________________
ખંડ : જે
૩પ૧ છે. એ વૈરાગી છે. એવું માને છે. પરંતુ માન્યતામાં પુરેપૂરું સત્ય નથી, અલ્પ સત્ય છે. વૈરાગીને વેષ પહેરવા માત્રથી જીવનમાં વૈરાગ્ય વણાઈ નથી જતે અને જેઓ સંસાર છોડે છે એ બધા જ વૈરાગ્યથી સાધુ બને છે એ માનવું પૂર્ણ સત્ય નથી. તે સાચે વૈરાગ્ય કેને સમજે ? સત્ય વૈરાગ્ય કેને કહેવાય? આ માટે વૈરાગ્યનાં ત્રણ પ્રકાર સમજવા જોઈએ.
વૈરાગ્ય ત્રણ પ્રકારના છે જીવને વૈરાગ્યભાવ ત્રણ કારણને લઈને થાય છે.
સંસાર આધિ-વ્યાધિ ને ઉપાધિથી ભરપુર છે. અનેક કો અને દુઃખ વેઠતે જીવ જન્મે છે. જન્મ પામવા પહેલાં માતાના ગર્ભમાં એ ઉંધા માથે નવ નવ માસ સુધી રહે છે. આમ જીવને દુઃખ જન્મતાં અગાઉ જ પડતું હોય છે. અને જમ્યા પછી પણ તેને દુઃખને સામને કરે પડે છે. જીવન વ્યવહાર ચલાવવા માટે તેને રાત-દિવસ સખત પરિશ્રમ કરવો પડે છે. ને જે તેમાંય તેના ભાગ્ય ફૂટેલા હોય તે તેના દુઃખને પાર નથી રહેતું. આ દુખેથી કંટાળી એ જીવ વિચારે છે કે બળી આ જિંદગી ને બળે આ સંસાર ! આના કરતાં તે સાધુ થઈ જવું સારું. ત્યાં કોઈ જાતની ઉપાધિ તે નહિ? નિરાંતે બે ટંક જમવાનું તે મળે ખરૂં.
આવા વિચારને દુઃખથી ત્રાસીને જે દીક્ષા અંગીકાર