________________
૩૯૦
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જંગલમાં પુત્રને જન્મ આપેલે, જે નમિરાજર્ષિ તરીકે જૈન શાસ્ત્રમાં પ્રખ્યાત છે. સતી મદરેખાને ખબર ન હતી કે, મણિરથ રાજા રસ્તામાં મૃત્યુ પામી ગયા છે. તે તે પોતાના શિયળની રક્ષા માટે પિતાના પતિના મૃત્યુ બાદ તે ત્યાંથી ઘેર જંગલમાં ચાલી ગઈ. તેમના પુત્ર ચંદ્રયશા પણ ત્યાં . હાજર હતાં પણ સૌ શકાતુર બનેલા હોવાથી અને રાત્રિને સમય હેવાતી મદનરેખા કયારે ત્યાંથી ચાલી નીકળી તેની કોઈને ખબર પડી નહીં. તેમણે જંગલમાં પુત્રને જન્મ આ હતું તે પછી પ્રસૂતિના કપડા સાફ કરવા માટે પુત્રને ઝાડ નીચે સુવડાવીને સામેની નદીએ જતાં રસ્તામાં એક હાથીએ મદનરેખાને પકડીને આકાશમાં ઉછાળી. (જુઓ. કર્મ શું કરે છે.)
એક વિદ્યાધર વિમાનમાં જઈ રહ્યા હતા. તેણે મદનરેખાને અદ્ધર પકડીને પિતાના વિમાનમાં લઈ લીધી. વિદ્યાધરને મદરેખાનું રૂપ જોઈને પિતાની સ્ત્રી બનાવવાની ઈચ્છા થઈ. એટલે કહ્યું કે મનુષ્યણી ! તારા રૂપ પર હું હિત થઈ ગયે છું. તું મારી સ્ત્રી થા. આ સાંભળતા જ મદન ખાને થયું કે ધિકકાર થાઓ આ મારા રૂપને. પછી વિચાર થયો કે હમણાં હું જે કાંઈ કરીશ તે વાત એના ગળે ઉતરશે નહિ. એટલે મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં વિદ્યાધરને કહ્યું કે હમણાં તે પહેલાં મારા પુત્ર પાસે મને લઈ જાઓ. હું તેને જન્મ આપીને ઝાડ નીચે સુતે મુકીને નદીએ કપડાં ધોવા જતી વખતે હાથીએ મને પકડીને ઉછાળ્યો.