________________
૩૯૬
સધ યાને ધર્મનું સ્વરૂપ સ્ત્રીને શિયળની કેટલી કિંમત છે તે આ બંને દષ્ટાંતો ઉપરથી સમજી શકાય છે. એ પણ ભારતની નારીઓ - હતી કે નહિ? વર્તમાન કાળમાં શીલની જેને કિંમત નથી એવા જેન કુળમાં જન્મેલા વિધવા વિવાહને (પુનર્લગ્ન). એક ધાર્મિક કાર્ય કહે છે. (શે જુલ્મ થવા બેઠો છે !)
કહેવાને આશય એ છે કે ઇતર ધર્મમાં ભલે એ ધાર્મિક કાર્ય કહેવાતું હોય પણ જૈન ધર્મમાં એને ધાર્મિક કાર્ય કહેવાતું નથી. છતાં જેને જેમ સમજવું હોય તેમ સમજે.
-: ગઈ કાલે જે કલંક ગણાતું હતું,
આજે તે કાનૂન બની ગયું !:
એક જમાનો હતો કે ગર્ભપાત સામાજિક કલંક ગણાતું હતું કે નહિ ? તે આજે છડેચક બની ગયું તેનું કારણ વર્તમાનકાળનાં શાસને રમવા પાપને ઉત્તેજન આપીને છૂટછાટ કરી મૂકી. ગર્ભપાત એ ગર્ભાશયમાં બાળકની હત્યા જ છે.”
–મધર ટેરેશાપ્રતિષ્ઠિત સાધવી તરીકે પ્રખ્યાત થયેલા મધર ટેરેસાએ ગર્ભપાતના હિમાયતી પર જબ્બર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે “ગર્ભપાત એ માતાના ગર્ભની • હત્યા સિવાય બીજું કાંઈ જ નથી.” : વાંચે તા. ૧૦ નવેમ્બર ૧૭૯ મુંબઈ સમાચાર :