________________
૩૫૮
સદધ યાને ધર્મનું સ્વરૂપ
ભગવાન તે ત્રિકાળજ્ઞાની હતા. શું થયું, શું થાય છે, શું થવાનું છે તે બધું જાણતા હતાં. તેમણે ગજસુકુમાળનું કલ્યાણ નજીકમાં જ જોઈને અનુમતિ આપી.
ગજસુકુમાળ પ્રભુને વંદન કરી સમશાન ભણી સિધાવ્યા. કયાં રાજમહેલની સુખ સગવડ અને કયાં સ્મશાનની ભકરતા? પણ ગજસુકુમાળે પિતાના આત્માને ઉદ્ધાર કરવા માટે એ જ રાહ પસંદ કર્યો. તેઓ કાઉસ્સગ ધ્યાનમાં મગ્ન બન્યા. જેમ અગ્નિ પ્રગટે અને કાષ્ટ બળવા લાગે તેમ ગજસુકુમાળને ક બળવા લાગ્યા. પ્રતિપળે તેમની આત્મતિને પ્રકાશ વધવા લાગે. ધર્યા છે જેના જીવનનો સદૈવ સાથી હોય તેવા ધર્મ, જ્ઞાની પુરુષો જીવલેણ પળોને પુણ્ય પ્રસંગ બનાવી મુકે છે.
થોડીવાર સમીલ બ્રાહ્મણ તે રસ્તેથી પસાર થયા. તેણે ગજસુકુમાળને ધ્યાનમાં ઉભેલા જોયા અને વિમાસણમાં પડ્યા “આ શું? હજી તે થોડા સમય પહેલાં જ મારી પુત્રી સાથે વિવાહ કર્યો છે, અને સંસાર છોડી દીધો ? ભલા માણસ! જે તારે આ રીતે સંસાર છોડીને સાધુ જ થવું હતું તે વિવાહને સ્વીકાર શા માટે કર્યો ? અને મારી પુત્રીને ભવ શા માટે બગાડ્યો ? ખરેખર તે આ દુર કાર્ય કર્યું છે. અને મને ભયંકર મુંઝવણમાં મુકી દીધું છે. તે હું પણ તને કાંઈક પર બતાવું !”
માણસ જ્યારે કોધોધ બને છે ત્યારે તે હિતાહિત કે કાર્યાકાર્યને વિચાર કરતું નથી. સેમીલની પણ એ જ