________________
ખંડ : ૨ જો
૩પ૭ દિલથી આશીર્વાદ મલ્યાં હોય અને તદ્દભવ મેલગામી જીવ હોય તેને બીજો ભવ (બીજી મા) કરવાની જરૂર રહેતી નથી.
દીક્ષાની તૈયારી થઈ. ઢેલ, નિશાન ગડગડવા લાગ્યા વાસુદેવનાં આંગણે દીક્ષાને પ્રસંગ, કૃષ્ણજી જેવા મહાન વાસુદેવ આજે ખડાપગે છડીદાર બની આગળ ચાલવા લાગ્યા. ગજસુકુમાળ પાલખીમાં બેઠા. બન્ને બાજુ ચામર વિઝાવા લાગ્યા. વોડો ગામ બહાર ભગવાન નેમિનાથ
જ્યાં બીરાજમાન હતાં તેની નજીકમાં જ ઉતર્યો. જેમ સર્પ કાંચળીને ઉતારે તેમ ગજસુકુમાળે વસ્ત્રાલંકાર ઉતાર્યા. અને ભગવાન નેમિનાથે તેમને દીક્ષા આપી અને હિતશિક્ષા આપી.
આવા એક યુવાન રાજકુમારને સંયમના માર્ગે સંચરતા જોઈ કેક આત્માઓ વેરાગી બન્યા. કેકના હૃદયમાં આ સંસારની અસારતા ભાસી. કેક સંયમી બન્યા.
(જે જીવની ભવસ્થિતિ પરિપાક થઈ હોય તે જીવને મુક્તિ થયા વિના રહે નહીં) નહિ તો ગજસુકુમાળને શું દુઃખ હતું ? પણ જેને સાચું જ્ઞાન થયું હોય તે જીવ પછી ગમે તેવા સંસારના સુખને દુઓ જ સમજે છે. એ તે જાણે છે કે સંસારનું સુખ ભુંડું અને સંસાર ભંડે.
ગજસુકુમાળે આત્માને કલ્યાણાર્થી-નિજના શ્રેય માટે પ્રભુજી પાસે વિનમ્રવદને બે હાથ જોડી અનુજ્ઞા માગી : પ્રભો ! આપની આજ્ઞા હોય તે હું સમશાનમાં જઈને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભે રહું!”