Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 491
________________ ૪૩૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ પિતાની ઈચ્છા નહિ હોવાં છતાં ય રાજાને અતિઆગ્રહ રાજ્ય સિંહાસન સ્વીકારવાનું કારણ બન્યું. રાજા નરવાહને જૈનધર્માચાર્યની પાસે સંયમ સ્વીકાર્યું. ધર્મ એજ જીવનનું સર્વસ્વ છે. એમ માનનાર લલિતકુમાર પાય—નીતિના દર સંચારથી અખિલ રાજ તંત્રને ચલાવી રહ્યા છે. રાજા ધર્મિષ્ઠ એટલે અખીલ પ્રજા ધર્મ પરાયણ રહેતી. તે પછી લલિતાંગ રાજા દેશવિરતિ ધર્મ સ્વીકારીને શુદ્ધ શાવક બન્યા. શ્રી લલિતાગ રાજાએ સ્વદ્રવ્યને સફળ કરવા ગગનચુંબી ભવ્ય અને વિશાળ શ્રી જિનમંદિર બનાવ્યું. અને તેમાં શ્રી રાષભદેવ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી પિતે સ્વજીવનને કૃતકૃત્ય માનવા લાગ્યા. પ્રતિદિન વિકાળે પ્રભુની ભક્તિ, પૂજા અને સ્તવના કરવામાં લલિતાંગ રાજેન્દ્ર તન્મય જ બની રહેતાં. સ્વપુત્રને રાજ્યભાર સમપી સુગુરૂની પાસે રાજેન્દ્ર સંગમ સ્વીકાર્યું. શુદ્ધ અને નિર્દોષ ચારિત્રનું પાલન કરી રાજર્ષિ લલિતાંગ દેવકના પથિક બન્યા, અને ત્યાંથી મહાવિદ ક્ષેત્રમાં જન્મ લઈને અનંત સુખમય મેક્ષપદના ભેગી થશે. ધન્ય હે ! ધર્મ પક્ષાગ્રહિતને ધન્ય હો ! પ્રતિજ્ઞા પાલનમાં પરમ પયણતાને, ધન્ય હો! એ લલિતકુમારના આદર્શ સાહસિક્તા, ધીરતા અને અકમ્પ સહિષગુતાને. તેમજ એ પુણ્યશ્લેક મહારથી આત્માની રકૃતિ વિશ્વના વિપુલ ઈતિહાસમાં અમર રહો!

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504