________________
ખંડ : ૨ જે
ગુરૂઆણીએ મદનરેખાને ચારિત્ર આપીને સાથે લીધા. હવે તે મદનરેખા સાધ્વી બની ગયું. અને તપ-૫–એક ધ્યાનથી કરવા લાગ્યાં.
આ બાજુ મદન રેખાના પુત્ર પરંપરાએ મિથિલાના રાવી નમિરાજા તરીકે પ્રખ્યાત થયાં હતાં. તે પછી પિતાના ભાઈ ચંદ્રયશા સામે હાથી, માટે યુદ્ધે ચડયાં હતાં. મદનરેખા સાધ્વાને ખબર પડી કે બંને ભાઈઓ અણસમજમાં યુદ્ધ કરશે એ અજુગતું થશે. એટલે પિતાને ગુરૂણીની રજા લઈ બન્ને ભાઈઓને ભાઈઓ તરીકેના સંબંધ સમજાવીને યુદ્ધ બંધ કરાવી કહ્યું. પછી ત્યાંથી ચાલી નીકળ્યાં. અને ચારિત્રની સુંદર આરાધના કરીને દિવ્યગતિને પામ્યાં. -: ભારતની સન્નારીઓને શીલની કિંમત કેટલી હતી તે ઉપર અજૈનનું દૃષ્ટાંત :- કાશી વિશ્વનાથ મંદિરે દર વર્ષે મેળો ભરાય છે. લાખો યાત્રાળુઓ ત્યાં જાય છે. આટલી માનવ મેદનીમાં બધા યાત્રાળુઓ કઈ ભક્તિ ભાવથી પ્રેરાઈને આવતા નથી. કેટલીય વ્યક્તિઓ વિવિધ મનોવૃત્તિથી આવેલ હોય છે. કેઈ સારા સારા નેઢાં જોવા મળશે એમ ધારીને પણ આવેલ હોય છે. આ રીતે મોટી માનવ મેદની થવા પાછળ અનેક કારણો હોય છે.
એક સમયે સંયુક્ત પ્રાંતની એક યુવાન સ્ત્રી પાછળ એક ડી પડ્યું. તે સ્ત્રીની ગુંડાએ છેડતી કરી એટલે તે એક દિવાલ આગળ આવીને ઊભી રહી ગઈ. ગુંડે પણ તેની પાછળ ત્યાં આવ્યો અને તેના શરીરને સ્પર્શ કર્યો.