________________
વગાડ્યો હતો, એ આ ચિહ્ન ” સુંદરીએ પોતાનો હાથ લાંબો કર્યો.
ભરતદેવે હાથ પર નજર નાખી : રે ! કમળદંડ જેવો, તેમની દીવી જેવો, કેળના થંભ જેવો લીસો હાથ કેટલો કરકરિયો !
શું તું સુંદરી છે ? “હા, હું સુંદરી છું !” ‘તું ખરેખર સુંદરી છે ?” ‘હા, હું ખરેખર સુંદરી છું.”
ઓહ સુંદરી !? ભરતદેવ મસ્તક પર હાથ મૂકી નીચે બેસી ગયા. એમના મનોરાજ્યની એક સુંદર છબીના જાણે ટુકડેટુકડા થઈ રહ્યા હતા !
વાહ રે સુંદરી !” પાછળથી એક કટાક્ષપૂર્ણ અટ્ટહાસ્ય સંભળાયું.
બધાં ચમકી ગયાં, ને અટ્ટહાસ્યની દિશામાં જોયું – કોણ હતું એ આવું નગ્ન બેશરમ અટ્ટહાસ્ય કરનાર ?
૧૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org