SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ એ ગ્લાનિ દૂર કરવા ચક્રવર્તીએ દર્પણકારને કહ્યું : ‘તારી સિદ્ધિને પાવન કરી લે, હે કલાકાર !” કલાકાર અરીસો હાથમાં લઈને ઊભો અને કોને પ્રથમ મુખદર્શન કરાવવાનું એની દ્વિધામાં પડ્યો. પટરાણીએ ઇશારો કર્યો, સુંદરી તરફ. સુંદરીએ ઇશારો કર્યો, સુભદ્રાદેવી તરફ, કલાકાર આગળ ન વધી શક્યો. ભરતદેવે ફરી કહ્યું : “રે કલાકાર ! જડ જેવો કેમ ઊભો છે ? શું કરું, મહારાજ ? સંસારની પરમ સુંદરી કોણ, એની સૂઝ પડતી નથી. પટરાણીએ પણ આગ્રહ છોડી દીધો છે. આપ કહો તેને પ્રથમ મુખદર્શન કરાવું.' ભરત ચક્રવર્તી પણ દ્વિધામાં પડી ગયા. આખરે એમણે કલાકારને કહ્યું : તને ઠીક લાગે – તારા અરીસાને ઠીક લાગે – તેને મુખદર્શન કરાવ! ત્ય કલાકાર છે, પરમ સૌંદર્યની સૂઝ તને પણ હોવી ઘટે.’ કલાકાર થોભ્યો, થોડી વાર વિચારી રહ્યો. પછી એ આગળ વધ્યો ને બોલ્યો : પટરાણી સુભદ્રા પ્રાસાદ સૌંદર્ય છે; મહાદેવી સુંદરી વિશ્વ-સૌંદર્ય છે. માટે તેઓનું જ મુખદર્શન પ્રથમ શોભે.' કલાકાર આગળ વધ્યો. પણ એ જેવો સુંદરીના વદન સામે અરીસો ધરવા જાય છે, તેવો જ સુંદરીએ અરીસો ખેંચી લીધો, ને એક હાથથી સુભદ્રાદેવીને પાસે ખેંચી એને પ્રથમ મુખદર્શન કરાવ્યું ! જગતને જીતનાર ચક્રવર્તીનું મન બાળકની જેમ આ દશ્ય જોઈ આનંદી રહ્યું. દર્પણ અને દર્પણકાર એ વખતે ધન્ય બની રહ્યાં. એ વખતે દર્પણમાં પાછળથી કોઈ નવો જ પડછાયો પડ્યો. એ કોનો પડછાયો? રે ! આવી સુખની વેળાએ વળી આ કોણ આવ્યું !” ચક્રવર્તી મહારાજે નવા પડછાયાને પિછાણવા પાછળ મુખ ફેરવ્યું. ૨૮ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy