SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. અનુપમ કમળકુલ સરયૂ નદીના તટ પર, વિહારનૌકા સજ્જ પડી હતી. પટરાણી સુભદ્રા એના કૂવાથંભને અઢેલીને ઊભાં હતાં ! એમની સુંદર લાંબી પલક કોઈની રાહમાં મીંચાતી ને ઊઘડતી હતી. આકાશી સુંદરી પોતાના શ્યામ સાળુંમાં નવલખ તારલિયાની ભાત ભરીને આવી હતી. સરયૂ એ સાળુને પોતાના પ્રવાહમાં ખેંચવા મથતી હોય એમ, એનાં તારકછાયાં મીઠાં જળ કોઈ અભિસારિકાની જેમ છાનામાના ચાલ્યાં જતાં હતાં. હળવે પગલે જતી અભિસારિકાનાં ઝાંઝરનો ઝીણો રવ સંભળાયા કરે, એમ નિઃશબ્દ રાત્રિમાં તમરાંનો ગુંજારવ સંભળાતો હતો. દેવી સુભદ્રા કૂવાથંભને અઢેલીને યુદ્ધે ચડેલી કો વીર રણીની જેમ ઊભાં હતાં. એમના સુંદર મુખ પર કંટાળાની ને ક્રોધની આછી રેખાઓએ તંબૂ તાણ્યા હતા. રાત તો સમસમોટ વહી જતી હતી. નૌકાના અગ્રભાગ પર બેઠેલી મેના-પોપટની જોડલી લાંબો પ્રેમકલહ કરી, પાંખમાં પાંખ ભિડાવી જંપી ગઈ હતી ! રાણીએ આ પંખી–યુગલ પર નજર ઠેરવી. થોડી વાર એ જોડીને એ સંતુષ્ટ ચિત્તે જોઈ રહ્યાં, ને પછી એકદમ મનમાં અજંપો જાગે તેમ બહાવરાં બની ગયાં. નૌકાના અગ્રભાગ સુધી ઉતાવળે ચાલ્યાં ગયાં, ને જેવાં ગયાં તેવાં થોડી વારમાં પાછાં ફર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy