Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 493
________________ ૪૩૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ દિ દેખતાને જ લાભ કરે ! દિ કાળુંધળું ન બતાવે તે કેણ બતાવે? હિતેચ્છુઓ સજન-દુર્જનને ન ઓળખાવે તે કોણ સમજાવશે ? - ધર્મમાં સારું–નરસું જ્ઞાની નહિ સમજાવે છે કેણ સમજાવશે? જે આત્માને સંસારની રખડપટ્ટીને થાક લાગ્યો હોય તેને આવા વાંચન જરૂર પ્રિય લાગશે. અનંતકાળ ભટકયાનું ભાન અને એને ભય પેદા ન થાય ત્યાં સુધી અરિહંતે કહે છે કે અમે પણ એ આત્માનું ભલું કરી શકતાં નથી. -: કર્મ અને ધર્મ – કર્મ સંસારમાં રખડાવનાર છે. ધર્મ સંસારથી તારા નાર છે. કર્મ સાથે મારામારી કરીને અને એને હટાવીને ધર્મ કરવાને છે. કર્મ કઈ દહાડે ધર્મ કરવા દે જ નહિ. કર્મ રજા આપે ત્યારે ધર્મ કરવાની વાત કરનારા કેઈ કાળે ધર્મ કરી શકવાના નથી. - ધર્મ કેને કહેવાય? - ' મન, વચન અને કાયાને જે સુધારે એ ધર્મ. ધર્મ સુખમાં તે સુખી-સંતેષી રાખે જ પણ દુઃખમાંય એ સુખી રાખે. ધર્મ સંસાર માટે નહિ. સુખી થવા માટે નહિ, પણ સારા થવા માટે કરવાને છે. ધર્મ તે સારા થવા માટેનું કારખાનું છે.

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504