________________
રાણી ક્યાં ?
આ બાજુ જોયું. તે બાજુ જોયું. રાણી નજરે જ ન પડ્યાં ! ભરતદેવ મનમાં બોલ્યા :
‘સ્ત્રીની ચપળતા સાગરના મત્સ્ય જેવી ! હમણાં મહારાણી મને અહીં આવવાનો સંદેશો મોકલે છે ને હજાર કામોને ઊંચાં મૂકી હું અહીં ધસમસતો ચાલ્યો આવ્યો તો રાણી પોતે જ અહીં નથી !'
નૌકાના અગ્ર ભાગ પર બેઠેલી સ્ત્રીસેવિકાને ચક્રવર્તીએ હાક પાડી. રાજા-રાણી નૌકા પર હોય ત્યારે આંખે પાટા બાંધ્યા હોય, એ રીતે આ સેવિકા બેસતી. એણે કહ્યું :
પૃથ્વીનાથ ! રાણીજી અહીં હતાં જરૂર, અહીંથી જતાં જોયાં નથી, આટલામાં જ હશે ”
સેવિકાએ ચારેતરફ નજર કરી, તો એની નજર ત્યાં પડેલાં અલંકાર ને વસ્ત્રો પર પડી. એણે કહ્યું :
કદાચ સ્નાન કરવા સરિતામાં ઊતર્યા હોય, પણ એ બનવું સંભવિત નથી !'
ભરતદેવ પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યા. વસ્તુની ગેરહાજરીમાં વસ્તુ પ્રત્યુનું આકર્ષણ વધે છે.
ભરતદેવનું રાજકીય ચર્ચાઓથી કંટાળેલું મન પટરાણીના પ્રેમભરપૂર વિનોદને ઝંખતું હતું. વળી પોતાને અનુરૂપ સ્ત્રીરત્ન આ પ્રથમ જ પ્રાપ્ત થયું હતું.
થાકેલા પુરુષનો વિશ્રામ સ્ત્રી હતી. એ સ્ત્રી અત્યારે ક્યાં ?
ભરતદેવે ચારેતરફ નજર નાખી. સરયૂનાં જળ એમ ને એમ વહ્યાં જતાં હતાં. ચક્રવર્તીને લાગ્યું કે, આ ચૂપચાપ વહેતાં જળ જાણતાં લાગે છે, કે દેવી ક્યાં છે. હમણાં જ હું પણ જાણી લઈશ.
આકાશમાં રસરાજ ચંદ્ર ઊંચો આવી રહ્યો હતો. એની ચાંદની સર્વ પ્રદેશ ઉપર છવાઈ ગઈ હતી. સરયૂના પ્રવાહમાં ડોલતાં કમલપુષ્પ પણ ચાંદનીમાં પોતાના ગુલાબી રંગને ઓર ચમકારો આપતાં હતાં.
ભરતદેવની નજર પ્રવાહમાં ડોલતાં એ રક્ત કમળો પર મંડાઈ ગઈ.
થોડી વારમાં ભરતદેવે મુગટ, રાજદંડ, બાજુબંધ અળગાં કર્યા ને ધીરેથી પાણીમાં ઝંપલાવ્યું.
અનુપમ કમળફૂલ ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org