________________
ખંડ : ૨ જો
૪૦૭ વીતરાગ ધર્મની શકય આરાધના સાથે બીજાઓને તેમાં સ્થિર કરવા, બીજા ધર્મ કરતા હોય તે તેની અનુમદને કરવી. (વિરાધનાથી બચવું) -: “જેની સાચી મુડી ધન નહિ, ધર્મ છે. -
પૂર્વ પુણ્યના યોગે જે સ્થાનને પામ્યા છીએ તે આ સ્થાનની જોખમદારીને સમજવી જોઈએ.
પ્રભુ શાસન પામીને પાપ સ્થાનકેના માર્ગે કૂચ કરવી એ તે ભારે અજ્ઞાનતા છે. “મેત ક્યારે આવશે, એની ખબર પડતી નથી; મતને જીતવાની કેઈ, જડીબુટ્ટી જડતી નથી."
મૃત્યુને ભય કઈ ટાળવા સમર્થ નથી.
થાવાકુમારને જ્યાં નેમનાથ પ્રભુએ મૃત્યુને ધર્મ સમજાવી દીધો. અને સ્વાતમ રક્ષણ કરવાની ભવ્ય પ્રેરણા આપી દીધી. એટલે સંસારમાંથી તે ચારિત્રની તૈયારીવાળા બની ગયા ! કૃષ્ણ વાસુદેવ એમના પર ઓવારી જાય છે. એમના ઘરે પિતે આવે છે. અને એમને પરખવા કહે છે, તું શા માટે સંસાર ત્યજે છે ? તારી પાસે વૈભવ વિલાસની સામગ્રીને પાર નથી પછી એ છોડવાનું કોઈ કારણ? હા, તને જે કોઈના પરાભવને ભય હોય તે હું, લાવ ઢંઢેરો પીટાવી દઉં કે જે કેઈએ પણ થાવગ્નાકુમાર પર આંગળી ચીધી છે તે વાસુદેવ એની ખબર લઈ નાંખશે. બાકી તને કેઈને ય ભય રહેવા નહીં દઉં'