________________
૨૫૦
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ છે? માનવજીવન પ્રાપ્ત થયું છે તેને સદુપયોગ કરે છે? મંગલ અને કલ્યાણ જીવનમાં પ્રગટાવવું છે? તે તમારે સાધુ પુરૂષ સાથે સત્સંગ કરે પડશે. જીવનની સાર્થકતા કઈ રીતે થાય તેને માર્ગ સાધુપુરૂષ બતાવશે. એક ક્ષણ પણ જે સજજનને (સદ્ગુરૂને) સમાગમ થઈ જાય તે ભવસાગર પાર કરવાની નૌકા મલી સમજે. જીવનમાં જે સદ્ગુણ પ્રગટાવવા હોય તે સાધુપુરૂષોને સંગ કરો. અને જીવનને નિરર્થક બનાવવું હોય તે દુર્જનેને સંગ કરો. તમે જે માર્ગો પર જશે તેવા મુકામ પર પહોંચશે. સત્સંગ દુર્લભ છે, તે પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવું પડશે, મનુષ્ય ભવા દુર્લભ છે, અને તેમાંય સત્સંગ ક્ષણવાર માટે પણ થાય તે હિતનું કારણ બને છે. ડીક ક્ષણોના સત્સંગથી અનેક પાપકર્મોને ક્ષય થાય છે. સગુરૂઓ મંગલતીર્થસ્વરૂપ. ગણાય છે.
ઉપકાર ગમે તેને થાય પણ સેબત ગમે તેની ન થાય. સેબત તેવી અસર. સોબત સારાની થાય. જેમ અરિસે મેઢા પરને ખરાબે બતાવે છે પણ એને દૂર કરતું નથી તેને કાઢવા માટે પિતે પ્રયત્ન કરે પડે છે. તેમ ધર્મરૂપી અરિસો (ધર્મગુરૂઓ) તીર્થકર ભગવતે સંસારને ખરાબ બતાવે છે. પણ કાઢવા માટે પિતાને જ પુરૂષાર્થ કરે પડે છે, પથરની મૂર્તિમાં પણ પ્રભુના દર્શન છે પણ કયારે થઈ શકે છે કે જ્યારે ખરા અંતઃકરણ પૂર્વક એકજ ધ્યાને પ્રભુને હૃદયમાં સ્થાપન થાય ત્યારે આંખ