________________
ખંડ : ૨ જો
૪૦૩ યથેચ્છ વિચારે ધરાવવા એ જૈનશાસનને માન્ય નથી. શ્રી જૈનશાસન તે કહે છે કે – “મન, વચન અને કાયાથી યથેચ્છ વૃનિ અને પ્રવૃત્તિને ત્યાગ કરે. જગતના કાયદાથી અહીને કાયદો વિલક્ષણ કોટિને છે? વાણીમાં બીજું બોલવું, મનમાં બીજું ચિંતવવું અને કિયાથી બીજી રીતે વર્તવું એ અન્ય મત હજી પણ નિભાવી લેશે પણ જેના મત એ વાતને નિભાવી લે તેમ નથી.
વર્તમાનકાળના સુધારક વિચારોવાળા આજના યુગને અનુરૂપ ધર્મને નામે ભાષણો કરીને ધર્મના સિદ્ધાંતે સમજાવવાને બદલે પોતાની અનુકુળતા મુજબ ધર્મને સમજાવીને ડહાપણ ડોળે છે. પણ એને કોણ સમજાવે કે શ્રી જિનેશ્વર ભગવંતનું શાસન જ્યવંતુ વતે છે. એ શાસનને પામીને અનંત ભવ્ય આત્માઓ આત્મા ઉપર લાગેલા કર્મમળને દૂર કરીને પોતાના નિર્મળ આત્મ સ્વરૂપને પ્રગટ કરીને આત્મકલ્યાણ કરી ગયાં છે. વાંચે નમિરાજાનું દષ્ટાંત:
-: ખરી શાંતિ :નમિરાજવી રાજ્ય કરતાં વ્યાધિથી ઘેરાયાં. તેના શરીરમાં દાહજવરને કારણે આખા શરીરમાં અંગારા ઉઠયા હોય તેમ બધું બળું થવા લાગ્યા. ઘડીકમાં જમણે પડખે તે ઘડીકમાં ડાબે પડખે-કઈ રીતે શાંતિ ન વળે. રાજવીને પાંચસો સ્ત્રીઓ હતી. રાજાની શાંતિ માટે સર્વે કામે લાગી