________________
ખંડ : ૧ લા
ય
મનુષ્યને પુણ્યથી બધું સીધુ પડે છે. તે ઉપર દૃષ્ટાંત :
એક વ્યકિતની હાથની રેખાઓ જોઈને જ્યોતિષે કહ્યુ કે “ભાઈ! તમારૂ પુણ્ય ખૂબ પાવરફુલ છે. ગમે તેટલુ ઉ' કરે તો પણ સીધું પડે એવું જોરદાર તમારૂ પુણ્ય છે. ” પેલાએ વિચાર કર્યાં કે જ્યોતિષે કહ્યુ તે ઠીક પણ પારખું કરવું જોઇએ. ખૂબજ વિચાર કરીને તેણે એક બહુ મોટું ઊંધું કામ વિચારી લીધું. આ યુવાન ગામના રાજાને મિત્ર હતા. રાજાને તેના પર સારી પ્રીતિ હતી. બીજે દિવસે રાજદરબારમાં ગયા. રાજા ટુજી આવ્યાં ન હતાં. રાજાના મત્રી વગેરે ખેડાં હતાં. તેમની સાથે આન–પ્રમાદની ઘેડી વાતો કરી, ઘેાડી વાર થઈ ત્યાં રાજા આવ્યા. બધાએ તેમને ઉભા થઈ ને માન આપ્યુ. રાજાએ સુંદર વસ્ત્રો પહેરેલાં હતા. માથે રાજમુગટ હતો તેમાં ફુલના ગજરા ભરાવેલ હતા. રાજા જેવા નજદિક આવ્યા કે પેલા મિત્રે તેમને એક થપાટ જોરપૂર્વક ફટકારી. રાજાના માથા. પરથી મુગટ પડી ગયા. રાજાના અગરક્ષકે તલવાર ખેં'ચી જેવા પેલાને મારવા જાય છે ત્યાં રાજાએ તેને રાકયા. “હા....હા. એ તા મારા જીવ બચાવનાર છે.” રાજાનુ ધ્યાન નીચે પડેલા મુગટ ઉપર હતું. મુગટમાં ભરાવેલા ફુલગજરામાંથી એક નાનકડા ઝેરી સાપ નીકળી રહ્યો હતા.
“મારા મિત્રે મને બચાવ્યો છે. જીવતદાન આપ્યુ છે. તેના ઋણી છું. સવાલાખ રૂપિયા રોકડા હું બક્ષીસ આપુ છુ”