________________
ખંડ : ૨ થ
૪૦૫
અનેક છે ત્યાં ખડખડાટ છે, એક છે ત્યાં આનંદ છે, આમ એકત્વની વિચારણા કરતાં કરતાં દાડુનો વ્યાધિ ભૂલી જવાયે અને આત્મચિંતનમાં ગરક થઈ ગયાં. (નિમિત્ત શું કરે છે તે જુઓ !) એ વિચારમાં ને વિચારમાં તેમને ઊંધ આવી ગઈ તેને પણ ખ્યાલ ન રહ્યો. સવારે જાગતાં જ એકત્વનો અમલ કર્યાં. સ રાજપાટ, વૈભવ, સ્ત્રી, કુટુ’બકબીલા વગેરે અનેકને ઊંડી આત્માની સાધનામાંજ લયલીન બની જઈ, સંયમ સ્વીકારી લીધુ. શ્રી નિમરાજષિ વિરાગી ધર્મ તે નગર બહાર નીકળ્યાં અને શ્રી ઇન્દ્રે કસોટી કરવા અંતઃપુર સળગતુ દેખાડયું ત્યારે શ્રી નમિરાજષિ કહે છે કે આ જે કાંઈ અળી રહ્યું છે તેમાં મારૂ કાંઈ નથી. એવી રીતે ઘણી રીતે ઈન્દ્ર મહારાજાએ શ્રી નમિરાજની કસોટી કરી. પણ પોતે એ વખતે પણ ધર્મના માર્ગે જતાં અટકચા નથી. કશત્રુના નશ માટે પણ મિથ્યાત્વના ત્યાગ કરી, સમ્યક્ત્વને સ્વીકાર કરવા જ પડશે. “ કમે શૂરા તે ધર્મે શૂરા. ” નિમરાજિષ ચારિત્રની સુંદર આરાધના કરી મેાક્ષ સુખને પામ્યાં. આ દૃષ્ટાંત તે બહુ જ મોટુ છે પણ અહીયાં તો સમજવા પુરતું ટુકમાં લખેલ છે,
22
– સાચું-સુખ શાંતિ, ધન નહિ, ધમ કરશે ઃ
સંસારમાં દરેક જીવ સુખની અપેક્ષા રાખે છે. જો ધનથી સાચું સુખ મળતુ હોય તા, શ્રી અરિહંત પરમાત્માએ ધર્મનો ઉપદેશ ન દેતાં ધનના ઉપદેશ દ્વીધા હાત. જીવને સમજ પેદા ન થાય ત્યાં સુધી તેને ધનાદિની પ્રાપ્તિ થાય