________________
ખંડ : ૨ જો
૩૬૭
એ દિવસથી તે ચારાની પલ્લીમાં રહેવા લાગ્યા. ત્યાં તેને ચોરીની તાલીમ આપવા માંડી. હથિયાર વાપરવાનું શિખવાડવામાં આવ્યું. લુંટફાટ, ધાડ, ખુન વગેરે બધાંનુ શિક્ષણ અપાયું. આ બધા સંસ્કાર તે તેનામાં નાનપણથી જ હતા. આથી થોડા સમયમાં તે પાવરધે ચોર બની ગયા. અને હથિયાર વાપરવામાં તો તેણે ચોરામાં નામના મેળવી. તેને ઘા અચુક સફળ થતા, તલવારના એક જ ઘાથી તે માણસને માતને શરણે કરી દેતા. જંગલી જાનવરને પણ તે એક જ ઝાટકે ખતમ કરતા. આથી બધા ચોરોએ તેનુ નામ દૃઢપ્રહારી રાખ્યું.
અને એને સૌ પ્રહારી કહેવા લાગ્યા :
-:
એક દિવસ તેના સરદારે તેને કુશસ્થળ નગર પર ધાડ પાડવા મોકલ્યા. દૃઢપ્રહારી તેના ચુનંદા સાથીઓને લઈને આ નગર પર તૂટી પડયેા. રાજાના સુભટાને તેણે મારી હુડાવ્યા. અને બેફામ લૂંટ ચલાવી. આ લૂંટમાં તેના સાથીદારોએ બધાયને અડફેટમાં લઈ લીધા. તેના એક સાથીદાર એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં પેઠી. બ્રાહ્મણ અને તેમાં ગરીબ, તેના ઘરમાં શુ હાય ? છતાં લાભને થાભ નથી એમ કહ્યુ છે. આથી પેલા ચાર એ બ્રાહ્મણના ઘરમાં -દાખલ થયે..
-: બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા મહા હત્યા ગણાય છે ઃ