Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 490
________________ અંડ : ૨ જો ૪૩૧ પ્રણામ કરવાની ભાવનાથી કુમાર ઝડપથી રાજમહેલમાં આવી ગયા. પિતાના ચરણકમળમાં પોતાનું મસ્તક ઝુકાવી, અશુભીનાં નયનોથી ઉદાસીન વદને તે કહેવા લાગ્યું કે- “હે પિતાશ્રી ! હે અપરાધી છું, આપના કુળમાં જન્મીને મારા જેવા નિર્માગી પુત્રે પિતાને સહવાસ છોડીને દૂર જઈને વસવામાં કલ્યા. માન્યુ. સાચે જ મેં આપશ્રીને માત્ર કલેશ જ પેદા કરાવ્યું છે. આપ જેવા ઉદાર અને દયાળુ પિતા. મારા સઘળાય દુર્ગુણોને, અપરાધોને અને અવિનયે ને માફ કરવા જોઈએ એવી મારી નમ્ર પ્રાર્થના છે.” હૃદયને ફેલાવનારા.આવા વિનય ભાવથી ભરપુર પ્યારા પુત્રને જણાવ્યું કે – “પુત્ર ! સુવર્ણને ફામતા આવતી જ નથી, હું કુલદીપક છે. આપકમિતાની ઉજજ્વળ સશસ્વિતા મેળવીને મારા નામને તે દીપાવ્યું છે. તું તે મારાથી સવા નીકળ્યો એ મારું ગૌરવ છે. બાકી તારા જવાથી અમને જે દુખ થયું તે દુશ્મનને પણ ન થશો...હું પુત્ર, તું અમને છોડીને ન ગયે હેત તે તારા પરાક્રમની અને પ્રતાપની ખ્યાતિ કયાંથી થાત? ખેર ! થવાનું હતું તે થયું પણ મારી ઈચ્છાને તું માન અને મારા હૃદયને સંતષિત બનાવ.” વળી રાજાએ કહ્યું કે – હે પુત્ર! હવેથી આ વિશાળ રાયે વૈભવને તું માલિક છે. રાજ્યસિંહાસન તને સમર્પ છું. અખિલ રાલ્ય-પ્રજાનું તું વાત્સલ્યભાવથી પાલન કરજે. કે જેથી પ્રજા મને પણ ભૂલે.” આ વાક્ય કુમારે સાંભળ્યાં.

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504