Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 487
________________ ૪૨૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ જિનશત્રુ રાજાના કાનમાં ભુજંગ સમા દુર્જન સજજને ઝેરના ઝરણા કરાવ્યાં છે. તે વ્યાપક બનતાં હિતાહિતને ભૂલી રાજાજીએ અવિચારીપણે આ યુદ્ધચાદર બિછાવી છે. તો આપ દયાભાવથી આપની જાતિ-કુલાદિને કહે. અને સત્ય વાણીના પીયૂષ દ્વારા રાજાજીના હૃદયનું ઝેર દહે. તેમજ વાણીના પીય જનકડી. અને સત્ય નગરમાં શાંતિભર્યું વાતાવરણ નિર્વહ. સરલાશયથી કુમારે જણાવ્યું કે, “હે મંત્રીશ્વર ! તમેએ અહીં આવીને ઉચિત પુછપરછ કરી, નૃપવરને શાંતિ આપવાની કામને નેવી એ દીદશિતા છે. પરંતુ દિન પ્રકાશ તો રણભૂમિમાં મારી ભૂજાઓનું પરાકેમ જ કરશે.” બાજી નિષ્ફળ થતી જોઈને ગદ્ગદ્ અવાજે મંત્રીરાજે ઘણા જ કાલાવાલા કર્યા. આથી દક્ષિણ્યગુણથી ઓપતા કુમારે પિતાનું યથાતથ્ય જાતિ-કુલાદિ કહી સંભળાવ્યું. અસીમ સંતોષને પામેલા મંત્રી રાજકુમારને નમસ્કાર કરીને રાજાની સમીપ આવ્યા. અને તેમણે ગૌરવિત હદથી અને ગંભીર વાણીથી રાજાને સઘળું કહી સંભળાવ્યું. મંત્રીરાજની દીર્ધદશિતા પ્રત્યે અને કુમારની ઉચ કુલીનતા પ્રત્યે રાજા ઘણા ખુશ થયા. પરંતુ ઉતાવળા પગલાં માટે શોચ પણ પિતાને અગમ અનુભવ. પિતાની ભૂલને કબુલી સ્વાગત પૂર્વક કુમારને નગરમાં પ્રવેશ કરાવાય. અખિલ નગરજનોમાં આનંદ અને સંતોષભર્યું વાતાવરણ ગુંજયું. હજીયે રાજાના હૃદયમાં ડીઘણી શંકા ઢાંકેલા અગ્નિની જેમ રહી જ હતી. વિશેષ નિશ્ચય કરવા માટે રાજાએ શ્રીવાસનગરના

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504