________________
૨૬૪
બોધ કાને ધર્મનું સ્વરૂપ “બંધ સમય ચિત્ત ચેતી રે, ઉદયે છે સંતાપ”
જ્ઞાનીઓ કહે છે કે હસતાં બાંધ્યા કર્મ જે રેતાં પણ નવિ છૂટે રે. હસી-હસીને બાંધેલા કર્મો વર્ષો સુધી રડી રડીને ભેગવતાં પણ નહિ છૂટે, અધમ પ્રવૃત્તિ કરનારા મનુષ્યને તે જ ભવમાં કે બીજા ભાગમાં માઠાં ફળ અવશ્ય ભેગવવા પડે છે.
કેટલાક મનુષ્ય ઘેર પાપકર્મો કરતાં અચકાતા નથી. પરંતુ કર્મને નિયમ અટલ છે. પિતે કરેલ પાપકર્મનાં ફળ અવશ્ય પિતાનેજ ભેગવવા પડે છે, કુકર્મનાં કડવા ફળ જ્યારે ભેગવવામાં આવે છે ત્યારે જીવથી તેનું દુઃખ સહન થતું નથી માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે મનુષ્ય પાપકર્મ કરતાં જ અચકાય, જાગૃત થાય, ચેતી જાય તો કર્મનું ફળ ભેગવવાને અવસર જ ન આવે. જે જીવ સમજુ હોય, વિચારવાનું હોય તેને કર્મબંધનનાં કારણરૂપ આને તજવા જોઈએ. કર્મ જીવને વ્યાકુળ કરે છે. તથા કર્મના ફળ ભેગવવાનાં આકરા છે. માટે જીવે અત્યંત-સાવધ રહેવું. | નિકાચિતકર્મ ભગવ્યા વિના છૂટકારો થતો નથી. મેરૂપર્વત જે ચલાયમાન થાય, કદાપિ ધ્રુવને તારે પણ ચલાયમાન થાય, કદાપિ સાગર પણ પિતાની મર્યાદા મૂકે અને પશ્ચિમમાં સૂર્ય ઉગે તે પણ કરેલાં-બાંધેલા નિકાચિ તકમ ભેગવ્યા વિના છૂટકે નથી. કર્મની એવી વિચિત્ર ગતિ છે, કર્મ એજ શયતાન છે. દુનિયાનાં સર્વ જીવોને કર્મ મદારીની પેઠે નચાવી રહ્યું છે. •