________________
૧૦
શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જગતમાં ન્યાય, ધર્મ, કળા, વિદ્યા, તેજ, ભાગ્ય અને સૌભાગ્ય વિગેરે ગુણેના તે એક પ્રિયમેલક તીર્થપણાને પામ્યા. હવે વસ્તુપાલને મનુષ્યલકમાં અદ્દભુત સૌંદર્યવાળી તથા વસુધા પર જાણે સ્વર્ગની નવીન દેવી ઉતરી આવી હોય. એવી લલિતાદેવી નામે પ્રાણપ્રિયા થઈ. જે ઈચ્છિત દાન આપનાર હોવાથી સુખની એક લતારૂપ જાણે બીજી કલ્પલતા જેવી હતી, અને રૂપસંપત્તિમાં જેણે રંભાની સાથે પરમ મિત્રાઈ કરી હતી. તથા તેજપાલને અનુપમા નામે સ્ત્રી થઈ કે જે ધર્મિષ્ઠ અને અપ્રતિમ પ્રજ્ઞા (બુદ્ધિ)થી સર્વત્ર અનુપમ હતી, જેના માનસ (મન–સવર)માં સદ્ધિકરૂપ રાજહંસ, સુદેવ અને સુગુરૂની ઉપાસનારૂપ રાજહંસી સહિત નિરંતર વાસ કરી રહ્યો હતો તથા જેના વાસભુવનમાં સદ્વિચાર, ગૃહાચાર અને ધર્મના આધારરૂપ ક્રિયાઓ થતી હતી કે જેથી તે સાક્ષાત્ સરસ્વતીની. જેવી માન્ય થઈ પડી હતી.
હવે અહંભૂજા, દયા, દાન, તીર્થોદ્ધાર તથા પૂજ્યપૂજન-વિગેરે ગૃહરિથને ઉચિત સત્કૃત્યને સંપૂર્ણ તન, મન અને ધનથી આરાધીને સ્વ-વ્યાપારકર્મમાં બહસ્પતિને. મદદ કરવા જાણે બેલાવેલ હોય એ અધરાજ સ્વર્ગસ્થ થયે. એટલે તાત સંબંધી વિયોગના શેકને સૂચવનાર એવા તે નગરને ત્યાગ કરી, સુકૃત શ્રેણિને આરાધનાર એવી પિતાની માતાને સાથે લઈને લોકવ્યવહારને જાણનાર એવા વસ્તુપાલે પિતાના બંધુઓની સાથે ભૂમિ