________________
અંડ : ૨ જો
૩૯૯ ત્યાગ કરનારી બનીને આ મયણ, તે કેઢિયાને ત્યજી દઈને આ કોઈ અન્ય પુરૂષની પૂંઠે લાગી છે. આવી જાતને નિશ્ચય થઈ જવાથી, શી જિનેશ્વરદેવના ધર્મની પરમ રાગિણી શ્રીમતી રૂપસુંદરીના હૃદયમાં ભારે આઘાત થયે. કારણ કે પુત્રીને સતીના માર્ગમાંથી ભ્રષ્ટ થયેલી જોવી, એ સુમાતાને અસહ્ય જ હોય છે. સતીના માર્ગના મર્મને સમજનારી સ્ત્રીઓની મદશાને સમજવા માટે, આજના કહેવાતા સુધારકે એ કઈ જુદી જ જાતિના અને જીવનમાં સુદષ્ટિથી નહિ જોયેલા એવા સાહિત્યને, વિશિષ્ટ અભ્યાસ કરે પડશે; અન્યથા સતીઓના સતધર્મનું ભાન થવું. એ તેમને માટે ઘણું જ મુશ્કેલ, .
શ્રીમતી રૂપસુંદરી સતીધર્મની પરમ ઉપાસિકા છે. એથી એના હૃદયમાં શલ્ય પેસે છે. પિતાની દિકરીએ ઘણું જ અયોગ્ય કર્યું.– એમ એ માતાને થાય છે ? અને એથી સુમાતાને દુઃખ થાય છે.
કુળવાન છે માટે આમ થાય છે, નહિં તે પિતાની દીકરીને આવા સુખમાં જઈને દુઃખી કેણ થાય? જેના અંતરમાં સતી ધર્મને રાગ હોય તેજ દુઃખી થાય; બીજી નહિ જ! બીજી માતાઓને તે, આવા દેવકુમાર જેવા જમાઈને જોઈને પ્રેમ થાય! પિતાની દીકરીને આવા સગ માટે આનંદ થાય! પણ સમ્યગ્દષ્ટિ આત્માને તેમ ન જ થાય. જે પિતાને સમ્યગદષ્ટિ ગણાવતા આત્માને પણ