________________
ખંડ : ૨ જે
૩૩. થાય? વિચારે પતિ-પત્નીનાં સ્નેહની મર્યાદા ? સુલસા સમકિતી હતી છતાં ગૃહસ્થ હતી. સંસાર સ્થિત હતી. એટલે પતિપરાયણ સતી હતી. પતિના હૃદયની વ્યથા શમાવવા ઈંતેજાર હતી. એટલે તેણીએ જ્યારે જોયું કે પિતાને પતિ પિતાના સ્નેહથી એટલે સંતુષ્ટ છે કે હૃદયને તીવ્ર વ્યથા પમાડી રહેલાં સંતાનના અભાવને ટાળવા માટે પણ બીજી સ્ત્રી કરવાનો ઇન્કાર કરે છે. ત્યારે તેણીએ બીજે જ માર્ગ લીધે. અને તે એ કે વિશેષથી ધર્મની આરાધના કરવી, તે પ્રસંગે એક દેવ તુષ્ટમાન થયે. અને પ્રત્યક્ષ . આવા ધર્મને દેવે તુષ્ટમાન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી). પ્રત્યક્ષ થયેલા દેવે પ્રસન્નતાપૂર્વક સુલસાને કહ્યું. મહાસતી ! જે માંગવું હોય તે માગી લે. પણ સુલસા મૌન રહે છે.”
દેવે બીજીવાર કહ્યું, ત્યારે દેવી જરા હસે છે. દેવ ત્રીજીવાર કહે છે ત્યારે ભગવાન મહાવીરની આ પરમ શ્રાવિકા કહે છે, વીરા ! કલ્યાણ થાઓ તારૂં. તું આપવા આ એ વાત ખરી. અને મને વારંવાર માંગવાનું કહે છે પણ હું તારી પાસે શું માગું? દેનાર કરતાં માંગનારે બુદ્ધિને ઉપયોગ કરે જોઈએ.
સુલસા દેવી કહે છે વીરા ! મારે જે જોઈએ છે તે. તારી પાસે છે જ ક્યાં ? કે જે હું માગું !
દેવ કહે-તું માંગી તે જે હું ય જાણું તે ખરે. કે મારી પાસે છે કે નહિ.