________________
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ, સહુના હૃદયને હચમચાવ્યાં. જન સમુદાયને ભારે કલકલારવ થતાં રાજકુમારી પણ તે તરફ પ્રેરાય છે. એકાએક થયેલા સજજનના મૃત્યુ સમાચાર વિમાસણમાં પાડે છે. પોતાના મહેલમાં વીર અને વિચારક લલિતાંગકુમારને તે કહેવા લગી કે – “સ્વામિન! અબળાની ઉપજેલી ઉપલકા આ મતિ જે આપે અવગણી હોત તે આ દાસીનું શું થતું?’ બનેલા બનાવને સાંભળતાં લલિતાંગકુમાર તો ચોંકી જ ગયા હતા. અને પિતાની પ્રાણપ્રિયાને લજજાળ બનીને તેમણે કહ્યું કે‘હુ જે આગ્રહી બન્યા હતા, તો આ રાજમાર્ગ મારે માટે મૃત્યમુખ બનતે. નિઃસંદેહ છે. પ્રત્યેક માનવીએ કઈ પણ કાર્ય કરતાં પહેલાં એકદમ સડસને છેડતી હિતવની શિક્ષા પ્રત્યે જરૂર વિચારવાની તક સાધવી જોઈએ.
લલિતાંગકુમાર રાત્રિના સમાચારથી સાવધાન થયા. તે પિતાનું વિપુલ સૈન્ય અને અઢળક ધન ઝપાઝપ ભેગું કરીને નગરીની બહાર નીકળી ગયા, એટલું જ નહિ પણ નગરને ઘેરે ઘાલીને યુદ્ધના સમયની રાહ જોતા સમયે વિતાવવા લાગ્યાં.
- રાજા જિતશત્રુ પિતાની બાજી નિષ્ફળ જવાથી અને જગલાને બદલે ભગલાનું કાસળ નીકળેલું જાણતાં ઘણે જ ચિંતાતુર અને ગુસ્સે થયે. લાંબો સમય વિચારણા કર્યા બાદ લલિતાગકુમારને ચાંપતા ઉપાયે હણવું જ જોઈએ. એવે તેમણે નિર્ધાર કર્યો. રાજાએ વિપુલમતિ મંત્રીને હદયને પડદો બોલીને સઘળી વાતથી વાકેફ કર્યા. મંત્રીએ