________________
૩૮૦
સબોધ યાને ધર્મનું સ્વરૂપ આકાર લે છે ત્યારે તો ઘડીભર સંસાર સ્વર્ગ સમાન ભાસે છે. ક્ષણાર્ધ બાદ સુખથી છલકાતી કલ્પના કૃતિમાંથી જ્યારે કાતીલ કર્મને શુષ્ક ઝરે જોવા મળે છે ત્યારે જીવન સૃષ્ટિમાં શૂન્યાવકાસ પેદા થતો જણાય છે. તે ય આ માનવમન કપના વિહારથી કદીયે થાકે ખરૂં....?
– ધર્મનું આરાધન – કર્મ શબ્દ અઢી અક્ષર છે અને ધર્મ શબ્દ પણ અઢી અક્ષરને છે. છતાં બન્નેમાં કેટલો ફેર છે ? કેટલો તફાવત છે? એક આત્માને નીચે પડે છેખૂબ સતાવે છે અને ભયંકર ભવાટવીમાં ભ્રમણ કરાવી વિવિધ પ્રકારનાં દુઓને અનુભવ કરાવે છે, ત્યારે બીજે આત્માને ઉચ ચડાવે છે, ઘણે આનંદ આપે છે અને અય-અનંત અપાર સુખથી ભરેલા સિદ્ધિસદનની સહેલ કરાવે છે !
કર્મ અને ધર્મ શબ્દમાં પાછળના અક્ષર તે બિલકુલ સમાન છે ફેર માત્ર આગળના અક્ષરને છે. પણ એ ફેર વસ્તુના સમસ્ત સ્વરૂપને બાલી નાખે છે. ભાગ અને રક્ષણ તથા મરણ અને શરણમાં એક આગળના અક્ષર જ ફેર હોવાથી તેમના સ્વરૂપમાં કેટલે કે પડી જાય છે કર્મને ધર્મ ગમે નહી અને ધર્મને કર્મ ગમે નહી. કારણ કે બન્નેની દિશાઓ જુદી, બંનેના માર્ગ જુદા અને બંનેના કર્તવ્ય પણ જુદા. વેશ્યાને શીલ પાળવાને ઉપદેશ એને ક્યાં ગમે છે ? કર્મ સ્વભાવે કૌરવ જેવા છે એટલે તે ટિ