________________
ખંડ : ૨ જે
૪૧૦
કઈ ઉપાયથી ઠીક થાય તે સારૂં. આના ઉપાય માટે રાજાએ નગરમાં ઉલ્લેષણું જાહેર કરાવી કે- “ આ રાજકુમારીને જે કોઈ નિર્મળ નેત્રવાળી બનાવશે તેને રાજા અર્ધ રાજય આપશે. અને કન્યા પરણાવશે”
આ માટે દેશાન્તરથી અનેક ચિકિત્સકો આવ્યા છે પણ સઘળાય નિરાશ થયા છે. આથી આવતી કાલે પ્રાતઃ કાળે આ ચિંતાતુર રાજારાણી અને પુત્રી ત્રણેય ચિતામાં પ્રવેશ કરીને બળી મરશે. આ બધું આપણને જોવાનું મળશે.”
તે પછી એક નાનું પક્ષી બોલ્યું કે- “એના ને નિપ કરવાને ઉપાય નહિ જ હોય ?’,
એક અનુભવી રંથવિર પક્ષીએ જવાબ આપ્યો કે “અરે ! ઔષધિઓને અચિંત્ય મહિમા હોય છે. આ જ વૃક્ષના મૂળમાં એક વેલડી છે. તે અને આપણી વિષ્ટા એ બન્નેને એકમેક કરીને જે નેત્રોમાં અંજન કરવામાં આવે, તે આંધળાને દિવ્ય નેત્રોની પ્રાપ્તિ થાય - લલિતાંગકુમારે આ વાર્તાલાપ સાંભળ્યો. અને તે
ચક્તિ થયા. આથી તેણે તરત જ પિતાની પાસેની છુરીથી વેલડીને કાપી અને તેના રસમાં ભારેડ પક્ષીઓની વિષ્ટા મેળવી. બાદ તેણે પોતાના નેત્રોમાં તે આંજી અને તેને અંધાપ દૂર થયે. ધર્મશ્રદ્ધાથી ધર્માત્માએ આપત્તિઓના સાગરને તરી જાય છે, એ હકીકત સાચે જ યથાર્થ છે. લલિતાંગકુમાર આ રીતે દિવ્ય નેત્રોને પામ્યા.
સત્યની ખાતર વિપત્તિનાં કે સંકટના વાદળોને પોતાની