી તરીકેનું નામ અંકિત કરવા ગયા, ત્યારે એ પૂર્વે થઈ ગયેલા ચક્રવર્તીઓનાં કેટલાં નામ ત્યાં અંકિત હતાં !’ રાજા બાહુબલે પ્રશ્ન કર્યો; પણ હંસે એનો કંઈ જવાબ ન વાળ્યો. રાજા બાહુબલ થોડી વાર થોભી બોલ્યા : હંસ ! તું મારા પ્રશ્નનો જવાબ નહિ આપી શકે. હું આપું છું. એ દીવાલ પર પૂર્વે થયેલા કંઈ કેટલા ચક્રવર્તીઓનાં નામોનો ઉલ્લેખ હતો, અને ભરતદેવ માટે પોતાનું નામ અંકિત કરવા તલભાર પણ જગ્યા નહોતી ! પછી તમે શું કર્યું ?” વળી રાજા બાહુબલ પ્રશ્ન પૂછી જવાબની રાહમાં થોભી ગયા. રાજદૂત હંસ રાજા બાહુબલનાં જ્ઞાન અને વિચક્ષણતા જોઈ હેરાન હેરાન થઈ ગયો. આટલા વિહાર, આટઆટલા રંગરાગ, એમાં ડૂબેલા રાજાને જગત વિષે, સમરાંગણો વિષે, પોતાના ચક્રવર્તીદેવના બનેલા બનાવ વિષે ઊંડી તલસ્પર્શી માહિતી ક્યાંથી મળી હશે, કોણે આપી હશે, એ એના મનમાં ઊંડો પ્રશ્ન થયો. શું જવાબ આપવો, એ કંઈ ન સૂઝ્યું. એણે ન જવાબ આપવામાં જ સલામતી જોઈ. રાજા બાહુબલ દૂતને નિરુત્તર જોઈ આગળ બોલ્યા : રે દૂત, સાચા સેવકો પોતાના સ્વામીના ગુણદોષને જાણનાર હોવા જોઈએ; સ્વામીની હાજી હા કરનારા ન જોઈએ. પછી તો સેવક અને સ્વામીની જોડીને ડુબ્બ ુબ્બા સમજો. રાજાઓના મનમાં ખોટું અભિમાન અને માયાભર્યો વિભ્રમ પેદા કરનાર કોઈ હોય તો એના અંધ સેવકો જ છે. હંસ ! તમે તમારા રાજાને પૃથ્વીના આદિસમ્રાટ જાહેર કર્યા, અને ત્યાં પર્વતશિલા પર કેટલા સમ્રાટોનાં નામ કોતરાયેલાં હતાં, જાણો છો ?” ૧૦૨ * ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy