________________
ખંડ : ૨ જે
૩૮૩
આવે છે તેટલો આત્મા યાદ આવે છે–ખરે ? અનાદિ કાળથી આપણે આત્મા સંસારની ચાર ગતિમાં ભટક્યા કરે છે, કારણ સમ્યકત્વને પામ્યાં નથી. સમ્યકત્વ વગર કેવળજ્ઞાન નથી અને કેવળજ્ઞાન વગર મેક્ષ નથી.
આટો ફાકવો અને હસવું એ બંને સાથે બની શકે નહી, તેમ સંસારનું સુખ અને મેક્ષનું સુખ સાથે મલી શકે નહી. મેક્ષસુખ માટે તે સંસારના સુખને ત્યાગ કરે પડશે.
પાપ આવે તે લાત કે ધોકો મારતું નથી. પણ માણસની બુદ્ધિને ફેરવે છે, જેથી માણસ અવળે રસ્તે જઈને દુઃખ પામે છે. પાપ સારા માર્ગે જનારને કંટકવાળા માગે (દુ:ખના માર્ગે દોરી જાય છે. હજુ સુધી એવું બન્યું નથી કે કોઈ પાપ ઢાંક્યું ઢંકાયું હોય (હા. જ્યાં સુધી ગત ભવન પુણ્યને ઉદય કાળ હોય ત્યાં સુધી પાપ પ્રગટ ન થાય.) પણ ઘણું પાપ જ્યારે ભેગું થાય છે ત્યારે તે આપોઆપ પ્રગટ થાય છે.
આ જીવ અનાદિકાળથી “પ” કાર કંપનીને વિકસાવવા તેની પાછળ પડે છે. પણ ભગવાન કહે છે કે એ “પ” કાર કંપનીને વિશ્વાસ કરવા જેવું નથી છતાં આ જીવને તો પૈસા, પત્ની, પરિવાર, પદવી અને પ્રતિષ્ઠા આ “પ” કાર કંપની મલી ગઈ એટલે બસ. પછી ધર્મની જરૂર નથી. એ સમજી લેવું એ મેટી અજ્ઞાનતા છે.